Book Title: Agam Deep 02 Suyagado Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 104
________________ શ્રુતસ્કંધ-૨, અધ્યયન-s, 213 779] આ નિર્ચન્થ-ધર્મમાં સ્થિત જ્ઞાની અને શીલસમ્પન્ન મુનિ પૂર્વોક્ત સમાધિમાં સ્થિર રહીને માયારહિત બનીને સંયમનું અનુષ્ઠાન કરે તો અત્યન્ત પ્રશંસા પ્રાપ્ત કરે છે. [38] વેદવાદી-જે બે હજાર સ્નાતક બ્રાહ્મણોને નિત્ય ભોજન કરાવે તે પુરુષ મહાન પુણ્ય-પુંજ સંચય કરીને દેવ બને છે, એ વેદનું કથન છે. 781-782] આદ્રક-ભોજન મેળવવા માટે ક્ષત્રિયાદિ કુળોમાં ભટકનારા બે હજાર સ્નાતક ભિક્ષુઓને જે નિત્ય ભોજન કરાવે છે તે પુરુષ માંસલોલુપી પ્રાણીઓથી પરિપૂર્ણ નરકમાં જાય છે અને ત્યાં તીવ્ર તાપ ભોગવતો નિવાસ કરે છે. દયાપ્રધાન ધર્મની નિંદા અને હિંસાપ્રધાન ધર્મની પ્રશંસા કરનાર રાજા હોય કે અન્ય કોઈ એક પણ શીલરહિત બ્રાહ્મણને ભોજન કરાવે છે, તે અંધકારયુક્ત નરકમાં જાય છે તો પછી દેવતા થવાની તો વાત જ ક્યાં રહી? [783-784 એકદંડી-અમે અને તમે બને ત્રણે કાળમાં સમાન ધર્મમાં સ્થિત છીએ. આપણા બંનેના ધર્મમાં આચારશીલ પુરુષને જ્ઞાની કહ્યો છે. અને અમારા અને તમારા બન્નેના મતમાં સંસારના સ્વરૂપમાં પણ કોઈ ભેદ નથી. આત્મા અવ્યક્ત છે ઈન્દ્રિયોનો વિષય નથી. તે સાથે સર્વ લોકવ્યાપી. શાશ્વતનિત્ય છે, અક્ષય અને નાશરહિત છે. જે પ્રમાણે ચંદ્રમાં તારાઓ સાથે સંપૂર્ણરૂપે સંબંધ કરે છે તે પ્રમાણે જીવાત્મા સર્વ ભૂતોમાં સંપૂર્ણ રૂપે કહે છે. [785-788] આર્દક-હે એકદંડીઓ ! તમારા મત પ્રમાણે સર્વવ્યાપી હોવાના કારણે સુભગ અને દુર્ભગ વિગેરે ભેદ કોઈ શકતો નથી તથા જીવાત્મા પોતાના કર્મથી પ્રેરિત નાના પ્રકારની ગતિઓમાં જાય છે. એવું પણ તમારા સિદ્ધાન્તમાં સંગત થઈ શકે નહિ. તથા બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને સૂદ્રનો ભેદ તથા કીડા, પક્ષી, સરીસૃપ, મનુષ્ય અને દેવતા વિગેરે ગતિઓનો ભેદ પણ સિદ્ધ થતી નથી. આ લોકને કેવલજ્ઞાન દ્વારા જણ્યા વિના જે અજ્ઞાન અવસ્થામાં ધર્મનું પ્રવર્તન કરે છે તે સ્વયં નષ્ટ જીવ પોતાને અને બીજાને પણ આ ભયંકર સંસારમાં નષ્ટ કરે છે. પરંતુ જે કેવલજ્ઞાનથી સમાધિયુક્ત બનીને પરલોકના સ્વરૂપને યથાર્થ જાણે છે અને સાચા ધર્મનો ઉપદેશ કરે છે, તે પુરુષ પોતાને અને બીજાને પણ સંસારથી પાર ઉતારે છે. હે આયુષ્યમાનું! આ લોકમાં જે નિંદનીય આચરણ કરે છે અને જે પુરુષ ઉત્તમ આચરણ કરે છે તે બન્નેને પોતાની મતિથી સમાન બતાવે અથવા શુભ અનુષ્ઠાન કરનારને અશુભ આચરણ કરનાર અને અશુભ આચરણ કરનારાને શુભ આચરણ કરનાર કહે છે તે વિપરીત પ્રરૂપણા કરે છે. 789] હસ્તિતાપસ-અમે બીજા બધા જીવોની દયા માટે વર્ષમાં એક વાર એક મોટા હાથીને મારીને વર્ષ પર્યન્ત તેના માંસથી અમારું ગુજરાન ચલાવીએ છીએ. 7i90-791 આર્તક-વર્ષમાં એક વાર પ્રાણીને મારનાર તમે પણ પાપથી નિવૃત્ત થયા નથી, તમે જો પોતાને નિષ્પાપ માનો તો શેષ જીવોના ઘાતમાં પ્રવૃત્તિ ન કરનાર, ગૃહસ્થો પણ એ અપેક્ષાથી દોષ-વર્જિત કેમ ન માનવામાં આવે ? શ્રમણવ્રતમાં સ્થિત થઈને જે પુરુષ વર્ષમાં એકવાર એક પણ પ્રાણીને મારે તે પણ અનાર્ય કહેવાય છે. તેવા પુરુષને કેવળજ્ઞાન પ્રાપ્ત થઈ શકતું નથી. [72] તત્ત્વદર્શી ભગવાનની આજ્ઞાનુસાર આ શાંતિમય ધર્મ અંગીકાર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116