Book Title: Agam Deep 02 Suyagado Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 113
________________ 222 સૂયગડો - ૨-૮oષ માટે શ્રાવકનું પ્રત્યાખ્યાન નિર્વિષય છે એમ કહેવું અનુચિત છે. ત્યાં જે સમીપવત ક્ષેત્રમાં સ્થાવર જીવ છે તેમને શ્રાવકે પ્રયોજનવશ દડ આપવાનો ત્યાગ કરેલ નથી. કિન્તુ વિના પ્રયોજનડ આપવાનો ત્યાગ કરેલ છે, તે યથા સમયે આયુષ્યનો ત્યાગ કરે છે, આયુષ્યનો ત્યાગ કરીને ત્યાં દૂર દેશમાં જે ત્રીસ-સ્થાવર પ્રાણી છે, જેનો શ્રાવકે વ્રત-ગ્રહણથી લઈ મરણપર્યન્ત દંડ આપવાનો ત્યાગ કરેલ છે, તેમાં ઉત્પન્ન થાય છે. તે જીવોના વિષયમાં શ્રાવકના પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન કહેવાય છે અને તે પ્રાણી અને ત્રસ પણ કહેવાય છે, એવી સ્થિતિમાં શ્રાવકના વ્રતને નિર્વિષય કહેવું તે અનુચિત છે. શ્રાવક દ્વારા ગ્રહણ કરેલા દેશપરિમાણથી અન્ય દેશમાં સ્થિત જે ત્રસ અને સ્થાવર પ્રાણી છે તેમને વ્રતગ્રહણ સુધી અથવા યાવતું જીવન સુધી શ્રાવકે દંડ આપવાનો ત્યાગ કરેલ છે. તે પ્રાણી આયુષ્યને છોડે છે અને શ્રાવક દ્વારા ગ્રહણ કરેલ દેશપરિમાણની અંદર ત્રસ પ્રાણીઓના રૂપમાં ઉત્પન્ન થાય છે. જેને શ્રાવકે વ્રતગ્રહણથી મૃત્યુ પર્યન્ત દંડ આપવાનો ત્યાગ કર્યો છે. તે જીવોમાં શ્રાવકનું પ્રત્યાખ્યાન ચરિતાર્થ હોય છે. તે જીવ પ્રાણી અને ત્રસ પણ કહેવાય છે. માટે શ્રાવકનું પ્રત્યાખ્યાન નિર્વિષય છે, એમ કહેવું ઉચિત નથી. ત્યાં જે ત્રસ અને સ્થાવર પ્રાણી શ્રાવક દ્વારા ગ્રહણ કરાયેલ દેશપરિમાણથી અન્ય દેશવર્તી છે, જેનો શ્રાવકે વ્રતગ્રહણના સમયથી લઈ મરણ પર્યન્ત દંડ આપવાનો ત્યાગ કરેલ છે તે, તે આયુષ્યને છોડી દે છે અને આયુષ્યને છોડીને ત્યાં જે સમીપવતી સ્થાવર પ્રાણી છે જેને શ્રાવકે દંડ આપવાનો ત્યાગ કરેલ નથી કિન્તુ અનર્થદંડનો ત્યાગ કરેલ છે, તેમાં તે ઉત્પન્ન થાય છે. જેનો શ્રાવકે અર્થદંડનો ત્યાગ કરેલ નથી પણ અનર્થદંડનો ત્યાગ કરેલ છે. તે જીવ પ્રાણી પણ કહેવાય છે અને ત્રસ પણ કહેવાય છે. માટે શ્રાવકના વ્રતને નિર્વિષય કહેવું ન્યાયસંગત નથી. ગૌતમ સ્વામીએ કહ્યું- જે ત્રસ અને સ્થાવર પ્રાણી શ્રાવકદ્વારા ગ્રહણ કરેલ દેશપરિમાણથી ભિન્ન દેશવત છે, જેઓને શ્રાવકે વ્રત ગ્રહણથી લઈ મરણ પર્યન્ત દંડ આપવાનો ત્યાગ કરેલ છે, તે આયુષ્યને પૂર્ણ કરે છે, પૂર્ણ કરીને તે શ્રાવકદ્વારા ગ્રહણ. કરેલ દેશપરિમાણથી અન્ય દેશવત જે ત્રસ અને સ્થાવર પ્રાણી છે, જેને શ્રાવકે વ્રતગ્રહણથી લઈ મરણ પર્યન્ત દંડ આપવાનો ત્યાગ કરેલ છે, તેમાં ઉત્પન્ન થાય છે. જેથી શ્રાવકના પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન હોય છે. તે જીવ પ્રાણી અને ત્રસ કહેવાય છે માટે શ્રાવકના વ્રતને નિર્વિષય કહેવું તે ન્યાયસંગત નથી. ભગવાન ગૌતમ સ્વામીએ કહ્યું- આયુષ્યનુ ઉદક ! ભૂતકાળમાં એવું બન્યું નથી. ભવિષ્યમાં બનશે નહિ, વર્તમાનકાળમાં બનતું નથી કે સર્વ ત્રસ પ્રાણીઓ વિચ્છિન્ન થઈ જાય અને સર્વ જીવો સ્થાવર બની જાય અથવા સર્વ સ્થાવર જીવો વિચ્છિન્ન થઈ જાય અને સર્વ ત્રસ રૂપ બની જાય. ત્રસ અને સ્થાવર પ્રાણીઓનો સર્વથા વિચ્છેદ ન હોવાથી તમે યા અન્ય લોકો જે કહો છો કે શ્રમણ પાસકનું સુપ્રત્યાખ્યાન થઈ શકે તેવી કોઈ પયય નથી, તે તમારૂં કથન ન્યાયસંગત નથી. [806] ભગવાન ગૌતમ સ્વામી કહે છે- હે આયુષ્યનું ઉદક! જે મનુષ્ય શ્રમણ યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 111 112 113 114 115 116