________________ શ્રુતસ્કંધ-૨, અધ્યયન-૨, અપવિત્ર સડેલા માંસથી યુક્ત દુર્ગધવાળી કાળી છે. ધુમાડાના ગોટાના વણવાળી, કર્કશ સ્પર્શવાળી દુખે સહન કરવા યોગ્ય છે. આ નરક અત્યન્ત અશુભ છે. અને ત્યાંની વેદના પણ અશુભ છે. નરકમાં રહેનારા જીવો સુખે નિંદ્રા પણ લઈ શકતા નથી, ત્યાંથી ભાગી અન્યત્ર પણ જઈ શકતા નથી. તેઓ કંઈ શ્રુતિ-શુચિ અથવા સ્મરણ પણ કરી શકતા નથી, સુખ મેળવી શકતા નથી, ધીરતા કેળવી શકતા નથી, વિચાર કરી શકતા. નથી. તે નારકી જીવ ત્યાં કઠિન-વિપુલ-પ્રગાઢ કર્શિતીવ્ર દુસહને અપાર દુઃખને સહન કરતા પોતાનો સમય વ્યતીત કરે છે. [9] જેવી રીતે કોઈ વૃક્ષ એવું હોય કે જે પર્વતના અગ્રભાગ ઉપર ઉત્પન્ન થયેલ હોય તે વૃક્ષનું મૂળ કાપી નાખ્યું હોય અને તેનો ઉપરનો ભાગ અતિ ભારે હોય તો તે નીચેની બાજુએ વિષમ અને દુર્ગ સ્થાનમાં પડે છે. તે જ પ્રમાણે ગુરુકર્મી જીવ પણ એક ગર્ભથી બીજા ગર્ભમાં પ્રાપ્ત થાય છે. જન્મ પછી જન્મ, મૃત્યુ પછી મૃત્યુ, નરક પછી નરક અને દુઃખ પછી દુઃખ પ્રાપ્ત કરે છે. તે દક્ષિણગામી કૃષ્ણપક્ષી નરકગામી અને ભવિષ્યમાં દુર્લભ બોધિ થાય છે. આ અધર્મસ્થાન અનાર્ય છે. કેવલજ્ઞાન પ્રાપ્ત નહિ કરાવનારું થાવતુ સમસ્ત દુઃખનો નાશ નહિ કરાવવાવાળું, એકાંત મિથ્યા અને અસાધુ અર્થાત્ બુરું છે, આ પહેલા અધર્મ પક્ષ વિષે કહ્યું. [70] ત્યાર બાદ બીજું જે ધર્મસ્થાન છે. તેમાં રહેલનું વર્ણન કરે છે. આ મનુષ્યલોકમાં પૂવદિ દિશાઓમાં કોઈ-કોઈ એવા પુરુષ હોય છે જે આરંભ કરતા નથી, પરિગ્રહ રાખતા નથી. સ્વયં ધર્માચરણ કરે છે. બીજાને તેમ કરવા આજ્ઞા આપે છે. અમને પોતાનો ઇષ્ટ માને છે. તેમ જ ધર્મયુક્ત આજીવિકા મેળવે છે. અને ધર્મમાં પોતાનું જીવન વ્યતીત કરે છે. જે સુશીલ, સુન્દર વ્રતધારી, જલ્દીથી પ્રસન્ન થનાર, અને ઉત્તમ હોય છે. જે જીવનભર જીવહિંસાથી નિવૃત્ત થયેલ છે. તથા બીજા અધાર્મિક લોકો પ્રાણીઓનો વિનાશ કરનાર અજ્ઞાન યુક્ત જે સાવધ અનુષ્ઠાનો કરે છે તેનાથી તે સર્વથા. નિવૃત્ત થયેલ હોય છે. તે ધમનિષ્ઠ પુરષો ગૃહત્યાગી અને ભાગ્યવન્ત હોય છે. ઈયસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિક આદાનભાંડમાત્રનિક્ષેપણસમિતિ, પરિષ્ઠાપનિસમિતિથી યુક્ત, મનવચનકાયાની સમિતિથી યુક્ત હોય છે, તે મન વચન કાયાને પાપથી ગુપ્ત રાખે છે, ઈન્દ્રિયોને વિષયભોગથી ગુપ્ત રાખનાર, બ્રહ્મચર્યના રક્ષક, ક્રોધ, માન, માયા અને લોભથી રહિત, બહાર અને અંદરની શાન્તિથી યુક્ત, પ્રશાંત, ઉપશાંત, આAવોનું સેવન નહિ કરનાર, નિગ્રન્થ સંસાર પ્રવાહને નષ્ટ કરનાર, કમલેપથી રહિત હોય છે. એ મહાત્મા કાંસાની પાત્રની જેમ કમ-મળની ચિકાસ રહિત, શિંખની જેમ નિષ્કલંક, જીવની જેમ અપ્રતિહતગતિવાળા, આકાશની જેમ નિરાવલગ્બી, વાયુની જેમ અપ્રતિબદ્ધ, શરદ ઋતુના પાણી જેવા શુદ્ધ બ્દયવાળા, કમળના પત્રની સમાન કર્મ જળના લેપથી રહિત, કાચબાની જેમ ગુપ્તેન્દ્રિય અને પક્ષીની જેમ મુક્તવિહારી હોય છે. વળી તે શ્રમણ ગેંડાના શિંગડાની જેમ એકાકી, ભારડ પક્ષીની જેમ અપ્રમાદી, હાથીની જેમ શક્તિસંપન્ન, વૃષભની સમાન ભાર વહન કરનાર, સિંહની સમાન પરાક્રમી, મેરુની જેમ નિષ્ઠમ્પ, સમુદ્રની જેમ ગંભીર, ચંદ્રમાની જેમ સૌમ્ય, સૂર્યની જેમ તેજસ્વી, સોનાની કાંતિ સમાન, પૃથ્વીની સમાન સહનશીલતાવાળા અને સારી રીતે હોમ કરાયેલ અગ્નિસમાન તેજસ્વી હોય છે. LinEdlication International For Private & Personal Use Only www.jainelibrary.org