________________
પ્રભુજીને વિલેપણ ક્રવાની વિધિ
પ્રભુજીને સવ[ગે વિલેપન આ રીતે કરાય
પરિકર વગરના સિદ્ધાવસ્થા ના પ્રભુજી હોય અને મૂળનાયક પ્રભુજીના અધિષ્ઠાયક દેવ-દેવી અને પ્રાસાદદેવીની અલગ સ્થાપના કરેલ હોય, તો તેઓને પ્રભુજીમાં ઉપયોગી સિવાયનાં અંગભૂંછણાં કરવાં.. અંગભૂંછણાંનો પ્રારંભ કરતાં પહેલાં અગલુંછણાં મૂકવા ઉપયોગી એક થાળ સાથે રાખવો અને તેમાં અંગભૂંછણાં રાખવાં. પબાસન-દરવાજા-ખીટી-પાઈપ આદિ માં અંગભૂંછણાં કર્યા પહેલાં કે પછી ન રખાય. અંગભૂંછણાં કરતી વખતે એક હાથનો પ્રભુજીને કે દીવાલ કે પરિકર કે અન્ય કોઈને પણ ટેકો ન દેવાય. પક્ષાલ કર્યા પછી અંગભૂંછણા કરતાં પહેલાં પંચધાતુના પ્રભુજી કે સિદ્ધચક્રજી આદિ યંત્રોમાંથી પાણી નિતરવા આડા- અવળા-ઉધા-ઉંચા-નીચા એકબીજા ઉપર ન રખાય. તે મહાન ધોર આશાતના કહેવાય. અંગલુછણાં કરતી વખતે સ્તુતિ-સ્તોત્રપાઠ કે એકબીજાને ઈશારો આદિ કરવાથી આશાતના લાગે. અંગભૂંછણાનું કાર્ય પૂર્ણ થતા ની સાથે જ સંપૂર્ણ સ્વચ્છ અને અંગભૂંછણાં સૂકવવા માટે જ અનામત રખાયેલી દોરી પર કોઈના પણ મસ્તક આદિ શરીર સ્પર્શે નહિ, તેમાં તુરંત સુકવી દેવાં. પાટલૂંછણાં કરવાવાળાને અંગભૂંછણાનો સ્પર્શ ન થવો જોઈએ. પાટલૂંછણાં કરતી વેળાએ પ્રભુજીની પાછળ કે આગળ કે આજુ-બાજુમાં ફેરવતી વેળાએ પ્રભુજી કે પરિકર આદિનો સ્પર્શ ન જ થવો જોઈએ, થાય તો મહાન આશાતના લાગે. અંગભૂંછણાં - પાટલૂંછણાં - જમીનલૂછણાંની દોરી અલગ-અલગ (અનામત) રાખવી જોઈએ. અંગભૂંછણાં ધોતી વખતે સુયોગ્ય કથરોટ (થાળ)માં અન્ય વસ્ત્રો ન સ્પર્શ,તેની કાળજી રાખવી. • પાટલૂંછણાં ધોતી વખતે પણ તે જ મુજબ કાળજી રાખવી.
જમીન લૂછણા યોગ્ય રીત અલગ જ ધોવાં. શક્ય હોય તો પ્રભુજીની ભક્તિમાં ઉપયોગી વસ્ત્ર-વાસણ આદિના ધોવણનું પાણી ગટર-ખાળમાં ન જાય, તેની કાળજી રાખવી. અંગભૂંછણાં સુકાઈ ગયા પછી બન્ને હાથ સ્વચ્છ કરી મૌન ધારણ કરી ફક્ત બે હથેળીના સ્પર્શથી વાળવા. પાટલુંછણાં પણ તે જ મુજબ કરવા અને જમીન-લૂંછણા પણ યથાયોગ્ય રીતે રાખવા. અંગલુંછણાં ને સાચવવા અલગ સ્વચ્છ સુતરાઉ થેલી. રાખવી. પાટલૂંછણાં તેનાથી અલગ સાચવીને રાખવાં. જમીનલૂંછણાંનો સ્પર્શ અન્ય કોઈ પણ વસ્ત્ર કે ઉપકરણને
ન થાય, તેની કાળજી સાથે વાળીને રાખવા. • અંગલુછણાં આદિ થઈ ગયા પછી સુગંધિત ધૂપ ને (પ્રભુ
સમક્ષ) શુદ્ધિ માટે લઈ જઈને સુવાસિત કરવા.
દેશી કપૂર અને ચંદન મિશ્રિત સુગંધિત વિલેપના ને સુયોગ્ય. થાળીમાં ધૂપાવીને ગભારામાં લઈ આવવું. જમણા હાથની પાંચેય આંગળીઓથી નખ ન લાગે, તેમ પ્રભુજીના સર્વ-અંગે. વિલેપન કરવું. (વિલેપન પહેલાં બન્ને હાથ સંપૂર્ણ સ્વચ્છ કરવા જરૂરી જાણવા) વિલેપન પૂજામાં નવ-અંગ સાથે કોઈ સંબંધ નથી. સમસ્ત
અંગને વિલેપન કરવાનું હોય છે. વિલેપન કરનાર ભાગ્યશાળી મનમાં દુહો ભાવે અને ગભારાની બહાર રહેલા ભાવિકો બોલે કે... (પુરૂષો ‘નમોડહંત સિદ્ધાચાર્યોપાધ્યાય-સર્વ સાધુભ્ય:' બોલે). ‘શીતલ ગુણ જેહમાં રહ્યો, શીતલ પ્રભુ મુખ રંગ] આત્મા - શીતલ કરવા ભણી, પૂજો અરિહા અંગ..ll૧ી’ “ૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય ચંદનં યજામહે સ્વાહા” (૨૭ ડંકા વગાડવા) અર્થ : જે પ્રભુજીમાં શીતલ ગુણ રહેલો છે અને જેઓનું મુખી પણ શીતલ રંગથી ભરપૂર છે, એવા શ્રી અરિહંત પરમાત્માના અંગની પોતાના આત્માની શીતલતા માટે ચંદન-કપૂર આદિ શીતળ દ્રવ્યોથી પૂજા કરો. વિલેપન (ચંદન) પૂજા પૂર્ણ થયા પછી અંગભૂંછણાં સિવાયના અતિસ્વચ્છ વસ્ત્રથી પ્રભુજીના સર્વ-અંગે વિલેપન હળવાશ થી દૂર કરવો. વિલેપન કર્યા પછી તુરંત જ કોઈ ભાગ્યાશાળીને સોનાચાંદીના વરખ થી ભવ્ય આંગી કરવાની ભાવના હોય તો વિલેપન દૂર કરવાની જરૂર નથી. વિલેપન ઉતારવાના વસ્ત્રનો ઉપયોગ કર્યા પછી તુરંત જ સુયોગ્ય સ્થાને સૂકવવા કાળજી રાખવી. વિલેપન વસ્ત્રને સ્વચ્છ પાણીથી ધોયા પછી અંગભૂંછણાં સાથે ધોઈ, સૂકવી અને મૂકી શકાય. વિલેપન વસ્ત્રને સ્વચ્છ પાણીથી ધોયા પછી અંગભૂંછણાં સાથે ધોઈ, સુકવી અને મૂકી શકાય.
૧ ૨૩ www.tesoro