________________
છંદનું નામ: સુગ્ધરા. • રાગઃ અર્હત્વ-પ્રસૂત-ગણધર-રચિત...(સ્નાતસ્યા સ્તુતિ) આ-મૂ-લા-લોલ-ધૂલી-બહુલ- આ-મૂ-લા-લો-લ-ધૂલી-બહુલ- મૂળ સુધી કાંઈક ડોલતું, પરાગની ઘણી પરિમલા-લીઢ-લોલા-લિ-માલા, પરિ-મલા-લીઢ-લોલા-લિ-માલા, સુગંધમાં આશક્ત થયેલા ચપળ ભમરાઓની શ્રેણીઓના ઝંકા-રા-રાવ-સારા-મલ-દલ-ઝક્કા-રા-રાવ-સારા-મલ-દલ– ગુંજારવના શબ્દથી ઉત્તમ એવું નિર્મળ પાંદડાવાળું કમલા-ગાર-ભૂમિ-નિવાસે । કમલા-ગાર-ભૂમિ-નિવાસે એવું જે કમળ, તે રુપ ઘરની ભૂમિમાં રહેનારી એવી, છાયા-સંભાર-સારે-વર- છાયા-સમ્-ભાર-સારે! વર- કાંતિના સમુહથી સુશોભિત એવી, કમલ-કરે કમલ-કરે!હાથને વિષે ઉત્તમ કમળ છે એવી, તાર-હારા-ભિ-રામ!, તાર-હારા-ભિરામે!, દેદીપ્યમાન-હારથી મનોહર એવી, વાણી-સ-દો-દે!- વાણી-સન-દોહ-દેહ!- દ્વાદશાંગીરુપ વાણીના સમૂહરુપી શરીરવાળી એવી, ભવ-વિરહ-વરમ-દૈહિ મે- હે શ્રુતદેવી ! મને સંસારના વિરહનું ઉત્તમ દેવિ ! સા રમ્ II૪l મોક્ષરૂપી વરદાન આપો. ૪.
ભવ-વિ- વ દૈહિ-મે
દૈવિ સારું કા
અર્થ:- મૂળ સુધી કાંઈક ડોલતા, પરાગની ઘણી સુગંધમાં આશક્ત થયેલ ચપળ ભમરાઓની શ્રેણિઓના ગુંજારવથી શ્રેષ્ઠ, નિર્મળ પાંદડાવાળા કમળરૂપી ઘરની ભૂમિમાં રહેનારી, કાંતિના સમુહથી સુશોભિત, હાયને વિષે ઉત્તમ કમળવાળી, દેદીપ્યમાન હારથી મનોહર, (દ્વાદશાંગીરૂપ) વાણીના સમૂહરૂપી શરીરવાળી હે શ્રુતદેવી ! મને ઉત્તમ મોક્ષરુપી વરદાન આપો. ૪.
શુદ્ધ નમામિ વી લિટ્ટલોલા લિમાલા સુરપદ પદવી
શુદ્ધ નમામિ વીર લીઢ લોલા લિમાલા સુપદ પદવી
આ સ્તુતિના સંદર્ભમાં રચયિતા અંગે કાંઈક જાણીએ
જૈનધર્મના પ્રગાઢ દ્વેષી એવા મિથ્યાભિમાની હરિભદ્ર પુરોહિત જ્ઞાનના ગર્વથી પોતાની સાથે ચાર વસ્તુ લઈને જ ગમનાગમન કરતા હતા. ‘જંબુવૃક્ષની ડાળી'-જંબુદ્વીપમાં મારા જેવો કોઈ જ્ઞાની નથી તેમ સાબીત કરવા રાખતાં,
‘સીડી' -કદાચ કોઈક પ્રતિવાદી ડરીને આકાશ માર્ગે ચાલ્યો જાય, તો ઉતારવા માટે ઉપયોગ કરવા રાખતા, 'કોદાળી'કોઈક પ્રતિવાદી ડરીને જમીનમાં ઘુસી જાય તો કાઢવા માટે ઉપયોગ કરવા રાખતા અને પેટ પર લોખંડનો પટ્ટો બાંધવા દ્વારા મારામાં અગાધ જ્ઞાન છે, તે ક્યાંય ફૂટીને બહાર ન નિકળી જાય માટે પહેરતા.
આવો ગર્વ છતાં એક અભિગ્રહ હતો કે ‘જે હું સાંભળું તે મને ન સમજાય, તો જે સમજાવે, તે મારા ગુરુ' આના પ્રભાવે તેઓ જૈનધર્મને પામ્યા એટલું જ નહિ પણ સર્વસંગનો ત્યાગ કરી સંયમી બની અનુક્રમે તેઓ જૈનશાસનની ધુરાને સંભાળનાર પ્રકાંડ વિદ્વાન પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા પણ બન્યા. પોતાના સંસારી ભાણેજો એવા શિષ્યરત્નો પૂ. મુનિરાજશ્રી હંસવિજયજી અને પૂ. મુનિરાજશ્રી પરમહંસ વિજયજી બૌદ્ધો દ્વારા મરાયા. તે વખતે બૌદ્ધોને વાદમાં હરાવીને ૧૪૪૪ બૌદ્ધ સાધુઓને જીવતા ગરમતેલની કડાઈમાં તળાવવા તૈયાર થયા.
Jain Ed
ત્યારે જૈનધર્મની પ્રાપ્તિમાં સહાયભૂત માતૃહૃદયા સાધ્વીજી ભગવંત શ્રી યાનિી મહત્તરાના એક વૈરભાવના વિપાક દર્શન શ્લોકને વાંચીને શાન્ત થયા અને પોતાના ગુરુભગવંત પાસે દુષ્કૃતની નિંદા કરવા સાથે પ્રાયશ્ચિત માંગેલ. પૂજ્ય ગુરુભગવંતે પ્રગાઢ જ્ઞાની એવા પોતાના શિષ્યને પ્રાયશ્ચિત્ત સ્વરૂપે ૧૪૪૪ ગ્રંથોની રચનાની પ્રતિજ્ઞા આપેલ. દિવસ-રાત જોયા વિના નૂતન જૈનશાસ્ત્રોની રચના કરવામાં મશગુલ બની
ગયા. અંતિમસમયે ૧૪૪૦ ગ્રંથની રચના કરતાં-કરતાં આ *સંસારદાવાનલ સ્તુતિ' એક ગાથા બરાબર એક ગ્રંથ મુજબ ત્રણ ગાયાની રચના કરી ૧૪૪૪મા ગ્રંથની રચના સ્વરૂપ છેલ્લી ગાથાની એક લીટીની રચના કરી સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. ત્યારે શાસન દેવની સહાયથી શ્રી સંઘે ‘ઝંકારા......’ થી ત્રણ પદ (લીટી)ની રચના કરેલ. તેથી છેલ્લી ત્રણ લીટી શ્રી સંઘ સાથે બોલવાની પ્રથા છે.
યાકિની મહત્તરા સુનૂ' ના નામે પ્રખ્યાત પૂજ્યપાદ આચાર્ય દેવ શ્રીમદ્ વિજ્ય હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજાની આ સ્તુતિમાં એકપણ જોડાક્ષર નથી અને સંસ્કૃત-પ્રાકૃત ભાષાનું મિશ્રણ પણ છે. તેમજ તેઓ શ્રીમદ્ની રચનાના અંતે પોતાનું નામ લખવાના બદલે તેઓ ‘વિરહ' શબ્દ લખતા. ભગવાનથી ૧૭૦૦-૧૮૦૦ કે તેઓ પોતે આથી ૧૭૦૦-૧૮૦૦ વર્ષ પહેલાં થયા ? તેઓ શ્રીમદ્ ને સદા માટે કઠતું હતું.
• આ ‘સંસાર દાવા સ્તુતિ' ચતુર્વિધ શ્રી સંઘમાં આઠમના દિવસે સ્તુતિ સ્વરુપે બોલાય છે. પક્ખી-ચૌમાસી અને સંવત્સરી પ્રતિક્રમણમાં સજ્ઝાય સ્વરૂપે બોલાય છે. તેમજ દેવસિઅ-રાઈએ પ્રતિક્રમણમાં પૂ. સાધ્વીજી ભગવતો અને વ્હેનો પહેલી ત્રણ ગાથા ‘ નમોડસ્તુ વર્ધમાનાય’ અને ‘ વિશાલલોચન' ના બદલે (સામૂહિક સ્વરૂપે) બોલતાં હોય છે.
શ્રી પ્રશ્નોત્તર ચિંતામણિમાં શ્રી વીરવિજ્યજી મહારાજાએ એમ જણાવ્યું છે કે છેલ્લાં ત્રણ પોંમાં (છેલ્લી ગાથાની છેલ્લી ત્રણ લીટી) રહેલ મંત્ર શક્તિથી ક્ષુદ્ર-ઉપદ્રવ ઉપશાંત થાય છે.
Personal Use
૧૪૧
10.org