Book Title: Avashyaka Kriya Sadhna
Author(s): Ramyadarshanvijay
Publisher: Mokshpath Prakashan Ahmedabad

View full book text
Previous | Next

Page 232
________________ ૧. ૨. 3. ૪. ૫. ૬. ૭. ૮. ૯. પૌષધમાં ટાળવા યોગ્ય અઢાર દોષો પીષધમાં વિરતિ વિનાના બીજા પાવકનો આણેલો આહાર કે પાણી વાપરવાં. પૌષધ નિમિત્તે સરસ આહાર લેવો. ઉત્તરપારણાને દિવસે વિવિધ પ્રકારની સામગ્રી વાપરવી. પૌષધ નિમિત્તે આગલા દિવસે દેહ-વિભૂષા કરવી. પૌષધ નિમિત્તે વસ્ત્રો ધોવરાવવાં. પૌષધ નિમિત્તે આભૂષણો ઘડાવવાં તેમજ પૌષધ વખતે ધારણ કરવાં. પૌષધ નિમિત્તે વસ્ત્રો રંગાવવાં. પૌષધ વખતે શરીર પરથી મેલ ઉતારવો. પૌષધણાં અકાળે શયન કરવું કે નિંદ્રા લેવી. (રાત્રિના પ્રતિક્રમણ શબ્દનો અર્થ અને તેની પ્રતિ પાછા ; ક્રમણ-હટવું ; થઈ ગયેલા દુષ્કૃત્યોથી પાછા ઉંટવું, તેનું નામ પ્રતિક્રમણ શ્રી વંદિતા સૂત્રમાં ૪૮મી ગાથામાં જણાવ્યા મુજબ પ્રતિક્રમણ મુખ્ય ચાર કારણથી કરાય છે. ૧. જિનેશ્વર ભગવંતે જેનો નિષેધ (મનાઈ) કરેલ હોય, તે કરવું અથવા પોતે જેના ત્યાગની પ્રતિજ્ઞા લીધેલ હોય, તેનું આચરણ કરવું. ૨. જિનેશ્વર ભગવંતે જેનુ વિધાન (કરવા યોગ્ય) કરેલ હોય કે આચરવાનું કીધેલ હોય, તે ન આચર્યું હોય અથવા પોતે જે આચરવાની પ્રતિજ્ઞા લીધેલ હોય તેનું આચરણ ન કર્યું હોય તો. ૩. જિનેશ્વર ભગવંતના વચનથી વિરુદ્ધ પ્રરૂપણા કરી હોય તો. આ ચારમાંથી જાણતાં-અજાણતાં મન-વચન-કાયાથી કરણ-કરાવણ-અનુમોદન દ્વારા જે કાંઈ પણ દુષ્કૃત થયેલ હોય તો તેનાથી પાછા હરવા માટે અવશ્ય પ્રતિક્રમણ કરવાનું વિધાન વિવિધ શાસ્ત્રોમાં છે. પ્રતિક્રમણના સૂત્રો અને અર્થોમાં સંપૂર્ણ ઉપયોગ રાખીને અથવા કોઈક કારણોસર કદાચ સૂત્ર-અર્થ ન આવડતા હોય તો પણ તે સૂત્રો અનંત મંત્રાક્ષરોથી ભરેલા, અતિપાવન છે, તેવો ભાવ રાખીને હૃદયમાં કરેલ પાપો-દુષ્કૃતો પ્રત્યે ધૃણા પેદા કરીને વિચારવું કે ‘અરરર !!! મારાથી આ પાપો શા કારણે થયા ? હું કેવો અધમ (જેવો)છું ! મારા સઘળાય દુષ્કૃતને અંતરથી હું નિંદુ છું અને ગુરુ સાક્ષીએ ગર્હા કરૂં છું તેમજ ભાવના ભાવું છું કે મારૂં દુષ્કૃત મિથ્યા થાઓ, અર્થાત ફળ રતિ થાઓ. ૨૨૮ Jajn Education minden ૧૦. બીજા પ્રહરે સંથારા-પોરિસી ભણાવીને નિંદ્રા લેવી ઘટે છે.) પૌષધમાં સારી કે નઠારી સ્ત્રી સંબંધી કથા કરવી. પૌષધમાં સારા કે નઠારા આહાર સંબંધી કથા કરવી. પૌષધમાં સારી કે નઠારી રાજકથા કે યુદ્ધકથા કરવી. ૧૩. પૌષધમાં દેશથા કરવી. ૧૧. ૧૨. ૧૪. પૌષધમાં પૂંજ્યા-પડિલેહ્યા વિના લઘુનીતિ કે વડીનીતિ પરઠવવી. પૌષધમાં કોઈની નિંદા કરવી. પૌષધમાં પૌષધ નહીં લીધેલા એવા માતા, પિતા, પુત્ર, ભાઈ, સ્ત્રી વગેરે સંબંધીઓ સાથે વાર્તાલાપ કરો. ૧૭. પૌષધમાં ચોરસંબંધી વાર્તા કરવી. ૧૮. પૌષધમાં સ્ત્રીઓનાં અંગોપાંગ નીરખીને જોવાં. ૧૫. ૧૬. મહત્તા અંગે કાંઈક સરળ સમજુતી દિવસ-રાત દરમ્યાન અણસમજ કે સમજણપૂર્વક ઘણા પાપો થતા હોય છે, તેવા સમયે આ પાપો બંધાતા રહે અને પાપોની આલોચના કરવામાં ન આવે તો તે તે દુષ્કૃત, શલ્ય સ્વરુપે આત્મમાં એકાકાર થવાની સંભાવના રહે છે. તેથી તે સઘળાય દુષ્કૃતોનું પક્ષાલન કરવા માટે નિયમિત પ્રતિક્રમણ આવશ્યક ઉભયટંક (સવાર-સાંજ)કરવું જોઈએ. પૂજ્યાદ આચાર્યશ્રી વિજય લક્ષ્મીસૂરીશ્વરજી મહારાજા શ્રી પર્યુષણ પર્વ અષ્ટારિકા પ્રવચનમાં પ્રતિક્રમણ આવશ્યક ની મહત્તા અંગે ખૂબ સુંદર દૃષ્ટાંત આપવા દ્વારા સ્પષ્ટ રીતે સમજાવે છે કે... જંબુદ્વીપમાં રહેલા સઘળાય પર્વતો પથ્થરની જગ્યાએ શુદ્ધ સુવર્ણ ના બની જાય તે સૂવર્ણ કોઈ એક જ વ્યક્તિના માલિકીનું ન બની જાય અને તે નિ:સ્પૃહભાવે સઘળાય સુવર્ણનો ઉત્તમ એવા સાક્ષેત્રમાં સદ્રવ્યય કરે અથવા જંબુદ્વીપમાં રહેલી સઘળીયે રેતકણો અદ્ભૂત હીરા સ્વરુપે થાઈ જાય અને કોઈ એક જ વ્યક્તિના માલિકીની બની જાય, તે નિ:સ્વાર્થ ભાવે પોતાની પાસે કાંઈ પણ રાખ્યા વગર સઘળાય હીરાને ઉત્તમ એવા સાતક્ષેત્રમાં સદ્રવ્યય કરે, તો પણ એક દિવસના અવિરતિથી બંધાયેલ કર્મને ધોવા સમર્થ બની શકતો નથી, પણ જો શુદ્ધ ભાવ સાથે કરેલા પાપોનો પશ્ચાતાપ કરવા સાથે સવાર-સાંજ નિયમિત પ્રતિક્રમણ (આવશ્યક) ક્રિયા કરે, તો તે રાત-દિવસના પાપકર્મોને ધોવાઈ શકે છે અને વિશેષ ભાવલાસ જાગે તો અને ભવોથી એકત્રિત કરેલા પાપકર્મોને પણ ધોવા સમર્થ બની શકે છે. For Privatlive Personal Use Onl www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288