Book Title: Avashyaka Kriya Sadhna
Author(s): Ramyadarshanvijay
Publisher: Mokshpath Prakashan Ahmedabad

View full book text
Previous | Next

Page 233
________________ દેવસિઅ-પ્રતિક્રમણ સાંજે કરવામાં આવે છે. તે ઉપાશ્રયમાં પૂજ્ય ગુરુભગવંતની નિશ્રામાં કરવું જોઈએ. બે-પાંચ માઈલના આંતરમાં પૂ. ગુરૂભગવંતની નિશ્રા મળતી હોય તો પાઠશાળા કે પૌષધશાળા કે પોતાના ઘરમાં દૈવસિઝ-પ્રતિક્રમણ આદિ ન કરવું જોઈએ. (વૃદ્ધાવસ્થા / માંદગી સિવાય) જયણાપૂર્વક ઉપાશ્રયમાં પ્રવેશ કરતાં ‘નિસીહિ' બોલવું અને સંસાર સાથેનો સંબંધ છોડવો. શ્રી દેવસિઅ-પ્રતિક્રમણ વિધિના ક્રમના હેતુ (કારણ) પૂ. ગુરુ ભગવંતની નિશ્રા ન હોય તો ગુરુ ભગવંતની સ્થાપના સ્વરૂપ સ્થાપનાચાર્યજી સન્મુખ ક્રિયા કરવી. પ્રશ્ન નં. ૧ પૂ. ગુરુભગવંતની નિશ્રામાં જ પ્રતિક્રમણ કરવાનું કારણ શું ? ઉત્તર : પૂ. ગુરૂભગવંતની નિશ્રામાં કરવાથી અનુષ્ઠાન વધુ દૃઢ બને છે અને પ્રમાદ-આળસનો ત્યાગ થાય છે. આજે ન્યાયાલયોમાં પણ ગુનો સાક્ષીથી સિદ્ધ થાય છે અને દુનિયામાં સાક્ષી સાથેનો વ્યવહાર નિશ્ચલ-વિશ્વાસપાત્ર ગણાય છે. પ્રતિક્રમણ શબ્દ શેને માટે રુઢ (વપરાયેલો) છે ? પ્રતિક્રમણ શબ્દ એ છ આવશ્યક (= સામાયિક, ચઉવિસત્યો, વાંદણાં, પ્રતિક્રમણ, કાઉસ્સગ્ગ અને પચ્ચક્ખાણ) માટે રાઢ છે. પણ શાસ્ત્રીય વાન અનુસાર છ આવશ્યકમાંથી ચોથુ પ્રતિક્રમણ કહેવાય છે. તે છ આવશ્યકો વિષે શ્રાવકે સદા ઉદ્યમશીલ રહેવું જોઈએ (મના જિણાણું સમા) પ્રતિક્રમણ શા કારણે કરવું જોઈએ ? જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર સ્વરૂપ પાંચેય આચારની શુદ્ધિ માટે પ્રતિક્રમણ કરવું જોઈએ, પ્રશ્ન નં. ૪ પ્રતિક્રમણમાં છ આવશ્યકના કયા સૂત્રથી કયા આચારની શુદ્ધિ થાય છે ? ૧. સામાયિક (કરેમિ ભંતે !)થી ચારિત્રાચારની; ૨. ચર્ણવીસન્થો (લોગસ્સ)થી દર્શનાચારની, ૩. વાંદણા (દ્વાદશાવર્ત વંદન) થી જ્ઞાનાચારની, ૪, પ્રતિક્રમણ (વંદિત્તુ)થી જ્ઞાનાદિ પાંચેય આચારની, ૫. કાઉસગ્ગ (અપ્પાણે વોસિરામિ)થી તપાચારવીર્યાચારની અને ૬, પચ્ચક્ખાણ (નવકારશી થી ચોવિહાર ઉપવાસ અને પાણહારથી દુવિહાર સુધીના)થી તપાયારની શુદ્ધિ થાય છે. આ છ એ આવશ્યકનું વિધિપૂર્વક સેવન કરવાથી વીર્યાચારની શુદ્ધિ થાય છે. પ્રશ્ન નં. ૨ ઉત્તર ઃ પ્રશ્ન નં. ૩ ઉત્તર : ઉત્તર : Wain Ed All પ્રશ્ન નં. ૫ પ્રતિક્રમણનો કાળ (સમય) ઉત્સર્ગ અને અપવાદથી શું છે ? ઉત્સર્ગથી (મૂળવિધિ પ્રમાણે) દેવસિઅપ્રતિક્રમણનો સમય (કાળ) સૂર્ય અડધો ડૂબે ત્યારે શ્રી વંદિત્તુ સૂત્ર આવવું જોઈએ તે પ્રમાણે છે, એટલે સૂર્યાસ્તથી ૨૦-૨૫ મિનિટ પહેલાં પ્રતિક્રમણ ચાલુ કરવું જોઈએ. રાઈઅ પ્રતિક્રમણ સૂર્યોદયના ર૦ મિનિટ પહેલા પૂર્ણ થાય તેમ કરવું જોઈએ. અપવાદથી (અનિવાર્ય સંજોગોમાં આવશ્યકથી વંછિત રહી જવાય ત્યારે પૂ. ગુરૂભગવંતની અનુજ્ઞાથી જ કરાય) દેવસિઐ પ્રતિક્રમણ દિવસના મધ્યભાગ (પુરિમના પચ્ચક્ખાણ પછી)થી મધ્યરાત્રિ (રાત્રિના ૧૨.૦૦ વાગ્યા આસપાસ) સુધી કરી શકાય અને રાઈઅ- પ્રતિક્રમણ રાત્રિના મધ્યભાગ (રાત્રિના ૧૨:૦૦ વાગ્યા પછી)થી દિવસના મધ્યભાગ (પુરિમ પરચક્ખાણ પહેલાં) સુધી કરી શકાય છે. પ્રશ્ન નં.૬. પ્રતિક્રમણમાં સૌથી પહેલા સામાયિક શા માટે લેવાય છે ? ઉત્તર ઃ ત્તરા પ્રશ્ન નં. ૭. પચ્ચક્ખાણ છઠ્ઠું આવશ્યક હોવા હોવા છતાં પ્રતિક્રમણના પ્રારંભમાં વાંદણાં આપવા પૂર્વક પચ્ચક્ખાણ શા કારણે લેવાય છે? અવિરતિ (પાપ-વ્યાપાર)નો ત્યાગ કરી વિરતિ (નિરવધ વ્યાપાર)માં પ્રવેશ કરવા માટે સામાયિક લેવું જરુરી છે. વિરતિપણામાં કરેલી સઘળી ક્રિયા પુષ્ટિકારક અને ફળદાયી બને છે. તેથી પ્રતિક્રમણના પ્રારંભમાં સામાયિક લેવાય છે. ઉત્તર : સાંજના પચ્ચક્ખાણમાં ‘દિવરાચરિમં' (દિવસના અંતિમભાગ પહેલાં)નો પાઠ હોવાથી સૂર્યાસ્ત પહેલા પચ્ચક્ખાણ કરવું જરૂરી છે. કેમકે ા આવશ્યક સુધી પહોંચતા ઘણો સમય વ્યતિત થવાની શક્યતા રહેલી છે. પૂ. ગુરુભગવંતના વિનય સ્વરુપ દ્વાદશાવર્ત વંદન (વાંદણાં) કરવાપૂર્વક પચ્ચક્ખાણ લેવાય છે. એટલે સાંજે સામાયિક લીધા બાદ મુહપત્તિ પડિલેહણ અને વાંદાં પૂર્વક પચ્ચખાણ લેવાય છે. પ્રશ્ન નં. ૮. પ્રતિક્રમણની શરુઆતમાં જ ચાર થોયનું દેવવંદન શા માટે કરાય છે ? ઉત્તર : SorB શ્રી ચૈત્યવંદન ભાષ્યમાં જણાવેલ બાર અધિકારોથી ૪ થોયનું દેવવંદન પ્રારંભમાં કરવાથી દેવ-ગુરુનો બહુમાન-વિનય થાય છે અને તેથી જ સઘળી ધર્મક્રિયા (દેવ-ગુરુના વંદનથી) સફળ થાય છે. ૨૨૯

Loading...

Page Navigation
1 ... 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288