Book Title: Avashyaka Kriya Sadhna
Author(s): Ramyadarshanvijay
Publisher: Mokshpath Prakashan Ahmedabad

View full book text
Previous | Next

Page 224
________________ દેવઇ દોવાઈ (૨૯) દ્રૌપદી : પૂર્વકૃત નિયાણાના પ્રભાવે પાંચ પાંડવોના પત્ની બન્યા. નારદે ગોઠવી આપેલા વારા પ્રમાણે જ્યારે જે પતિની સાથે રહેવાનું થાય, તેનાથી અન્ય સાથે ભાઈવત્ વ્યવહાર પાળવાનું અતિદુષ્કર કાર્ય સાધ્યું હોવાથી મહાસતી કહેવાયા. અનેક કષ્ટો વચ્ચે પણ શીલને અખંડ જાળવી, ચારિત્ર લઈ અંતે દેવલોકમાં ગયા. ધારણી (૨૮) દેવકી : વસુદેવના પત્ની અને શ્રીકૃષ્ણના માતા, ‘દેવકીનો પુત્ર કંસને મારશે' એમ કોઈ મુનિના કથનથી જાણવાથી તેના છ પુત્રોને ભાઈ કંસે મારી નાખવા લઈ લીધેલ. સાતમું સંતાન કૃષ્ણ-દેવકીની પુત્રપાલનની અતિ ઈચ્છાથી હરિર્ઝેગમેલી દેવને પ્રસન્ન કરી કૃષ્ણ ગજસુકુમાલ સંતાન અપાવ્યો. જેણે કુમળી વયમાં દીક્ષા લીધી ત્યારે ‘ભવચક્રની છેલ્લી મા બનાવજે' તેવું વરદાન લીધું. દેવકીએ સમ્યકત્વ સહિત બારવ્રત પાળી આત્મકલ્યાણ કર્યું હતું. (૩૦) ધારિણી : ચંદનબાળાજીના માતા, એકવાર શતાનીક રાજા નગર પર ચડી આવતા પોતાની નાની પુત્રી વસુમતી સાથે ભાગી છુટી પરંતુ સૈનિકોના સુકાનીના હાથમાં આવી. તેણે જંગલમાં અનુચિત માંગણી કરી ત્યારે શીલરક્ષા માટે જીભ કચડીને પ્રાણત્યાગ કર્યો હતો. કલવાઈ (૩૧) કલાવતી : શંખ રાજાના શીલવતી સ્ત્રી. ભાઈએ મોકલેલા કંકણોની જોડી પહેરી પ્રશંસાના ઉચ્ચારાયેલા વાક્યોથી ગેરસમજૂતી થતા પતિને શીલ પર શંકા આવતા કંકણ સહિત કાંડા કાપવા હુકમ કર્યો. મારાઓએ જંગલમાં લઈ જઈ તેમ કર્યું પરંતુ શીલના પ્રભાવે તેના હાથ હતા તેવા ને તેવા થઈ ગયા. જંગલમાં પુત્રને જન્મ આપ્યો અને તાપસીના આશ્રમે આશ્રય લીધો. કંકણ પરનું નામ વાંચી શંકા દૂર થતાં રાજ ઘણું પસ્તાયો અને ઘણા વર્ષો બાદ બંનેનો મેળાપ થયો પણ ત્યારે જીવનરંગ પલટાઈ જવાથી દીક્ષા લઈ આત્મકલ્યાણ કર્યું અને દેવલોક પધાર્યા. શંખ-કલાવતી છેવટે પૃથ્વીચંદ્રગુણસાગર થઈ મોક્ષે ગયા. પુલ. જન્મદિના સૈકા રણા વના - મૂરખદિજા કહઠ્ઠમહિસીઓ (૩૨) પુષ્પચૂલા : પુષ્પચૂલપુષ્પચૂલા બંને જોડિયા ભાઈબહેનોને અતિશય સ્નેહ હોવાથી પિતાએ બંનેના વિવાહ કરાવ્યા. અઘટિત ઘટતું જોઈ માતાને આઘાત લાગતાં દીક્ષા લઈ સ્વર્ગે ગયાં, ત્યાંથી સ્વર્ગનરકના સ્વપ્નો દેખાડી પુષ્પચૂલાને પ્રતિબોધિત કરી અર્ણિકાપુત્ર આચાર્ય પાસે દીક્ષા લેવડાવી. સ્થિરવાસ સેવતા અણિકાપુ. આચાર્ય ની બહુમાનપૂર્ણ સેવા - ભક્તિ કરતાં એક દિવસ કેવલજ્ઞાન થયું. ત્યારબાદ આચાર્યશ્રીને ખ્યાલ ન આવ્યો ત્યાં સુધી વૈયાવચ્ચ કરતા રહ્યાં. અંતે સિદ્ધિપદને પામ્યા. (૩૩) પદ્માવતી-ગૌરીગાંધારી -લક્ષ્મણા-સુસીમાજંબુવતી-સત્યભામાં અને રુક્મિણી : આ આઠે કૃષ્ણની અલગ- અલગ દેશમાં જન્મેલી પટ્ટરાણીઓ હતી. જુદા જુદા સમયે થયેલી શીલની કસોટીમાં દરેક પાર ઉતર્યા હતા. છેવટે દરેકે દીક્ષા લઈને આત્મ-કલ્યાણ કર્યું હતું. ભયણીઓ સ્થૂલભદ્રસ્સા (૩૪) યક્ષા, યક્ષદરા, ભૂતા, ભૂતદત્તા, સેણા વેણા, રેણા : સ્થૂલભદ્રજીની સાત બહેનો, સ્મરણ શક્તિ ઘણી તીવ્ર. ક્રમશઃ એક, બે, ત્રણ યાવત્ સાત વખત સાંભળે તો યાદ રહી જાય. સાતે બહેનોએ દીક્ષા અંગીકાર કરેલી. યક્ષાસાધ્વીની પ્રેરણાથી ભાઈમુનિ શ્રીયક પર્વતિથિનો ઉપવાસ કરતાં કાળ પામીને દેવલોકે ગયા. ત્યારે સંઘસહાયથી પ્રાયશ્ચિત માટે શ્રી સીમંધરસ્વામી પાસે ગયા આશયશુદ્ધિના કારણે પ્રાયશ્ચિત ન આપ્યું પણ ભગવાને ભરત ક્ષેત્રના સંઘ માટે ચાર અધ્યયન આપ્યા. સાતે બહેન સાધ્વીઓ પૂર્વ ભણતા એવા રસ્થૂલભદ્ર-સ્વામીને એકવાર વંદન કરવા ગયેલા ત્યારે અહંકારથી તેઓ સિંહનું રૂપ લઈને બેઠેલા, ગુર્વાજ્ઞાથી ફરી વંદન કરવા ગયા ત્યારે મૂળરૂપમાં આવી ગયા હતા. સાતે ય સાધ્વીઓએ નિર્મળ સંયમજીવન પાળી આત્મકલ્યાણ સાધ્યું. ૨૨) Jain Education International For Private & Personal Use Only

Loading...

Page Navigation
1 ... 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288