________________
અંકો સાથે અગમ્ય રીતે જોડવામાં આવ્યા છે. દરેક ગ્રહને તેને ખાસ અંક આપવામાં આવ્યા છે. એટલે ૧ થી ૯ સુધીના મુખ્ય અંકે જુદા જુદા ગ્રહનું પ્રતિનિધિત્વ રજૂ કરે છે. મૂળ અંક પુરુષ અથવા સ્ત્રી બીજાઓ પર કેવા પ્રભાવ પડે છે એટલે કે તેઓ બીજાઓની દષ્ટિએ કેવાં લાગે છે તે દર્શાવે છે. બીજી રીતે કહીએ મૂળ અંકો કોઈપણ વ્યક્તિ, પદાર્થ, બાબત કે બનાવની ભૌતિક કે દુન્યવી બાજુ દર્શાવે છે. તેથી મૂળ અંકને વ્યક્તિત્વ અંકો (individuality numbers) પણ કહે છે. કારણુંકે તે મનુષ્યના વ્યક્તિત્વનું આપણને દર્શન કરાવે છે.
૧૦ તથા ૧૦થી શરુ થતા બધા જ અંકોને મિશ્ર અંકે કહેવામાં આવે છે. મિશ્ર અંકો માનવજીવનના પડદા પાછળની ગુપ્ત તથા છૂપી અસરને છતી કરે છે અને રહસ્યમય રીતે વ્યક્તિના ભાવિને અથવા કુદરત કે ભગવાનની ઈચ્છા વ્યક્ત કરવામાં મદદરૂપ બને છે. દરેક મિશ્રા અંકને સરવાળાથી મૂળ અંકમાં ફેરવી શકાય છે, તેમ છતાંય દરેક મિશ્ર અંકને તેના મૂળ અંક કરતાં જુદે એ પિતાને વિશિષ્ટ અર્થ પણ હોય છે. દાખલા તરીકે પ૭ લઈએ. આ અંકને સરવાળાથી મૂળ અંકમાં ફેરવીએ તો (૫૭=૧૨=૧+૨=૩) તેના મૂળ અંક ૩ આવે, પણ પ૭ના મિશ્ર અંકને તેના મૂળ અંક ૩ના અર્થથી ભિન્ન એવે તેનો પોતાને વિશિષ્ટ અર્થ પણ હોય છે. કેટલાક અંકશાસ્ત્રીઓ મિશ્ર અંકે પર સુધી ગણે છે તે કેટલાક ૭૨ સુધી પણ ગણે છે, અને તેને માટે જુદા જુદા કારણે રજૂ કરે છે. આપણે તેની તાત્વિક ચર્ચામાં નહી ઉતરીએ પણું ફક્ત તેના અર્થ વિષે વિચારીશું.