________________
જંબુપહૂ
미미
ba
(૨૯) જંબૂસ્વામી : નિ:સ્પૃહ અને વૈરાગ્યવાસિત હોવા છતાં ઋષભદત્તધારિણીના આ પુત્રને માતાના આગ્રહથી આઠ કન્યાઓ સાથે પરણવું પડ્યું. પણ પહેલી જ રાત્રે અતિવૈરાગ્યસભર ઉપદેશ આપી એ બધાને વૈરાગ્ય પમાડ્યો. એ સમયે પાંચસો ચોરો સાથે ચોરી કરવા આવેલ પ્રભવ ચોર પણ પીગળ્યા. બીજા દિવસે ૫૨૭ સાથે જંબુકુમારે સુધર્માવામી પાસે દીક્ષા લીધી. અવસર્પિણી કાળના ભરતક્ષેત્રના તેઓ છેલ્લા કેવળી થયા.
૨૧૨
Jain Education Internallchfal
(૩૧) ગજસુકુમાલ : સાત-સાત પુત્રોને જન્મ આપવા છતાં એકેયનું લાલન પાલન કરવા ન મળવાથી વિષાદ પામેલા દેવીએ કૃષ્ણને જણાવતા કૃષ્ણ હરિણૈગમેથી દેવની આરાધના કરી. મહદ્ધિક દેવ દેવકીની કુક્ષિમાં આવ્યા તે ગજસુકુમાલ. બાલ્યવયે વૈરાગ્ય પામ્યા પરંતુ મોહપાશમાં બાંધવા માત-પિતાએ લગ્ન કરાવ્યા. પરંતુ યુવાવયે જ નેમિનાથ પ્રભુ પાસે દીક્ષા લઈ મશાનમાં કાયોત્સર્ગ ધ્યાનમાં રહ્યા. દીકરીનો ભવ બગાડ્યો' એમ વિચારી સોમિલ સસરાએ માથે માટીની પાળ બાંધી
ગયા.
ચિંતામાંથી ધગધગતા અંગારા કાઢી. માથે મૂક્યાં. સમતાભાવે અપૂર્વ કર્મનિર્જરા કરી અંતકૃતુ કેળવી થઈ મોક્ષે પધાર્યા.
અવંતિસુકુમાલો
(૩૨) અવંતિસુકુમાલ ઃ ઉજ્જયિનીના વાસી ભદ્રશેઠ-ભદ્રાશેઠાણીના સંતાન, ૩૨ પત્નીઓના સ્વામી. એક વાર
| આર્યસુહસ્તિસૂરિને પોતાની ચાનશાળામાં
વસતિ આપી ત્યારે ‘નલિનીગુલ્મ’ અધ્યયન સાંભળતાં જાતિસ્મરણ જ્ઞાન થયું, ચારિત્ર લીધું અને શરીરની સુકુમાળતાના કારણે લાંબો સમય ચારિત્ર પાળવાની અશક્તિના કારણે સ્મશાને કાઉસ્સગ્ગ ધ્યાને ઉભા રહ્યા. સુકોમળ શરીરની ગંધથી આકર્ષાઈ શિયાળણી બચ્ચા સાથે આવી અને શરીરે બચકા
ભરવા લાગી પરંતુ શુભ ધ્યાનમાં શુભ ધ્યાનમાં મગ્ન રહી કાળ કરી નલિનીગુલ્મવિમાનમાં દેવ તરીકે ઉત્પન્ન થયા.
વંકચૂલો
(૩૦) વંકચૂલ : વિરાટ
દેશના
ધન્નો
રાજકુમાર પુષ્પચૂલ, પરંતુ જુગાર-ચોરી વગેરે વક્રતાના કારણે લોકોએ
નામ વંકચૂલ પાડ્યું. પિતાએ દેશવટો આપતાં પત્ની બહેન સાથે નીકળી જંગલમાં પલ્લીપતિ થયા. એકવાર આર્ય જ્ઞાનતુંગસૂરિજી પધારતા કોઈને ઉપદેશ ન આપવાની શરતે ચોમાસું કરાવ્યું. વિહાર કરતાં વંકચૂલની સરહદ ઓળંગી ત્યારે વંકચૂલની ઈચ્છાથી આચાર્ય ભગવંતે (૧) અજાણ્યા ફળ ખાવા નહીં (૨) પ્રહાર કરતા પહેલાં સાત ડગલા પાછા હટવું (૩) રાજરાણી સાથે ભોગ ભોગવવા નહીં (૪) કાગડાનું માંસ ખાવું નહીં, એ ચાર નિયમો આપ્યા. અનેકવિધ કષ્ટો વચ્ચે પણ દૃઢતાથી નિયમપાલન કરી અનેક લાભો મેળવી વંકચૂલ સ્વર્ગવાસી થયા.
(33) ધન્યકુમાર
: ધનસારશીલવતીના
સંતાન, ભાગ્યબળે અને બુદ્ધિબળે
અખૂટ
લક્ષ્મી
ઉપાર્જન
કરી હતી. એકવાર
સાળા શાલિભદ્રની
દીક્ષાની ભાવનાથી પત્ની સુભદ્રા રડતી હતી, ત્યારે તે કાયર છે કે એક-એક છોડે છે, આમ ટોણો માર્યો. જ્યની સહેલી છે, કરણી અઘરી છે', આવી પત્નીની વાત સાંભળી એક સાથે તમામ ભોગસામગ્રી ત્યાગી શાલિભદ્ર સાથે દીક્ષા લઈ ઉત્તમ આરાધના કરી અનુત્તર દેવલોકમાં
ગયા.