________________
૨૧૪
Jain Edupl
ઉદાયો
:
વીતમય
(૪૦) ઉદાયનરાજર્ષિ નગરીના રાજા હતા. પોતાની દાસી સહિત પ્રભુવીરની દેવત જીવિત પ્રતિમા ઉપાડી ગયેલા જાહિનીના રાજા ચંપ્રતને યુદ્ધમાં હરાવી બંદી બનાવ્યા હતા, પરંતુ સાધર્મિક જાણી સંવત્સરીના દિવસે ક્ષમાપનાપૂર્વક છોડ્યા હતા. જો ‘પ્રભુ પધારે તો દીક્ષા લઉં' એવા તેમના સંકલ્પને એજ દિવરો પ્રભુવીરે પધારી સફળ કર્યો. 'રાજેયારી તે નરકેશ્વરી' એમ માની પુત્રને રાજ્ય ન આપતા ભાણેજ કેશીને રાજ્ય આપી અંતિમરાજર્ષિ બન્યા. એક્વાર વિચરતા સ્વનગરમાં પધારતાં ‘આ રાજ્ય પાછું લેવા આવ્યા છે ' એમ માની ભાણેજે વિપ્રયોગ કર્યો તેમાં બે વાર બચ્ચા, ત્રીજી વાર અસર થઈ પરંતુ શુભધ્યાનધારામાં આરૂઢ થઈ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું.
.
સંબી પ
(૪૩/૪૪) શાંબ અને
પ્રધુમ્ન : શ્રી. કૃષ્ણન બંને પુત્રો, શાંબની માતા જંબૂવતી, પ્રધુમ્નની માતા રૂકમણી, બાળપણમાં અનેક લીલાઓ કરી, કૌમાર્યાવસ્થામાં વિવિધ પરાક્રમો કરી છેવટે પ્રભુ નેમિનાથ પાસે દીક્ષા લઈ શત્રુંજ્યગિરિ પર મોક્ષે
ગયા હતા.
International
મો
મૂલદેવો
કાલયસૂરિ
અંતઃ પુરમાં કેદ કર્યા ત્યારે ઘણી રીતે સમજાવવા છતાં ન માન્યા એટલે સૂરિજીએ વેશપરિવર્તન કરી ૯૬ શકરાજાઓને પ્રતિબોધ પમાડી ગભિલ પર ચડાઈ કરાવી. સાવીજીને છોડાવ્યા. સૂરિજી અત્યંત પ્રભાવક પુણ્યપુરુષ હતા.
(૪૨/૨) કાલકાચાર્ય (૨) : પ્રતિષ્ઠાનપુરના રાજા શાલિવાહનની વિનંતીથી સંવત્સરી ચોથે પ્રવર્તાવી તથા સીમંધરસ્વામીએ ઈન્દ્ર આગળ ‘નિગોદનું આબેહુબ સ્વરૂપ આ કાલકસૂરિ કહી શકશે' તેમ જણાવતાં બ્રાહ્મણનું રૂપ લઈ ઈન્દ્ર આવેલ. આચાર્યે યથાર્થસ્વરૂપ જણાવતા ઇન્દ્ર પ્રસન્ન
થયેલા.
(૪૫) મૂળદેવ : કળાકુશળ પણ ભારે જુગારી, પિતાએ દેશવટો આપ્યો તેથી ઉજ્જયિનીમાં આવી દેવદત્તા ગણિકા અને ક્લાચાર્ય વિશ્વભૂતિનો પરાજ્ય કર્યો. પુણ્યબળ, ળાબળ અને મુનિને દાનના પ્રભાવે વિષમપરિસ્થિતિ પસાર કરી હાથીઓથી સમૃદ્ધ વિશાલ રાય અને કલાપ્રિય ચતુર ગણિકા દેવદત્તાના સ્વામી થયા. પાછળથી વૈરાગ્ય પામી ચારિત્ર પાળી દેવલોકે ગયા. ભવિષ્યમાં મોક્ષે શે.
For Private
(૪૧) મનક : શય્યભવસૂરિના પુત્ર અને શિષ્ય. એમનું આયુષ્ય છ મહિના જેટલું અલ્પ હોવાથી ટૂંક સમયમાં સુંદર આરાધના કરી શકે તે માટે શય્યભવસૂરિએ શ્રી દશવૈકાલિક સૂત્રની રચના કરી. તેઓ છ મહિના ચારિત્ર પાળી દેવલોકે પધાર્યા.
Use Olik
(૪૨/૧) કાલકાચાર્ય : બહેન સરસ્વતી સાથે ગણધરસૂરિ પાસે દીક્ષા લીધી હતી. ઉજ્જયિનીના રાજા ગર્દભિલ્લું અત્યંત રૂપવતી સરસ્વતી સાધ્વીજી પર મોહાંધ થઈ
પભવો
(૪૬) પ્રભવસ્વામી : જંબુસ્વામીને ત્યાં ચોરી કરવા જતાં પતિ-પત્ની વચ્ચેના વૈરાગ્યપ્રેરક સંવાદ સાંભળી પ્રતિબોધ પામી ૫૦૦ ચોરો સાથે દીક્ષા લીધી. જંબુસ્વામી પછી શાસનનો સર્વભાર સંભાળનાર પૂજ્યશ્રી ચૌદ પૂર્વના જ્ઞાતા હતા. જૈનશાસનની ધુરા સોંપવા શ્રમણ તથા શ્રમણોપાસક સંઘમાં વિશિષ્ટ પાત્ર વ્યક્તિત્વ ન દેખાતાં તેઓશ્રીએ શય્યભવ બ્રાહ્મણને પ્રતિબોધી ચારિત્ર આપી શાસનનાયક
બનાવ્યા હતા.
tary.org