________________
(૨) બાહુબલી : ભરત ચક્રવર્તીના નાનાભાઈ પ્રભુ ઋષભદેવે તક્ષશિલા નું રાજ્ય
રહેશર
બાહબલી
આપ્યું હતું. બાહુબળ અસાધારણ હોવાથી તથા ૯૮ ભાઈઓના અન્યાયનો પ્રતિકાર કરવા ચક્રવર્તીની આજ્ઞા ન માની અને ભયંકર યુદ્ધ થયું. છેવટે દૃષ્ટિયુદ્ધ, વાગ્યુદ્ધ, બાહુયુદ્ધ અને દંડયુદ્ધ કર્યું, જેમાં ભરત ચક્રવર્તી હારતાં ચક્રરત્ન ફેક્યું પરંતુ સ્વગોત્રીયનો નાશ ન કરે તેથી પાછું ફર્યું. બાહુબલી ક્રોધમાં મુઠી ઉપાડી મારવા દોડ્યા. પરંતુ વિવેકબુદ્ધિ જાગ્રત થતાં કેશલોચ કરી દીક્ષા લઈ કેવલી નાના ભાઈઓને વંદન ન કરવા પડે તે માટે કાઉસ્સગ્ન ધ્યાનમાં ઉભા રહ્યાં. ૧ વર્ષ પછી પ્રભુએ મોકલેલ બ્રાહ્મી - સુંદરી બહેન સાધ્વીજીઓએ “વીરા મોરા ગજ થકી ઉતરો રે, ગજ ચડ્યું કેવલ ન હોય” એમ પ્રતિબોધ કરતા વંદન કરવા પગ ઉપાડતા કેવળજ્ઞાન થયું. ઋષભદેવ ભગવાન સાથે મોક્ષે ગયાં.
(૧) ભરત ચક્રવર્તી : શ્રી ઋષભદેવ પ્રભુના જયેષ્ઠપુત્ર તથા પ્રથમચક્રવર્તી. તેઓ અપ્રતિમઐશ્વર્ય છતાં જાગૃત સાધક હતા. ૬૦,૦૦૦ બ્રાહ્મણો રોજ.... સંભળાવતા હતા. ૯૯ ભાઈઓની દીક્ષા બાદ વૈરાગ્ય ભાવનામાં રમમાણ રહેતા એકવાર આરીસા-ભવનમાં અલંકૃત શરીરને જોતાં વીંટી નીકળી જવાથી શોભારહિત થયેલી, એવી આંગળીને જોતા અન્ય અલંકારો પણ ઉતાર્યા અને શોભારહિત સંપૂર્ણ દેહ જોઈ અનિત્ય ભાવનામાં રમતા કેવલજ્ઞાન પામ્યા. દેવતાઓએ આપેલ સાધુનો વેષ સ્વીકારી વિશ્વ પર ઉપકાર કરી છેવટે અષ્ટાપદ પર્વત પર નિર્વાણ પામ્યા.
(૪).
અભયકુમોરો :
ઢંઢણકુમાર : શ્રી કૃષ્ણ
વાસુદેવની કઢંઢણકુમારો
ઢંઢણા. નામની રાણીના પુત્ર એવા ઢંઢણકુમારે પ્રભુ નેમિનાથ પાસે દીક્ષા
લીધી. પરંતુ લાભાંતરાય કર્મના ઉદયે શુદ્ધ ભિક્ષા મળતી નથી, તેથી અભિગ્રહ કર્યો કે ‘સ્વલધિથી ભિક્ષા મળે તો જ લેવી' છ મહિનાના ઉપવાસ થયા એકવાર ભિક્ષા અર્થે દ્વારિકામાં પધાર્યા હતા ત્યારે શ્રી નેમિનાથે પોતાના અઢાર હજાર સાધુમાં સર્વોત્તમ તરીકે તેમનું નામ આપ્યું. તેથી નગરમાં પાછા ફરતા શ્રીકૃષ્ણ તેમને જોઈ હાથી પરથી નીચે ઉતરી વિશેષ ભાવથી વંદન કર્યું. તે જોઈ એક શેઠે ઉત્તમ ભિક્ષા વહોરાવી. પરંતુ પ્રભુના શ્રીમુખે ‘આ આહાર પોતાની લબ્ધિથી નથી મળ્યો.’ તેમ જાણતાં કુંભારની શાળામાં પરઠવવા ચાલ્યા, પરઠવતા ઉત્તમ ભાવના ભાવતા કેવલજ્ઞાન ઉત્પન્ન થયું.
| (૩) અભયકુમાર : નંદા રાણીથી શ્રેણિક રાજાને થયેલ પુત્ર, બાલ્યાવસ્થામાં જ પિતાના ગૂઢ વચનને ઉકેલી પિતાના નગરમાં આવ્યા અને બુદ્ધિબળથી ખાલી કૂવામાંથી વીંટી બહાર કાઢી શ્રેણિક રાજાના મુખ્યમંત્રી બન્યાં. ઔપાતિકી, વૈનાયિકી, કાર્મિકી અને પારિણામિકી બુદ્ધિના સ્વામી એવા તેમણે અનેક સમસ્યાઓ ઉકેલી હતી. છેવટે અંત:પુર બાળવાના બહાને પિતાના વચનથી મુક્ત થઈ પ્રભુ વીર પાસે દીક્ષા લઈ ઉત્કૃષ્ટ તપ કરી અનુત્તર વિમાનમાં દેવ થયા. ત્યાંથી ચ્યવી મહાવિદેહમાં ચારિત્ર ગ્રહણ કરી મોક્ષે પધારશે.
૨૦૭ 0.jainelibay.org
Jelnic
all
APVIE