________________ - 214 સૂયગડો-૨-૯૨ કરીને અને તેમાં સારી રીતે સ્થિત થઈને મન-વચન અને કાયાથી મિથ્યાત્વની નિંદા કરનાર પુરુષ પોતાની તથા બીજાની રક્ષા કરે છે, મહા દુસ્તર સમુદ્ર જેવા આ સંસારને પાર કરવા માટે વિવેકી પુરુષોએ સમદર્શન જ્ઞાન, ચારિત્રરૂપ આ ધર્મને ગ્રહણ કરવો : જોઈએ અને તેનો જ ઉપદેશ આપવો જોઈએ એમ હું કહું છું. [અધ્યયન-દ-નીમુનિદીપરનગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ] અિધ્યયન9-નાલંદીય f73 તે કાલ અને તે સમયમાં રાજગૃહ નામનું નગર હતું. તે દ્વિ-સમૃદ્ધિથી પરિપૂર્ણ અને સુંદર હતું. તે રાજગૃહનગરની બહાર ઈશાન કોણમાં નાલંદાનામનું એક નાનું ગામ હતું, તે ગામ અને ભવનોથી સુશોભિત અને સુંદર મનોહર હતું. 7i94] તે રાજગૃહની બહાર નાલંદા ગામમાં લેપ નામનો એક ગૃહસ્થ નિવાસ કરતો હતો. તે ઘણો ધનવાન, તેજસ્વી અને સર્વત્ર પ્રસિદ્ધ હતો. તે મોટા મોટા ભવનોથી. શયન, આસન, વાનો અને વાહનોથી પરિપૂર્ણ હતો. તે ઘણા ધન-સુવર્ણ અને ચાંદીવાળો હતો. તેમને ત્યાં ઘણાં માણસોને અશન પાણી આપવામાં આવતા હતાં. તે ઘણા દાસ, ઘસી, ગાય, ભેંસ, અને ઘેટાનો સ્વામી હતો. તે ઘણા માણસોથી પણ પરાભવ પામે તેમ ન હતો. તે લેપ નામનો ગાથાપતિ શ્રમણોપાસક હતો. તે જીવ-અજીવ આદિ નવ તત્ત્વનો જાણનાર હતો. તે નિર્ચન્જ પ્રવચનમાં શંકારહિત, અન્ય દર્શનની કાંક્ષાથી રહિત ને વિચિકિત્સાથી રહિત હતો. તે વસ્તુસ્વરૂપને જાણનાર હતો. તેણે મોક્ષમાર્ગ સ્વીકારેલ હતો. પ્રશ્નો વડે પદાર્થોને સારી રીતે સમજેલો હતો. તેનું અંતઃકરણ સમ્યકત્વથી વાસિત હતું. અને તેમની હાડની મજ્જામાં પણ ધર્મનો અનુરાગ હતો. તેને ધર્મ સંબંધી કોઈ પૂછતું તો એ જ કહેતો કે હે આયુષ્યમનું! આ નિગ્રન્થ-પ્રવચન જ સત્ય છે. એ જ પરમાર્થ છે, અને બાકી બધું અનર્થ છે.” તેનો નિર્મળ યશ જગતમાં ફેલાયેલો હતો અને દુઃખી માટે તેમના ઘરના દ્વાર સદા ખુલ્લા રહેતા હતા. રાજાઓના અંતઃપુરમાં પણ તેનો પ્રવેશ બંધ ન હતો. તે હંમેશા ચતુર્દશી, અષ્ટમી, અને પૂણિમાં આદિ તિથિઓમાં પરિપૂર્ણ પોષધવ્રતનું સમ્યફ પ્રકારે પાલન કરતો હતો. તે શ્રમણ નિર્ચન્થોને શુદ્ધ અને એષણીય અંશન, પાન, ખાદ્ય અને સ્વાદ્યનું દાન કરતો હતો. અને અનેક શીલવ્રત, ગુણવ્રત, વિરમણ, પ્રત્યાખ્યાન, પોષધ અને ઉપવાસ વડે આત્માને ભાવિત કરતો વિચરતો હતો. [795 નાલંદા ઉપનગરની બહાર ઉત્તર-પૂર્વદિશામાં તે લેપ ગાથાપતિની “શેષદ્રવ્યા” નામની જળશાળા હતી. તે અનેક પ્રકારના સેંકડો થાંભલાઓથી યુક્ત, મનોહર, ચિત્તહર્ષક તથા ઘણી સુંદર હતી. તે જળાશયની ઉતરપૂર્વ દિશામાં હસ્તિયામ નામનું કૃષ્ણવર્ણવાળું રમણીય ઉપવન હતું. તેનું વર્ણન ઉવવાઈ સૂત્રમાં કરેલ વનખંડના વર્ણનની જેમ સમજી લેવું. [9] તે વનખંડના ગૃપ્રદેશમાં ભગવાન ગૌતમ સ્વામી ઊતર્યા હતા. ભગવાનું ગૌતમ સ્વામી નીચે બગીચામાં બિરાજમાન હતા, તે તે સમયે ભગવાન પાર્શ્વનાથ સ્વામીના શિષ્ના સન્તાન મેદાય ગોત્રીય ઉદક પેઢાલપત્ર નામના નિર્ચન્થ. ભગવાન ગૌતમ સ્વામી પાસે આવ્યા. આવીને તેઓ કહેવા લાગ્યા...હે આયુષ્યમનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org