________________
અંગ-રચના (આંગી) ની વિધિ
•
•
કોઈ ભાવિકે પ્રભુજીને ભવ્યઆંગી કરેલ હોય કે કરતાં હોય તો કેશર પુજાનો આગ્રહ ન રાખવો. તેની અનુમોદના કરવી. દેરાસરમાં મૂળનાયકજીને પૂજાની વાર હોય અને અન્ય પ્રભુજી ની પૂજા કરવી હોય તો થોડું કેશર અલગ વાટકીમાં રાખીને પૂજા કરવી.
•
કેશરપૂજા કરતાં પહેલાં જો પરમાત્માને કેશર ના રેલા ઉતરેલા હોય તો સુસ્વચ્છ વસ્ત્ર થી લૂછીને પછી પૂજા કરવી. નહિતર લૂંછવાની જરૂર નથી.
• ચાંદી આદિના ખોખા, મુગટ, પાંખડા આદિમાં આઁગી મુખકોશ બાંધીને જ કરાય. • સોનું, ચાંદી, હીરા, માણેક, મોતી આદિ ઉત્તમ દ્રવ્યોથી આંગી થઈ શકે. . સોના-ચાંદી કે પીતળના ટીકાથી પણ આંગી થઈ શકે. ક્રોમ કે હળકા ધાતુના ટીકા ન ચાલે. • શુદ્ધ સુખડનો પાવડર અને ઉત્તમ સામગ્રી સાથે શુદ્ધ રેશમના દોરાથી થઈ શકે. • સોના-ચાંદીના શુદ્ધ વરખ અને બાદલાથી પણ થઈ શકે. વરખને ડબાવવા માટેનું ‘રૂ’ (કપાસ) શુદ્ધ અને સ્વચ્છ હોવું જોઈએ. તે ‘રૂ' કેશરવાળુ થાય કે ભીનું થાય કે નીચે પડી જાય કે પોતાના અંગને સ્પર્શે તો ત્યાગ કરવો. રૂ (Cotton), મખમલ (Welwet), વુલન દોરા (Thread), સુતરાઉ દોરા આદિ જવન્ય કક્ષાની વસ્તુથી કે ખાદ્ય ખોરાની સામગ્રીથી પણ ન કરવી જોઈએ. • સુગંધવગરના ફુલ, ફુલની કળીઓ કે પાંદડા, કેશરવાળા ફુલો કે પૂર્ણ અવિકસિત ફુલોથી કે ફુલોની પાછળ વરખની પાછળના કાગળ ભેરવીને પણ આંગી ન થઈ શકે. . બીજા દિવસે આંગી ઉતારતાં નિર્માલ્ય દેવ દ્રવ્ય' ની ઉપજ થાય, તેવી આંગી કરવી જોઈએ. • કોઈએ નહિ પહેરેલા નવા સોના-ચાંદીના દાગીના પ્રભુજીને રચઢાવી શકાય. તે દાગીના પહેલેથી પાછા લેવાની સંકલ્પના કરી હોય તો પરત લઈને પોતાના ઉપયોગમાં લઈ શકાય. • પૂજાની થાળી ઉંચી કરીને પ્રભુજીને ન પધરાવાય. પ્રભુજીને પાછળ કે આગળ નીચે નમાવીને બાદલું આદિ ન છાંટી શકાય. • સંપૂર્ણ સ્વચ્છ થાળીમાં કે સ્વચ્છ વસ્ત્ર પર પ્રભુજીને પધરાવીને આંગી કરી સ
•
પૂજાના ક્રમમાં મૂળનાયકજી, અન્ય પરમાત્મા,શ્રી સિદ્ધચક્રજી યંત્ર-ગો. શ્રી વીશસ્થાનક યંત્ર-ગટ્ટો, પ્રવચનમુદ્રામાં ગણધર ભગવંતો અને અંતે શાસનના અધિષ્ઠાયક સમ્યદ્રષ્ટિ દેવ-દેવીઓને કપાળે અંગૂઠેથી તિલક કરાય, • પ્રભુજીની પૂજા કર્યા પછી સિદ્ધચક્રજી ને અને સિદ્ધચક્રજીને કર્યા પછી પ્રભુજીને કરી શકાય.
પ્રવચન મુદ્રાવાળા ગાધર ભર્ગવતોને પૂજા કર્યા પછી તે જ કેશરથી પ્રભુજી કે સિદ્ધાવસ્થાવાળા ગણધર ભગવંતો કે સિદ્ધચક્રજીને પૂજા ન જ કરાય,
શાસન દેવ-દેવીને અંગૂઠેથી માક ઉપર તિલક-કર્યા પછી તે કેશરથી કોઈને પણ પૂજા ન જ કરાય. શાસન રક્ષક દેવ-દેવીને, ‘ધર્મ શ્રદ્ધામાં સહાયક બને અને ગમે તેવા વિઘ્નમાં પણ શ્રદ્ધા અડગ બની રહે' તેવા આશયથી પૂજા કરાય. તે સિવાય અન્ય આશય થી નહિ. | પ્રવચનમુદ્રા કે ગુરુ અવસ્થામાં રહેલ ચરમભવી શ્રી ગણધર ભગવંતોને પ્રભુજી સમક્ષ ગુરુવંદન કરાય. પ્રભુજીના નવ-અંગે ક્રમથી પૂજા કરતાં પહેલાં તે તે અંગ ના દુલા મનમાં ભાવીને પછી તે તે અંગે પુજા કરવી.
•
પ્રભુજીની કેશરપૂજા વેળાએ
રાખવા યોગ્ય સાવધાની
હૃદય સાથે સીધો સંબંધ ધરાવનાર અને નામકર્મ ને દૂર કરવા સમર્થ અનામિકા આંગળીથી જ પ્રભુજીની કેશર પૂજા કરાય. નખનો સ્પર્શ ત્યજવો.
• અંબર-કસ્તુરી-કેશર મિશ્રિત ચંદનની વાટકી સહેજ મોટા મોંઢાવાળી રાખવી. અતિપ્રવાહી કે અતિઘટ સ્વરૂપના બદલે મધ્યમકક્ષાનું પેસ્ટ જેવું એકાકાર (પાણી છૂટે નહિ તેવું ) કેશર હોવું જોઈએ.
• પ્રભુજીના નવ-અંગે પૂજા કરતી વખતે જમણા-ડાબા અંગોમાં (પગ-ઘુંટણ-કાંડા-ખભા) આંગળી એક વાર કેશરમાં બોળીને બન્ને સ્થળે પૂજા થઈ શકે,પણ જમણે પૂજા કર્યા પછી આંગળીમાં કેશર ન વધે, તો ડાબે પૂજા કરતા પહેલાં કેશરમાં આંગળી બોળી શકાય. દરેક અંગે પોતાનું કેશર લાગવું જરૂરી છે. ♦ બન્ને પગના અંગૂઠે એક જ વાર કેશર પૂજા થઈ શકે. વારંવાર કે અન્ય આંગળીમાં પૂજા ન કરાય.
• પૂજા કરતી વેળાએ સંપૂર્ણ મૌન ધારણ કરવું અને કોઈની પણ સાથે ઈશારાથી પણ જરૂરી વાત ન કરવી.
• પ્રભુજી પંચધાતુ ના હોય કે સાવ નાના હોય કે શ્રી સિદ્ધચક્રજી નો ગટ્ટો હોય, તેની પૂજા કરતાં, તેઓ સહેજ પણ હલવા ન જોઈએ.
• વધારે ભગવાનની ટુંક સમયમાં પુજા કરવાના લોભના
બદલે વિધિ સાથે થોડા ભગવાનની પૂજા કરવામાં વિશેષ લાભ હોય છે, કેશર લાલચોડ ન કરવું જોઈએ.
હળવાશ સાથે
૧૨૪
Jain Education International
ગંભીરતા સ્થિરતા
કોમળતાથી પ્રભુજીની પૂજા કરવી જોઈએ.
• ખૂબ જ ધીરતા
પ્રભુજીના અંગૂઠે પૂજા આમ કરાય
For Private & Personal Use Only
—
00000 5500
ગુરુ ગૌતમસ્વામીજીને આમ પૂજા કરાય
www.jainelibrary.otg