________________ 22 શ્રુતસ્કંધ-૨, અધ્યયન-૭, તેમને શ્રમણોપાસક વ્રતગ્રહણના દિવસથી મરણપર્યન્ત દંડ આપવાનો ત્યાગ કરે છે. તે પ્રથમથી જ કાળ કરીને પરલોકમાં જાય છે. તે પ્રાણી પણ કહેવાય છે અને ત્રસ પણ કહેવાય છે, તે મહાનું કાયવાળા તથા અલ્પ આયુવાળા. અને ઘણા હોય છે, જેમાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન હોય છે. માટે શ્રાવકના પ્રત્યાખ્યાનને નિર્વિષય બતાવવું ન્યાયસંગત નથી. ભગવાન ગૌતમ સ્વામી કહે છે. કેટલાક શ્રમણોપાસકો નિર્ચન્થને કહે છે કે અમે મુંડિત થઈ દીક્ષા લેવામાં સમર્થ નથી તથા. ચતુર્દશી, અષ્ટમી અને પૂર્ણિમાના દિવસે પરિપૂર્ણ પૌષધનું પાલન કરવા માટે અને મરણ કાળે સંથારો ગ્રહણ કરવા માટે પણ સમર્થ નથી. પરંતુ અમે સામાયિક તથા સમયના પ્રમાણથી દેશાવકાશિક વ્રત ગ્રહણ કરીશું. પ્રતિદિન પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ દિશાઓમાં દેશથી મર્યાદા કરીને મર્યાદા બહારના પ્રાણીઓને દંડ દેવાનું છોડી દેશું. અમે સર્વ પ્રાણી, ભૂત, જીવ અને સત્વ ઉપર ક્ષેમ કરનારા બનશું. વ્રત ગ્રહણ કરવાના સમયથી ગ્રહણ કરેલી મર્યાદિત ભૂમિની બહાર રહેનારા ત્રસ પ્રાણીઓને દંડ આપવાનું શ્રાવકે મરણ પર્યન્ત છોડી દીધું છે. તે પ્રાણીઓ આયુષ્ય પૂર્ણ કરીને મર્યાદા કરેલી ભૂમિની બહાર ત્રસ રૂપે ઉત્પન્ન થાય છે, તો તેમાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન હોય છે. તે પ્રાણી અને ત્રસ કહેવાય છે, માટે શ્રાવકોના વ્રતને નિર્વિષય બતાવવું ન્યાયસંગત નથી. [805 સમીપ ક્ષેત્રમાં સમયાદિત ભૂમિમાં) રહેનારા જે ત્રસ પ્રાણીઓ છે તેમની હિંસાકરવાનો શ્રમણોપાસકે વ્રતગ્રહણના સમયથી મરણ પર્યન્ત ત્યાગ કરેલો છે. તે ત્રસ જીવો આયુષ્યનો ક્ષય થતાં કાળ કરીને સમીપ ભૂમિમાં સ્થાવર-પ્રાણીરૂપે ઉત્પન્ન થાય છે, કે જેમની નિષ્ઠયોજન હિંસા નો ત્યાગ કર્યો છે, પરન્તુ સપ્રયોજન હિંસા નો ત્યાગ નથી. ત્યાં સમીપ દેશમાં રહેનાર જે ત્રસપ્રાણી છે તે દૂરવર્તી દેશમાં ત્રસ અને સ્થાવર પ્રાણીરૂપે ઉત્પન્ન થાય છે. જેમને દંડ આપવાનો શ્રાવકે વ્રત-ગ્રહણના સમયથી લઈ મરણ પર્યન્ત ત્યાગ કર્યો છે, તેથી તે પ્રાણીઓને આશ્રયી શ્રમણોપાસકનું પ્રત્યા- ખ્યાન ચરિતાર્થ થાય છે. તે પ્રાણી અને ત્રસ પણ કહેવાય છે. તેમને શ્રાવકો દંડ દેતા નથી, તેથી શ્રાવકોના પ્રત્યાખ્યાનને નિર્વિષય બતાવવું ન્યાયયુક્ત નથી. સમીપ દેશમાં જે સ્થાવર પ્રાણી છે, જેઓને પ્રયોજન વિના દંડ દેવાનો ત્યાગ કર્યો છે તે સ્થાવર પ્રાણી પોતાના આયુષ્યનો ત્યાગ કરીને ત્યાં સમીપવર્તી ત્રસ પ્રાણી છે, જેને શ્રાવકે વ્રતગ્રહણથી મરણપર્યન્ત દંડ દેવાનો ત્યાગ કર્યો છે, તેમાં ઉત્પન્ન થાય છે. તેમાં શ્રમણોપાસકનું સુપ્રત્યાખ્યાન હોય છે. તે પ્રાણી પણ કહેવાય અને ત્રસ પણ કહેવાય છે. માટે શ્રાવકના પ્રત્યાખ્યાનને નિર્વિષય બતાવવું યોગ્ય નથી. મર્યાદિત ક્ષેત્રમાં જે સ્થાવર પ્રાણી છે, તેમને શ્રમણોપાસકે પ્રયોજનવશ દંડ આપવાનો ત્યાગ કર્યો નથી. પરંતુ વિના પ્રયોજન દંડ આપવાનો ત્યાગ કરેલ છે. ત્યાં મર્યાદિત ક્ષેત્રમાં સ્થાવર જીવ છે. તેમને શ્રમણોપાસકે પ્રયોજનપૂર્વકના દંડનો ત્યાગ. કરેલ નથી પરંતુ વિના પ્રયોજન દંડ આપવાનો ત્યાગ કરેલ છે, તેમાં ઉત્પન્ન હોય છે. તેઓને ત્યાં તે શ્રમણોપાસક પ્રયોજન વશ દંડ આપે છે કિન્તુ વિના પ્રયોજન દંડ આપતા નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org