________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧, ઉસ-૪ 127 તથા આહાર-પાણીના વિષયમાં સદા ઉપયોગ રાખે. [8] ઈય સમિતિ, આદાન નિક્ષેપણા સમિતિ અને એષણા સમિતિ, આ ત્રણે સ્થાનોમાં હમેશાં સંયમ રાખીને મુનિ ક્રોધ, માન, માયા અને લોભનો ત્યાગ કરે. 8i8] સદા સમિતિઓથી યુક્ત, પાંચ સંવરોથી સંવૃત તેમજ ગૃહસ્થોમાં આસક્તિ ન રાખનાર સાધુ મોક્ષની પ્રાપ્તિ સુધી સંયમનું પાલન કરે. એમ હું કહું છું. | અધ્યયન 1- ઉદેસોઃ૪નીમુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ અધ્યયનઃ૧-ગુર્જરછાયાપૂર્ણ (અધ્યયન-વૈતાલિક) - ઉદ્દેસી-૧૦[૮] હે ભવ્યો! તમે સમ્યબોધ પ્રાપ્ત કરો. બોધ કેમ પ્રાપ્ત કરતા નથી? મૃત્યુ પછી જ્ઞાન પ્રાપ્ત થવું દુર્લભ છે. વીતી ગયેલી રાત્રિઓ પાછી આવતી નથી, અને (સંયમી) જીવન ફરીથી મળવું સુલભ નથી. [90 જુઓ, જેમ બાજ પક્ષી વિત્તર પક્ષીને ઉપાડી જાય છે તેમ કાળ જીવને કોઇપણ અવસ્થામાં ઉંચકી લે છે. કેટલાક બાલ્યાવસ્થામાં મરી જાય છે, કેટલાક વૃદ્ધાવસ્થામાં મરી જાય છે, અને કોઈ કોઈ તો ગર્ભાવસ્થામાંજ મરણને શરણ થાય છે. 9i1ii કોઈ કોઈ મનુષ્ય માતા અને પિતા આદિના મોહમાં પડીને સંસારમાં ભ્રમણ કરે છે. તેવા જીવોને પરલોકમાં સુગતિ સુલભ નથી. માટે સુવત પુરુષ આ ભયોને જોઈને આરંભથી નિવૃત્ત થઈ જાય. 92] સંસારમાં જુદા જુદા સ્થાને રહેલા પ્રાણીઓ પોતાના કર્મનું ફળ ભોગવવા નરક વગેરે ગતિઓમાં જાય છે. પોતાના કર્મોનું ફળ ભોગવ્યા વિના છૂટકો નથી. દિલ દેવતા, ગંધર્વ, રાક્ષસ, અસુર, ભૂમિચર ઉરગ (પેટવડે ચાલનારા) તિર્યંચા, રાજા, મનુષ્ય, શેઠ, બ્રાહ્મણ વગેરે સર્વ પ્રાણીઓ દુખી થઇને પ્રાણોનો ત્યાગ કરે છે. [4] જેમ તાલવૃક્ષનું ફળ બંધન તૂટતાં નીચે પડી જાય છે તેમ કામ ભોગોમાં આસક્ત તથા પરિવારરત પ્રાણીઓ આયુષ્યનો અંત થતા મૃત્યુને પામે છે. [85] જે મનુષ્યો બહુશ્રુત હોય-શાસ્ત્રજ્ઞ હોય, તથા ધાર્મિક અને ભિક્ષુ હોય, પરંતુ જો તે માયાકત અનુષ્ઠાનોમાં આસક્ત હોય તો તેઓ પોતાના કમોંથી દુઃખી થાય. [9] જુઓ, કોઇ અન્યતીર્થી પરિગ્રહનો ત્યાગ કરીને દીક્ષા ધારણ કરે છે. અને સંયમનું સારી રીતે પાલન કરી શકતા નથી. તેવા લોકો મોક્ષની વાતો તો કરે છે પરંતુ મોક્ષ પ્રાપ્તિનો ઉપાય આચરતા નથી. તમે એવા પરષોનું શરણું લઈને આ ભવ તથા પરભવને કેમ જાણી શકશો? તે અન્ય દર્શનીઓ પોતાના કર્મોથી પીડાય છે. 7] ભલે કોઈ પુરુષ નગ્ન-થઈને વિચરે, અથવા માખમણ કરે, પરંતુ જો તે માયા આદિથી યુક્ત છે તો અનંત કાળ સુધી ગર્ભવાસના દુઃખ ભોગવશે. [98] હે પુરુષ! તુ જે પાપકર્મથી યુક્ત છે તેનાથી નિવૃત્ત થઈ જા. કારણ કે મનુધ્યોનું આયુ ત્રણ પલ્યોપમથી થોડું ઓછું છે. જે મનુષ્ય સંસારમાં કે મનુષ્યભવમાં આસક્ત છે, તેમજ વિષય ભોગમાં મૂચ્છિત છે તે હિતાહિતના વિવેકથી વિકલ હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org