________________ 220 સૂયગડો-૨૭-૮૦૪ જેઓ અલ્ય ઇચ્છાવાળા, અનારંભી, અપરિગ્રહી, ધાર્મિક, ધર્મના આચરણની અનુજ્ઞા આપનારા યાવતું પ્રાણાતિપાતથી લઈ પરિગ્રહ સુધીના પાપોથી જીવનપર્યત્ત નિવૃત્ત થયેલા હોય છે. જેમની હિંસાનો શ્રાવકોને વ્રતગ્રહણથી લઈ મરણપર્યન્ત ત્યાગ હોય છે. તે પૂર્વોક્ત ધાર્મિક પુરુષ કાલના અવસરે કાળ કરી, પોતાના પુણ્યકર્મને સાથે લઈને શુભ ગતિમાં દિવલોકમાં જાય છે. તેઓ ત્યાં પણ પ્રાણી અને ત્રસ કહેવાય છે. તે પ્રાણી ચિરકાલ સુધી સ્વર્ગમાં નિવાસ કરે છે. તેમને શ્રાવક દંડ આપતા નથી. એટલા માટે ત્રસના અભાવના કારણે શ્રાવકના વતને નિર્વિષય બતાવવું તો ન્યાયસંગત નથી. ભગવાન ગૌતમ સ્વામી કહે છે આ સંસારમાં કેટલાક એવા મનુષ્યો હોય છે જેઓ અલ્પ ઇચ્છાવાળા, અલ્પ આરંભ અને અલ્પ પરિગ્રહવાળા, ધાર્મિક અને ધર્મની અનુજ્ઞા આપનારા યાવતું પ્રાણાતિપાતથી પરિગ્રહ પર્યન્ત પાપોથી દેશથી વિરત થયેલા હોય છે. શ્રાવકો તેમને વ્રતગ્રહણથી લઈ મરણપર્યન્ત દડ દેવાનો ત્યાગ કરે છે. તેઓ પોતાના વર્તમાન આયુષ્યનો ભોગ કરી, પુણ્ય કર્મને સાથે લઈને શુભગતિ દવલોક)માં જાય છે તેઓ ત્યાં પ્રાણી અને ત્રસ કહેવાય છે. માટે શ્રાવકના વ્રતને નિર્વિષય બતાવવું ન્યાયસંગત નથી. ભગવાન્ ગૌતમ સ્વામી કહે છે. આ જગતમાં કેટલાક મનુષ્યો અરણ્યવાસી-જંગલમાં નિવાસ કરનારા, પર્ણકુટીવાસી, ગામમાં જઈ નિમંત્રણથી ભોજન કરનારા, કોઈ રહસ્યને જાણનારા હોય છે. તેમને શ્રમણોપાસક વ્રત ગ્રહણથી લઇ મરણપર્યન્ત દંડ આપવાનો ત્યાગ કરે છે. તેઓ સંયમી અને સર્વ સાવદ્ય કમોંથી નિવૃત્ત નથી. તેઓ મન કલ્પિત સાચી-ખોટી વાત માણસોને આ પ્રકારે કહે છે. અમે નહિ પણ બીજા મારવા યોગ્ય છે. તેઓ કાલના અવસરે કાળ કરીને અસુર કિલ્કિષી વિગેરે દેવતા બને છે અને ત્યાંથી નીકળી પાછા બકરાની જેમ ખૂંગા અને અંધ બને છે. તેઓ પ્રાણી અને ત્રસ કહેવાય છે. તેઓ શ્રાવકો દ્વારા અવધ્ય હોય છે, માટે શ્રાવકોના વ્રતને નિર્વિષય બતાવવું ન્યાયસંગત નથી. - ભગવાન ગૌતમ સ્વામી કહે છે. આ જગતમાં ઘણા પ્રાણીઓ દીર્ઘજીવી હોય છે, જેઓમાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન હોય છે. તે વ્રતગ્રહણથી લઈ મરણ પર્યન્ત તેમને દંડ દેતા નથી. તે પ્રાણી પહેલાં જ કાળ કરીને પરલોકમાં ચાલ્યા જાય છે. તે પ્રાણી અને ત્રસ પણ કહેવાય છે, તથા તે મહાન શરીરવાળા, ચિરકાળની સ્થિતિવાળા અને દીર્ઘ આયુષ્યવાળા ઘણી સંખ્યામાં હોય છે. તેથી શ્રમણોપાસકનું વ્રત તેમની અપેક્ષાથી સુપ્રત્યાખ્યાન છે, માટે શ્રાવકોના વ્રતને નિર્વિષય બતાવવું ન્યાયસંગત નથી. ભગવાન ગૌતમ કહે છે-કોઈ પ્રાણી સમઆયુષ્યવાળા હોય છે, જેને શ્રમણોપાસક વ્રતગ્રહણના દિવસથી મરણ પર્યન્ત દંડ આપતા નથી. તે પ્રાણીઓ સ્વયમેવ કાળને પ્રાપ્ત થાય છે અને પરલોકમાં જાય છે. તેઓ પ્રાણી પણ કહેવાય તથા ત્રસ પણ કહેવાય છે, તેઓ મહાન શરીરવાળા, સમાન આયુષ્યવાળા અને ઘણી સંખ્યામાં હોય છે, તેથી તેમાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન હોય છે, માટે શ્રાવકોના વ્રતને નિર્વિષય બતાવવું અસંગત છે. ભગવાન ગૌતમ સ્વામી કહે છે. આ જગતમાં કોઈ પ્રાણીઓ અલ્પાયુ હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org