________________
શ્રી નમસ્કાર મહામંત્રના રહસ્ય • સમસ્ત વિશ્વમાં (પરમ) સર્વશ્રેષ્ઠ સ્થાનમાં બિરાજમાન, તેથી
જ ઈચ્છિત એવા પંચ પરમેષ્ઠિને કરેલો એવો નમસ્કાર, સર્વ પાપોનો નાશ કરે છે. શ્રી અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય તથા સર્વ સાધુભગવંતો સ્વરૂપ પરમ પાવન પંચ પરમેષ્ઠિને નમસ્કાર કરવાથી સર્વ પ્રકારના પાપકર્મોનો નાશ થાય છે. શ્રી નમસ્કાર મહામંત્રમાં પૂજનીય પરમેષ્ઠિનાં નામોચ્ચારની. પહેલા ‘નમો’ શબ્દ નો ઉલ્લેખ (નિર્દેશ) પહેલાં કરાયેલો છે. ‘નમો’ શબ્દ વિનય, નમ્રતા, નિરહંકાર ધોતક છે, આ ગુણો આવ્યા પછી પણ ભાવપૂર્વક કરેલ નમસ્કાર સર્વ પાપોનો નાશ
કરે છે.
તેથીજ જૈન ધર્મમાં વિનય ગુણને અતિ મહત્વનું સ્થાન અપાયેલું છે. શ્રી નમસ્કાર મહામંત્રના જાપથી નવનિધિઓ તથા આઠ સિદ્ધિઓ પણ પ્રાપ્ત થાય છે. આ મહામંત્ર સ્વયંથી સિદ્ધ થાય છે, તેથી તેને સિદ્ધ મંત્ર પણ કહે છે. • આ મહામંત્ર આત્મસ્વરૂપની પ્રાપ્તિના કારણભૂત ક્રમશ: સાધુઉપાધ્યાય-આચાર્ય તેમજ સિદ્ધપદ આપવા માટે સમર્થ બને છે અને વિશિષ્ટ પુણ્યશાળી ભવ્યાત્માના અરિહંત પદ પણ પ્રાપ્ત થાય છે. આ મહામંત્રમાં આકાર સંપન્ન વ્યક્તિની નહી પરંતુ નિરાકાર ગુણોની સ્તવના છે. • આ મહામંત્ર ચૌદપૂર્વનો સાર અને પંચમંગલ મહામૃત સ્કન્ધના નામથી વિખ્યાત છે. આ મહામંત્ર અનાદિ-અનંત સ્વરૂપ શાશ્વત તથા ત્રિકાલ, ત્રિલોક સ્થાયી મંત્રો છે.
આ મહામંત્રના નવલાખ જાપથી નરકગમનનું નિવારણ અને વિપ્નો નાશ થાય છે. આ મહામંત્રના નવક્રોડ જાપથી પ્રાયઃ ૮ અથવા ૯ ભવમાં મુક્તિપુરીમાં વાસ મળી જાય છે. આ મહામંત્ર ૧૦૦૮ વિધા તેમજ દેવથી અધિષ્ઠિત કહ્યો છે. આ મહામંત્રના ૬૮ અક્ષરના ભાવપૂર્વક સ્મરણ ૬૮ તિર્થયાત્રાનું ફળ આપે છે. આ મહામંત્રના એક અક્ષરથી ૭, એક પદથી ૫૦ અને પૂર્ણ મંત્રથી ૫૦૦ સાગરોપમ ના નરકગતિનું અતિ દુખદાયી પાપોનો નાશ થાય છે. આ મહામંત્રમાં રહેલ ફક્ત ‘ન’ અક્ષરના ઉચ્ચાર કરવામાં તે સફલ બને છે, જે સર્વકર્મોની સ્થિતિ ૧ કોડા કોડી સાગરોપમથી ન્યુન બનાવે છે અર્થાત જે ગ્રન્થિ પ્રદેશ પર આવે છે તે આત્મા સમર્થ બને છે. દ્રવ્ય નમસ્કાર : બે હાથ જોડીને, મસ્તકને નમાવી શરીરને સંકુચિત કરવું. ભાવ નમસ્કાર : સંસાર વર્ધક વર્તન-વ્યવહાર-ઉચ્ચારવિચાર-જાતે જોડવા અને જિનાજ્ઞા અનુસાર જીવન બનાવવું, ભાવ નમસ્કાર ભક્ત ને ભગવાન બનાવે છે. રોજ ઓછામાં ઓછી એક આખી મહામંત્રની માળા અવશ્ય ગણવી જોઈએ.
પ્રણામનાઅદભુતલાભતેમજઢરહસ્યાર્થી
જ્યારે અરસ પરસ સાધર્મિક (સમાન ધર્મના પાલક) ભાઈઓ મળે ત્યારે “જય જિનેન્દ્ર” બોલવાને બદલે બે હાથ જોડીને પ્રણામ” બોલવું જોઈએ. કોઈપણ ઉંમરવાળા અર્થાત નાના હોય કે મોટા હોય, તો પણ પ્રણામ” બોલવું જોઈએ. “પ્રણામ” બોલવાથી સામેની વ્યક્તિને જ નમન થાય છે, એવું અતિસંક્ષિપ્ત અર્થ ન કરવો, સામેની વ્યક્તિમાં જૈન ધર્મની પ્રાપ્તિના માધ્યમથી પ્રાપ્ત થયેલા આત્મિક ગુણો (જેવા કે સમતા, ધીરતા, ઉદારતા, સરલતા, આદિ)ને પણ “પ્રણામ” થાય છે, એવો અર્થ કરવો જોઈએ. ગુણવાન સાધર્મિકને સાચાદયથી “પ્રણામ” કરવાથી આપણાંમાં પણ ગુણો પ્રગટ થાય છે. જેઓને “પ્રણામ” કરીએ છીએ તેઓની સાથે જ કલહ, ક્રોધ આદિ સ્વયંજ નાશ પામી જાય છે. પ્રણામ” થી અહંકારનો ત્યાગ અને નમ્રતાનો સ્વીકાર થાય છે. “પ્રણામ” કરવાથી ‘વિનય’ નામના અત્યંતર તપની આરાધના થાય છે. “પ્રણામ” કરવાથી બીજાના દોષો દેખવાનો ત્યાગ અને ગુણોના પ્રતિ અનુરાગ પેદા થાય છે. “પ્રણામ” સંસારવર્ધક મિથ્યાત્વનો ત્યાગ અને સંસારમાંચક સમ્યકત્વ નો લાભ થાય છે. પ્રણામ” કરવાથી એક-બીજા પ્રતિ કટુતા-શત્રુતાનો ત્યાગ થાય છે. “પ્રણામ” કરવાથી અક્કડતા તથા જડતાનો ત્યાગ આપોઆપ થાય છે. પ્રણામ” થી અભિમાનનો ત્યાગ થવાથી પશુયોનિ સ્વરુપ દુર્ગતિના દ્વાર બન્ધ થઈ જાય છે. “પ્રણામ” કરવાથી લોકપ્રિય બનવાની સાથે પ્રસંશાપાત્ર પણ બનીએ છીએ. “પ્રણામ” થી અહંકારી પણ નમ્ર બની જાય છે અને આત્મહિતવચન ગ્રાહ્ય બને છે. “પ્રણામ” શબ્દ પ્રેમ, કરુણા, મૃદુતા, કોમલતા તથા ગુણાનુરાગ વાચક છે. “પ્રણામ” શબ્દના ઉચ્ચારથી અંતરમાં રહેલ ક્લિષ્ટ કર્મ પણ નાશ થાય છે. “પ્રણામ” શબ્દ વિનયગુણ ધોતક છે, બધી રિદ્ધિ-સિદ્ધિની પ્રાપ્તિ વિનય થી થાય છે. “પ્રણામ” શબ્દ આઠે કર્મોને નાશ કરવામાં અમોધ શારી સમાન છે. “પ્રણામ” શબ્દ આધિ-વ્યાધિ-ઉપાધિ ને શાન કરીને પરમ સમાધિ આપે છે. “પ્રણામ” બોલતી વખતે મુખ શુદ્ધ હોવું, બુટ-ચંપલ અદિનો ત્યાગ તથા બંને હાથ જોડીને મસ્તકને વિનમ્રતાથી નમાવવું જરુરી છે. ભાવ અરિહંત પ્રભુ સમવસરણમાં સિંહાસન પર બેસતા પહેલા અવશ્ય ‘નમો તિત્યસ' બોલીને તજ્ઞતા અભિવ્યક્ત કરે છે. જૈન ધર્મ સિવાયના અનુયાયીને ‘જય જિનેન્દ્ર' ઉપરાંત સર્વ પ્રકારની શુદ્ધિની સાથે બહુમાનપૂર્વક પ્રભુજીને લક્ષ્યમાં રાખીને બોલવું જોઈએ.
[૮૯
Jain Education International
For Private & Personal
elibrary.org