________________ શ્રુતસ્કંધ-ર, અધ્યયન-૭, , 227 માહણની નિન્દા કરે છે તે સાધુઓની સાથે મૈત્રી ભલે રાખતો હોય, જ્ઞાન-દર્શનચારિત્ર પામીને પાપકર્મના વિનાશ માટે પ્રવૃત્ત હોય, પણ તે પરલોકનો વિઘાત કરે છે અને જે મનુષ્ય શ્રમણ યા માહણની નિન્દ નથી કરતા પણ મૈત્રી સાધે છે તથા જ્ઞાનદર્શન ચારિત્રને પ્રાપ્તકરી કર્મોના વિનાશ માટે પ્રવૃત્ત થયેલા છે, તે મનુષ્ય નિશ્ચયથી પરલોકની વિશુદ્ધિ માટે સ્થિત છે. આવી વાત સાંભળીને તે ઉદક પેઢાલપુત્ર ભગવાનું ગૌતમ સ્વામીનો આદર ન કરતાં જે દિશામાંથી આવ્યા હતા તે જ દિશામાં જવા તત્પર થયા. ત્યારે ભગવાન ગૌતમ સ્વામીએ કહ્યું- હે આયુષ્યનું ઉદક! જે પુરૂષ તથાભૂત શ્રમણ અને માહણ પાસેથી એક પણ આર્યધાર્મિક સુવચનને સાંભળીને અને સમજીને પછી પોતાની સૂક્ષ્મ બુદ્ધિથી વિચાર કરે છે કે તેમણે મને સર્વોત્તમ કલ્યાણનો માર્ગ પ્રાપ્ત કરાવ્યો છે, તેનો આદર કરે છે. તેને પોતાનો ઉપકારી માને છે. તેમને વંદન નમસ્કાર કરે છે. સત્કાર-સન્માન કરે છે. કલ્યાણ સ્વરૂપ, મંગલસ્વરૂપ, દેવસ્વરૂપ, ચૈત્ય સ્વરૂપ માનીને તેની ઉપાસના કરે છે. - ત્યાર પછી ઉદક પેઢાલપુત્રે ભગવાન ગૌતમ સ્વામીને આ પ્રમાણે કહ્યું- હે ભદેત ! આ પદોને મેં પ્રથમ જાણ્યા ન હતાં, સાંભળ્યાં ન હતાં, તે પદોને હું સમજ્યો ન હતો, તેમને હૃદયંગમ કર્યા ન હતાં. તેથી તે પદો મારા માટે નહિ જોયેલા અને નહિ સાંભળેલા એવા છે. તેવા પદો મારા માટે અવિશાત છે અને અનુષધારિત છે. (સ્મરણ કરેલ નથી). પહેલાં ગુરુના મુખારવિંદથી તેમને પ્રાપ્ત કર્યા ન હતા. તે પદો મારા માટે અપ્રગટ, સંશયરહિત, જ્ઞાત નહિ થયેલો, અનિવહિત અને દયમાં નિશ્ચય કરેલ નથી. તેથી મેં તે પદોમાં શ્રદ્ધા, વિશ્વાસ અને રુચિ કરેલ ન હતી. હે પૂજ્ય! મેં તે પદો હવે જાણ્યા છે, સાંભળ્યા છે, સમજ્યા છે, યાવત્ તેમનો નિશ્ચય કર્યો છે. તેથી હવે હું તેમાં શ્રદ્ધા, પ્રતીતિ અને રચિ કરું છું, જેમ આપ કહો છો તેમજ છે. ત્યારે ભગવાન્ ગૌતમ સ્વામી ઉદક પેઢાલપુત્રને આ પ્રમાણે કહે છે-હે આયુષ્યનું ઉદક! હે આર્ય! જે પ્રમાણે કહીએ છીએ તે પ્રમાણે શ્રદ્ધા કરો, હે આર્ય! એ પ્રમાણે જ રુચિ કરો. ત્યાર પછી ઉદક પેઢાલપુત્રે ભગવાન ગૌતમ સ્વામીને આ પ્રમાણે કહ્યું- હે ભદત ! હું આપની પાસે ચાર ધામ (મહાવ્રત) વાળો ધર્મ છોડીને પાંચ મહાવ્રત યુક્ત ધર્મનો પ્રતિક્રમણ સહિત સ્વીકાર કરીને વિચરવા ઈચ્છું છું. ત્યાર બાદ ભગવાન ગૌતમ સ્વામી ઉદક પેઢાલપુત્રને લઈને જ્યાં ભગવાનું મહાવીર બિરાજમાન હતા ત્યાં આવ્યા. આવીને ઉદક પઢાલપુત્રે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને આદક્ષિણ પ્રદક્ષિણા કરીને ત્રણવાર-વંદન નમસ્કાર કર્યો. વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું હે ભદેત ! હું આપની પાસે ચાર યામવાળા ધર્મને છોડીને પાંચ મહાવ્રતવાળા ધર્મને પ્રતિક્રમણ સહિત સ્વીકારવા ઈચ્છું છું. ત્યારે ભગવાને ઉદક પેઢાલપુત્રને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય! જેમ તમને સુખ ઊપજે તેમ કરો, પ્રતિબન્ધ ન કરો. ત્યાર પછી ઉદક પેઢાલપુત્ર શ્રમણ ભગવાન્ મહાવીર ની પાસે ચાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org