Book Title: Agam Deep 02 Suyagado Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
Catalog link: https://jainqq.org/explore/005062/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ नमो नमो निम्मल देसणस्स આગમદીપ = 45 આગમ ગુજેર છાયાઃ ज्योतिषाचार्य राज श्री जयप्रभविजयजी 'श्रमण श्री मोहनखेडा तीर्थ પોસ્ટ : રાd*Iઢ (ધર) પિન : 454 116 (મ.પ્ર.) D આગમ:- 1 થી 4 આયારો - સૂયગડો - ઠાણું - સમવાઓ 1 -: ગુર્જર છાયા કર્તા :મુનિ દીપરત્ન-સાગર Page #2 -------------------------------------------------------------------------- ________________ - બાલ લાલાચારી શ્રી નેમિનાથાય નમઃ - नमो नमो निम्मल दंसणस्स શ્રીં પાવતી કે નમઃ શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરભ્યો નમઃ છે. આગમ-દીપ LABE વિભાગ પહેલો આગમ-૧ થી 4- ગુર્જરછાયા આયારો-સૂયગડો-ઠાણ-સમવાઓ - ગુર્જર છાયા કર્તામુનિ દીપરત્નસાગર f isit તા. 31/397 સોમવાર ૨૦પ૩ ફા. વ. 7 - - 45 આગમ - ગુર્જર છાયાનું મૂલ્ય રૂ. 2000/ આગમ દીપ પ્રકાશન ક Page #3 -------------------------------------------------------------------------- ________________ ॐ ह्रीं अहं श्री पार्श्वनाथाय नमः ॐ नमो अभिनव नाणस्स (મુદ્રક) નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ઘીકાંટા રોડ, અમદાવાદ કમ્પોઝ) શ્રી ગ્રાફિકસ 21, સુભાષનગર, ગિરધરનગર, શાહિબાગ, અમદ્યવાદ. આ આગમદીપ-સંપુટના મુખ્યદ્રવ્ય સહાયક - (શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ-પરિવાર વડોદરા * જપ આગમદીપ-ગુર્જર છાયા - પ્રાપ્તિ સ્થાન * શ્રી ડી.કે. ઠક્કર શ્રી જગદીશભાઈ એમ. શાહ 16, અલકાનગર, પ્રિયલક્ષ્મી મિલ્સ પાસે 1. અલકનંદા સોસાયટી, આઝાદ સ્વીટ એલેમ્બિક રોડ, વડોદરા. સામે, આશ્રમરોડ, વાડજ, અમદાવાદ, શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ ડૉ. પિનાકીન એન. શાહ 20, ગૌતમનગર સોસાયટી, ર૧, સુભાષનગર, ગિરધરનગર, રેસકોર્સ સર્કલ પાસે, વડોદરા શાહીબાગ, અમદાવાદ. નોંધ:- 45 આગમ - “ગુર્જર છાયા” માટે કામ વીપ પ્રાશન અમદાવાદનો રૂ. ૨૦૦૦/-ની કિંમતનો ડ્રાફ્ટ આપીને જ સેટ મેળવી શકાશે. Page #4 -------------------------------------------------------------------------- ________________ ' 8 | વીર્ય સૂયગડો - બીજું અંગસણ - ગુર્જરછાયા કાશ્રુતસ્કંધ-૧ ક. ક્રમ વિષય પૃષ્ઠક સમય 1-88 121-127 વૈતાલિય 89-164 127-133 ઉપસર્ગ પરિજ્ઞા 165-246 133-139 સ્ત્રી પરિજ્ઞા 247-299 139-143 નરક વિભક્તિ ૩૦૦-૩પ૧ 143-147 મહાવીર સ્તુતિ ૩પ૨-૩૮૦ 143-149 7 | કુશીલ પરિભાષિત 381-410. 149-152 411-436 152-154 9i [ ધર્મ ૪૩૩-૪૭ર 1 ૧પ૪-૧૫૬ સમાધી 473-496 1 ૧પ૬-૧૫૮ [11] માર્ગ ૪૯૭-પ૩૪ 1 ૧પ૮- 10 સમાચરણ પ૩પ-પપ૬ 11-1 62. [13] યથાતથ્ય પપ૭-૫૭૯ 163-165 (14 ગ્રંથ 580-606 1 15-167 [15] યશીય | 600-31 | 163-169. 16) ગાથા ૬૩ર- 169-170. શ્રુતસ્કંધ-૨ % કિમ વિષય અનુજમ | પૃષ્ઠક પુંડરીક | 633-647 ! 171-182 | | 2 | ક્રિયા સ્થાન 648-694 1 183-197 | 3 | આહાર પરિજ્ઞા 695-699 ] 197-204 Page #5 -------------------------------------------------------------------------- ________________ વિષય પ્રત્યાખ્યાન ક્રિયા આચાર શ્રત આદ્રકીય નાલંદીય 700-704 ૭૦પ-૭૩૭ 638-792 793-806 પૃષ્ઠક | 205-208 208-210 210-214 214-223 Page #6 -------------------------------------------------------------------------- ________________ આર્થિક અનુદાતા) / આગમ-દીપ-સંપુટના મુખ્ય દ્રવ્યસહાયકો છે. ભાગ-૧ સમ્યગુ ઋતાનુરાગી શ્રમણોપાસિકા શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ- પરિવાર, વડોદરા ભાગ - 2 રત્નત્રયારાધકા સાથ્વીથી સૌમ્યગુણાશ્રીજીની પ્રેરણાથી પૂ. ગુરુમાતા નત્રયાશ્રીજી મ.સા.ની તૃતીય પુન્યતિથિ નિમિત્તે (1) શાંતાબેન મનસુખલાલ બાબરીયા, અમદાવાદ (2) શાંતાબેન શાંતિલાલ પી. દામાણી, મુંબઈ (3) મંજુલાબેન ગુણવંતલાલ વોરા હ.નીતીનભાઈ, અમદાવાદ ભાગ-૩ સ્વનામધન્યા સાધ્વીશ્રી સૌમ્યગુણાશ્રીજીના શિષ્યા તપસ્વીરત્ના સાધ્વી શ્રી.સમશાશ્રીજીના ભદ્રતપનિમિત્તે તથા સંવત ૨૦૫રના ચાતુર્માસની સ્મૃતિમાં શ્રીશંખેશ્વરપાર્શ્વનાથ જૈનસંઘ, તુલશીશ્યામ, નવાવાડજ અમદાવાદ, ભાગ-૪ (1) શ્રી ખાનપુર જૈન છે. મૂ. સંધ, અમદાવાદ (2) શ્રી ગગન વિહાર જે. મૂ.જૈન દે. ટ્રસ્ટ, અમદાવાદ ભાગ-૫ શ્રી ભીડભંજન પાર્શ્વનાથ મૂર્તિ સંઘ, પારૂલનગર શોલારોડ, અમદાવાદ | ભાગ- 3 તથા } ભાગ- 7 ) સમ્યમ્ ઋતાનુરાગી શ્રમણોપાસિકા શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ, પરિવાર, વડોદરા Page #7 -------------------------------------------------------------------------- ________________ કોઈ એક આગમના મુખ્ય દ્રવ્ય સહાયક itlififffffilli flfillllllllllisit (1) આવારો (ર) સૂયગડો વ્યાખ્યાન વાચસ્પતિ પ.પૂ.આ. દેવશ્રી મહાયશ સાગરસૂરીઅરજી મ.સા.ની પુનિત પ્રેરણાથી શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જૈને છે.મૂર્તિ. સંઘ. ગોદાવરીનગર, વાસણા, અમદાવાદ (1) કાવ્યું (2) સમવાઓ ક્રિયાનુરાગી સા. એ રત્નત્રયીજી મ.ની તૃતીય પુન્યતિથિ નિમિત્તે તેમના શિષ્યરત્ના તપસ્વીની સા.શ્રી મોક્ષરત્ના શ્રીજી ની પ્રેરણાથી શાહ ખીમચંદ છગનલાલ પરિવાર ખેરવાવાળા હસ્તે મંજુલાબેન. (1) જબુદ્ધીવપત્નત્તિ (2) સન્નિત્તિ અ.સૌ. સુમિત્રાબેન હસમુખભાઇ સંઘવી, ઇન્દ્રોડાવાળા. (1) નિસીહ ચંદુબેન કેશવલાલ હરગોવનદાસવારૈયા પરિવાર(૨) મહાનિસીહ કોરડાવાળા (1) નાયાધમકહા:- મૃદુભાષી સાધ્વી શ્રી સૌમ્યગાશ્રીજીની પ્રેરણાથી ડો.' પ્રદીપકુમાર રસિકલાલ કામદાર હસ્તે પ્રાબેન પ્રદીપકુમાર કામદાર, કલકતા (1) પહાવાગરણઃ - સ્વ.પૂ આગમોતારક આનંદસાગર સૂરીશ્વરજી મ.સા. ના આજ્ઞાવર્તી સ્વ. પૂ. પાલતાશ્રીજી તથા સ્વ. પૂ. મયાશ્રી ની સ્મૃતિ નિમિત્તે શતાવધાની સા. શ્રી અમિતગુણાશ્રીજીની પ્રેરણાથી શેઠ શ્રી ઘેલાભાઈ કરમચંદ ટ્રસ્ટ, પાલી વેસ્ટ, મુંબઈ (1) વિવાગસૂર્ય - કાર્યદક્ષા સા. પૂ. મલયાશ્રીજી મ.ના પ્રશિષ્યા, સા. ભવ્યાનંદશ્રીજીના શિ. મીલનસાર. સા.પૂણપ્રજ્ઞાશ્રીજી તથા કોકીલકંઠી સાકરવપ્રશાશ્રીજીની પ્રેરણાથી- મેહૂલન ઉપાશ્રય. જ્ઞાનખાનું શેષ રકમ આગમ સુરાણિ ના સેટના બદલામાં મળી છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ [8] 9i [10] [13] الالالالالالال [15] [1] [7] - આ-મારા - પ્ર-હા-છો - अभिनव हेम लघुप्रक्रिया - 1 - सप्ताङ्ग विवरणम् . अभिनव हेम लघुप्रक्रिया - 2 - सप्ताह विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - 3 - सप्ताह विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - 4 - सप्ताह विवरणम् कृदन्तमाला चैत्यवन्दन पर्वमाला चैत्यवन्दन सङ्ग्रह - तीर्थजिनविशेष चैत्यवन्दन चोविशी शत्रुञ्जय भक्ति आवृत्ति-दो પિનવ ન પચા - 2046 અભિનવ ઉપદેશ પ્રાસાદ - 1. શ્રાવક કર્તવ્ય - 1 થી 11 અભિનવ ઉપદેશ પ્રાસાદ - 2. શ્રાવક કર્તવ્ય - 12 થી 15 અભિનવ ઉપદેશ પ્રાસાદ - 3. શ્રાવક કર્તવ્ય - 16 થી 36 નવપદ - શ્રીપાલ (શાશ્વતી ઓળીના વ્યાખ્યાન રૂ૫). સમાધિ મરણ વિધિ - સૂત્ર - પદ્ય - આરાધના * મરણભેદ સંગ્રહ ચૈત્યવંદન માળા [379 ચૈત્યવંદનોનો સંગ્રહ] તત્ત્વાર્થ સૂત્ર પ્રબોધટીકા [અધ્યાય-૧] તત્ત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો સિદ્ધાચલનો સાથી આવૃત્તિ - બે ચૈત્ય પરિપાટી અમદાવાદ જિનમંદિર ઉપાશ્રય આદિ ડિરેક્ટરી શત્રુજ્ય ભક્તિ આવૃત્તિ - બે] શ્રી નવકારમંત્ર નવલાખ જાપ નોંધપોથી શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી શ્રી બાસ્વત પુસ્તિકા તથા અન્ય નિયમો - આવૃત્તિ - ચાર અભિનવ જૈન પંચાંગ - 2042 સર્વપ્રથમ 13 વિભાગોમાં શ્રી જ્ઞાનપદ પૂજા અંતિમ આરાધના તથા સાધુ સાધ્વી કાળધર્મ વિધિ શ્રાવક અંતિમ આરાધના (આવૃત્તિ ત્રણ વીતરાગ સ્તુતિ સંચય [1151 ભાવવાહી સ્તુતિઓ (પૂજ્ય આગમોદ્ધારક શ્રી ના સમુદાયના) કાયમી સંપર્ક સ્થળો તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૧ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૨ તત્ત્વાથિિધગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૩ [20] 1 11 [24]. રિપો 1 [2] [28] [9] [33] [34) Page #9 -------------------------------------------------------------------------- ________________ [उ५] [3] [3] [3] તત્ત્વાથધગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૪ તત્ત્વાથીગમ સૂત્ર અભિનવ વૈકા - અધ્યાય-૫ તત્ત્વાથિિધગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાયતત્ત્વાથિિધગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાયતત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા * અધ્યાય-૮ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૯ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૧૦ उ आयारो सूयगडो ठाणं 52 [54] [आगमसुत्ताणि-१ ] [आगमसुत्ताणि-२ [आगमसुत्ताणि-३ / [आगमसुत्ताणि-४ [आगमसुत्ताणि-५ [आगमसुताणि-६ [आगमसुत्ताणि-७ [आगमसुताणि-८ [आगमसुत्ताणि-९ ] [आगमसुत्ताणि-१० [आगमसुत्ताणि-११ [आगमसुत्ताणि-१२ ] [आगमसुत्ताणि-१३ / [आगमसुत्ताणि-१४ ] [आगमसुत्ताणि-१५ ] [आगमसुत्ताणि-१६ [आगमसुत्ताणि-१७ [आगमसुत्ताणि-१८ आगमसुताणि-१९ ] [आगमसुत्ताणि-२० ] [आगमसुत्ताणि-२१ ] [आगमसुत्ताणि-२२ ] [आगमसुत्ताणि-२३ / आगमसुत्ताणि-२४ ] [आगमसुत्ताणि-२५ [आगमसुत्ताणि-२६ ] [आगमसुत्ताणि-२७ ] [आगमसुत्ताणि-२८ / समवाओ विवाहपन्नति / नायाधम्मकहाओ उवासगदसाओ अंतगडदसाओ अनुत्तरोववाइयदसाओ पण्हावागरणं विवागसूर्य उववाइयं रायप्पसेणियं जीवाजीवाभिगमं पनवणासुतं सूरपत्रति. चंदपन्नत्ति जंबूद्दीवपन्नति निरयावलियाणं कप्पवडिंसियाणं पुफियाणं पुष्फचूलियाणं वहिदसाणं चउसरणं आउरपछक्खाणं महापछक्खाणं भत्तपरिण्णा तंदुलवेयालियं पढमं अंगसुत्तं बीअं अंगसुत्तं तइयं अंगसुत्तं चउत्यं अंगसुत्तं पंचम अंगसुत्तं छठं अंगसुतं सत्तमं अंगसुतं अमं अंगसुतं नवमं अंगसुत्तं दसमं अंगसुत्तं एकारसमं अंगसुतं पढम उवंगसुत्तं बीअं उवंगसुतं तइयं उवंगसुत्तं चउत्यं उवंगसुतं पंचमं उवंगसुत्तं छठं उवंगसुत्तं सातमं उवंगसुत्तं अठ्ठमं उवंगसुत्तं नवमं उवंगसुत्तं दसम उवंगसुतं एकारसम उवंगसुत्तं बारसमं उवंगसुतं पढमं पईण्णगं बीअं पईण्णगं तीइयं पईण्णगं चउत्यं पईण्णगं पंचमं पईण्णगं 67) [58 [681 Page #10 -------------------------------------------------------------------------- ________________ 1 لالالالالالالالالالالالالالالا - - -LJL-I- JSJJL [80 [82 [70] संथारगं [आगमसुत्ताणि-२९ ] छठं पईण्णगं गच्छायार [आगमसुत्ताणि-३० / सत्तमं पईण्णगं-१ चंदावेज्झयं [आगमसुत्ताणि-३० ] सतमं पईण्णगं-२ गणिविना आगमसुत्ताणि-३१ अमं पईण्णगं देविंदत्यओ [आगमसुत्ताणि-३२ नवमं पईण्णगं मरणसमाहि [आगमसुत्ताणि-३३ दसमं पईण्णग-१ वीरत्यव आगमसुत्ताणि-३३ दसमं पईण्णग-२ निसीह [आगमसुत्ताणि-३४ पढमं छेयसुत्तं बुहकप्पो [आगमसुत्ताणि-३५ बीअं छेयसुत्तं 7i9] ववहार [आगमसुत्ताणि-३६ तइयं छेयसुत्तं दसासुयक्खधं [आगमसुत्ताणि-३७ चउत्थं छेयसुत्तं [81] जीयकप्पो आगमसुत्ताणि-३८ पंचमं छेयसुत्तं-१ पंचकप्पभास आगमसुत्ताणि-३८ पंचमं छेयसुत्तं-२ महानिसीहं आगमसुत्ताणि-३९ छठं छेयसुतं आवसस्सयं [आगमसुत्ताणि-४० पढमं मूलसुत्तं ओहनिक्षुत्ति [आगमसुत्ताणि-४१ बीअं मूलसुत्तं-१ पिंडनिनुत्ति [आगमसुत्ताणि-४१ बीअं मूलसुत्तं-२ दसवेयालियं [आगमसुत्ताणि-४२ ] तइयं मुलसुत्तं उतरज्झयणं आगमसुत्ताणि-४३ ] चउत्थं मूलसुतं [89] नंदीसूर्य आगमसुत्ताणि-४४ 1 पढमा चूलिया [20] अणुओगदारं [आगमसुत्ताणि-४५ ] बितिया चूलिया --x--0--x- -0 [1] मायारी - ગુર્જરછાયા [ આગમદીપ-૧ ] પહેલું અંગસૂત્ર [2] सूयगडओ - ગુર્જર છાયા આગમદીપ-૨ ] બીજું અંગસૂત્ર [8] 6ti ગુર્જર છાયા આગમદીપ-૩ ત્રીજું અંગસૂત્ર [4] समवामी - ગુર્જરછાયા [ આગમદીપ-૪ ] ચોથું અંગસૂત્ર [5] विवाsपन्नति . ગુર્જરછાયા [આગમદીપ-૫ ] પાંચમું અંગસૂત્ર [૯નાયાધમ્મકહાઓ - ગુર્જરછાયા [ આગમદીપ-૬ 1 मंगसूत्र [87] 6वास सामो. - गुरछाय.. [भागमही५-७ સાતમું અંગસૂત્ર [e8] ALEसामो - ગુર્જરછાયા [ આગમદીપ-૮ ] આઠમું અંગસૂત્ર [9] અનુત્તરોપપાતિકદમાઓ - ગુર્જરછાયા [ આગાદીપ-૯ ] નવમું અંગસૂત્ર [100] पावागरा - ગુર્જરછાયા [આગમદીપ-૧૦ ] દશમું અંગસૂત્ર [10] विवागसूयं - ગુર્જરછાયા [ આગમદીપ-૧૧ ] અગિયારમું અંગસૂત્ર [102] 64वाऽयं - ગુર્જરછાયા [ આગમદીપ-૧૨ | પહેલું ઉપાંગસૂત્ર [103} सयपशियं - ગુર્જરછાયા [ આગમદીપ-૧૩ ] બીજું ઉપાગસૂત્ર [104] જીવાજીવાભિગમ - ગુર્જરછાયા [ આગમદીપ-૧૪ ] ત્રીજું ઉપાંગસૂત્ર JIJLIL [87 [88] Page #11 -------------------------------------------------------------------------- ________________ [10] પન્નવણા સુત્ત- [10] સૂરપનત્તિ - [17] ચંદનતિ - [108] જંબુદ્િવપનતિ- [10] નિરયાવલિયાણું - [10] કMવડિસિયાણ - [111] પુફિયાણ - 112] પુફચૂલિયાણું - [113] વહિદસાણ - [114] ચઉસરણ - [115] આઉરપચ્ચખાણું - [11] મહાપચ્ચસ્મર્ણ - [117] ભત્તપરિણા - [118] તંદુલવેયાલિય - [118] સંથારગે - [12] ગચ્છાયાર - [121 ચંદાવેઝયે - [122 ગણિવિજા - [૧ર૩ દેવિંદFઓ - [124 વીરત્થવ - [125 નિસીહં[૧૨] બુહતકપ્પો - [127 વવહાર - [128] દસાસુયાબંધ - 129] જીયકપ્પો - [13 મહાનિસીહ - [131 આવસ્મય - [13] ઓહનિષુત્તિ[૧૩૩] પિંડનિતિ - 134] દસયાલિય - [135 ઉત્તરજુમ્યણું - [13] નંદીસુત્ત - [137 અનુયોગઘરાઈ - [10] ગુર્જરછાયા [ આગમદીપ-૧૫ ] ચોથું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ ગમદીપ-૧૬ ] પાંચમું ઉપાંગસૂત્ર ગુર્જરાયા [ આગમદીપ-૧૭ ] છઠું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૧૮ ] સાતમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૧૯ ] આઠમું ઉપાર્ગસૂત્ર | ગુજરાયા [ આગમદીપ-૨૦ ] નવમું ઉપાર્ગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૧ ] દશમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૨ ] અગિયારમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૩ ] બારમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૪ ] પહેલો પ્રયત્નો ગુજરાયા [ આગમદીપ-૨૫ ] બીજો પવનો ગુર્જરછાયા [ આગમદીપ-ર૬ ] ત્રીજો પયનો ગુર્જરાયા [ આગમદીપ-૨૭ ] ચોથો પવનો ગુર્જરભ્રયા [ આગમદીપ-૨૮ ] પાંચમો પવનો ગુર્જરાયા [ આગમદીપ-૨૯ ] છઠ્ઠો પયનો ગુર્જરછાયા [ આગમદીપ-૩૦ ] સાતમો પયનો-૧ ગુર્જરછાયા [ આગમદીપ-૩૦ ] સાતમો પયનો-૨ ગુર્જરછાયા [ આગમદીપ-૩૧ ] આઠમો પવનો. ગુર્જરછાયા [ આગમદીપ-૩૨. ] નવમો પયનો. ગુર્જરછાયા [ આગમદીપ-૩૩ ] દશમો પયત્નો ગુર્જરાયા [ આગમદીપ-૩૪ ] પહેલું છેદસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૩૫ ] બીજું છેદસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૩૬ ] ત્રીજું છેદસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૩૭ ] ચોથું છેદસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૩૮ ] પાંચમું છેદસૂત્ર ગુર્જરછાયા આગમદીપ-૩૯ ] છઠ્ઠ છેદસૂત્ર ગુર્જરછાયા આગમદીપ-૪૦ પહેલું મૂલસુત્ર ગુર્જરછાયા આગમદીપ-૪૧ ] બીજું મૂલસુત્ર-૧ ગુર્જરછાયા [ આગમદીપ-૪૧ ] બીજું મૂલસુત્ર-૨ ગુર્જરછાયા [ આગમદીપ-૪ર ત્રીજું મૂલસુત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૪૩ ] ચોથું મૂલસુત્ર ગુર્જરછાયા આગમદીપ-૪ ] પહેલી ચૂલિકા ગુર્જરછાયા [ આગમદીપ-૫ ] બીજી ચૂલિક નોંધઃ- પ્રકાશન 1 થી 31 અભિનવ શ્રી પ્રકાશને પ્રગટ કરેલ છે. પ્રકાશન 42 થી ૯૦આગમત પ્રકાશને પ્રગટ કરેલ છે. પ્રકાશન 91 થી 137 આગામદીપ પ્રકાશને પ્રગટ કરે છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ [21] नमो नम्मे निम्मल सणस પંચમ ગણધર થી સુધર્માસ્વામિને નમઃ ::. સૂયગડો --21:/22222222 GSSSSSSS બીજું અંગસૂત્ર-ગુર્જરછાયા થતસ્કન્ધઃ૧F અધ્યયન-સમય - ઉદેસો-૧ [1] મનુષ્ય બોધ પ્રાપ્ત કરવો જોઈએ અને બંધનને જાણીને તોડવા જોઈએ. વીર ભગવાને બંધન કોને કહેલ છે? અને શું જાણીને બંધ તોડવું જોઈએ? . [2] રચિત્ત તથા અચિત્ત તુચ્છ વસ્તુનો સ્વલ્પ પણ પરિગ્રહ રાખે છે, તેમજ બીજાને પરિગ્રહ રાખવાની અનુજ્ઞા આપે છે તે પુરુષ દુઃખથી મુક્ત થતો નથી. [3] જે મનુષ્ય સ્વયં પ્રાણીઓનો ઘાત કરે છે, બીજા પાસે ઘાત કરાવે છે અથવા ઘાત કરનાર પુરુષને અનુદાન આપે છે તે પોતાનું વેર વધારે છે. [4] જે મનુષ્ય જે કુળમાં જન્મે છે અથવા જેની સાથે નિવાસ કરે છે, તેની ઉપર એવું મમત્વ કરીને લેપાય છે અન્ય અન્ય પદાર્થોમાં આસક્ત થતો જાય છે. [પી ધન-વૈભવ અને માતા- પિતા, વગેરે રક્ષા કરવા સમર્થ નથી. તથા જીવન પણ અલ્પ છે, એવું જાણી જે આરંભ-નો ત્યાગ કરે છે તે કર્મથી દૂર થાય છે. [ણે કોઈ કોઈ શ્રમણ (શાક્ય આદિ ભિક્ષુ) અને બ્રાહ્મણ પરમાર્થને નહીં જાણતા પોતાના સિદ્ધાંતોમાં અત્યંત બદ્ધ થયેલા અરિહંત ભાષિત શાસ્ત્રોનો ત્યાગ કરી, કામભોગોમાં આસક્ત થાય છે. 7i-9 બૃહસ્પતિ મતના અનુયાયી ચાવકનો મત આ છે કે જગતમાં પૃથ્વી, પાણી, તેજ, વાયુ, અને આકાશ એ પાંચ મહાભૂત છે. આ પાંચ મહાભૂતો છે. તેઓનાં સંયોગથી એક (ચેતન) ઉત્પન્ન થાય છે, તે ભૂતોનો નાશ થતાં તેનાથી ઉત્પન્ન ચેતના પણ નાશ પામે છે. જે પ્રમાણે એક જ પૃથ્વી-સમૂહ નાના પ્રકારનો દેખાય છે, તે પ્રમાણે એક આત્મા સમસ્ત જગતરૂપ દેખાય છે. [1] કોઈ કહે છે એક જ આત્મા છે, અનેક નથી. પણ આરંભમાં આસક્ત રહેનારા પાપ કર્મ કરીને પોતે જ દુઃખ ભોગવે છે, બીજો કોઈ ભોગવતો નથી. [11-12] પાંચ ભૂતોના સમુદાયથી આત્માની ઉત્પત્તિ થાય છે. પ્રત્યેક Page #13 -------------------------------------------------------------------------- ________________ . .. . - - 122 સૂયગડો-૧/૧૧/૧૨ શરીરમાં અલગ અલગ આત્મા છે. જગતમાં જે અજ્ઞાની છે અને જે જ્ઞાની છે તે અલગ અલગ છે, પરંતુ મૃત્યુ બાદ આત્માનું અસ્તિત્વ રહેતું નથી. માટે પરલોકમાં ઉત્પન્ન થનારો કોઈ નિત્ય પદાર્થ નથી. તજજીવ તુચ્છરીરવાદીના મત પ્રમાણે પુણ્ય નથી. પાપ નથી. આ લોક સિવાય બીજો કોઈ લોક પણ નથી. શરીરનો નાશ થતાં દેહી (આત્મા)નો પણ વિનાશ થઈ જાય છે. T13 આત્મા સ્વયં ક્રિયા કરતો નથી તેમજ બીજા પાસે કરાવતો પણ નથી. આ બધી ક્રિયાનો કરનાર આત્મા નથી. આ પ્રમાણે આત્મા અકારક છે એવું અકારવાદી (સાંખ્ય વગેરે) કહેવાની ધૃષ્ટતા કરે છે. 14] જે લોકો આત્માને અકર્તા કહે છે તે વાદીઓના મતમાં આ ચતુર્ગતિરૂપ સંસાર કેવી રીતે થઈ શકે? વસ્તુતઃ તેઓ આરંભમાં આસક્ત છે. તે અજ્ઞાની એક અજ્ઞાની એક અજ્ઞાન અંધકારમાંથી નીકળી બીજા અજ્ઞાન અંધકારમાજાય છે. [15] આ લોકમાં પાંચ મહાભૂત અને છઠ્ઠો ચેતન્યસ્વરૂપ આત્મા પણ છે. આત્મા નિત્ય છે અને લોક પણ નિત્ય છે. [1] પાંચ મહાભૂત અને છઠ્ઠો આત્મા સહેતુક કે નિહેતુક-બન્ને પ્રકારથી નષ્ટ થતા નથી. અસતુ વસ્તુની ઉત્પત્તિ થતી નથી. બધા પદાર્થો સર્વથા નિત્ય છે. [17] આ સંસારમાં, કેવળ પાંચ સ્કંધ જ છે અને તે સર્વે ક્ષણમાત્રસ્થિત રહેનારા છે.આ સ્કંધોથી ભિન્ન કે અભિન્ન ઉત્પન થનાર આત્મા નામનો પૃથક પદાર્થ કોઈ નથી. | [18] પૃથ્વી, જળ, તેજ અને વાયુ એ ચાર ધાતુઓથી સંસાર બનેલો છે. આ ચાર ધાતુઓથી ભિન્ન આત્મા પદાર્થ નથી. [19] ચાહે કોઈ ઘરમાં નિવાસ કરનાર ગૃહસ્થ હોય કે વનમાં રહેનાર તાપસ હોય કે પ્રવજ્યા ધારણ કરેલ હોય, જે કોઈ અમારા આ દર્શનને અંગીકાર કરે છે તે સર્વે દુઃખોથી મુક્ત થઇ જાય છે. 1 [2] જ્ઞાનાવરણ આદિ કર્મોની સંધિને નહીં જાણનાર પંચભૂતવાદી દુઃખોથી મુક્ત થવાનો પ્રયત્ન કરે છે પરંતુ તે દશ પ્રકારના યતિધર્મને જાણતા નથી. આ રીતે અકળવાદનું સમર્થન કરનારા તે અન્ય દર્શનીઓ ઓઘ-સંસારનો પાર પામતા નથી. [21] પૂર્વોક્ત અન્ય તીર્થિકો સંધિને જાણયાવિનાજ ક્રિયામાં પ્રવૃત્ત રહે છે. તેમજ તેઓ ધર્મને જાણતા નથી. તેથી તે વાદીઓ સંસારને પાર કરી શકતા નથી. [22] તે અન્ય તીર્થિકો સંધિને જાણ્યા વિનાજ ક્રિયામાં પ્રવૃત્ત રહે છે તેમજ તેઓ ધર્મને જાણતા નથી તેથી તે વાદીઓ ગર્ભનો પાર પામી શકતા નથી. [23] પૂર્વોક્ત ચાવક અદિ અન્ય તીથિકો સંધિને જાણયા વિનાજ ક્રિયામાં પ્રવૃત્ત રહે છે તેમજ તેઓ ધર્મને જાણતા નથી તેથી તેઓ જન્મનો પાર પામી શકતા નથી. [24] તે અન્યતીથિકો સંધિને જણ્યા વિના જ ક્રિયામાં પ્રવૃત્ત રહે છે તેમજ ઘર્મને જાણતા નથી. માટે મિથ્યા પ્રરૂપણ કરે છે અને તેઓ દુઃખનો પાર પામી શકતા નથી. [25] તે અન્યતીર્થિકો સંધિને જાણ્યા વિના જ ક્રિયામાં પ્રવૃત્ત રહે છે તેમજ ધર્મને જાણતા નથી માટે તેઓ મિથ્યા પ્રરૂપણા કરે છે અને મૃત્યુનો પાર પામી શકતા નથી. [26] પૂર્વોક્ત મિથ્યા સિદ્ધાન્તની પ્રરૂપણા કરનાર વાદીઓ મૃત્યુ, વ્યાધિ તથા જરાથી પરિપૂર્ણ આ સંસાર-ચક્રમાં વારંવાર વિવિધ પ્રકારના દુઃખો ભોગવ્યા કરે છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ 123 શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧, ઉદ્દેસ-૧ [27] જ્ઞાતપુત્ર જિનોત્તમ ભગવાન મહાવીરે કહ્યું છે, કે પૂર્વોક્ત નાસ્તિક-આદિ ઊંચી નીચી ગતિઓમાં ભ્રમણ કરશે અને અનંતવાર ગર્ભવાસ પ્રાપ્ત કરશે. અધ્યયનઃ૧- હસો: ૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયનઃ ૧-ઉદેસો 2) [28] જીવ પૃથક પૃથક છે, આ યુક્તિથી સિદ્ધ થાય છે. તેઓ પૃથક પૃથક જ સુખ દુઃખ ભોગવે છે અને અલગ અલગ જ એક સ્થાનથી બીજા સ્થાન પર જાય છે. [29] જગતના જીવો જે સુખ અને દુઃખ ભોગવે છે તે તેના પોતાના કરેલા નથી અને અન્ય ઈશ્વર આદિ દ્વારા કરેલા પણ નથી. પરંતુ સ્વભાવથી જ છે. [30-31] પૃથક પૃથક જીવ સુખ દુઃખનું વેદન કરે છે તે સ્વયંકતા નથી તેમજ અચકૃત પણ નથી. જીવોના સુખ દુઃખ નિયતિ દ્વારા ઉત્પન્ન થાય છે. આ નિયતિ વાદીઓનું કથન છે. આ પ્રમાણે કહેનારા નિયતિવાદી અજ્ઞાની હોવા છતાં પણ પોતાને પંડિત માને છે. સુખ દુઃખ નિયત અને અનિયત એમ બન્ને પ્રકારે હોય છે, પરંતુ બુદ્ધિહીન નિયતિવાદી આ જાણતા નથી. [32] નિયતિને જ સુખ દુઃખના કતાં માનનારા પાર્શ્વસ્થ નિયતિવાદી) એક માત્ર નિયતિને જ કત બતાવવાની ધૃષ્ટતા કરે છે. તેઓ પોતાના સિદ્ધાંતાનુસાર પારલૌકિક ક્રિયામાં પ્રવૃત્ત થવા છતાં પણ દુઃખથી મુક્ત થવામાં સમર્થ નથી. [33-35) જેવી રીતે ત્રાણહીન ચંચળ મૃગ શંકાના અયોગ્ય સ્થાનમાં શંકા કરે છે અને શંકાયુક્ત સ્થાનમાં શંકા કરતા નથી, તે પ્રમાણે રક્ષિત સ્થાનમાં શકિત અને પાશના સ્થાનમાં નિઃશંક, અજ્ઞાન અને ભયથી ઉદ્વિગ્ન થયેલ તે મૃગ પાશયુક્ત સ્થાનમાં જ જઈને ફસાય છે. તે સમયે તે મૃગ કદી તે બંધનને ઉલ્લંઘી જાય અથવા તે બંધનથી નીચે થઈને નીકળી જાય તો તે બચી શકે, પરંતુ તે મૂર્ખમૃગ તે જાણતા નથી. [36-4] તે મૃગ પોતાનું અહિત કરનાર છે અને અહિત પ્રજ્ઞાનો ધારક છે તેથી તે વિષમ બંધનવાળા સ્થળે જઈને ત્યાં વિનાશનો પ્રાપ્ત થાય છે. તે પ્રમાણે મિથ્યાદ્રષ્ટિ અનાર્ય કોઈ કોઈ શ્રમણ શંકારહિત અનુષ્ઠાનોમાં શંકા કરે છે અને શંકા યોગ્ય અનુષ્ઠાનોમાં શંકા કરતા નથી. તે મૂઢ, વિવેકવિકલ તથા શાસ્ત્રજ્ઞાનથી રહિત અજ્ઞાનવાદી આદિ અન્યતીર્થી દશ પ્રકારના ક્ષમા વગેરે ધર્માની સાચી પ્રરૂપણામાં શંકા કરે છે, પરંતુ પાપના કારણરૂપ આરંભોમાં શંકા કરતાં નથી. સમસ્ત લોભ, માન માયા અને ક્રોધનો નાશ કરીને જીવ કમરહિત થાય છે, પરંતુ મૃગ સમાન અજ્ઞાની જીવ આ વાતને જાણતા નથી. અર્થાત્ લોભ આદિનો ત્યાગ કરતા નથી. જે મિથ્યાદ્રષ્ટિ અનાયો આ અર્થને જાણતા નથી, તેઓ પાશબદ્ધ મૃગની પેઠે અનંતવાર ઘાતને પ્રાપ્ત થશે. 4i1-46] (અજ્ઞાનવાદી કહે છે) કોઈ બ્રાહ્મણ અને શાક્યાદિ શ્રમણ એ બધા પોતપોતાનું જ્ઞાન બતાવે છે, પરંતુ સમસ્ત લોકમાં જે પ્રાણીઓ છે તેઓને કાંઈ પણ તેઓ જાણતા નથી. જેમ કોઈ આર્ય ભાષાનો અજાણ બ્લેચ્છ પુરુષ આર્ય પુરુષના કથનનો અનુવાદ કરે છે, પરંતુ તે તે ભાષાનો હેતુ સમજતો નથી માત્ર ભાષણનો અનુવાદ જ કરે છે. તે પ્રમાણે જ્ઞાનહીન બ્રાહ્મણ અને શ્રમણ પોત-પોતાનું જ્ઞાન કહેતા હોવા છતાં પણ નિશ્ચિત અર્થને જાણતા નથી. તેઓ પૂર્વોક્ત પ્લેચ્છની જેમ અજ્ઞાની છે. “અજ્ઞાન જ શ્રેષ્ઠ Page #15 -------------------------------------------------------------------------- ________________ 124 સૂયગડો-૧૧૨૪૬ છે” તે નિર્ણયાત્મક વિચાર અજ્ઞાન પક્ષમાં સંગત થઈ શકતો નથી. અજ્ઞાનવાદી પોતાને પણ શિક્ષા દેવામાં સમર્થ નથી. તો પછી બીજાને શિક્ષા કેવી રીતે આપી શકે? દ્રષ્ટાંત દ્વારા અજ્ઞાનવાદનું નિરાકરણ કરતા શાસ્ત્રકાર કહે છે કે-જેમ વનમાં દિશામૂઢ કોઈ મનુષ્ય બીજા દિશામૂઢ મનુષ્ય પાછળ પાછળ ચાલે છે તેઓ બન્ને રસ્તો નહિ જાણવાથી તીવ્ર દુખ પામે છે. જે પોતે આંધળો છે તે બીજા અંધને રસ્તામાં લઈ જતાં જ્યાં જવાનું છે ત્યાંથી દૂર ચાલ્યો જાય છે અથવા ઊલટે માર્ગે ચાલ્યો જાય છે અથવા તો ઉન્માર્ગ પકડી લે છે પરંતુ સાચા માર્ગે તે ચાલી શકતો નથી. 4i7-5] તે પ્રમાણે કોઈ મોક્ષાર્થીઓ કહે છે એમ ધમરાધક છીએ, પરંતુ તેઓ અધર્મનું જ આચરણ કરે છે, તેઓ સરળ સંયમ માર્ગને અંગીકાર કરી શકતા નથી. કોઈ કોઈ દુર્બુદ્ધિ જીવો પૂર્વોક્ત વિકલ્પોને લઈને જ્ઞાનીની સેવા કરતા નથી, તેઓ પોતાના વિકલ્પોને લઈને “આ અજ્ઞાનવાદ જ સરળ માર્ગ છે એમ માને છે. આ પ્રમાણે તર્ક દ્વારા પોતાના મતને મોક્ષપ્રદ સિદ્ધ કરતાં ધર્મ અને અધર્મને નહિ જાણનાર અજ્ઞાનવાદીઓ જે પ્રમાણે પક્ષી પીંજરાને તોડી બહાર નીકળી શકતું નથી, તે પ્રમાણે પોતાના દુઃખને દૂર કરી શકતા નથી. પોતપોતાના મતની પ્રશંસા અને બીજાના વચનોની નિંદા કરતાં જે અન્ય તીર્થીઓ પોતાનું પાંડિત્ય દેખાડે છે, તેઓ સંસારમાં જ ભ્રમણ કરે છે. પિ૧-૫૪ હવે બીજું દર્શન ક્રિયાવાદીઓનું છે. કર્મની ચિન્તાથી રહિત તે ક્રિયાવાદીઓનું દર્શન સંસાર વધારનારું છે. જે પુરુષ જાણીને કોઈ પણ પ્રાણીની મનથી હિંસા કરે છે, પરંતુ શરીરથી હિંસા કરતો નથી. તથા અજાણે કાયાથી હિંસા કરે છે પરંતુ મનથી હિંસા કરતો નથી તે કેવળ સ્પર્શમાત્ર જ કર્મ બંધનનો અનુભવ કરે છે, ક્રિયાવાદીઓના મત અનુસાર કર્મબંધના ત્રણ કારણ છે જેનાથી પાપકનો ઉપચય થાય છે. કોઈ પ્રાણીને મારવા માટે તેના પર આક્રમણ કરવું બીજાને આદેશ દઈને પ્રાણીનો ઘાત કરાવવો અને પ્રાણીની ઘાત કરનારની મનથી અનુમોદના કરવી. એ ત્રણ આદાન છે, જેની દ્વારા પાપ કર્મ કરવામાં આવે છે, પરંતુ જ્યાં ભાવની વિશુદ્ધિ છે. (અર્થાતુ એ ત્રણ નથી ત્યાં કર્મબંધ થતો નથી, અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. પપ-૫] જેવી રીતે અસંયમી પિતા વિપત્તિવેળાએ પોતાના પુત્રને મારીને રાગદ્વેષ રહિત થઇ તેનું માંસ ખાય તો પણ કર્મથી લિપ્ત થતો નથી, તે પ્રમાણે રાગદ્વેષ રહિત સ્થિતપ્રજ્ઞ સાધુ માંસ ખાવા છતાં પણ કર્મથી લિપ્ત બનતા નથી. અન્યતીર્થિઓનું ઉપર્યુક્ત કથન યોગ્ય નથી, કારણ કે જે મનથી રાગદ્વેષ કરે છે, તેનું મન શુદ્ધ નથી હોતું અને અશુદ્ધ મનવાળા સંવરમાં પ્રવૃત્તિ કરનાર ન હોય. તેથી તેનું આ કથન મિથ્યા છે કે કેવળ મનથી પાપ કરનારને કર્મબંધ થતો નથી. મન કર્મબંધનનું પ્રધાન કારણ છે. [57] પૂર્વોક્ત અન્યદર્શનીઓ સુખભોગ અને માનમોટાઈમાં આસક્ત થઈ રહ્યા છે. તથા પોતાના દર્શનને રક્ષણકત માની પાપકર્મનું સેવન કરે છે. [58] જેમ કોઈ જન્માંધ પુરુષ છિદ્રવાળી નૌકાપર આરૂઢ થઈને પાર જવા ઇચ્છે છે, પરંતુ તે વચમાં જ ડૂબી જાય છે. તેમ મિથ્યાદ્રષ્ટિ અને અનાર્ય શ્રમણ સંસારને પાર કરવાની ઈચ્છા કરે છે, પરંતુ તે સંસારમાં જ પરિભ્રમણ કરે છે. એમ હું કહું છું. અધ્યયનઃ૧-ઉદેસોઃ ૨ની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ Page #16 -------------------------------------------------------------------------- ________________ ભુતસ્કંધ-૧, અધ્યયન-૧, ઉદેસ-૩ 125 અધ્યયન 1- ઉદ્દેશો 3) [0] આધાકર્મી આહારના એક કણથી પણ યુક્ત તથા શ્રદ્ધાળુ ગૃહસ્થ આગંતુક મુનિઓ માટે બનાવેલો આહાર જે સાધુ હજાર ઘરના આંતરેથી પણ લાવીને ખાય છે તે ગૃહસ્થ અને સાધુ એમ બન્ને પક્ષોનું સેવન કરે છે. [61-3] જે પ્રમાણે પાણીનું પૂર આવતાં પાણીના પ્રભાવથી સૂકા અને ભીના સ્થાને ગયેલી વૈશાલિક જાતની માછલી ઢંક અને કંક વિગેરે પક્ષીઓથી દુઃખી થાય છે, તે પ્રમાણે આધાકમ આહારના દોષને ન જાણનારા અને સંસાર અથવા અષ્ટવિધ કર્મના જ્ઞાનમાં અકુશળ એવા આધાકર્મી આહારનો ઉપભોગ કરનારા પુરુષો દુઃખી થાય છે. તે પ્રમાણે વર્તમાનકાલીન સુખની ગવેષણા કરનાર કોઈ કોઈ શાક્યાદિ શ્રમણ વૈશાલિક મત્સ્યની જેમ અનંતવાર-જન્મ મરણને પ્રાપ્ત કરશે. [64o પહેલાં કહેલ અજ્ઞાનોથી અતિરિક્ત બીજું અજ્ઞાન આ છે- કોઈ કહે છે. આ લોક કોઈ દેવતાએ બનાવેલ છે. અને બીજા કહે છે કે આ લોક બ્રહ્માએ બનાવેલો છે. [5] કોઈ કહે છે કે- જીવ તથા અજીવથી યુક્ત, સુખ અને દુઃખથી યુક્ત આ લોક ઈશ્વરે બનાવ્યો છે. સાંખ્યમતવાળા કહે છે. આ લોક પ્રધાનકૃત છે. [66] કોઈ અન્યતીથી કહે છે. આ લોક સ્વયંભૂએ રચ્યો છે, એવું અમારા મહગર્ષિએ કહ્યું છે. યમરાજે માયા બનાવી છે તેથી આ લોક અશાશ્વત છે. [7] કોઈ કોઈ બ્રાહ્મણ અને શ્રમણ કહે છે કે, આ જગતુ ઈડાથી બન્યું છે. વસ્તુતત્વને ન જાણનાર તે અજ્ઞાનીઓ મિથ્યા બોલે છે. [68] પૂર્વોક્ત અન્યતીર્થી લોકો પોતપોતાની કલ્પનાના અનુસારે જગતને બનાવેલ કહે છે. પરંતુ તેઓ વસ્તસ્વરૂપને જાણતા નથી. કારણ કે લોક કદી ઉત્પન્ન થયેલ નથી અને કદી તેનો નાશ થવાનો નથી. કોઈ તેનો કતાં નથી તેમજ કોઈ સંહત નથી. લોક અનાદિ અને અનંત છે. [9] અશુભ અનુષ્ઠાનથી જ દુઃખ ઉત્પન્ન થાય છે તે જાણવું જોઈએ. દુખની ઉત્પત્તિનું કારણ જે જાણતા નથી તે દુખના નાશનો ઉપાય કેવી રીતે જાણી શકે? [70] ગોશાલક-મતાનુયાયી ત્રરાશિક કહે છે કે-આત્મા શુદ્ધ અને પાપરહિત છે, તો પણ તે રાગ દ્વેષના કારણે બંધાઈ જાય છે. [71] આ મનુષ્યભવમાં જે મુનિ સંયમમાં રત રહે છે, તે બાદમાં પાપ રહિત થઈ જાય છે. પછી નિર્મળ પાણી ફરી મેલું થાય છે, તેમ તે આત્મા ફરી મલિન થાય છે. [72] બુદ્ધિમાન પુરુષ આ અન્ય તીર્થિકોનો વિચાર કરીને એવો નિશ્ચય કરે કે તે લોકો બ્રહ્મચર્ય પાળતા નથી તથા તે બધા પોતપોતાના સિદ્ધાંતને ઉત્તમ બતાવે છે. 73 મનુષ્યને પોતપોતાના અનુષ્ઠાનથી જ સિદ્ધિ મળે છે, અન્યથા નહીં. મોક્ષ પ્રાપ્તિ પૂર્વે મનુષ્ય જિતેન્દ્રિય બનીને રહેવું જોઈએ, તેથી આ લોકમાં ઈષ્ટ કામભોગો પ્રાપ્ત થાય છે અને પરભવમાં મોક્ષ પ્રાપ્ત થાય છે. 7i4 અન્ય દર્શની કહે છે કે અમારા દર્શન અનુસાર અનુષ્ઠાન કરીને જે સિદ્ધિ પ્રાપ્ત કરે છે તે સર્વ પ્રકારથી શારીરિક તેમજ માનસિક કંકોથી રહિત થઈ જાય છે. તે અન્ય દર્શનીઓ સિદ્ધિને આગળ રાખીને પોતાના દર્શનમાં ગૂંથાયેલા રહે છે. [75) ઈદ્રિયવિજયથી રહિત તે અન્ય દર્શનીઓ વારંવાર અનાદિ સંસારમાં Page #17 -------------------------------------------------------------------------- ________________ 126 સયગડો-૧/૨/૩૭૫ ભ્રમણ કરતા રહેશે. તેઓ બાળતપના પ્રભાવથી દેવગતિ પામશે તો પણ ચિરકાળ સુધી અસુરકુમાર આદિ પયયમાં ઉત્પન્ન થશે. એમ હું કહું છું. | અધ્યયનઃ૧-ઉદેસોઃ૩-નીમુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ (અધ્યયનઃ૧-ઉદેસો 4) [7] હે શિષ્ય! તે અન્ય દર્શનીઓ રાગ દ્વેષથી પરાજિત થયેલા છે પરંતુ પોતાને જ્ઞાની માને છે તેથી તેઓ સંસાર (જન્મ-મરણ)થી રક્ષા કરવા અસમર્થ છે. તે બધુ -બાધવ, પિતા-પુત્ર આદિના સંયોગનો ત્યાગ કરીને પણ પચન-પાચન આદિ ગૃહસ્થના કર્તવ્યનો ઉપદેશ આપે છે. 1 [77] વિદ્વાન સંયમી સાધુ તે અન્યતીર્થિકોને સારી રીતે જાણીને તેથી સાથે પરિચય ન કરે. કદાચિત્ સંસર્ગ થઈ જાય તો કોઈ પણ પ્રકારનું અભિમાન ન કરતા, કોઈના પ્રતિ આસક્તિ ન રાખતા રાગ દ્વેષથી રહિત થઈને મધ્યસ્થભાવથી વિચરે. [38] કોઈ અન્યતીથી કહે છે. પરિગ્રહ રાખનાર અને આરંભ કરનાર પણ મોક્ષ મેળવે છે. પરંતુ ભાવભિક્ષુ પરિગ્રહ રહિત અને અનારંભી પુરુષને શરણે જાય. 70] વિદ્વાન સાધુ બીજાએ બીજાને માટે બનાવેલા આહારની ગવેષણા કરે, આપેલા આહારને જ લેવાની ઈચ્છા કરે, તે આહારમાં મુચ્છ અને રાગદ્વેષ ન કરે, તેમજ બીજનું અપમાન પણ ન કરે. [8] કોઈ કહે છે કે-લોકવાદ ને સાંભળવો જોઈએ. પરંતુ લોક્વાદ વિપરીત બુદ્ધિથી ઉત્પન્ન થયેલ છે અને તેમાં બીજા અવિવેકીઓની વાતનું અનુસરણ છે. [81) લોકવાદીઓનું નિરૂપણ. આ પ્રમાણે છે- આ લોક અનંત છે. આ ભવમાં જે જેવો છે તેવો જ પરભવમાં ઉત્પન્ન થાય છે. પુરુષ મરીને ફરી પુરષ જ થાય છે. સ્ત્રી સ્ત્રી જ થાય છે. આ લોક શાશ્વત છે, તેનો કી નાશ થતો નથી, અથવા આ લોક અંતવાન છેસાત દ્વીપ સમુદ્ર પર્વત છે. એમ વ્યાસ આદિ ધીર પુરુષોએ કહ્યું છે. [82] કોઈ કહે છે કે-ક્ષેત્ર તેમજ કાળ સંબંધી સીમાથી રહિત અર્થાતુ અપરિમિત પદાર્થોના જ્ઞાતા તો હોય છે, પરંતુ સર્વજ્ઞ કોઈ નથી. સર્વત્ર પરિમિત પદાર્થોને જાણનાર પુરુષ હોય છે. એવું ધીર પુરુષ જુએ છે. [3] શાસ્ત્રકાર ઉત્તર આપે છે- આ લોકમાં જેટલા ત્રસ અને સ્થાવર પ્રાણીઓ છે તેઓ અવશ્ય અચાન્ય પયયિમાં જાય છે, ત્રસજીવ મરીને સ્થાવર થાય છે અને સ્થાવર મરીને ત્રસ છે. [84-85 ઔદારિકશરીરવાળા પ્રાણી ગર્ભ કલલ, અર્બદ રૂપ અવસ્થાઓથી ભિન્ન બાળક કુમાર, તરુણ આદિ અવસ્થાઓને પ્રાપ્ત કરે છે. માટે લોકવાદીઓનું કથન સત્ય નથી. દરેક પ્રાણીઓને દુઃખ અપ્રિય છે તેથી કોઈ પણ પ્રાણીની હિંસા કરવી જોઈએ નહીં. જ્ઞાની પુરુષોના માટે આ ન્યાયયુક્ત છે. કે- કોઈપણ પ્રાણીની હિંસા ન કરે, અસત્ય ન બોલે, અદત્ત પ્રહણ ન કરે અને પરિગ્રહ ન રાખે. તેમજ અહિંસા દ્વારા સમતાને સમજે. [8] દશ પ્રકારની સાધુસમાચારીમાં સ્થિત, આહાર વગેરેમાં વૃદ્ધિરહિત મુનિ જ્ઞાન દર્શન અને ચારિત્રની સમ્યક્ પ્રકારે રક્ષા કરે અને ચાલવા, બેસવા, સુવાના Page #18 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧, ઉસ-૪ 127 તથા આહાર-પાણીના વિષયમાં સદા ઉપયોગ રાખે. [8] ઈય સમિતિ, આદાન નિક્ષેપણા સમિતિ અને એષણા સમિતિ, આ ત્રણે સ્થાનોમાં હમેશાં સંયમ રાખીને મુનિ ક્રોધ, માન, માયા અને લોભનો ત્યાગ કરે. 8i8] સદા સમિતિઓથી યુક્ત, પાંચ સંવરોથી સંવૃત તેમજ ગૃહસ્થોમાં આસક્તિ ન રાખનાર સાધુ મોક્ષની પ્રાપ્તિ સુધી સંયમનું પાલન કરે. એમ હું કહું છું. | અધ્યયન 1- ઉદેસોઃ૪નીમુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ અધ્યયનઃ૧-ગુર્જરછાયાપૂર્ણ (અધ્યયન-વૈતાલિક) - ઉદ્દેસી-૧૦[૮] હે ભવ્યો! તમે સમ્યબોધ પ્રાપ્ત કરો. બોધ કેમ પ્રાપ્ત કરતા નથી? મૃત્યુ પછી જ્ઞાન પ્રાપ્ત થવું દુર્લભ છે. વીતી ગયેલી રાત્રિઓ પાછી આવતી નથી, અને (સંયમી) જીવન ફરીથી મળવું સુલભ નથી. [90 જુઓ, જેમ બાજ પક્ષી વિત્તર પક્ષીને ઉપાડી જાય છે તેમ કાળ જીવને કોઇપણ અવસ્થામાં ઉંચકી લે છે. કેટલાક બાલ્યાવસ્થામાં મરી જાય છે, કેટલાક વૃદ્ધાવસ્થામાં મરી જાય છે, અને કોઈ કોઈ તો ગર્ભાવસ્થામાંજ મરણને શરણ થાય છે. 9i1ii કોઈ કોઈ મનુષ્ય માતા અને પિતા આદિના મોહમાં પડીને સંસારમાં ભ્રમણ કરે છે. તેવા જીવોને પરલોકમાં સુગતિ સુલભ નથી. માટે સુવત પુરુષ આ ભયોને જોઈને આરંભથી નિવૃત્ત થઈ જાય. 92] સંસારમાં જુદા જુદા સ્થાને રહેલા પ્રાણીઓ પોતાના કર્મનું ફળ ભોગવવા નરક વગેરે ગતિઓમાં જાય છે. પોતાના કર્મોનું ફળ ભોગવ્યા વિના છૂટકો નથી. દિલ દેવતા, ગંધર્વ, રાક્ષસ, અસુર, ભૂમિચર ઉરગ (પેટવડે ચાલનારા) તિર્યંચા, રાજા, મનુષ્ય, શેઠ, બ્રાહ્મણ વગેરે સર્વ પ્રાણીઓ દુખી થઇને પ્રાણોનો ત્યાગ કરે છે. [4] જેમ તાલવૃક્ષનું ફળ બંધન તૂટતાં નીચે પડી જાય છે તેમ કામ ભોગોમાં આસક્ત તથા પરિવારરત પ્રાણીઓ આયુષ્યનો અંત થતા મૃત્યુને પામે છે. [85] જે મનુષ્યો બહુશ્રુત હોય-શાસ્ત્રજ્ઞ હોય, તથા ધાર્મિક અને ભિક્ષુ હોય, પરંતુ જો તે માયાકત અનુષ્ઠાનોમાં આસક્ત હોય તો તેઓ પોતાના કમોંથી દુઃખી થાય. [9] જુઓ, કોઇ અન્યતીર્થી પરિગ્રહનો ત્યાગ કરીને દીક્ષા ધારણ કરે છે. અને સંયમનું સારી રીતે પાલન કરી શકતા નથી. તેવા લોકો મોક્ષની વાતો તો કરે છે પરંતુ મોક્ષ પ્રાપ્તિનો ઉપાય આચરતા નથી. તમે એવા પરષોનું શરણું લઈને આ ભવ તથા પરભવને કેમ જાણી શકશો? તે અન્ય દર્શનીઓ પોતાના કર્મોથી પીડાય છે. 7] ભલે કોઈ પુરુષ નગ્ન-થઈને વિચરે, અથવા માખમણ કરે, પરંતુ જો તે માયા આદિથી યુક્ત છે તો અનંત કાળ સુધી ગર્ભવાસના દુઃખ ભોગવશે. [98] હે પુરુષ! તુ જે પાપકર્મથી યુક્ત છે તેનાથી નિવૃત્ત થઈ જા. કારણ કે મનુધ્યોનું આયુ ત્રણ પલ્યોપમથી થોડું ઓછું છે. જે મનુષ્ય સંસારમાં કે મનુષ્યભવમાં આસક્ત છે, તેમજ વિષય ભોગમાં મૂચ્છિત છે તે હિતાહિતના વિવેકથી વિકલ હોય છે. Page #19 -------------------------------------------------------------------------- ________________ 128 સૂયગડો-૧ર/૧/૯૯ 9i9] હે પુરુષ નું યતના સહિત સમિતિ અને ગુતિ યુક્ત બનીને વિચર. કારણ કે સૂક્ષ્મ પ્રાણીઓથી યુક્ત માર્ગ ઉપયોગ રાખ્યા વિના પાર કરવો દુરૂર છે. શાસ્ત્રોક્ત, રીતે જ સંયમનું પાલન કર. બધા અરિહંતોએ સમ્યક રીતે એ જ ઉપદેશ આપ્યો છે. 100 જે હિંસા વગેરે પાપોથી નિવૃત્ત છે, કષાયોને દૂર ક્યાં છે, નિરારંભી છે, ક્રોધ, માન, માયા અને લોભનું નિકંદન કરનાર છે, ત્રણ કરણ ને ત્રણ યોગથી કોઈ પણ પ્રાણીનો ઘાત કરતા નથી, સાવધાનુષ્ઠાન રહિત છે તે સર્વે મુક્તાત્મા સમાન મુક્ત છે. [101] વિવિધ પ્રકારના પરીષહ અને ઉપસર્ગ આવતાં બુદ્ધિમાનું સાધુ એમ વિચાર કરે કે પરીષહોથી હું એકલો જ પીડાતો નથી, પરંતુ લોકમાં બીજા અનેક પ્રાણીઓ વ્યથા પામી રહ્યા છે. આવો વિચાર કરીને પરીષહ આવવા છતાં પણ ક્રોધાદિથી રહિત થઇ સમભાવે સહન કરે. 102] લેપ કરેલી ભીંતનો લેપ કાઢી નાખી તેને ક્ષીણ કરી દેવામાં આવે તે પ્રમાણે સાધુએ અનશન વગેરે તપ વડે શરીરને ક્રશ કરી દેવું જોઈએ. તથા અહિંસાધર્મનું પાલન કરવું જોઈએ. સર્વજ્ઞ ભગવાને એ જ ધર્મની પ્રરૂપણા કરેલ છે. [103 જેમ ધૂળથી ભરેલી પક્ષિણી પોતાનું શરીર કંપાવીને ધૂળને ઉડાડી દે છે, તે પ્રમાણે અનશનાદિ તપ કરનારા તપસ્વી સાધુ કર્મનો ક્ષય કરી દે છે. [104-107 ગૃહરહિત, એષણાપાલન કરવામાં તત્પર, સંયમધારી તપસ્વી સાધુ પાસે આવી તેમના પુત્ર-પૌત્ર-માતાપિતાવગેરે દીક્ષા છોડી દેવાનું કહે તેમજ ગૃહવાસમાં રહેવાની પ્રાર્થના કરતાં કરતાં થાકી જાય, તો પણ સાધુ સ્નેહીજનોને આધીન ન થાય. સાધુના માતાપિતા વગેરે તેમની પાસે આવી, કરુણાજનક વચન બોલે અથવા પુત્ર માટે રુદન કરે તો પણ સંયમ પાલન કરવામાં તત્પર તે સાધુને તેઓ ડગાવી શકતા નથી તેમજ ગૃહવાસમાં સ્થાપિત કરી શકતા નથી. સાધુના સંબંધીઓ સાધુને વિષયભોગનું પ્રલોભન આપે કે તેને બાંધીને ઘરે લઈ જાય, પણ જો તે સાધુ અસંયમી જીવનની ઈચ્છા ન કરતા હોય તો તેમને વશ કરી શકતા નથી અને ગૃહસ્થ ભાવમાં પણ સ્થાપિત કરી શકતા નથી. સાધુને પોતાનો પુત્ર, માતા, પિતા, પત્ની વગેરે શિક્ષા આપે છે અને કહે છે-હે પુત્ર! અમારું પાલન કર. અમને છોડીને તું પરલોક પણ બગાડી રહ્યો છે. [108-109 કોઈ કોઈ કાયર પુરુષો સંબંધી જનોના ઉપદેશથી માતા, પિતા, પુત્ર વગેરેમાં મૂચ્છિત બની મોહને વશ બને છે. તેઓ અસંયમી પુરુષો દ્વારા અસંયમને ગ્રહણ કરી ફરી પાપકારી કાર્ય કરવામાં લજ્જિત થતા નથી. મોહને વશીભૂત થઈને મનુષ્ય પાપકર્મ કરવામાં નિર્લજ્જ બની જાય છે. માટે હે પંડિત પુરુષો! તમે રાગદ્વેષ રહિત બનીને વિચાર કરો. સત્ અસતના વિવેકથી યુક્ત, પાપથી રહિત, શાંત બનો. વીર પુરુષો જ મોક્ષ માર્ગને પ્રાપ્ત કરે છે. તે મહામાર્ગ સિદ્ધિનો પથ છે. મુક્તિની નિકટ લઈ જનાર છે અને ધવછે. ૧૧હે ભવ્યો ! કર્મનું વિદારણ કરવાના માર્ગમાં પ્રવેશી, મન, વચન અને કાયાથી ગુપ્ત બની, ધન અને જ્ઞાતિવર્ગ તેમજ આરંભનો ત્યાગ કરી ઉત્તમ સંયમી બની વિચરો, એમ હું કહું છું. અધ્યયનઃ ૨-ઉસકની અનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | Page #20 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૨, ઉદેસ-૨ 129 (અધ્યયનઃ૨- ઉદેસો-૨) [111] જે સર્ષ પોતાની કાંચળીને છોડી દે છે. તેમ સાધુ કર્મરૂપી રજને છોડી દે. કષાયના અભાવે કર્મનો અભાવ થાય છે એમ જાણીને સંયમી મુનિ ગોત્ર વગેરેનો મદ ન કરે, બીજાની નિંદા ન કરે કારણ કે પરનિંદા અશ્રેયસ્કર છે. [112] જે બીજાની અવજ્ઞા કરે છે, તે સંસારમાં બહુ કાળ સુધી પરિભ્રમણ કરે છે, પરનિંદા પાપનું કારણ છે. અધોગતિમાં લઈ જનારી છે, એવું જાણીને મુનિરાજ મદ કરતા નથી કે હું બીજાથી ઉત્કૃષ્ટ છું, અને બીજા મારાથી હીન છે. [113 ભલે કોઈ ચક્રવર્તી સમ્રાટ હોય કે પછી દાસનો પણ ઘસ હોય, પરંતુ જેણે દિક્ષા ધારણ કરી છે તેણે લજ્જાનો ત્યાગ કરી સમભાવથી વ્યવહાર કરવો જોઇએ. [114] સમ્યક પ્રકારથી શુદ્ધ, જીવન પર્યત સંયમમાં સ્થિત. આત્મજ્ઞાનથી યુક્ત, શુદ્ધ અધ્યવસાયવાળા, મુક્તિગમન યોગ્ય, સત્ અસના વિવેકથી સમ્પન્ન મુનિ મૃત્યુ પર્યત સંયમનું પાલન કરે. [115 ત્રણ કાળને જાણનાર મુનિ, જીવના ભૂતકાળ તથા ભવિષ્યકાળને જાણી અભિમાન ન કરે. તેને કોઈ કટુ વચન કહે અથવા દંડ વગેરેથી માર મારે કે જીવને શરીરથી જુદા કરે તો પણ સમતાભાવમાં જ વિચારે. 116] સંપૂર્ણ પ્રજ્ઞાવાનું મુનિ સદા કષાયોને જીતે. સમતા સાથે ધર્મનો ઉપદેશ આપે. કદી પણ સંયમની વિરાધના ન કરે તેમજ અપમાનિત થઈ ક્રોધ ન કરે અને સન્માનિત થવા પર માન ન કરે. [૧૧૭ઘણા માણસો દ્વારા નમનીય-પ્રશસિત ધર્મમાં સદા સાવધાન રહેનાર સાધુ, ધન ધાન્યાદિ બાહ્ય પદાર્થોથી મમત્વને હઠાવી દઈ, તળાવની પેઠે સદા નિર્મળ બની કાશ્યપગોત્રી ભગવાનના ધર્મને પ્રકાશિત કરે. [118] સંસારમાં બહુ પ્રાણીઓ સૂક્ષ્મ-બાદર, પર્યાપ્ત-અપર્યાપ્ત, ત્રણસ્થાવર, દેવ-નારક આદિ ભિન્ન ભિન્ન અવસ્થાઓમાં સ્થિત છે. તે દરેક પ્રાણીને સમભાવથી જોનાર, સંયમમાં સ્થિત વિવેકી પુરુષ તે પ્રાણીઓની હિંસાથી નિવૃત્ત થાય. [119 શ્રુત ચારિત્રરૂપ ધર્મના પારગામીને તથા આરંભથી અત્યંત દૂર રહેનારને જ મુનિ કહેવાય છે. તેથી વિપરીત, મમતા રાખનાર પ્રાણી પરિગ્રહ માટે ચિંતા કરે છે, છતાં પણ તે પરિગ્રહ પ્રાપ્ત કરી શકતા નથી. [120 સોનું ચાંદી વગેરે ધન અને સ્વજનવર્ગ તે સર્વ પરિગ્રહ આ લોકમાં તેમજ પરલોકમાં દુઃખદાયી છે તથા નશ્વર છે એવું જાણીને કોણ વિવેકવાનું પુરુષ ગૃહવાસમાં રહેવાનું પસંદ કરે ? [121 સાંસારિક જીવોની સાથેનો પરિચય તે મહાન કીચડ છે. એવું જાણીને મુનિ તેમની સાથે પરિચય ન કરે, તથા વંદન અને પૂજન મેળવીને ગર્વ ન કરે, કારણ ગર્વ સૂક્ષ્મમાં સૂક્ષ્મ શલ્ય છે જે મુશ્કેલીથી નીકળી શકે. માટે વિદ્વાન મુનિએ પરિચયનો ત્યાગ કરવો જોઈએ. [122] સાધુ દ્રવ્યથી એકાકી અને ભાવથી રાગદ્વેષ રહિત થઈને વિચરે તે એકલા જ કાયોત્સર્ગ કરે, એક જ શય્યા-આસનનું સેવન કરે અને એકલા જ ધર્મધ્યાન કરે. તપસ્યામાં પરાક્રમ કરે તેમજ મન અને વચનનું ગોપન કરે. For Private & Personal use only Lindication International Page #21 -------------------------------------------------------------------------- ________________ 130 સૂયગડો-૧૨/૨/૧ર૩ [123 સાધુને શૂન્ય ઘરમાં રહેવાનો અવસર આવે તો તે શૂન્ય ઘરનું દ્વાર ખોલે નહીં કે બંધ કરે નહીં. કોઈ પ્રશ્ન કરે તો ઉત્તરમાં સાવધ ભાષાનો પ્રયોગ ન કરે તે ઘરનો. કચરો સાફ કરે નહીં અને તૃણ વગેરે બિછાવે નહીં. [124-12] સાધુ વિહાર કરતાં, જ્યાં સૂર્યાસ્ત થઈ જાય ત્યાં જ રોકાય જાય. અનુકૂળ તથા પ્રતિકૂળ શય્યા આદિ પરીષહોને સહન કરે, પણ આકુલ વ્યાકુલ ન થાય. તે સ્થાનમાં ડાંસ-મચ્છર આદિ હોય, સિંહ આદિ ભયાનક પ્રાણી હોય કે સર્પ આદિના. દર હોય તો પણ ત્યાં જ રહી પરીષહોને સહન કરે. શૂન્યગૃહમાં રહેલા મહામુનિ તિર્યંચ, મનુષ્ય કે દેવતા સંબંધી ત્રિવિધ ઉપસર્ગો સહન કરે. પણ ભયથી રુંવાડુંય ફરકવા દે નહીં. તે ઉપસથી પીડિત સાધુ જીવનની પરવાહ ન કરે, ઉપસર્ગ સહન કરીને માનબાઇની પણ ઇચ્છા ન રાખે. આ પ્રમાણે પૂજા અને જીવનથી નિરપેક્ષ બની શૂન્યગૃહમાં રહેતાં સાધુને ભયંકર ઉપસર્ગ સહન કરવાનો અભ્યાસ થઇ જાય છે. [127 જેને આત્મામાં જ્ઞાનાદિ ગુણો વિશિષ્ટ રૂપે પ્રાપ્ત થયેલ છે, જે પોતાની અને બીજાની રક્ષા કરે છે, તેમજ જે સ્ત્રી, પશુ અને પંડગ રહિત સ્થાનનું સેવન કરે છે તેવા મુનિના ચારિત્રને ભગવાને સામાયિક ચારિત્ર કહ્યું છે. એવા ચારિત્રવાન મુનિને ઉપસર્ગ આવે તો તે ભયભીત ન થાય. [128] જે ઉષ્ણ જળ પીએ છે, જે શ્રુત અને ચારિત્ર ધર્મમાં સ્થિત છે, અસંયમથી લજ્જિત થનાર છે, એવા મુનિને રાજા વગેરેનો સંસર્ગ હિતકર નથી કારણ કે તે સંસર્ગ શાસ્ત્રોક્ત આચાર પાળનાર મુનિનો પણ સમાધિભંગ કરે છે. [12] જે સાધુ કલહ કરનાર છે અને પ્રગટરૂપે ભયાનક વાક્ય બોલે છે તેના સંયમ તથા મોક્ષ નષ્ટ થઈ જાય છે. માટે વિવેકી સાધુ કલહન કરે. [13] જે સાધુ સચિત્ત પાણી પીતા નથી, જે પરલોક સંબંધી સુખોની. અભિલાષા કરતા નથી, જે કર્મબંધન કરાવનાર કાર્યોથી દૂર રહે છે તથા જે ગૃહસ્થના પાત્રમાં ભોજન કરતા નથી તેમનેજ તીર્થંકર ભગવાને સામાયિકચારિત્રી કહ્યા છે. f131 તૂટેલું આયુષ્ય ફરી સાંધી શકાતું નથી. ભગવત્તે કહ્યું છે છતાં પણ અજ્ઞાનીજનો પાપ કરવાની ધૃષ્ટતા કરે છે. તે અજ્ઞાનીજન પાપી કહેવાય છે માટે મુનિએ બીજા પાપી છે, હું ધાર્મિક છું એવો મદ કરવો જોઈએ નહીં. [132] ઘણી માયા કરનારી તથા મોહથી આચ્છાદિત પ્રજા પોતાની જ સ્વચ્છેદતાથી નરક વગેરે ગતિઓમાં જાય છે. પરંતુ મુનિ નિષ્કપટતાથી સંયમમાં પ્રવૃત્તિ કરે છે તેમજ મન, વચન કાયાથી શીત ઉષ્ણ આદિ પરીષહોને સહન કરે છે. [13] જેવી રીતે જુગાર ખેલવામાં નિપુણ અને કોઈથી પરાજિત ન થનાર જુગારી કતનામના ધવને જ લીએ છે પણ કળિ, દ્વાપર કે ત્રેતામાં ન રમે. : [134o જેમ જુગારી એક, બે અને ત્રણ સ્થાનને છોડી ચોથા કતદાવ સ્થાનને જ ગ્રહણ કરે છે. તેમ સાધુ આ લોકમાં જગતની રક્ષા કરનારા સર્વ જે સર્વોત્તમ ધર્મ કહ્યો છે તેને કલ્યાણકારી અને ઉતમ સમજી ગ્રહણ કરે. [૧૩પ) શબ્દાદિ વિષય અથવા મૈથુનસેવન મનુષ્યો માટે દુર્જય છે. તેનાથી નિવૃત્ત અને સંયમમાં પ્રવૃત્ત મનુષ્ય જ ભગવાન ઋષભદેવના અનુયાયી છે. [13] મહાનું મહર્ષિ જ્ઞાતપુત્ર ભગવાન મહાવીર સ્વામીએ કહેલા આ ધર્મનું Page #22 -------------------------------------------------------------------------- ________________ 131 શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૨, ઉદેસ-૨ જે પુરુષો આચરણ કરે છે, તેઓ જ ઉસ્થિત છે અને સમ્યક્ પ્રકારે સમુચિત છે. ધર્મથી. ભ્રષ્ટ થતાં એક બીજાને તેઓ જ પુનઃ ધર્મમાં પ્રવૃત્ત કરે છે. [137 પહેલાં ભોગવેલાં શબ્દાદિ વિષયોનું સ્મરણ ન કરવું આઠ પ્રકારના કર્મોને દૂર કરવાની ઇચ્છા કરવી. મનને દૂષિત કરનારા શબ્દાદિ વિષયોમાં જે પુરુષ આસક્ત નથી, તે પુરુષ ધર્મધ્યાન અને રાગદ્વેષના ત્યાગરૂપ ધર્મને જાણે છે. [138] સંયમી પુરુષ ગોચરી આદિને માટે જાય ત્યારે કથા-વાતાં ન કરે, કોઈ પ્રશ્ન કરે તો નિમિત્ત આદિ ન બતાવે, વૃષ્ટિ તથા ધનોપાર્જનના ઉપાયો ન બતાવે, પરંતુ લોકોત્તર ધર્મને જાણીને સંયમાનુષ્ઠાન કરે, તેમજ કોઈ પણ વસ્તુ પર મમતા ન રાખે. [13] સાધુ પુરુષ માયા, લોભ, માન અને ક્રોધ ન કરે. જેમણે આઠ પ્રકારના કમોને નાશ કરનાર સંયમનું સારી રીતે સેવન કરેલ છે, તેમનો જ ઉત્તમ વિવેક જગતમાં પ્રસિદ્ધ થયેલ છે અને તેઓ જ ધર્મમાં અનુરક્ત છે. [140] સાધુ કોઈ પણ વસ્તુ ઉપર મમતા ન કરે. જે કાર્યમાં સ્વહિત રહેલ હોય તેમાં સદા પ્રવૃત્ત રહે. ઇન્દ્રિય તથા મનને ગોપવે. ધમર્થ બને. તેમજ તપમાં પોતાનું પરાક્રમ ફોરવી જિતેન્દ્રિય બની સંયમનું અનુષ્ઠાન કરે. કારણ કે સંસારમાં પરિભ્રમણ કરનારા જીવોને આત્મકલ્યાણ દુર્લભ હોય છે. [141] સમસ્ત જગતને જાણનાર જ્ઞાતપુત્ર ભગવાન મહાવીર સ્વામીએ સામાયિક ચારિત્ર વગેરેનું કથન કર્યું છે. નિશ્ચયથી જીવે તે પહેલાં સાંભળ્યું નથી અથવા સાંભળીને તે પ્રમાણે તેનું અનુષ્ઠાન કર્યું નથી. [14] પ્રાણીઓને કલ્યાણ-માર્ગની પ્રાપ્તિ ઘણી મુશ્કેલ છે એવું જાણી તથા આ આહત ધર્મ બધા ધમોમાં શ્રેષ્ઠ છે એવું સમજીને જ્ઞાનાદિ સંપન્ન ગુરુદ્વારા ઉપદિષ્ટ માર્ગ પર ચાલનારા અને પાપથી વિરત થએલા ઘણા પુરુષોએ આ સંસાર-સમુદ્રને પાર કર્યો છે. એમ હું કહું છું. અધ્યયન ૨-ઉદેસી ૨નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ (અધ્યયનઃ ૨-ઉદેસો 3) [143 કમસ્ટવના કારણોને રોકી દેનાર ભિક્ષને અજ્ઞાન વશ જે કર્મ બંધાઈ ગયેલા હોય તે સત્તર પ્રકારના સંયમથી નષ્ટ થઈ જાય છે, આ રીતે નવા કમને રોકનાર, અને જૂના કર્મોને ક્ષય કરનાર પંડિત પુરુષ મરણને લાંઘીને મોક્ષ પ્રાપ્ત કરે છે. [14] જે પુરુષો સ્ત્રીઓથી સેવિત નથી, તેઓ મુક્ત પુરુષ જેવા છે, સ્ત્રી પરિત્યાગ પછી જ મુક્તિ મળે છે એમ જાણવું જોઇએ. જેણે કામ ભોગોને રોગ સમાન જાણી લીધા છે તે પુરુષની જ મુક્તિ થાય છે. [15] જેમ વ્યાપારી દૂર દેશથી ઉત્તમ રત્નો અને વસ્ત્રો વગેરે લાવે છે. તેને રાજા મહારાજાદિ ધારણ કરે છે, તે જ પ્રમાણે આચાર્ય દ્વારા ઉપદિષ્ટ રાત્રિભોજન વિરમણ સહિત પાંચ મહાવ્રતો સાધુ પુરુષો જ ધારણ કરે છે. [14] આ લોકમાં જે પુરુષો સુખશીળ છે-સ્તથા સમૃદ્ધિ, રસ અને સાતા. ગૌરવમાં મૂચ્છિત છે તેઓ ઇન્દ્રિયોથી પરાજિત દીન પુરુષ સમાન ધૃષ્ટતાપૂર્વક કામસેવન કરે છે. એવા માણસો કહેવા છતાં પણ સમાધિ-ને જાણતા નથી. Page #23 -------------------------------------------------------------------------- ________________ 172 સૂયગડો-૧ર૩/૧૪૭ [147 જેમ દુર્બળ બળદને ગાડીવાન ચાબૂક મારી મારીને પ્રેરિત કરે છે પણ તે વિષમ માર્ગ કાપી શકતો નથી, તે પરાક્રમહીન અને બળહીન હોવાના કારણે વિષમ માર્ગમાં કષ્ટ પામે છે, પરંતુ ભારવહન કરવામાં સમર્થ થતો નથી. [148] તે પ્રમાણે કામભોગના અન્વેષણમાં નિપુણ પુરુષ હું આજ-કાલમાં કામભોગ છોડી દઇશ એવી માત્ર ચિંતા કરે છે પરંતુ તે છોડી શકતો નથી. માટે કામભોગની ઈચ્છા જ કરવી નહિ અને મળેલાં કામભોગોને ન મળ્યા બરાબર જાણી તેઓથી નિસ્પૃહી બની જવું જોઈએ. [14] મૃત્યુ પછી દુર્ગતિ ન થાય એવો વિચાર કરી વિષયસેવનથી પોતાના આત્માને દૂર કરો અને શિક્ષા આપો કે હે આત્મન ! અસાધુ પુરષ કર્મ કરી દુર્ગતિમાં ગયા બાદ શોક કરે છે- હાયહાય કરે છે, અને વિલાપ કરે છે. [15] હે મનુષ્યો ! આ મર્યલોકમાં પહેલાં તો પોતાનું જીવન જ જુઓ ! સો વર્ષની આયુવાળા પુરુષનું જીવન પણ યુવાવસ્થામાં જ નષ્ટ થઈ જાય છે. આ જીવનને થોડા દિવસના નિવાસ જેવું સમજો. મુદ્ર મનુષ્ય જ કામભોગમાં મૂચ્છિત બને. [૧પ૧] આ લોકમાં જે મનુષ્યો આરંભમાં આસક્ત છે, આત્માને દેડનાર છે અને જીવોની હિંસા કરનાર છે તેઓ ચિરકાળ માટે નરક વગેરે પાપલોકમાં જાય છે. જો બાળતપસ્યા વગેરેના કારણે તે દેવતા બને, તો પણ અધમ અસુર અથવા કિલ્પિષી દેવ બને છે. ૧પર) સર્વજ્ઞોએ કહ્યું છે કે “આ જીવન તૂટ્યા પછી સંધાતું નથી... છતાં પણ અજ્ઞાની મનુષ્યો પાપ કરવામાં ધૃષ્ટતા કરે છે. તેઓ કહે છે કે “અમને તો વર્તમાન સુખનું જ પ્રયોજન છે, પરલોકને કોણ જોઇને આવ્યું છે?” [૧પ૩. હે અંધતુલ્ય પુરુષ ! તું સર્વજ્ઞોક્ત સિદ્ધાંતમાં શ્રદ્ધા કર. જેની દ્રષ્ટિ પોતાના કરેલાં મોહનીય કર્મના પ્રભાવથી અંધ થઈ ગઈ છે, તે જ સર્વોક્ત આગમની શ્રદ્ધા કરતો નથી, એ સમજ! [15] દુઃખી જીવ વારંવાર મોહને વશ બને છે, માટે સાધુ પોતાની સ્તુતિ અને પૂજાનો ત્યાગ કરે. જ્ઞાનાદિસંપન્ન સાધુ બધા પ્રાણીને આત્મસમાન જુએ. [૧પપી જે પુરુષ ગૃહસ્થાશ્રમમાં નિવાસ કરીને પણ આવક ધર્મ પાળીને ક્રમશઃ પ્રાણીઓની હિંસાથી નિવૃત્ત થાય છે તથા સર્વ પ્રાણીઓમાં સમભાવ રાખે છે તે સુવતી પુરુષ દેવલોકમાં જાય છે. [15] સાધુએ ભગવાનના આગમને સાંભળીને તેમાં કહેલા સત્ય-સંયમમાં ઉદ્યમી થવું, કોઇની ઉપર મત્સર ન કરવો, અને નિર્દોષ ભિક્ષા લાવવી જોઈએ. [157 સાધુ બધી વસ્તુને જાણી સંવરનું આચરણ કરે. મન, વચન અને કાયાનું ગોપન કરે, જ્ઞાનાદિયુક્ત થઈને સદા પોતાના તથા બીજાના વિષયમાં યતના કરે. તથા મોક્ષના અભિલાષી થઈને વિચરે. [15] અજ્ઞાની જીવ ધન, પશુ અને જ્ઞાતિજનોને પોતાનું શરણ માને છે. તે માને છે કે તેઓ મારા છે અને હું તેમનો છું, કિન્તુ વસ્તુતઃ તે ત્રણ અને શરણ નથી. [159] દુઃખ આવતાં જીવ એકલો જ તે દુઃખ ભોગવે છે તથા ઉપક્રમના કારણ આયુ નષ્ટ થતાં અથવા મૃત્યુ આવતાં તે એકલો જ પરલોકમાં જાય છે. તેથી વિદ્વાન Page #24 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-ર, ઉદેસ૩ પુરુષો કોઈ વસ્તુને પોતાને શરણ માનતા નથી. [10] બધા પ્રાણીઓ પોતપોતાના કર્માનુસાર નાના પ્રકારની અવસ્થાઓથી યુક્ત છે તથા અવ્યક્ત અને વ્યક્ત દુઃખથી પીડિત છે, તે શઠ જીવો જન્મ. જરા અને મરણના દુઃખો ભોગવે છે અને ભયથી આકુળ વ્યાકુળ થઈને સંચારચક્રમાં ભ્રમણ કરે છે. [11] બુદ્ધિમાન પુરૂષ આ અવસરને ઓળખે. વીતરાગ દેવ દ્વારા પ્રરૂપિત ધર્મની પ્રાપ્તિ થવી સરળ નથી. આ રીતે જ્ઞાની પુરષોએ વિચાર કરવો જોઈએ. શ્રી ઋષભદેવ ભગવાને પોતાના પુત્રોને આ ઉપદેશ આપ્યો અને અન્ય તીર્થંકરોએ પણ એ જ કહ્યું છે. [12] હે સાધુઓ ! જે તીર્થંકરો પહેલાં થઈ ગયા છે અને જે ભવિષ્યકાળમાં થશે તે બધા સુવત પુરુષોએ તથા ભગવાન ઋષભદેવ સ્વામીના અનુયાયીઓએ પણ આ. ગુણોને મોક્ષનું સાધન બતાવેલ છે. [13] મન વચન અને કાયા એમ ત્રણેય યોગથી પ્રાણીની હિંસા કરવી નહીં. પોતાના આત્માના હિતમાં પ્રવૃત્ત રહીને સ્વર્ગાદિની ઈચ્છા રહિત (અનિદાન બનીને ગુપ્તેન્દ્રિય રહેવું. આ પ્રમાણે અનંતજીવ સિદ્ધ થયા છે, વર્તમાન કાળમાં સિદ્ધ થાય છે અને ભવિષ્યકાળમાં પણ અનંતજીવ સિદ્ધ થશે. [14] ઉત્તમ જ્ઞાની, ઉત્તમ દર્શની તથા ઉત્તમ જ્ઞાન દર્શનના ધારક ઇન્દ્રાદિ દેવો દ્વારા પૂજ્ય જ્ઞાતપુત્ર ભગવાને વિશાળાનગરીમાં કહેલું કે હું કહું છું અયનન ૨-ઉદેસો ૩ની યુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ અધ્યયન ૨-ગુર્જરછાયા પૂર્ણ (અધ્યયનઃ ૩-ઉપસર્ગપરિણા) - ઉદેસો-૧ઃ[૧૫] જ્યાં સુધી કોઈ વિજેતા પુરુષનું દર્શન થતું નથી, ત્યાં સુધી કાયર પુરુષ પોતાને શૂરવીર સમજે છે, પરંતુ વિજેતા પુરૂષને જોઈ ક્ષોભ પામે છે, જેમકે શિશુપાળ પોતાને શૂરવીર માનતો હતો છતાં મહારથી દૃઢપ્રતિજ્ઞ કૃષ્ણ વાસુદેવને યુદ્ધમાં આવતા જોઈને ક્ષોભ પામ્યો. [16167] સંગ્રામ ઉપસ્થિત હોવાપર, પોતાને શૂરવીર માનનાર, પરનું વાસ્તવમાં કાયર પુરુષ યુદ્ધના અગ્રભાગમાં તો જાય છે પરંતુ જે વિકટ સંગ્રામમાં માતા પોતાની ગોદથી પડી ગયેલા બાળકનું પણ ભાન ભૂલી જાય છે એવા સંગ્રામમાં વિજયી પુરુષ દ્વારા છેદન-ભેદન થતાં દીન બની જાય છે. એવી જ રીતે પરિષહો અને ઉપસર્ગોથી સ્પષ્ટ નહીં થયેલો તથા ભિક્ષાચરીમાં અકુશલ નવદીક્ષિત સાધુ પોતાને શૂરવીર સમજે છે પણ સંયમપાલનના અવસરે કાયર પુરુષની જેમ ભાગી છૂટે છે. [168-19 જ્યારે હેમંત ઋતુમાં ઠંડી બધા અંગોમાં સ્પર્શે છે ત્યારે મંદ સાધુઓ વિષાદને પ્રાપ્ત થાય છે. જેમાં રાજ્યથી ભ્રષ્ટ થયેલ ક્ષત્રિય વિષાદને અનુભવે છે. ગ્રીષ્મ ઋતુની તીવ્ર ગર્મીથી પીડિત થઇને તથા તરસથી પીડિત થઇ નવદીક્ષિત સાધુ ઉદાસ થઈ જાય છે. તે સમયે કેટલાક મંદ અને અધીર સાધુ એવી રીતે વિષાદને પ્રાપ્ત કરે Page #25 -------------------------------------------------------------------------- ________________ 134 સૂયગડો-૧૩/૧/૧૬૯ છે જેવી રીતે જળના અભાવમાં અથવા અલ્પ જળમાં માછલા વિષાદને પામે છે. [170-171] બીજા વડે અપાતી વસ્તુની જ એષણા કરવાનું દુસહ છે. તે ઉપરાંત કેટલાંક અવિવેકી માણસો સાધુઓને જોઈને કહે છે કે આ દુભાંગી પોતાના પૂર્વકૃત કર્મનું ફળ ભોગવે છે. જેમ કાયર પુરુષ સંગ્રામમાં વિષાદને પ્રાપ્ત કરે છે તેમ ગામ અથવા નગરમાં રહેલ પૂર્વોક્ત શબ્દો સહન કરવામાં અસમર્થ મંદમતિ પ્રવ્રજિત પુરુષ પણ વિષાદને પામે છે. | [172] ભિક્ષાર્થે ભ્રમણ કરતા સાધુને કોઈ દૂર કુતરા વગેરે પ્રાણી કરડે તો તે વખતે મંદમતિ સાધુ અગ્નિથી દાઝેલા ગભરાયેલા પ્રાણીની જેમ દુખી બની જાય છે. [17] કોઈ કોઈ સાધુના દ્વેષી પુરુષ સાધુને જોઈને કહે છે કે ભિક્ષા માગીને જીવન નિર્વાહ કરનારા આ લોકો પોતાના પૂર્વકર્મના ફળ ભોગવે છે. [174-17] કોઇ કોઈ પુરુષ જિનકલ્પી વગેરે સાધુને જોઇને એવા વચનનો પ્રયોગ કરે છે. આ નગ્ન છે, પરપિંડપ્રાર્થી છે, મુંડિત છે, લુખસના રોગથી તેના અંગો સડી ગયા છે, ગંદા છે, અશોભનીય છે. અને અસમાધિ ઉત્પન્ન કરનાર છે. આ પ્રમાણે સાધનો અને સન્માર્ગનો દ્રોહ કરનાર સ્વયે અજ્ઞાની મોહથી વેષ્ટિત થયેલ મૂર્ણ પુરુષ અંધકારથી નીકળી ફરી અંધકારમાં જાય છે એટલે કે કુમાર્ગગામી થાય છે. [176 દેશ-મશક પરિષહથી પીડિત તથા તૃણની શય્યાના સ્પર્શને સહન કરવામાં અસમર્થ સાધુ એમ વિચારે કે-આ દુષ્કર અનુષ્ઠાન પરલોકના માટે કરાય છે. પરલોક તો મેં જોયો નથી. હા, આ કચ્છી મરણ તો પ્રત્યક્ષ દેખાય છે. [17] કેશલોચથી સંતપ્ત અને કામવિકારથી પરાજિત મૂર્ણ પુરુષ દિક્ષા. ધારણ કરીને એવો દુઃખી થાય છે જેમ જાળમાં ફસાયેલી માછલી દુઃખી થાય છે. [178-180] જેનાથી આત્મા દંડનો ભાગી થાય એવા આચારનું સેવન કરનાર, મિથ્યાત્વના કારણે વિપરીત ચિત્તવૃત્તિવાળા તથા રાગદ્વેષથી યુક્ત કોઈ અનાર્ય પુરષ સાધુને પીડા પહોંચાડે છે. કોઇ અનાર્ય દેશના સીમા પર વિચરનાર સુવ્રતધારી સાધુને આ જાસૂસ છે, ચોર છે, એમ કહીને દોરી આદિથી બાંધી દે છે અને કઠોર વચન કહીને ભર્જના કરે છે. અનાર્ય દેશની સીમા પર વિચરનાર સાધુને તે અનાર્ય પૂરૂષ લાકડીથી, મૂઠ્ઠીથી, ફળથી તેમજ તલવાર વગેરેથી મારે છે, ત્યારે તે સાધુ પોતાના જ્ઞાતિજનોને યાદ કરે છે જેમ ક્રોધિત થઈ ઘરેથી નીકળી જનાર સ્ત્રીને રસ્તામાં કોઇ ચોર આદિ લૂટે તો તે સમયે તેણી પોતાના પ્રતિ વગેરેને યાદ કરે છે તેમ કાયર સાધુ પરિષહ આવતાં પોતાના સ્વજનોનું સ્મરણ કરે છે. 181 જેમ બાણોથી વિંધાયેલ હાથી સંગ્રામમાંથી ભાગી જાય છે, તેમ છે શિષ્યો ! પૂર્વોક્ત કઠોર અને દુસ્સહ પરિષહોથી પીડિત થઇ અસમર્થ સાધુ સંયમથી ભ્રષ્ટ થઈ જાય છે. એમ હું કહું છું. અધ્યયન ૩-ઉકેસો નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયનઃ૩-ઉદેસોર [182] સ્નેહાદિ સંબંધ રૂપ આ અનુકૂળ ઉપસર્ગો સૂક્ષમ છે, તેને સાધુ મુશ્કેલીથી પાર કરી શકે છે. પરંતુ કેટલાક પુરુષો તેને સહન કરી શકતા નથી, તેથી Page #26 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૩, ઉદેસ-૨ 135 સંયમપૂર્વક પોતાનો નિર્વાહ કરવામાં સમર્થ થતા નથી. [183-186] સાધુને જોઈને તેના માતા પિતા આદિ સ્વજન તેની પાસે જઈ રડવા લાગે છે અને કહે છે-હે તાત! તું અમારું પાલન કર, અમે તારું પાલન પોષણ કર્યું છે. તું શા માટે અમને છોડી દે છે? પરિવારના લોકો સાધુને કહે છે-હે તાત! તમારા પિતા વૃદ્ધ છે, આ તમારી બહેન નાની છે, આ તમારો પોતાનો સહોદર ભાઈ છે, તો પણ તમે અમને શા માટે છોડી રહ્યા છો ? હે પુત્ર ! માતા પિતાનું પાલન કરો. તો જ તમારો પરલોક સુધરશે. પોતાના માતા-પિતાનું પાલન કરવું એ લૌકિક આચાર છે. હે તાત! ઉત્તરોત્તર જન્મેલા આ તમારા પુત્રો મધુરભાષી અને નાના છે. તમારી પત્ની પણ નવયૌવના છે, તેથી તે ક્યાંય પરપુરુષ પાસે ચાલી ન જાય [187-190] હે તાત! એક વાર ઘરે ચાલો. તમે ઘરનું કાંઈ કામકાજ કરશો નહીં. અમે બધુ કરી લેશે. એક વખત તમે ઘરેથી નીકળી ગયા હવે ફરીવાર ઘરે આવી જાવ, હે તાત! એક વખત ઘરે આવી સ્વજનોને મળી ફરી પાછા આવી જજો. તેથી કાંઈ તું અશ્રમણ થઈ જવાનો નથી. ગૃહ કાયમાં ઇચ્છા રહિત તથા પોતાની રચિ પ્રમાણે કાર્ય કરતાં તમને કોણ રોકી શકે? તારી ઉપર જે દેવું હતું તે પણ અમે સરખે ભાગે વહેંચી લીધું છે અને તારા વ્યવહાર માટે જેટલા ઘનની જરૂરત હશે તે પણ અમે તને આપીશું. આ પ્રમાણે બંધુ-બાંધવ કરુણ બનીને સાધુને શિખામણ આપે છે. તે જ્ઞાતિજનોના સંગથી બંધાયેલો ભારેકર્મી આત્મા પ્રવ્રજ્યાને છોડી પાછો ઘેર ચાલ્યો જાય છે. 191-192] જેમ જંગલમાં ઉત્પન્ન થયેલ વૃક્ષને લતા બાંધી લે છે, તે પ્રમાણે સાધુને તેના સ્વજનવર્ગ ચિત્તમાં અશાંતિ ઉત્પન્ન કરી સ્નેહપાશમાં બાંધી લે છે. જ્યારે તે સાધુ સ્વજન વર્ગના-સ્નેહમાં બંધાઈ જાય છે ત્યારે તેઓ તેને નવા પકડેલા હાથીની જેમ સારી રીતે રાખે છે. તેમજ નવી વીમાયેલી ગાય પોતાના વાછરડાની પાસે જ રહે છે, તેમ પરિવાર વર્ગ તેની પાસે જ રહે છે. [193] માતા પિતા વગેરે સ્વજન નો સ્નેહ મનુષ્યો માટે સાગરની જેમ દુસ્તર છે. આ સ્નેહમાં પડીને અસમર્થ પુરુષ કલેશ પામે છે અર્થાત્ સંસારમાં સદા રખડે છે. [194] સાધુ જ્ઞાતિવર્ગને સંસારનું કારણ માની છોડી દીએ છે. કારણ કે બધા નેહ સંબંધો કર્મના મહા આશ્રદ્વાર છે. સર્વજ્ઞદેવ દ્વારા પ્રરૂપિત સર્વોત્તમ ધર્મને સાંભળીને સાધુ અસંયમી જીવનની ઈચ્છા ન કરે. . [195] કાશ્યપ ગોત્રી ભગવાન મહાવીર સ્વામીએ આ સંગોને આવર્ત કહેલ છે. જ્ઞાની પુરષ તો તેથી દૂર થઈ જાય, પણ અજ્ઞાની તેમાં આસક્ત થઈને દુઃખી થાય છે. [196-200 ચક્રવર્તી આદિ રાજા, રાજમંત્રી, પુરોહિત આદિ બ્રાહ્મણ તથા અન્ય ક્ષત્રિય વગેરે ઉત્તમ આચારથી જીવન જીવનારા સાધુને ભોગ ભોગવવા માટે નિમંત્રિત કરે છે. પૂર્વોક્ત ચક્રવર્તી વગેરે કહે છે હે મહર્ષિ! તમે આ હાથી, ઘોઢ, રથ અને પાલખી વગેરે પર બેસો. તેમજ ચિત્ત-વિનોદ માટે ઉદ્યાન આદિમાં ચાલો. તમે આ પ્રશંસનીય ભોગ ભોગવો. અમે તમારો સત્કાર-કરીએ છીએ. વસ્ત્ર, ગંધ, અલંકાર, સ્ત્રીઓ અને શૈયાને ભોગવો. આ દરેક ચીજથી અમે તમારો સત્કાર કરીએ છીએ. તમે જે મહાવ્રત વગેરે નિયમોનું અનુષ્ઠાન કર્યું છે, તે બધું ગૃહવાસમાં રહેવા છતાં પણ તેજ પ્રમાણે રહેશે. આપ ચિરકાળથી સંયમનું અનુષ્ઠાન કરો છો એટલે હવે ભોગ Page #27 -------------------------------------------------------------------------- ________________ 136 સૂયગડો-૧૩/૨૨૦૦ ભોગવવામાં આપને દોષ કેવી રીતે લાગે ? આ પ્રમાણે જેમ શાલિને ફેલાવીને સુવરને લલચાવે છે તેમ ભોગ ભોગવવાનું નિમંત્રણ આપીને સાધુને ફસાવે છે. [201-203] સાધુની સમાચારાનું પાલન કરવા માટે, આચાર્યદ્વારા પ્રેરિત તે શિથિલ સાધુ જેમ ચઢાણવાળા માર્ગમાં દુર્બળ બળદ પડી જાય છે. તેમ તે પણ સમાચારીથી પડી જાય છે અને સંયમને છોડી દે છે. જેમ ચઢાણવાળા માર્ગમાં ઘરડો બળદ કષ્ટ પામે છે તેમ સંયમનું પાલન કરવામાં અસમર્થ તેમજ તપસ્યાથી પીડિત મદ્ સાધુ સંયમમાર્ગમાં કલેશ પામે છે. આ રીતે ભોગનું આમંત્રણ મળતાં, કામભોગમાં આસક્ત, સ્ત્રીમાં મોહિત અને વિષયભોગમાં દત્તચિત્ત પુરુષો સંયમ પાળવા માટે ગુવદિવડે પ્રેરણા કરવા છતાં ફરી ગૃહસ્થ બની જાય છે, એમ હું કહું છું. | અધ્યયન 3- ઉદ્દેસોર નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ] (અધ્યયનઃ ૩-ઉદેસો 3 ) [204-205] જેમ કોઇ કાયર પુરુષ યુદ્ધને સમયે "કોનો પરાજય થશે તે કોણ જાણે છે?" એવું વિચારીને પ્રાણ બચાવવા માટે પાછળની બાજુએ ખાડો, ગહન સ્થાન કે કોઈ છાનું સ્થાન જોઈ રાખે છે. વળી તે ડરપોક એવું વિચારે છે કે ઘણા મુહૂત્તોમાં એક મુહર્ત એવું પણ આવે કે જેમાં પરાજિત થઈને હું છુપાઈ શકું. [206-208] જેમ સંગ્રામભૂમિમાં ગયેલ કાયર પુરષ પહેલેથી છુપાવવાનું સ્થાન ગોતી રાખે છે તેમ કોઈ કોઈ કાયર શ્રમણ જીવનપર્યત સંયમ પાલનમાં પોતાને અસમર્થ જાણીને ભાવિષ્યકાલીન ભયની કલ્પના કરીને જ્યોતિષ વગેરે શાસ્ત્રને શીખી રાખે છે કે જેથી પોતાની રક્ષા થઈ શકે. વળી તે કાયર સાધુ વિચારે છે કે સ્ત્રી સેવનથી અથવા કાચા પાણીનો ઉપભોગ કરવાથી હું કેવી રીતે સંયમથી ભ્રષ્ટ થઇ જઈશ તે કોણ જાણે છે? મારી પાસે પૂર્વોપાર્જિત દ્રવ્ય પણ નથી. માટે હસ્તવિદ્યા, ધનુર્વેદ અથવા વ્યાકરણ આદિ કોઈ પૂછશે તો તેનો અર્થ બતાવી મારી આજીવિકા ચલાવીશ આ પ્રમાણે ચંચળ ચિત્તવાળા, સંયમપાલનમાં સંશય કરનાર અને સન્માર્ગને નહીં જાણનારા સાધુઓ, આજિવિકાના સાધનનો વિચાર કરતા રહે છે. 0i09-210) જે પુરુષો જગત પ્રસિદ્ધ અને વીરોમાં અગ્રગણ્ય છે તેઓ યુદ્ધના સમયે પોતાની રક્ષા માટે પાછળ નજર કરતા નથી. તેઓ સમજે છે કે મૃત્યુ સિવાય બીજું શું થઇ શકવાનું હતું ? તે પ્રમાણે જે ભિક્ષ ગૃહસ્થીના બંધનોને છોડીને તથા સાવદ્ય ક્રિયાનો ત્યાગ કરી સંયમમાં ઉદ્યત થયા છે, તે મોક્ષ માટે શુદ્ધ સંયમમાં સ્થિર રહે છે. [211] સંયમજીવી સાધુને કોઈ કોઈ અન્ય તીર્થિઓ આક્ષેપ વચનો કહે છે. પરંતુ આક્ષેપ કરનારાઓ સમાધિથી દૂર રહે છે. રિ૧૨-૨૧] ગોશાકમતાનુયાયી જે નિંદા કરે છે તે બતાવે છે. તેઓ કહે છેતમારો વ્યવહાર ગૃહસ્થ સમાન છે. જેમ ગૃહસ્થ માતા-પિતા આદિમાં આસક્ત રહે છે તેમ તમો પણ પરસ્પર આસક્ત છે, બીમાર સાધુ માટે આહાર લાવીને આપો છો. આ પ્રમાણે તમે રાગથી યુક્ત છો અને પરસ્પર એકબીજાને આધીન છો તેથી તમે સન્માર્ગથી તથા સદૂભાવથી રહિત છો. માટે તમે સંસારને પાર કરી શકો તેમ નથી. પૂર્વોક્ત રીતથી નિંદા કરનારને મોક્ષમાર્ગમાં કુશળ સાધુ આ પ્રમાણે ઉત્તર આપે છે. Page #28 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૩, ઉસ-૩ 137. તમે જે ઉપર કહ્યું તે બરાબર નથી. એમ કહેવાથી તો તમે પોતે સદોષ આચારનું સેવન કરો છો અને બીજાની નિન્દા કરે છે. તેમજ સચિત્ત જળ, બીજ, વનસ્પતિ આદિનું સેવન કરવાને કારણે ગૃહસ્થની સમાન છો. છતાં સાધુનો વેષ ધારણ કરવાને કારણે જ સાધુ છો. માટે બે પક્ષોનું સેવન કરો છો અથવા અસત્યક્ષનું સેવન કરો છો. તમે ધાતુના વાસણમાં ભોજન કરો છો તથા રોગી સાધુ માટે ગૃહસ્થો દ્વારા ભોજન મંગાવો છો. ગૃહસ્થ સચિત્ત જળ બીજ આદિનું મર્દન કરીને આહાર લાવે છે અને તમે તે ભોગવો છો તેથી તમને પણ દોષ લાગે છે. તેમજ તમે ઓશિક વગેરે આહારનું સેવન કરો છો. તમે ષટૂકાય જીવોની વિરાધના કરો છો, મિથ્યાત્વનું સેવન કરો છો, સત્સાધુઓની નિંદા કરો છો તેથી કર્મબંધથી લિપ્ત બનો છો તથા સદ્વિવેકથી હીન બની શુભ અધ્યવસાયથી દૂર રહો છો. ઘાને અતિ ખજવાળલો તે સારું નથી. એમ કરવાથી વિકાર વધે છે. [217-219) સત્ય અર્થનું નિરૂપણ કરનાર તથા હેય, ઉપાદેય તત્વોના જ્ઞાતા તેવા મુનિ તેઓ ને શિક્ષા આપે છે કે તમારો માર્ગ યુક્તિસંગત નથી. તમે બીમાર સાધુને આહાર લાવીને આપવામાં દોષ કહો છો, આ વચન વગર વિચાર્યું છે. સાધુએ ગૃહસ્થદ્વારા લાવેલો આહાર કરવો કલ્યાણકારી છે પરંતુ સાધુએ લાવેલો આહાર કરવો કલ્યાણકારી નથી, તમારા આ વચનો વાંસના અગ્રભાગની જેમ દુર્બળ છે. કારણ કે તે યુક્તિશૂન્ય છે– દાનધર્મની પ્રરૂપણા ગૃહસ્થો માટે છે. દાન ગૃહસ્થોની જ શુદ્ધિ કરનાર છે, સાધુઓની નહિ, એમ તમે કહો છો પણ પૂર્વવર્તી તીર્થકરોએ એવો ધર્મ કહ્યો નથી. એટલે સર્વજ્ઞ એમ નથી કહેતા કે સાધુ ગૃહસ્થ દ્વારા લાવેલ આહાર ભોગવે પણ સાધુ દ્વારા લાવેલ નહિ. [220-221ii અમારો ધર્મ ઘણા માણસોએ સ્વીકારેલો છે તથા રાજા મહારાજા વગેરેને પણ માન્ય છે તેથી તે પ્રત્યક્ષ શ્રેષ્ઠ છે. બીજો કોઇ ધર્મ શ્રેષ્ઠ નથી ઈત્યાદિ કહે છે. રાગ-દ્વેષથી જેનો આત્મા દબાયેલો છે અને જે મિથ્યાત્વના પ્રવાહમાં વહી રહેલ છે, એવા અન્યતીર્થિઓ, જેમ પહાડી અનાય યુદ્ધમાં હારીને પહાડીનો આશ્રય લે છે, તેમ શાસ્ત્રાર્થમાં હારી જાય છે ત્યારે અસભ્ય વચનો તથા મારપીટ આદિનો આશ્રય લે છે. [22] અન્યતીથિઓ સાથે વાદ કરતી વખતે મુનિ પોતાની ચિત્તવૃત્તિને પ્રસન્ન રાખે તેમજ પ્રતિજ્ઞા, હેતુ, ઉદહરણ, ઉપનય અને નિગમનથી પોતાના પક્ષનું સમર્થન કરે અને બીજા મનુષ્યો તેઓના વિરોધી ન બને એવું આચરણ કરે. [223 કાશ્યપ ગોત્રી ભગવાન મહાવીર સ્વામીએ કહેલા આ ધર્મને ગ્રહણ કરીને પ્રસન્નચિત્ત મુનિ ગ્લાનિરહિત બની રોગી સાધુની સેવા કરે. [24] સમ્યગુદ્રષ્ટિ, શાંતમુનિ, મોક્ષ દાયી એવા આ ઉત્તમ ધર્મને જાણીને, ઉપસગને સહન કરી જ્યાં સુધી મોક્ષની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી સંયમનું અનુષ્ઠાન કરે, અધ્યયનઃ૩-ઉદેસો ૩નીબુનદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ (અધ્યયઃ૩-ઉદ્દેસો 4) 225 પ્રાચીન સમયમાં ઉગ્ર તપસ્વી મહાપુરુષોએ કાચા પાણીનો ઉપભોગ કરીને સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આ સાંભળી મૂર્ણસાધુ સંયમ પાળવામાં કષ્ટઅનુભવે છે. 22-229 વિદેહ જનપદના રાજા નમિરાજે આહાર ન કરીને સિદ્ધિ પ્રાપ્ત Page #29 -------------------------------------------------------------------------- ________________ 138 સૂયગડો -13429 કરી છે. રામગુપ્ત સદા આહાર કરીને સિદ્ધિ પ્રાપ્ત કરી છે, બાહુકે સચિત્ત જળનું પાન કરીને સિદ્ધિ પ્રાપ્ત કરી છે અને નારાયણ નામના ઋષિએ અચિત્ત જળનું પાન કરીને સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આસિલ, દેવલ, મહર્ષિ દ્વૈપાયન તથા પરાશર ઋષિએ કાચું પાણી, બીજ અને લીલી વનસ્પતિનો ઉપભોગ કરીને સિદ્ધિ પ્રાપ્ત કરી છે. પ્રાચીન કાળમાં આ મહાપુરુષો લોક વિખ્યાત અને પ્રધાન હતા. તેમાંથી કેટલાકને જેનાગમમાં પણ ઋષિ તરીકે સ્વીકારેલ છે. તેઓ સચિત્ત જળ તથા બીજનો ઉપભોગ કરીને મોક્ષે ગયા છે એવું મેં સાંભળ્યું છે. આ રીતે ખોટી ખોટી વાતો સાંભળી કોઈ મંદમતિ સાધુ, ભારથી પીડા પામેલ ગધેડાની જેમ સંયમપાલનમાં ખેદ પામે છે. તેમજ જેમ કોઈ પાંગળો માણસ લાકડીના સહારે ચાલે છે અને રસ્તામાં આગ લાગે તો દોડતા મનુષ્યની પાછળ ભાગે છે પરંતુ ચાલવામાં અસમર્થ આખિર નાશ પામે છે, તેમ સંયમમાં દુઃખ માનનાર મનુષ્ય મોક્ષ સુધી પહોંચી શકતો નથી પણ સંસારમાં જ જન્મ મરણના દુઃખ ભોગવે છે. [૨૩૦ને કેટલાક શાક્યાદિ શ્રમણ તેમજ લોચઆદિ પરિષહ સહન કરવામાં અસમર્થ પુરુષો કહે છે કે- સુખથી જ સુખની પ્રાપ્તિ થાય છે. પણ દુઃખ ભોગવવાથી સુખની પ્રાપ્તિ થતી નથી. આ રીતે કહી જિનેશ્વર દ્વારા પ્રરૂપિત શ્રેષ્ઠ અને કલ્યાણકારી માર્ગનો ત્યાગ કરે છે.. 231] સુખથી સુખ મળે છે આવી ભ્રાંતિમાં પડેલા લોકોને સન્માર્ગ દેખાડવા માટે શાસ્ત્રકાર કહે છે. જિનશાનની અવગણના કરીને તુચ્છ વિષયસુખના લોભથી અનન્ત, અક્ષય, અવ્યાબાધ સુખને ન છોડો. જો તમે અસત્પક્ષને છોડશો નહીં તો સોનું છોડીને લોઢું લેનારા વણિકની જેમ પશ્ચાત્તાપ કરશો. [૨૩ર-ર૩] સુખથી સુખ મળે છે એવું માનનારા લોકો જીવહિંસા કરે છે, ખોટું બોલે છે, અદતવસ્તુ લે છે, તેમજ મૈથુન તથા પરિગ્રહનું પણ સેવન કરે છે. આ રીતે તેઓ સર્વ પાપોમાં પ્રવૃત્ત થઈ સંયમહીન બની જાય છે. જિનશાસનથી વિમુખ, સ્ત્રીપરિષહ જીતવામાં અસમર્થ, અનાર્ય કર્મ કરનાર અજ્ઞાની પાર્શ્વસ્થ આ પ્રમાણે પ્રરૂપણા કરે છે. જેમ ગુમડા કે શેલ્લાને દબાવીને તેમાંથી પરુ કાઢી નાખવાથી થોડી વારમાં જ પીડા દૂર થઈ જાય છે, તેમ સમાગમની પ્રાર્થના કરનારી સ્ત્રી સાથે સમાગમ કરવામાં શું દોષ છે? જેમ ઘેટું કે બકરું પાણીને હલાવ્યા વિના પીએ છે અને પોતાની તૃષા છિપાવે છે, તેમ સમાગમની પ્રાર્થના કરનારી સ્ત્રી સાથે સમાગમ કરવામાં કોઇને પીડા થતી નથી અને પોતાની તૃપ્તિ થઈ જાય છે માટે તેમાં શું દોષ છે? જેમ કપિંજલ નામની પક્ષિણી પાણીને હલાવ્યા વિના પીએ છે તેથી કોઈ જીવને કષ્ટ થતું નથી, તે પ્રમાણે સમાગમની પ્રાર્થના કરનારી સ્ત્રી સાથે ભોગમાં શું દોષ છે? 237 પૂર્વોક્ત પ્રકારે મૈથુન સેવનને નિરવ બતાવનારા પુરુષો પાર્શ્વસ્થ છે, મિથ્યાવૃષ્ટિ છે તથા અનાર્ય છે. જેમ પૂતના ડાકણ બાળકો ઉપર આસક્ત રહે છે, તે પ્રમાણે તેઓ કામભોગમાં અત્યંત આસક્ત રહે છે. [238] જે મનુષ્ય ભવિષ્યની તરફ નહીં જોતા, વર્તમાન સુખની ખોજમાં જ આસક્ત રહે છે તે યૌવન અને આયુ ક્ષીણ થતાં પશ્ચાત્તાપ કરે છે. [239] ધમપાર્જનના સમયે જેમણે ધર્મોપાર્જન કર્યું છે. તેઓ પાછળથી પશ્ચાત્તાપ કરતા નથી. બંધનમુક્ત ધીર પુરુષો અસંયમી જીવનની ઈચ્છા પણ ન કરે. Page #30 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૩, ઉસ-૪ 139 [24] જેમ તીવ્ર વેગથી વહેતી અને વિષમ તટ વાળી વૈતરણી નદીને પાર કરવી બહુ જ કઠિન છે તેમજ વિવેકહીન પુરુષો માટે સ્ત્રીઓ દુસ્તર છે. [241-242] જે પુરુષો સ્ત્રીસંસર્ગ અને કામશૃંગાર છોડી દે છે તે અનુકૂળ અને પ્રતિકૂળ સર્વ ઉપસર્ગોને જીતીને સંવરરૂપ સમાધિમાં સ્થિત થાય છે. જેમ વ્યાપારી નાવ દ્વારા સમુદ્રને પાર કરે છે તેમ પૂવોક્ત અનુકૂળ અને પ્રતિકૂળ પરિષહોને જીતનાર મહાપુરુષ સંસારરૂપ સાગરને પાર કરશે. બાકી સંસારરૂપ પ્રવાહમાં પડેલા પ્રાણીઓ પોતાના કમોથી દુઃખી થાય છે. [243 સુવતવાન ભિક્ષુ પૂવક્ત કથનને જાણીને સમિતિપૂર્વક વિચરે. તે મૃષાવાદનો ત્યાગ કરે અને અદત્તાદાનનો પણ ત્યાગ કરે [24] ઉર્ધ્વદિશા, અધોદિશા અને તિછ દિશામાં સર્વત્ર જે કોઈ પણ ત્રસ અને સ્થાવર જીવો છે, તેઓની હિંસાનો ત્યાગ કરવો જોઈએ. એમ કરવાથી શાંતિ તથા નિવણ પદની પ્રાપ્તિ થાય છે. [25] કાશ્યપ ગોત્રી ભગવાન મહાવીર સ્વામીએ કહેલા આ ધર્મ અંગીકાર કરીને મુનિ પ્રસન્ન ચિત્તથી તેમજ ગ્લાનિરહિત તથા સમાધિયુક્ત થઈ ગ્લાન (રોગી) સાધુની સેવા કરે. [24] સમ્યગ્દષ્ટિ, શાંત મુનિ મોક્ષ આપવામાં કુશળ એવા આ ઉત્તમ ધર્મને જાણીને, ઉપસર્ગોને સહન કરે અને જ્યાં સુધી મોક્ષની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી સંયમનું અનુષ્ઠાન કરતા રહે. એમ હું કહું છું. અધ્યનના 3- ઉદેસો: ૩ની યુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ | અધ્યનનઃ૩-ગુર્જરછાયાપૂર્ણ (અધ્યયન-સ્ત્રીપરિવા -ઉદ્યો -1 - રિ૪૭-૨૪૮] જે પુરુષ એવું વિચારે છે કે હું માતા પિતા આદિના પૂર્વ સંબંધને છોડીને તથા મૈથુનવર્જિત રહીને, જ્ઞાન, દર્શન અને ચારિત્રનું પાલન કરતો એકલો એકાંતમાં વિચરીશ. અવિવેકી સ્ત્રીઓ છળથી તે સાધુની પાસે આવી કપટથી. કે ગૂઢાર્થક શબ્દોથી ભ્રષ્ટ કરવાનો પ્રયત્ન કરે છે. તેણી એવા ઉપાયો પણ જાણે છે કે જેથી કોઈ સાધુ તેનો સંગ કરી લે છે. 2i49-251 તે સ્ત્રીઓ સાધુની ઘણી નિકટ બેસે છે તથા કામને ઉત્પન્ન કરનારને સુંદર વસ્ત્રો ઢીલા હોવાનો ઢોંગ કરી વારંવાર પહેરે છે. શરીરના જંઘા આદિ અધો ભાગને દેખાડે છે અને હાથ ઉંચો કરી કાંખ બતાવે છે. ક્યારેક સ્ત્રીઓ એકાન્તમાં પલંગ તથા ઉત્તમ આસન પર બેસવા સાધુને નિમંત્રણ આપે છે, પરંતુ ભિક્ષુ તેને વિવિધ પ્રકારના પાશબંધન જાણી સ્વીકાર ન કરે. સાધુ તે સ્ત્રીઓ ઉપર દૃષ્ટિ ન કરે અને દુષ્કૃત્ય કરવાનો સ્વીકાર ન કરે. તેમની સાથે વિહાર ન કરે. આ પ્રમાણે સાધુનો આત્મા સુરક્ષિત રહે છે. રિપર-૨૫૩] સ્ત્રીઓ સાધુને સંકેત કરીને અને વાર્તાલાપ વડે વિશ્વાસ ઉત્પન્ન Page #31 -------------------------------------------------------------------------- ________________ સૂયગડો-૧/૪/૨૫૪ કરીને ભોગ ભોગવા નિમંત્રણ કરે છે, પરંતુ સાધુ તે શબ્દોને વિવિધ પ્રકારના પાશબંધન સમજી સ્વીકાર ન કરે. સ્ત્રીઓ સાધુના ચિત્તને હરવા માટે અનેક ઉપાય કરે છે. તે કરુણ વાક્યો બોલીને વિનીત ભાવ દેખાડી સાધુ પાસે આવે છે તથા મધુર ભાષણ કરીને કામ સંબંધી આલાપ દ્વારા સાધુને પોતાને સાથે ભોગ કરવાની વશમાં થયેલો જાણી. નોકરની પેઠે તેના પર હુકમ ચલાવે છે. [254] જેમ શિકારી એકાકી નિર્ભય વિચરનાર સિંહને માંસનું પ્રલોભન આપી પાશમાં બાંધી લે છે, તે પ્રમાણે સ્ત્રીઓ સંવૃત સાધુને પોતાની મોહજાળમાં ફસાવી દે છે. [25] જેમ રથકાર પૈડાની નેમીને અનુક્રમે નમાવે છે, તે પ્રમાણે સ્ત્રીઓ સાધુને પોતાના વશમાં કરીને પોતાના ઈષ્ટ અર્થમાં ઝૂકાવી દે છે. જેમ પાશમાં બંધાયેલ મૃગ ઉછળવા કુદવા છતાં પણ છૂટી શકતો નથી. તેમ સાધુ પણ સ્ત્રીના પાશમાં બંધાયા પછી છૂટી શકતો નથી. [25] પછી તે સાધુ વિષમિશ્રિત ખીર ખાનાર મનુષ્યની જેમ પસ્તાય છે. માટે આ પ્રમાણે વિવેકને ગ્રહણ કરીને મુક્તિગમન યોગ્ય સાધુ સ્ત્રી-સહવાસથી દૂર રહે. [25] સ્ત્રી-સંસર્ગ વિશ્વલિત કાંટા જેવો જાણીને સાધુ તેનો ત્યાગ કરે, સ્ત્રીને વિશ, ગૃહસ્થના ઘરમાં એકલા ઉપદેશ આપનાર સાધુ, ત્યાગને ટકાવી શકતો નથી. [258) જે પુરુષ સ્ત્રી સંસર્ગરૂપ નિદનીય કર્મમાં આસક્ત છે, તે કુશીલ છે. તેથી સાધુ ભલે ઉત્તમ તપસ્વી હોય તો પણ સ્ત્રીઓ સાથે વિચરે નહીં. ૨પ૯-૨૬૧ ભલે પોતાની પુત્રી હો કે પુત્રવધૂ હો, ધાઈ હો કે દાસી હો, મોટી ઉમ્મરની હો કે કુમારિકા હો, પરંતુ સાધુ તેની સાથે પરિચય ન કરે. સ્ત્રી સાથે એકાંત કરવાથી અપવાદ ઉત્પન્ન થાય છે. કોઈ સ્ત્રીની સાથે સાધુને એકાંતમાં બેઠેલા જોઇને તે સ્ત્રીના જ્ઞાતિજનો અને સુજનોના ચિત્તમાં કદી દુઃખ ઉત્પન્ન થાય કે આ સાધુ પણ બીજા માણસોની જેમ કામમાં આસક્ત રહે છે. પછી તેઓ ક્રોધિત બનીને કહે છે કે તમે તે સ્ત્રીનું ભરણ-પોષણ શા માટે કરતા નથી? કારણ તમે તેના પુરુષ-પતિ છો. ઉદાસીન સાધુને એકાંતમાં કોઈ સ્ત્રી સાથે વાતલાય કરતાં જોઈને કોઈ કોઈ ક્રોધિત બની જાય છે અને તેઓ સ્ત્રીમાં દોષ હોવાની શંકા કરવા લાગે છે કે તે સ્ત્રી પ્રેમવશ સાધુને વિવિધ પ્રકારના ભોજન બનાવીને આપે છે. [22] સમાધિયોગ એટલે ઘર્મધ્યાનથી ભ્રષ્ટ પુરુષ જ સ્ત્રીઓ સાથે પરિચય કરે છે. તેથી સાધુ પોતાના આત્મહિત માટે સ્ત્રીઓની સમીપ જાય નહીં. 23] કેટલાક માણસો પ્રવ્રજ્યા લઇને પણ મિશ્રમાર્ગનું અર્થાતુ કાંઈક ગૃહસ્થના અને કાંઇક સાધુના આચારનું સેવન કરે છે અને તેનેજ મોક્ષનો માર્ગ બતાવે છે, કારણ કે કશીલોની વાણીમાંજ બળ હોય છે, કાર્યમાં નહીં. 264 કુશીલ પુરુષ સભામાં પોતાને શુદ્ધ બતાવે છે, પરંતુ છૂપી રીતે પાપ કરે છે. અંગચેષ્ટાદિના જ્ઞાતા પુરુષ જાણી લીએ છે કે આ માયાવી અને મહાશઠ છે. રિ૬પ દ્રવ્યલિંગી અજ્ઞાની સાધુ પૂછવા છતાં પણ પોતાના દુકૃતને કહેતો નથી, પરંતુ પોતાની પ્રશંસા કરવા લાગે છે. આચાયદિ જ્યારે તેને વારંવાર કહે છે કે તમે મૈથુનની અભિલાષા ન કરો ત્યારે તે ગ્લાનિ કરે છે. [2] જે પુરુષો સ્ત્રીઓનું પોષણ કરી ચૂકેલ છે તેથી સ્ત્રીઓ દ્વારા થતાં ખેદના Page #32 -------------------------------------------------------------------------- ________________ તસ્કંધ-૧, અધ્યયન-૪, ઉસ-૧ જ્ઞાતા છે, તથા જે પુરુષ બુદ્ધિથી યુક્ત છે, એવા પણ સ્ત્રીઓને વશીભૂત થઈ જાય છે. | J27-268 પરસ્ત્રી સેવન કરનાર પુરુષના હાથ પગ કાપી નાખવામાં આવે છે અથવા તેની ચામડી કે માંસ કાપી લેવામાં આવે છે અને અગ્નિમાં બાળવામાં આવે છે તેમજ તેના અંગ કાપી તેના ઉપર ક્ષાર સિચવવામાં આવે છે. પાપી પુરુષો આ લોકમાં કાન, નાક અને કંઠનું છેદન સહન કરે છે, પરંતુ એવો નિશ્ચય કરતા નથી કે હવે અમે ફરીથી પાપ નહિ કરીએ. રિ૯] સ્ત્રીનો સંગ ખરાબ છે તે અમે સાંભળ્યું છે, એમ કોઈ કહે પણ છે. એમ પણ કહે છે કે સ્ત્રીઓ હવે હું આવું કરીશ નહીં' એવું બોલીને પણ અપકાર કરે છે. રિ૭૦] સ્ત્રીઓ મનમાં બીજું વિચારે છે, વાણીથી બીજું કહે છે અને કાર્યમાં વળી બીજું જ કરે છે. માટે સાધુ ઘણી માયા કરનારી સ્ત્રીઓને જાણીને તેમનો વિશ્વાસ ન કરે. [71] કોઈ યુવતી વિચિત્ર વસ્ત્રાલંકાર પહેરીને સાધુ પાસે આવીને કહે છે કે હે ભયથી બચાવનારા સાધુ! હું વિરક્ત બનીને સંયમ પાળીશ માટે મને ધર્મ કહો. રિ૭ર-૨૭૩ હું શ્રાવિકા હોવાથી સાધુની સાધર્મિણી છું એવું કહીને સ્ત્રીઓ સાધુ પાસે આવે છે. પરંતુ જેમ અગ્નિ પાસે લાખનો ઘડો પિગળવા લાગે છે, તે પ્રમાણે સ્ત્રી-સંસર્ગથી વિદ્વાન પુરુષ પણ શીતળવિહારી બની જાય છે. જેમ અગ્નિથી. સ્પર્ધાયેલો લાખનો ઘડો શીધ્ર તપ્ત બનીને શીધ્ર નષ્ટ થઈ જાય છે, તે પ્રમાણે અણગાર સ્ત્રીના સંસર્ગથી શીધ્ર સંયમભ્રષ્ટ થઈ જાય છે. [74] કોઇ ભ્રષ્ટાચારી સાધુ પાપ કર્મ કરે છે પણ આચાર્ય વગેરેના પૂછવા પર કહે છે હું પાપકર્મ કરતો નથી. આ સ્ત્રી તો બાળપણથી મારા અંકે શયન કરનારી છે. [275] તે મૂર્ખની બીજી મૂર્ખતા એ છે કે તે પાપકર્મ કરીને પાછો ઈનકાર કરે છે, એમબમણું પાપ કરે છે, તે સંસારમાં પોતાની પૂજા ઇચ્છતો અસંયમની ઈચ્છા કરે છે. રિ૭૬ો દેખાવમાં સુંદર આત્મજ્ઞાની સાધુને સ્ત્રીઓ આમંત્રણ આપીને કહે છે કે હે ભવસાગરથી રક્ષા કરનારા આપ આ વસ્ત્ર, પાત્ર, અન્ન અને પાન ગ્રહણ કરો. [277] પૂવોક્ત પ્રકારના પ્રલોભનને સાધુ ભુંડને લલચાવનાર ચાવલ વગેરે અનની સમાન જાણે. વિષયપાશમાં બંધાયેલો અજ્ઞાની મોહ પામે છે. એમ હું કહું છું. | અધ્યનનઃ૪-ઉદેસોઃ 2 નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયનઃ૪-ઉદ્દેશો 2) [278] સાધુ રાગદ્વેષ રહિત બનીને ભોગમાં કદી ચિત્ત ન લગાવે, જો કદી ભોગમાં ચિત્ત લાગી જાય તો તેને જ્ઞાનવડે પાછું હઠાવે. સાધુ માટે ભોગ ભોગવવો તે આશ્ચર્યની વાત છે, છતાં કેટલાક સાધુ ભોગ ભોગવે છે, તે વાત તમે સાંભળો. રિ૭૯-૨૮પ ચારિત્રથી ભ્રષ્ટ, સ્ત્રીમાં આસક્ત, વિષયભોગમાં દત્તચિત્ત સાધુને પોતાના વશમાં જાણીને, સ્ત્રી તેના મસ્તક ઉપર પગથી પ્રહાર કરે છે. સ્ત્રી કહે છે ભિક્ષો ! જો મારા જેવી કેશવાળી સ્ત્રી સાથે વિહાર કરવામાં તમને શરમ આવતી હોય તો આ જગ્યાએ જ મારા વાળ ઉખેડીને (લોચ કરીને ફેંકી દઉં છું. પરંતુ તમે મારા વિના કોઈ જગ્યાએ જાશો નહીં. અને જ્યારે તે સ્ત્રી જાણી લીએ છે કે સાધુ મારા વશમાં આવી ગયા છે ત્યારે તે સ્ત્રી તેને નોકરની જેમ કાર્ય કરવા માટે પ્રેરિત કે છે. તે કહે છે કે Page #33 -------------------------------------------------------------------------- ________________ 142 સૂયગડો-૧૪/૨/૨૮૫ તુંબડી કાપવા માટે છરી લઈ આવો અને મારા માટે ઉત્તમ ફળ લઈ આવો. હે સાધુ! શાક પકાવવા માટે ઈધન લાવો. રાત્રિમાં પ્રકાશ માટે તેલ લાવો. મારા પગ રંગી દો. મારી પીઠ ચોળી છે. મારા માટે નવા વસ્ત્રો લાવો અથવા આ વસ્ત્રો સાફ કરી દો. મારે માટે અન્ન અને પાણી લાવો તથા ગંધ અને રજોહરણ લાવીને આપો. હું લોચની પીડા સહન કરી શકતી નથી, માટે વાણંદ પાસે વાળ કપાવવાની મને આજ્ઞા આપો. મારે માટે અંજનપાત્ર, અલંકાર અને વીણા લાવીને આપો. લોધના ફળ અને ફૂલ તથા એક વાંસળી તેમજ યૌવનરક્ષક કે પૌષ્ટિક ગોળી પણ લાવો. ઉશીરના (એક વનસ્પતિ) પાણીમાં પીસેલ કમળકુટ તગર અને અગર લાવીને આપો. મોઢા ઉપર લગાડવાનું તેલ તેમજ વસ્ત્રો વગેરે રાખવા માટે વાંસની બનેલી પેટી લાવો. [૨૮૬-રહ્યો હોઠ રંગવાનું ચૂર્ણ લાવો. છત્રી, પગરખાં અને શાક સમારવા. માટે છરી લાવો તેમજ ગળી વગેરેથી વસ્ત્ર રંગાવીને આપો. શાક બનાવવા માટે તપેલી લાવો, આમળા લાવો. પાણી રાખવા માટે પાત્ર લાવો, ચાંદલો કરવા માટે તથા અંજન માટે સળી લાવો. તેમજ હવા કરવા માટે વીંજણો લાવી આપો. હે સાધો ! નાકના વાળ ચૂંટવા માટે ચીપિયો લાવો. વાળ સમારવા માટે કાંસકી, અંબોડા પર બાંધવા માટે ઊનની ગૂંથેલી જાળી, મુખ જોવા માટે દર્પણ, તેમજ દાંત સાફ કરવા માટે તજમંન લાવો. સોપારી, પાન, સોય, દોરા લાવો, રાત્રિએ બહાર જવામાં મને ડર લાગે છે માટે પેશાબ કરવાની કુંડી લાવો. સૂપડું, ખાંડણી તથા ખાર ગાળવા માટે વાસણ લાવો. ચંદાલકદેવપૂજાનું પાત્ર, કરક-જળ અથવા મદિરાનું પાત્ર મને લાવી આપો, મારા માટે પાયખાનું બનાવી દો. પુત્રને રમવા માટે એક ધનુષ લાવી દો. અને શ્રમણપુત્ર એટલે તમારા પુત્રને ગાડીમાં ફેરવવા માટે એક બળદ લાવો. માટીની ઘટિકા તથા હિંડિમ લાવો. કુમારને રમવા માટે કપડાનો દડો લઈ આવો. ચોમાસું આવી ગયું છે માટે મકાન અને અન્નનો પ્રબંધ કરો. નવી સૂતળીથી બનેલી માંચી બેસવા માટે લાવો. હરવા ફરવા માટે પાદુકા લાવો. મને ગર્ભ-દોહદ ઉત્પન્ન થયો છે, માટે અમુક વસ્તુ લાવો આ પ્રમાણે સ્ત્રીઓ દાસની જેમ પુરુષો પર હુકમ કરે છે. પુત્ર જન્મ થવો તે ગૃહસ્થાશ્રમનું ફળ છે. તે ફળ ઉત્પન્ન થતાં સ્ત્રી કોપાયમાન થઈ પતિને કહે છે કે આ પુત્રને કાંતો ખોળામાં લો અથવા ત્યાગી છે. અને કોઈ કોઈ પુત્રપોષણમાં આસક્ત પુરુષ ઊંટની જેમ ભાર વહન કરે છે. સ્ત્રીના વશીભૂત પુરુષ રાત્રે ઊઠીને પણ ધાવમાતાની જેમ પુત્રને ખોળામાં સુવાડે છે. તે અત્યંત લજ્જાશીલ બનવા છતાં પણ ધોબીની પેઠે કપડાં ધુવે છે. સ્ત્રીવશ થઈને ઘણા પુરુષોએ આવું કાર્ય કર્યું છે. જે પુરુષ ભોગના નિમિત્તે સાવધ કાર્યમાં આસક્ત છે, તે દાસ મૃગ કે ખરીદેલા ગુલામ જેવા છે, અથવા તેનાથી પણ અધમ છે. [29297] આ પ્રમાણે સ્ત્રીના વિષયમાં કહ્યું છે. માટે સાધુ સ્ત્રી સાથે પરિચય કે સહવાસ ન કરે. સ્ત્રી સંસર્ગથી ઉત્પન્ન થતાં કામભોગો પાપને ઉત્પન્ન કરનાર છે એમ તીર્થંકર દેવોએ કહ્યું છે. સ્ત્રીસંસર્ગથી પૂર્વોક્ત અનેક પ્રકારના ભય પ્રાપ્ત થાય છે. માટે સ્ત્રીસહવાસ કલ્યાણકારી નથી. તેથી સ્ત્રી તથા પશુનો પોતાના હાથથી સ્પર્શ ન કરે. [298] વિશુદ્ધ વેશ્યાવાન, સંયમની મર્યાદામાં સ્થિત સાધુ મન વચન અને કાયાથી પરક્રિયાનો ત્યાગ કરે. શીત, ઉષ્ણ વગેરે બધા સ્પર્શી સહન કરે છે તે જ સાધુ. Page #34 -------------------------------------------------------------------------- ________________ 143 શ્રુતસ્કંધ-૧, અધ્યયન-જ, ઉદેસર [299] જેમણે સ્ત્રીસંપર્ક જનિત કર્મોને દૂર કર્યા છે તથા જે રાગ દ્વેષથી રહિત છે તેવા વીર પ્રભુએ પૂર્વોક્ત વાત કહી છે. માટે નિર્મળ ચિત્તવાળા તેમજ સ્ત્રી સંપર્ક-વર્જિત સાધુ મોક્ષ પર્યન્ત સંયમના અનુષ્ઠાનમાં પ્રવૃત્ત રહે. એમ હું કહું છું. અધ્યયનઃ૪-ઉદેસી ૨નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ અધ્યનનઃ૪-ગુર્જરછાયાપૂર્ણ (અધ્યયનઃ૫-નરકવિભક્તિ) - ઉદેસી-૧[૩૦૦-૩૦૧] મેં પહેલાં કેવળજ્ઞાની મહર્ષિ ભગવાનું મહાવીર સ્વામીને પૂછ્યું હતું કે નરકમાં કેવી પીડા ભોગવવી પડે છે? હે ભગવાન! આપ જ્ઞાન દ્વારા જાણો છો. માટે અજ્ઞાન એવા મને બતાવો, અને એ પણ કહો કે અજ્ઞાની જીવ કેવી રીતે નરકમાં ઉત્પન્ન થાય છે ? આ પ્રમાણે મેં પૂછ્યું ત્યારે અતિશય માહાભ્ય સંપન, સદા ઉપયોગવાન, આશુપ્રજ્ઞ કાશ્યપ ગોત્રી ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું કે નરકસ્થાન ઘણું જ દુઃખદાયી છે, તથા છવાસ્થને માટે તેનો અર્થ દુર્ગમ છે, ત્યાં પાપી અને દીન જીવો નિવાસ કરે છે, તે દુઃખસ્થાનનું સ્વરૂપ હું બતાવીશ. 3i02-304] આ સંસારમાં પ્રાણીઓને ભય ઉત્પન્ન કરનાર, રુદ્ર, અસંયમ જીવનની ઈચ્છા કરનાર અજ્ઞાની જીવો જીવહિંસા વગેરેના પાપો કરે છે તેઓ તીવ્ર તાપ તથા ઘોર અંધકારવાળા નરકમાં જાય છે. જે જીવ પોતાના સુખને માટે ત્રસ અને સ્થાવર જીવોની ક્રૂરતાપૂવક હિંસા કરે છે, પ્રાણીઓને ઉપમર્દન કરે છે, અદત ગ્રહણ કરે છે અને સેવન કરવા યોગ્ય સંયમનું થોડું પણ સેવન કરતા નથી તે જીવો નરકમાં ઉત્પન્ન થાય છે. જે જીવ પ્રાણીઓની હિંસા કરે છે અને ધૃષ્ટતા પૂર્વક વચન બોલે છે જેમકે - વેદમાં કહેલ હિંસા તે હિંસા ન કહેવાય, શિકાર ખેલવો એતો રાજાનો ધર્મ છે, તથા જે તીવ્ર ક્રોધી હોય, તે અજ્ઞાની મરીને નીચે અંધકારમય નરકમાં ઊંધે માથે મહાકષ્ટ ભોગવે છે. [305 નારકી જીવ મારો, કાપો, ભેદન કરો, બાળો, આવા પરમાધાર્મિકોના શબ્દો સાંભળીને ભયથી સંજ્ઞાહીન બની જાય છે અને તેઓ વિચારે છે કે અમે કઈ દિશામાં ભાગી જઈએ કે જેથી અમારી રક્ષા થાય? [30] જાજ્વલ્યમાન અગ્નિની રાશિ સમાન તથા અગ્નિમય ભૂમિ સમાન અત્યંત ગરમ નરકભૂમિમાં ચાલતાં નારક જીવો જ્યારે દાઝે છે ત્યારે જોર જોરથી કરુણ રુદન કરે છે. તેઓ ચિરકાળ સુધી ત્યાં નિવાસ કરે છે. 3i07-38] અસ્ત્રા જેવી તેજ તેજ ધારવાળી વૈતરણી નદી વિષે તમે કદાચિત સાંભળ્યું હશે. તે નદી ઘણી દુર્ગમ છે. તેમાં ખારું, ગરમ અને રૂધીર સમાન પાણી વહે છે. જેમ આર થી પ્રેરિત અને ભાલાથી ભેદતો મનુષ્ય લાચાર બનીને ભયંકર નદીમાં કૂદી પડે છે, તે પ્રમાણે પરમાધાર્મિકો વડે સતાવવામાં આવતા નારકજીવો ગભરાઈને તે દુર્ગમ વૈતરણી નદીમાં કૂદી પડે છે. વૈતરણી નદીના ખારા, ઉષણ અને દુર્ગધમય પાણીથી સંતપ્ત થઈ નારક જીવ જ્યારે નાવપર ચઢવાનો પ્રયત્ન કરે છે ત્યારે પરમાધાર્મિક તેમનું ગળું ખીલીથી વીંધી નાખે છે, તેથી તેઓ સ્મૃતિહીન બની જાય છે. તેમજ બીજા Page #35 -------------------------------------------------------------------------- ________________ 144 સૂયગડો-૧/પ/૧૩૯ પરમાધાર્મિકો તેમને લાંબી લાંબી ફૂલ અને ત્રિશૂલ વડે વીંધીને નીચે ફેંકી દે છે. [39] નરકપાળો કોઈ કોઈ નારકી જીવોને ગળામાં શિલા બાંધીને તે ધગધગતા અગાધ જળમાં ડુબાડે છે અને વળી બીજા નરકપાળો અત્યંત તપેલી રેતીમાં તેમ જ મુમુર અગ્નિમાં આમ તેમ ફેરવીને પકાવે છે. 3i10312] અસુર્ય (જ્યાં સૂર્યનો પ્રકાશ નથી એટલે નરક) ઘોર સંતાપવાળો છે. ઘોર અંધકારથી પરિપૂર્ણ છે. તેને પાર કરવું બહુ જ કઠિન છે. ત્યાં ઊંચી, નીચી અને તિરછી અર્થાતુ બધી દિશાઓમાં પ્રચંડ આગ જલતી રહે છે. પોતાનાં પાપકર્મોને નહીં જાણનાર તથા બુદ્ધિહીન નારક જીવ ઊંટના આકારવાળી ગુફામાં રહેલી અગ્નિમાં પડે છે અને બળે છે. તે નરકભૂમિ કરુણાજનક તેમજ દુઃખનું સ્થાન છે અરે અત્યંત દુખપ્રદ છે. પાપી જીવો તેમાં ઉત્પન્ન થાય છે. જેમ જીવતી માછલીને આગ પાસે રાખવામાં આવે અથવા આગમાં નાખી દેવામાં આવે તો તે સંતપ્ત થઈ જાય છે પણ બીજી જગ્યાએ જઈ શકતી નથી, તે પ્રમાણે પરમાધામીદેવ ચારે દિશામાં ચાર પ્રકારની અગ્નિ જલાવીને તે અજ્ઞાની નારકીઓને બાળે છે. તોપણ નારક જીવોને ત્યાંજ રહેવું પડે છે. [313-314] સંતક્ષણ નામનું એક મહાસંતાપ ઉત્પન્ન કરનાર નરક છે. જ્યાં જૂરકર્મ કરનાર પરમાધામીદેવો પોતાના હાથમાં કુહાડી લઈને ફરે છે અને નારક જીવોના હાથ પગ બાંધીને લાકડાની જેમ તેઓને છોલી નાખે છે. વળી પરમાધામી દેવો તે નારક જીવોનું લોહી બહાર કાઢે છે અને તે લોહીને લોઢાની ગરમ કઢાઈમાં નાખી જે પ્રમાણે જીવતી માછલીઓને તળવામાં આવે છે, તે પ્રમાણે નારક જીવોને ઊંચા નીચા કરી તળવામાં આવે છે. તે વખતે તે નારક જીવો દુઃખથી તરફડે છે. તળ્યા પહેલાં તેના શરીરને મસળવામાં આવે છે તેથી તેઓના શરીરો સૂજેલા હોય છે અને તેમના મસ્તકના તો ચૂરેચૂરા કરી નાખે છે. ' [315-317] નારક જીવો નરકની આગમાં બળીને પણ ભસ્મ થઈ જતાં નથી. નરકની તીવ્ર વેદનાથી મરતા પણ નથી. પરંતુ આ લોકમાં પોતાના કરેલાં દુષ્કૃત્યોને કારણે દુઃખી થઈ નરકની વેદના ભોગવ્યા કરે છે. અત્યંત શીતથી પીડાતા નારક જીવો પોતાની ટાઢ મટાડવા માટે બળતી અગ્નિ પાસે જાય છે, પરંતુ તે બિચારા ત્યાં સુખ મેળવી શકતા નથી પણ ભયંકર અગ્નિથી બળવા લાગે છે. વધારામાં પરમાધામી દેવો વધુ બાળે છે. જેમ કોઈ નગરના વિનાશ સમયે જનતાનો કોલાહલ સંભળાય છે, તે પ્રમાણે નરકમાં કરણ અને ચીત્કારથી ભરેલા શબ્દ સંભળાય છે. મિથ્યાત્વાદિ કર્મોનો જેને ઉદય છે એવા પરમધામિ દેવો, જેઓનું પાપકર્મ ફળ આપવાની અવસ્થામાં છે એવા નારક જીવોને ઘણા ઉત્સાહપૂર્વક વારંવાર દુઃખ દે છે. [318-222] પાપી નરકપાળો નારક જીવોના અંગોને કાપીને જુદા જુદા કરી દે છે. તેનું કારણ હું તમને બરાબર બતાવું છું-પૂર્વભવમાં નારક જીવોએ અન્ય પ્રાણીઓને જેવો દડ આપ્યો છે તેવો જ દંડ પરમાધામીઓ નારક જીવને આપે છે અને પૂર્વકત દંડોનું સ્મરણ કરાવે છે. નરકપાળો વડે તાડિત થવાથી તે નારક જીવો એક સ્થાનથી બીજા સ્થાનમાં પડે છે કે જે સ્થાન વિષ્ટા અને મૂત્રથી પરિપૂર્ણ હોય છે. ત્યાં વિષ્ણુ અને મૂત્રનું ભક્ષણ કરતાં ચિરકાળ રહે છે. કર્મને વશીભૂત થઈને તે કીડાઓ દ્વારા કપાય છે. નારક જીવોને, રહેવાનું સ્થાન સદા ઉષ્ણ રહે છે. સ્વભાવ અત્યંત દુખપ્રદ છે. ત્યાં નરકપાળો Page #36 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૨, ઉદેસ-૨ 145 નારક જીવોના શરીરને તોડીને, મરડીને બેડીના બંધનમાં નાખે છે તથા તેમના માથામાં છિદ્ર કરીને પીડિત કરે છે. ત્યાં નરકપાળ નારક જીવોના નાક, હોઠ અને બન્ને કાન તીર્ણ અસ્ત્રોથી કાપી નાખે છે. તથા એક વેંચ બહાર તેમની જીભ ખેંચી તેમાં તીક્ષ્ણ શૂળ ભોંકી પીડા આપે છે. તે અજ્ઞાની નારક જીવોનાં અંગોપાંગમાંથી હંમેશાં લોહી, પરૂ વગેરે ઝરતા રહે છે. તેઓ સૂકાયેલા તાળ પત્રની જેમ શબ્દ કરતા રાત દિવસ રડતા રહે છે. અગ્નિમાં બાળેલા તેના શરીર ઉપર ક્ષાર છાંટતાં તે નારક જીવોના શરીરમાંથી લોહી, પરૂ અને માંસ ઝર્યા કરે છે. 323-324] લોહી અને પરૂને પકાવનારી, નવા સળગાવેલા અગ્નિના તાપ જેવા ગુણવાળી પુરુષના પ્રમાણથી પણ અધિક પ્રમાણવાળી, લોહી અને પરૂથી ભરેલી કુંભી નામની નરકભૂમિ વિષે તમે સાંભળ્યું હશે. પરમાધામી તે કુંભમાં આર્ત સ્વરે કરૂણ કંદન કરતા અજ્ઞાની નારકજીવોને નાખીને પકાવે છે. તે જીવોને તરસ લાગતાં સીસું અને તાંબુ ગાળીને પાય છે. ત્યારે તે આર્ત સ્વરથી રૂદન કરે છે. [325-32] આ મનુષ્ય ભવમાં થોડા સુખના લોભથી જે પોતાના આત્માને ઠગે છે, તે સેંકડો અને હજારો વાર નીચ ભવ પામી નરકમાં નિવાસ કરે છે. જેણે પૂર્વજન્મમાં જેવું કર્મ કર્યું છે તે પ્રમાણેજ તે પીડા પામે છે. અનાર્ય પુરૂષ પાપ ઉપાર્જન કરીને અનિષ્ટ અપ્રિય, દુર્ગધમય, અશુભસ્પર્શવાળી, માંસ અને લોહીથી પૂર્ણ એવી નરકભૂમિમાં કર્મને વશીભૂત થઈને નિવાસ કરે છે. અધ્યયન-ઉદ્યોઃ૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ ] (અધ્યયન ૫-ઉદેસોઃ 2 ) [૩ર૭] હવે હું જેનો સ્વભાવ નિરંતર દુઃખ દેવાનો છે જ્યાં એકક્ષણની પણ શાંતિ મળતી નથી અને સંપૂર્ણ આયુષ્ય ભોગવ્યા વિના જ્યાંથી છૂટકારો થતો નથી તેવા સ્થાનના વિષયમાં યથાર્થ વાતો કહીશ. પાપકર્મ કરનાર અજ્ઞાની જીવો પૂર્વે કરેલાં કર્મોના ફળ કેવી રીતે ભોગવે છે તે બતાવીશ. 3i28-330] પરમાધામીદેવો તે નારજીવોના હાથ પગ બાંધીને શુર (અંતુરા) અને તલવાર વગેરેથી તેમનું પેટ ચીરી નાખે છે, તેમજ તે નારક જીવોના દેહને લાકડી. વગેરેનો પ્રહાર કરી આહત કરી, તેમને પકડી તેઓના પીઠની ચામડી ઉતારી નાખે છે. નરકપાળ નારકજીવોની ભુજાઓ જડથી કાપી નાખે છે, તેમનું મોઢું ફાડી તેમાં તપેલા લોઢાનો ગોળા ભરાવીને બાળે છે. એકાંતમાં લઈ જઈ તેમના પૂર્વકત પાપને યાદ કરાવે છે તેમજ ક્રોધિત બનીને પીઠ ઉપર ચાબુક મારે છે. તપેલા લોઢાના ગોળા જેવી બળતી આગ જેવી ભૂમિ પર ચાલતાં નારકજીવો બળવાથી કરૂણ રૂદન કરે છે. તે સિવાય તપેલા. ધોસરામાં તેઓને જોડે છે અને પરોણાની તીખી અણીઓના મારથી પ્રેરિત કરે છે તેથી પણ નારકજીવો કરૂણ રૂદન કરે છે. [331-335 પરમાધામીઓ અજ્ઞાની નારક જીવોને તપેલા લોહપથ સમાન તપ્ત લોહી અને પરૂના કીચડથી ભરેલી ભૂમિ પર ચલાવે છે. કોઈ કઠણ સ્થળે નારકજીવા ચાલતાં ચાલતાં રોકાઈ જાય તો ત્યાં તેને બળદની પેઠે પરોણા વગેરેથી મારીને આગળ ચલાવે છે. નારકીઓ અત્યંત દુઃખને લઈને વિશ્રાંતિ માટે થોભી જાય તો નરકપાળો 10 Jense cation International Page #37 -------------------------------------------------------------------------- ________________ 146 સૂયગડો-૧/પર/૩૩પ તેમને મોટી મોટી શિલાઓથી મારે છે. કુંભી નામના નરકમાં ગયેલા પ્રાણીઓની સ્થિતિ ઘણી લાંબી હોય છે. પાપી જીવો લાંબા કાળ સુધી ત્યાં દુઃખ ભોગવે છે. નરકપાળ અજ્ઞાની નારક જીવોને ભઠ્ઠીમાં નાખી પકાવે છે. પછી જ્યારે તે ઉપર ઉછળે છે ત્યારે કાક પક્ષી વગેરે તેમને ટોચી ખાય છે. અને બીજી બાજુ જાય તો ત્યાં સિંહ વાઘ વગેરે ખાઈ જાય છે. ઊંચી ચિતા જેવું નિધૂમ અગનિવાળું એક સ્થાન છે. ત્યાં ગયેલા નારકજીવો શોકથી તપેલા કરૂણ રુદન કરે છે. વળી પરમાધામી તે નારકજીવોનું માથું નીચું કરીને કાપી નાખે છે અને લોઢાના શસ્ત્રોથી તેમના શરીરના ટુકડે ટુકડા કરી નાખે છે. નરકમાં અધોમુખ કરીને લટકાવેલા તથા જેમના શરીરની ચામડી ઉખેડી નાખી છે એવા નારકજીવોને વજની ચાંચવાળા પક્ષીઓ ખાય છે. નરકની ભૂમિ સંજીવની કહેવાય છે. કારણ ત્યાં અત્યંત દુઃખ પામીને પણ નારકજીવો અકાળે મરતાં નથી. તેમજ આયુષ્ય ઘણું લાંબુ હોય છે તે નરકમાં પાપી જીવો મુદ્દગર આદિ દ્વારા વારંવાર હણાય છે. 336-340 નરકપાલ નારકજીવોને તીક્ષ્ણ શૂળથી એવી રીતે મારે છે કે જેમ વશીભૂત થયેલા જંગલી જનાવરો ને શિકારી મારે છે. શૂળથી વિંધેલ, બાહ્ય તથા આંતરિક દુઃખથી દુઃખી નારકજીવ કરૂણાજનક રુદન કરે છે. નરકમાં સદા બળતું રહેતું એક ઘાતસ્થાન છે. જેમણે પૂર્વજન્મમાં ઘણા ક્રમમાં કરેલા છે તેઓને તે નરકમાં બાંધવામાં આવે છે અને વેદનાથી નિરંતર રુદન કરતાં તેમાં ચિરકાળ નિવાસ કરે છે. પરમાધામી મોટી ચિતા બનાવીને તેમાં રતા નારક જીવોને ફેંકી દે છે. જેમ આગમાં પડેલું ઘી પીગળી જાય છે તેમ તે આગમાં પડેલા પાપી જીવો દ્રવીભૂત થઈ જાય છે. નિરંતર બળતું એક ગરમ સ્થાન છે, જે અત્યંત દુઃખ આપવાના સ્વભાવવાળું છે, જે સ્થાન અત્યંત ગાઢ દુષ્કમાંથી પ્રાપ્ત થાય છે. તેમાં નારક જીવોના હાથ પગ બાંધીને શત્રુની જેમ નરકપાળો તેમને મારે છે. નરકપાળ અજ્ઞાની નારકીઓને લાઠીથી માર મારી તેમની પીઠ તોડી નાખે છે તથા લોઢાના ઘણથી તેમના માથાના ચૂરેચૂરા કરી નાખે. છે. છિન્નભિન્ન દેહવાળા નારકીઓને તપેલા આરા ઓથી લાકડાની જેમ છોલે છે, અને ગરમ ગરમ સીસું તેમને પીવા માટે વિવશ કરે છે. 3i41 નરકપાળો પાપી નારકીઓને પૂર્વક પાપનું સ્મરણ કરાવી બાણોનો પ્રહાર કરીને હાથીની જેમ ભાર વહન કરાવે છે. એક નારકીની પીઠ પર એક, બે, ત્રણે વગેરે નારકીઓને બેસાડીને ચલાવે છે અને ક્રોધી થઈ તેમના મર્મસ્થાન ઉપર પ્રહાર કરે છે. પાપથી પ્રેરિત નરકપાળ, પરાધીન બિચારા નારક જીવોને કીચડ અને કાંટાથી ભરેલી વિસ્તૃત ભૂમિ ઉપર ચાલવા માટે પ્રેરિત કરે છે. તેમજ નારક જીવોને અનેક પ્રકારે બાંધે છે અને મૂચ્છા પામેલા નારકીઓના શરીરના ટુકડેટુકડા કરી જ્યાં-ત્યાં ફેંકી દે છે. ત્યાં આકાશમાં પરમાધામી દેવો વડે વિદુર્વેલો શિલાનો બનાવેલો બહુ તાપ આપનારો, એક લાંબો પર્વત છે. ત્યાં પરમાધામીઓ નારક જીવોને હજારો મુહૂથી કાંઇક અધિક સમય દીર્ઘકાલ સુધી મારે છે. નિરંતર પીડિત થતાં પાપી જીવો રાત-દિવસ પરિતાપ પામતા રોતા રહે છે. જે સ્થાનમાં એકાંત દુઃખ છે તેમજ જે ઘણી વિસ્તૃત અને કઠણ ભૂમિ છે એવી નરકભૂમિમાં રહેલા પ્રાણીના ગળામાં સંસી નાખી મારવામાં આવે છે, ત્યારે તે કરુણ રુદન કરે છે. તે પરમાધામીદેવો રોષથી મુક્નર અને મૂસળ લઈને તેના પ્રહારથી. નારક જીવોના શરીરને તોડી દે છે. જેના અંગોપાંગ ભાંગી ગયા છે તથા મુખમાંથી લોહી Page #38 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૫, ઉદેસ-૨ 147 વહી રહ્યા છે એવા નારક જીવો અધોમુખ થઈ પૃથ્વી પર પડી જાય છે. [346-349] તે નરકમાં સદા ક્રોધિત, ક્ષુધાતુર, છંદ, વિશાળ શરીરધારી શિયાળીયાઓ રહે છે. તેઓ સાંકળથી બંધાયેલા તથા નિકટમાં સ્થિત પાપી જીવોને ખાઈ જાય છે. નરકમાં એક સદાલા નામની નદી છે. તે નદી ઘણી કષ્ટદાયી છે. તેનું પાણી ક્ષાર, રસી અને લોહીથી સદા મલિન રહે છે, તે નદી અગ્નિથી ગળી ગયેલા લોઢાના દ્રવની જેમ ઘણા ગરમ પાણી વાળી છે. તેમાં નારકજીવો રક્ષણ રહિત એકલા તરે છે અને દુઃખ ભોગવે છે. નરકમાં ચિરકાળ નિવાસ કરનારા અજ્ઞાની નારકી જીવો પૂર્વે જે વર્ણન કર્યું છે તેવાં દુઃખો નિરંતર ભોગવતા રહે છે. તેમને કોઈપણ દુઃખ ભોગવતાં બચાવી શકતું નથી. તેઓ નિઃસહાય બની એકલા જ દુઃખ ભોગવે છે. જે જીવે પૂર્વભવમાં જેવું કર્મ કર્યું છે તેને સંસાર-આગલા ભવે તેવું જ ભોગવવું પડે છે. જેણે એકાંત દુઃખરૂપ નરકભવના કર્મો ક્યાં છે, તેઓ અનંત દુઃખરૂપ નરક ભોગવે છે. ૩િપ૦) ધીર પુરુષ આ નરકોનું કથન સાંભળીને સમસ્ત લોકમાં કોઇપણ. પ્રાણીની હિંસા ન કરે અને જીવાદિ તત્ત્વો પર અટલ વિશ્વાસ રાખે, પરિગ્રહનો ત્યાગ કરે અને લોકના અથવા કાયોના સ્વરૂપને સમજીને કષાયોને વશીભૂત ન બને. [૩પ૧] જે પ્રમાણે પાપી પુરુષની નરકગતિ કહી છે, તે પ્રમાણે તિર્યંચ, મનુષ્ય અને દેવગતિ પણ જાણવી. એ ચાર ગતિઓથી યુક્ત સંસાર અનંત અને કર્મને અનુરૂપ ફળ આપનારો છે. એવું જાણીને બુદ્ધિમાન પુરુષ મરણકાળ પર્યત સંયમનું પાલન કરે. અધ્યનનઃપ-ઉદેસો ની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ ] | અધ્યનનઃ ૫-ગુર્જરછાયાપૂર્ણ (અધ્યયન કવરસ્તુતિ [૩પ૨] મને શ્રમણ, બ્રાહ્મણ, ગૃહસ્થ અને પરતીથીઓએ પૂછ્યું કે જેમણે ઉત્તમ રીતે વિચાર કરીને એકાંત રૂપે કલ્યાણ કરનારો અનુપ ધર્મ કહ્યો છે તે કોણ છે? ૩પ૩] હે પૂજ્ય ! જ્ઞાતપુત્ર ભગવાન મહાવીરનું જ્ઞાન કેવું હતું? દર્શન કેવું હતું? અને શીલ-ચારિત્ર કેવું હતું? હે ભિક્ષો ! આપ એ જાણો છો માટે આપે જેવું સાંભળ્યું છે, જોયું છે અને નિશ્ચય કર્યો છે તે પ્રમાણે મને બતાવો. ૩િપ૪] ભગવાન મહાવીર સંસારના પ્રાણીઓના વાસ્તવિક દુઃખોને જાણતા હતા, અષ્ટકમોને નષ્ટ કરનાર હતા મહાન ઋષિ હતા -- ઘોર તપસ્વી હતા, પરિષહોને સમભાવે સહેતા હતા અથવા સદા સર્વત્ર ઉપયોગ રાખનાર હતા, અનંતજ્ઞાની અને અનંત દર્શની હતા. એવા યશસ્વી તથા ભવસ્થ કેવળી અવસ્થામાં જગતના લોચન માર્ગમાં સ્થિત ભગવાનું મહાવીરના ધર્મને અને ધૈર્યને તમે જાણો સમજ. [૩પપ-૩૬૦] કેવળજ્ઞાની ભગવાન મહાવીરે ઊંચી નીચી અને તિછ દિશામાં રહેલ ત્રસ અને સ્થાવર પ્રાણીઓને જાણીને તેમજ જગતના સર્વ પદાર્થો દ્રવ્યની અપેક્ષાએ નિત્ય છે અને પર્યાયની અપેક્ષાએ અનિત્ય છે, એવું જાણી દીપકની સમાન પદાર્થને પ્રકાશિત કરનાર ધર્મને કહ્યો. તે સર્વદશી, અપ્રતિહતજ્ઞાની, વિશુદ્ધ ચારિત્રવાન, શૈર્યવાન અને આત્મસ્વરૂપમાં લીન હતા તેમજ સમસ્ત જગતમાં ઉત્કૃષ્ટ Page #39 -------------------------------------------------------------------------- ________________ 148 સૂયગડો-૧ર-૩૬૦ વિદ્વાન હતા. ગ્રંથિરહિત, નિર્ભય, અને આયુષ્યરહિત હતા. તે અનંતજ્ઞાની, અપ્રતિબદ્ધ વિહારી, સંસાર-સાગરથી પાર થયેલા, પરમધીર ગંભીર હતા. જેમાં સૂર્ય સૌથી વધુ તપે છે તે પ્રમાણે ભગવાને સૌથી વધારે જ્યોતિમાન હતા તથા અગ્નિની સમાન અજ્ઞાનઅંધકારને દૂર કરી, પદાથના યથાર્થ સ્વરૂપને પ્રકાશિત કરતા હતા. તે ઋષભ આદિ જિનવરોના ધર્મના નેતા હતા. તેઓએ પૂર્વવર્તી તીર્થકરોના ધર્મને જ પુરસ્કૃત કર્યો હતો. જેમ સ્વર્ગ લોકમાં દેવોમાં ઈન્દ્ર મહાનું પ્રભાવશાળી છે, તેમ ભગવાન સમસ્ત જગતમાં પ્રભાવશાળી હતા. સમુદ્ર સમાન અક્ષયપ્રજ્ઞાવાનું હતા, સ્વયંભૂરમણ સમુદ્ર સમાન તેમની પ્રજ્ઞા અપાર હતી, સમુદ્રના જળ સમાન સ્વચ્છ અને નિર્મળ હતા, સમસ્ત કષાયોથી રહિત અને જીવનમુક્ત હતા. દેવોના અધિપતિ ઇન્દ્ર સમાન દેવાધિદેવ હતા તેમજ દિવ્ય તેજથી સંપન્ન હતા. ભગવાન વીર્યથી પૂર્ણ વીર્યવાન હતા-શારીરિક અને આધ્યાત્મિક બળમાં ચરમ સીમા સુધી પહોંચી ગયા હતા, જેમ સુદર્શનમેરુપર્વત બધા પર્વતોમાં પ્રધાન છે તેમ ભગવાન બધા પ્રાણીઓમાં શ્રેષ્ઠ હતા. જેમ મેરુ પર્વત સ્વર્ગના નિવાસીઓ માટે આનંદદાયક છે, તેમ ભગવાનું જગતના જીવોને આનંદદાયક હતા. અને અસાધારણ ગુણોથી સુશોભિત હતા. 3i61-36o તે સુમેરુ પર્વત એક લાખ યોજન ઊંચો છે. તેના ત્રણ વિભાગ છે પૃથ્વીમય, સુવર્ણમય અને વૈડૂર્યમય. સૌથી ઊંચે સ્થિત પંડકવન પતાકા જેવું શોભી રહ્યું છે. 99000 યોજન જમીન ઉપર ઊંચો છે અને એક હજાર યોજન જમીનની અંદર છે. ઉપર આકાશને સ્પર્શ કરતો અને નીચે પૃથ્વીમાં અંદર સ્થિત છે. સૂયાદિ જ્યોતિષ્કગણ તેની પરિક્રમા કરે છે. તે સોનેરી રંગનો છે અને અનેક નંદનવનોથી યુક્ત છે. ત્યાં મોટા, ઈદ્રો પણ આનંદનો અનુભવ કરે છે. જગતમાં અનેક નામોથી પ્રસિદ્ધ છે. જેમકે-મંદર, મેરૂ, સુદર્શન, સુરગિરિ વગેરે. તેનો રંગ સોના જેવો શુદ્ધ અને સુશોભિત છે. તે સર્વ પર્વતોમાં શ્રેષ્ઠ છે. તે ઉપ પર્વતોના કારણે દુર્ગમ છે અને મણિઓ એવું ઔષધીઓથી ભૂમિભાગની સમાન શોભી રહ્યો છે. પૃથ્વીના મધ્ય ભાગમાં સ્થિત છે, સૂર્યની સમાન કાંતિવાળો છે. અનેક વર્ણવાળો અનુપમ શોભાથી યુક્ત છે અને મનોહર છે, તેમજ સૂર્યસમાન બધી દિશાઓને પ્રકાશિત કરે છે. જેમ સમસ્ત પર્વતોમાં સુમેરુ પર્વતનો યશ સર્વથી શ્રેષ્ઠ છે. તેમ ભગવાન મહાવીર પણ જાતિ, યશ, દર્શન, અને શીલધારીઓમાં સર્વથી શ્રેષ્ઠ હતા. જેમ લાંબા પર્વતોમાં નિષેધ પર્વત સર્વથી લાંબો છે. અને વર્તુલ પર્વતોમાં રૂચક પર્વત સર્વથી શ્રેષ્ઠ છે તેમ જગતમાં બધા મૂનિઓમાં ભગવાન મહાવીર અદ્વિતીય અને શ્રેષ્ઠ હતા. એમ શાનીઓએ કહ્યું છે. [367368] ભગવાન મહાવીર સર્વોત્તમ ધર્મ બતાવી સર્વોત્તમ ધ્યાન ધરતા. હતા. તેમનું ધ્યાન એકાંત શુકલ વસ્તુની પેઠે શુક્લ હતું અને શંખ તથા ચંદ્રમાની સમાન શુભ હતું. મહર્ષિ ભગવાન મહાવીરે જ્ઞાન, દર્શન અને ચારિત્રના પ્રભાવથી સમસ્ત કર્મોને ક્ષય કરીને સર્વોત્તમ, પ્રધાન, સાદિ અનંત એવી સિદ્ધિ ગતિને પ્રાપ્ત કરી. [૩૯-૩૭પ જેમ વૃક્ષોમાં શાલ્મલી વૃક્ષ શ્રેષ્ઠ છે અને તે સુવર્ણકુમાર દેવોનું ક્રિીડાસ્થાન છે. વનોમાં જેમ નંદનવન શ્રેષ્ઠ છે તેમ જ્ઞાન અને ચરિત્રમાં સર્વજ્ઞ ભગવાન મહાવીર શ્રેષ્ઠ હતા. જેમ શબ્દોમાં મેઘગર્જના પ્રધાન છે, નક્ષત્રોમાં ચંદ્રમાં પ્રધાન છે, તથા સુવાસિત પદાર્થોમાં ચંદન પ્રધાન છે. તેમ સર્વકામવિનિમુક્ત ભગવાન મહાવીર Page #40 -------------------------------------------------------------------------- ________________ 148 શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૬, સર્વ મુનિઓમાં પ્રધાન હતા. જેમ સમુદ્રોમાં સ્વયંભુરમણ સમુદ્રપ્રધાન છે, નાગોમાં ધરણેન્દ્ર ઉત્તમ છે અને રસવાળા પદાર્થોમાં ઈક્ષરોદક સમુદ્ર શ્રેષ્ઠ છે તેમ સર્વ મૂનિઓમાં ભગવાન મહાવીર પતાકાની પેઠે સર્વોપરિ હતા. જેમ હાથીઓમાં ઐરાવત, પશુઓમાં સિંહ, નદીઓમાં ગંગા અને પક્ષીઓમાં વેણુદેવ ગરૂડ શ્રેષ્ઠ છે તેમ નિવણવાદીઓમાં જ્ઞાતપુત્ર ભગવાન મહાવીર શ્રેષ્ઠ હતા. જેમ યોદ્ધાઓમાં વિશ્વસેન, ફૂલોમાં કમળ, અને ક્ષત્રિઓમાં દાન્ત વાક્ય પ્રધાન હતા તેમ ઋષિઓમાં ભગવાન વર્ધમાન શ્રેષ્ઠ હતા. જેમ ધનોમાં અભયધન, સત્યમાં નિર્વધ સત્ય અને તપોમાં બ્રહ્મચર્ય ઉત્તમ છે તે પ્રમાણે લોકમાં જ્ઞાતપુત્ર શ્રમણ ઉત્તમ હતા. જેમ સમસ્ત સ્થિતિમાં પાંચ અનુત્તર વિમાનવાસી દેવો શ્રેષ્ઠ છે. સભાઓમાં સુધમસભા શ્રેષ્ઠ છે અને ધમોંમાં નિર્વાણ શ્રેષ્ઠ છે. તે પ્રમાણે જ્ઞાનીઓમાં જ્ઞાતપુત્ર ભગવાન મહાવીરથી કોઈ વધુ જ્ઞાની નથી. [37] ભગવાન મહાવીર પૃથ્વી સમાન સમસ્ત પ્રાણીઓના આધાર ભૂત છે. અષ્ટ કમોને વિદારનાર, આસક્તિ રહિત, કોઈ પણ પદાર્થનો સંગ્રહ ન કરનાર, આશુપ્રજ્ઞ, સદા જ્ઞાનોપયોગથી સંપન્ન, ક્રોધાદિ વિકારોથી રહિત, પ્રાણીમાત્રને અભય. દેનાર અને અનંત સંસાર સાગરને પાર કરીને મોક્ષ પધાર્યા છે. તે અનન્તચક્ષુ છે. [377ii અરિહંત મહર્ષિ ભગવાન મહાવીરે ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર આંતરિક દોષોનો ત્યાગ કર્યો છે. તે સ્વયં પાપ કરતા ન હતા, કરાવતા પણ ન હતા અને કરનારને અનુમોદન આપતા ન હતા. 3i78] ક્રિયાવાદી, અક્રિયાવાદી, વિનયવાદી અને અજ્ઞાનવાદી એ સર્વમત વાદીઓના મતને જાણીને ભગવાન મહાવીર માવજીવન સંયમમાં સ્થિત રહ્યા હતા. [37] ભગવાન મહાવીરે દુઃખના ક્ષય માટે સ્ત્રીસંગ તથા રાત્રિભોજનનો ત્યાગ કર્યો હતો તેમજ દુઃખો-કર્મોનો ક્ષય કરવા માટે સદ્ધ તપમાં પ્રવૃત્ત હતા. આ લાક અને પરલોકના સ્વરૂપને જાણીને સર્વ પ્રકારના પાપનો સર્વથા ત્યાગ કર્યો હતો. 3i80] અરિહંત દેવ દ્વારા કથિત યુક્તિસંગત, શબ્દ અને અર્થથી શુદ્ધ ધર્મને સાંભળીને જે જીવો તેના પર શ્રદ્ધા રાખે છે તેઓ મોક્ષને પ્રાપ્ત કરે છે. કદાચિત શેષ કર્મ રહી જાય તો ઈન્દ્ર સમાન દેવતાઓના અધિપતિ બને છે, પછીના ભવમાં સિદ્ધ થાય છે. અધ્યયન નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ( અધ્યયન ૭-કુશલપરિભાષિત, [381-383 પૃથ્વીકાય, અપ્લાય, તેઉકાય, વાયુકાય, તૃણ, વૃક્ષ, બીજ આદિ વનસ્પતિકાય અને ત્રસકાય-અંડજ જરાયુજ સ્વેદજ, અને રસજ આ બધા જીવ સમૂહને તીર્થકર ભગવાને જીવનિકાય કહેલ છે. તે બધા જીવો સુખના અભિલાષી અને દુઃખના. દ્વેષી છે એમ જાણવું. અને સૂક્ષ્મ રીતે વિચાર કરવો જોઈએ કે જેઓ આ પ્રાણીઓનો નાશ કરે છે તેઓ પોતાના આત્માને દડે છે અને વારંવાર આ યોનિઓમાં ઉત્પન્ન થાય છે. પૂર્વોક્ત ત્રસ અને સ્થાવર જીવની હિંસા કરનાર જીવ વારંવાર એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય સુધીની યોનિયોમાં પરિભ્રમણ કરે છે અને ત્રસકાય તથા સ્થાવર કાયમાં ઉત્પન્ન થઈને વિનાશ પામે છે. વારંવાર જન્મ લઇને દૂર કર્મો કરનાર તે અજ્ઞાની જીવ જે Page #41 -------------------------------------------------------------------------- ________________ 150 સૂયગડો-૧૭-૩૮૪ કર્મ કરે છે, તેનાથી જ મૃત્યુને મેળવે છે. 3i84] કરેલાં કર્મ કોઈ આ લોકમાં ફળ આપે છે તો કોઈ બીજા ભવમાં ફળ આપે છે. કોઈ એક જન્મમાં ફળ આપે છે તો કોઈ સેંકડો જન્મો બાદ ફળ આપે છે. કોઈ કર્મ જે રીતે કર્યું હોય તે પ્રમાણે ફળ આપે છે અને કોઈ કર્મ બીજી રીતે પણ ફળ આપે છે. સંસારમાં ભ્રમણ કરતાં કુશીલ જીવો તીવ્રમાં તીવ્ર દુઃખો ભોગવે છે. કોઈ જીવ પૂર્વકૃત, કર્મનું ફળ ભોગવતાં આર્તધ્યાન કરીને ફરી નવા કર્મ બાંધે છે. આ રીતે નિરંતર પાપ કર્મનું ફળ ભોગવતો રહે છે. 3i85 સર્વજ્ઞ ભગવાને કહ્યું છે, કે જે માતા પિતાને અર્થાત સમસ્ત પરિવારને છોડીને સાધુ પર્યાયને ગ્રહણ કરીને અગ્નિકાયનો આરંભ કરે છે તથા પોતાના સુખ માટે અન્ય પ્રાણીઓની હિંસા કરે છે તે કુશીલ ધર્મવાળા છે. . [૩૮અગ્નિ સળગાવનાર પુરુષ અનેક જીવોની ઘાત કરે છે અને અગ્નિ ઓળવનાર પુરુષ અગ્નિકાયના જીવોની ઘાત કરે છે. માટે બુદ્ધિમાન પુરુષ ધર્મને જાણીને અગ્નિકાયનો આરંભ ન કરે. પૃથ્વી સજીવ છે અને પાણી પણ સજીવ છે. તેથી જે પુરુષ અગ્નિ સળગાવે છે તે પૃથ્વી અને પાણીના જીવોને, પતંગીયા વગેરે સંપાતિમ જીવોને, સંસ્વેદજ જીવોને તેમજ લાકડાને આશ્રિત રહેલાં જીવોને બાળે છે. [388-390 હરિતકાય અથવા દૂર્વા, અંકુર વગેરે પણ જીવ છે. કારણ આપણા શરીરની જેમ તેઓનું શરીર પણ આહારથી વધે છે, કાપવાથી કરમાઈ જાય છે. હરિતકાયના. એ જીવ મૂળ, સ્કંધ, શાખા પત્ર, પુષ્પ, ફળ આદિમાં અલગ અલગ હોય છે. જે જીવ પોતાના સુખ માટે તે જીવોનું છેદન ભેદન કરે છે તે ધૃષ્ટતાપૂર્વક ઘણા પ્રાણીઓની ઘાત કરે છે. જે દીક્ષિત અથવા ગૃહસ્થ અસંયમી પુરુષ પોતાના સુખના માટે બીજનો નાશ કરે છે તે પુરુષ તે બીજ દ્વારા ઉત્પન્ન થનારાં અંકુર શાખા પત્ર, પુષ્પ, ફળ વગેરેનો નાશ કરે છે અને પોતાના આત્માને દંડિત કરે છે. જ્ઞાનીઓએ તેવા પુરુષને અનાર્યધર્મી કહેલ છે. વનસ્પતિનું છેદન કરનાર પુરુષોમાં કોઈ કોઈ ગર્ભમાં જ મરી જાય છે. કોઈ અસ્પષ્ટ બોલવાની અવસ્થામાં, કોઈ કુમાર અવસ્થામાં, કોઈ પ્રૌઢ બનીને તો કોઈ વૃદ્ધાવસ્થામાં મરી જાય છે. આ પ્રમાણે વનસ્પતિની હિંસા કરનાર પ્રાણી કોઇપણ અવસ્થામાં મરણને શરણ થાય છે. [391 હે જીવો ! તમે સમજો કે આ સંસારમાં મનુષ્ય જન્મની પ્રાપ્તિ બહુ જ કઠિન છે તથા નરકગતિ અને તિર્યંચ ગતિના ઘોર દુઃખોને જુઓ અને વિચારો કે અજ્ઞાની જીવોને બોધની પ્રાપ્તિ થતી નથી. આ સંસાર જ્વરથી પીડિતની જેમ એકાંત દુઃખી છે અને જીવ પોતાના સુખ માટે કરેલ પાપ કર્મના કારણે દુખના પાત્ર બને છે. [392-395] આ લોકમાં મૂઢ માણસ મીઠું ખાવાનું છોડી દેવાથી મોક્ષની પ્રાપ્તિ બતાવે છે. કોઈ ઠંડા પાણીના સેવનથી મોક્ષ કહે છે અને કોઈ હોમ કરવાથી મોક્ષની પ્રાપ્તિ બતાવે છે. પ્રાતઃકાળે સ્નાન આદિ કરવાથી મોક્ષ મળતો નથી. કારણ કે જળકાયનો આરંભ કરવાથી જળકાયના જીવોની હિંસા થાય છે. તેમજ ક્ષાર-મીઠું ન ખાવાથી પણ મોક્ષ મળતો નથી. અન્યતીર્થિઓ મધ, માંસ અને લસણ ખાઇને મોક્ષને બદલે સંસારમાં ભ્રમણ કરે છે. સવારે, બપોરે અને સાંજે ત્રણે સંધ્યાકાળમાં જળનો સ્પર્શ કરવાથી મોક્ષની પ્રાપ્તિ માને છે તે યોગ્ય નથી. જો પાણીના સ્પર્શથી સિદ્ધિની Page #42 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૭, પ્રાપ્તિ થતી હોય તો પાણીમાં રહેનારા જળચર પ્રાણીઓને પણ મોક્ષ મળી જવો જોઈએ. જો જળથી મુક્તિ મળતી હોય તો માછલા, કાચબા, જળ સર્પ, જળ મુગ, જળચર ઊંટ તથા જળરાક્ષસ એ બધા જળચરો જ સૌથી પહેલાં મોક્ષ પામે, પરંતુ આવું બનતું નથી. માટે જે જળસ્પર્શથી મોક્ષ બતાવે છે તેમનું કથન અયુક્ત છે. એવું કુશળ પુરુષો કહે છે. [396-37] જો જળ કર્મરૂપી મેલને ધોઈ નાખે તો પૂણયને કેમ ન ધોઈ નાખે? તેથી જળસ્નાનથી મોક્ષ માનવો તે કલ્પના માત્ર છે. વસ્તુતઃ જેમ કોઈ જન્માંધ પુરુષ અંધનેતાનું અનુસરણ કરે તો તે કુમાર્ગે ચાલ્યો જાય છે, પોતાના લક્ષ્ય પહોંચી શકતો નથી. મૂર્ખ જીવો અજ્ઞાની નેતાની પાછળ ચાલીને જળસ્નાન વગેરે દ્વારા પ્રાણીઓનો ઘાત કરે છે. જો ઠંડુ-કાચું પાણી પાપકર્મ કરતા પુરુષોના પાપને હરી લે તો જળચર જીવો માછલી આદિને મારનાર મચ્છીમાર આદિની મુક્તિ થઈ જવી જોઈએ. પરંતુ તેવું બનતું નથી. માટે જળસ્નાનથી મુક્તિ બતાવનારા મિથ્યા ભાષણ કરે છે. | [398-399] પ્રાતઃકાળે અને સાંજે અગ્નિનો સ્પર્શ કરનારા અગ્નિમાં હોમ કરવાથી મોક્ષની પ્રાપ્તિ બતાવે છે, તેઓ મિથ્યાવાદી છે. જે તે પ્રમાણે મોક્ષ મળતો હોય તો અગ્નિનો સ્પર્શ કરનારા કુકર્મીઓને પણ મોક્ષ થવો જોઈએ પણ તેમ બનતું નથી. જેણે જળસ્નાનથી અથવા અગ્નિહોત્રથી મુક્તિ માની છે તેઓએ પરીક્ષા કરીને જોયું નથી કે વસ્તુતઃ આ રીતે મુક્તિ મળતી નથી. એવી માન્યતા રાખનાર અજ્ઞાની જીવ સંસારમાં પરિભ્રમણ કરશે. સર્વપ્રકારના ત્રસ અને સ્થાવર જીવો સુખને ઇચ્છે છે. એવું જાણીને તેમજ સમ્યજ્ઞાન પ્રાપ્ત કરીને કોઈપણ પ્રાણીની હિંસા ન કરવી. 4i00] પાપ કરનાર પ્રાણીને રડવું પડે છે. તરવાર વગેરેથી છેદનનું દુઃખ ભોગવવું પડે છે. ભયભીત થવું પડે છે. એવું જાણી વિદ્વાન મુનિ પાપથી નિવૃત્ત થઈ પોતાના મન, વચન, કાર્યને ગોપન કરી તથા ત્રસ અને સ્થાવર પ્રાણીના સ્વરૂપને જાણીને તેઓની હિંસા ન કરે. [401] જો સાધુ ઉદ્દિષ્ટ વગેરે દોષોથી રહિત આહારનો પણ સંચય કરીને ઉપભોગ કરે છે તથા અચિત્ત જળથી પણ શરીરના અંગોને સંકોચીને પણ સ્નાન કરે છે, વસ્ત્ર ધોવે છે, શૃંગાર માટે વસ્ત્રને નાનું-મોટું કરે છે, તે સંયમથી દૂર છે તેમ કહ્યું છે. [402] ધીરપુરુષ જળસ્નાનથી કર્મબંધ જાણીને મુક્તિ પર્યત પ્રાસુક જળ વડે જીવન ધારણ કરે, બીજ-કંદાદિનું ભોજન ન કરે. સ્નાન તથા મૈથુનનો ત્યાગ કરે. 4i03] જે પુરુષે માતા, પિતા, ઘર, પુત્ર, પશુ અને ધનને છોડીને દીક્ષા ગ્રહણ કરી છે પછી સ્વાદિષ્ટ ભોજન બનાવનાર ઘરોમાં લોલુપતાથી દોડે છે, તે શ્રમણત્વથી દૂર છે. 4i04] જે પેટ ભરવામાં વૃદ્ધ પુરુષ સ્વાદિષ્ટભોજન માટે તેવા ઘરોમાં ભિક્ષાર્થે જાય છે તથા ત્યાં ધર્મકથા કરે છે તેમજ સુંદર આહાર માટે પોતાના ગુણોનું વર્ણન કરાવે છે તે આચાર્યના ગુણોથી શતાંશ પણ નથી, એમ તીર્થકરોએ કહ્યું છે. f405-40] દીક્ષિત બનીને જે સાધુ પરાયા ભોજન ઉપર દીન બની જાય છે અને ચારણભાટની પેઠે બીજાની પ્રશંસા કરે છે તે ચોખાના દાણાઓમાં આસક્ત બનેલ મોટા ડુક્કરની જેમ નાશ પામે છે અર્થાત્ વારંવાર જન્મ-મરણને ધારણ કરે છે. જે પુરુષ અન, પાન તથા વસ્ત્ર વગેરે આ લોકના પદાર્થોના નિમિત્તે દાતા પુરુષને સેવકની પેઠે રુચિકર વાત કહે છે તે પાર્શ્વસ્થ તથા કુશીલ છે, જેમ ફોતરા નિસ્સાર બની જાય છે તેમ Page #43 -------------------------------------------------------------------------- ________________ 152 સૂયગડો-૧/૭-૪૦૭ તેનો સંયમ પણ નિસ્ટાર બની જાય છે. | [407-408] સંયમી સાધુ અજ્ઞાત કુલોમાંથી આહાર ગ્રહણ કરી પોતાનો જીવનનિર્વાહ કરે, પૂજા પ્રતિષ્ઠા આદિની ઇચ્છાથી તપસ્યા ન કરે, શબ્દ અને રૂપોમાં આસક્ત ન બને, સર્વ પ્રકારના ભોગોને છોડીને સંયમનું પાલન કરે. ધૈર્યવાન સાધુ સર્વ સંબંધોને છોડીને, બધા દુઃખોને સહન કરીને, જ્ઞાન, દર્શન અને ચારિત્રથી યુક્ત થાય છે તથા કોઈપણ વિષયમાં આસક્ત ન બની અપ્રતિબદ્ધવિહારી બને છે. તે સાધુ પ્રાણીઓને અભય આપીને વિષય અને કષાયોથી કલુષિત આત્માવાળો હોતો નથી. 409 સંયમની રક્ષા માટે મુનિ આહાર ગ્રહણ કરે અને પૂર્વકત પાપોને દૂર કરવા પ્રયત્ન કરે. પરિષહ કે ઉપસર્ગનું દુઃખ આવે ત્યારે સંયમને સાચવીને રાખે. જેમ રણક્ષેત્રમાં શત્રુને હરાવનાર સુભટ દુખથી કાંપતો નથી તેમ સાધુ પણ કર્મરૂપી શત્રુઓને દૂર કરવા માટે દુઃખથી ત્રસિત થતો નથી. [41] પરિષહ અને ઉપસર્ગથી પીડાતા સાધુ બને બાજુથી છોલાતા પાટિયાની જેમ રાગદ્વેષ ન કરે, પરંતુ મૃત્યુની પ્રતીક્ષા કરે- પંડિતમરણની ઈચ્છા રાખે. આ પ્રમાણે કર્મોનો ક્ષય કરીને જેમ ધરી તૂટી જવાથી ગાડું ચાલતું નથી તે પ્રમાણે કર્મો તૂટી જવાથી સાધુ પણ ફરી સંસારને પ્રાપ્તકરતા નથી. અિધ્યયનઃ૭-ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ | (અધ્યયન-૮-વીર્ય [411412 વીર્યના બે ભેદ કહ્યા છે. તો વીર પુરુષનું વીરત્વ શું છે? અને શા કારણથી તે વીર કહેવાય છે? હે સુવ્રતો ! કોઈ કર્મને વીર્ય કહે છે, અને કોઈ અકર્મને વીર્ય કહે છે. મત્યે લોકના માનવીઓ આ બે ભેદમાં જ સમાવેશ પામે છે. 4i13 તીર્થકર ભગવાને પ્રમાદને કર્મ કહેલ છે અને અપ્રમાદને અકર્મ કહેલ છે, તેથી પ્રમાદને બાળવાર્ય કહેલ છે અને અપ્રમાદીને પંડિતવીર્ય કહેલ છે. 4i14-41] ઉક્ત બે પ્રકારના વીર્યમાંથી બાળવયનું પ્રતિપાદન કરે છે. કોઈ કોઈ અજ્ઞાની જીવ પ્રાણીઓની ઘાત કરવા શસ્ત્ર તથા ધનુર્વિદ્યાદિનો અભ્યાસ કરે છે અને કોઈ પ્રાણી તથા ભૂતોના વિનાશક મંત્રોનું અધ્યયન કરે છે. માયાવી પુરુષ છળ કપટ કરીને કામભોગનું સેવન કરે છે, તથા પોતાના સુખની ઇચ્છા કરનારા તે જીવો, પ્રાણીઓની ઘાત કરે છે. તેના અંગોપાંગોનું છેદન કરે છે અને તેના ઉદર આદિને ચીરે છે. અસંયમી જીવ મન, વચન અને કાયાથી, તેમજ કાયાની શક્તિ ન હોવા છતાં પણ તંદુલ મત્સ્યની જેમ મનથી જ આ લોક અને પરલોક એમ બને માટે પોતે પ્રાણીઓની ઘાત કરે છે અને બીજા પાસે પણ ઘાત કરાવે છે. પ્રાણીની ઘાત કરનારા જીવો તેની સાથે અનેક જન્મો માટે વૈર બાંધે છે, કારણ બીજા જન્મમાં તે જીવ તેને મારે છે. તે પ્રમાણે વૈરની પરંપરા ચાલે છે. જીવહિંસા પાપ ઉત્પન્ન કરે છે અને દુખ આપે છે. [418-419] કર્મ બે પ્રકારનાં છે- સાંપરાયિક અને ઈયપિથિક. કષાયપૂર્વક કરેલ કમ સાંપરાયિક કહેવાય છે અને કષાય વિના કરેલ કર્મ ઇયપથિક કહેવાય છે. જાણીબુઝીને સ્વયં પાપ કરનારા જીવો સાંપરાયિક કર્મ બાંધે છે તથા રાગ અને દ્વેષના આશ્રયથી તે અજ્ઞાની જીવો બહુ પાપ કરે છે. આ અજ્ઞાની પ્રમાદી જીવોનું સકર્મવીર્ય Page #44 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૮, 153 કહ્યું. હવે પંડિતોનું અકર્મવીર્ય મારી પાસેથી સાંભળો. 4i20-421] મોક્ષાર્થી પુરુષ કયાયરૂપ બંધનથી મુક્ત હોય છે, અને સમસ્ત બંધનોને છોડીને, પાપકર્મનો ત્યાગ કરી પૂર્ણરૂપથી શલ્યોને-કમને કાપી નાખે છે. તીર્થકર ભગવાન દ્વારા કથિત સમ્યગ્દર્શન સમ્યજ્ઞાન અને સમ્યક ચારિત્રરૂપ મોક્ષ. માર્ગને ગ્રહણ કરીને પંડિત પુરુષો મોક્ષ માટે ઉદ્યમ કરે છે. બાળવયવાળો જીવ વારંવાર નરક આદિના દુખો ભોગવે છે અને જેમ જેમ દુઃખો ભોગવે છે તેમ તેમ તેના અશુભ ધ્યાનની વૃદ્ધિ થાય છે. f422-424] વિવિધ સ્થાનોના અધિકારીઓ પોતપોતાના સ્થાનોને છોડી દેશે તેમાં સંશય નથી. તથા જ્ઞાતિજનો અને મિત્રોની સાથેનો નિવાસ પણ અનિત્ય છે. આવું જાણીને બુદ્ધિમાનું પુરુષ મમતાનો ત્યાગ કરે તથા તીર્થિક ધર્મોથી અષિત આ આર્ય ધર્મનિ ગ્રહણ કરે છે. નિર્મળ બુદ્ધિવડે અથવા ગુવદિકથી સાંભળીને ધર્મના સત્ય સ્વરૂપને જાણીને જ્ઞાનાદિ ગુણોના ઉપાર્જનમાં તત્પર સાધુ પાપનું પ્રત્યાખ્યાન કરે. [૪૨પ જ્ઞાની પુરુષ જો કોઈપણ પ્રકારે પોતાના આયુષ્યનો ક્ષયકાળ જાણે તો તે આયુષ્યનો ક્ષય થયા પહેલાં જ સંલેખનારૂપ શિક્ષાને ગ્રહણ કરે. [42] જેમ કાચબો પોતાના અંગોને પોતાના દેહમાં સંકોચીને રાખે છે. તેમ બુદ્ધિમાનું પુરષ આત્મલીનતાથી પોતાના પાપોને સંકોચી લે છે. સાધુ પોતાના હાથ, પગ, મન અને પાંચ ઈન્દ્રિયોની ચેષ્ટાઓને સંકુચિત કરે અથવા ગોપવીને રાખે, પાપમય પરિણામ અને પાપમય ભાષાનો પણ ત્યાગ કરે. - ૪િ૨૮-૪ર૯] પંડિત પુરુષ લેશમાત્ર પણ માન અને માયા ન કરે. માન અને માયાનું અશુભ ફળ જાણીને સુખશીલતાનો ત્યાગ કરે તથા ક્રોધનો ત્યાગ કરી નિષ્કપટ ભાવથી વિચરે. પ્રાણીઓની હિંસા ન કરે, અદત્ત વસ્તુ ગ્રહણ ન કરે, કપટ સહિત જૂઠું ન બોલે, એ જ જિતેન્દ્રિય પુરુષનો ધર્મ છે. 4i30-431] સંયમી મુનિ વચનથી અથવા મનથી પણ કોઈ જીવને પીડા આપવાની ઈચ્છા ન કરે. પરંતુ બહારથી અને અંદરથી ગુપ્ત રહી ઈદ્રિયોનું દમન કરીને સારી રીતે સંયમનું પાલન કરે. પોતાના આત્માને પાપથી ગોપન કરનાર જિતેન્દ્રિય પુરુષ ભૂતકાળમાં કોઈએ કરેલા, વર્તમાનકાળમાં કરાતા અને ભવિષ્યકાળમાં કરવાના હોય એવા પાપકને અનુમોદન આપતા નથી. ' [43-433 કોઈ પુરુષ લોકપૂજ્ય તથા વીર હોય પણ તે જે ધર્મના રહસ્યને નહિ જાણનાર મિથ્યાદ્રષ્ટિ હોય તો તેનું કરેલું તપ, દાન વગેરે બધું અશુદ્ધ છે અને તે કર્મબંધનું કારણ બને છે. જે વસ્તુ સ્વરૂપને જાણનારા મહાપૂજનીય અને કમને વિદારવામાં નિપુણ સમ્યગૃષ્ટિ છે, તેમના તપ આદિ સર્વ અનુષ્ઠાનો શુદ્ધ છે અને તેની સમસ્ત ક્રિયા કર્મબંધનું કારણ ન બને પરંતુ મોક્ષનું કારણ બને છે. [૪૩૪-૪૩પ જે ઉત્તમ કુળમાં ઉત્પન્ન થઈ પ્રવજ્યા અંગીકાર કરીને પૂજા સત્કાર માટે તપ કરે છે તેમનું તપ પણ શુદ્ધ નથી. તેથી સાધુ પોતાના તપને ગુપ્ત રાખે અને પોતે પોતાની પ્રશંસા ન કરે. સંયમયાત્રાના નિર્વાહ માટે સાધુ અલ્પભોજન કરે અને અલ્પ જલપાન કરે અને થોડું બોલે, તથા ક્ષમાવાનું લોભ-આસક્તિથી રહિત, જિતેન્દ્રિય અને વિષયોમાં અનાસક્ત બનીને હમેશાં સંયમનું અનુષ્ઠાન કરે. Page #45 -------------------------------------------------------------------------- ________________ 154 સયગડો-૧૮-૪૨૬ 4i2 સાધુ ધ્યાનયોગને ગ્રહણ કરીને શરીરને સર્વ પ્રકારે અપ્રશસ્ત વ્યાપારથી રોકે. તથા પરિષહ અને ઉપસર્ગમાં સહિષ્ણુતા રાખવી તે ઉત્તમ છે, એવું જાણીને મોક્ષની પ્રાપ્તિ પર્યત સંયમનું અનુષ્ઠાન કરે. એમ હું કહું છું. અધ્યનનઃ૮નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયન-૯-ધર્મ) [37] ગતિમાન એવા તીર્થંકર કયા ધર્મનું કથન કરેલ છે? (ઉત્તરમાં કહે છે કે, જિનવરોના માયા પ્રપંચ રહિત સરલ ધર્મને મારી પાસેથી સાંભળો. 438-439o આ જગતમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, ચંડાળ, બુક્કસ, એષિક કપટપૂર્વક વ્યાપાર કરનાર વૈશિક, શૂદ્ર હોય કે કોઈ પણ પ્રાણી, જે આરંભમાં આસક્ત રહે છે તે પરિગ્રહી જીવોનું બીજા જીવો સાથે અનંતકાળ સુધી વૈર વધતું જાય છે અને તે આરંભમાં રત તેમજ કામભોગોમાં આસક્ત જીવોના દુઃખનો અંત આવતો નથી. 4i0-43 મૃત વ્યક્તિનો અગ્નિસંસ્કાર વગેરે મરણક્રિયા કર્યા પછી સાંસારિક સુખની ઇચ્છા રાખનાર જ્ઞાતિવર્ગ તેનું ધન હરી લે છે, પરંતુ પાપ કર્મ કરીને ધન સંચય કરનાર તે મૃત વ્યક્તિ એકલી તે પાપનું ફળ ભોગવે છે. પોતાના કર્માનુસાર દુખ ભોગવતા પ્રાણીનાં, માતા, પિતા, પુત્રવધૂ, બંધુ, સ્ત્રી કે ઔરસપુત્ર વગેરે કોઈ પણ રક્ષા કરી શકતાં નથી. આ પ્રમાણે ઉપર્યુકત અર્થને સારી રીતે વિચારીને, સમ્યગુ જ્ઞાન અને ચારિત્ર મોક્ષનો માર્ગ છે એવું જાણીને સાધુ મમતા અને અહંકારનો ત્યાગ કરીને જિનભાષિત ધર્મનું અનુષ્ઠાન કરે. ધન, પુત્ર, જ્ઞાતિવર્ગ, પરિગ્રહ અને આંતરિક શોકને છોડીને કોઈપણ સાંસારિક પદાર્થની અપેક્ષા નહીં રાખનાર સાધુ ધર્મનો અનુષ્ઠાન કરે. 444-45 પૃથ્વીકાય, અપકાય, તેજસ્કાય, તૃણવૃક્ષ બીજ આદિ અંડજ, પોતજ (હાથી આદિ), જરાયુજ (ગાય, મનુષ્ય આદિ.) રસજ (દહીં આદિની ઉત્પન્ન થનાર જીવ) સ્વેદજ (પરસેવાથી ઉત્પન્ન થનાર જૂ, માકડ આદિ) અને ઉમિજજ (મેડક આદિ) આદિ ત્રસકાયના જીવો છે. વિવેકવાનું પુરુષ આ છ કાયોને સજીવ સમજે અને મન, વચન તેમજ કાયાથી તેનો આરંભ ન કરે. પરિગ્રહ પણ ન કરે. 4i6-47] જૂઠું બોલવું, મૈથુન સેવવું, પરિગ્રહ રાખવો અને અદત્તાદાન કરવું, તે લોકમાં શસ્ત્ર સમાન છે. તેમજ કર્મબંધનું કારણ છે. તેથી વિદ્વાન મુનિ તેને જ્ઞ-પરિજ્ઞાથી જાણી પ્રત્યાખ્યાનપરિજ્ઞાથી ત્યાગે. માયા, લોભ, ક્રોધ અને માન સંસારમાં કર્મબંધનું કારણ છે, માટે વિદ્વાન મુનિ તેઓનો ત્યાગ કરે. 448-45] હાથ પગ વગેરે ધોવા તેમજ રંગવા, વસ્તિકર્મ-જુલાબ લેવો. વમન કરવું, તથા આંખોમાં અંજન આંજવું તે સર્વે સંયમને નષ્ટકરી નાંખે છે, માટે વિદ્ધાનું મુનિ તેનો ત્યાગ કરે. સુગંધીપદાર્થ, ફૂલમાળા, સ્નાન, દંતપ્રક્ષાલન, પરિગ્રહ રાખવો, સ્ત્રીસેવન કરવું તથા હસ્તકર્મ કરવું આદિને પાપનું કારણ જાણી જ્ઞાની મુનિ તેનો ત્યાગ કરે. સાધુના નિમિત્તે બનાવેલ, સાધુ માટે ખરીદેલ, સાધુ માટે ઉદ્ધાર લાવેલ, સામે લાવેલ આહારાદિ તથા જે આધાકમાં આહારથી મિશ્રિત હોય અથવા કોઈ પણ કારણથી જે દોષયુક્ત આહાર હોય તેને સંસારનું કારણ જાણી વિદ્વાન મુનિ ત્યાગ કરે. [૪પ૧-૪૫૪ રસાયણ વગેરેનું સેવન કરીને બળવાન બનવું, શોભા માટે Page #46 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૯, આંખમાં અંજન જવું, શબ્દાદિ વિષયોમાં આસક્ત થવું, જીવહિંસા કરવી, હાથ પગ વગેરે ધોવા તથા શરીરે પી લગાડવી, તે સર્વને સંસારનું કારણ જાણી વિવેકી સાધુ ત્યાગ કરે. અસંયમી મનુષ્યોની સાથે સાંસારિક વાર્તાલાપ કરવો, ગૃહસ્થજનોના અસંયમાનુષ્ઠાનની પ્રશંસા કરવી, જ્યોતિષના પ્રશ્નોનો ઉત્તર આપવો તથા શય્યાતરનો આહાર લેવો તે બધાને સંસારનું કારણ જાણીને જ્ઞાની સાધુ ત્યાગ કરે. સાધુ જુગાર ન શીખે, ધર્મવિરુદ્ધ ભાષાનો પ્રયોગ ન કરે, હસ્તકર્મ ન કરે તથા નિસાર વાદવિવાદ ન કરે. તે સર્વને સંસારનું કારણ જાણી વિવેકી મુનિ ત્યાગ કરે. પગમાં પગરખાં પહેરવાં, છત્રી ઓઢવી, જુગાર રમવો, પંખાથી પવન નાખવો તથા જેમાં કર્મ-બંધ થતો હોય તેવી પરસ્પરની ક્રિયા કરવી તે બધાને સંસારનું કારણ જાણી જ્ઞાની મુનિ ત્યાગ કરે. [-458] વિદ્વાન મુનિ વનસ્પતિ પર મળ-મૂત્રનો ત્યાગ ન કરે, તથા બીજ વગેરેને હઠાવીને અચિત્ત પાણીથી પણ આચમન ન કરે. ગૃહસ્થના વાસણમાં ભોજન ન કરે, તેમજ પાણી પણ ન પીએ. વસ્ત્રરહિત હોવા છતાં પણ ગૃહસ્થના વસ્ત્ર પોતાના કામમાં ન લે. આ બધું સંસાર ભ્રમણનું કારણ જાણી ત્યાગ કરે. માંચી પર ન બેસે, પલંગ પર ન સૂવે, ગૃહસ્થના ઘરની અંદર ન બેસે, ગૃહસ્થના કુશળ-સમાચાર ન પૂછે તથા પૂર્વે કરેલ ક્રીડાનું સ્મરણ ન કરે. તે સર્વે સંસાર ભ્રમણનું કારણ છે માટે તેનો ત્યાગ કરે. યશ, કીર્તિ, ગ્લાધા, વંદન અને પૂજન તથા સમસ્ત લોક સંબંધી વિષય ભોગને સંસારનું - કારણ જાણી વિવેકી મુનિ તેનો ત્યાગ કરે. [45] આ જગતમાં જે આહાર-પાણીથી સંયમ યાત્રાનો નિવહ થાય તેવો શુદ્ધ આહાર પાણી સાધુ ગ્રહણ કરે અને બીજા સાધુને આપે. પણ જે આહાર પાણીથી સંયમનો વિનાશ થાય તેવું ન પોતે ગ્રહણ કરે ને બીજા સાધુને આપે. [40] અનંતજ્ઞાની તથા અનંતદર્શી, બાહ્યાભ્યતર ગ્રંથિથી રહિત, મહામુનિ ભગવાન મહાવીરે આ પ્રમાણે ચારિત્ર અને શ્રુતરૂપ ધર્મનો ઉપદેશ આપ્યો છે. 4i61-43 વિવેકમુનિ, ગુરુજન ભાષણ કરતા હોય ત્યારે તેની વચ્ચે ન બોલે. ભાષસમિતિથી સમ્પન સાધુ બોલતો છતાં પણ નહી બોલનાર જેવો છે. સાધુ કોઈના મર્મને પ્રકાશિત ન કરે. બીજાને દુઃખ થાય તેવી ભાષા ન બોલે. કપટથી યુક્ત ન બોલે, જે બોલે તે વિચાર કરીને જ બોલે. ચાર પ્રકારની ભાષા (સત્ય, અસત્ય, મિશ્ર અને વ્યવહાર)માં ત્રીજી મિશ્ર ભાષા છે તે અસત્યથી ભળેલી છે માટે સાધુ તેનો પ્રયોગ ન કરે, જે બોલ્યા પછી પશ્ચાત્તાપ કરવો પડે તેવી ભાષા ન બોલે, તથા જે વાતને બધા માણસો છુપાવતા હોય તેવી વાતો પણ સાધુ ન કહે. આ નિગ્રંથ ભગવાન મહાવીરની આજ્ઞા છે. સાધુ કોઈને અરે મૂર્ખ!' ઇત્યાદિ નિષ્ફર ને હલકા સંબોધનથી ન બોલાવે, તેમજ કોઈને કહે મિત્ર ! હે વસિષ્ઠ ગોત્રીય, હે કશ્યપગોત્રી', વગેરે ખુશામત માટે ન કહે પોતાનાથી મોટાને “તૂ' આદિ અમનોજ્ઞ શબ્દ ન કહે. ટૂંકમાં જે વચન બીજને અપ્રિય લાગે તેવા શબ્દનો પ્રયોગ પણ ન કરે. [46] સાધુ સ્વયં કુશીલ ન બને અને કુશીલોની સાથે સંગતિ પણ ન કરે, કારણકે કુશીલોની સંગતિથી સંયમ નષ્ટ તથા તેવા સુખભોગની ઈચ્છારૂપ ઉપસર્ગ પ્રાપ્ત થાય છે. માટે વિદ્વાન મુનિ આ સત્યને સમજે. Page #47 -------------------------------------------------------------------------- ________________ 156 સૂયગડો-૧૯૪૬૫ [465 સાધુ રોગાદિ કોઈ કારણ વિના ગૃહસ્થના ઘરમાં ન બેસે, તથા ગામના બાળકોની સાથે રમત ન રમે તેમજ મયદાનું ઉલ્લંઘન કરીને હસે નહીં. 4i-467) સાધુ મનોહર શબ્દદિ વિષયોમાં ઉત્સુક ન થાય, પરંતુ યતનાપૂર્વક સંયમનું પાલન કરે. ભિક્ષાચરી તથા વિહાર વગેરેમાં પ્રમાદ ન કરે, તેમજ ઉપસર્ગ તથા પરિષહોની પીડા થવા પર સમભાવથી સહન કરે. સાધુને કોઈ લાકડી અથવા મુઠ્ઠી આદિથી મારે અથવા કઠોર વચન કહે તો તેના ઉપર ક્રોધ ન કરે, કોઈ ગાળ આપે તો હૃદયમાં બળે નહીં. પ્રસન્નત્તાપૂર્વક બધું સહન કરે પણ કોલાહલ ન કરે. 4i68] સાધુ પ્રાપ્ત થયેલ કામભોગોની પણ ઈ ન કરે, તીર્થકર ભગવાને તેને જ વિવેક કહ્યો છે. સાધુ આચાર્ય આદિ જ્ઞાનીજનો પાસેથી જ્ઞાન, દર્શન અને ચારિત્રની શિક્ષા ગ્રહણ કરે. [49] સાધુએ સ્વસમય પરસમયના જ્ઞાતા, ઉત્તમ તપસ્વી, ગુરુની સેવા તથા તેની ઉપાસના કરવી જોઇએ. જે કર્મનું વિદારણ કરવામાં વીર છે, આત્મપ્રજ્ઞાનું અન્વેષણ કરનાર છે તથા વૈર્યવાનુ છે, જિતેન્દ્રિય છે. તે જ એવું કાર્ય કરી શકે છે. [47] ગૃહવાસમાં સમ્યજ્ઞાનની પ્રાપ્તિ થઈ શકતી નથી એવું સમજીને જે પુરુષો સંયમ અંગીકાર કરીને ઉત્તરોત્તર ગુણોની વૃદ્ધિ કરે છે, તેઓ જ મોક્ષાર્થી જીવો માટે આશ્રયભૂત છે. બંધનથી મુક્ત છે. તે અસંયમજીવનની અભિલાષા કરતા નથી. [471] સાધુ શબ્દ, રૂપ, રસ અને સ્પર્શમાં આસક્ત ન રહે, તથા સાવદ્ય અનુષ્ઠાન ન કરે. આ અધ્યયનની શરૂઆતથી જે વાતોનો નિષેધ કર્યો છે તે જિન આગમથી વિરુદ્ધ હોવાથી તેનો નિષેધ કરવામાં આવ્યો છે. [47] વિદ્વાન મુનિ ક્રોધ, માન, માયા, લોભ, તથા બધા પ્રકારના ગારવોનો ત્યાગ કરી કેવળ નિવણની જ અભિલાષા કરે એમ હું કહું છું. અધ્યનન-૯-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયન- ૧ન્સમાધિ) 4i73-474] સાધુ સંયમનું પાલન કરતા આ લોક અને પરલોકના સુખોની અભિલાષા ન કરે. જીવોનો આરંભ ન કરે. પોતાના તપનું ફળ ન ઈચ્છ, સમાધિયુક્ત થઇ શુદ્ધ સંયમનું પાલન કરે. ઊર્ધ્વદિશા, અધોદિશા અને તિદિશામાં જે ત્રસ અને સ્થાવર પ્રાણીઓ રહે છે તેમની હાથથી, પગની અથવા સમસ્ત શરીરથી હિંસા ન કરે તેમજ અદત્ત વસ્તુને ગ્રહણ ન કર. ૪૭પ સુ-આખ્યાત ધર્મમાં શંકા નહિ કરનારા તથા પ્રાસુક આહારથી શરીરનો નિર્વાહ કરનારા ઉત્તમ તપસ્વી સાધુ બધા પ્રાણીઓને આત્મતુલ્ય માનીને સંયમનો નિર્વાહ કરે. આ લોકમાં જીવવાની ઈચ્છાથી આગ્નવોનું સેવન ન કરે. તેમજ ભવિષ્યકાળ માટે ધાન્યાદિનો સંચય ન કરે. 476] સાધુ સ્ત્રીના વિષયમાં પોતાની સમસ્ત ઇન્દ્રિયોને રોકીને જિતેન્દ્રિય બને, તથા સર્વ પ્રકારના બંધનથી મુક્ત થઈને શુદ્ધ સંયમનું પાલન કરે. લોકમાં પૃથક પૃથક પ્રાણી વર્ગ આર્ત અને દુઃખથી પીડિત છે તે જુઓ. [477] અજ્ઞાની જીવ પૃથ્વીકાય વગેરે પ્રાણીઓને દુખ આપીને પાપ કર્મ કરીને Page #48 -------------------------------------------------------------------------- ________________ .. શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧૦, 157 તે તે યોનિઓમાં વારંવાર ભ્રમણ કરે છે. જીવ હિંસ પોતે કરવાથી કે બીજા પાસે કરાવવાથી પાપ ઉત્પન્ન થાય છે. [478] જે પુરુષ ઈનવૃત્તિ કરે છે તે પણ પાપ કરે છે. એવું જાણી તીર્થકરોએ એકાંત ભાવસમાધિનો ઉપદેશ આપ્યો છે. તેથી વિચારવાન શુદ્ધચિત્ત પુરુષ ભાવસમાધિ અને વિવેકમાં રત રહીને પ્રાણાતિપાતનો ત્યાગ કરે. 4i79] સર્વ જીવોને સમભાવથી જોનાર સાધુ કોઈ સાથે પ્રિય કે કોઈ સાથે અપ્રિય સંબંધ ન રાખે. કોઈ-કોઈ પ્રવ્રજ્યા ધારણ કરીને પરિષહ અને ઉપસર્ગ આવતાં દીન બની જાય છે અને દીક્ષા છોડી પતિત થઈ જાય છે. તો કોઈ પોતાની પૂજા-પ્રશંસાના અભિલાષી બની જાય છે. 4i80-481] જે પુરુષ પ્રવ્રજ્યા લઈને આધાકર્મી આહારની ઈચ્છા કરે છે અને તેને માટે વિચરે છે તે કુશીલ છે, તથા સ્ત્રીમાં આસક્ત બનીને તેના વિલાસોમાં અજ્ઞાનીની પેઠે મુગ્ધ રહે છે અને સ્ત્રીની પ્રાપ્તિ માટે પરિગ્રહ રાખે છે તે પાપની વૃદ્ધિ કરે છે. જે પુરુષ પ્રાણીઓની હિંસા કરી તેમની સાથે વૈર બાંધે છે તે પાપની વૃદ્ધિ કરે છે. તેથી તે મરીને નરક વગેરે દુઃખદાયી સ્થાનોમાં જન્મ લે છે. માટે વિવેકી સાધુ ધર્મનો વિચાર કરી સર્વ દુરાચારોથી દુર રહી સંયમનું પાલન કરે. - 4i82-483] સાધુ આ સંસારમાં ભોગમય જીવનની અભિલાષા કરીને ધનનો સંચય ન કરે. તથા પુત્ર કલત્ર વગેરેમાં આસક્તિ ભાવ ન રાખે, વિચારપૂર્વક ભાષા બોલે, શબ્દાદિ વિષયોમાં રત ન રહે તેમજ હિંસાયુક્ત કથા ન કહે. સાધુ આધાકમ આહારની ઈચ્છા ન કરે અને આધાકર્મી આહારની ઈચ્છા રાખનારનો સંગ પણ ન કરે, તેમજ શરીરની પરવા ન કરતાં સંયમનું પાલન કરે. 4i84] સાધુ એકત્વ ભાવના કરે કે-આ જીવ એકલો આવ્યો છે, એકલો જવાનો છે અને એકલો જ પોતાના કરેલા કમોંનું ફળ ભોગવવાનો છે. કોઇ કોઇનું સગું નથી. આવી ભાવનાથી મુક્તિની પ્રાપ્તિ થાય છે. એકત્વ ભાવના મોક્ષરૂપ છે, સત્ય છે, શ્રેષ્ઠ છે. માટે જે તેનાથી યુક્ત થાય છે તે ક્ષમાવાનું સત્યાગ્રહી અને તપસ્વી બને છે. [485 જે સાધુ સ્ત્રીઓ સાથે મૈથુનસેવન કરતો નથી, તથા પરિગ્રહનો સંચય કરતો નથી, મનોજ્ઞઅમનોજ્ઞ વિષયોમાં રાગદ્વેષ કરતો નથી તેમજ પ્રાણીમાત્રની રક્ષા કરે છે તે નિસંદેહ સમાધિને પ્રાપ્ત કરે છે. [48] સાધુ સંયમ સંબંધી અરતિ અને અસંયમ સંબંધી રતિનો ત્યાગ કરીને તૃષ્ણસ્પર્શ, શીતસ્પર્શ, ઉષ્ણ, ડાંસ મચ્છર વગેરે તેમજ સુગંધ અને દુર્ગંધને સહન કરે. 4i87 વચનગુપ્તિનો ધારક સાધુ ભાવ સમાધિમાનું કહેવાય છે. તે શુદ્ધ લેશ્યાને ગ્રહણ કરીને સંયમનું અનુષ્ઠાન કરે છે. પોતે ઘર સંબંધી સમારકામ કરે નહીં બીજા પાસે કરાવે નહીં અને કરતાને અનુમોદન આપે નહીં, તેમજ સ્ત્રીઓની સાથે સંપર્ક રાખે નહીં. - 4881 આ લોકમાં કેટલાક અન્ય દર્શનશાસ્ત્રીઓ ક્રિયાને માનતા નથી, કહે છે કે આત્મા અક્રિય છે, પ્રકૃતિજ બધું કાર્ય કરે છે. એ સમયે તેને કોઈ પૂછે કે આત્મા અક્રિય છે તો બંધ અને મોક્ષ કેવી રીતે થાય છે? તેઓ મોક્ષનો ઉપદેશ પણ આપે છે અને કહે છે કે અમારા શાસ્ત્રથીજ મોક્ષ મળે છે. તે આરંભમાં આસક્ત થઇને, વિષયોમાં વૃદ્ધ Page #49 -------------------------------------------------------------------------- ________________ 158 સગગડો-૧/૧૦૪૮૯ બનીને, મોક્ષના કારણભૂત ચારિત્ર ધર્મને જાણતા નથી. 4i89] આ સંસારમાં ભિન્ન ભિન્ન રુચિ રાખનાર મનુષ્યો હોય છે. તેમાં કોઈ ક્રિયાવાદને માને છે, કોઈ અક્રિયાવાદને માને છે, કેટલાક અજ્ઞાની જીવો તત્કાળ જન્મેલા બાળકના શરીરના ટુકડે ટુકડા કરીને આનંદ માને છે. આ રીતે સંયમથી રહિત તેઓ પ્રાણીઓની સાથે વૈર વધારે છે. 490-491] પાપથી નહિ ડરનાર અજ્ઞાની જીવ પોતાના આયુષ્યનો અંત જાણતા નથી. તેઓ પૌગલિક પદાર્થોપર મમતાં રાખીને રાતદિવસ પાપમાં આસક્ત રહે છે અને પોતાને અજર અમર માનીને ધનમાંજ મુગ્ધ રહે છે. હે મુમુક્ષુ ! તું ધન અને પશું વગેરે દરેક સચિત્ત-અચિત્ત પધથને છોડી દે. માતા પિતા બંધુ ભગિની મિત્રજન વગેરે કોઈપણ તારો કાંઇ ઉપકાર કરતા નથી. છતાં તું તેના માટે રડે છે અને મોહ પામે છે, પરંતુ તું મરી જઈશ ત્યારે, બીજા લોકો તે ઉપાર્જન કરેલા દ્રવ્યનો ઉપભોગ કરશે અથવા તારા ધનનું હરણ કરી જશે. 4i92-493 જેવી રીતે અટવીમાં વિચરનાર મૃગ મૃત્યુના ભયને કારણે સિંહથી દૂર રહે છે, તેવી જ રીતે બુદ્ધિમાન પુરુષ ધર્મ તત્ત્વને સારી રીતે જાણીને પાપથી દૂર રહે છે. ધર્મના સ્વરૂપને સમ્યક પ્રકારથી જાણનાર બુદ્ધિમાનું પુરુષ પોતાના આત્માને પાપ કર્મથી નિવૃત્ત કરે છે. વૈરની પરંપરાને ઉત્પન્ન કરનાર છે અને મહા ભયજનક હોય છે. એવું જાણીને સાધક હિંસાનો ત્યાગ કરે. [494 મોક્ષમાર્ગનું અનુસરણ કરનાર મુનિ ખોટું ન બોલે. જૂઠું બોલવાના ત્યાગને સંપૂર્ણ ભાવસમાધિ અને મોક્ષ કહેલ છે. એ પ્રમાણે સાધુ બીજાં વ્રતોમાં પણ દોષ ન લગાડે, બીજાને પણ દોષ લગાડવાની પ્રેરણા ન આપે અને દોષ સેવન કરનાર વ્યક્તિને ભલી ન જાણે. [495 શુદ્ધ નિર્દોષ આહારની પ્રાપ્તિ થવા પર સાધુ તેમાં રાગદ્વેષ કરીને ચારિત્રને દૂષિત ન કરે. સરસ તેમજ સ્વાદિષ્ટ આહારમાં મૂચ્છિત બની વારંવાર તેની અભિલાષા ન કરે. ધૈર્યવાન બને, પરિગ્રહથી વિમુક્ત બને તથા પોતાની પૂજા પ્રતિષ્ઠા અને કીર્તિની કામના ન કરતાં શુદ્ધ સંયમનું પાલન કરે. [49] સાધુ ગૃહત્યાગ કરીને જીવનથી નિરપેક્ષ થાય, કાયસંબંધી મમતા ત્યાગ કરે, તપશ્ચરણ સંયમ આદિના ફળની કામનાને છેદી નાખે. જીવન અથવા મરણની આકાંક્ષા ન કરે. આ પ્રમાણે સંસારથી મુક્ત થઈ વિચરે. એમ હું કહું છું. [ અધ્યયન-૧૦-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયન ૧૧-માર્ગ) 4i97-499] કેવળજ્ઞાની ભગવાને કયો માર્ગ બતાવ્યો છે, જેને પ્રાપ્ત કરીને જીવ દુસર સંસારના પ્રવાહથી તરી જાય છે. હે મહામુને, સર્વ દુઃખોથી છોડાવનાર સર્વશ્રેષ્ઠ તે શુદ્ધ માર્ગને આપ જે પ્રમાણે જાણો છો, તે પ્રમાણે અમને કહો. જે કોઈ દેવતા કે મનુષ્ય અમને પૂછે તો અમે તેમને કયો માર્ગ બતાવીએ? તે આપ અમને જણાવો. પિ૦૦-૫૦૨ી કોઈ દેવતા કે મનુષ્ય મોક્ષનો માર્ગ પૂછે તો તેમને કયો માર્ગ કહેવો જોઈએ તેનો સાર તમે મારી પાસેથી સાંભળો. કાશ્યપ ગોત્રીય ભગવાન્ મહાવીરનો Page #50 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧૧, કહેલો આ અતિ કઠણ માર્ગ ક્રમશઃ હું તમને બતાવું છું. જેમ વ્યાપાર કરનાર વણિક સમુદ્રને પાર કરે છે, તે પ્રમાણે આ માર્ગનું અવલંબન લઈને અનેક આત્માઓ તરી ગયા છે. મોક્ષના માર્ગને ગ્રહણ કરીને ભૂતકાળમાં અનંત જીવોએ સંસાર-સમુદ્રને પાર કર્યો છે, વર્તમાનમાં પાર કરે છે અને ભવિષ્યમાં પાર કરશે. આ માર્ગ મેં ભગવાનું મહાવીર પાસેથી સાંભળેલો છે. તે તમને કહું છું. તમે તે સાંભળો. પિ૦૩-૫૦૬] પૃથ્વી જીવ છે તથા પૃથ્વીને આશ્રિત પણ જીવ છે તે પૃથક-પૃથક રહેલા છે. તથા જળ અને અગ્નિ પણ જીવ છે. વાયુકાયના જીવ પણ ભિન્ન ભિન્ન છે તથા તૃણ, વૃક્ષ અને બીજ પણ જીવ છે. વનસ્પતિકાયના અનંત જીવ છે. ઉપરોક્ત પાંચ સિવાય છઠ્ઠા ત્રસકાયના જીવો પણ છે. તીર્થંકર દેવોએ આ છ ભેદ બતાવ્યા છે. તે સિવાય સંસારમાં બીજા કોઈ જીવ નિકાંય નથી. જ્ઞાની પુરુષ બધી યુક્તિઓ વડે આ જીવોનું જીવપણું જાણીને તથા આ બધા જીવો દુઃખથી ભય પામે છે એવું વિચારીને કોઈ પણ પ્રાણીની હિંસા ન કરે. જ્ઞાની પુરુષનું એજ ઉત્તમ જ્ઞાન છે કે તે કોઈ પણ જીવની હિંસા કરતા નથી. અહિંસાના સમર્થક શાસ્ત્રોનો એટલો જ સિદ્ધાંત છે. પ૦૭-૫૦૮] ઊર્ધ્વદિશા, અધોદિશા અને તિય દિશામાં જે કોઈ પણ ત્રસ અને સ્થાવર પ્રાણીઓ છે તે બધાની હિંસાથી નિવૃત્ત રહેવું જોઈએ. કારણ કે તેનાથી જીવને શાંતિમય મોક્ષની પ્રાપ્તિ કહેલી છે. જિતેન્દ્રિય પુરુષ મિથ્યાત્વ આદિ દોષોને દૂર કરીને મન, વચન અને કાયાથી જીવન પર્યત કોઈ પણ પ્રાણીની સાથે વૈરવિરોધ ન કરે. પિ૦૯-૫૧૧ આશ્રવદ્વારોનો વિરોધ કરનાર મહાપ્રજ્ઞાવાનું તેમજ પરિષહઉપસર્ગ આવવા છતાં દુઃખિત ન થનાર સાધુ ગૃહસ્થે આપેલો ઐષણિક આહાર-પાણી જ ગ્રહણ કરે છે. તથા સદા એષણા સમિતિથી યુક્ત રહીને અનૈષણિક વસ્તુને વજે. જે આહાર પ્રાણીઓનો આરંભ કરીને બનાવ્યો હોય, સાધુને આપવાના નિમિત્તે બનાવ્યો હોય એવો અનપાણી ઉત્તમ સાધુ પ્રહણ ન કરે. આધાકમ આહારના એક કણથી પણ મળેલો આહાર સાધુ ગ્રહણ ન કરે. શુદ્ધ સંયમ પાળનાર સાધુનો આ જ ધર્મ છે. આ શુદ્ધ આહારમાં પણ જો અશુદ્ધિની શંકા તો તેને પણ પ્રહણ ન કરે. [512-516] શ્રાવકોના નિવાસસ્થાન ગામ અને નગરમાં હોય છે. માટે તે સ્થાનમાં રહેલો આત્મગુપ્ત જિતેન્દ્રિય સાધુ જીવહિંસા કરનારને અનુમોદના ન આપે. તેના સમારંભ યુક્ત વચન સાંભળીને સાધુ પુણય છે એવું ન કહે તથા પુણ્ય નથી, એમ કહવું તે પણ મહાનું ભયનું કારણ છે. અન્નદાન કે જળદાન આપવામાં ત્રસ અને સ્થાવર જીવોની હિંસા થાય છે, તેમની રક્ષા માટે સાધુ “પુણ્ય થાય છે” એવું ન કહે, જે પ્રાણીઓને દાન આપવા માટે અન્ન અને પાણી તૈયાર કરવામાં આવે છે તે પ્રાણીઓના લાભમાં અંતરાય પડે છે માટે “પુણ્ય નથી” એમ પણ સાધુ ન કહે. જીવહિંસા દ્વારા નિષ્પન્ન દાનની જે પ્રશંસા કરે છે તેઓ પ્રાણીઓના વધની ઈચ્છા કરે છે. અનુમોદના કરે છે અને જેઓ દાનનો નિષેધ કરે છે તેઓ પ્રાણીઓની આજીવિકાનું છેદન કરે છે. [17] સંપૂર્ણ રૂપથી આરંભના ત્યાગી સાધુ પૂર્વોક્ત જીવહિંસા જનિત દાનના વિષયમાં પુણ્ય છે અથવા પુય નથી, એ બન્ને વાત કહેતા નથી. આ રીતે કર્મમળને આવવાનો ત્યાગ કરીને સાધુનિવણિપદને પ્રાપ્ત કરે છે. [118] જેમ બધાં નક્ષત્રોમાં ચંદ્રમાં પ્રધાન છે, તેવી રીતે બધી ગતિઓમાં મોક્ષ Page #51 -------------------------------------------------------------------------- ________________ 160 સૂયગડો-૧/૧૧-૧૯ પ્રધાન છે. એમ માનનાર સાધુ હમેશાં જિતેન્દ્રિય થઈ નિવણની સાધના કરે, પિ૧૯ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ તથા કષાય આદિ રૂપ સંસારપ્રવાહમાં વહેતાં પોતપોતાના કર્મોથી કષ્ટ પામનાર પ્રાણીઓ માટે તીર્થકર ભગવાને આ મોક્ષમાર્ગ દ્વીપ રૂપ બતાવ્યો છે. તત્ત્વજ્ઞાતા પુરુષ આ માર્ગથી જ મોક્ષની પ્રાપ્તિ કહે છે. પિ૨૦] આત્મગુપ્ત, દમિતેન્દ્રિય તેમજ સંસારના પ્રવાહને બંધ કરનાર આસ્રવ રહિત જે પુરુષ છે, તે જ પરિપૂર્ણ અને અનુપમ શુદ્ધ ધર્મનો ઉપદેશ આપી શકે છે. પિર૧-૫૨૪] પૂર્વોક્ત પરિપૂર્ણ અને શુદ્ધ ધર્મને નહિ જાણતા અજ્ઞાની હોવા છતાં પણ પોતાને જ્ઞાની માનનાર “અમે જ્ઞાની છીએ” એવું કહેનારા અન્યદર્શનીઓ સમાધિથી દૂર છે. પોતાને જ્ઞાની માનનાર અજ્ઞાની બીજનો, કાચાપાણીનો તેમજ તેમના માટે બનાવેલા આહારનો ભોગવટો કરીને આર્તધ્યાન ધ્યાવે છે, તેઓ પોતાના કે બીજાના દુઃખના કારણને જાણતા નથી. તેથી તેઓ ભાવસમાધિથી દુર છે. જેમ ઢંક, કંક, કુરર-જળમુ અને શિખી નામના જળચર પક્ષીઓ હમેશાં માછલાં પકડવાના વિચારમાં રત રહે છે, તેઓનું ધ્યાન કલુષિતાયુક્ત તથા અધમ છે. તેવી રીતે મિથ્યાદ્રષ્ટિ અનાર્ય શ્રમણ હમેશાં વિષયની પ્રાપ્તિનું ધ્યાન ધર્યા કરે છે. તે પાપી અને અધમ છે. fપરપ-પર આ જગતમાં કેટલાક દુર્મતિ પોત-પોતાના દર્શનમાં અનુરક્ત થઈને શુદ્ધ માર્ગની વિરાધના કરીને ઉન્માર્ગમાં જઈને દુઃખી થાય છે અને નાશ પામે છે. જેમ કોઇ જન્માંધ પુરુષ છિદ્રવાળી નાવમાં બેસીને સમુદ્ર પાર કરવા ઈચ્છે છે, પરંતુ તે વચ્ચેજ ડૂબી જાય છે, તે પ્રમાણે કોઇ મિથ્યાવૃષ્ટિ અનાર્ય શ્રમણ પૂર્ણ રીતે આશ્રવનું સેવન કરે છે. તે આગામી ભવમાં નરક આદિનાં મહાભય-દુઃખને પ્રાપ્ત કરશે. પ૨૮-૫૨૯] કાશ્યપ ગોત્રીય ભગવાન મહાવીર દ્વારા પ્રરૂપિત આ ધર્મને ગ્રહણ કરીને બુદ્ધિમાન પુરુષે ઘોર સંસાર સાગરને પાર કરવો જોઈએ અને આત્મ કલ્યાણના માટે સંયમનું પાલન કરવું જોઇએ. ઇન્દ્રિયોના વિષયોથી નિવૃત્ત થઈને સાધુ સંસારના સમસ્ત પ્રાણીઓને પોતાની સમાન સમજીને શક્તિ અનુસાર સંયમમાં પરાક્રમ કરતા થકા વિચરે. પિ૩૦-પ૩૧] વિવેકવાનું મુનિ અતિ માન અને માયાને શપરિજ્ઞાથી જાણીને અને પ્રત્યાખ્યાન પરિણાથી ત્યાગ કરીને મોક્ષનું અન્વેષણ કરે. મુનિ ક્ષમા આદિ દશ યતિધર્મની વૃદ્ધિ કરે, પાપ ધર્મનો ત્યાગ કરે તથા તપમાં પોતાનું વીરત્વ પ્રગયવે તેમજ ક્રોધ તથા માન ન કરે. પિ૩ર-પ૩૩] જેમ સમસ્ત પ્રાણીઓનાં આધાર પૃથ્વી છે તેમ ભૂતકાળમાં જે તીર્થંકરો થઈ ચૂક્યા છે. વર્તમાનમાં જે વિદ્યમાન છે અને ભવિષ્યકાળમાં જે તીર્થંકરો થશે તે બધાનો આધાર શાંતિ જ છે. જેમ સુમેરુ પર્વત ઘોર આંધીથી પણ કંપિત થતો નથી તેવી રીતે સાધુને અનુકૂળ કે પ્રતિકૂળ પરિષહ આવે છતાં તે સંયમથી ડગે નહીં. પિ૩૪] સંવરથી યુક્ત મહાપ્રજ્ઞાવાનું અને ધીર સાધુ બીજાએ આપેલો ઐષણિક આહાર જ ગ્રહણ કરે તથા કષાય રહિત થઈને મૃત્યુ પર્યત સંયમમાં સ્થિર રહે, એ જ કેવળી ભગવાનનો મત છે. એમ હું કહું છું. અધ્યયન-૧૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ Page #52 -------------------------------------------------------------------------- ________________ ને છે શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧૨, 161 (અધ્યયન-૧૨-સમવસરણ) પિ૩પ ક્રિયાવાદ, અક્રિયાવાદ, વિનયવાદ અને અજ્ઞાનવાદ, આ ચાર સિદ્ધાન્ત છે. અન્ય દર્શનશાસ્ત્રીઓ એનું પૃથક પૃથફ નિરૂપણ કરે છે. પ૩૬] તે અજ્ઞાનવાદીઓ પોતાને નિપુણ માનવા છતાં મિથ્યાભાષી છે અને સંશયથી રહિત નથી. તેથી તેઓ પોતે અજ્ઞાની છે અને અજ્ઞાન જનતાને ઉપદેશ આપે છે. તેઓ વસ્તુતત્ત્વનો વિચાર કર્યા વિના મિથ્યા ભાષણ કરે છે. પિ૩૭-૫૩૮] વિનવાદી અસત્યને સત્ય ચિંતવે છે તથા અસાધુને સાધુ પ્રતિપાદન કરે છે. તેમને પૂછે તો તેઓ વિનયને જ મોક્ષનું સાધન બતાવે છે. તે વિનયવાદીઓ વસ્તુતત્ત્વને ન સમજતાં કહે છે કે અમને અમારા પ્રયોજનની સિદ્ધિ વિનયથી જ દેખાય છે. તે જ પ્રમાણે કર્મબંધની આશંકા કરનારા અઢિયાવાદી ભૂત અને ભવિષ્યકાળ વડે વર્તમાનને ઉડાવીને ક્રિયાનો નિષેધ કરે છે. પિ૩૯ો પૂર્વોક્ત નાસ્તિક જે પદાથોનો નિષેધ કરે છે તેનું અસ્તિત્વ સ્વીકારી લે છે. તથા પદાર્થની સત્તા અને અસત્તા બનેથી મિશ્રિત પક્ષનો પણ સ્વીકાર કરી લે છે. તેઓ સ્યાદ્વાદીના વચનનો અનુવાદ કરવામાં પણ અસમર્થ હોઇ મૂક બની જાય છે. તેઓ પોતાના મતને પ્રતિપક્ષરહિત અને પરમતને પ્રતિપક્ષસહિત બતાવે છે. તેઓ સ્યાદ્વાદીના સાધનોનું ખંડન કરવા માટે વાકછળનો પ્રયોગ કરે છે. | [54] વસ્તુ-સ્વરૂપને નહિ જાણનારા તે અક્રિયાવાદીઓ વિવિધ પ્રકારના શાસ્ત્રોનું કથન કરે છે, જે શાસ્ત્રોનો આશ્રય લઇને ઘણા મનુષ્યો અનંતકાળ સુધી સંસારમાં ભ્રમણ કરે છે. પિ૪૧) બૌદ્ધમતની અંદર એક શૂન્યવાદી સમ્પ્રદાય છે. તે માને છે કે સૂર્ય ઊગતો કે અસ્ત થતો નથી, તેમજ ચંદ્રમાં વધતો કે ઘટતો નથી, તેવી જ રીતે પાણી હોતું નથી અને વાયુ (હવા) ચાલતો નથી, આ સંપૂર્ણ જગત મિથ્યા અને શૂન્યરૂપ છે. [542] જેમ અંધ મનુષ્ય દીપક સાથે હોવા છતાં નેત્રહીન હોવાને કારણે ઘટ, પટ વગેરે પદાર્થોને જોઈ શકતો નથી, તે પ્રમાણે બુદ્ધિહીનઅક્રિયાવાદી, ઘટ, પટ વગેરે વિદ્યમાન પદાર્થોને પણ જોઈ શકતા નથી. [43] સંવત્સર, સ્વપ્નશાસ્ત્ર, નિમિત્ત શાસ્ત્ર, શરીરશાસ્ત્ર, ઉત્પાત, ભૂમિકંપ તથા ઉલ્કાપાત, એ અષ્ટાંગ શાસ્ત્રોનું અધ્યનન કરીને ઘણા લોકો ભવિષ્યમાં થનારી વાતોનો જાણે છે પણ શુન્યવાદી તો આટલું પણ જાણતા નથી. [પ૪૪] કોઈ નિમિત્તવેત્તાનું જ્ઞાન સત્ય હોય છે તો કોઈ નિમિત્તવેત્તાનું જ્ઞાન વિપરીત હોય છે. આવું જોઈને વિદ્યાનું અધ્યયન નહિ કરીને અક્રિયાવાદીઓ વિદ્યાના ત્યાગમાં જ કલ્યાણ બતાવે છે. પિમ્પી ક્રિયાવાદી જ્ઞાનનો નિષેધ કરીને ફક્ત ક્રિયાથી જ સ્વર્ગ-મોક્ષ માને છે. શાસ્ત્રકાર કહે છે, કોઈ કોઈ શાક્યઆદિ શ્રમણ તથા બ્રાહ્મણ પોતપોતાના અભિપ્રાય પ્રમાણે લોકને જાણીને ક્રિયા પ્રમાણે ફળ મળવાનું કહે છે. તથા તેઓ એવું પણ કહે છે, કે દુઃખ પોતાની ક્રિયાથી થાય છે, બીજાની ક્રિયાથી થતું નથી. પરંતુ તીર્થંકર દેવે કહ્યું છે કે મોક્ષ જ્ઞાન અને ક્રિયા બનેથી મળે છે, એકલી ક્રિયાથી નહિ. [46] તીર્થકર ભગવાનું તથા ગણધર વગેરે આ લોકમાં ચક્ષુ સમાન છે અને 11 Page #53 -------------------------------------------------------------------------- ________________ 162 સગો-૧૧૨-૫૪૭ લોકના નાયક છે. તેઓ પ્રજાઓને મોક્ષના માર્ગનો ઉપદેશ આપે છે અને શિક્ષા આપે છે કે હે માનવ! જેમ જેમ મિથ્યાત્વ વધે છે તેમ તેમ સંસાર પણ વધતો જાય છે. પ૪૭ રાક્ષસ (વ્યંતર દેવ) છે, જે યમલોકમાં રહેનાર ભવનપતિ) છે. જે સુર વિમાનિક) છે અને જે ગાંધર્વ નામના વ્યંતર દેવ છે તથા પૃથ્વીકાય આદિ છ કાય છે, જે આકાશગામી વિધાધર) તથા પક્ષી આદિ છે અને ભૂમિચર (પૃથ્વી પર રહેનારા છે તે બધા પ્રાણીઓ પોતપોતાના કર્મ પ્રમાણે સંસારમાં પરિભ્રમણ કરે છે. પિ૪૮] આ સંસારને સ્વયંભૂરમણ સમુદ્રની જેમ અપાર કહેલ છે. તેથી આ ગહન સંસારને તમે દુસ્તર સમજો. આ સંસારમાં વિષય અને સ્ત્રીમાં આસક્ત જીવો વારંવાર સ્થાવર અને જંગમ એવા બે ભેદોમાં ભ્રમણ કરે છે. પિ૪૯] અજ્ઞાની જીવ પાપકર્મ કરીને પૂર્વકૃત કમોને ક્ષય કરી શકતા નથી. પરંતુ ધીર પુરુષ અકર્મથી (આશ્રવને રોકીને) કર્મનો ક્ષય કરે છે. બુદ્ધિમાન પુરુષો લોભ (પરિગ્રહોથી દૂર રહે છે. તેઓ સંતોષી બની પાપ કર્મ કરતા નથી. પિપણે જે વીતરાગ મહાપુરુષ લોભના ત્યાગી, સંતોષી અને પાપકર્મથી નિવૃત્ત છે તેઓ જીવોના ભૂત, વર્તમાન અને ભવિષ્યના ભાવોને યથાર્થરૂપે જાણે છે, તેઓ બીજા જીવોને સંસાર-સાગર પાર કરવા માટે નેતા બને છે પરંતુ તેમનો કોઇ નેતા હોતો નથી. તે જ્ઞાની પુરુષો સંસારનો અંત કરે છે. [પપ૦-પપ પૂર્વે કહેલા તે ઉત્તમ સાધુઓ જીવ હિંસાના ભયથી સ્વયં પાપ કરતા નથી અને બીજા પાસે કરાવતા નથી, પરંતુ કર્મનું વિદારણ કરવામાં નિપુણ, તે સદા પાપના અનુષ્ઠાનથી નિવૃત્ત રહીને સંયમનું પાલન કરે છે. પણ કેટલાક અન્યદર્શની માત્ર જ્ઞાનથી જ વીર બને છે, અનુષ્ઠાનથી નહિ. પિપરી આ જગતમાં નાના શરીરવાળા કંથવા આદિ પ્રાણીઓ પણ છે, અને મોટા શરીરવાળા હાથી આદિ પણ છે. પંડિત પુરુષ તે બધાને પોતાના આત્માની જેમ સમજે છે અને આ લોકને મહાન અથવા અનંત જીવોથી વ્યાપ્ત સમજે છે. એવું સમજીને જ્ઞાની પુરુષ સંયમપરાયણ મુનિ પાસે દીક્ષિત થાય છે. પિપ૩] જે પોતાની મેળે કે બીજા પાસેથી જાણીને ધર્મનો ઉપદેશ આપે છે, તે પોતાની અને બીજાની રક્ષા કરવામાં સમર્થ હોય છે, જે ચિંતન કરીને ધર્મતત્ત્વને પ્રકાશે છે એવા જ્યોતિ સ્વરૂપ મુનિ પાસે હંમેશાં રહેવું જોઈએ. પપ૪-પપપ જે પોતાના આત્માને જાણે છે, ગતિને જાણે છે, અનાગતિને જાણે છે, લોકને જાણે છે, મોક્ષને જાણે છે, સંસારને જાણે છે, જન્મ-મરણ અને ઉપપાતને જાણે છે. જે નરકાદિ ગતિઓમાં થનાર જીવોની વિવિધ પ્રકારની પીડાને જણે છે, આશ્રવ અને સંવરને જાણે છે, દુઃખ અને નિર્જરાને જાણે છે તે જ પુરુષ ક્રિયાવાદનું સારી રીતે કથન કરવામાં સમર્થ થઈ શકે છે. પિપ૬] સાધુ મનોહર શબ્દ અને રૂપમાં આસક્ત ન થાય, અમનોજ્ઞ ગંધ અને રસમાં દ્વેષ ન કરે તથા તેઓ જીવવાની ઈચ્છા ન કરે, પરંતુ સંયમયુક્ત થઈ માયારહિત બનીને વિચરે. એમ હું કહું છું. { અધ્યયન-૧૨-નીમુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ ! - - - Page #54 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, આધ્યયન-૧૩, 163 (અધ્યયન-૧૩-વ્યાયામ ) પિપ૭] હું યથાતથ્ય, જ્ઞાનના પ્રકાર અર્થાતુ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રનું રહસ્ય તથા જીવોના સારા-નરસા ગુણો તેમજ સાધુઓનું શીલ અને અસાધુઓનું કુશીલ તથા શાંતિ અર્થાતુ મોક્ષ અને અશાંતિ અર્થાત્ સંસારનું સ્વરૂપ બતાવીશ. પિપ૦-પપ૯ રાતદિન ઉત્તમ અનુષ્ઠાન કરનારા, તથાગત અથતું તીર્થકરોથી ધર્મને પામીને પણ તીર્થકરોક્ત સમાધિમાર્ગનું સેવન ન કરનાર નિહ્નવ પોતાને શિખામણ દેનાર તીર્થંકર આદિની નિંદા કરે છે. વીતરાગે કહેલો માર્ગ દોષરહિત છે, છતાં અહંકારથી નિલવ તેને દૂષિત કરે છે. જે પુરુષ પોતાની રુચિ અનુસાર, પરંપરાગત વ્યાખ્યાનથી જુદી રીતે વ્યાખ્યાન કરે છે તથા વીતરાગના જ્ઞાનમાં શંકા કરીને મિથ્યા ભાષણ કરે છે તે ઉત્તમ ગુણોનું ભાજન બની શકતો નથી. [પછી જે કોઇના પૂછવા પર પોતાના ગુરુનું નામ છુપાવે છે, તે પુરુષ પોતાને મોક્ષથી વંચિત કરે છે. તે વસ્તુતઃ અસાધુ છે, છતાં પોતાને સાધુ માને છે. તે માયાવી પુરુષ અનંતવાર સંસારમાં ઘાતને પ્રાપ્ત થાય છે અર્થાતુ દુઃખનું પાત્ર બને છે. [પ૧-પ૨] જે પુરુષ ક્રોધશીલ છે, બીજાના દોષો કહ્યા કરે છે, તથા શાંત થયેલા કલહને પ્રદીપ્ત કરે છે, તે પુરુષ પાપકર્મ કરનાર છે ને તે હમેશાં ઝગડામાં પડ્યો રહે છે. તે સાંકડા માર્ગથી જતા આંધળાની પેઠે અનંત દુઃખનો ભાગી બને છે. જે પુરુષ કલહ કરે છે અને જયારહિત બોલે છે તે સમતા મેળવી શકતો નથી. અને તે કલહરહિત પણ બની શકતો નથી. જે ગુરુની આજ્ઞાનું પાલન કરે છે. પાપ કરવામાં ગુરુ વગેરેની લજજા રાખે છે, જે વીતરાગના વચનમાં એકાન્ત શ્રદ્ધાળુ છે તે પુરુષ અમાયી છે. [3] પ્રમાદવશ ભૂલ થઈ જતાં ગુરુ વગેરે શિખામણ આપે ત્યારે જે ચિત્તવૃત્તિ શુદ્ધ રાખે (અથતિ ક્રોધ ન કરી) તેજ પુરુષ વિનય વગેરે ગુણોથી યુક્ત છે, તે જ સૂક્ષ્મ અર્થને જોનારો છે, તે જ પુરુષાર્થ કરનાર છે, તે જ જાતિસંપન્ન અને સંયમ પાળનાર છે. તે જ પુરુષ સમભાવી અને અમાથી છે. પ૬૪-૫૬પ જે પોતાને સંયમી અને જ્ઞાની માની પરીક્ષા કર્યા વિના અભિમાન કરે છે તથા “હું મોટો તપસ્વી છું” એવું માની બીજાઓને પાણીમાં પડેલી. ચંદ્રના પડછાયાની જેમ નિરર્થક માને છે, તે અભિમાની માણસ અવિવેકી છે. આ રીતે અહંકાર કરનાર સાધુ એકાંત રૂપથી મોહમાં પડીને સંસારમાં ભ્રમણ કરે છે. તે સમસ્ત આગમોના આધારભૂત સર્વજ્ઞ ભગવાનના માર્ગથી બહાર છે. જે માન-સન્માન પામીને અભિમાન કરે છે અને સંયમ ગ્રહણ કરીને પણ જ્ઞાન આદિનો મદ કરે છે તે વાસ્તવમાં પરમાર્થને જાણતો નથી. પિકી ચાહે કોઈ બ્રાહ્મણ હોય કે ક્ષત્રિય કુલમાં ઉત્પન્ન થયેલ હોય કે ઉગ્રકુલનું સંતાન હોય અથવા લચ્છવી વંશમાં ઉત્પન્ન થયેલ હોય, જે પુરુષ દીક્ષા ગ્રહણ કરીને બીજાનો આપેલો આહાર ખાય છે અને પોતાના ઊંચગોત્ર-કુળનું અભિમાન નથી કરતો તે જ વીતરાગ માર્ગનો અનુયાયી છે. પિ૭] જાતિ અને કુળ પણ શરણભૂત થતા નથી. સમ્યફ પ્રકારથી સેવન કરેલ જ્ઞાન અને સદાચાર સિવાય અન્ય કોઇ પણ રક્ષા કરવામાં સમર્થ નથી; પણ સદ્વિધા અને ચારિત્ર જ દુઃખથી મુક્ત કરનાર છે. જે મુનિ દીક્ષિત થઈને પણ ગૃહસ્થના કર્મનું સેવન કરે Page #55 -------------------------------------------------------------------------- ________________ 164 સૂયગડો-૧૧૩-૫૮ છે તે સંસારથી પાર થઈ શકતો નથી. [પ૬૮] જે પુરુષ અકિંચન છે, ભિક્ષા લઈને નિવહિ કરે છે અને લૂખું સૂકું ખાઇને જીવિત રહે છે પરંતુ જો તે અભિમાન કરતો હોય. કે પોતાની સ્તુતિની ઇચ્છા રાખતો હોય, તો તેના બીજ ગુણો તેનું પેટ ભરવાનું સાધન માત્ર છે, તે પરમાર્થને નહીં સમજનાર વારંવાર જન્મમરણને પ્રાપ્ત કરે છે. પિ૯] જે સાધુ ઉત્તમ રીતિથી બોલનાર ભાષાવિદ્ હોય. તથા મધુરભાષી. પ્રતિભાવાનું અને વિશારદ હોય તથા ધર્મની વાસનાથી જેનું હૃદય વાસિત છે તે સાચા સાધુ છે, પરંતુ આવા શ્રેષ્ઠ ગુણોની યુક્ત હોવા છતાં પણ જે અભિમાન કરે છે અને બીજાનો તિરસ્કાર કરે છે તે સાધુ વિવેકી નથી. પિ૭ જે સાધુ પ્રજ્ઞાવાનું થઈને પણ પોતાની પ્રજ્ઞાનું અભિમાન કરે છે, અથવા જે લાભના અભિમાનથી ઉન્મત્ત થઈને બીજાની નિન્દા કરે છે, તે બાલબુદ્ધિ સાધુ સમાધિ પ્રાપ્ત કરી શકતો નથી. [71] સાધુ બુદ્ધિમદ, તપોમદ, ગોત્રમદ, અને આજિવિકામદ ન કરે, જે આવો મદ કરતા નથી તેજ પંડિત છે અને તેજ સર્વશ્રેષ્ઠ છે. 72] ધીર પુરુષ ઉપરોક્ત મદસ્થાનો છોડી દે. શ્રુત-ચારિત્ર ધર્મથી યુક્ત પરષો તેનું સેવન કરતા નથી. તેથી ઊંચ-નીચ બધા ગોત્રથી મુક્ત થયેલા તે મહર્ષિઓ સર્વોત્તમ ગતિ-મોક્ષ પામે છે. પ૭૩ ઉત્તમ વેશ્યાવાળા અને ધર્મને સમજેલા સાધુ ભિક્ષા માટે ગ્રામ કે નગરમાં પ્રવેશીને એષણા અને અષણાને સમજીને. અન્ન અને પાણીમાં આસક્તિ રાખ્યા વિના શુદ્ધ ભિક્ષા ગ્રહણ કરે. પિ૭૪] સાધુ અસંયમમાં રતિ અને સંયમમાં અરતિ ન કરે. તે ઘણા સાધુ સાથે રહેતા હોય અથવા એકલો રહેતો હોય, પરંતુ સંયમમાં બાધા ન પહોંચે એવા વચન બોલે. વળી તે ધ્યાનમાં રાખે કે જીવાત્મા એકલોજ પરલોકમાં જાય છે અને આવે છે. પ૭પી ધીર પુરષ ધર્મના સ્વરૂપને સમ્યફ પ્રકારથી સ્વયં જાણીને અથવા ગુરુ આદિથી શ્રવણ કરીને જીવોને હિતકારી ઉપદેશ આપે. ઉત્તમ શૈર્ય ધર્મવાળા પુરુષ નિદિત કાર્ય કે ફળની પ્રાપ્તિ માટે કાર્ય કરે નહિ. પિ૭૬-૫૭૭ પોતાની બુદ્ધિથી બીજાનો અભિપ્રાય સમજ્યા વિના ધર્મનો ઉપદેશ આપે તો બીજાને શ્રદ્ધા ન થતાં તે ક્રોધિત બની જાય છે; વધ પણ કરી નાખે, માટે સાધુ અનુમાનથી બીજાનો અભિપ્રાય જાણીને ધર્મનો ઉપદેશ આપે. બુદ્ધિમાનુ સાધુ શ્રોતાઓના કર્મ અને અભિપ્રાયને જાણીને ધર્મનો ઉપદેશ આપે અને તેમના મિથ્યાત્વને દૂર કરે. તેમને સમજાવે કે તમે સ્ત્રીના રૂપમાં મોહ પામો છો. પરંતુ સ્ત્રીનું રૂપ ભય આપનારું છે, તેમાં લુબ્ધ થનારો મનુષ્ય નાશ પામે છે. આ પ્રમાણે શ્રોતાઓનો અભિપ્રાય જાણીને ત્રસ અને સ્થાવર જીવોનું હિત થાય તેવો ઉપદેશ આપે. પિ૭૮] સાધુ ઉપદેશ આપતાં પૂજા અને પ્રશંસાની કામના ન કરે, કોઇની પ્રિય અને અપ્રિય એવી કથા ન કહે તથા બધા અનર્થોને વર્જીને આકુળતા રહિત અને કષાય રહિત બનીને ઉપદેશ આપે. [57] સાધુ ધર્મના યથાર્થ સ્વરૂપને જોઈને ત્રસ અને સ્થાવર જીવોની હિંસાનો Page #56 -------------------------------------------------------------------------- ________________ 165 તસ્કંધ-૧, અધ્યયન-૧૨, ત્યાગ કરે, જીવન અને મરણની અભિલાષા ન કરે-બન્નેમાં સમભાવ ધારણ કરે, તથા માયાથી વિમુક્ત થઈને વિચરે. એમ હું કહું છું. અધ્યયન-૧૩-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ] ( અધ્યયન-૧૪-ગાં [પ૮૦] આ જિનપ્રવચનમાં ધન-ધાન્ય આદિ બાહ્ય અને ક્રોધ આદિ આવ્યંતર પરિગ્રહનો ત્યાગ કરીને ગ્રહણ-આસેવનરૂપ શિક્ષા પ્રાપ્ત કરનાર સાધક દીક્ષા અંગીકાર કરીને સારી રીતે બ્રહ્મચર્યનું પાલન કરે. આચાર્ય તથા ગુરુ આદિની આજ્ઞાનું પાલન કરીને વિનય શીખે અને સંયમપાલનમાં કદી પણ પ્રમાદ ન કરે. પિ૮૧-૫૮૨] જેવી રીતે કોઈ પક્ષીનું બચ્ચું પૂરી પાંખો આવ્યા વિના પોતાના માળામાંથી ઊડીને અન્યત્ર જવા ઈચ્છે છે, પણ તે પાંખો વિના ઊડી શકતું નથી, તેને માંસાહારી ઢેક વગેરે પક્ષીઓ પાંખો ફડફડાવતું જોઈને હરી લે છે અને મારી નાંખે છે. તે પ્રમાણે ધર્મમાં અનિપુણ અગીતાર્થ શિષ્યને ગચ્છથી નીકળેલો જોઈ અને પોતાના હાથમાં આવેલો માનીને પાખંડી લોકો તેને હરી લે છે અથ; ધર્મભ્રષ્ટ કરી દે છે. પિ૮૩-૫૮૪] જે પુરુષ ગુરુકુળમાં નિવાસ કરતો નથી તે પોતાના કર્મનો નાશ કરી શકતો નથી, એવું જાણીને સાધક ગુરુકુળમાં નિવાસ કરે અને સમાધિની ઇચ્છા રાખે. બુદ્ધિમાન સાધક મુક્તિગમન યોગ્ય આચરણનો સ્વીકાર કરીને ગચ્છની બહાર ન નીકળે. ગુરુની પાસે રહેનાર સાધુ સ્થાન, શયન, આસન, પરાક્રમ, ગમન, આગમન તેમજ તપસ્યા આદિમાં ઉત્તમ સાધુ જેવું આચરણ કરે છે. એવો સાધુ સમિતિ અને ગુપ્તિના વિષયમાં નિષણાત બની જાય છે અને બીજાને તેનું યથાર્થ સ્વરૂપ બતાવે છે. [પ૮૫-૫૮૯] સમિતિ-ગુપ્તિમાં નિષ્ણાત સાધુ મધુર કે ભયંકર શબ્દો સાંભળીને તેમાં રાગદ્વેષ ન કરે તથા નિદ્રા આદિ પ્રમાદ ન કરે અને કોઇ વિષયમાં શંકા થવા પર કોઈ પણ ઉપાયથી તેનું નિવારણ કરીને નિઃશંક બની જાય. સદા ગુરુની સમીપ રહેનાર સાધુને જે કોઈ ઉંમરમાં અથવા સમાન ઉંમરવાળા સાધુ પ્રમાદવશ થયેલ ભૂલને સુધારવા કહે તો તેનો સ્વીકાર ન કરતા જો ક્રોધ કરે તો તે સંસારનો અંત કરી શકતો નથી. ગુરુકુળમાં રહેનાર સાધુને કોઈ અન્યતીર્થિક અથવા ગૃહસ્થ અહમ્રણીત આગમ અનુસાર શિખામણ દે, અવસ્થામાં નાના, મોટા, અથવા ઘસીની પણ દાસી હોય અથવા કોઈ એમ કહે કે આવું કામ તો ગૃહસ્થ પણ ન કરે. આ રીતે સંયમની પ્રેરણા માટે કોઈ ઉપદેશ આપે તો તેના ઉપર સાધુ ક્રોધ ન કરે. પૂર્વોક્ત શિક્ષા દેનાર પર સાધુ ક્રોધ ન કરવો જોઈએ, તેને વ્યથા પણ ન પહોંચાડવી જોઈએ. અને કઠોર શબ્દ ન કહેવો જોઈએ. પરંતુ શિક્ષા દેનારને કહે કે હું એમ જ કરીશ અને પ્રમાદ ન કરવો જોઈએ. જેમ જંગલમાં માર્ગ ભૂલેલા પુરુષને કોઇ માર્ગ જાણનારો પુરુષ હિતકારી માર્ગ બતાવે તે સમયે માર્ગ ભૂલેલો માનવી તેને હિતકારી સમજે છે તેમ કોઈ અનુભવી પુરુષ સાધુને ઉત્તમ માર્ગની શિક્ષા આપે તો સાધુ સમજે કે આ મારા કલ્યાણ માટે છે. [પ૯૦-૫૯૨જે પ્રમાણે રસ્તો ભૂલેલો માણસ માર્ગ બતાવનારનો ઉપકાર માનીને તેનો વિશેષરૂપથી સત્કાર કરે છે. તે પ્રમાણે સન્માર્ગ બતાવનારનો સાધુ પણ ઉપકાર માનીને વિશેષ પ્રકારે સત્કાર કરે અને તેના ઉપદેશને દયમાં ધારણ કરે. એવું Page #57 -------------------------------------------------------------------------- ________________ 166 સંયમો-૧૧પ૯૭ ભગવંતે કહ્યું છે. જેમ માર્ગને જાણનાર નેત્ર સહિત હોવા છતાં અંધકારમયી રાત્રિમાં ન દેખવાના કારણે માગને જાણી શકતો નથી, પરંતુ સૂર્યોદય થતાં પ્રકાશ ફેલાઈ જવાથી તે માર્ગને જાણે છે. તેમ ધર્મમાં નિપુણ શિષ્ય પણ અજ્ઞાનના કારણે ધર્મ જાણતો નથી, પરંતુ જિનવચનોથી વિદ્વાન બની જતાં, ધર્મને જાણી લે છે. પ૩] ઊંચ નીચ અને તિછ દિશાઓમાં જે ત્રસ અને સ્થાવર પ્રાણીઓ નિવાસ કરે છે, તેમાં સાધક હમેશાં યતનાપૂર્વક સંયમનું પાલન કરે તથા તેમના ઉપર મનથી જરામાત્ર પણ દ્વેષ ન કરતાં સંયમમાં દૃઢ થઈને વિચરે. પિ૯૪] સમ્યફ આચારવાનું આચાર્ય સામે ઉચિત અવસર જોઈને સાધુ સૂત્ર તેમજ અર્થની પૃચ્છા કરે અને આગમનો ઉપદેશ કરનાર આચાર્યનો સત્કાર-સન્માન કરે. આચાર્યની આજ્ઞાનુસાર પ્રવૃત્તિ કરતા થકા કેવળિભાષિત સમાધિને પોતાના હૃદયમાં ધારણ કરે. (પ૯૫] ગુરૂના ઉપદેશમાં બરાબર સ્થિત સાધુ મન, વચન અને કાયાથી પ્રાણીઓની રક્ષા કરે. કારણ સમિતિ અને ગુપ્તિના પાલનમાં જ તીર્થકરોએ શાંતિની પ્રાપ્તિ અને કર્મક્ષય કહેલ છે, તે ત્રિલોકદર્શી પુરુષનું આ કથન છે કે સાધુએ ફરીથી કદી પણ પ્રમાદનો સંગ કરવો જોઈએ નહીં. પિ૯૬-૫૭] ગુરુસેવામાં રહેનાર મુનિ સાધુના આચારને સાંભળીને તથા મોક્ષરૂપી ઇષ્ટ અર્થને જાણીને તત્વમાં કુશળ અને સિદ્ધાંતના વ્યાખ્યાતા બની જાય છે, મોક્ષની પ્રગતિના ઈચ્છુક તે સાધુ તપ તેમજ સંયમને પ્રાપ્ત કરીને, નિર્દોષ આહાર દ્વારા મોક્ષ મેળવે છે. ગુરુકુળમાં નિવાસ કરનાર સાધુ સમ્યક્ પ્રકારથી ધર્મને જાણીને તેની પ્રરૂપણા કરે છે. તે બુદ્ધ (જ્ઞાની) પૂર્વ સંચિત કર્મોનો અંત કરે છે, પોતાને અને બીજાને કમપાશથી છોડાવી સ્વયં સંસારથી પાર થઈ જાય છે અને બીજાને પણ પાર કરાવે છે તે મુનિ વિચારીને પ્રશ્નોના ઉત્તરો આપે છે. 1. પ૯૮ પ્રશ્નનો ઉત્તર આપતાં સાધુએ સૂત્રના અસલી અર્થને છુપાવવો ન જોઈએ તેમજ શાસ્ત્રથી વિપરીત વ્યાખ્યા પણ ન કરવી જોઈએ. હું બહુ જ્ઞાની છું, ઉગ્ર તપસ્વી છું એવું અભિમાન ન કરવું જોઈએ તથા પોતાના ગુણો જાહેર ન કરવા જોઈએ. કારણવશ શ્રોતા તત્વને ન સમજે તો તેની હાંસી ન કરે તેમજ કોઈને આશીર્વાદ ન આપે. પિ૯૯સાધુ પાપની ધૃણા કરીને પ્રાણીઓના વિનાશની શંકાથી કોઈને આશીવદિ ન આપે. મંત્રવિદ્યાનો પ્રયોગ કરીને પોતાના સંયમને નિસાર ન બનાવે તેમજ પ્રજાજનો પાસેથી કોઈ વસ્તુની ઈચ્છા ન કરે અને અસાધુના ધર્મનો ઉપદેશ ન આપે. [09]-સાધુએ એવો શબ્દ અથવા એવી શારીરિક ચેષ્ટા ન કરવી જોઈએ કે જેનાથી પોતાને અથવા બીજાને હાંસી આવે. પાપમય કર્તવ્યનો ઉપદેશ પણ ન દેવો જોઈએ. રાગદ્વેષથી રહિત સાધુ બીજાને દુઃખ ઉત્પન્ન થાય તેવા સત્ય વચનનો પણ પ્રયોગ ન કરે. આદર સન્માન પામીને અભિમાન ન કરે, આત્મપ્રશંસા ન કરે અને લોભાદિ કષાયોથી રહિત થઈને વિચરે. so૧-સૂત્ર અને અર્થના વિષયમાં નિશંક હોવા છતાંય બુદ્ધિમાન સાધુ ગર્વ ન કરે અને સાદ્વાદમય-સાપેક્ષ વચન કહે. સત્ય અને વ્યવહાર આ બે ભાષાઓનો જ ઉપયોગ કરે ધર્મનિષ્ઠ સાધુઓની સાથે વિચરે અને રાજા તથા રેક પર સમાન ભાવ Page #58 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧૪, 17 રાખીને ઉપદેશ કહે. [૬૦-૬૦૩-પૂર્વોક્ત સત્યભાષા અને વ્યવહારભાષાનો પ્રયોગ કરીને ધર્મની વ્યાખ્યા કરતા સાધુના કથનને કોઈ બુદ્ધિમાન બરાબર સમજી લે છે અને કોઈ મંદબુદ્ધિ ઊલટું સમજી લે છે. પરંતુ તે ઉલટું સમજનાર મંદમતિને સાધુ કોમળ શબ્દોથી સમજાવે પણ તિરસ્કાર ન કરે. પ્રશ્ન કરનારની ભાષા અશુદ્ધ હોય તો તેની નિંદા ન કરે તથા નાની વાતને શબ્દોના આડંબરથી વિસ્તૃત ન કરે. વ્યાખ્યાન કરતી વેળાએ જે વિષય સંક્ષેપમાં ન સમજાવી શકાય તેને સાધુ વિસ્તારપૂર્વક સમજાવે. આચાર્ય પાસેથી સૂત્રાર્થનું શ્રવણ કરીને સમ્યક પ્રકારથી પદાર્થનો જ્ઞાતા મુનિ તીર્થંકર ભગવાનની આજ્ઞાનુસાર નિર્દોષ વચન બોલે અને પાપનો વિવેક રાખે, [604] સાધુ જિનેશ્વર દેવના સત્ય સિદ્ધાંતોનો સારી રીતે અભ્યાસ કરે અને હમેશાં તેમના ઉપદેશ પ્રમાણે વચન બોલે, મયદાનું ઉલ્લંઘન કરીને વધારે ન બોલે. તે સમ્યવૃષ્ટિ સાધુ પોતાના સમ્યગ્દર્શનને દૂષિત ન કરે. આવો સાધુ સર્વજ્ઞોક્ત ભાવસમાધિને કહેવા યોગ્ય હોય છે. 0i5 સાધુ આગમના અર્થને દૂષિત ન કરે તથા શાસ્ત્રના અર્થને છુપાવે નહિ. પ્રાણીઓની રક્ષા કરનારા સાધુ સૂત્ર અને અર્થને અન્યથા ન કરે તથા શિક્ષા આપનારા ગુરુની ભક્તિનું ધ્યાન રાખીને ઉપદેશ કરે અને ગુરુના મુખથી જેવો અર્થ સાંભળ્યો હોય તેવી જ પ્રરૂપણા કરે. [] જે સાધુ સૂત્રનું શુદ્ધ ઉચ્ચારણ કરે છે, તપ-અનુષ્ઠાન કરે છે અને ઉત્સર્ગના સ્થાન પર ઉત્સર્ગ તેમજ અપવાદના સ્થાનપર અપવાદ માર્ગની પ્રરૂપણા કરે છે તેજ પુરુષ ગ્રાહ્યવાક્ય છે. આ પ્રમાણે અર્થ કરવામાં નિપુણ તથા વગર વિચાર્યું નહિ કરનારા જ સર્વજ્ઞોક્ત ભાવસમાધિનું પ્રતિપાદન કરી શકે છે. એમ હું કહું છું. અધ્યયન-૧૪-નીમુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ | (અધ્યયન-૧૫-આદાન ) [09ii જે પદાર્થો ભૂતકાળમાં થઈ ચૂક્યા છે, જે વર્તમાનમાં છે અને જે ભવિષ્યમાં થશે તે સર્વને, દર્શનાવરણીય (તથા જ્ઞાનાવરણીય, મોહનીય અને અંતરાય) કર્મનો અંત કરનારા પ્રાણીમાત્રના રક્ષક નેતા પુરુષ પરિપૂર્ણ રૂપથી જાણે છે. [8] જે પુરુષ ત્રિકાલદર્શી હોવાના કારણે સંશયનો અંત કરનાર છે, સર્વોત્કૃષ્ટ જ્ઞાનના ધારક છે અને જે સર્વોત્કૃષ્ટ વસ્તુસ્વરૂપની પ્રરૂપણા કરનાર છે, એવા અનુપમ વ્યાખ્યાતા જ્યાં ત્યાં હોતા નથી. [06] શ્રી જિનેશ્વરદેવે ભિન્ન ભિનું સ્થળોમાં જીવાદિ તત્ત્વોનો સારી રીતે ઉપદેશ કર્યો છે. તેજ સત્ય છે અને તેજ સુભાષિત છે, કારણ કે તેમાં પૂવપર વિરોધ આદિ કોઇ ઘેષ નથી. માટે મનુષ્ય હમેશાં સત્ય-સંપન્ન બનીને દરેક જીવો સાથે મૈત્રી ભાવ રાખવો જોઇએ. [10-11] ત્રસ અને સ્થાવર જીવોની સાથે વિરોધ ન કરવો એ સાધુનો ધર્મ છે. સાધુ જગતના સ્વરૂપને જાણીને શુદ્ધ ધર્મની ભાવના કરે. ભાવનાઓથી જેનો આત્મા શુદ્ધ થઈ ગયો છે, તે પુરુષ જળમાં નાવ સમાન કહેલા છે. જેમ નૌકા અનુકૂળ Page #59 -------------------------------------------------------------------------- ________________ 168 સૂયગડી-૧૧૫૧૧ વાયુનો સંયોગ મળવાથી કિનારે પહોંચી જાય છે તેવી જ રીતે ભાવનાયોગી સાધુ સમસ્ત દુખોથી મુક્ત થઈ જાય છે. [12] પાપકમોને જાણનારા પંડિત પુરુષ બધા બંધનથી મુક્ત થઈ જાય છે. તથા નવીન કર્મ ન કરનારા મેધાવી પુરુષના પૂર્વસંચિત બધા પાપકર્મો નષ્ટ થઈ જય છે. [13-1] જે પુરુષ સમસ્ત ક્રિયાઓથી રહિત છે તેને નવીન કર્મબંધ થતો નથી. તે કર્મને જાણે છે. એવી મહાવીર પુરુષ કમને જાણીને એવો પ્રયત્ન કરે કે છે સંસારમાં જન્મ લેતો નથી અને મરતો પણ નથી. જેને પૂર્વકૃત કર્મ નથી તે મહાવીર પુરુષ જન્મતા કે મરતા નથી. સ્ત્રીઓ પણ તે વીર પુરુષનો પરાભવ કરી શકતી નથી. જેમ વાયુ અગ્નિની જ્વાળાને ઉલ્લંઘીને જતો રહે છે તેમ તે મહાવીર પુરુષ પણ સ્ત્રીઓથી પર થઈ જાય છે. જેઓ સ્ત્રીઓનું સેવન કરતા નથી તે પુરુષો સૌથી પહેલાં મોક્ષગામી હોય છે. બંધનથી મુક્ત તે પુરુષ અસંયમી જીવનની ઈચ્છા કરતા નથી. સાધુ પુરુષ અસંયમ જીવનથી નિરપેક્ષ બનીને જ્ઞાનાવરણીય આદિ સમસ્ત કમનો અંત કરી દે છે. જેઓ પોતાના ઉત્તમ કર્તવ્ય દ્વારા મોક્ષની સન્મુખ છે, તેઓ મોક્ષમાર્ગની પ્રરૂપણા કરે છે. 6i17 ચારિત્રના ધારક, દેવાદિ દ્વારા કરેલ પૂજાને ભોગવનારા, પરંતુ તે પૂજાની અભિલાષા નહિ કરનારા, યતનાવાનું ઈન્દ્રિયોનું દમન કરનારા, સંયમમાં વૃઢ અને મૈથુન આદિ વિષય ભોગોથી નિવૃત્ત પુરુષ મુક્તિની સન્મુખ હોય છે. તીર્થકર ભગવાન આદિનો ઉપદેશ ભિન્ન ભિન્ન પ્રાણીઓને માટે ભિન્ન ભિન્ન પ્રકારથી પરિણત થાય છે. [18] જેમ ડુકર ચોખ્ખાના દાણાના લોભમાં પડીને પાશમાં બંધાય છે, એવી રીતે સ્ત્રીના સંગમાં ફસાઈને જીવ અનંત જન્મમરણને પ્રાપ્ત થાય છે, માટે પંડિત પુરુષ મૈથુનને નીસાર સમજીને તેમાં લેપાય નહિ. જે પુરુષ આશ્રવધારોથી નિવૃત્ત છે તેઓ છિન્નસ્ત્રોત છે- રાગદ્વેષથી રહિત, નિર્મળ અને પ્રસન્નચિત્ત છે. ઇન્દ્રિયો અને મનને વશ કરનારા તે પુરુષ અનુપમ ભાવસમાધિને પ્રાપ્ત કરે છે. [19] જે પુરુષ સંયમ પાલનમાં નિપુણ છે તે કોઈ પણ પ્રાણી સાથે મન, વચન અને કાયાથી વિરોધ ન કરે. એવો સાધુ જ ચક્ષુખાત્પરમાર્થદર્શી કહેવાય છે. [20] જે પુરુષ ભોગની ઈચ્છાનો અંત કરી નાખે છે તેજ મનુષ્યો માટે ચક્ષુ સમાન સન્માર્ગદર્શક બની જાય છે. જેવી રીતે તીર્ણક્ષરનો અંતિમ ભાગ જ ચાલે છે અને રથનું પૈડું પણ અંતિમ ભાગમાં (ધુરીના કિનારા ઉપર) ચાલે છે તેવી રીતે મોહનીય કર્મનો અંત જ દુઃખરૂપ સંસારનો ક્ષય કરે છે. [21] ધીર ને વિષયતૃણાનો નાશ કરનાર પુરુષ અંતરાંત આહારનું સેવન કરીને સંસારનો અંત કરે છે. આ મનુષ્યલોકમાં આવીને જીવો ધર્મની આરાધના કરીને મુક્તિગામી થાય છે. [22] મેં તીર્થંકરદેવ પાસેથી સાંભળ્યું છે કે સંયમનું પાલન કરનાર મનુષ્ય કાં તો કૃતકૃત્ય-મુક્ત થઈ જાય છે અથવા દેવગતિ પ્રાપ્ત કરે છે. મનુષ્ય સિવાય બીજી ગતિના જીવોમાં એવી યોગ્યતા હોતી નથી. [23] જ્ઞાનીઓનું કથન છે કે મનુષ્ય જ સમસ્ત દુઃખોનો અંત કરી શકે છે. તથા ગણધર વગેરે એવું પણ કહે છે કે આ મનુષ્યભવ મળવો બહુ દુર્લભ છે. Page #60 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧૫, 169 [24] જે જીવ મનુષ્યભવ ગુમાવી દે છે તેને ફરીથી બોધિની પ્રાપ્તિ મુશ્કેલ છે. કારણ કે સમ્યકદર્શનની પ્રાપ્તિ યોગ્ય દ્ધાના પરિણામો થવા દુર્લભ છે, જે ધર્મની વ્યાખ્યા કરી શકે, અને ધર્મપ્રાપ્તિ માટે યોગ્ય છે તેઓને શુભ લેશ્યા (અંતઃકરણની શુભ પરિણતિ)ની પ્રાપ્તિ થવી પણ કઠિન છે. [25-62] જે મહાપુરુષ પરિપૂર્ણ અનુપમ અને શુદ્ધ ધર્મની પ્રરૂપણા કરે છે અને તેજ પ્રમાણે આચરણ કરે છે, તેઓ સર્વોત્તમ સ્થાન પ્રાપ્ત કરે છે. પછી તેમને જન્મ લેવાની વાત પણ શાની હોય ? પુનરાગમન રહિત મોક્ષમાં ગયેલ જ્ઞાની પુરુષો કદીય સંસારમાં ઉત્પન્ન થઈ શકે ? સર્વ પ્રકારની કામનાઓથી રહિત તીર્થકર ગણધર આદિ મહાપુરુષ જગતના સર્વોત્કૃષ્ટ નેત્ર (પથદર્શક) છે. [27-28] કાશ્યપગોત્રીય ભગવાન મહાવીર દ્વારા પ્રરૂપિત સંયમ નામનું સ્થાન સૌથી પ્રધાન છે. પંડિત પુરુષો તેનું પાલન કરીને સંસારનો અંત કરે છે અને નિવણ પ્રાપ્ત કરે છે. જ્ઞાની પુરુષ કર્મનું વિદારણ કરવામાં સમર્થ વીર્યને મેળવીને પૂર્વકત કર્મનો નાશ કરે અને નવીન કર્મ ન કરે. [29] કર્મોનો વિનાશ કરવામાં સમર્થ વિરપુરુષ, બીજા જીવો દ્વારા મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ કષાય અને યોગના નિમિત્તથી પ્રાપ્ત થનારા કમનું ઉપાર્જન કરતા નથી. કારણ કે પહેલાં કરેલાં કમોના પ્રભાવથી જ નવા કર્મો કરવામાં આવે છે, તે પુરુષ આઠ પ્રકારના કર્મોને છોડીને મોક્ષની સન્મુખ થયેલા છે. 3i0 સમસ્ત સાધુ પુરુષો દ્વારા માન્ય જે સંયમ છે તે શલ્યને કાપનાર છે. તે સંયમની આરાધના કરીને ઘણાં આત્માઓએ સંસાર-સાગરને પાર કર્યો છે અથતુ મોક્ષ મેળવ્યો છે અથવા દેવલોક પ્રાપ્ત કર્યો છે. 3i1 ભૂતકાળમાં ઘણા ધીર પુરુષો થઈ ગયા અને ભવિષ્યમાં પણ થશે, તે બધા અતિદુર્લભ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રનું અનુષ્ઠાન કરીને તથા તે માર્ગ પ્રગટ કરીને સંસારથીપાર થયા છે. એમ હું કહું છું. અધ્યયન-૧૫-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ] (અધ્યયન-૧૬-ગાથા) [32] ભગવાને કહ્યું. પહેલા પંદર અધ્યયનોમાં કહેલા ગુણોથી યુક્ત સાધુ ઈન્દ્રિયો અને મનનું દમન કરનાર હોવાથી દાંત હોય, મુક્ત થવા યોગ્ય હોવાથી દ્રવ્ય હોય, શરીરની વૈયાવચ્ચ નહિ કરનાર હોવાથી વ્યસૃષ્ટકાય હોય. તેને માહન, શ્રમણ, ભિક્ષુ અથવા નિગ્રંથ કહેવાય છે. શિષ્ય પૂછ્યું- હે પૂજ્ય! જે પુરુષ દાંત, મુક્તિ જવા યોગ્ય તથા શરીરની વૈયાવચ્ચના ત્યાગી છે તે શા માટે માહન, શ્રમણ, ભિક્ષુ અથવા નિગ્રંથ કહેવા યોગ્ય છે? હે મહામુનિ ! આપ મને એ બતાવો. ભગવાન ઉત્તર આપે છે. તે સંયમી પુરુષ સર્વ પાપ કર્મોથી વિરત થયેલો છે, તથા તે રાગદ્વેષ, કલહ, કોઇને જૂઠો દોષ દેવ, ચુગલી કરવી, નિંદા કરવી, સંયમમાં ખેદ કરવો અને અસંયમમાં પ્રેમ રાખવો, પરને ઠગવું અને જૂઠું બોલવું તેમજ મિથ્યાદર્શન શલ્ય વગેરે પાપ કર્મોથી દૂર થયો છે. તથા પાંચ ગુપ્તિઓથી ગુપ્ત છે, જ્ઞાનાદિ ગુણોથી યુક્ત છે, સદા ઈન્દ્રિયોને જીતનાર છે. કોઈ ઉપર ક્રોધ નથી કરતો, માન નથી કરતો, તેથી તે મોહન કહેવાય છે. જે સાધુ પૂવક્ત Page #61 -------------------------------------------------------------------------- ________________ સૂયગડો-૧૧-૬૩૨ ગુણોથી સમ્પન્ન હોય તેને શ્રમણ પણ કહેવો જોઈએ. જે શરીર વગેરેમાં આસક્ત નથી, જે સાંસારિક ફળની કામના કરતો નથી, કોઈ પણ પ્રાણીનો ઘાત કરતો નથી, અસત્ય બોલતો નથી. મૈથુન અને પરિગ્રહથી રહિત છે. ક્રોધ, માન, માયા, લોભ તથા રાગ અને દ્વેષ કરતો નથી. તથા જે જે કાર્યોથી કર્મબંધ થાય છે અથવા જે જે પોતાના આત્માના દ્વેષનું કારણ છે તે પ્રાણાતિપાત વગેરે કમોંથી નિવૃત્ત બની ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરે છે તથા મુક્તિ પામવાની યોગ્યતા ધરાવે છે અને શરીરનું પરિશોધન કરતો નથી, તે શ્રમણ કહેવાય છે. ભિક્ષુ પૂર્વોક્ત ગુણસમૂહથી યુક્ત હોય છે. તે ઉપરાંત જે સાધુ આભિમાન રહિત છે, ગુરુજન પ્રત્યે વિનય અને નમ્રતા રાખે છે, ઈન્દ્રિઓ અને મનનું દમન કરે છે, મુક્તિ પામવા યોગ્ય ગુણોથી યુક્ત રહે છે, શરીરનો શૃંગાર કરતો નથી, નાના પ્રકારના પરિષહ અને ઉપસર્ગોને સહન કરે છે, જેનું ચારિત્ર અધ્યાત્મયોગના પ્રભાવથી નિર્મળ છે, જે સચ્ચારિત્રમાં ઉદ્યમશીલ છે અને મોક્ષમાર્ગમાં સ્થિત છે તથા સંસારને અસાર જાણે છે તેમજ બીજાએ આપેલી ભિક્ષાથી પોતાનો નિરવહિ કરે છે, તે ભિક્ષુ કહેવાય છે. પૂર્વે ભિક્ષુના ગુણો બતાવ્યા છે તે નિગ્રંથમાં પણ હોવા જોઈએ. તથા જે સાધુ રાગદ્વેષ રહિત રહે છે, આત્માં એકલો જ પરલોકમાં જાય છે તે જાણે છે, જે બુદ્ધ છે અર્થાતુ તત્વને જાણે છે, જેણે આસ્રવદ્વારોને અટકાવેલ છે, જે પ્રયોજન વિના પોતાના શરીરની કોઈ ક્રિયા કરતા નથી અથવા જે ઇન્દ્રિયો અને મનને વશમાં રાખે છે, જે પાંચ પ્રકારની સમિતિ ઓથી યુક્ત છે, જે શત્રુ અને મિત્ર બન્નેમાં સમભાવ જાણે છે, જે સમસ્ત પદાર્થોના. સ્વભાવને જાણે છે, જેણે દ્રવ્ય અને ભાવ બન્ને પ્રકારે સંસારમાં ઉતારવાના સ્ત્રોત અર્થાતુ માર્ગનું છેદન કર્યું છે, જે પૂજા-સત્કાર અને લાભની ઇચ્છા ન રાખતાં કેવળ ધર્મની ઈચ્છા રાખે છે, સમભાવથી વિચરે છે, એવા ગુણોથી યુક્ત જે સાધુ જિતેન્દ્રિય અને મુક્તિ પામવા યોગ્ય છે તથા જેણે શરીરનો વ્યુત્સર્ગ કરેલો છે, તે નિગ્રંથ કહેવાય છે. - આ મેં જે કહ્યું છે તે તમે એ પ્રમાણે જ સમજો, કારણ કે ભયથી જીવોની રક્ષા કરનારા સર્વજ્ઞ તીર્થંકર દેવ અન્યથા ઉપદેશ કરતા નથી. [ અધ્યયન-૧૬-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ ] કા શ્રત સ્કંધ-૧-ગુર્જરછાયા પૂર્ણ કક્ષ તસ્કંધ-૨ (અધ્યયન-૧પુંડરીક) [33] આયુષ્યમન્ ! મેં સાંભળ્યું હતું તે ભગવંતે એમ કહ્યું-જિનાગમમાં પુંડરીક નામનું અધ્યયન છે. તેનો અર્થ આ પ્રમાણે કહ્યો છે કોઈ પૂષ્કરિણી હોય, ઘણું જલ અને કીચડ તેમાં હોય અને તે ઘણા કમળો થી યુક્ત હોય. યથાર્થ નામવાળી હોય, શ્વેત કમળોથી પરિપૂર્ણ હોય, જોનારના ચિત્તને પ્રસન્ન કરનાર, દર્શનીય, અભિરૂપ હોય. આ પુષ્કરિણી (વાવડી) ઘણી જ પ્રતિષ્ઠા પામેલી હોય. આ પુષ્પરિણીમાં ચારે બાજુ શ્વેત કમળો રહેલા છે. તે કમળો જલ અને કાદવથી ઉપર ઉઠેલાં છે. નેત્રને પ્રિય લાગે તેવા રંગનાં, ઉત્તમ પ્રકારની સૌરભથી યુક્ત, સ્વાદિષ્ટ Page #62 -------------------------------------------------------------------------- ________________ 4-2, અધ્યયન-૧, 171 રસવાળા, કોમળ સ્પર્શવાળા, પ્રાસાદિક, જોવાયોગ્ય અતિ સુંદર છે. તે પુષ્કરિણીમાં બરાબર મધ્ય ભાગમાં સર્વથી મોટું એક શ્વેત કમળ અતિશય શોભાને પામીને રહેલ છે. તે કમળ પણ જલ અને કાદવથી ઉપર ઉઠેલાં છે. નેત્રને પ્રિય લાગે તેવા રંગનાં, ઉત્તમ પ્રકારની સૌરભથી યુક્ત, સ્વાદિષ્ટ રસવાળા, કોમળ સ્પર્શવાળા, પ્રાસાદિક, જોવાયોગ્ય અતિ સુંદર છે. તે પુષ્કરિણીમાં બરાબર મધ્ય ભાગમાં સર્વથી મોટું એક શ્વેત કમળ અતિશય શોભાને પામીને રહેલ છે. તે કમળ પણ જલ અને કાદવથી ઉપર ઉઠેલ છે, તેની રચના અતિ સુંદર છે. ઉત્તમ પ્રકારના રૂપ, ગંધ, રસ અને સ્પર્શથી ઘણું જ મનોહર, દર્શનીય અને સુંદર છે. આ પુષ્કરિણીમાં ચારે દિશાઓમાં અને વિદિશાઓમાં ઉપર્યુક્ત ગુણોથી યુક્ત કમળો ઉગેલાં છે. તે સર્વની મધ્યમાં એક ઉત્તમ મોટું શ્વેત કમળ શોભી રહેલ છે, જે સુંદર રચનાથી યુક્ત છે. અને મનોહર છે. [34] પુષ્કરિણીમાંથી ઉત્તમ કમળને બહાર લાવવા ઈચ્છનાર ચાર પુરુષો :એક પુરુષ પૂર્વ દિશા તરફથી તે પુષ્પકરિણી પાસે આવે છે અને આવીને પુષ્કરિણીના કિનારા ઉપર ઊભો રહે છે. તે પૂર્વવર્ણિત એક મોટા શ્વેત કમળને જુએ છે અને જોઈને આ પ્રમાણે વિચાર કરે છે. હું પુરુષ છું. ખેદજ્ઞ છું. કુશળ, પંડિત, વિવેકવાનું અને બુદ્ધિમાન છું. હું બાલભાવથી નિવૃત્ત થયેલ છું. હું ઈષ્ટસિદ્ધિના માર્ગમાં સ્થિત છું. માર્ગનો જ્ઞાતા છું. જે માર્ગ ઉપર ચાલવાથી લોકો પોતાની અભીષ્ટ સિદ્ધિ કરે છે તેને જાણનાર છું. તેથી હું પુષ્કરિણીની મધ્યમાં રહેલ પાવર કમળને પુષ્કરિણીમાંથી બહાર ઉખેડી લાવીશ. આ પ્રમાણે વિચારી તે પુરષ પુષ્કરિણી માં પ્રવેશ કરે છે. જેમ તેમ તે પુરુષ પુષ્કરિણીમાં આગળ આગળ વધે છે તેમ તેમ જુળની અને કીચડની ઉંડાઈ વધતી જાય છે. તે પુરુષ વાવડીના કિનારાને છોડી દીધેલ છે અને પદ્મવર કમળ પાસે પહોંચ્યો નથી. તે આ પાર આવી શકતો નથી અને પેલે પાર જઈ શકતો નથી અને ઉંડા જળ અને કીચડથી વ્યાપ્ત પુષ્કરિણીમાં ખેંચી જાય છે, અને ખૂંચી ગયા બાદ કલેશને પામે છે. [35] હવે બીજા પુરુષનું વૃત્તાન્ત કહે છે ? ત્યાર પછી બીજો પુરુષ દક્ષિણ દિશાથી તે પુષ્કરિણીની પાસે આવે છે. આવીને તેના કિનારા ઉપર ઊભા રહીને પુષ્કરિણીની મધ્યમાં રહેલ ઉત્તમ શ્વેત પદ્રવર કમળ જુએ છે. જે વિશિષ્ટ રચનાથી યુક્ત, પ્રસન્નતા પ્રદ્યન કરનાર, પૂર્વોક્ત ગુણોથી યુક્ત અને અતિ સુંદર છે. અને કાદવમાં ખેંચી ગયેલ પુરુષને જુએ છે કે જે કિનારાથી દૂર પહોંચેલ છે અને ઈચ્છિત શ્વેત પદ્માવર કમળ પ્રાપ્ત કરી શકેલ નથી, તે પુષ્કરિણીની મધ્યમાં કાદવમાં ફક્સાયેલો છે. ત્યારે તે પુરુષ માટે કહેવા લાગ્યો કે- અહો! આ માણસ ખેદજ્ઞ નથી. કુશલ નથી, પંડિત નથી, અપરિપક્વ બુદ્ધિવાળો છે, અમેધાવી, અજ્ઞાની, સતું માર્ગમાં અસ્થિત, માર્ગનો નહિ જાણનાર છે, જે માર્ગમાં ચાલવાથી મનુષ્ય પોતાના ઈષ્ટ દેશને પ્રાપ્ત કરે છે તેથી અજ્ઞાત છે. પણ તે એમ સમજે છે કે હું જ્ઞાની છું અને કુશલ છું, માટે હું પદ્મવર કમળને લાવી શકીશ; પરંતુ તે પુરુષ જે પ્રમાણે માને છે તે પ્રમાણે પદ્મવર કમળ લાવી શકાય તેમ નથી. પરંતુ તેનાથી હું ખેદજ્ઞ, કુશળ, પંડિત, પરિપક્વ બુદ્ધિવાળો યુવાન અને સજ્જનો દ્વારા આચરિત માર્ગમાં સ્થિત, માર્ગનો જ્ઞાતા અને ઇષ્ટ પ્રાપ્તિના માર્ગને જાણનાર છું, તેથી હું ઉત્તમ શ્વેત કમળને મધ્યમાંથી લાવી શકીશ. આ પ્રમાણે વિચારી તે પુરુષે તે પુષ્કરિણીમાં કર્યો. કાદવમાં ફસાયો જેણે તટ છોડી દીધેલ છે અને પાવર કમળ સુધી Page #63 -------------------------------------------------------------------------- ________________ 172 સૂયગડો-૨/૧૬૩૬ પહોંચેલ નથી તે બિચારો આ પાર કે પેલે પાર જઈ શકતો નથી, તે પુરુષ મધ્યમાં ફસાઇ જઈ દુખનો અનુભવ કરે છે અને ભયંકર કલેશ પામે છે. 1 [36] હવે ત્રીજા પુરુષનું વૃત્તાન્ત કહેવાય છે.... ત્યાર પછી કોઈ એક પુરુષ પશ્ચિમ દિશામાંથી આ પુષ્પરિણીની પાસે આવે છે. આવીને કિનારા ઉપર ઉભો રહે છે, ત્યાં ઊભા રહીને તે ઉત્તમ શ્વેત કમળને જુવે છે જે વિશેષ રચનાથી યુક્ત યાવતુ મનોહર છે. વળી કમળની કામનાવાળા કાદવમાં ફસાયેલા બે પુરુષોને પણ જુએ છે કે જેઓ કિનારાથી દૂર થઈ ગયેલ છે અને ઈચ્છિત કમળ સુધી પહોંચેલ નથી, ન તો આ પાર કે ન પેલે પાર; મધ્યમાં જ જેઓ પુષ્કરિણીના કાદવમાં ફસાઈ ગયા છે. તે પહેલા બે પુરુષો માટે બોલવા લાગ્યો કે- અહો ! આ બંને વ્યક્તિઓ ખેદજ્ઞ, કુશળ, પરિપક્વ, બુદ્ધિવાળા કે બુદ્ધિમાનું નથી. બાલ છે, માર્ગમાં અસ્થિત છે. માર્ગથી અજાણ છે, તથા ગતિ માર્ગ પરાક્રમશ નથી. છતાં તેઓ એમ સમજે છે કે અમો ઉત્તમ પદ્મવર કમળને બહાર લાવી. શકીશું પરંતુ તેઓ તે કમળ લાવવામાં સમર્થ નથી. પરંતુ હું પુરુષ છું. પરિશ્રમને જાણનાર છું. મેધાવી છું, યુવાન છું. પરિપક્વ બુદ્ધિવાળો છું. ઉત્તમ પુરુષોથી સેવિત માર્ગમાં સ્થિત છું, માર્ગનો જ્ઞાતા છું, ગતિમાર્ગ પરાક્રમ છું. તેથી હું આ ઉત્તમ શ્વેત પદ્રવર કમળને લાવી શકીશ. આ પ્રમાણે વિચાર કરીને તે પુષ્કરિણીમાં પ્રવેશ કરે છે. કાદવમાં ફસાય છે. તેણે તટનો ત્યાગ કરેલ છે, અને પાવરને પ્રાપ્ત થયેલ નથી પણ પુષ્કરિણીના કાદવમાં ફસાઈ દુઃખ અને કલેશ પ્રાપ્ત કરે છે. [37] હવે ચોથા પુરુષનું વૃત્તાન્ત... ત્યારપછી કોઈ પુરુષ ઉત્તર દિશામાંથી આ પુષ્કરિણીની પાસે આવે છે. આવીને તટ ઉપર ઊભો રહે છે. એક ઉત્તમ શ્વેત પદ્મવર કમળને જુએ છે. જે ઉત્તમ રચનાથી યુક્ત અને મનોહર છે અને કાદવમાં ફસાયેલા ત્રણ પુરુષોને પણ જુએ છે જેઓ કિનારાથી ભ્રષ્ટ થયેલા છે અને કમળ પાસે પહોંચ્યા નથી પણ મધ્યમાંજ ખેંચી ગયેલા છે. તે સર્વને જોઈને આ પુરુષ કહે છે કે-અહો ! આ ત્રણે પુરુષો ખેદજ્ઞ નથી. યાવતુ ગતિમાર્ગ પરાક્રમજ્ઞ પણ નથી, તે પુરુષો માને છે કે અમો આ શ્વેત પદ્મવરને બહાર લાવી શકીશું પરંતુ એ રીતે બહાર ન લાવી શકાય. તે પુરુષ માને છે, કે હું ખેદજ્ઞ યાવતુ ગતિમાર્ગ પરાક્રમજ્ઞ છું તેથી હું તે ઉત્તમ શ્વેત પદ્મ-કમળને લાવી શકીશ. આ પ્રમાણે વિચાર કરીને પુષ્કરિણીમાં પ્રવેશ કરે છે. તે પણ કાદવમાં ફસાઈ જાય છે. તેણે તટનો ત્યાગ કરેલ છે. અને કમળ સુધી પહોંચેલ નથી. વચમાંજ ફસાઈ જવાના કારણે દુઃખ અને કલેશ પામે છે... [38] પાંચમાં સફળ પુરુષનું વૃત્તાન્ત કહેવાય છે. ત્યાર પછી ત્યાં આગળ સંસારથી અલિપ્ત, મોક્ષાભિલાષી, ક્ષેત્રજ્ઞ, યાવતું ઈષ્ટ સિદ્ધિના માર્ગને જાણાનાર સાધુપુરુષ કોઈ પણ દિશા યા વિદિશામાંથી આવી પુષ્કરિણીના તટ પર સ્થિત થઈને એક ઉત્તમ પદ્મકમળને જુએ છે જે સુંદર છે. તે સાધુ કાદવમાં ફસાયેલા ચાર પુરુષોને પણ જુએ છે, જે કિનારાથી ભ્રષ્ટ થયેલછે, કમળ પર્યન્ત પહોંચેલ નથી. જેઓ નહીં અહીંના નહીં ત્યાંના કીચડમાં ફસાઈ ગયા છે. આ બધું જોઇને તે આ પ્રમાણે કહે છેઅહો ! આ પુરુષો બિચારા ખેદજ્ઞ નથી, કુશલ નથી યાવતુ સિદ્ધિના માર્ગને જાણનાર નથી, આ એમ સમજે છે કે અમો ઉત્તમ શ્વેત કમળને બહાર લાવી શકીશું. પણ એ શ્વેત કમળ આ રીતે બહાર ન જ આવી શકે. પરન્તુ હું સંસારથી અલિપ્ત ભિક્ષુ છું. મોક્ષા Page #64 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - કુતસ્કંધ-૨, અધ્યયન-૧, 173 ભિલાષી છું ખેદજ્ઞ છું. યાવતુ ઇષ્ટ સિદ્ધિના માર્ગનો જાણનાર છે. માટે હું આ ઉત્તમ શ્વેત કમળ બહાર કાઢી શકશે. આ પ્રમાણે વિચાર કરીને તે સાધુ પુષ્કરિણીમાં પ્રવેશ કરતો નથી. પણ પુષ્કરિણીના કાંઠા પર ઊભા રહીને કહે છે. હે પદ્મવર કમળા બહાર આવો આ પ્રમાણે સાધુના કહેવાથી તે પદ્મવર કમળ પુષ્કરિણીમાંથી બહાર આવે છે. [૩૯હે આયુષ્યનું શ્રમણો ! ઉપર્યુક્ત ઉદાહરણનો અર્થ તમારે સર્વએ જાણવો જોઈએ. ભત્તે ! એમ કહીને સર્વ સાધુ સાધ્વીઓએ શ્રમણ ભગવનું મહાવીર સ્વામીને વંદન નમસ્કાર કર્યો, વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું- ભગવન ! આપે દ્રષ્ટાંત કહ્યું તેનો અર્થ અમે જાણતા નથી. અમારી સમજમાં આવતું નથી. ત્યારે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ સર્વ સાધુ-સાધ્વીઓને સંબોધન કરીને કહ્યું કે હેતુ અને ઉદાહરણોથી તેના અર્થને તમારી સમજમાં ઉતારું છું. અર્થ હતું અને નિમિત્તની સાથે તે અર્થ વિસ્તૃત અને સરળ બનાવી કહું છું. [40] હે આયુષ્યમાન શ્રમણો ! મેં આ લોક ને પુષ્કરિણીની ઉપમા આપી છે. કર્મને પાણીની ઉપમા આપી છે, કામભોગોને કાદવની ઉપમા આપી છે, આ આર્ય દેશની પ્રજા અને જનપદોને પુષ્કરિણીના ઘણા કમળોની ઉપમા આપી છે, તથા રાજને ઉત્તમ શ્વેત પુંડરીક કમળની ઉપમા આપી છે, અન્યથીકોને ચાર પુરુષોની ઉપમા આપી છે ધર્મને સાધુની ઉપમા આપી છે, ધર્મતીર્થને તટની ઉપમા આપી છે. ધર્મકથાને સાધુના શબ્દોની ઉપમા આપી છે અને નિર્વાણ (મોક્ષ) ને એ પુષ્કરિણીથી શ્રેષ્ઠ પુંડરિક કમળને બહાર કાઢવાની ઉપમા આપી છે. હે આયુષ્યમનું શ્રમણો ! આ તો માત્ર રૂપક છે. આ રૂપકનું તાત્પર્ય એવું છે કે પરતીર્થિકો જે વિષયભોગ રૂપ કાદવમાં ખૂંચેલા હોય છે, તેઓ પોતાને કે પ્રધાન એવા રાજાદિને સંસારસાગરથી પાર ઉતારવા સમર્થ નથી. હોત. રાગદ્વેષ રહિત બનીને જે ધાર્મિક સતુ પુરુષ રાજા-મહારાજા વગેરેને મોક્ષમાર્ગનો ઉપદેશ આપે છે તેના ઉપદેશથી જ તે પાર થઈ શકે છે.. [641 આયુષ્યમનું શ્રમણો ! આ મનુષ્યલોકમાં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, અને દક્ષિણ દિશાઓમાં વિવિધ પ્રકારના મનુષ્ય ઉત્પન્ન થાય છે. તેમાં કોઈ આર્ય કોઈ અનાર્ય કોઈ ઊંચ ગોત્રવાળા, કોઈ નીચ ગોત્રવાળા, કોઈ મોટી અવગાહનાવાળા, કોઇ ઓછી અવગાહનાવાળા, કોઇ રમ્ય વર્ણવાળા તો કોઈ અરમ્ય વર્ણવાળા, કોઈ સુંદર રૂપવાળા તો કોઇ હીનરૂપવાળા હોય છે. એ મનુષ્યોમાં કોઈ એક રાજા હોય છે. તે મોટા હિમવાનુ મલય, મંદર અને મહેન્દ્ર પર્વતસમાન શક્તિસંપન્ન અને ધનવાન હોય છે. તે અત્યંત વિશુદ્ધ રાજકુળમાં ઉત્પન્ન થયેલ હોય છે, તેમના અંગોપાંગ રાજલક્ષણોથી સુશોભિત હોય છે. ઘણા મનુષ્યો વડે બહુમાન અને પૂજા પામેલ, સર્વ ઉત્તમ ગુણોથી સમૃદ્ધ, ક્ષત્રિય, સદા પ્રસન્ન રહેનાર, રાજ્યાભિષેક કરેલ, માતા-પિતાને સુપુત્ર, દયાળ, પ્રજાના હિત માટે મયદાનું સ્થાપન અને પાલન કરનાર, પ્રજાનું કલ્યાણ કરનાર, પોતે કલ્યાણના ધારણ કરનાર, મનુષ્યમાં ઈન્દ્રસમા, પ્રજાનો પિતા, જનપદનો પુરોહિત, સુનીતિ પ્રવર્તક, પુરુષોમાં સિંહ સમાન, ગંધહસ્તીની સમાન પ્રધાન, ધનવાન તેજસ્વી અને પ્રસિદ્ધ હોય છે. તેને ત્યાં વિશાળ ભુવન અને પલંગાદિ સૂવા-બેસવાના ઉત્તમ સાધનો હોય છે. પાલખી આદિઓથી તથા વહાનોથી સંપન્ન હોય છે. અતિ ધન, સુવર્ણ અને રજતથી યુક્ત હોય, તેને ત્યાં ઘણા દ્રવ્યોની આવક અને જાવક થાય છે અને વિપુલ Page #65 -------------------------------------------------------------------------- ________________ સૂયગડો- 214 ભોજન પાણી માણસોને આપવામાં આવે છે. તેને ત્યાં દાસ-દાસીઓ તથા ગાય, ભેંસ અને બકરીઓની અધિકતા હોય છે. તેનો ખજાનો દ્રવ્યથી, કોઠાર અનથી અને શસ્ત્રશાલા શસ્ત્રોથી પરિપૂર્ણ હોય છે. તે શક્તિશાળી હોય અને શત્રુઓને શક્તિહીન બનાવેલા હોય છે. ચોર, જાર વગેરે દુષ્ટ મનુષ્યોથી પ્રજાને અપાતા ઉપદ્રવોને દૂર કરનાર તથા તેઓનું અહમ્ ઓગાળનાર હોય છે. કેટકની સમાન પીડા આપનારા ઉપદ્રવીઓથી તેનું રાજ્ય વર્જિત હોય છે. તેનું રાજ્ય શત્રુઓના ભયથી તથા દુભિક્ષ અને મહામારીના ભયથી રહિત હોય છે. આ પ્રમાણે તેમના રાજ્યનું વર્ણન ઉવવાઈ સૂત્રમાં કર્યું છે. તે પ્રમાણે જાણવું. તે રાજા સ્વચક્ર અને પરચક્રના ભયથી રહિત રાજ્યનું પાલન કરતો વિચરે છે. તે રાજાની સભા હોય છે. તે સભામાં ઉગ્રવંશી, અને ઉગ્રપુત્ર, ભોગવિશી અને ભોગપુત્ર, ઈક્વાકુ ક્ષત્રિય અને ઈક્વાકુ પુત્ર, જ્ઞાત અને જ્ઞાતપુત્ર કુરુવંશી, તથા કુપુત્ર, સુભટ અને સુભટપુત્ર, બ્રાહ્મણ અને બ્રાહ્મણપુત્ર, લિચ્છવી, અને લિચ્છવીપુત્ર, મંત્રી અને મંત્રીપુત્ર, સેનાપતિ, સેનાપતિપુત્ર, આદિ સર્વ તેની સભાના સભાસદો હોય છે. એવા રાજાઓમાંથી કોઇ રાજ ધર્મશ્રદ્ધાળુ હોય છે, કોઇ શ્રમણ કે બ્રાહ્મણ તે શ્રદ્ધાળુની પાસે જવાનો વિચાર કરે અને કોઈ એક ધમવિષયક શિક્ષા દેનાર શ્રમણ કે બ્રાહ્મણ એવો નિશ્ચય કરે કે અમે તેને અમારા ધર્મની શિક્ષા આપીશું. આમ વિચાર કરીને તે શ્રમણ બ્રાહ્મણ તે શ્રદ્ધાળુની પાસે જાય છે અને કહે છે-હે પ્રજાનું રક્ષણ કરનાર રાજનું! હું તમોને ઉત્તમ ધર્મનું સ્વરૂપ બતાવું છું. તમો તેને સમજો.પ્રથમ પુરુષ તજજીવ તચ્છરીર વાદી. તે પુષ્કરિણી રૂપ જગતમાં ઉત્તમ કમળ સમાન રાજાનો ઉદ્ધાર કરવા ઈચ્છે છે, તે આ પ્રમાણે કહે છે- પગના તળિયાથી લઈ ઉપર માથાના વાળ પર્યન્ત અને તિથ્થુ ચામડી સુધી જે શરીર છે તે જ સંપૂર્ણ જીવની અવસ્થા છે, કારણકે આ શરીરના જીવવા પર જીવે છે અને શરીરના મરવા પર જીવ મરે છે. શરીરના સ્થિત રહેવા પર જીવ સ્થિત રહે છે. શરીરનો નાશ થાય એટલે જીવનો નાશ થાય છે. તેથી જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી જીવન છે. ત્યારે તેને બાળવા માટે બીજા માણસો લઈ જાય છે. અગ્નિમાં શરીર બળી જાય છે અને કપોત વર્ણના હાડકા બાકી રહી જાય છે. પછી મૃતદેહને ચાર જણા ઉપાડનારા અને પાંચમી ઠઠારી એમ પાંચેય પોતાના ગામમાં પાછા ફરે છે. આ પ્રમાણેની અવસ્થા દેખાતી હોવાથી સ્પષ્ટ જણાય છે કે શરીરથી ભિન્ન જીવ નામક કોઈ દ્રવ્ય નથી. કારણ કે શરીરથી ભિન્ન જીવ પ્રતીત થતો નથી. તેથી જે લોકો શરીર અને જીવને જુદા જુદા માનતા નથી તેમનો સિદ્ધાંત યુક્તિ-યુક્ત છે. પરંતુ જે લોકો કહે છે કે જીવ જુદો છે અને શરીર જુદું છે, તેઓ તે બતાવવા શક્તિમાન નથી કે આત્મા દીર્ઘ છે કે હસ્વ છે ? ગોળાકાર છે કે દડા જેવો છે? ત્રિકોણ છે કે ચતુષ્કોણ? પહોળો છે કે કોણવાળો છે કે અષ્ટકોણવાળો છે? તે કાળો, નીલો, લાલ, પીળો કે સફેદ છે? સુગંધી છે કે દુર્ગધી? તે તીખો, કડવો, કસાયેલો ખાટો કે મીઠો છે? તે કર્કશ છે કે સુવાળો? ભારે છે કે હલકો છે? ઠંડો છે કે ગરમ છે? સ્નિગ્ધ છે કે રૂક્ષ? શરીર સિવાય આત્માનું ઉપરોક્ત પ્રમાણેનું સંવેદન કે અનુભવ હોતો નથી તેથી જીવ અને શરીરને જુદા જુદા માનનારાઓ આત્માને શરીરથી જુદો નથી પામી શકતા, જેમ કોઈ પુરુષ મ્યાનમાંથી તલવાર બહાર કાઢીને માન અને તલવાર બંનેને જુદા જુદા બતાવી શકે છે. જેમ કોઈ Page #66 -------------------------------------------------------------------------- ________________ સુતસ્કંધ-૨, અધ્યયન-૧, 175 પુરષ માંસથી હાડકાને જુદું કરીને દેખાડી શકે છે, મુંજ અને તણખલાની સલીને જુદા કરીને બતાવી શકે છે જેમ કોઈ પુરુષ હથેળીથી આમળું જુદું બતાવે છે. જેમ કોઇ દહીમાંથી માખણ જુદું કરીને બતાવે છે. જેમ તલમાંથી તેલ, શેરડીમાંથી રસ અને અરણીનાં લાકડામાંથી અગ્નિને જુદ્દે કરી બતાવી શકે છે, તેમ કોઈ પુરુષ એવો નથી કે જે આત્માને શરીરથી જુદો કરીને બતાવે કે આ આત્મા છે અને આ શરીર છે. તેથી આત્મા શરીરથી જુદો નથી. તેજ યુક્તિયુક્ત છે. જીવ અને શરીરને જુદા જુદા બતાવનારા મિથ્યાવાદી છે. આ પ્રમાણે શરીરથી જુદો આત્મા નહિ માનનારા લોકાયતિક આદિ સ્વયં જીવોનું હનન કરે છે. તથા બીજાને પણ એવો ઉપદેશ આપે છે કે મારો, છેદો, બાળો, પકાવો. લૂંટો, બળાત્કાર કરો, ગમે તેમ કરો કારણ કે શરીર જ જીવ છે. તેથી ભિન્ન કોઈ પરલોક નથી. તે તજીવ તસ્કૃરીરવાદી માનતા નથી કે આ કરવું જોઇએ ને આ ન કરવું જોઈએ. આ સુકૃત છે અને આ દુષ્કત છે, આ કલ્યાણ છે ને આ પાપ છે, આ સારું છે ને આ ખરાબ છે. તેઓ સિદ્ધિ કે અસિદ્ધિ, નારક કે નારકભિન્ન-દેવાદિને માનતા નથી. આ પ્રમાણે ભાંતિવશ સમારંભો વડે વિવિધ કામભોગો ભોગવવા માટે આરંભ કરે છે. આ પ્રમાણે મૂર્ખતાથી કોઈ નાસ્તિક “મારો જ ધર્મ સત્ય છે” એવી પ્રરૂપણા કરે છે. તેના સિદ્ધાંતમાં શ્રદ્ધા, વિશ્વાસ અને રુચિ કરી તથા સત્ય માની કોઈ રાજા આદિ તે શરીરાત્મવાદીને કહે છે હે શ્રમણ ! હે બ્રાહ્મણ ! તમે મને ઘણો ઉત્તમ ધર્મ સંભળાવ્યો. હે આયુષ્યનું હું આપની પૂજા કરું છું. અન્ન, પાણી ખાદ્ય, સ્વાદ્ય, વસ્ત્ર, પરિગ્રહ, કંબલ અને પાદપુંછન વિગેરે સામગ્રીઓ વડે આપનું સન્માન કરું છું. એમ કહી કોઈ રાજાદિ તેની પૂજામાં પ્રવૃત્ત બને છે. આ શરીરાત્મવાદીએ પૂર્વે તો એવી પ્રતિજ્ઞા કરી હતી કે “હું અણગાર, અકિંચન પુત્રરહિત, પશુ આદિથી રહિત, પરિગ્રહથી રહિત અને બીજાએ આપેલી ભિક્ષાથી નિર્વાહ કરનાર ભિક્ષુ બનીશ અને હું પાપકર્મ કરીશ નહિ.” આ પ્રમાણે પ્રતિજ્ઞાનું પાલન કરવા માટે તત્પર બનીને પણ સ્વચ્છંદતાથી પાપકર્મો કરવાથી નિવૃત્ત થતા નથી. તે સ્વયં પરિગ્રહનો સ્વીકાર કરે છે, બીજા પાસે કરાવે છે. અને પરિગ્રહનું અનુમોદન પણ કરે છે. આ પ્રમાણે તેઓ સ્ત્રી તથા બીજા કામભોગોમાં આસક્ત બને છે. આત્મસ્વરૂપને ભૂલી જાય છે. કામભોગોમાં લેવાઈ જાય છે. તેમાં જ ડૂબી જાય છે. તેમાં લુબ્ધ બને છે. રાગ દ્વેષને વશ બનીને આર્ત બની જાય છે. તેઓ આત્માને સંસારપાશથી મુક્ત કરી શકતા નથી તેમ જ ઉપદેશાદિ વડે અન્ય જીવોને મુક્ત કરાવી શકતા નથી. તેઓ પોતાની સ્ત્રી-પુત્ર અને ધન, ધાન્ય વિગેરેથી દૂર થયેલા છે અને આર્ય માર્ગથી પણ દૂર થઇ જાય છે. તેથી તે આ લોકના રહ્યા નથી અને પરલોકની. પણ રહ્યા નથી અને મધ્યમાં જ કામ ભોગરૂપી કાદવમાં ફસાઈ જાય છે. આ તજજીવતચ્છરીરવાદી પ્રથમ પુરુષની વાત થઇ. [42] પૂર્વોક્ત પુષ્કરિણીના કીચડમાં ફસાયેલા ચાર પુરુષોમાંથી બીજો પુરુષ પંચ મહાભૂતવાદી છે. આ લોકમાં પૂર્વ આદિ દિશાઓમાં મનુષ્યો નિવાસ કરે છે અને તે આર્ય-અનાર્ય, સુરૂપ કુરૂપ આદિ અનેક પ્રકારના હોય છે અને તેમાં કોઈ એક રાજા હોયછે રાજાની પરિષદ પણ હોય છે. તેનું વર્ણન આગળના સૂત્ર પ્રમાણે જાણી લેવું. તેમાં કોઇ શ્રદ્ધાળુ પણ હોય છે. તે શ્રદ્ધાળુની પાસે જવા માટે કોઈ શ્રમણ અને બ્રાહ્મણ વિવાર Page #67 -------------------------------------------------------------------------- ________________ 176 સૂયગડો-૨૧-૪૨ કરે છે. તેની પાસે જાય છે. પોતાના ધર્મની શિક્ષા દેનારા તે શ્રમણ-બ્રાહ્મણ તે શ્રદ્ધાળને કહે છે. હે પ્રજાના ભયનું નિવારણ કરનાર રાજનું ! હું તમોને મારા ધર્મનું સ્વરૂપ સમજાવીશ. તમે તે ધર્મને સત્ય સમજે. સુઆખ્યાત અને સુપ્રત સમજો. આ ગતમાં પાંચમહાભૂત જ છે અને આ પાંચ મહાભૂતોથી જ ક્રિયા-અક્રિયા સુકૃત-દુકૃત, પૂણ્ય, પાપ શ્રેય, અશ્રેય, સિદ્ધિ, અસિદ્ધિ, નરક અને નકથી. ભિન્ન ગતિ, વધારે શું ? તૃણની નમ્રતા પણ તે પાંચ મહાભૂતોથી જ થાય છે. અન્યથા નહિ આ પાંચ મહાભૂતોનો સમૂહ જ ભિન્ન ભિન્ન નામથી ઓળખાય છે. જેમકે સ્પ્રથમ મહાભૂત પૃથ્વી છે. બીજો મહાભૂત જળ છે. ત્રીજો મહાભૂત તેજ છે. ચોથો મહાભૂત વાયુ છે. અને પાચમો મહાભૂત આકાશ છે. આ પાંચ મહાભૂતો કોઈ કત દ્વારા બનાવેલ નથી તથા અન્ય દ્વારા નિમણ કરાવાયેલ નથી. તે અકત છે, અનાદિ છે, શાશ્વત છે અને સમસ્ત કાયના કરનાર છે. તેમને કાર્ય કરવાની પ્રેરણા આપનાર કોઈ નથી. તે સ્વતંત્ર તથા અવિનાશી છે. કોઈ કોઈ (સાંખ્ય આદિ પાંચ મહાભૂતો અને છઠ્ઠા આત્માનો સ્વીકાર કરે છે અને તેઓનું કથન છે, કે સતુ પાર્થને કોઈ સમયે નાશ થતો નથી અને અસતુની ઉત્પત્તિ થતી નથી. પાંચ મહાભૂતવાદીઓના મતમાં પાંચ ભૂત રૂપજ જીવ છે. તે જ અસ્તિકાય છે. તે જ સંપૂર્ણ જગતુ છે. તે પાંચ મહાભૂત જ લોકનું મુખ્ય કારણ છે સામાન્ય તૃણનું કમ્પન પાંચ કારણે જ થાય છે. તેથી ભલે કોઈ સ્વયં ખરીદ કરે અથવા અન્ય પાસે કરાવે, સ્વયં પાકાદિ ક્રિયા કરે. અન્ય પાસે કરાવે. ઉપર્યુક્ત સર્વ ક્રિયાઓ કરવા કરાવવામાં પુરુષ દોષનો ભાગી બનતો નથી, જો કોઈ પુરુષ ઉપર્યુક્ત ક્રિયાઓ કરે, તેને ઘેષી ન સમજો. આ પ્રમાણે સિદ્ધાન્તને માનનાર પાંચ મહાભૂતવાદીઓ ક્રિયા, અક્રિયા, નરકસ્વર્ગ આદિ કંઇજ સ્વીકારતા નથી. તેના ફળ સ્વરૂપે વિવિધ પ્રકારના સાવદ્ય-અનુષ્ઠાનો દ્વારા વિષયભોગોની પ્રાપ્તિ માટે આરંભમાં પ્રવૃત્ત રહે છે. તેથી તે અનાર્ય તથા વિપરીત વિચારવાળા છે. તે પાંચ મહાભૂતવાદીઓના મતને માનવાવાળા રાજાદિ તેઓને ભોજન પાણી, વસ્ત્ર, પાત્રાદિ પ્રદાન કરે છે અને કહે છે કે તમોએ ઘણો જ ઉત્તમ ધર્મ અને ધર્મનું સ્વરૂપ અમોને અમોને સમજાવ્યું છે. આવા ધર્મપ્રરૂપક કામભોગ રૂપ કીચડમાં ફસાઈને નહિ આ પાર કે નહિ પેલે પાર તેવી દશાવાળા હોય છે. આ દક્ષિણ દિશાથી આવેલ બીજા પુરુષનું રૂપક છે. તે રાજાદિ રૂપ પાવર કમળનો ઉદ્ધાર કરવા ધર્મ સ્વરૂપ સમજાવે છે. પરંતુ સ્વયં ભોગ રૂપી કીચડમાં ફસાય છે અને અન્યને ફસાવે છે. 4i3 હવે ત્રીજા પુરુષ ઈશ્વરકારણવાદીનું કથન કરાય છે. આ લોકમાં પૂર્વ આદિ દિશાઓમાં આર્ય-અનાર્ય આદિ મનુષ્યો રહે છે જે અનુક્રમથી આ લોકમાં ઉત્પન્ન થાય છે. તેમાં કોઈ એક રાજા હોય છે. રાજાની સભા હોય છે જેમાં સેનાપતિપુત્રાદિ પ્રમુખ હોય છે. તેમાં કોઈ ધર્મશ્રદ્ધાળુ હોય છે, તે શ્રદ્ધાળુની પાસે જવા માટે કોઈ શ્રમણ કે બ્રાહ્મણ વિચાર કરે છે. વિચારીને શ્રદ્ધાળુની પાસે જાય છે. જઈને કહે છે હું તમોને સત્ય ધર્મનું સ્વરૂપ સમજાવું છું. તેને જ તમો સત્ય સમજે અને ગ્રહણ કરો. તે ધર્મ આ પ્રમાણે છે- આ જગતમાં ચેતન અને અચેતન જે કંઇ પદાર્થો છે તે સર્વનું મૂળ કારણ ઈશ્વર યા આત્મા છે. સર્વ કાર્ય ઈશ્વર દ્વારા રચાયેલ છે. સર્વ પદાર્થો ઈશ્વરથી ઉત્પન્ન કરેલા છે. વસ્તુમાત્ર ઈશ્વરથી પ્રકાશિત છે. દરેક પદાર્થો ઈશ્વરના અનુગામી છે. Page #68 -------------------------------------------------------------------------- ________________ 177 ચુતસ્કંધ-૨, અધ્યયન-૧, જેમ ગુમડા શરીરમાં ઉત્પન્ન થાય છે, વૃદ્ધિ પામે છે, અને શરીરમાં જ સ્થિત રહે છે તે પ્રમાણે સર્વ પદાથોં ઈશ્વરથી ઉત્પન્ન થાય છે. ઈશ્વરથી વૃદ્ધિ પામે છે, ઈશ્વરના જ અનુગામી છે, ઈશ્વરના આશ્રયમાં જ સ્થિત છે. જેવી રીતે ચિત્તનો ઉદ્વેગ શરીરમાં ઉત્પન્ન થાય છે, શરીરમાં વૃદ્ધિ પામે છે, શરીરનું અનુશમન કરે છે. શરીરના આધારે સ્થિત રહે છે. તેમ સર્વ પદાર્થો ઈશ્વરથી ઉત્પન્ન થાય છે યાવતુ તેમાં સ્થિર રહે છે. જેવી રીતે રાફડો પૃથ્વીથી ઉત્પન્ન થાય છે, પૃથ્વીમાંજ વૃદ્ધિ પામે છે, તેમાં સ્થિતિને પ્રાપ્ત કરે છે. તેવી જ રીતે સર્વ પદાથોં ઈશ્વરથી ઉત્પન્ન થાય છે. યાવતુ ઈશ્વરમાં સ્થિત છે. જેવી રીતે વૃક્ષ પૃથ્વીથી ઉત્પન્ન થયેલ છે, વાવતુ પૃથ્વીમાં સ્થિત છે, તેવી જ રીતે સર્વ પદાથો ઈશ્વરથી ઉત્પન્ન થયેલ યાવતુ ઈશ્વરમાં સ્થિત રહે છે. જેવી રીતે પુષ્કરિણી પૃથ્વીથી ઉત્પન્ન થયેલ છે, પૃથ્વીથી જ વૃદ્ધિ પામે છે, યાવતુ પૃથ્વીમાં જ સ્થિત છે, તેવી રીતે સર્વ પાર્થો ઉત્પન્ન થયેલ છે યાવતુ ઈશ્વરમાં જ સ્થિત છે. જેવી રીતે જળની ભરતી આવવાથી જળ ઉત્પન્ન થાય છે. જળમાં જ સ્થિત હોય છે. તેમજ સર્વ પદાર્થો ઈશ્વરથી ઉત્પન અને યાવતુ ઈશ્વરમાં જ સ્થિત રહે છે. જેવી રીતે જલના પરપોટા જલમાં ઉત્પન્ન થાય છે યાવતું જલમાં જસ્થિત રહે છે. તેવીજ રીતે ઈશ્વરથી સર્વે પદાર્થો ઉત્પન્ન થાય છે અને ઈશ્વરમાં જસ્થિત રહે છે. શ્રમણ નિગ્રંથો દ્વારા ઉપદિષ્ટ, પ્રણીત, પ્રકાશિત આચારાંગ આદિથી દ્રષ્ટિવાદ સુધીના બાર અંગવાળું ગણિપટિક મિથ્યા છે, તથ્થરહિત છે. તથા વસ્તુસ્વરૂપના. મર્મથી શૂન્ય છે, પરંતુ અમારો મત સત્ય છે, તથ્ય છે અને.યથાર્થ છે. આ પ્રમાણે ઈશ્વર કારણવાદી કલાના કરે છે અને શિક્ષા આપે છે અને સભા વગેરેમાં તેની સ્થાપના કરે છે. જેમ પાંજરામાં બંધાયેલું પક્ષી પાંજરાને તોડી મુક્ત થઈ શકતું નથી, તે પ્રમાણે ઈશ્વર કારણવાદનો સ્વીકાર કરવાથી ઉત્પન્ન થતાં દુઃખોનો તેઓ નાશ કરી શકતા નથી. આ ઈશ્વરવાદીઓ ક્રિયા, અક્રિયા, યાવતું સ્વર્ગ-નરક આદિનો સ્વીકાર કરતા નથી અને વિવિધ પ્રકારના સાવધ અનુષ્ઠાન કરે છે. કામભોગનો આરંભ કરે છે. તે અનાર્થ છે અને વિપરીત શ્રદ્ધાવાળા છે. આ પ્રમાણે વિપરીત શ્રદ્ધા અને પ્રતીતિ કરે છે, તેઓ નહિં અહીંના કે નહિ ત્યાંના-એવી દશાવાળા છે વચમાં રહીને કામભોગરૂપ કીચડમાં ફસાયેલા છે. આ કથન ઈશ્વરવાદી ત્રીજા પુરુષના વિષયમાં કહેવામાં આવ્યું છે. [64] હવે ચોથા પુરુષ નિયતિવાદીનું વર્ણન કરવામાં આવે છે. આ લોકમાં પૂર્વ આદિ દિશાઓમાં વિવિધ પ્રકારના આર્યઅનાર્ય-સુરૂપ-કુરૂપ આદિ મનુષ્યો રહે છે. તે મનુષ્યોમાં એક રાજા હોય છે અને તે રાજાની સભા હોય છે જેમાં સેનાપતિ-સેનાપતિપુત્રાદિ પ્રમુખ હોય છે, જેનું વર્ણન પૂર્વે કરેલ છે. તેમાં કોઇ જાદિ ધર્મ શ્રદ્ધાળુ હોય છે, તે શ્રદ્ધાવાન પાસે કોઈ શ્રમણ કે બ્રાહ્મણ જવાનો વિચાર કરે છે. જઈને તેઓ પોતાના ધર્મની શિક્ષા આપે છે યાવતુ તેને કહે છે કે હું જે કહું છું તે જ ધર્મ સત્ય, તે જ ધર્મ સુ-આખ્યાત અને સુપ્રજ્ઞપ્ત છે, તે ધર્મ આ પ્રમાણે છે : સંસારમાં બે પ્રકારના પુરુષ છે, ક્રિયાવાદી અને અક્રિયાવાદી, ક્રિયાવાદીઓ ક્રિયાનું કથન કરે છે, અક્રિયાવાદી ક્રિયાનો નિષેધ કરે છે. ક્રિયાવાદી અને અક્રિયાવાદી બંને સમાન છે તથા બંને એક અર્થવાળા છે. તે બંને એક કારણને પ્રાપ્ત છે, તે બંને અજ્ઞાન છે. તે પોતાના સુખદુઃખનું કારણ કાળ, કર્મ આદિ તથા ઈશ્વરને માનતાં સમજે છે કે હું જે દુઃખ ભોગવું છું, શોક અનુભવું છું, દુઃખથી WWW.jainelibrary.org Page #69 -------------------------------------------------------------------------- ________________ સૂયગડો-રાનકv૪ આત્મનિન્દા કરું છું. શારીરિક બળનો નાશ કરું છું, પીડા પામું છું. પરિતાપ ભોગવું છું, આ સર્વ મારા કર્મનું ફળ છે અને બીજા જે દુઃખ ભોગવે છે, યાવત્ પરિતાપ ભોગવે છે તે તેના કર્મનું ફળ છે. આ પ્રમાણે તે અજ્ઞાની પુરુષ ઈશ્વર, કર્મ, કાળ આદિને સુખ દુઃખનું કારણ સમજીને પોતાના તથા બીજાના સુખ દુઃખને પોતાના તથા અન્યના કરેલા કર્મનું ફળ સમજે છે. પરંતુ નિયતિને સમસ્ત પદાર્થોનું કારણ માનનારા નિયતિવાદીઓ આ પ્રમાણે કહે છે- હું જે દુઃખ ભોગવું છું. હું શોક કરું છું, હું આત્મનિર્જ કરું છું. હું શારીરિક બળને ક્ષીણ કરું છું, પીડા પાડ્યું છે. પરિતાપ પામું છું તે મારા કર્મનું ફળ નથી પણ સર્વ પ્રભાવ નિયતિનો જ છે. જે કાંઈ થાય છે તે નિયતિથી થાય છે, અન્યથી નહિ. નિયતિવાદી આગળ કહે છે. પૂર્વ આદિ દિશાઓમાં નિવાસ કરતા જે ત્રસ અને સ્થાવર પ્રાણીઓ છે તેઓ નિયતિના કારણે જ ઔદ્યરિક આદિ શરીરને પ્રાપ્ત કરે છે અને નિયતિથી જ બાલ, યુવાન વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત કરે છે તેમજ નિયતિને વશીભૂત થઈને જ શરીરથી પૃથક્ પૃથક થાય છે. તે નિયતિના પ્રભાવથી જ કાણા કુબડા રૂપ અવસ્થાને પ્રાપ્ત થાય છે નિયતિના પ્રભાવથી સુખદુખનો અનુભવ કરે છે. આ નિયતિને જ કાર્યોનું કારણ માનનારા નિયતિવાદી આગળ કહેવામાં આવનારી વાતોને માનતા નથી અને ક્રિયા, અક્રિયા, સ્વર્ગ, નરકાદિને પણ નિયતિવાદી માનતા નથી. તે નિયતિવાદી અનેક પ્રકારના સાવધ અનુષ્ઠાન કરીને કામભોગરૂપ આરંભ સમારંભ કરે છે. તે નિયતિવાદમાં શ્રદ્ધા રાખનાર અનાર્ય છે, ભ્રમમાં પડેલા છે. તેઓ નથી આ લોકના રહેતા કે નથી પરલોકના, પરંતુ કામભોગમાં ફસાઈને કષ્ટ ભોગવે છે, દુઃખ પામે છે આ નિયતિવાદી પુરુષનું કથન થયું. આ સર્વ ચાર પુરુષો ભિન્ન ભિન્ન અભિપ્રાયવાળા, ભિન્ન ભિન્ન દર્શનવાળા, ભિન્ન ભિન્ન રુચિવાળા, ભિન્ન ભિન્ન આરંભવાળા અને ભિન્ન ભિન્ન નિશ્ચયવાળા છે. તેઓએ પોતાના માતાપિતા, સ્ત્રી પુત્રાદિના સંબંધ પણ છોડી દીધેલ છે છતાં આર્ય માર્ગને તેઓ પ્રાપ્ત થયેલ નથી. તેથી તેઓ ન તો આ પાર કે ન તો પેલે પાર ગયા છે. મધ્યમાં જ ભોગોના કીચડમાં ફસાયેલા છે. તેથી કષ્ટ-દુઃખનો અનુભવ કરે છે. [65] પૂર્વ-દક્ષિણ-ઉત્તર-પશ્ચિમાદિ દિશાઓમાં અનેક મનુષ્યો નિવાસ કરે છે. તેમાં કોઈ આર્ય-અનાર્ય કુલીન અકુલીન-મોટી નાની અવગાહનાવાળા, કોઈ સુન્દર વર્ણવાળા, કોઈ ખરાબ વર્ણવાળા, કોઈ મનોજ્ઞ રૂપવાળા, કોઈ અમનોજ્ઞ રૂપવાળા, કોઈ જનપદ પરિગ્રહવાળા, કોઈ અલ્પપરિગ્રહવાળા, જૂનાધિક પરિગ્રહવાળા. તેમાંથી કોઇ પુરુષો ઉપરોક્ત કુલોમાંથી કોઈપણ કુલમાં જન્મ લઈ વિષયભોગોને છોડીને ભિક્ષાવૃત્તિને સ્વીકારવા માટે ઉદ્યત થાય છે. કોઈ કોઈ વિદ્યમાન પરિવાર તથા ધન-ધાન્ય આદિ સર્વ ભોગ-ઉપભોગની ઉત્તમ સામગ્રીનો ત્યાગ કરીને ભિક્ષાવૃત્તિનો સ્વીકાર કરે છે અને કોઇ કોઇ અવિદ્યમાન પરિવાર અને સમ્પત્તિનો ત્યાગ કરીને ભિક્ષાવૃત્તિને ધારણ કરે છે. જે લોકો વિદ્યમાન અને અવિદ્યમાન કુટુમ્બ પરિવાર તેમજ ધન-ધાન્ય આદિ સમ્પત્તિનો ત્યાગ કરીને ભિક્ષુ બને છે તેઓને પ્રથમથી જ્ઞાન હોય છે કે સંસારમાં લોકો પોતાથી ભિન્ન પદાર્થોને ભ્રમના કારણે પોતાનું સમજી એમ માને છે અને અભિમાન કરે છે કે-ખેતર મારું છે, ઘર મારું છે, ચાંદી મારી છે, સુવર્ણ મારું છે, ધનધાન્ય મારું છે, કાંસુ મારું છે, લોખંડ મારું છે, વસ્ત્ર મારો છે, વિપુલ ધન, સુવર્ણ, રત્ન, મણિ, મોતી, શંખ Page #70 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૨, અધ્યયન-૧, શિલા, લાલરત્ન અને ઉત્તમ મણિ આદિ સમ્પત્તિ મારી છે, મનોહર શબ્દ કરનાર વીણા-વેણુ વગેરે મારાં છે. સુંદર રૂપવતી નારી મારી છે, અત્તર તેલ આદિ સુગન્ધી પદાર્થો મારા છે, ઉત્તમોત્તમ રસ મારા છે, આ સર્વ પદાર્થોનો સમૂહ મારા ભોગ અને ઉપભોગના સાધનો છે. અને હું તેનો ઉપભોગ કરનાર છું. બુદ્ધિમાનું પુરુષે પ્રથમથી જ વિચારી લેવું જોઈએ કે-જ્યારે મને દુઃખ કે રોગ ઉત્પન્ન થાય છે. જે ઈષ્ટ નથી, પ્રીતિકર નથી. કિન્તુ અપ્રિય છે, અશુભ છે. અમનોજ્ઞ છે. વિશેષ પીડા આપનાર છે, દુખરૂપ છે પણ સુખરૂપ નથી. આવા સમયે જો કદાચ એમ કહું કે-હે ભયથી રક્ષા કરનાર મારા ધન-ધાન્ય આદિ કામ ભોગો મારા આ અનિષ્ટ, અપ્રિય, અત્યન્ત દુખદ રોગને તમો વેચી લો, ભાગ કરી લો. કારણ કે હું આ રોગોથી અતિ દુઃખી થાઉં છું. હું શોકમાં પડ્યો છું. આત્મનિન્દા કરી રહ્યો છું. હું કષ્ટનો અનુભવ કરું છું, ભયંકર વેદના પામી રહ્યો છું. તેથી તમો મને આ અપ્રિય, અનિષ્ટ તથા દુઃખદ રોગથી અને વેદનાથી મુક્ત કરો. ત્યારે ધન, ધાન્ય અને ક્ષેત્ર સાંભળીને દુઃખથી મુક્ત કરી શકે, તેમ કોઇ દિવસ બની શકે નહિ. વસ્તુતઃ ધન-ધાન્ય અને સમ્પતિ મનુષ્યની રક્ષા કરવામાં સમર્થ હોતાં નથી. કોઈવાર તો મનુષ્ય ક્ષેત્રાદિ કામભોગોની સમ્પત્તિને અહીં મૂકીને ચાલ્યા જાય છે. કોઈ વખતે કામભોગો તેને છોડી ચાલ્યા જાય છે. તેથી તે મારાથી ભિન્ન છે, હું તેનાથી ભિન્ન છું, છતાં પણ હું શા માટે મારાથી ભિન્ન એવી સમ્પત્તિ અને કામભોગના સાધનોમાં આસક્ત બની રહેલ છું? અરે, હવે આવા પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત થયું તેથી હું અવશ્ય સંપત્તિનો ત્યાગ કરીશ ને ભિક્ષાવૃત્તિને ધારણ કરીશ.... આ રીતે બુદ્ધિમાનું પુરષ વિચાર કરતો આગળ વિચારે છે કે નિકટના સ્નેહી અને સ્વજનો પણ આત્માથી ભિન્ન છે. માતા-પિતા, ભાઈ, ભગિની, પત્ની, પુત્ર, પુત્રી, દાસ-દાસી, જ્ઞાતિજન, પુત્રવધૂ મિત્રવર્ગ, પરિચિત, સ્નેહીજન વિગેરેમાં મનુષ્ય તાદાભ્ય ભાવ સ્થાપિત કરીને માને છે, કે આ બધા મારા છે અને હું તેમનો છું. કિન્તુ બુદ્ધિમાન પુરુષે તો પ્રથમ વિચારી લેવું જોઈએ કે જ્યારે મને કોઈ પ્રકારનું દુઃખ કે રોગ ઉત્પન્ન થાય કે જે અનિષ્ટ અને દુઃખદાયી અથવા એ સમ્બધિઓને અનિષ્ટ અને દુઃખદાયી કોઈ પણ પ્રકારનું દુઃખ કે રોગ ઉત્પન્ન થાય ત્યારે મારા રોગાદિમાં તેઓ ભાગ પડાવી શકતાં નથી અને તેઓના રોગાદિમાં હું ભાગ પડાવી શકતો નથી, અમો પરસ્પર એકબીજાને દુઃખાદિથી બચાવી શકતાં નથી. એકના કર્મના ફળને અન્ય કોઈ ભોગવી શકતો નથી. જીવ એકલો જન્મ ધારણ કરે છે, એકલો જ મરે છે, એકલો જ બીજી ગતિમાં જાય છે, એકલો જ જીવનના સર્વ સાધનોને પ્રાપ્ત કરે છે, એકલો જ કષાય ભાવને ગ્રહણ કરે, એકલો જ પદાર્થને સમજે છે, એકલો જ ચિન્તન કરે છે, એકલો જ વિદ્વતા પ્રાપ્ત કરે છે અને એકલો જ સુખ દુઃખ ભોગવે છે. આ જગતમાં સગા, સ્નેહી અને બાંધવોનો સંયોગ દુખથી રક્ષા કરવામાં કે શરણભૂત બનાવવામાં સમર્થ નથી. કોઈ વાર પોતે સંયોગને છોડીને ચાલ્યો જાય છે અને કોઈવાર મનુષ્યને સંયોગો છોડીને ચાલ્યા જાય છે. તેથી એમ સમજાય છે કે સગા-સ્નેહી અને સર્વ સંયોગો મારાથી ભિન્ન છે, અને હું તે સર્વથી ભિન્ન છું. તો પછી અમો પરસ્પર એકબીજામાં શા માટે આસક્ત બની રહ્યા છીએ? એવું જાણ્યા બાદ હું જ જ્ઞાતિજનો અને સર્વ સંયોગોનો ત્યાગ કરું, આ વિચાર કર્યા બાદ હજુ અતિ સૂક્ષ્મતાથી બુદ્ધિમાને વિચારવું જોઈએ કે Page #71 -------------------------------------------------------------------------- ________________ 180 સંયમો-૨/ 15 જ્ઞાતિ-સગા સ્નેહીજનો તો બાહા સંયોગ છે. પણ તેનાથી અતિ નિકટ સબંધીતો આ છે. જેમ કે-આ મારા હાથ છે, આ મારા પગ છે, આ મારી ભુજા છે. આ મારી જંઘ છે, આ મારે પેટ છે, આ મારું મસ્તક છે, આ મારો શીલાચાર છે. આ મારું આયુષ્ય છે. આ મારું બળ છે. આ મારો વર્ણ છે. આ મારી ચામડી છે. આ મારી પત્તિ છે. આ મારા કાન છે. આ મારા નયન છે. આ મારી નાસિકા છે. આ મારી જીભ છે. આ મારો સ્પર્શ છે. આ પ્રમાણે જીવ મારું મારું કરીને મમતા કરે છે. પરંતુ જેમ જેમ વયની વૃદ્ધિ થાય છે અથતું વૃદ્ધાવસ્થામાં તે સર્વ જીર્ણ થાય છે. તે મનુષ્પ આયુષ્ય, બલ, વર્ણ, ત્વચા, કાન્તિ, કાન, નાક, જીભથી લઈ સ્પર્શ સુધીની સર્વ વસ્તુઓ હીન થાય છે, ક્ષીણ થાય છે, જીર્ણ થાય છે. ઉમર થતા સુદ્રઢ સાંધા પણ ઢીલા થઈ જાય છે. તેમના શરીરની કાંતિ હીન થતાં ચામડીમાં કરચલી પડી જાય છે, તેમનાં વાળ કાળા મટી શ્વેત થઈ જાય છે. અને આહારથી વૃદ્ધિ પામેલ આ શરીરક્રમશઃ સમય પૂર્ણ થતા અવશ્ય છોડી દેવું પડે છે. આવું જાણીને ભિક્ષાવૃત્તિને સ્વીકારવા માટે તત્પર થયેલ સાધુ લોકને બંને પ્રકારે જાણે, જેમકે લોક જીવરૂપ છે અને અવરૂપ પણ છે, લોકો ત્રસરૂપ છે અને સ્થાવર રૂપે પણ છે. [64] સાધુ વિચાર કરે કે આ લોકમાં ગૃહસ્થ તો આરમ્ભ અને પરિગ્રહથી યુક્ત હોય જ પરંતુ કોઈ કોઈ શ્રમણ અને બ્રાહ્મણ પણ આરંભી અને પરિગ્રહી હોય છે. તે શ્રમણ, બ્રાહ્મણ પણ ગૃહસ્થની જેમ ત્રસ અને સ્થાવર પ્રાણીઓનો સ્વયં આરંભ કરે છે, બીજા પાસે કરાવે છે. અને આરંભ કરનારને અનુમોદના કરે છે. આ સંસારમાં ગૃહસ્થ તો આરંભ-પરિગૃહથી યુક્ત હોય છે જ, પરંતુ કોઈ કોઈ શ્રમણ અને બ્રાહ્મણ પણ સચિત અને અચિત્ત બંને પ્રકારના કામભોગોને સ્વયે ગ્રહણ કરે છે, બીજને ગ્રહણ કરાવે છે. અને ગ્રહણ કરનારને અનુમોદન પણ આપે છે. આગળ વળી વિચારે કે આ સંસારમાં ગૃહસ્થ તો આરંભી અને પરિગ્રહી હોય જ છે. પરંતુ કોઈ શ્રમણ બ્રાહ્મણ પણ આરંભ અને પરિગ્રહથી યુક્ત હોય છે. પરંતુ હું તો આરંભ અને પરિગ્રહથી રહિત છું. જો હું પણ. આરંભ અને પરિગ્રહથી યુક્ત ગૃહસ્થગણ અને આરંભી અને અપરિગ્રહી શ્રમણ બ્રાહ્મણોની નિશ્રામાં રહીને બ્રહ્મચર્યનું પાલન કરું તો પછી આરંભ અને પરિગ્રહથી મુક્ત થવાનું શું પ્રયોજન ! ગૃહસ્થો જેમ પ્રથમ આરંભ અને પરિગ્રહથી યુક્ત હતા. તેવા હવે પણ છે. તથા કોઈ કોઈ શ્રમણ બ્રાહ્મણ પણ જે પ્રમાણે પ્રવ્રજ્યા ધારણ કર્યા પહેલા આરંભ અને પરિગ્રહવાળા હતા તે પ્રમાણે પછી પણ હોય છે. એ પ્રત્યક્ષ જોઈ શકાય છે કે તે લોકો સાવધ આરંભથી નિવૃત્ત થયેલા નથી તથા શુદ્ધ સંયમનું પાલન પણ કરતા નથી. તેથી તેઓ જેવા પ્રથમ હતા તેવા જ અત્યારે પણ છે. આરંભ અને પરિગ્રહથી યુક્ત - બનીને રહેનાર ગૃહસ્થ અને કોઈ કોઈ શ્રમણ બાહ્મણ પાપ કર્મ કરે છે. એવો વિવેકપૂર્ણ વિચાર કરીને સાધુ આરંભ અને પરિગ્રહથી મુક્ત થઇ સંયમમાં પ્રવૃત્તિ કરે. પૂર્વ આદિ દિશાઓમાંથી આવેલા મનુષ્યોમાંથી આ ભિક્ષુ જ કર્મના રહસ્યને જાણે છે. તથા તે જ કર્મબંધનથી રહિત બને છે. અને તે જ સંસારથી પાર પામે છે એમ ફરમાવ્યું છે. [47] ઉત્તમ સાધુ કોઈ પ્રાણીને કષ્ટ ન આપે, કોઈ વિષયમાં આસક્તિ ન કરે અને શુદ્ધ સંયમ પાળે.... શ્રી ભગવાને પૃથ્વીકાયથી લઈને ત્રસકાય સુધીના છ જીવનિકાયોને કર્મબન્ધના હેતુ રૂપે બતાવ્યા છે. વિચારવું જોઇએ કે જો કોઈ મને દડવડે, હાડકાવડે, મુઠીવડે, માટીના ઢેખા વડે, કે ચાબુક વિગેરેથી મારે, તર્જના કરે, પીટે, સંતાપ Page #72 -------------------------------------------------------------------------- ________________ - - શ્રુતસ્કંધ-૨, અધ્યયન-૧, આપે, કલેશ પહોંચાડે, ઉદ્વેગ આપે, અરે ! બીજું તો પણ મારું એક રુવાંડુ પણ ખેંચે તો હું અશાન્તિ અને દુખ અનુભવું છું અને મને ભય થાય છે. તે પ્રમાણે સર્વ જીવ, પ્રાણ, ભૂત અને સત્વને દડા વગેરેથી મારવાથી યાવતુ તેમનું એક રૂવાંડું પણ ઉખેડી લેવાથી તેઓ પણ મારી સમાન જ અશાંતિ તથા દુઃખ અનુભવે છે તથા તેમને ભય ઉત્પન્ન થાય છે. એવું જાણી કોઇપણ પ્રાણી ભૂત, જીવ કે સત્વને હણવા નહિ, તેમને બળાત્કારથી આજ્ઞા આપી દાસ દાસી બનાવવા નહિ, પરિતાપ આપવો નહિ અને તેમને ઉદ્વિગ્ન બનાવવા જોઈએ નહિ. આયુષ્યમનુહું પણ તમને એમજ કહું છું, કે જે તીર્થકર ભગવન્તો પૂર્વે થઈ ગયા છે, જે વર્તમાન છે અને જે ભવિષ્યમાં થશે તે સર્વ એવું વ્યાખ્યાન કરે છે કે પ્રાણી, ભૂત, જીવ અને સત્વને હણવા નહિ, તેમને બલાતું આજ્ઞા આપી કામ લેવું નહિ, તેમને બલાતુ દાસ દાસી બનાવવા નહિ અને તેમને ઉદ્વિગ્ન કરવા નહિ. આ અહિંસાધર્મ ધ્રુવ છે, નિત્ય છે, શાશ્વત છે, સમસ્ત લોકના દુખને જાણીને ભગવાને આ જ ધર્મ કહ્યો છે. આ પ્રમાણે ધર્મને જાણીને પ્રાણાતિપાતથી પરિગ્રહ પર્યન્ત પાંચ આશ્રવોથી નિવૃત્ત બનીને સાધુ દતપ્રક્ષાલન ન કરે, આંખની શોભા માટે અંજન નહિ આજે, વમન કરાવનાર એવા ઔષધોનું સેવન ન કરે, ધૂપ વગેરેથી વસ્ત્રોને સુગંધિત ન કરે તથા ધૂમ્ર સેવન નહિ કરે સાધુ સાવદ્ય ક્રિયાઓથી રહિત અહિંસક, ક્રોધ, માન, માયા અને લોભથી વર્જિત બની, ઉપશાંત અને સંયમી બનીને એવી ઈચ્છા ન કરે કે મારી આ શ્રદ્ધા, જ્ઞાન, મનન, વિશિષ્ટરૂપે અભ્યાસ, આ ઉત્તમ ચારિત્ર તપ, નિયમ અને બ્રહ્મચર્ય પાલન તથા જીવનનિર્વાહ માત્રની વૃત્તિનો સ્વીકાર, આ બધા ધમનુષ્ઠાનોના ફળ રૂપે મૃત્યુ થયા બાદ પરલોકમાં દેવગતિ પ્રાપ્ત થાઓ, સર્વ કામભોગ મારે આધીન થાઓ, મને અણિમા, મહિમા, ગરિમા, આદિ સિદ્ધિઓ પ્રાપ્ત થાઓ, અહીં પણ મને દુખ ન થાઓ, અશુભ ન થાઓ, અહીં અને બીજે સ્થળે પણ દુઃખ અશુભ ન થાઓ, આવી કામના, ભાવના, ઈચ્છા સાધુ ન કરે. આ પ્રમાણે જે સાધુ મનોહર શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શમાં આસક્ત રહેતો નથી, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, ચુગલી, પરનિંદા સંયમમાં અપ્રીતિ, અસંયમમાં પ્રીતિ, કપટ, જૂઠ અને મિથ્યાદર્શનરૂપી શલ્યથી નિવૃત્ત થઈ જાય છે, તે સાધુ મહાનુ કર્મના બન્ધનથી મુક્ત થાય છે, તે ઉત્તમ સંયમમાં ઉપસ્થિત થાય છે. તથા સંયમમાં લાગતા બધાં દૂષણોથી દૂર થાય છે. તે સાધુ ત્રસ અને સ્થાવર પ્રાણીઓનો સ્વયં આરંભ કરતો નથી, કરાવતો નથી અને અનુમોદન પણ કરતો નથી તે સાધુ મહાન કર્મબંધનોથી મુક્ત થઈ ગયેલ છે, શુદ્ધ સંયમમાં સ્થિત છે અને પાપથી નિવૃત્ત છે. તે સાધુ સચિત્ત અને અચિત્ત બંને પ્રકારના કામભોગોનો સ્વયે ગ્રહણ કરતો નથી, અન્યની પાસે ગ્રહણ કરાવતો નથી, જે અન્ય લોકો ગ્રહણ કરે છે તેઓને સારું પણ માનતો નથી. તે કારણથી તે મહાનું કર્મબન્ધથી નિવૃત્ત થયેલ છે. શુદ્ધ સંયમમાં સ્થિત અને પાપકર્મથી નિવૃત્ત થઈ ચૂક્યા છે. તે જ સાધુ કહેવાય છે. જે સાધુ સંસારભ્રમણના કારણ રૂપ સાપરાયિક કર્મને સ્વયં કરતો નથી અને અન્યની પાસે કરાવતો નથી, જે અન્ય લોકો કરે છે તેઓને સારું પણ માનતો નથી. તે કારણથી તે મહાન કર્મબંધનથી નિવૃત્ત થાય છે. શુદ્ધ સંયમમાં સ્થિત અને પાપકર્મથી નિવૃત્ત થઈ ચૂક્યા છે. તે જ સાધુ કહેવાય છે. જો સાધુને ખ્યાલમાં આવી જાય કે અમુક શ્રાવકે સાધર્મિક સાધુને દાન આપવા માટે પ્રાણી, ભૂત, જીવ અને સત્વનો આરંભ કરીને આહાર બનાવ્યો છે અથવા તે સાધુ માટે ખરીદ્યો છે, કોઈ પાસેથી ઉધાર લીધો છે, Page #73 -------------------------------------------------------------------------- ________________ 182 યગડો- 21-47 અનિચ્છાએ પડાવેલ છે. માલિક કે સાથીને પૂછયા વિના લીધેલ છે. સામે લાવેલ છે. સાધુને માટે બનાવેલ છે. તેવો આહાર ગ્રહણ ન કરે અને કદાચ આહાર ગ્રહણ થઈ ગયો હોય તો પોતે તે આહારનો ઉપભગ કરે નહિ-કરાવે નહિ. અન્ય કોઇ એવો આહાર કરતો હોય તો અનુમોદન પણ આપે નહિ. જે સાધુ આવા પ્રકારના આહારનો ત્યાગ કરે છે તે સાધુ મહાનું કર્મથી મુકાય છે, શુદ્ધ સંયમમાં સ્થિત થાય છે, પાપથી નિવૃત્ત થાય છે, તે જ સાધુ છે. પરંતું સાધુને એવો ખ્યાલ આવી ગયો હોય કે ગૃહસ્થ સાધુ માટે નહિ પરંતુ બીજા માટે આહાર બનાવેલ છે, જેમકે પોતાના માટે, પોતાના પુત્ર માટે, અતિથિ માટે, અન્યત્ર મોકલવા માટે, જમવા માટે, એક ગૃહસ્થ બીજા ગૃહસ્થને માટે બનાવેલ હોય તો સાધુ બીજાએ બીજા માટે બનાવેલો આહાર ઉદ્ગમ, ઉત્પાદન અને એષણા સંબંધી દોષોથી. રહિત હોય એવો શુદ્ધ અચિત્ત શસ્ત્રપરિણત અને ભિક્ષાચર્યાથી પ્રાપ્ત થયેલો હોય અને સાધુ સમજીને ભિક્ષા આપી હોય તથા મધુકરી વૃત્તિથી પ્રાપ્ત કર્યો હોય તો એવો આહાર ગ્રાહ્ય છે. આવા આહારને સાધુ સંયમનિર્વાહ માટે, સેવા આદિ કારણો માટે અને પ્રમાણયુક્ત સમજીને ગ્રહણ કરે, જેમ-ગાડી ચલાવવા માટે તેની પૂરીમાં તેલ લગાડવામાં આવે છે અને ઘા ઉપર લેપ લગાડવામાં આવે છે. તે પ્રમાણે માત્ર સંયમના નિર્વાહ માટે, જેમ સર્ષ દરમાં સીધો પ્રવેશ કરે છે તે રીતે સ્વાદની લાલસા છોડીને ભોજન કરવું જોઇએ આ પ્રમાણે તે ભિક્ષુ આહારના સમયે અનાસક્ત ભાવે આહાર કરે, પાણીના સમયે પાણી અને વસ્ત્રોના સમયે વસ્ત્રોનો ઉપયોગ કરે અને સુવાના સમયે શિય્યાનો ઉપયોગ કરે. સાધુ ધર્મની મર્યાદાનો જ્ઞાતા સાધુ કોઈ પણ દિશા અને વિદિશામાં જઈને ધર્મનો ઉપદેશ કરે. ધર્મને ભિન્ન ભિન્ન રીતે સમજાવે અને ધર્મનું કિીર્તન કરે. ધર્મ સાંભળવા ઉદ્યત થયેલા કે કુતૂહલવશ ઉપસ્થિત થયેલા મનુષ્યોને શાંતિ, વિરતિ, ઈન્દ્રિયનિગ્રહ, શૌચ, સરળતા, મૃદુતા, લઘુતા અને અહિંસા ધર્મનો ઉપદેશ આપે અને સમસ્ત ભૂતો યાવતું સત્વોના હિત માટે ચિંતન કરતા ધર્મનું કીર્તન કરે. પણ. આહાર માટે, પાણી માટે, વસ્ત્રો માટે સ્થાન માટે શય્યા માટે, વિવિધ પ્રકારના કામભોગ પ્રાપ્ત કરવા માટે ઉપદેશ ન આપે, દીનતાપૂર્વક ઉપદેશ ન આપે, પણ પ્રસન્નતાપૂર્વક ધમોપદેશ કહે, માત્ર કમનિર્જરાના લક્ષે ઉપદેશ આપે. - ઉપરોક્ત ગુણોથી યુક્ત કે સાધુ પાસેથી ધર્મ સાંભળીને અને જાણીને ધમચિરણ કરવા માટે ઉઘત વીર પુરુષ આ આહત ધર્મમાં ઉપસ્થિત થાય છે. એ ધર્મમાં ઉદ્યત વીર પુરુષ મોક્ષના બધા સાધનોથી સંપન્ન બની જાય છે. બધી જ વસ્તુઓની લાલસાથી વિરામ પામે છે. શાંતિ પામે છે અને સમસ્ત કમોનો ક્ષય કરે છે. એમ હું કહું છું. આ રીતે પૂર્વોક્ત ગુણોથી સંપન્ન ધર્મનો અર્થ, ધર્મનો જ્ઞાતા, સંયમમાં નિષ્ઠ સાધુ પૂવક્ત પુરુષોમાં પાંચમો પુરુષ છે. તે ઉત્તમ શ્રેષ્ઠ કમળને પ્રાપ્ત કરે કે ન કરે પરંતુ તે સર્વથી શ્રેષ્ઠ છે. આ પ્રમાણે કર્મના રહસ્યને તથા બાહ્ય અને આત્યંતર બે પ્રકારના સંબંધો અને ગૃહવાસના મર્મને જાણનાર, ઉપશાંત, સમિતિથી યુક્ત, કલ્યાણયુક્ત, સંયમમાં સદા પ્રવૃત્તિ કરનાર ભિક્ષને જ શ્રમણ, માહણ, ક્ષાંત, દાંત, ગુપ્ત, મુક્ત, ઋષિ, મુનિ, કૃતિ, વિદ્વાન ભિક્ષુ, રૂક્ષ, તીરાર્થી અને ચરણ (પાંચ મહાવ્રતો અને કરણની રક્ષા માટે ઉત્તર ગુણોના પારને જાણનાર છે... અધ્યયન-૧નીમુનિ દીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ] Page #74 -------------------------------------------------------------------------- ________________ 18 -- - - - - - તર્ક-૨, અધ્યયન-૨, (અધ્યયન-૨-દિયાસ્થાન) [648] હે આયુષ્યમનું ! ભગવાન્ મહાવીર સ્વામીએ ક્રિયાસ્થાન નામનું અધ્યયન કહ્યું છે, તે મેં સાંભળ્યું છે. તેનો અર્થ આ પ્રમાણે છે-સંસારમાં સંક્ષેપમાં બે સ્થાનો દશાવ્યા છે. (1) એક ધર્મસ્થાન અને (2) બીજું અધર્મસ્થાન તથા એક ઉપશાંત સ્થાન અને બીજુ અનુપશાંત સ્થાન તેમાંથી પ્રથમ જે અધર્મપક્ષ છે તેનો અભિપ્રાય આ પ્રમાણે-આ સંસારમાં પૂવદિ દિશાઓમાં અનેકવિધ પ્રાણીઓ નિવાસ કરે છે. તેમાં કોઈ આર્ય, કોઈ અનાર્ય, કોઇ ઉચ્ચ ગોત્રમાં તો કોઈ નીચ ગોત્રમાં જન્મ લે છે. કોઇ સબળ, કોઈ દુર્બળ, કોઈ ઉત્તમ વર્ણવાળા, કોઇ હીન વર્ણવાળા, કોઈ સુંદર રૂપવાળા, કોઇ કુરૂપ હોય છે. તે પ્રાણીઓમાં પાપ કરવાનો સંકલ્પ થાય છે. આ જોઈને નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવોમાં જે સમજવાળા પ્રાણીઓ સુખ-દુખનો અનુભવ કરે છે તેમનામાં શ્રી તીર્થંકર ભગવાને તેર ભેદ નીચે પ્રમાણે બતાવ્યા છેઃ (1) અર્થદડ (2) અનર્થ દડ () હિંસા દંડ (4) અકસ્માતુ દડ (5) દ્રષ્ટિ વિપયસિ દંડ () મિથ્યા ભાષણ દેડ (7) ચોરી (8) મનમાં અનિષ્ટ ચિંતન (9) માન પ્રત્યયિક (10) મિત્રનો દ્રોહ (11) માયા (12) લોભ (13) ઈયપિથિકી કિયા. [64] પ્રથમ દિયાસ્થાન અર્થદંડ પ્રત્યિક કહેવાય છે. કોઈ પુરુષ પોતાને માટે અથવા પોતાના જ્ઞાતિવર્ગ, ઘર, પરિવાર, મિત્ર, નાગ, ભૂત અને યક્ષને માટે સ્વયં ત્રણ-સ્થાવર પ્રાણીઓને દંડ દે, અન્ય પાસે દંડ અપાવે અને દંડ આપનારને અનુમોદન આપે તો તેને તે ક્રિયાના કારણે સાવદ્યકર્મનો બંધ થાય છે-આ પ્રથમ ક્રિયાસ્થાન. [50] હવે બીજું ક્રિયાસ્થાન કહે છે. કોઈ પુરુષો એવા હોય છે કે પોતાના શરીરની રક્ષા માટે, માંસ માટે, રુધિર માટે મારતો નથી. તેમજ હૃદય, પિત્ત, ચરબી, પાંખ, પૂંછડી, વાળ, શિંગડા, દાંત, દાઢ, નખ, સ્નાયુ, હાડકાં કે હાડકાની મજા માટે ત્રણ જીવોની હિંસા કરતો નથી. તથા મને મારા કોઈ સંબંધીને પહેલા માર્યો હતો, મારે છે, મારશે એવું માનીને કે પુત્રપોષણ, પશુપાલન કે ઘરની રક્ષા માટે તેમજ શ્રમણ અને માહણની આજીવિકા માટે કે પોતાના પ્રાણીની રક્ષા માટે ત્રસ જીવોની હિંસા કરતો નથી. પરંતુ નિમ્પ્રયોજન-તે મૂર્ખ મનુષ્ય ત્રસ જીવોને મારે છે, તેનું છેદન-ભેદન કરે છે, તેના અંગો કાપે છે, તેમની ચામડી ઉતારી નાખે છે અને આંખો કાઢે છે તથા તેમને ઉદ્વેગ પહોંચાડે છે. તે અજ્ઞાની પુરુષે વિવેકનો ત્યાગ કર્યો છે, તે પ્રાણીઓના વેરનો પાત્ર બને છે. આ અનર્થદડ ક્રિયા છે. કોઈ પુરુષ સ્થાવર પ્રાણીઓ જેવા કે ઇક્કડ, કડબ, જંતુક, પરગ, મુસ્ત, તૃણ, ડાભ, કુચ્છગ, પર્વક, પલાલ વિગેરે જાતની વનસ્પતિઓની નિમ્પ્રયોજન જ હિંસા કરે છે. તે પુત્રપોષણ માટે, પશુપાલન માટે, ઘરની રક્ષા માટે, શ્રમણ બ્રાહ્મણની આજીવિકા માટે હિંસા કરતો નથી પણ સ્થાવરોનું છેદન-ભેદન કરે છે અને મર્દન કરે છે. તે વિવેકહીને અજ્ઞાની વ્યર્થ પ્રાણીઓની હિંસા કરી વૈરવૃદ્ધિ કરે છે. જેવી રીતે કોઈ પુરુષ નદીના તટ ઉપર, તળાવ ઉપર, કોઈ પણ જલાશય ઉપર, તૃણરાશિ ઉપર, જલાશયની આજુબાજુના સ્થાન ઉપર વૃક્ષ વગેરેથી ઢંકાયેલ અંધારાવાળા સ્થાન ઉપર, ગહનભૂમિ ઉપર, વનમાં, ઘોર અટવીમાં, પર્વત પર, પર્વતની ગુફામાં, કે દુર્ગમ સ્થળો ઉપર તૃણનો ઢગલો કરીને નિષ્ઠયોજન તે સ્થળોમાં સ્વયં અગ્નિ પ્રગટાવે. અન્યની પાસે અગ્નિ પ્રગટાવડાવે અને અગ્નિ જલાવનારાને અનુમોદન આપે છે. એવા Page #75 -------------------------------------------------------------------------- ________________ 184 સૂયગડો-રારHપ૦ પુરુષને નિસ્પ્રયોજન પ્રાણીઓની ઘાતનું કર્મ બંધાય છે આ બીજું અનર્થદંડ પ્રત્યયિક ક્રિયાસ્થાન કહેવાયું. [51] ત્રીજું ક્રિયાસ્થાન હિંસાદંડ પ્રત્યયિક કહે છે. કોઈ પુરુષ એમ વિચારે કેએમણે મને કે મારા સંબંધીને કે બીજાને કે બીજાના સંબંધીને માય છે, મારે છે અથવા મારશે. આ પ્રમાણે વિચાર કરીને તે ત્રણ સ્થાવર પ્રાણીઓને દંડ આપે છે, બીજા પાસે દંડ અપાવે છે, અન્ય કોઈ દંડ આપે તો અનુમોદન કરે છે. તેવા પુરુષને હિંસાપ્રત્યયિક સાવદ્યકર્મનો બંધ થાય છે. આ ત્રીજું હિંસા પ્રત્યાયિક ક્રિયાસ્થાન, [52] હવે ચોથું ક્રિયાસ્થાન અકસ્માતુ-દંડ-પ્રત્યાયિક વિષે કહેવામાં આવે છે. જેમ કોઈ શિકાર ખેલનાર પુરુષ સઘન અટવીમાં અથવા દુર્ગમ વનમાં જઈને મૃગને મારવાની ઈચ્છા કરીને મૃગને મારવાનો સંકલ્પ કરે છે, મૃગનું ધ્યાન કરે છે તથા તે મૃગને મારવા માટે ગયેલ છે. ત્યાં મૃગને જોઈને “આ મૃગ છે” એમ વિચારીને ધનુષ ઉપર બાણ ચડાવે બાણ છોડે છે. પરંતુ મગને બદલે તે તીર, તીતર પક્ષી, બટેર, ચકલી, લાવક કબૂતર, બંદર, કંપીજલમાંથી કોઈ પણ પક્ષી ને વીંધી નાખે છે તો આવી પરિસ્થિતિમાં તે પુરુષ બીજાની ઘાત માટે પ્રયુક્ત દંડથી અન્યની ઘાત કરે છે. મા દંડ ઈચ્છા ન હોવા છતાં અચાનક થાય છે એટલા માટે અકસ્માતુ દંડ કહેવાય છે. જેમ કોઈ પુરુષ શાલિ, વ્રીહિ, કોઢવ, કંગ, પરાગ અને રાળના છોડને છેદે અને અન્ય તૃણાદિને શસ્ત્રો અડી જાય અને હું શ્યામાક, તૃણ, કમોદ આદિને કાપું છું, એવા આશયને લક્ષમાં રાખીને કાપે પણ લક્ષ્ય ચૂકી જતા શાલિ, બ્રીહિ, કોઢ, કંગ અને રળના છોડનું છેદન કરી નાખે, અન્યને બદલે અન્યનું છેદન થવાથી તે પુરુષને અકસ્માતુ દંડની ક્રિયા લાગે છે. તેથી તે સાવદ્યકર્મનો બન્ધન કરે છે. આ ચોથું ક્રિયાસ્થાન થયું... [54] હવે દ્રષ્ટિવિપયસિ નામનું પાંચમું ક્રિયાસ્થાન કહેવાય છે. જેમ કોઈ પુરૂષ. માતા, પિતા ભાઇ, બહેન, સ્ત્રી, પુત્ર, કન્યા અને પુત્રવધૂની સાથે નિવાસ કરતો હોય અને પોતાના મિત્રને શત્રુ સમજીને શ્રમથી તેને મારી નાખે તે દ્રષ્ટિની વિપરીતતાને કારણે દ્રષ્ટિવિપસ દંડ કહેવાય છે. જેમ કોઈ પુરુષ ગ્રામ, નગર, ખેડ, કર્વટ (પહાડોની વચમાં વસેલું ગામ) મડંબ (જેની આજુ બાજુ યોજન સુધી કોઈ ગામ ન હોય તેવું ગામ) દ્રોણમુખ પટ્ટણ (જ્યાં સર્વવસ્તુઓ મળતી હોય) આશ્રમ (તાપસોનું નિવાસસ્થાન) નિવેશ (મંડી) નિગમ (વ્યાપારનું મુખ્ય સ્થાનો અને રાજધાનીમાં યાતના સમયે ચોર જે નથી તેને ચોર સમજીને મારે, ભ્રમથી ઘાત કરે, તો તે પુરુષે દ્રષ્ટિવિપયસથી-એક પ્રાણીના ભ્રમથી બીજાને માર્યો તેને દ્રષ્ટિવિપયસિડ પ્રયિક ક્રિયા લાગે છે. આ પાંચમું દૃષ્ટિવિપયાસ દડ પ્રત્યયિક નામનું ક્રિયાસ્થાન કહેવાયું. [54] હવે છઠું ક્રિયાસ્થાન મૃષા પ્રત્યાયિક કહેવાય છે. જેમ કોઈ પુરુષ પોતાને માટે, જ્ઞાતિ માટે, ઘરને માટે, અને પરિવાર માટે સ્વયં અસત્ય બોલે, બીજા પાસે અસત્ય બોલાવે અને જે અસત્ય બોલે છે તેને અનુમોદન આપે તે પુરુષને મૃષા પ્રત્યાયિક કર્મબન્ધ હોય છે. આ છઠું કિયાસ્થાન મૃષા પ્રત્યયિક કહેવામાં આવ્યું હવે સાતમું ક્રિયાસ્થાન અદત્તાધનપ્રયિક કહેવાય છે. જેમ કોઈ પુરુષ પોતાને માટે, જ્ઞાતિ માટે, ગૃહ માટે અથવા પરિવાર માટે સ્વયં અદત્તને ગ્રહણ કરે છે, અન્યની પાસે કરાવે છે અને કરતાને અનુમોદન આપે છે, તેને અદત્તાદાન પ્રત્યયિક પાપનો બન્ધ થાય છે. આ Page #76 -------------------------------------------------------------------------- ________________ 185 તસ્કંધ-૨, અધ્યયન-૨, સાતમું અદત્તાદાન પ્રત્યયિક ક્રિયાસ્થાન છે. [5] હવે આઠમું ક્રિયાસ્થાન અધ્યાત્મપ્રત્યયિક કહેવાય છે. જેમ કોઈ પુરુષ વિષાદનું કાંઈ બાહ્યકારણ નહિ હોવા છતા પણ સ્વયં હીન, દીન દુઃખિત અને ઉદાસ બને છે, મનમાં ને મનમાં નહિ કરવા યોગ્ય એવા ખરાબ વિચારો કરે છે, ચિંતા અને શોકના કારણે શોકના સમુદ્રમાં ડુબેલો રહે છે તથા હથેલી ઉપર મુખ રાખી પૃથ્વીને જોતો જોતો આર્તધ્યાન કરતો રહે છે, નિશ્ચયથી તેના દયમાં ક્રોધ-માન-માયા ને લોભ સ્થિત છે. આ ક્રોધ, માન, માયા અને લોભ આધ્યાત્મિક ભાવ છે. આવા પુરુષને આધ્યાત્મિક સાવધ કર્મનો બન્ધ થાય છે. આ આધ્યાત્મિકપ્રત્યયિક આઠમું ક્રિયાસ્થાન કહેવાયું. - દિપક હવે નવમું ક્રિયાસ્થાન.માનપ્રત્યયિક છે. જેમ કોઈ પુરુષ જાતિમદ, કુળમદ, બળમદ રૂપમદ, તપોમદ, શાસ્ત્રમદ, લાભમદ, ઐશ્વર્યમદ અને બુદ્ધિમદ વગેરે મદથી મત્ત બની બીજા મનુષ્યોની અવહેલના કરે છે અને નિંદા કરે છે, ઘણા કરે છે ગહ કરે છે અને તિરસ્કાર કરે છે. અને એમ વિચારે કે આ લોકો મારાથી હીન છે, હું જ વિશિષ્ટ વ્યક્તિ છું અને ઉત્તમ જાતિ, કુળ અને બળ વગેરે ગુણોથી યુક્ત છું, આ પ્રમાણે પોતાને ઉત્કૃષ્ટ માને તે અભિમાની પુરુષ આ દેહ છોડીને કર્મને વશીભૂત બનીને પરલોકગમન કરે છે. તે એક ગર્ભથી બીજા ગર્ભમાં, જન્મ ઉપર જન્મ અને મૃત્યુ ઉપર મૃત્યુ અને નરક ઉપર નરકોને પ્રાપ્ત કરે છે. તે પરલોકમાં ભયંકર, નમ્રતારહિત, ચપલ અને અભિમાની બને છે. તે પુરુષ માનદ્વારા ઉત્પન્ન કરેલા સવદ્ય કર્મનો બન્ધ કરે છે. આ માન...ત્યયિક નામનું નવમું ક્રિયાસ્થાન કહેવાયું. [58] હવે દસમું ક્રિયાસ્થાન મિત્ર-દોષપ્રત્યાયિક કહેવાય છે. જેમ કોઈ પરષ માતા, પિતા, ભાઈ, પત્ની, પુત્ર, પુત્રી, પુત્રવધૂ વગેરેની સાથે રહેતો હોય અને તેમાંથી કોઈ નાનો અપરાધ કરે તો તેને ભારે દંડ આપે છે. જેમકે શિયાળાની ભારે ઠંડીમાં તેને ઠંડા પાણીમાં ડુબાવે તેમજ ગરમીના સમયમાં તેના શરીર ઉપર ગરમ પાણી છાંટે, અગ્નિથી તેમનું શરીર દઝડે તથા છોતરાથી, નેતરથી છડીથી, ચામડાથી, કે દોરડાથી માર મારી તેમની પીઠની ખાલ ઉતારે તથા દેડા-મુઠ્ઠી વિગેરેથી મારીને શરીરને ઢીલું કરી દે. આવા પુરૂષ સાથે રહેવાથી પરિવારના માણસો દુખી રહે છે. અને તેના દૂર રહેવાથી સુખી રહે છે. એવો પુરુષ જે હંમેશા સામાન્ય કારણથી કઠોર દંડ આપે છે તે ઈહ-પર લોકમાં પોતાનું અહિત કરે છે. અને પરલોકમાં ઈષળ ક્રોધી અને નિદક બને છે. તેને મિત્રદોષપ્રત્યયિક કર્મનો બંધ થાય છે. આ મિત્રદોષપ્રત્યયિક નામનું દસમું ક્રિયાસ્થાન. [59] હવે અગિયારમું ક્રિયા સ્થાન માયાપ્રત્યયિક કહેવાય છે. આ જગત્માં કોઈ કોઈ કોઈ માણસો એવા હોય છે કે સંસારમાં વિશ્વાસ ઉત્પન કરીને બીજા માણસોને ઠગે છે. તથા લોકોથી છૂપી રીતે ખરાબ ક્રિયા કરનાર ઘૂવડની પાંખ જેવા હલકા હોવા છતાં પણ પોતાને મોટા પર્વત જેવા ભારે માને છે. તે આર્ય હોવા છતાં પણ અનાર્ય જેવી ભાષા બોલે છે. તેઓ બીજી જ જાતના હોવા છતાં પણ પોતાને બીજા જ રૂપે માને છે. તેમને એક વાત પૂછવામાં આવે અને તેઓ બીજી જ વાત બતાવે છે. જે બોલવું જોઈએ તેથી તેઓ તેઓ વિરુદ્ધ બોલે છે. જેમ કોઈ પુરુષ પોતાને લાગેલો કાંટો કે (અંતઃશલ્ય) તીર સ્વયં બહાર ન કાઢે, બીજા પાસે ન કઢાવે અને તેને નાશ પણ ન કરે પરંતુ વ્યર્થ તેને Page #77 -------------------------------------------------------------------------- ________________ - ક 186 સંયમડો-૨૨૫૯ છુપાવે અને તેથી પીડાઇને અંદરજ વેદના ભોગવ્યા કરે. તે પ્રમાણે માયાવી પરુષ છળ-કપટ કરીને તેની આલોચના પ્રતિક્રમણ નિંદા અને ગહ કરતો નથી, તે બ્રેષોને દૂર કરતો નથી, તેનાથી આત્માને શુદ્ધ કરતો નથી. ફરીથી એ દોષો ન કરવાનો નિશ્ચય કરતો નથી. તથા તે પાપને અનુરૂપ તપશ્ચર્યા આદિ પ્રાયશ્ચિત્ત પણ કરતી નથી. એવા માયાવી પુરુષનો આ લોકમાં કોઈ વિશ્વાસ કરતું નથી અને પરલોકમાં તે વારંવાર નીચ ગતિઓમાં જાય છે, માયાવી પુરુષ બીજાની નિંદા અને પોતાની પ્રશંસા કરે છે, દુષ્કર્મ કરે છે. અને તેનાથી તે નિવૃત્ત થતો નથી. તે પાપને અનુરૂપ તપશ્ચય આદિ પ્રાયશ્ચિત્ત પણ કરતો નથી. એવા માયાવી પુરુષનો આ લોકમાં કોઈ વિશ્વાસ, કરતું નથી અને પરલોકમાં તે વારંવાર નીચ ગતિઓમાં જાય છે, માયાવી પુરુષ બીજાની નિંદા અને પોતાની પ્રશંસા કરે છે, દુષ્કર્મ કરે છે. અને તેનાથી તે નિવૃત્ત થતો નથી. તે પ્રાણીઓને દંડ આપીને તેનો સ્વીકાર કરતો નથી અને શુભ વિચારથી રહિત હોય છે. એવા માયાવી પુરુષને માયાપ્રત્યયિક સાવધ કર્મનો બંધ પડે છે. આ અગિયારમું માયા-પ્રત્યાયિક ક્રિયાસ્થાન. 60 હવે બારમું લોભપ્રત્યયિક ક્રિયાસ્થાન કહેવાય છે. જેમ કોઈ અરણ્યમાં નિવાસ કરનાર, પર્ણકુટીમાં નિવાસ કરનાર, ગામની નજીક નિવાસ કરનાર, તથા ગુપ્ત કાર્યો કરનાર, જે સાવધ કર્મોથી નિવૃત્ત થયેલ નથી, તથા સર્વ પ્રાણી, ભૂત, જીવ અને સત્વોની હિંસાથી નિવૃત્ત થયેલ નથી, તે સત્ય-મૃષા ભાષણ કરે છે, જેમકે હું મારવાને યોગ્ય નથી, પણ અન્ય પ્રાણીઓ મારવા યોગ્ય છે, મને આજ્ઞા આપવી જોઈએ નહિ, બીજા પ્રાણીઓ આજ્ઞા આપવાને યોગ્ય છે, હું દાસ દાસી બનવા યોગ્ય નથીપણ અન્ય પ્રાણીઓ ધસ દાસી બનવા યોગ્ય છે, હું કષ્ટ આપવા યોગ્ય નથી, પણ અન્ય પ્રાણી કષ્ટ આપવાને યોગ્ય છે, હું ઉપદ્રવને યોગ્ય નથી, પણ અન્ય પ્રાણી ઉપદ્રવને યોગ્ય છે. આ પ્રમાણે ઉપદેશ આપનાર વ્યક્તિ સ્ત્રી અને કામભોગમાં આસક્ત રહે છે. તે હંમેશા વિષયભોગની શોધ કરવામાં સંલગ્ન રહે છે. તેમની ચિત્તવૃત્તિ ભોગો તરફ જ હોય છે. તે ચાર પાંચ છ કે દશ વર્ષ સુધી થોડા અધિક કામભોગોને ભોગવી મૃત્યુના સમયે મૃત્યુ પામીને અસુરલોકમાં કિબિપી દેવરૂપે ઉત્પન્ન થાય છે. તે કિબિષીપણે આયુષ્ય પૂર્ણ કરી વારંવાર મૂંગા, જન્માંધ તથા જન્મથી મૂંગા હોય છે. આ પ્રમાણે તે લોભી પાખંડીને લોભપ્રત્યયિક સાવઘકમનો બન્ધ થાય છે. આ બારમુ ફિયાસ્થાન કહેવાયું. આ બાર ક્રિયાસ્થાનો મુક્તિ જવા યોગ્ય શ્રમણ માહણે સારી રીતે જાણી લેવા જોઈએ, જ્ઞપરિજ્ઞાએ જાણી પ્રત્યાખ્યાનપરિજ્ઞાથી છોડી દેવા જોઇએ. [61] હવે તેરમું ક્રિયાસ્થાન ઈયપિથિક કહેવાય છે.આ લોકમાં જે પુરુષ પોતાના આત્માના કલ્યાણ માટે સર્વ પાપથી નિવૃત્ત છે તથા ઘરબાર છોડીને સાધુ બનેલા છે, જે ઇયસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિત, આદાન ભાંડ માત્ર નિક્ષેપણા સમિતિ, તથા ઉચ્ચાર પ્રસવણ ખેલસિંઘાણ જલ્લ પારિઠાવણિયા સમિતિથી યુક્ત છે, જે મનસમિતિ, વચન સમિતિ અને કાયસમિતિ, મનોગતિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિથી યુક્ત છે. બ્રહ્મચર્યના રક્ષક છે- જે ઉપયોગની સાથે ચાલે છે. યત્નાપૂર્વક ઊભા રહે છે. યત્નાપૂર્વક બેસે છે, જે ઉપયોગપૂર્વક પડખું બદલે છે. યત્નાપૂર્વક ભોજન કરે છે અને ઉપયગપૂર્વક બોલે છે અને જે ઉપયોગપૂર્વક વસ્ત્ર, પાત્ર કંબલ અને પાદપુંછન ગ્રહણ કરે છે અને ઉપરોક્ત વસ્તુઓને યત્નાપૂર્વક રાખે છે. જે નેત્રની પલક પણ ઉપયોગ Page #78 -------------------------------------------------------------------------- ________________ 16 સુતસ્કંધ-૨, અધ્યયન-૨, પૂર્વક ચલાવે છે તે સાધુને પણ વિવિધ પ્રકારની સૂક્ષ્મ ઈપથિક ક્રિયા લાગે છે. આ ઇયપથિક ક્રિયાનો પ્રથમ સમયે બન્ધ અને સ્પર્શ થાય છે. બીજા સમયે તેનો અનુભવ (વેદન) થાય છે અને ત્રીજા સમયે તેની નિર્જરા થાય છે. તે ઈયપિથિક ક્રિયા પ્રથમ સમયે બન્ધ. બીજા સમયે ઉદય પામી ત્રીજા સમયે નિજીર્ણ થઈ ચોથા સમયે અકર્મ થઈ જાય છે. આ પ્રમાણે વીતરાગ પૂરને પણ ઈયપિથિક ક્રિયાસ્થાન કહેવાયું. ભૂત, વર્તમાન અને ભવિષ્ય એમ ત્રણે કાળમાં જેટલા તીર્થંકરો થયા છે, થાય છે અને થશે તે સર્વ આ તેર ક્રિયાઓનું પ્રતિપાદન કર્યું છે, કરે છે અને કરશે. તેમ જ આ તેરમા ક્રિયાસ્થાનનું સેવન કર્યું છે, કરે છે અને કરશે. [2] પાપમય વિદ્યાઓ શીખનારા અને પ્રયોગ કરનારાઓની દુર્ગતિ- હવે જે પુરુષો વિજય પ્રાપ્ત કરે છે. આ લોકમાં વિભિન્ન પ્રકારની બુદ્ધિ, જ્ઞાન, અભિપ્રાય, સ્વભાવ, વૃષ્ટિ, રુચિ આરંભ અને અધ્યવસાયવાળા મનુષ્યો હોય છે. તે પોતપોતાની રુચિ પ્રમાણે વિવિધ પ્રકારના પાપમય શાસ્ત્રોનો અભ્યાસ કરે છે. તે પાપમયશાસ્ત્રો આ પ્રમાણે છે-ભૂમિ સંબંધી વિદ્યા, ઉત્પાતના ફળો બતાવનારું શાસ્ત્ર, સ્વપ્નશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, અંગશાસ્ત્ર, સ્વરશાસ્ત્ર, લક્ષણશાસ્ત્ર, વ્યંજન શાસ્ત્ર, અને સ્ત્રી અને પુરુષના લક્ષણ બતાવનારું શાસ્ત્ર, ઘોડાના લક્ષણ બતાવનાર, હાથીના લક્ષણો બતાવનાર, ગાયના લક્ષણ બતાવનાર, મેંઢાના લક્ષણ બતાવનાર, કુકડાના લક્ષણ બતાવનાર તેતરના લક્ષણ બતાવનાર, બટેરના લક્ષણ બતાવનાર, લાવક પક્ષી આદિના લક્ષણ બતાવનાર, વિદ્યા તથા ચક્ર, છત્ર, ચામરના લક્ષણ બતાવનાર, દેડના લક્ષણ બતાવનાર, તલવારના લક્ષણ બતાવનાર, મણિના લક્ષણ બતાવનાર, કાકિણી રત્નના લક્ષણ બતાવનાર, અને કુરૂપ અને સુરૂપ બતાવનાર વિદ્યા, જે સ્ત્રીને ગર્ભ ન રહેતો તેને ગર્ભ સ્થિર કરવાની વિદ્યા, સ્ત્રી પુરુષને મુગ્ધ કરનાર વિદ્યા, તત્કાલ અનર્થ ઉત્પન્ન કરનાર વિદ્યા, ઈન્દ્રજાલ રચવાની વિદ્યા, વશીકરણ વિદ્યા, દ્રવ્ય હવન વિદ્યા, અસ્ત્ર-શસ્ત્ર વિદ્યા, સૂર્ય, ચંદ્ર, શુક્ર, બૃહસ્પતિની ગતિ સંબંધી વિદ્યા, ઉલ્કાપાત અને દિશાદાહ બતાવનાર વિદ્યા, ગામનગરમાં પ્રવેશ સમય પશુદર્શનનું શુભાશુભ ફળ બતાવનાર વિદ્યા, કાગડાના બોલવાથી થનાર શુભાશુભ ફલ બતાવનાર વિદ્યા, ધૂળ-કેશ-માંસ લોહીની વૃષ્ટિનું ફળ બતાવનાર વિદ્યા. વૈતાલી વિદ્યા અવિતાલીવિદ્યા, નિદ્રાધીન કરવાની વિદ્યા, તાળા ખોલવાની વિદ્યા, ચાંડાલોની વિદ્યા, શામ્બરી વિદ્યા, દ્રાવિડી વિદ્યા, કાલિંગિ વિદ્યા, ગૌરી વિદ્યા, ઉપર લઈ જવાની વિદ્યા, સ્તંભન વિદ્યા, એષણી વિદ્યા, કોઇને રોગી બનાવી દેવાની વિદ્યા, કોઈને નિરોગી બનાવવાની વિદ્યા, કોઈ ઉપર ભૂત વિગેરેની બાધા ઉત્પન્ન કરનારી વિદ્યા, અન્તર્ધાન થવાની વિદ્યા, નાની વસ્તુને મોટી બનાવવાની વિદ્યા, આ પ્રમાણે પાખંડી લોકો આ વિદ્યાઓનો પ્રયોગ અન્ન પાણી, વસ્ત્ર, ગૃહ અને શવ્યાને પ્રાપ્ત કરવા માટે કરે છે તથા તેઓ વિવિધ પ્રકારના વિષયભોગોની પ્રાપ્તિ માટે તે વિદ્યાઓનો પ્રયોગ કરે છે. ખરેખર આ વિદ્યાઓ પરલોકની પ્રતિકૂળ છે. તેથી તેઓનો અભ્યાસ કરનાર અનાર્ય પુરુષ બ્રમમાં પડે છે. તે આયુ પૂર્ણ કરીને-અસુર કાયમાં કિલ્બિપીદેવપણે ઉત્પન્ન થાય છે. ત્યાંના આયુષ્યને પૂર્ણ કરીને જન્માન્જ અને જન્મથી જ મૂંગા બને છે. [3] કોઈ પાપી મનુષ્ય પોતાના માટે, જ્ઞાતિને માટે, સ્વજન માટે, શયન માટે, Page #79 -------------------------------------------------------------------------- ________________ - - - ..... - - 188 સૂયગડો- 22 વદ 3 ઘર માટે, પરિવાર માટે, કોઈ પુરુષની પાછળ પડે છે. કોઈ પાપી ધન હરવા માટે સેવા કરે છે. કોઇ સન્મુખ જઈને ધન હરણ કરે છે. કોઈ પાપી ઘરમાં છેદ કરીને ધન હરણ કરે છે. ગાંઠ છોડીને ધન હરણ કરે છે. અથવા ઘેટા-બકરા તથા ભૂંડ ચારવાનો ધંધો કરવા હિંસા કરે છે. ઝાળ નાખી મૃગ પક્ષીઓ કે માછલા પકડે, ગાયોની હત્યા કરે. અથવા ગોવાળ બની પાપમયી કાર્યો કરે અથવા કૂતરા પાળનાર કે કૂતરા દ્વારા શિકાર કરાવનાર શિકારી બને છે. કોઈ પુરુષ એક ગામથી બીજે ગામ જનારની પાછળ પડીને, તેને મારીને અથવા તલવાર આદિથી કાપીને, શૂળ આદિથી ભેદને, ઘસડીને અથવા ચાબૂક આદિથી મારીને અથવા તેની હત્યા કરીને પોતાની આજીવિકા ચલાવે છે. આ પ્રમાણે મહાકર્મ કરનારા પુરુષ જગતમાં મહાપાપીના નામે પ્રસિદ્ધિ પ્રાપ્ત કરે છે. કોઈ પાપી કોઇ ધનવાનું વ્યક્તિનો સેવક બનીને પોતાના સ્વામીને મારી, પીટી તથા છેદન-ભેદન અને ઘાત કરીને તથા તેના જીવનનો નાશ કરીને તેનું ધન હરી લઈ, પોતાના ખાનપાન અને ભોગ-ઉપભોગની સામગ્રી મેળવે છે. તે પુરુષ મહાન પાપ કર્મો દ્વારા મહાપાપી તરીકે પ્રસિદ્ધ થાય છે. કોઈ પાપી પુરષ ગામ-નગર વગેરેથી આવતી કોઈ વ્યક્તિની સામે જઈને તેને મારીને, પીટીને તથા તેનું છેદન-ભેદન આદિ કરીને તેના ધનને લૂંટીને આજીવિકા ચલાવે છે. આમ મહાન પાપો કરીને પોતાને મહાન પાપી તરીકે પ્રસિદ્ધ કરે છે. કોઈ પાપી પુરુષ ધનવાનોના ઘરમાં ખાતર પાડી, ધાડ પાડી કે ધનની ગાંસડી છોડી પ્રાણીઓને હણી, છેદી ભેદી પ્રાણ લે છે અને તેનું ધન હરી લઈ આજીવિકા ચલાવે છે. તેથી મહાનું પાપો કરીને મહાપાપી તરીકે જગતમાં પ્રસિદ્ધ થાય છે. કોઇ પાપી પુરુષ ઘેટાને પાળનાર ભરવાડ બની ઘેટાને કે બીજા પ્રાણીઓને મારીને અથવા વાઘરી બનીને મૃગઘાત કરીને મૃગને અથવા અન્ય પ્રાણીઓને મારીને પોતાની આજીવિકા ચલાવે છે. તે પાપી જગતમાં મહાન પાપ કર્મો કરી મહાપાપીને નામે પ્રસિદ્ધ થાય છે. કોઈ પાપી પુરુષ શાનિક બની પક્ષી પકહવાના કાર્ય કરી ત્રસપ્રાણીઓને મારી અથવા માછીમારનો ધંધો કરીને માછલા તથા અન્ય જલચરજીવોને મારીને પોતાની આજીવિકા ચલાવે છે. તે પોતાને પાપી તરીકે જગતમાં પ્રસિદ્ધ કરે. કોઈ પાપી પુરુષ કસાઈનો ધંધો કરી ગૌહત્યા કરીને અને અન્ય ત્રણ પ્રાણીઓને મારીને આજીવિકા ચલાવે છે. તે પાપી તરીકે પ્રસિદ્ધ થાય છે. કોઈ પુરુષ ગોવાળ બનીને ગાયના નાના વાછરડાને ટોળામાંથી બહાર કાઢીને મારી પીટીને પોતાની આજીવિકા ચલાવે છે તે પાપી છે. કોઈ પુરુષ કૂતરા પાળવાનું કામ કરી તે કૂતરાને કે બીજા પ્રાણીઓને મારીને અથવા કોઈ પુરુષ કૂતરાઓ વડે મૃગ વગેરે બીજા પ્રાણીઓને મરાવીને આવી રીતે પોતાની આજીવિકા ચલાવે છે. તેથી તે મહાપાના સેવનથી જગતમાં મહા પાપીના નામે પ્રસિદ્ધ થાય છે. આ ઉપર વર્ણન કરેલ આજીવિકા ઘોર પાપમય છે. નરક આદિ દુગતિઓમાં પરિભ્રમણ કરાવવામાં કારણભૂત છે. માટે વિવેકવાન પરષોએ આવી આજીવિકાથી દૂર જ રહેવું જોઈએ. [64] કોઈ પુરુષ સમૂહમાં ઉઠીને પ્રતિજ્ઞા કરે છે કે “હું આ પ્રાણીને મારીશ” એમ કહીને તે તેતર, બટેર, લાવક, કબૂતર, કપીંજલ કે અન્ય કોઈ ત્રસ પ્રાણીને મારી એ ઘોર પાપ કર્મને કારણે મહાપાપીના નામે પ્રસિદ્ધ થાય છે. કોઈ પુરુષ સડેલું અને Page #80 -------------------------------------------------------------------------- ________________ . કુતસ્કંધ-૨, અધ્યયન-૨, 189 મળવાથી કે બીજી કોઈ અભીષ્ટ અર્થની સિદ્ધિ ન થવાથી અથવા અપમાન આદિ કારણથી ક્રોધિત બનીને ગાથાપતિ કે તેના પુત્રના ધાન્ય વગેરેને પોતે આગ લગાવી બાળી નાખે છે. અન્યની પાસે બળાવી નાખે છે. અન્ય કોઇ બાળનારને અનુમોદન આપે છે. તથા તેમના ઊંટ, ગાય, ઘોડા અને ગધેડા વગેરે પશુઓના અંગો સ્વયં કાપે છે, કપાવે છે. અને અનુમોદન આપે છે. તેવા પ્રકારની ક્રિયાથી તે મહા પાપીના નામથી પ્રસિદ્ધ થાય છે. કોઈ પુરુષ અપમાન આદિ કારણવશ અથવા તેનાથી પોતાની ઈષ્ટ સિદ્ધિ ન થવાને કારણે ગાથાપતિ ઉપર ક્રોધિત બનીને ગાથાપતિની તથા તેમના પુત્રોની ઊંટશાળા ગૌ-શાળા અશ્વશાળા અને ગર્દભશાળાને કાંટાથી ઢાંકી સ્વયં આગ લગાડે છે અથવા બીજા પાસે લગાવડાવે છે. અન્ય કોઈ લગાવે તો અનુમોદન આપે છે. તે પુરુષ જગતમાં મહા પાપી કહેવાય છે. કોઈ પુરુષ એવા હોય છે કે ગાથાપતિથી ઓછું અથવા ખરાબ અને મેળવીને પોતાના મનોરથની સિદ્ધિ ન થઈ શકવાથી અથવા અન્ય કારણથી ક્રોધિત બનીને ગાથાપતિના તથા તેમના પુત્રોના કુંડલ મણિ અથવા મોતીઓને સ્વયં હરણ કરે છે, કરાવે છે, કરનારને અનુમોદન આપે છે ઉપરોક્ત કમોંનો કરનાર વ્યક્તિજગતમાં મહાપાપીનાં નામે ઓળખાય છે. કોઈ પુરુષ ઓછું અન્ન મળવાથી અથવા ખરાબ અન્ન મળવાથી પોતાના અર્થની સિદ્ધિ ન થતાં શ્રમણ માહણ ઉપર ક્રોધિત બની તે શ્રમણ માહણના છત્ર દંડ ભાંડ પાલા લાઠી આસન વસ્તુ, પરધ, ચર્મછેદનક, ચામડાની થેલી આદિ વસ્તુને સ્વયે હરણ કરે, અન્ય પાસે હરણ કરાવે. કોઈ હરણ કરે તો સારું જાણે છે. તે પુરુષ આ જગતમાં મહા પાપીના નામે પ્રસિદ્ધ પામે છે. કોઈ પુરુષ કંઈ પણ વિચાર વિના જ, કારણ વિના જ, ગાથાપતિ કે તેમના પુત્રનાં ધાન્યાદિમાં સ્વયં આગ લગાવે, અન્ય પાસે લગાવડાવે. લગાડનારને અનુમોદન આપે છે. તે મહા પાપી છે કોઈ પોતાના કર્મફળનો વિચાર કર્યા વિના જ તે ગાથાપતિ કે તેમનાં પુત્રોનાં ઊંટ, ગાય, ઘોડા, અને ગર્દભનાં અંગો સ્વયં કાપે છે, અન્ય પાસે કપાવે છે, કાપનારને તે અનુમોદન આપે છે. કોઈ પુરુષ પોતાના કર્મફળનો કંઈ પણ વિચાર કર્યા વિના તથા કારણ વિના ગાથાપતિની તથા તેમનાં પુત્રની ઊંટશાળા, ગૌ-શાળા. અશ્વશાળા, ગર્દભશાળાઓને કાંટાથી ઢાંકી સ્વયં આગ લગાવે, અન્ય પાસે આગ લગાવડાવે લગાવનારને અનુમોદન આપે છે. કોઈ પુરુષ કર્મફળનો વિચાર કર્યા વિના જ ગાથાપતિના તથા તેમના પુત્રોનાં મોતી વિગેરેનાં આભૂષણો સ્વયે હરી લે, અન્ય પાસે હરણ કરાવે અને કોઈ પણ હરણ કરતું હોય તો અનુમોદન આપે છે. કોઈ વિચાર કર્યા વિના જ નિષ્કારણ કોઈ શ્રમણ અથળા માહણનાં છત્ર દડ યાવતુ ચમચ્છેદન આદિ ઉપકરણોને સ્વયં હરણ કરી લે છે, અન્ય પાસે હરણ કરાવે છે. અથવા હરણ કરનારને અનુમોદન આપે છે. તેવા પુરુષો આ જગતમાં મહા પાપીને નામે પ્રસિદ્ધ પામે છે. કોઈ પુરુષ શ્રમણ અને માહણને જોઈને તેના પ્રત્યે અનેક પ્રકારના પાપમય વ્યવહાર કરે છે. તેથી તે મહા પાપી કહેવાય છે. તે સાધુને પોતાની સામેથી દૂર કરવા માટે ચપટી વગાડે છે અને તે સાધુને કડવા વચનો કહે છે. તેમનાં ઘરે જો સાધુ ગોચરી માટે, ગોચરી સમયે જાય છે તે સમયે આહાર પાણી આપે નહીં. પરંતુ એવું બોલે કે આ સાધુ તો ભાર વહન આદિ નીચ કર્મ કરનાર દરિદ્ર શુદ્ર છે. તે આળસને કારણે Page #81 -------------------------------------------------------------------------- ________________ રાયગડો - ૨Jરામદદ ગૃહસ્થાશ્રમનો ભાર વહન ન કરી શકવાને કારણે દિક્ષિત બની સુખી બનવાની ઈચ્છા કરે છે. તેવા સાધુદ્રોહી પાપી પુરુષનું જીવન ધિક્કારને પાત્ર હોવા છતા તે પોતાના જીવનને ઉત્તમ માને છે. તે મૂર્ણ પુરુષ પરલોકનો કાંઈ વિચાર કરતો નથી. તેથી તે દુઃખ, નિંદા, શોક, તાપ, પીડા, પરિતાપ, વધ અને બંધન આદિ કલેશોથી ક્યારે પણ નિવૃત થતો નથી. તે અનેક પ્રકારના આરંભ અને સમારંભ તથા વિવિધ પ્રકારનાં પાપ કર્મ કરી ઉત્તમ-ઉત્તમ મનુષ્ય સંબંધિ ભોગ ભોગવે છે. તે આહારના સમયે આહાર, પાણીના સમયે પાણી, વરના સમયે વસ્ત્ર, વસ્તીને સમયે વસ્તી, શવ્યાના સમયે શવ્યાને ભોગવે છે. તે પ્રાતઃકાળે, મધ્યાહ કાળે અને સાથે કાળે સ્નાન કરી દેવતા આદિની પૂજા કરે છે. તે દેવતાની આરતી કરી મંગલ માટે સુવર્ણ, ચંદન, દહીં, અક્ષત અને દણિ આદિ માંગલિક પદાર્થોનો સ્પર્શ કરે છે. તે શિરસ્નાન કરીને ગળામાં માળા ધારણ કરે છે, તે મણી અને સુવર્ણનાં આભૂષણો અંગો ઉપર પહેરીને, ફૂલમાળાઓ શરીર ઉપર રાખીને, યુવાવસ્થાના કારણે શરીરથી હૃષ્ટપૃષ્ટ બની કમરમાં કંદોરો પહેરી અને છાતી ઉપર ફૂલોની માળાને ધારણ કરીને અત્યન્ત સ્વચ્છ અને ઉત્તમ નવીન વસ્ત્રો પહેરે છે. પોતાના અંગોમાં ચંદનનો લેપ કરે છે. આ પ્રમાણે સજ્જ થઈ, તૈયાર બની મોટા મહેલમાં જાય છે. તે મહાન સિંહાસન ઉપર બેસે છે. ત્યાં આગળ સ્ત્રીઓ આવીને ચારે બાજુ ઘેરી. વળે છે. ત્યાં આખી રાત દીપક જલતા રહે છે, તે સ્થાનમાં નાચ ગાન, વિણા, મૃદંગ, હાથની તાલી, થાય છે. આ પ્રમાણે ઉત્તમોત્તમ મનુષ્યો સંબંધ ભોગો ભોગવતા થકી તે પુરુષ પોતાનું જીવન વ્યતીત કરે છે. તે પુરુષ જ્યારે એક મનુષ્યને આજ્ઞા આપે તો વિના કો ચાર-પાંચ મનુષ્યો ઉપસ્થિત થઈ જાય છે અને કહે છે હે દેવાનુપ્રિય! કહો, અમો આપની શું સેવા કરીએ? શું કાર્ય કરીએ? શું લાવીએ ? શું આપને ભેટ આપીએ ? આપનું શું હિત કરીએ ? તે પુરુષને તેવા પ્રકારના સુખ ભોગવતા જોઈને કોઈ અનાર્ય જીવ કહે છે કે આ પુરુષ તો દેવ છે. દેવોથી પણ શ્રેષ્ઠ છે અને દેવી જીવન જીવી રહેલ છે. તેમના આશ્રયે બીજા પણ જીવે છે. પરંતુ તેને ભોગવિલાસમાં આસક્ત જોઈને આર્ય પુરુષ એમ કહે છે- “આ પુરુષ તો અતિ ક્રૂર કમ કરનાર છે, ધૂર્ત છે, શરીરની રક્ષા કરનાર છે, ક્ષિણ દિશામાં જનારો નરકગામી તથા કૃષ્ણપક્ષી છે, ભવિષ્યમાં દુર્લભબોધિ થશે. કોઈ મૂર્ખ જીવ મોક્ષને માટે ઉદ્યત થઈને પણ એવા સ્થાનની ઈચ્છા કરે છે કે જે સ્થાનની ઇચ્છા ગૃહસ્થો અથવા તૃષ્ણાતુર મનુષ્યો કરે છે. વસ્તુતઃ આ સ્થાન અધર્મ-સ્થાન, અનાર્યસ્થાન છે, જ્ઞાન રહિત છે, અપૂર્ણ છે. તે સ્થાનમાં ન્યાય નથી. તે સ્થાનમાં પવિત્રતા નથી, તે સ્થાન કર્મરૂપી શલ્યને કાપવામાં સમર્થ નથી, તે સિદ્ધિનો માર્ગ નથી, તે મુક્તિનો માર્ગ નથી, તે નિર્વાણનો માર્ગ નથી, તે નિર્માણનો માર્ગ નથી. તે સ્થાન સમસ્ત દુઃખોને નાશ કરનાર નથી અને એકાંત મિથ્યા અને ખરાબ છે. આ પ્રથમ સ્થાન અધર્મ પક્ષનું કથન કર્યું. [66] હવે બીજું ધર્મસ્થાન કહેવામાં આવે છે - આ મનુષ્યલોકમાં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર દક્ષિણ દિશાઓમાં અનેક પ્રકારના મનુષ્યો નિવાસ કરે છે. તેમાં કોઈ આર્ય, કોઈ અનાર્ય. કોઈ ઉચ્ચ ગોત્રવાળા, કોઈ નીચ ગોત્રવાળા, કોઈ મોટા શરીરવાળા, કોઇ નાના શરીરવાળા, કોઈ મનોજ્ઞ વર્ણવાળા, કોઈ અમનોજ્ઞ વર્ણવાળા, કોઈ સુરૂપ વાળા, કોઈ કુરૂપવાળા હોય છે. તેઓને ખેતર અને મકાનનો પરિગ્રહ હોય છે, તે વાત પુંડરીક Page #82 -------------------------------------------------------------------------- ________________ 1915 ચુતસ્કંધ-૨, અધ્યયન-૨, અધ્યયનથી જાણવી. તેમાં જે પુરુષ કષાયોથી તથા ઇન્દ્રિયોના ભોગથી નિવૃત્ત થયેલ છે તે ધર્મ પક્ષવાળા જાણવા, એમ હું કહું છું. તે સ્થાન આર્ય છે, કેવલજ્ઞાનને ઉત્પન્ન કરનાર છે અને એકાંત સમ્યક અને ઉત્તમ સ્થાન છે. [66] ત્યાર પછી ત્રીજું મિશ્રસ્થાન કહેવામાં આવે છે. તેમાં કોઈ વનમાં નિવાસ કરનારાઓ તાપસ આદિ, ઘર યા કુટીર બનાવીને રહેનારા તાપસ તથા ગામની બાજુમાં નિવાસ કરનારા તાપસ અને જે ગુપ્ત વિષયમાં વિચાર કરનાર તાપસો છે તે મૃત્યુ પામીને કિલ્શિષી દેવપણે ઉત્પન્ન થાય છે. અને ત્યાંના આયુષ્યને પૂર્ણ કરીને ત્યાંથી નીકળીને મૂંગા, જન્માધે કે જન્મથી મૂંગા બને છે. તે સ્થાન આર્ય પુરુષોથી સેવિત નથી. તે સ્થાન એકાંત મિથ્યા અને ખરાબ છે. આ ત્રીજું મિશ્રસ્થાન કહેવામાં આવ્યું. [67] હવે પ્રથમ સ્થાન જે અધર્મસ્થાન છે, તેમાં રહેલાનો વિચાર કરવામાં આવે છે. આ મનુષ્યલોકમાં પૂવદિ દિશાઓમાં એવા મનુષ્યો નિવાસ કરે છે જેઓ ગૃહસ્થ છે. સ્ત્રી અને પરિવાર સહિત જીવન વ્યતીત કરનાર છે. તેઓ મહાન ઇચ્છાવાળા, મહાન આરંભવાળા અને મહાપરિગ્રહવાળા હોય છે. તે અધર્મ કરવાવાળા અને અધર્મની પાછળ ચાલનાર, અધર્મને પોતાનો અભીષ્ટ માનનાર, અધર્મની જ ચર્ચા કરનાર, અધર્મમય સ્વભાવ અને આચરણવાળા, અધર્મથી જ પોતાની આજીવિકા ઉત્પન્ન કરનાર છે અને પોતાનું સંપૂર્ણ જીવન અધર્મમાં જ પૂર્ણ કરે છે. અધિર્મમય જીવન જીવનારા પુરુષો હંમેશા એવું જ કરતા રહે છે કે પ્રાણીઓને મારો કાપો, છેદો, તે પ્રાણીઓનું ચામડું ઉખેડી નાખે છે, તેમના હાથ રક્તથી ખરડાયેલા રહે છે, તેઓ ક્રોધી રુદ્ર, શુદ્ધ, અને સાહસિક હોય છે, તેઓ પ્રાણીઓને શૂળી ઉપર ચડાવે છે, ઠગે છે, માયા કરે છે, દુષ્ટતા અને કુડકપટ કરે છે, ખોટા તોલાઓ રાખે છે, અને જગતને ઠગવા માટે દેશ-વેશ અને ભાષાને બદલી નાખે છે. દુઃશીલ અને દુર્જતવાળા અને દુઃખથી પ્રસન્ન કરી શકાય તેવા સ્વભાવવાળા હોય છે. તેઓ સર્વહિંસાથી યાવત્ સર્વ પરિગ્રહથી અને સર્વ ક્રોધથી માંડી સમસ્ત મિથ્યાદર્શનશલ્ય સુધીના અઢારે પાપોથી જીવનપર્યત નિવૃત્ત થતા નથી. તે જીવનભર સ્નાન, તેલમર્દન શરીરમાં રંગ લગાડવો-સુગંધિત વિલેપન-મનોજ્ઞ શબ્દ, મનોજ્ઞ સ્પર્શ-મનોજ્ઞ રસ મનોજ્ઞ ગંધનો ભોગવટો, ફૂલમાળા અને આભૂષણોથી નિવૃત્ત થતા નથી. તેઓ ગાડી, રથ, સવારી, ડોળી, બગ્ગી, આકાશયાન, પાલખી વગેરે વાહનો અને શયન, આસન વિગેરે ભોગો તથા ભોજનની સામગ્રીના વિસ્તારને જીવનપર્યત છોડતા નથી. તેઓ ક્રય, વિક્રય તથા. માસા, અર્ધમાસા તથા તોલા વિગેરે વ્યવહારથી જિંદગી પર્યત નિવૃત્ત થતા નથી. તેઓ ચાંદી સુવર્ણ-ધન-ધાન્ય, મણિ, મોતી, શંખ, શિલા, પ્રવાળ આદિનો સંચય કરે છે અને જીવનભર તેમનો મોહ છોડતા નથી. તેઓ જૂઠા તોલા અને માપથી નિવૃત્ત થતા નથી. સર્વ પ્રકારના આરંભ-સમારંભ કરે છે. તેઓ સાવધ વ્યાપાર કરવા કરાવવાથી નિવૃત્ત. થયા નથી. પચન પાચનની ક્રિયામાંથી નિવૃત્ત થયેલ નથી, અને તેઓ કૂટવું-પીટવું-ધમકાવવું તાડન કરવું-વધ-બન્ધન અને કલેશથી નિવૃત્ત થતા નથી. તેઓ અન્ય સાવધ કમ કરે છે. બોધિબીજનો નાશ કરનારા બીજાને પરિતાપ આપનારા કર્મો કરે છે. જે ક્રિયા અનાર્યો કરે છે તેવી ક્રિયાથી જીવનપર્યત નિવૃત્ત થતા નથી. તેવા લોકો એકાન્ત અધર્મસ્થાનમાં સ્થિત છે. Page #83 -------------------------------------------------------------------------- ________________ 192 સયગડો- ૨૨મદદ૭ જેવી રીતે કોઈ અત્યન્ત પૂર પુરુષ ચોખા, મસૂર, તલ, મગ, અડદ, વાલ, કળથી, ચણા, વિગેરેને અપરાધ વિનાજ દેત આપે છે. તેમાં કોઈ જૂર જીવાત્મા તેતરને. બતકને, લાવકને કબૂતરને કપિંજલને, મૃગને પાડાને, ભંડને, ગ્રાહને ગોહને કાચબાને સપને, સરિસૃપ જાતિના સર્વ જીવોને અત્યન્ત ક્રૂરતાપૂર્વક અપરાધ વિના મિથ્યાદંડ આપે છે. તે પુરુષની બહારની પર્ષદ્ર હોય છે, જેમાં દાસ, ધસી, નોક, ચાકર, સેવક, સેવિકા, ઊપજમાં થોડો ભાગ લઈ ખેતી કરી દેનાર કર્મચારી અને ભોગ પુરૂષ હોય છે. તેઓનો જરા પણ અપરાધ થતાં તે દૂર પુરુષ કઠોરતાથી દડે છે અને કહે છે કે આ લોકોને મારો, મસ્તક ભંડો અને ધમકાવો અને પીટો, આના હાથ પાછળ બાંધી દો, અને હેડના બંધનમાં નાખો, આને ચારક બંધનમાં નાખો, આને બેડીઓથી બાંધી તેના અંગો મરડી નાખો, તેના હાથ કાપી નાખો, પગ કાપી નાખો, કાન કાપી નાખો, નાક ઓષ્ઠ શિર મુખ કાપી નાખો, તેને મારીને મૂર્શિત કરો, તેની ચામડી ઉતારી નાખો, આંખ કાઢી લો. દાંત. અંડકોશ અને જીભ ખેંચી તેને ઉંધો લટકાવો, ઘસડો, પાણીમાં બોળો, શૂળી ઉપર ચડાવો, તેમના શરીરમાં કાંટાઓ, ભાલાઓ ભોકાઓ, તેના અંગો કાપી તેના ઉપર મીઠું નાખો મારી નાખો, તેને સિંહના પૂંછડા સાથે બાંધી છે, તેને બળદના પૂંછડા સાથે બાંધી દો. દાવાગ્નિમાં બાળી નાખો, તેનું માંસ કાપીને કાગડા કુતરાને ખવરાવી દે, સંપૂર્ણ અન્ન-પાણી બંધ કરી તેને જીવન પર્યંત કેદમાં પૂરી રાખો. તેને આવી રીતે કમોતે મારી નાખો-જીવન-રહિત કરી નાખો. તે કૂર પુરુષની અંદરની પરિષદ પણ આ પ્રમાણે હોય છે જેમ કે માતા-પિતા, ભાઈ બહેન, પત્ની, પુત્ર, પુત્રી અને પુત્રવધૂ આદિ. આ આંતરિક પરિવારમંડળીને નાના નાના અપરાધના કારણે ભયંકર દંડ આપે છે. જેમ કે શિયાળાની કડકડતી ઠંડીમાં પાણીમાં તેઓ તેને ડૂબાડે વિગેરે વર્ણન મિત્ર દોષ પ્રત્યકિ ક્રિયાસ્થાનમાં જે જે દંડનું વર્ણન છે તે પ્રમાણે જાણી લેવું. આવા ક્રૂર આત્મા અંતમાં દુઃખી થાય છે. શોક અને પશ્ચાત્તાપ કરે છે. પીડા અને પરિતાપ પામે છે. તે વધબંધન આદિ કલેશોથી નિવૃત્ત થઈ શકતો નથી. ઉપરોક્ત પ્રકારથી સ્ત્રીમાં અને કામભોગમાં આસક્ત થયેલ, તેમાં જ ફસાયેલો તેમાં જ ડૂબેલો તથા તેમાં જ તલ્લીન બનેલો પુરુષ ચાર-પાંચ-છ કે દશ વર્ષ સુધી થોડા યા વધારે કાળ સુધી શબ્દાદિ વિષયોનો ભોગ કરીને અને પ્રાણીઓની સાથે વૈરની પરંપરાને વધારીને તેમ જ ઘણા જ પાપકર્મોનો સંચય કરીને પાપકર્મના ભારથી ભારે બનીને નીચે ને નીચે ચાલ્યો જાય છે. જેમ કે લોઢાનો યા પત્થરનો ગોળો પાણીમાં નાખવાથી તે પાણીને કાપીને ભારને કારણે તળિયે જઈને નીચે બેસી જાય છે. તે પ્રમાણે કર્મના ભારથી ભારેકમ મલિન વિચારવાળો તથા વૈર-ક્રોધ-દંભ-ઠગાઈ અને દ્રોહ વિગેરેથી યુક્ત તથા ભેળસેળ કરી પદાર્થોને વેચનાર અપયશવાળો તથા ત્રસ જીવોની વાત કરનાર તે મૂર્ખ પાપી પુરુષ આયુષ્ય પૂર્ણ કરી રત્નપ્રભાદિ પૃથ્વીનું અતિક્રમણ કરીને નરકના તળિયે જઈને વાસ કરે છે. [68] તે નરક અંદરથી ગોળ અને બહારથી ચોરસ હોય છે. તે નીચેથી એટલે કે તળિયાભાગથી અસ્ત્રાની ધાર જેવા તીક્ષ્ણ હોય છે. તેમાં હંમેશા ઘોર અંધકાર ભરેલો હોય છે. તે ગ્રહ, ચંદ્ર, સૂર્ય, નક્ષત્ર અને જ્યોતિમંડળની પ્રભાથી રહિત હોય છે. ત્યાંની ભૂમિ મેદ-ચરબી-માંસ રક્ત અને રસીથી ઉત્પન્ન થયેલ કિચડથી લિંપાયેલી હોય છે. Page #84 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૨, અધ્યયન-૨, અપવિત્ર સડેલા માંસથી યુક્ત દુર્ગધવાળી કાળી છે. ધુમાડાના ગોટાના વણવાળી, કર્કશ સ્પર્શવાળી દુખે સહન કરવા યોગ્ય છે. આ નરક અત્યન્ત અશુભ છે. અને ત્યાંની વેદના પણ અશુભ છે. નરકમાં રહેનારા જીવો સુખે નિંદ્રા પણ લઈ શકતા નથી, ત્યાંથી ભાગી અન્યત્ર પણ જઈ શકતા નથી. તેઓ કંઈ શ્રુતિ-શુચિ અથવા સ્મરણ પણ કરી શકતા નથી, સુખ મેળવી શકતા નથી, ધીરતા કેળવી શકતા નથી, વિચાર કરી શકતા. નથી. તે નારકી જીવ ત્યાં કઠિન-વિપુલ-પ્રગાઢ કર્શિતીવ્ર દુસહને અપાર દુઃખને સહન કરતા પોતાનો સમય વ્યતીત કરે છે. [9] જેવી રીતે કોઈ વૃક્ષ એવું હોય કે જે પર્વતના અગ્રભાગ ઉપર ઉત્પન્ન થયેલ હોય તે વૃક્ષનું મૂળ કાપી નાખ્યું હોય અને તેનો ઉપરનો ભાગ અતિ ભારે હોય તો તે નીચેની બાજુએ વિષમ અને દુર્ગ સ્થાનમાં પડે છે. તે જ પ્રમાણે ગુરુકર્મી જીવ પણ એક ગર્ભથી બીજા ગર્ભમાં પ્રાપ્ત થાય છે. જન્મ પછી જન્મ, મૃત્યુ પછી મૃત્યુ, નરક પછી નરક અને દુઃખ પછી દુઃખ પ્રાપ્ત કરે છે. તે દક્ષિણગામી કૃષ્ણપક્ષી નરકગામી અને ભવિષ્યમાં દુર્લભ બોધિ થાય છે. આ અધર્મસ્થાન અનાર્ય છે. કેવલજ્ઞાન પ્રાપ્ત નહિ કરાવનારું થાવતુ સમસ્ત દુઃખનો નાશ નહિ કરાવવાવાળું, એકાંત મિથ્યા અને અસાધુ અર્થાત્ બુરું છે, આ પહેલા અધર્મ પક્ષ વિષે કહ્યું. [70] ત્યાર બાદ બીજું જે ધર્મસ્થાન છે. તેમાં રહેલનું વર્ણન કરે છે. આ મનુષ્યલોકમાં પૂવદિ દિશાઓમાં કોઈ-કોઈ એવા પુરુષ હોય છે જે આરંભ કરતા નથી, પરિગ્રહ રાખતા નથી. સ્વયં ધર્માચરણ કરે છે. બીજાને તેમ કરવા આજ્ઞા આપે છે. અમને પોતાનો ઇષ્ટ માને છે. તેમ જ ધર્મયુક્ત આજીવિકા મેળવે છે. અને ધર્મમાં પોતાનું જીવન વ્યતીત કરે છે. જે સુશીલ, સુન્દર વ્રતધારી, જલ્દીથી પ્રસન્ન થનાર, અને ઉત્તમ હોય છે. જે જીવનભર જીવહિંસાથી નિવૃત્ત થયેલ છે. તથા બીજા અધાર્મિક લોકો પ્રાણીઓનો વિનાશ કરનાર અજ્ઞાન યુક્ત જે સાવધ અનુષ્ઠાનો કરે છે તેનાથી તે સર્વથા. નિવૃત્ત થયેલ હોય છે. તે ધમનિષ્ઠ પુરષો ગૃહત્યાગી અને ભાગ્યવન્ત હોય છે. ઈયસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિક આદાનભાંડમાત્રનિક્ષેપણસમિતિ, પરિષ્ઠાપનિસમિતિથી યુક્ત, મનવચનકાયાની સમિતિથી યુક્ત હોય છે, તે મન વચન કાયાને પાપથી ગુપ્ત રાખે છે, ઈન્દ્રિયોને વિષયભોગથી ગુપ્ત રાખનાર, બ્રહ્મચર્યના રક્ષક, ક્રોધ, માન, માયા અને લોભથી રહિત, બહાર અને અંદરની શાન્તિથી યુક્ત, પ્રશાંત, ઉપશાંત, આAવોનું સેવન નહિ કરનાર, નિગ્રન્થ સંસાર પ્રવાહને નષ્ટ કરનાર, કમલેપથી રહિત હોય છે. એ મહાત્મા કાંસાની પાત્રની જેમ કમ-મળની ચિકાસ રહિત, શિંખની જેમ નિષ્કલંક, જીવની જેમ અપ્રતિહતગતિવાળા, આકાશની જેમ નિરાવલગ્બી, વાયુની જેમ અપ્રતિબદ્ધ, શરદ ઋતુના પાણી જેવા શુદ્ધ બ્દયવાળા, કમળના પત્રની સમાન કર્મ જળના લેપથી રહિત, કાચબાની જેમ ગુપ્તેન્દ્રિય અને પક્ષીની જેમ મુક્તવિહારી હોય છે. વળી તે શ્રમણ ગેંડાના શિંગડાની જેમ એકાકી, ભારડ પક્ષીની જેમ અપ્રમાદી, હાથીની જેમ શક્તિસંપન્ન, વૃષભની સમાન ભાર વહન કરનાર, સિંહની સમાન પરાક્રમી, મેરુની જેમ નિષ્ઠમ્પ, સમુદ્રની જેમ ગંભીર, ચંદ્રમાની જેમ સૌમ્ય, સૂર્યની જેમ તેજસ્વી, સોનાની કાંતિ સમાન, પૃથ્વીની સમાન સહનશીલતાવાળા અને સારી રીતે હોમ કરાયેલ અગ્નિસમાન તેજસ્વી હોય છે. LinEdlication International Page #85 -------------------------------------------------------------------------- ________________ 194 સૂયગડો-૨૨-૬૭૦ તે ભાગ્યશાળી મહાત્માઓ માટે કોઈ પણ જગ્યાએ પ્રતિબંધ નથી. પ્રતિબન્ધ ચાર પ્રકારના હોય છે, તે આ પ્રમાણે-ઈડાથી ઉત્પન્ન થનાર હંસ મોર આદિથી, બચ્ચારૂપે ઉત્પન્ન થનાર હાથી આદિના બચ્ચાથી તથા નિવાસસ્થાનથી અને પાટ-પાટલા આદિ ઉપકરણોથી. આ ચારમાંથી કોઈ પણ પ્રતિબન્ધ તેમને વિહારમાં હોતો નથી, તેઓ કોઈ પણ દિશામાં જવા ઇચ્છા કરે ત્યાં પ્રતિબંધ રહિત ચાલ્યા જાય છે. તે પવિત્ર હૃદયવાળા, પરિગ્રહથી રહિત, બંધનહીન બનીને પોતાના આત્માને તપ અને સંયમથી ભાવિત કરતા વિચારે છે. તે ભાગ્યશાળી મહાત્માઓની સંયમનિવહિ માટે એવી જીવિકા હોય છે જેમકે-એક દિવસનો ઉપવાસ, બે દિવસના ઉપવાસ, ત્રણ, ચાર, પાંચ તથા છ દિવસના ઉપવાસ, અર્ધમાસના ઉપવાસ, એક માસના ઉપવાસ, બે, ત્રણ, ચાર, પાંચ અથવા છ માસના ઉપવાસ કરે છે. તે સિવાય કોઇ કોઇ શ્રમણો અભિગ્રહધારી હોય છે, જેમકે-ભાજન-પાત્રમાંથી બહાર કાઢેલ આહાર ગ્રહણ કરે, કોઇ ભાજનમાં નાખેલ આહારને ગ્રહણ કરે. કોઈ ભાજનમાંથી કાઢી ફરી ભાજનમાં નાખેલ આહારને ગ્રહણ કરે છે. કોઈ અન્ત પ્રાન્ત આહાર લેવાનો અભિગ્રહ કરે છે. કોઇ રૂક્ષ. આહારને ગ્રહણ કરે. કોઈ નાના મોટા બધા ઘરેથી ભિક્ષા ગ્રહણ કરે, કોઇ ખરડાયેલા હાથે આપે તો જ ગ્રહણ કરે. કોઈ ન ખરડાયેલા હાથથી આપે તો લે છે. કોઇ જે અન્નવાળો અથવા શાકવાળો હાથ કે ચમચો હોય તેનાથી જ ખરડાયેલ હાથ અથવા ચમચાથી, કોઈ જોયેલી ભિક્ષા; કોઈ જોયા વિના ભિક્ષા લે છે, કોઇ પૂછીને લે છે. કોઈ પૂછડ્યા વિના લે છે કોઈ તુચ્છ આહાર લે છે. કોઈ અતુચ્છ આહાર લે છે. કોઈ અજ્ઞાત જ આહાર લે છે. કોઈ અજ્ઞાત માણસ પાસેથી તો કોઈ દેનારની પાસે રાખેલ આહાર લે છે. કોઈ દત્તિની સંખ્યા. ગણીને આહાર લે છે. કોઈ રાંધેલો આહાર લે છે. કોઈ પરિમિત આહાર લે છે. કોઈ ભુંજેલો આહાર લે છે. કોઇ રસવર્જીત નીરસ-વિરસ એવો આહાર લે છે. કોઈ સૂકો-લુખો-તુચ્છ આહાર લે છે. કોઈ અન્ત પ્રાન્ત આહારે જીવન ચલાવે છે. કોઈ આયંબીલ કરે છે. કોઈ મધ્યાહ્ન, પછી ગોચરી કરે છે. કોઈ ઘી-દૂધ, ગોળ ખાંડ આદિ વિગય રહિત આહાર કરે છે. સર્વ મહાત્માઓને સા, સર્વદા માંસ-મદ્યનો ત્યાગ હોય છે. હંમેશ સરસ આહાર પણ કરતા નથી. તેઓ હંમેશા કાયોત્સર્ગ કરે છે. પડિમાઓનું હંમેશા તેઓ સુંદર પાલન કરે છે. ઉત્કટ આસન ઉપર બેસે છે. વીરાસન, દંડાસન, લંગડાસન વગેરે આસન લગાવીને ભૂમિ ઉપર બેસે છે. અનાવરણ અને ધ્યાનસ્થ રહે છે. શરીરે ખજવાળ આવે તો પણ જરા માત્ર ખજવાળતા નથી, ઘૂંક બહાર કાઢતા નથી. વિશેષ ઔપપાતિક સૂત્રથી જાણવું. વળી તે મહાત્માઓ વાળ, દઢી, મૂછ, રોમ, નખ વિગેરે શરીરના સર્વ સંસ્કારોથી રહિત રહે છે. તે ધમનિષ્ઠ સાધુ પુરુષો આ પ્રમાણે ઉગ્ર વિહાર કરે છે. ઘણા વર્ષો સુધી રૂડી રીતે દીક્ષાનું પાલન કરે છે. તેમના શરીરમાં રોગ વિગેરેની બાધા ઉત્પન થતાં કે રોગ ઉત્પન્ન ન થતાં પણ ઘણા સમય સુધી અનશન કરે છે. ઘણા સમયના ભક્તપાનનો છેદ કરે છે. અનશનનો છેદ કરી ત્યાર બાદ જેની પ્રાપ્તિ માટે નગ્ન અને મુંડ રહેવું સ્નાન, દંતમંજન છત્ર પગરખા વગેરે ન પહેરવા તથા ભૂમિ અને પાટિયા ઉપર સૂવું, કેશકુંચન, બ્રહ્મચર્યનું પાલન, ઘર ઘરથી ભિક્ષા માગવી, તથા જેના માટે માન અપમાન, અવહેલના, નિંદા, અવજ્ઞા, ભત્સન, તર્જના, તાડન તથા અમનોજ્ઞ વચન આદિ બાવીશ Page #86 -------------------------------------------------------------------------- ________________ ચુતસ્કંધ-૨, અધ્યયન-૨, 195 પરિષહો અને ઉપસગ સહન કરવામાં આવે છે તે અર્થની આરાધના કરે છે. તે અર્થ (મોક્ષ) નું આરાધન કરીને અંતિમ શ્વાસોશ્વાસમાં કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન કરે છે. તે જ્ઞાન અંતરહિત, સર્વોત્તમ, વ્યાધાત રહિત, નિરાવરણ, સંપૂર્ણ અને પ્રતિપૂર્ણ હોય છે. પછી તે સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે. પરિનિર્વાણને પામે છે અને સંપૂર્ણ દુઃખોનો અંત કરે છે. કોઈ મહાત્મા એક જ ભવમાં મુક્તિ પ્રાપ્ત કરી લે છે અને બીજા કોઈ કોઈ પૂર્વ કર્મ શેષ રહેવાથી યથાસમયે મૃત્યુને પ્રાપ્ત કરી દેવલોકના પયયને પ્રાપ્ત કરે છે. તેઓ મહાદ્ધિવાળા, મહાદ્યુતિવાળા, મહાપરાક્રમવાળા, મહાયશવાળા, મહાબળવાળા, મહાપ્રભાવવાળા અને મહાસુખદાયક જે દેવલોક છે ત્યાં દેવ બને છે. તે દેવ મહાદ્ધિવાળા, મહાદ્યુતિવાળા, મહાપરાક્રમવાળા યાત્મહાસુખ સંપન્ન, હારથી સુશોભિત વક્ષસ્થળવાળા, કટક અને કેયૂર આદિ આભૂષણોથી યુક્ત ભુજાવાળા, અંગદ અને કુંડળોથી યુક્ત પોલ અને કાનવાળા, વિચિત્ર આભૂષણોથી યુક્ત હાથવાળા, વિવિધ માળાઓથી સુશોભિત મુકુટવાળા, કલ્યાણકારી સુગંધિત વસ્ત્રોને ધારણ કરવાવાળા, કલ્યાણકારી શ્રેષ્ઠમાળા અને અંગ લેપનને ધારણ કરવાવાળા હોય છે. તેઓ દિવ્યરૂપ, વર્ણ, ગંધ, સ્પર્શ શરીરના સંગઠન, દ્ધિ, ધૃતિ, પ્રભા, કાંતિ, અર્ચા, તેજ અને વેશ્યાઓથી દશે દિશાઓને પ્રકાશીત કરતાં કલ્યાણમયી ગતિ અને સ્થિતિવાળા અને ભવિષ્યમાં પણ કલ્યાણ પ્રાપ્ત કરવાવાળા દેવ થાય છે. આ સ્થાન એકાંત. ઉત્તમ અને સુસાધુ છે. આ બીજા સ્થાન ધર્મપક્ષનો વિભાગ કહેવામાં આવ્યો. [71] હવે ત્રીજું મિશ્રસ્થાન કહે છે. આ મનુષ્યલોકમાં પૂવદિ દિશાઓમાં કોઈ મનુષ્યલોકમાં પૂવદિ દિશાઓમાં કોઈ મનુષ્ય અલ્પ ઈચ્છાવાળા, અલ્પ આરંભવાળા અને અલ્પ પરિગ્રહવાળા હોય છે, તેઓ ધમચરણ કરનારા, ધર્મની અનુજ્ઞા આપનારા અને ધર્મમય વૃત્તિવાળા હોય છે. તેઓ સુશીલ સુવતી આનંદમાં રહેનારા અને સર્જન હોય છે. તેઓ દેશથી-કંઈક અંશે પ્રાણાતિપાતથી નિવૃત્ત રહે છે, અને દેશથી નિવૃત્ત હોતા નથી, બીજા જે કર્મો સાવદ્ય અને અજ્ઞાનને ઉત્પન્ન કરનારા, બીજાને પરિતાપ આપનારા હોય છે તેમાંથી પણ કોઈ કોઈ આજીવન નિવૃત્ત થઈ શકતા નથી. આ મિશ્ર સ્થાનમાં રહેનારા શ્રાવક હોય છે. તેઓ જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ સંવર, વેદના, નિર્જરા, ક્રિયા, અધિકરણ, બંધ અને મોક્ષના જ્ઞાતા હોય છે. તેઓ અસહાય હોવા છતાં પણ તેમને દેવ, અસુર, નાગ, સુવર્ણ, યક્ષ, રાક્ષસ, કિન્નર, કિં૫રૂપ, ગાંધર્વ, ગરુડ અને મહોરાગ વિગેરે દેવગણો નિર્ચન્ય પ્રવચનથી ચલાવી શકતા નથી. તે શ્રાવકો નિર્ઝન્થપ્રવચનમાં શંકારહિત, અન્ય દર્શનની આકાંક્ષાથી રહિત, આ પ્રવચનમાં સંદેહરહિત હોય છે. તેઓ સૂત્રના જ્ઞાતા, સૂત્રને ગ્રહણ કરનાર, ગુરુને પૂછીને નિર્ણય કરનાર હોય છે. તેમની હાડની મજ્જામાં ધર્મનો અનુરાગ જ સત્ય છે. એ જ પરમાર્થ છે. શેષ અનર્થ છે. તેઓ વિશાળ અને નિર્મળ ચિત્તવાળા હોય છે. તેમના દ્વાર ખુલ્લા રહે છે. તેઓ કોઇના ઘરમાં કે અંતઃપુરમાં પ્રવેશ કરવો તે સારું માનતા નથી, તેઓ ચૌદશ, આઠમ, પૂર્ણિમા અને અમાવસ્યાના દિવસે પરિપૂર્ણ પૌષધનું પાલન કરે છે. તેઓ શ્રમણોને પ્રાસુક એષણીય ખાન-પાન-મેવા-મુખવાસ, વસ્ત્ર, કામળ, પાદપુંછન, ઔષધ, પાટ-પાટલા, શયા આદિનું દાન આપે છે અને ઈચ્છાનુસાર આદરેલાં ગુણ, શીલ, વ્રત, ત્યાગ વૈરાગ્યથી આત્માને ભાવિત કરતા વિચરે છે. Page #87 -------------------------------------------------------------------------- ________________ 196 સંયમો - 22 - 71 તેઓ આ પ્રમાણે દર્ઘકાળ સુધી શ્રમણોપાસક પયયનું પાલન કરીને રોગાદિ કોઈ વ્યાધિ ઉત્પન થતાં અથવા તો રોગાદિ ન થયા હોય તો પણ ઘણા સમય સુધી અનશન ગ્રહણ કરીને અને તેને પૂર્ણ કરીને આલોચના અને પ્રતિક્રમણ કરીને અને સમાધિને પ્રાપ્ત કરીને કાળના અવસરે મૃત્યુ પામી દેવલોકમાં મહર્થિક દેવપણે ઉત્પન્ન થાય છે, ઈત્યાદિ પાઠ પૂર્વ સૂત્ર પ્રમાણે જાણવો. આ સ્થાન એકાંત સમ્યક અને ઉત્તમ છે. આ ત્રીજા સ્થાન મિશ્ર પક્ષનો વિભાગ કહેવાયો. જે સંપૂર્ણ અઢતી છે તેઓ બાલ છે. જે વિરત છે તે પંડિત છે અને જે અવતી અને વ્રતી છે તે બાલ-પંડિત કહેવાય છે. આ સ્થાનોમાંથી જે બધા પાપોથી નિવૃત્ત ન થવાનું તથા આરંભથી અવિરતિ સ્થાન છે તે સ્થાનવાળા અનાર્ય છે તથા સમસ્ત દુઃખોનો નાશ નહિ કરનાર એકાન્ત મિથ્યા છે. આ સ્થાન સારું નથી. બીજું સ્થાન જેમાં બધા પાપોથી નિવૃત્તિ છે તે આર્ય તથા સમસ્ત દુઃખોના નાશ કરનાર એકાત્ત સમ્યક અને શ્રેષ્ઠ છે. ત્રીજા સ્થાનમાં સંપૂર્ણ પાપોની નિવૃત્તિ નથી તેમજ અનિવૃત્તિ પણ નથી. તે સ્થાનવાળા બાલપંડિત છે અને તેને આરંભનો અને નોઆરંભનો સ્થાન કહેવામાં આવે છે. આ પણ આર્ય તથા સમસ્ત દુઃખનો નાશ કરનાર એકાન્ત સમ્યક અને ઉત્તમ છે. 672] સંક્ષેપમાં વિચાર કરતાં સર્વે માર્ગ બે વિભાગોમાં સમાઈ જાય છે. ધર્મ અને અધર્મમાં અથવા ઉપશાંત અને અનુપશાંતમાં. પહેલાં જે અધર્મ સ્થાન કહ્યો છે તેમાં 333 પ્રાવાદુકો અંતભૂત થઈ જાય છે. તે પાખંડી મતના ચાર વર્ગ છે. તે ક્રિયાવાદી, અક્રિયાવાદી, અજ્ઞાનવાદી અને વિનયવાદી. તેઓ પણ પરિનિર્વાણ અને મોક્ષનો ઉપદેશ પોતપોતાના અનુયાયિઓને આપે છે, તેઓ પોતપોતાના ધર્મના ઉપદેશક છે. [ 73 તે સર્વ ધર્મની આદિ કરનાર વિવિધ પ્રકારની બુદ્ધિ; અભિપ્રાય, સ્વભાવ, દ્રષ્ટિ, રુચિ આરંભ અને નિશ્ચય રાખવાવાળા ધર્મના આદિ પ્રવર્તક સર્વ મતાવલમ્બીઓ કોઈ એક સ્થાનમાં મંડલ બાંધી બેઠા હોય. ત્યાં કોઇ સમ્યક દ્રષ્ટિ પુરુષ અગ્નિના અંગારાથી ભરેલી કડાઈ લોઢાની સાણસીથી પકડીને લાવે અને તેમને કહે છે જુદી જુદી બુદ્ધિ યાવત્ ભિન્ન ભિન્ન અધ્યવસાયવાળા ધર્મના આદિ પ્રવર્તક પ્રાવાદુકો છે તમે બધા આ બળતા અંગારાથી ભરેલી કડાઈ થોડીવાર સુધી પોતપોતાના હાથમાં પકડી રાખો, સાણસી વાપરશો નહિ. અગ્નિ ઓલવશો નહિ અને સાધર્મિક કે પરધમિક કોઈને અન્યોન્ય સહાયતા પણ કરશો નહિ પરંતુ તમે સર્વે સરળ ને મોક્ષરાધક બનીને છળકપટ ન કરતા તમારા હાથને પ્રસારો. એમ કહીને તે પુરષ અંગારોથી પરિપૂર્ણ તે કઢાઈને સાણસીથી પકડીને દરેક પ્રાવાદુકતા હાથમાં મૂકવા જાય ત્યારે તેઓ પોતાના હાથ પાછા ખેચવા લાગશે. ત્યારે તે માણસ સર્વ પ્રાવાદુકોને એ પ્રમાણે કહે- હે વિવિધ બુદ્ધિવાળા અને વિવિધ નિશ્ચય કરનાર, ધર્મની આદિ કરનાર પ્રવાદીઓ ! શા માટે હાથ હટાઓ છો? હાથ ન દાઝે તે માટે? અને હાથ ધઝે તો થાય? દુઃખ થાય ? દુઃખના ભયથી હાથ હટાવી રહ્યા છો? તેજ વાત સર્વ પ્રાણીઓ માટે સમાન સમજો. તેજ દરેકને માટે પ્રમાણ જાણો. સર્વમાટે ધર્મનો સમુચ્ચય જાણો. તે પ્રત્યેકને માટે સમાન જાણો, પ્રત્યેકને માટે પ્રમાણ સમજે અને પ્રત્યેકને માટે ધર્મને સમુચ્ચય જાણો. માટે જે શ્રમણ માહણ એવી પ્રરૂપણા કરે છે કે સર્વ પ્રાણીઓની હિંસા કરવી જોઈએ, સર્વ પ્રાણી, ભૂત, જીવ સત્વને હણવા જોઈએ. બળાત્કારથી આજ્ઞા આપવી Page #88 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-ર, અધ્યયન-૨, 197 જોઇએ. ધસ, દાસીના રૂપે રાખવા જોઈએ. તેમને પરિતાપ આપવો જોઈએ. તેમને કલેશ આપવા જોઈએ, ઉપદ્રવ કરવો જોઈએ; તેઓ ભવિષ્યમાં છેદન ભેદન પામશે યાવતું તેઓ ભવિષ્યમાં ઉત્પત્તિ, રા, મરણ, અનેક યોનિઓમાં વારંવાર પરિભ્રમણ, જન્મ, વારંવાર સંસારમાં ઉત્પત્તિ, ગર્ભવાસમાં આવી સાંસારિક ભવપ્રપંચમાં પડી મહાક ભોગવશે. તે ઉપરાંત તેઓ અતિદંડ, મુંડન, તર્જન, તાડન, બંધન યાવતું મસળવાનું દુઃખ ભોગવશે, તેમજ માતાના, પિતાના, ભાઈના, બહેનના, પત્નીના, પુત્રના, પુત્રીના પુત્રવધૂના મરણનું દુખ ભોગવશે. તેમજ દરિદ્રતા, દર્ભાગ્ય, અપ્રિયની પ્રાપ્તિ અને પ્રિયનો. વિયોગ વિગેરે ઘણા ઘણા દુઃખો ભોગવશે, દોર્મનસ્ય ભોગવશે. તેઓ આદિ અંત રહિત દીર્ઘ મધ્યવાળી ચતુર્ગતિક સંસાર-અટવીમાં વારંવાર ભટક્યા કરશે. તેઓ સિદ્ધિ અને બૌધ પ્રાપ્ત કરી શકશે નહિ. સર્વ દુઃખનો નાશ પણ કરશે નહિ. તે વાત સર્વને માટે સમાન છે, પ્રમાણરૂપ છે, સારભૂત છે અને સર્વને તે વાત એક સરખી લાગુ પડે છે. પરંતુ જે શ્રમણ માહણ એમ કહે છે કે-સર્વ પ્રાણી, ભૂત, જીવ, સત્વને હણવા નહિ, તેઓને આજ્ઞા કરવી નહિ, તેમજ બળાત્કારથી દાસદાસી બનાવવા નહિ, દુઃખ આપવું નહિ ઉપદ્રવ કરવો નહિ. આ પ્રમાણે કહેનારા સંત-પુરુષો ભવિષ્યમાં છેદન ભેદન પામશે નહિ યાવતું મહાકાષ્ટ ભોગવશે નહિ. વળી અતિદંડ ભોગવશે નહિ યાવત્ સંસારરૂપી ઘોર અટવીમાં વિભટકશે નહિ. તેઓ સિદ્ધિ પ્રાપ્ત કરશે યાવતુ સર્વ દુઃખોનો અંત કરશે. [74] પૂર્વોક્ત બાર ક્રિયાસ્થાનોમાં વર્તતા જીવોએ સિદ્ધિ પ્રાપ્ત કરી નથી. તેઓએ બુદ્ધ યાવત્ મુક્ત બની, નિર્વાણ પામીને સર્વ દુઃખનો અંત કર્યો નથી. તે વર્તમાનમાં દુઃખનો નાશ કરતા નથી અને ભવિષ્યમાં પણ કરશે નહિ. પરંતુ તેરમાં ક્રિયાસ્થાનમાં વર્તતા જીવોએ તે સ્થાનનું સેવન કર્યું છે. તેઓએ સિદ્ધિ, બોધિ, મુક્તિ અને નિર્વાણને પ્રાપ્ત કરી સર્વ દુઃખોનો નાશ કર્યો છે, કરે છે અને ભવિષ્યમાં કરશે. આ પ્રમાણે બાર ક્રિયા સ્થાનને વર્જિત કરનાર આત્માર્થી આત્મકલ્યાણ કરનાર, આત્માનું રક્ષણ કરનાર, મનની શુદ્ધ પ્રવૃત્તિ કરનાર, સંયમનું આચરણ કરનાર, સંયમમાં પરાક્રમ પ્રગટ કરનાર, આત્માને સંસાર દાવાનળથી બચાવનાર, આત્માની દયા કરનાર, આત્માનો જગતમાંથી ઉદ્ધાર કરનાર, સાધુ પુરુષ પોતાના સર્વ પાપથી નિવૃત્ત થાય છે. તેમ હું કહું છું. બીજું કિયાસ્થાન સમાપ્ત. અધ્યનન-૨-ની મુનિદીપરાનસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ ( અધ્યયન-૩-આહારપરિણા ) [૭પો હે આયુષ્યમનું ! ભગવાન પાસે મેં આ પ્રમાણે સાંભળ્યું છે, સર્વજ્ઞના શાસનમાં “આહારપરિજ્ઞા” નામક અધ્યયન છે. તેનો અર્થ આ પ્રમાણે છે. આ લોકમાં પૂવાદિ દિશાઓ તથા વિદિશાઓમાં ચારે બાજુ ચાર પ્રકારના બીજકાયો છે. તે આ પ્રમાણે છે- અઝબીજ, મૂલબીજ, પર્વબીજ ને સ્કન્ધબીજ તે તે મૂળબીજ, અઝબીજ, પર્વબીજ. તે સ્કન્ધબીજ, તે બીજકાયવાળા જીવોમાં જે જે બીજથી અને જે પ્રદેશમાં ઉત્પન થવાની યોગ્યતા રાખે છે તે બીજથી અને તે ક્ષેત્રમાં પૃથ્વી ઉપર ઉત્પન્ન થાય છે અને તેના ઉપર સ્થિત રહે છે ને તે પૃથ્વી ઉપર વૃદ્ધિ પ્રાપ્ત કરે છે. પૃથ્વી ઉપર ઉત્પન્ન થનાર, તેના ઉપર સ્થિત રહેનાર તથા વૃદ્ધિ પામનાર તે જીવ કર્મને વશીભૂત બનીને, Page #89 -------------------------------------------------------------------------- ________________ 18 સૂયગડો- 23-675 કર્મથી આકર્ષિત બનીને વિવિધ પ્રકારની યોનિવાળી પૃથ્વીમાં વૃક્ષરૂપે ઉત્પન્ન થાય છે. પૃથ્વી ઉપર વૃક્ષ રૂપે ઉત્પન્ન થઈને તે જીવ અનેક જાતિવાળી પૃથ્વીના ચીકાસનો આહાર કરે છે. તે જીવ અનેક ત્ર-સ્થાવર જીવોના શરીર અચિત બનાવી દે છે. તે જીવો પ્રથમ આહાર કરેલા અને ઉત્પત્તિ પછી ત્વચા દ્વારા આહાર કરીને પૃથ્વીકાયાદિ શરીરને પોતાના શરીરરૂપે પરિણત કરી દે છે. તે પૃથ્વીયોનિક વૃક્ષના બીજા શરીરો પણ વિવિધ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને અવયવરચનાથી યુક્ત તથા અનેકવિધ પુદ્ગલોથી બનેલા હોય છે. એમ તીર્થકરોએ કહ્યું છે. [67] ત્યારબાદ શ્રી તીર્થંકરદેવે વનસ્પતિ કાયનો બીજો ભેદ કહ્યો છે. કોઈ વનસ્પતિ જીવ વૃક્ષયોનિક હોય છે તે વૃક્ષમાં ઉત્પન્ન થાય છે, વૃક્ષમાં સ્થિત રહે છે. અને વૃક્ષમાં જ વૃદ્ધિ પામે છે. પૂર્વોક્ત પ્રમાણે વૃક્ષોમાં ઉત્પન્ન, ત્યાં જ સ્થિતિ અને વૃદ્ધિ પામનાર કર્માધીન તે વનસ્પતિજીવો પોતાના કર્મથી આકર્ષિત થઈને પૃથ્વીયોનિક વૃક્ષોમાં વૃક્ષ રૂપે ઉત્પન્ન થાય છે. વૃક્ષરૂપે ઉત્પન્ન થઈને વૃક્ષોના રસનો આહાર કરે છે. તે જીવ પૃથ્વી, જલ, તેજ, વાયુ અને વનસ્પતિના શરીરનો આહાર કરે છે. તે ત્રસ અને સ્થાવર પ્રાણીઓના શરીરને અચિત્ત કરી નાખે છે. તે અચિત્ત કરેલ તથા પ્રથમ ગૃહીત અને ત્વચા દ્વારા આહૃત પૃથ્વી આદિ શરીરને પચાવીને પોતાના રૂપે પરિણમાવી લે છે. તે વૃક્ષ યોનિક વૃક્ષના અનેક પ્રકારના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને રચનાવાળા બીજા પણ શરીરો હોય છે. તે જીવ કર્મવશીભૂત બનીને વૃક્ષ યોનિ વાળા વૃક્ષોમાં ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે શ્રી તીર્થકર ભગવાને કહ્યું છે. | [77] શ્રી તીર્થંકરદેવે વનસ્પતિકાયના જીવોનો અન્ય ભેદ પણ કહેલો છે. તે આ પ્રમાણે આ ગતમાં કોઈ જીવ વૃક્ષમાં ઉત્પન્ન થાય છે. વૃક્ષમાં સ્થિત રહે છે અને વૃક્ષમાં જ વૃદ્ધિ પામે છે. તે વૃક્ષમાં ઉત્પન્ન થનાર, સ્થિત રહેનાર અને તેમાં જ વૃદ્ધિ પામનાર, તે જીવ કર્મને વશીભૂત બનીને તથા કર્મના કારણે વૃક્ષમાં આવીને વૃક્ષરૂપે ઉત્પન્ન થાય છે. ત્યાં ઉત્પન્ન થઇને વૃક્ષના રસનો આહાર કરે છે. તે જીવ, પૃથ્વી, જલ, તેજ, વાયુ અને વનસ્પતિના શરીરનો આહાર કરે છે. અને ત્રસ અને સ્થાવર જીવોને અચિત્ત બનાવે છે. તે પ્રાસુક કરેલ અને પ્રથમ ખાધેલ અને પછી ત્વચા દ્વારા ખાધેલ પૃથ્વી આદિ શરીરોને પચાવીને પોતાના રૂપે પરિણત કરી લે છે. તે વૃક્ષયોનિક વૃક્ષના અનેક વર્ણ ગબ્ધ રસ સ્પર્શ અને રચનાવાળા બીજા પણ શરીરો હોય છે. તે જીવ કર્મને વશીભૂત બની વૃક્ષ યોનિવાળા વૃક્ષમાં વૃક્ષરૂપે ઉત્પન્ન થાય છે, એમ શ્રી તીર્થકર ભગવાને કહ્યું છે. [38] શ્રી તીર્થંકરદેવે વનસ્પતિના અન્ય પણ ભેદ કહ્યા છે. તે આ પ્રમાણે- આ જગતમાં કોઈ કોઈ જીવ, વૃક્ષથી ઉત્પન્ન થાય છે. વૃક્ષમાં સ્થિત રહે છે. વૃક્ષમાં જ વૃદ્ધિ પામે છે. તે વૃક્ષથી ઉત્પન થનાર, તેમાં સ્થિત રહેનાર અને વૃદ્ધિ પામનાર જીવો કર્મને વશીભૂત તથા કર્મના કારણે વૃક્ષ યોનિમાં વૃક્ષરૂપે આવીને મૂલ, કન્દ, સ્કન્ધ, ત્વચા, શાખા, પ્રવાલ, પાંદડા, ફૂલ અને બીજ રૂપે ઉત્પન્ન થાય છે. તે જીવ વૃક્ષયોનિક વૃક્ષના રસનો આહાર કરે છે. તે અનેક ત્રસ અને સ્થાવર જીવોના શરીરને અચિત્ત કરે છે. તે શરીરોને પ્રાસુક બનાવીને પોતાના રૂપે પરિણત કરે છે. તે વૃક્ષથી ઉત્પન મૂલ, કન્દ, સ્કન્ધ, ત્વચા શાખા, પ્રવાલ અને બીજરૂપે જીવના અનેક વર્ણ, ગન્ધ, રસ સ્પર્શના Page #90 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૨, અધ્યયન-૭, 199 પુદ્ગલોથી બનેલા શરીરોવાળા હોય છે, તે જીવ કર્મને વશીભૂત થઈ ત્યાં ઉત્પન્ન થાય છે તેમ શ્રી તીર્થકર ભગવાને કહ્યું છે. [9] શ્રી તીર્થકરે વનસ્પતિના અન્ય પણ ભેદ વર્ણવ્યા છે. આ લોકમાં કોઈ જીવ વૃક્ષથી ઉત્પન્ન થાય છે; વૃક્ષમાં સ્થિત રહે છે. તથા વૃક્ષમાં જ વૃદ્ધિ પામે છે. આ પ્રમાણે વૃક્ષથી ઉત્પન્ન, વૃક્ષમાં સ્થિત અને તેમાં જ વૃદ્ધિ પામતા જીવ કર્મને વશીભૂત. બનીને કર્મથી પ્રેરિત બનીને વનસ્પતિ કાયમાં આવી વૃક્ષથી ઉત્પન્ન વૃક્ષમાં અધ્યારૂહ વનસ્પતિના રૂપમાં ઉત્પન્ન હોય છે. તે જીવ તે વૃક્ષયોનિક વૃક્ષોના રસનો આહાર કરે છે. તે જીવ પૃથ્વીકાયથી લઈને વનસ્પતિકાય પર્વતના શરીરના રસનો આહાર કરે છે. તેવો આહાર કરીને પોતાના રૂપે પરિણમાવે છે. તે વૃક્ષયોનિક અધ્યારૂપ વૃક્ષોના વિવિધ પ્રકારના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ તથા અનેકવિધ રચનાવાળા બીજ શરીરો પણ હોય છે. તે તે શરીરને જીવપૂર્વના કર્મ અનુસાર પ્રાપ્ત કરે છે, એમ તીર્થકરો કહે છે. [s8 શ્રી તીર્થંકરદેવે વનસ્પતિકાયના અન્ય ભેદ પણ કહ્યા છે. કોઈ પ્રાણી અધ્યારૂહ વૃક્ષોમાં ઉત્પન્ન થાય છે, તેઓમાંજ સ્થિત રહે છે અને તેઓમાંજ વૃદ્ધિ પામે છે. તે જીવ કર્મથી પ્રેરાઈ ત્યાં આવી વૃક્ષથી ઉત્પન્ન અધ્યારૂહ વૃક્ષમાં અધ્યારૂહ રૂપથી ઉત્પન્ન થાય છે. તે જીવ અધ્યારૂહયોનિક અધ્યારૂહ વૃક્ષોના રસનો આહાર કરે છે. તે જીવ પૃથ્વી, જલ, તેજ, વાયુ અને વનસ્પતિના શરીરના રસનો પણ આહાર કરે છે અને આહાર કરીને પોતાના રૂપે પરિણમાવે છે. તે અધ્યારૂહ યોનિક અધ્યારૂહ વૃક્ષના અનેક વર્ણ ગંધ, રસ, સ્પર્શ અને રચનાવાળા બીજા શરીરો પણ હોય છે. 681 શ્રી તીર્થંકરદેવે વનસ્પતિ કાયના અન્ય ભેદ પણ કહ્યા છે. આ લોકમાં કોઈ જીવ અધ્યારૂહ વૃક્ષોથી ઉત્પન્ન હોય છે. અને તેમાં સ્થિત રહે છે અને તેનાથી જ વૃદ્ધિ પામે છે. તે જીવ કર્મથી પ્રેરાઇ ત્યાં આવે છે અને અધ્યારૂહ યોનિક અધ્યારૂહ વૃક્ષોમાં અધ્યારૂહ રૂપે ઉત્પન્ન થાય છે. તે જીવ અધ્યારૂહ યોનિક અધ્યારૂહ વૃક્ષના રસનો આહાર કરે છે તે જીવ પૃથ્વી, જલ, તેજ, વાયુ, વનસ્પતિનો પણ આહાર કરે છે. આહાર કરીને પોતાના રૂપે પરિણાવે છે. તે અધ્યારૂહ યોનિક અધ્યારૂહ વૃક્ષના મૂળ અને બીજ આદિના વર્ણ, ગંધ, રસ સ્પર્શ અને રચનાવાળા બીજા શરીર પણ હોય છે, તેમ ભગવાને કહ્યું છે. [682 શ્રી તીર્થંકરદેવે વનસ્પતિના બીજા પણ ભેદ કહ્યા છે. આ જગતમાં કોઈ કોઈ જીવ અધ્યારૂહ વૃક્ષોથી ઉત્પન્ન થાય છે, તેમાં સ્થિત રહે છે અને તેમાંજ વૃદ્ધિ પામે છે. તે પોતાના પૂર્વકૃત કર્મથી ત્યાં આવે છે અને અધ્યારૂહ યોનિક અધ્યારૂહ વૃક્ષોમાં મૂળ તથા કન્દ આદિથી લઈ બીજ સુધીનારૂપે ઉત્પન્ન થાય છે. તે જીવ અધ્યારૂહ યોનિક વૃક્ષોના રસનો આહાર કરે છે. અધ્યારૂહ યોનિક મૂળ અને બીજ આદિના અનેક વર્ષ –ગન્ધ-રસ અને સ્પર્શવાળા બીજા શરીરો પણ હોય છે, તેમ શ્રી તીર્થકરોએ કહેલ છે. [683] શ્રી તીર્થકર ભગવાને વનસ્પતિકાયનો અન્ય પણ ભેદ કહ્યો છે. તે આ પ્રમાણે-કોઈ પ્રાણી પૃથ્વીથી ઉત્પન્ન થાય છે, તેમાં સ્થિત રહે છે. તેમાં વૃદ્ધિ પામે છે, વૃદ્ધિ પામીને અનેક પ્રકારની જાતિવાળી પૃથ્વીના રસનો આહાર કરે છે. તે જીવ કર્મથી પ્રેરાઈ તૃણયોનિમાં ઉત્પન્ન થાય છે. એમ શ્રી તીર્થંકર ભગવાને કહ્યું છે. [684] આ પ્રમાણે કોઈ પ્રાણી પૃથ્વીયોનિક તૃણોમાં તૃણરૂપથી ઉત્પન્ન થાય છે. Page #91 -------------------------------------------------------------------------- ________________ 200 સૂયગડો- ર૩-૬૮૪ શેષ પૂર્વવતુ આ પ્રમાણે કોઈ પ્રાણી પૃથ્વીથી ઉત્પન્ન થાય છે, તેમાં સ્થિત રહે છે. તેમાં જ વૃદ્ધિ પામે છે, વૃદ્ધિ પામીને અનેક પ્રકારની જાતિવાળી પૃથ્વીના રસનો આહાર કરે છે. જીવ કર્મથી પ્રેરાઈ તૃણયોનિમાં ઉત્પન્ન થાય છે, એમ તીર્થંકર ભગવાને કહ્યું છે. [85] આ પ્રમાણે કોઈ પ્રાણી પૃથ્વીયોનિક તૃણોમાં તૃણરૂપથી ઉત્પન્ન થાય છે, શેષ પૂર્વવત્ આ પ્રમાણે કોઈ જીવ તૃણમાં તૃણરૂપથી ઉત્પન્ન થાય છે અને તે તૃણયોનિક સવ આગળ પ્રમાણે જણવું. આ પ્રમાણે કોઈ જીવ તૃણયોનિક તૃણોમાં મૂલ તથા બીજ રૂપથી ઉત્પન્ન થાય છે, તેનું વર્ણન પણ પૂર્વવતુ જાણવું. આ પ્રમાણે ઔષધ અને લિલો તરીનું પણ ચાર પ્રકારથી વર્ણન કરવું જોઈએ. 68-687] શ્રી તીર્થંકર ભગવાને વનસ્પતિકાયનો બીજો પણ ભેદ કહ્યો છે, તે આ પ્રમાણે આ જગતમાં કોઈ જીવ પૃથ્વીથી ઉત્પન્ન થાય છે. પૃથ્વીમાં સ્થિત રહે છે. અને પૃથ્વીમાં વૃદ્ધિ પામે છે. તે કર્મથી પ્રેરાઈ ત્યાં ઉત્પન્ન થાય છે. તે નાના પ્રકારની યોનિવાળી પૃથ્વીમાં આર્ય નામક વનસ્પતિ અને કાય, વાય, કૂહણ, કંદુક, ઉપેહણી, નિવેંહણી, સચ્છત્ર, વાસણી અને કૂર નામક વનસ્પતિ રૂપે ઉત્પન્ન થાય છે. તે જીવ અનેક યોનિ વાળી પૃથ્વીના રસનો આહાર કરે છે. તે પૃથ્વીકાય આદિ સર્વકાલનો આહાર કરે છે. આહાર કરીને પોતાના રૂપે પરિણમાવી લે છે. તે પૃથ્વીથી ઉત્પન્ન આયથી લઇ ક્રૂર વનસ્પતિ પર્યન્ત વનસ્પતિઓના નાના વર્ણવાળા અનેક શરીરો હોય છે, આમાં એક જ આલાપક છે, શેષ ત્રણ નથી. શ્રી તીર્થંકર ભગવાને વનસ્પતિકાયનો અન્ય પણ ભેદ વર્ણવેલો છે. તે આ પ્રમાણે આ જગતમાં કોઈ પ્રાણી જળમાં ઉત્પન્ન થાય છે, જળમાં સ્થિત હોય છે અને જલમાં વૃદ્ધિ પામે છે. તે જીવ પોતાના કર્મને કારણે ત્યાં ઉત્પન્ન થાય છે. તે અનેક પ્રકારની જળમાં આવીને વૃક્ષરૂપે ઉત્પન્ન થાય છે. તે જીવ અનેક પ્રકારના જાતિવાળા જલના રસનો આહાર કરે છે. તે જીવ પૃથ્વી આદિના શરીરનો પણ, આહાર કરે છે. તે જલયોનિક વૃક્ષોના અનેકવિધ વર્ષોથી યુક્ત બીજા પણ શરીરો હોય છે. જેવી, રીતે પૃથ્વી યોનિક વૃક્ષના ચાર ભેદ છે એવી રીતે અધ્યારૂહ તૃણ અને હરિત કાયના વિષયમાં ચાર આલાપક છે. શ્રી તીર્થકર ભગવાને વનસ્પતિ કાયના અન્ય પણ ભેદ કહ્યા છે-આ જગતમાં કોઈ કોઈ પ્રાણી જલથી ઉત્પન્ન થાય છે, જલમાં સ્થિત રહે છે, જલમાં વૃદ્ધિ પામે છે. પોતાના કર્મના પરિણામે તે જીવ વનસ્પતિકાયમાં આવે છે. ત્યાં આવીને અનેક પ્રકારની જાતિવાળા જલમાં ઉદક, અવક, પનક, સેવાળ, કલંબુક, હડ, કસેરૂક કચ્છભાણિતક, ઉત્પલ, પદ્મ, કુમુદ, નલિન, સુભગ સૌગંધિક, પુંડરીક, મહાપુંડરીક, શતપત્ર, સહસ્ત્રપત્ર, કલ્હાર, કોકનદ, અરવિંદ, તામરસ, વિસ, મૃણાલ, પુષ્કર, પુષ્કરાક્ષી અને ભગ નામની વનસ્પતિ રૂપે ઉત્પન્ન થાય છે. તે જીવ અનેક પ્રકારની જાતિવાળા જળના રસનો પણ આહાર કરે છે. તેવી જ રીતે પૃથ્વી, અપ, તેજ, વાયુ અને વનસ્પતિના રસનો પણ આહાર કરે છે. જલથી ઉત્પન્ન ઉદકથી લઈ પુષ્કરાક્ષી ને ભગનામક વનસ્પતિ પર્યત વનસ્પતિકાયના જીવ કહેલ છે. તેને અનેક વર્ણવાળા ગન્ધવાળા રસવાળા પણ બીજા શરીરો હોય છે પરંતુ તેમાં આલાપક એકજ હોય છે. શ્રી તીર્થંકર ભગવાને વનસ્પતિકાયના અન્ય પણ ભેદો વર્ણવ્યા છે. આ જગતમાં કોઈ જીવ તે પૃથ્વયોનિક વૃક્ષોમાં, વૃક્ષયોનિક વૃક્ષોમાં, વૃક્ષયોનિક મૂલથી લઈ બીજ Page #92 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૨, અધ્યયન-૩, 201 પર્યન્ત અવયવોમાં, વક્ષયોનિક અધ્યારૂહ વૃક્ષોમાં, અધ્યારૂહ યોનિક અધ્યરૂહમાં, અધ્યારૂહયોનિક મૂલથી લઈ બીજ સુધી વયવોમાં, તૃણયોનિક મૂલથી લઈને બીજ પર્યન્ત અવયવોમાં, આ જ પ્રમાણે ઔષધિ તથા લીલોતરીના વિષયમાં પણ ત્રણ ભેદ કહેવા જોઈએ. પૃથ્વીયોનિક આર્ય કાય, તથા ક્રૂર વૃક્ષોમાં, ઉદકયોનિક વૃક્ષોમાં, વૃક્ષયોનિક વૃક્ષોમાં, વૃક્ષયોનિક મૂલ અને બીજમાં, આ જ પ્રમાણે અધ્યારૂહોમાં, તૃણોમાં અને ઔષધિ તથા હરિતકાયોમાં ત્રણ ત્રણ ભેદ કહેવા જોઈએ. ઉદક યોનિક ઉદક આવક અને પુષ્કરાક્ષી અને ભગ નામક વનસ્પતિમાં ત્રસપણે ઉત્પન્ન થાય છે. તે જીવે તે પૃથ્વીયોનિક વૃક્ષોના ઉદકયોનિક વૃક્ષોના, વૃક્ષયોનિક વૃક્ષોના, અધ્યારૂહથોનિક વૃક્ષોના, તેમજ તૃણયોનિક ઔષધિયોનિક, હસ્તિયોનિક વૃક્ષોના તથા વૃક્ષઅધ્યારૂહ તૃણઔષધિ હરિત, મૂલ, બીજ, આર્યવૃક્ષ, કામવૃક્ષ, કૂરવૃક્ષ તેમજ ઉદક, અવક તથા પુષ્કરાક્ષી અને ભગ નામક વનસ્પતિના રસનો આહાર કરે છે. તે જીવ પૃથ્વી, અપ, તેજ, વાયુ અને વનસ્પતિનો પણ આહાર કરે છે. તે વૃક્ષોથી ઉત્પન્ન, તથા અધ્યારૂહથી ઉત્પન. તૃણથી ઉત્પન્ન, ઔષધિઓથી ઉત્પન્ન, હરિતોથી ઉત્પન્ન, મૂલથી ઉત્પન્ન, કન્દોથી ઉત્પન્ન બીજથી ઉત્પન્ન, આર્યવૃક્ષોથી ઉત્પન, કામવૃક્ષોથી ઉત્પન, યાવતું ક્રૂર વૃક્ષોથી ઉત્પન્ન, ઉદકથી ઉત્પન્ન, અવકથી ઉત્પન્ન અને પુષ્કરાક્ષથી ઉત્પન્ન તથા ભગ નામક વનસ્પતિથી ઉત્પન્ન ત્રસ પ્રાણીઓના અનેક વર્ણવાળા, ગન્ધવાળા રસવાળા, સ્પર્શવાળા બીજા પણ શરીરો તીર્થકર ભગવાને વર્ણવેલા છે. [688] વનસ્પતિકાયનું વર્ણન કર્યા બાદ શ્રી તીર્થંકર ભગવાને અનેક પ્રકારના મનુષ્યો કહ્યા છે, જેમકે-કોઈ મનુષ્ય કર્મભૂમિમાં, કોઈ મનુષ્ય અકર્મભૂમિમાં, કોઈ અન્તર્લીપમાં ઉત્પન્ન થાય છે. તેમજ કોઈ આર્ય અને કોઈ પ્લેચ્છ હોય છે. તે જીવો પોતાના બીજ અને અવકાશ અનુસાર ઉત્પન્ન થાય છે. તે ઉત્પત્તિનું કારણ સ્ત્રી અને પુરુષના પૂર્વકમ નિમિત યોનિમાં થાય છે. આવો સંયોગ થતા ઉત્પન્ન થનારા જીવ બંનેના રસનો આહાર કરે છે. ત્યાં તે જીવ સ્ત્રી, પુરુષ અને નપુસંકપણે ઉત્પન્ન થાય છે. તે જીવ માતાના આર્તવ અને પિતાના શુકનો, જે પરસ્પર મળી ગયેલ મલિન અને ધૃણાસ્પદ હોય છે, પ્રથમ આહાર કરે છે. ત્યારબાદ તે જીવ માતા જે અનેકવિધ વસ્તુઓનો આહાર કરે છે તેનો એક દેશરૂપે ઓજ આહાર કરે છે. ગર્ભમાં ક્રમશઃ વૃદ્ધિ પામે. ગર્ભમાં પરિપકવ બની માતાના ગર્ભથી જન્મ ધારણ કરી કોઈ સ્ત્રીપણે, કોઈ પુરુષપણે, કોઈ નપુંસકપણે ઉત્પન્ન થાય છે. તે જીવ બાળક બની દૂધ અને ધૃતનો આહાર કરે છે. ત્યારબાદ ક્રમશઃ વૃદ્ધિ પામીને તે જીવ ભાત-અડદ-આદિ સર્વ ખાદ્ય પદાર્થોનો અને ત્રસ અને સ્થાવર પ્રાણીઓના શરીરનો આહાર કરે છે. તે જીવ પૃથ્વી આદિનો આહાર કરીને પોતાના રૂપે પરિણમાવે છે. આ કર્મભૂમિ. અકર્મભૂમિ અને અન્તર્દીિપોમાં રહેનાર આર્ય અને અનાર્ય મનુષ્યોના શરીરને અનેક વર્ણવાળહોય છે, તેમ શ્રી તીર્થકરે કહ્યું છે. [68] હવે શ્રી તીર્થંકર ભગવાને અનેક પ્રકારના જે પાંચ ઇન્દ્રિયવાળા જલચર તિર્યંચો કહ્યા છે, તેઓનું વર્ણન કરે છે. તે આ પ્રમાણે માછલાથી લઈ સુંસુમાર પર્યન્ત જીવો જલચર તિર્યો છે. તે જીવો પોતપોતાના બીજ અને અવકાશ અનુસાર સ્ત્રી-પુરુષના સંયોગથી પોતાના કમનુસાર ગર્ભમાં ઉત્પન્ન થઈ એ જ આહાર ગ્રહણ Page #93 -------------------------------------------------------------------------- ________________ 202 સૂયગડો-ર૩-૬૮૯ કરે છે. ક્રમશઃ વૃદ્ધિ પામીને વનસ્પતિકાયનો અને ત્રસ તથા પૃથ્વી આદિ સ્થાવરોનો આહાર કરી તેને પોતાના શરીર રૂપે પરિણત કરી લે છે. તેઓના નાના પ્રકારના બીજા પણ શરીરો હોય છે તેમ શ્રી તીર્થકર ભગવાને કહ્યું છે. ત્યારબાદ શ્રી તીર્થંકર ભગવાને અનેક જાતિવાળા સ્થળચર ચતુષ્પદ તિર્યંચ પંચેન્દ્રિય કહ્યા છે. જેમકે-એક ખરીવાળા બે ખરીવાળા ચંડીપદ અને નખયુક્ત પગવાળા હોય છે. તે જીવ પોતપોતાના બીજ અને અવકાશ અનુસાર ઉત્પન્ન થાય છે. તેમાં પણ સ્ત્રી પુરુષનો સંયોગ કમનુસાર હોય છે. તે સંયોગ થવા પર તે જીવ ચતુષ્પદ જાતીય ગર્ભમાં આવે છે. તે માતા અને પિતાના લોહી અને શુક્રનો પ્રથમ આહાર કરે છે. તે જીવ ગર્ભમાં સ્ત્રી, પુરુષ, નપુંસક રૂપે ઉત્પન્ન થાય છે. તે જીવ ગર્ભમાં માતાના આર્તવનો અને પિતાના શુકનો આહાર કરે છે. શેષ મનુષ્યની સમાન સમજવું. તેમાં કોઈ સ્ત્રી, પુરુષ, નપુંસકપણે ઉત્પન્ન થાય છે, તે જીવ બાલ્યાવસ્થામાં માતાના દૂધનો અને વૃતનો આહાર કરે છે. ક્રમશઃ વૃદ્ધિ પામીને વનસ્પતિકાયનો, અને ત્રસ અને સ્થાવર આદિનો પણ આહાર કરે છે, આહાર કરીને, પચાવીને પોતાના રૂપે પરિણાવે છે. તે અનેક જાતિવાળા સ્થલચર ચતુષ્પદ જીવોના અનેક વર્ણવાળા બીજા શરીરો હોય છે તેમ જિનેશ્વરે કહ્યું છે. ત્યારબાદ શ્રી તીર્થંકર ભગવાને અનેક પ્રકારના તિર્યંચો કહ્યા છે. ઊરપરિ સર્પ-પૃથ્વી ઉપર છાતીથી ચાલનારા અને પાંચ ઈન્દ્રિયોથી યુક્ત હોય છે. તેઓનું વર્ણન આ પ્રમાણે છે-સર્પ, અજગર, આશાલિક અને મહોરગ. આ જીવો પૃથ્વી પર છાતી દ્વારા ચાલે છે. તેથી તેને ઉરપરિસર્પ સ્થલચરતિયચ કહ્યા છે. તે પ્રાણી પણ પોતપોતાના બીજ અને અવકાશ અનુસાર જ ઉત્પન્ન થાય છે. તે જીવોમાં પણ. સ્ત્રી-પુરુષનો મૈથુન નામક સંયોગ હોય છે અને સંયોગ થવા પર કર્મ અનુસાર પ્રાણી તે યોનિમાં ઉત્પન્ન થાય છે. શેષ પૂર્વવતું તેમાં ઈંડા ઉત્પન્ન કરે છે. કોઈ બચ્યું ઉત્પન્ન કરે છે. તે ઈડુ ફૂટ્યા બાદ સ્ત્રી, પુરુષ કે નપુંસકપણે ઉત્પન્ન થાય છે. તે જીવ બાલ્યાવસ્થામાં વાયુકાયનો આહાર કરે છે. ક્રમશઃ વૃદ્ધિ પામી વનસ્પતિકાયનો અને ત્રણ સ્થાવર પ્રાણીઓનો આહાર કરે છે. તે જીવ પૃથ્વી આદિ કાયાનો પણ આહાર કરે છે. આહાર પચાવીને પોતાના રૂપમાં પરિણમાવે છે. પૃથ્વી પર છાતીદ્વારા ચાલનારા જે સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચ સર્પથી લઈ મહોરગ પર્વત કહેલ છે, તેમાં અનેક વર્ણ, અનેક ગધે, અનેક રસ, અનેક સ્પર્શવાળા બીજા શરીરો હોય છે, તેમ તીર્થંકર ભગવાને કહ્યું છે, ત્યારબાદ અનેક જાતિવાળા ભુજાની સહાયતાથી પૃથ્વી પર ચાલનારા પંચેન્દ્રિય તિર્યંચો છે. તે વિષયમાં શ્રી તીર્થકરે આ પ્રમાણે કહ્યું છે-ભુજના બળથી ચાલનારા તિર્યંચો છે, જેમકે ઉંદર, સરડો, કાંચીડો, સલ્લ, સરવ, ખર, ગરોળી, મૂષક, મંગુસ, પદલાલિત, બિડાલ, જોધ અને ચતુષ્પદ. તે પણ પોતપોતાના બીજ અને અવકાશ અનુસાર ઉત્પન્ન થાય છે. તે જીવ પણ સ્ત્રી અને પુરુષના સંયોગ વિશેષથી ઉત્પન્ન થાય છે. વિશેષ પૂર્વવતુ, તે જીવ આહાર કરી પચાવી પોતાના રૂપે પરિણમાવે છે. તે અનેક જાતિવાળા ભુજાના બળે ચાલનારા તિર્યચોમાં અનેક વર્ણવાળા શરીર હોય છે, તેમ તીર્થકરે કહ્યું છે. - ત્યારબાદ અનેક જાતિવાળા આકાશચારી પંચેન્દ્રિય તિર્યંચના વિષયમાં કહ્યું Page #94 -------------------------------------------------------------------------- ________________ તસ્કંધ-૨, અધ્યયન-s, 203 છે. જેમકે ચર્મપક્ષી રોમપક્ષી સમગ્ર પક્ષી વિતત- પક્ષી. આ પ્રાણીઓ પોતાની ઉત્પત્તિને યોગ્ય બીજ અને અવકાશ અનુસાર ઉત્પન્ન થાય છે. તેની ઉત્પત્તિ પણ સ્ત્રી-પુરુષના સંયોગથી થાય છે. શેષ પૂર્વવતુ તે જીવ ગર્ભથી નીકળીને બાલ્યાવસ્થામાં માતાના શરીરના રસનો આહાર કરે છે. ક્રમશઃ વૃદ્ધિ પામીને વનસ્પતિકાયનો તથા ત્રસ અને સ્થાવર પ્રાણીઓનો આહાર કરે છે. તે પ્રાણીઓ પૃથ્વી આદિનો પણ આહાર કરે છે. આહાર કરીને પચાવીને પોતાનારૂપે પરિણાવે છે. અનેક પ્રકારના જાતિવાળા ચર્મપક્ષી આદિ આકાશચારી પંચેન્દ્રિય તિર્યંચના બીજા પ્રકારના પણ શરીરો હોય છે. 9io] ત્યારબાદ શ્રી તીર્થકર ભગવાને અન્ય જીવોના વિષયમાં પણ કથન કરેલ છે. આ જગતમાં કોઈ પ્રાણી અનેક પ્રકારની યોનિયોમાં ઉત્પન્ન થાય છે. તે અનેક પ્રકારની યોનિયોમાં સ્થિત રહે છે અને અનેક પ્રકારની યોનિયોમાં વૃદ્ધિ પામે છે. આ અનેક પ્રકારની યોનિયોમાં ઉત્પન્ન થનાર, સ્થિત રહેનાર અને વૃદ્ધિ પાનાર જીવ પોતાના પૂર્વકત કર્મો અનુસાર તે તે કર્મના પ્રભાવથીજ અનેકવિધ યોનિયોમાં ઉત્પન્ન થાય છે. તે પ્રાણી અનેક પ્રકારના ત્રસ અને સ્થાવર પગલોના સચિત્ત અચિત્ત શરીરોમાં તેઓને આશ્રિત કરીને ઉત્પન્ન થાય છે. તે જીવો અનેક પ્રકારના ત્રસ સ્થાવર જીવોના રસનો આહાર કરે છે. તે પૃથ્વી આદિનો પણ આહાર કરે છે. તે ત્રસ અને સ્થાવર યોનિથી ઉત્પન્ન અને તેના આશ્રમમાં રહેનાર પ્રાણીઓના અનેકવર્ણવાળા બીજા શરીર પણ હોય છે. તેમ તીર્થકરોએ કહ્યું છે. એ જ પ્રમાણે મલમૂત્રાદિમાં વિકલેન્દ્રિયો ઉત્પન્ન થાય છે અને ગાય ભેંસાદિના શરીરમાં ચર્મકીટ ઉત્પન્ન થાય છે. આગળ બીજા પ્રાણીઓનું વર્ણન કરે છે - આ જગત્માં કોઈ જીવ અનેકવિધ યોનિમાં ઉત્પન્ન થઈ કમનુસાર વાયુયોનિક આપકાયમાં આવે છે. તે અપકાયમાં આવીને અનેક પ્રકારના ત્રસ અને સ્થાવર પ્રાણીઓના સચિત્ત અને અચિત્ત શરીરમાં અપકાય રૂપથી ઉત્પન્ન થાય છે. તે અપકાય વાયુથી બનેલ અને વાયુદ્વારા સંગ્રહ કરેલ અને વાયુદ્વારા ધારણ કરેલ હોય છે. વાયુ ઊંચે જતા ઉંચે જનાર, વાયુ નીચે જતાં નીચે જનાર અને વાયુ તિથ્ય જાય તો તિચ્છ જનાર હોય છે. તે અપકાયના નામો આ પ્રમાણે છે. ઓસ, હિમ, ધૂમ્મસ, કરા, કરતનું અને શુદ્ધજલ. તે જીવ અનેક પ્રકારના ત્રસ અને સ્થાવર પ્રાણીઓના રસનો આહાર કરે છે. તે પૃથ્વી આદિનો પણ આહાર કરે છે. તે ત્રણ અને સ્થાવર યોનિથી ઉત્પન્ન ઓસથી શુદ્ધ જલ પર્વતના જીવોના અનેક વર્ણવાળા શરીર હોય છે. ત્યારબાદ અપકાયથી ઉત્પન્ન થનારા અપકાયોનું સ્વરૂપ વર્ણવ્યું છે. તે આ પ્રમાણે આ જગતુમાં કેટલાંક પ્રાણીઓ પૂર્વકર્મના પ્રભાવથી ત્રસ અને સ્થાવર યોનિક જળમાં જળરૂપે ઉત્પન્ન થાય છે, જળમાં સ્થિત રહે છે અને તે પ્રાણી ત્રસ અને સ્થાવર યોનિક જળના રસનો તથા પૃથ્વી આદિ કાયના આહાર કરે છે અને તેને પોતાના શરીરરૂપે પરિણમાવે છે. તેમના અનેક વર્ણવાળા બીજા શરીરો કહ્યા છે. ત્યારબાદ અપકાયયોનિક અપકાયનું વર્ણન કરે છે. આ જગતમાં કોઈ જીવ ઉદકજ્યોનિક ઉદકમાં પોતાના પૂર્વકૃત કર્મના આધીન બનીને આવે છે. તે ઉદકયોનિક ઉદકમાં ઉદકરૂપથી ઉત્પન્ન થાય છે. તે જીવ તે ઉદયોનિક ઉદકના રસનો આહાર કરે છે. તે પૃથ્વી આદિનો પણ આહાર કરી પોતાના રૂપે પરિણમાવે છે. તે ઉદક યોનિવાળા ઉદકના અનેક Page #95 -------------------------------------------------------------------------- ________________ 204 સૂયગડો-૨૩-૬૯૦ વર્ણવાળા બીજા શરીરો પણ હોય છે, તેમ કહ્યું છે. ત્યાર બાદ ઉદકયોનિક ત્રસકાયનું વર્ણ કરે છે - આ જગતમાં કોઈ જીવ પોતાના કનુસાર ઉદકયોનિક ઉદકમાં ત્રસરૂપે આવે છે. અને ઉદકયોનિક ઉદકમાં ત્રણ પ્રાણીરૂપે ઉત્પન્ન થાય છે. તે જીવ તે ઉદક યોનિ વાળા ઉદકના રસનો આહાર કરે છે. તે જીવ પૃથ્વી આદિનો પણ આહાર કરે છે. તે ઉદકોનિક ઉદકમાં ઉત્પન્ન થનાર ત્રણ જીવોના બીજા પણ અનેક શરીરો હોય છે. [691 ત્યાર બાદ ભગવાને બીજી પણ વાત કહી છે- આ જગત્માં કોઈ જીવ પૂર્વ જન્મમાં અનેકવિધ યોનિયોમાં ઉત્પન્ન થઈ, કર્મને વશીભૂત બની અનેક પ્રકારના ત્રસ અને સ્થાવર પ્રાણીઓના સચિત્ત અને અચિત્ત શરીરોમાં અગ્નિકાય રૂપે ઉત્પન્ન થાય છે. તે જીવ અનેક પ્રકારના ત્રસ અને સ્થાવર પ્રાણીઓના રસનો આહાર કરે છે અને તે જીવ પૃથ્વી આદિ કાયનો પણ આહાર કરે છે તે ત્રસ અને સ્થાવર યોનિક અગ્નિકાયોના બીજા પણ અનેકવર્ણવાળા શરીરો કહેલા છે. શેષ ત્રણ બેદ ઉદક સમાન જાણવા. [2] ત્યારબાદ આગળ કહે છે કે આ જગતમાં કોઈ જીવ પૂર્વજન્મમાં અનેક પ્રકારની યોનિઓમાં ઉત્પન્ન થઈ ત્યાં કરેલા કર્મના પ્રભાવથી ત્રસ અને સ્થાવર પ્રાણીઓના સચિત્ત અને અચિત્ત શરીરમાં વાયુકાય રૂપે ઉત્પન્ન થાય છે. જ્યાં પણ તેના ચાર આલાપક અગ્નિસમાન જાણવા. [93 ત્યારબાદ ભગવાને અન્ય પણ કહ્યું છે. આ જ્ઞતમાં કોઈ જીવ અનેક પ્રકારની યોનિઓમાં ઉત્પન્ન થઈ પોતાના કર્મના પ્રભાવે પૃથ્વીકાયમાં આવી અનેક પ્રકારના ત્રસ અને સ્થાવર પ્રાણીઓના સચિત્ત. અને અચિત્ત શરીરોમાં પૃથ્વી શર્કરા તથા વાલુકા રૂપે ઉત્પન્ન થાય છે. તેમના ભેદો નીચે ગાથાઓમાં વર્ણવ્યા છે. [94-698] પૃથ્વી, શર્કરા, વાલુકા, પથ્થર, શિલા, નમક, લોઢ કલઈ, ત્રાંબુ, સીસું, રૂપું, સોનું, વજ. હરતાલ, હીંગળોક, મણસીલ, પારો, અંજન, પ્રવાલ, અબરખ અને અબરખની રેતી અને મણિઓના ભેદ તે બધા પૃથ્વીકાય છે. ગોમિકરત્ન, રૂચકરત્ન, અંતરત્ન, સ્ફટીકરત્ન, લોહિતાક્ષરત્ન, મરકતરત્ન મસાર-ગલ્લરત્ન, ભુજ,રત્ન, ઈન્દ્રનીલરત્ન, ચંદનરત્ન, વૈર્યરત્ન, જલકાન્તરત્ન, સૂર્યકાન્ત રત્ન આ સર્વમણિના ભેદો છે. આ રીતે ઉત્પન્ન થઈને તે જીવો તે અનેક પ્રકારના ત્રસ અને સ્થાવર પ્રાણીઓના રસનો આહાર કરે છે. પૃથ્વી આદિનો પણ આહાર કરે છે. તે જીવોના બીજા પણ અનેક પ્રકારના શરીરો કહ્યા છે. શેષ ત્રણ આલાપાક અપકાયની જેમ જાણવા. [69] ત્યારબાદ ભગવંતને કહ્યું છે કે સર્વ પ્રાણી, ભૂત, જીવ અને સત્વ અનેક પ્રકારની યોનિયોમાં ઉત્પન્ન થઈ ત્યાં જ સ્થિત રહી વૃદ્ધિ પામે છે. તેઓ શરીરમાં જ ઉત્પન્ન થઈ તેમાં રહી વૃદ્ધિ પામી અને શરીરનો આહાર કરે છે. તે જીવો કર્મના અનુગામી છે-કર્મ તેઓની ઉત્પત્તિનું કારણ છે. તેમની ગતિ અને સ્થિતિ કર્મ અનુસાર હોઈ તેઓ કર્મના કારણે ભિન્ન ભિન્ન અવસ્થાઓ પામે છે. માટે હે સાધકો, આ પ્રમાણે સમજે અને સમજીને આહારગુપ્ત, બન, જ્ઞાનાદિ સહિત બનો, સમિતિ યુક્ત બનો અને સંયમપાલનમાં પ્રયત્નશીલ બનો. અધ્યયન-૩-ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | Page #96 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૨, અધ્યયન-૪, 205 (અધ્યયન-૪-પ્રત્યાખ્યાનજિયા) 700] હે આયુષ્યનું મેં ભગવાન પાસે આ પ્રમાણે સાંભળ્યું છે. આ આગમમાં પ્રત્યાખ્યાનક્રિયા નામનું અધ્યયન છેય તેનો અર્થ આ પ્રમાણે છે-આત્મા અપ્રત્યાખ્યાની પણ હોય છે. તેમજ અકર્તવ્યકુશલ જીવ મિથ્યાત્વના ઉદયમાં સ્થિત પણ રહે છે. જીવ બીજા પ્રાણીઓને એકાન્ત દંડ આપનારા પણ છે. આત્મા એકાન્ત અજ્ઞાની, આત્મા એકાન્ત રૂપે સૂતેલો આત્મા અવિચારપણે મન, વચન, કાયાથી વક્ર એટલે કે અવિચારપૂર્વક કામ કરનાર પણ હોય છે. પૂર્વકૃત કર્મનો નાશ નહિ કરનાર તથા ભાવિ પાપનું પ્રત્યાખ્યાન નહિ કરનાર પણ હોય છે. ભગવાને આવા આત્માને અસંત-અવિરત પાપકર્મનો વિઘાત અને પ્રત્યાખ્યાન નહિ કરનાર, સક્રિય અસંવૃત, પ્રાણીઓને એકાન્ત દિડ આપનાર, એકાંત અજ્ઞાની અને એકાંતે સુષુપ્ત કહેલ છે. તે અજ્ઞાની અવિચારપણે મન, વચન કાયાથી વક્ર છે. તેમની સ્વપ્ન જેટલી ચેતના પણ ન હોય અર્થાત્ અવ્યકત વિજ્ઞાનવાળો હોય તો પણ તે પાપકર્મ કરે છે. 701] અપ્રત્યાખ્યાનીને પ્રાણીઘાત ન કરવા છતા પણ પાપકર્મ શા માટે લાગે? આ વિષયમાં પ્રશ્નકત આચાર્ય પ્રતિ આ પ્રમાણે કહે છે-પાપયુક્ત મન, પાપયુક્ત વચન અને પાપયુક્ત કાયા ન હોવા છતાં પણ પ્રાણીઓની હિંસા ન કરવા છતાં, હિંસાના વિચાર રહિત મન, વચન કાયા અને વાક્ય બોલવામાં પણ હિંસાથી રહિત તથા જે સ્વપ્નદર્શન જેટલી પણ ચેતનાવાળો પણ ન હોય અથતું જે અવ્યક્ત વિજ્ઞાનવાળો હોય છે, તે પાપકર્મનું બંધન કરતો નથી. આ પ્રમાણે પ્રશ્નકર્તાએ કથન કર્યું ત્યારે આચાર્યે કહ્યું કે તેનું શું કારણ છે? તેના જવાબમાં પ્રશ્નકર્તા કહે છે - પાપયુક્ત મન થાય તો માનસિક પાપકર્મ થાય છે. વચન પાપયુક્ત થતાં વચન દ્વારા પાપ કરવામાં આવે છે. તેમજ શરીર જ્યારે પાપયુક્ત થાય ત્યારે જ શરીર દ્વારા પાપકર્મ કરાય છે. જે પ્રાણીઓની હિંસા કરે છે અને મનસહિત છે, તેમજ મન વચન અને કાયા અને વાણીના વિચારથી યુક્ત છે અને સ્થાન પણ જનાર એટલે સ્પષ્ટ વિજ્ઞાનવાળો છે, આવા પ્રકારના પ્રાણીઓ દ્વારા પાપકર્મ કરાય છે અને પાપકર્મનો સંચય થાય છે. પ્રશ્નકર્તા આગળ પણ કહે છે- પાપયુક્ત મન વચન કાયા ન હોવા છતાં, હિંસા ન કરવા છતાં, મનરહિત હોવા છતાં તથા મન વચન કાયથી વક્રતાના વિચાર રહિત હોવા છતાં તથા સ્વપ્ન જેટલી પણ ચેતના ન હોવા છતાં પણ પ્રાણીઓ પાપકર્મ કરે છે, એમ કહેવું તે મિથ્યા છે, આ પ્રશ્નકર્તાનો આશય છે. આચાર્ય ઉત્તર આપે છે- મેં જે પ્રથમ કહ્યું તે યથાર્થ છે. મન પાપયુક્ત ભલે ન હો, વચન અને કાયા પણ પાપયુક્ત ન હોય અને તે ભલે મન-વચન-કાયા-વાણીના વિચારથી રહિત હોય, ભલે અવ્યક્ત વિજ્ઞાનવાળો હોય, તે પણ પાપકર્મ કરે છે, આ કથન સત્યજ છે. તેનું શું કારણ છે? આચાર્ય જવાબ આપે છે. આ વિષયમાં શ્રી તીર્થંકર ભગવાને છે પ્રકારના જીવોને કર્મબન્ધનાં કારણો વર્ણવ્યાં છે, તે આ પ્રમાણે પૃથ્વીકાયથી લઈ ત્રસકાય પર્યન્ત આ છ પ્રકારના જીવોની હિંસાથી ઉત્પન્ન થતાં પાપને રોક્યું નથી. અને ઈચ્છાપૂર્વક પ્રત્યાખ્યાન દ્વારા પાપકર્મનો ત્યાગ કર્યો નથી પરંતુ હંમેશા નિષ્ફરતાપૂર્વક તેમને દંડ દેવામાં ચિત્તવૃત્તિ રાખે છે, દંડ આપે છે. અને પ્રાણાતિપાતથી માંડી પરિગ્રહ પર્યન્ત અને ક્રોધથી માંડી મિથ્યાદર્શન શલ્ય પર્યન્ત પાપોનું સેવન કરે છે. તે કોઈ પણ અવસ્થામાં હોય તો પણ પાપકર્મનો બન્ધ કરે છે તે સત્ય જ છે. ફરી આચાર્ય કહે છે કે Page #97 -------------------------------------------------------------------------- ________________ 206 સૂયગડો- 24-01 -આ વિષયમાં ભગવાને વધ કરનારનું દ્રષ્ટાંત બતાવ્યું છે. જેમ કોઈ એક વધ કરનાર છે તે ગાથાપતિનો અથવા ગાથાપતિના પુત્રનો કે રાજાનો કે રાજપુરુષનો વધ કરવા ઇચ્છે છે. તે વિચાર કરે કે એવો સમય પ્રાપ્ત થતાં હું તેમના ઘરમાં પ્રવેશ કરી જઈશ અને સમય મળતાં તેને મારી નાખીશ. આ પ્રમાણે ગાથાપતિને અથવા તેના પુત્રને રાજાને અથવા રાજપુરુષને મારવાનો નિશ્ચય કરનાર તે પુરુષ દિવસે રાત્રે, સૂતા, જાગતાં તેમનો શત્રુ, તેમની પ્રત્યે પ્રતિકૂળ વ્યવહાર કરનારો નિત્ય વધની ઈચ્છા કરનાર, હિંસક ચિત્તવૃત્તિવાળા આવી વ્યક્તિને તેમનો વધ કરનાર માની શકાય કે નહિ ? આચાર્યો આ. પ્રમાણે કહ્યું ત્યારે તે પ્રશ્નકર્તાએ સમતાથી જવાબ આપ્યો કે હા, તે વધ કરનારા જ છે. આચાર્ય બોલ્યા-જેવી રીતે ગાથાપતિ અથવા તેમનાં પુત્રનો, રાજાનો અથવા રાજપુરુષનો વધ કરવાની ઈચ્છા કરનાર તે પુરુષ વિચારે છે કે સમય પ્રાપ્ત થવાથી તેમના ઘરમાં પ્રવેશ કરીશ અને સમય મળતાં તેમનો વધ કરીશ. આવા પ્રકારનો નિશ્ચય કરનાર પુરુષ દિવસે રાત્રે સૂતાં કે જાગતાં સદા તેનો શત્રુ બનીને રહે છે. તેમની સાથે શઠતાપૂર્ણ વ્યવહાર કરનારા તેમનો નાશ કરવા નિરંતર ચિત્તવૃત્તિને તેમાં લગાડનાર હોય છે. એવી જ રીતે અજ્ઞાની જીવ પણ સર્વ પ્રાણી ને સર્વ સત્વોનો દિવસ-રાત સૂતાં-જાગતાં હંમેશાં વૈરી રહે છે. શઠતાનો વ્યવહાર કરે છે. તેથી પ્રાણાતિપાતથી લઈ મિથ્યાદર્શન શલ્ય સુધીના અઢાર પાપસ્થાનો તેને વિદ્યમાન છે. તેથી ભગવાને તેવા અજ્ઞાની જીવોને કે સંયમહીન, વિરતિભાવ રહિત, પાપકર્મનો નાશ નહિ કરનાર અને પ્રત્યાખ્યાન નહિ કરનાર, પાપમય ક્રિયા કરનાર, સંવરથી રહિત એકાન્ત અજ્ઞાની કહ્યા છે અને એવા જીવ એકાન્ત સૂતેલા છે. તે અજ્ઞાની મન, વચન, કાયા વાણી વિચારથી હીન છે, તેમજ સ્વપ્ન જોવા જેટલી પણ ચેતનાથી રહીત છે. છતાં પણ તેમના દ્વારા પાપકર્મનો બન્ધ તો થાય જ છે. જેવી રીતે વધની ઈચ્છાવાળો ઘાતક પુરુષ તે ગાથાપતિ કે તેમના પુત્ર, રાજા અથવા રાજપુરુષની પ્રત્યે સદા હિંસામય ચિત્ત રાખે છે. તેમજ દિવસ અને રાત્રીએ જાગતાં કે સૂતાં સદા તેનો વૈરી બની રહે છે. તેમને દગો દેવાની ઈચ્છા રાખે છે અને શઠતાપૂર્વક તેમનો વધ કરવાની ભાવના ભાવે છે, એવી. રીતે પ્રાણાતિપાત આદિ પાપોથી અવિરત જીવ સંપૂર્ણ પ્રાણીઓ પ્રત્યે નિરન્તર હિંસામય ભાવ રાખતા દિવસ અને રાત સૂતાં અને જાગતાં સદાને માટે તે પ્રાણીઓનો. શત્ર બની રહે છે તેમને દગો આપવાનો વિચાર રાખનાર તે સદા તેમના પ્રત્યે શઠતાપૂર્ણ હિંસામય ચિત્તવાળો હોય. તે જ પ્રમાણે તે અજ્ઞાની જીવ બધા પ્રાણીઓ પ્રત્યે એવો બની રહે છે. માટે તેને પાપકર્મનો બન્ધ થાય જ છે. 702 પ્રશ્નકર્તા કહે છે કે-આપનું કહેવું યથાર્થ નથી. આ જગતમાં ઘણા એવા પ્રાણી હોય છે જેમના શરીરનું પ્રમાણ ક્યારે પણ જોવામાં આવ્યું ન હોય અને ક્યારેય સાંભળ્યું પણ ન હોય, તે જીવો આપણા ઈષ્ટ પણ ન હોય, અને જ્ઞાત પણ ન હોય, તેથી આવા પ્રાણીઓ પ્રત્યે સદા દિવસ-રાત-સૂતાં-જાગતાં હિંસામય ચિત્ત વૃત્તિ રાખવી, તેમના વેરી બની તેમની સાથે શઠતા અને મૂઢ હિંસક ચિત્તવૃત્તિવાળા બનવું તે સંભવિત નથી. તે પ્રમાણે તેમના વિષયમાં પ્રાણાતિપાતથી લઈ મિથ્યાદર્શન શલ્ય સુધીના પાપોમાં પ્રવર્તવાનો પણ સંભવ નથી. [73] આચાર્ય કહે છે કે-આ વિષયમાં ભગવાને બે દૃષ્ટાંત કહ્યા છે. એક Page #98 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૨, અધ્યયન-૪, 207 સંજ્ઞીનું દૃષ્ટાંત અને બીજું અસંશીનું વૃષ્ટાંત પ્રશ્ન કર્તા પૂછે છે કે-સંજ્ઞીનું વૃણંત શું છે? આચાર્યે કહ્યું-પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રીયમાંથી કોઈ જીવ પૃથ્વીકાયથી લઈ ત્રસકાય પર્યત છ કાયના જીવોના વિષયમાં કોઈ પુરુષ પૃથ્વીકાય દ્વારા કોઇ કાર્ય કરે છે અને કરાવે છે ત્યારે એમ જ કહે છે અને પ્રતિજ્ઞા કરે છે કે “હું પૃથ્વીકાય દ્વારા કાર્ય કરું છું અને કરાવું છું.” પરંતુ તેના વિષયમાં એમ તો ન જ કહી શકાય કે તે અમુક અમુક પૃથ્વી વડે કાર્ય કરે છે અને કરાવે છે. તેથી તે પુરુષ પૃથ્વીકાયનો અસંયમી, અવિરત ને તેને વિષે પાપકર્મના પ્રત્યાખ્યાનથી રહિત છે. તે પ્રમાણે ત્રસકાય સુધીના બધા પ્રાણીઓના વિષયમાં તે જીવ માટે સમજવું જો કોઇ છકાયના જીવો દ્વારા કાર્ય કરતો હોય અને કરાવતો હોય તો તે એમ જ કહેશે કે હું છકાયના જીવો વડે કાર્ય કરું છું અને કરાવું છું. પરંતુ તે જીવને વિષે એમ કહી શકાશે નહિ કે તે અમુક અમુક જીવો દ્વારા કાર્ય કરે છે અને કરાવે છે પરંતુ એમ જ કહેવાશે કે તે છ એ જીવનિકાયો દ્વારા કરે છે અને કરાવે છે. તેથી તે પુરુષ છએ જીવનિકાયોનો અસંયમી અવિરત અને તેમને વિષે પાપકર્મના પ્રત્યાખ્યાનથી રહિત છે, અને પ્રાણાતિપાતથી માંડી મિથ્યાદર્શન શલ્ય પર્યન્તના બધા પાપોનું સેવન કરનારો છે, આ સંજ્ઞીનું દ્રષ્ટાંત થયું. પ્રશ્નકતએ પૂછ્યું કે અસંજ્ઞીનું દ્રષ્ટાંત શું છે? આચાર્ય અને અસંજ્ઞીનું દ્રષ્ટાંત કહે છે. પૃથ્વીકાયથી માંડી વનસ્પતિકાય સુધીના જીવો અને ત્રસનામક અસંજ્ઞી જીવો છે. તેમાં તર્કશક્તિ, સંજ્ઞા, પ્રજ્ઞા, મનન કરવાની શક્તિ કે વાણી, કંઈ જ નથી, તથા જેઓ સ્વયં કરી શકતા નથી કરાવી શકતા નથી, કરનારને અનુમોદન આપી શકતા નથી. છતાં તે અજ્ઞાની પ્રાણીઓ સંપૂર્ણ પ્રાણી અને સંપૂર્ણ સત્વોના દિન-રાત-સૂતા-જાગતા શત્ર બનીને રહે છે તથા તેમની સાથે શતા અને પૂર્ણ હિંસક ચિતવૃત્તિવાળા બની રહે છે અને પ્રાણાતિપાતથી લઈ મિથ્યાદર્શન શલ્ય સુધીના પાપોમાં પ્રવૃત્ત રહે છે. ઉપરોક્ત પ્રાણીઓમાં કોઈને મન અને વાણી નથી છતાં પણ તે સંપૂર્ણ પ્રાણીઓને અને સંપૂર્ણ સત્વોને દુઃખ આપવાથી, શોક કરાવવાથી, ક્ષીણ કરવાથી, તાપ આપવાથી, પીડિત કરવાથી, પરિતાપ આપવાથી, અને એક જ સાથે દુખ, શોક, પરિતાપ, વધ, બન્ધન આદિ પાપકમાંથી નિવૃત્ત થયા નથી. આ કારણથી તે પ્રાણી અસંજ્ઞી હોવા છતાં પણ દિવસ-રાત પ્રાણાતિપાતમાં તથા પરિગ્રહમાં તેમજ મિથ્યાદર્શન શલ્ય સુધીના પાપોમાં વર્તનારા કહેવાય છે. વસ્તુતઃ બધી યોનિમાં ઉત્પન્ન થતા પ્રાણીઓ સંજ્ઞીથી અસંગીમાં અથવા અસંજ્ઞીમાંથી સંજ્ઞીમાં આવે છે. તે સંજ્ઞી અથવા અસંજ્ઞી બનીને ત્યાં પાપકર્મને પોતાથી પૃથક પૃથક નહિ કરીને તથા તેમને ખંખેર્યા વિના, તેમનું છેદન કર્યા વિના, તેમનો પસ્તાવો કર્યા વિના તે જીવો અસંશીના શરીરમાંથી સંજ્ઞીના શરીરમાં, અથવા સંસીના શરીરમાંથી અસંજ્ઞીના શરીરમાં સંજ્ઞીના શરીરમાંથી સંજ્ઞીના શરીરમાં, અસંજ્ઞીના શરીરમાંથી અસંશીના શરીરમાં આવે છે. આ સંજ્ઞી કે અસંજ્ઞી. બધા પ્રાણીઓ મિથ્યાચારી અને શઠતાપૂર્ણ હિંસાત્મક ચિત્તવૃત્તિવાળા અને પ્રાણાતિપાતથી લઈ મિથ્યાદર્શન શલ્ય પર્યન્ત અઢારે પાપોનું સેવન કરનાર હોય છે. તેથી ભગવાને તેમને અસંગત, અવિરત, પાપોનો પ્રતિઘાત કે પ્રત્યાખ્યાન ન કરનાર, સક્રિય, અસંવૃત, એકાન્ત, સાવધ પ્રવૃત્તિવાળા, એકાત્ત અજ્ઞાની અને એકાન્ત સુષુપ્ત કહ્યા છે. ભલે તે અજ્ઞાનીઓના મન, વચન, કાયાની વક્રતા વગર વિચાર્યે થતી હોય અને તે Page #99 -------------------------------------------------------------------------- ________________ 208 સુથગડો-૨૪-૭૦૩ અજ્ઞાનીઓ સ્વપ્નદર્શન જેટલી પણ વ્યક્ત ચેતનાવાળા ન હોય તો પણ તેઓ પાપકર્મનો તો બન્ધ કરે જ છે. 7i04] પ્રશ્નકતાં પ્રશ્ન કરે છે કે તો મનુષ્યો શું અને શું કરતાં, કરાવતા ને કેવી રીતે સંયત વિરત અને પાપનો પ્રતિઘાત અને પ્રત્યાખ્યાન કરનાર બને છે? તે કહો? આ વિષયમાં શ્રી તીર્થંકર પૃથ્વીકાયથી માંડી ત્રસકાય સુધીના છ પ્રકારના પ્રાણીઓના સમૂહને અનુષ્ઠાનોનું કારણ કહેલ છે. જેવી રીતે દડા વડે તે પૃથ્વીકાયથી ત્રસકાય સુધી હાડકાં વડે, ઠીકરા વડે, મુકી વડે, કે કવાલ વડે મને કોઈ મારે કે ઉપદ્રવ કરે, અરે ! એક વાડું ખેંચી લે તો પણ હું હિંસાજનક દુઃખ અને ભયથી વ્યાકુળ બનું છું. તે પ્રમાણે બધા પ્રાણીઓને એવો જ દુખનો અનુભવ થાય છે. એવું જાણીને બધા પ્રાણીઓ યાવતુ બધા સત્વોમાંથી કોઈની પણ ઘાત ન કરવી જોઈએ. યાવતુ ઉપદ્રવ ન કરવો જોઈએ, આજ ધર્મ ધ્રુવ છે, નિત્ય છે અને સનાતન છે, શાશ્વત છે, અને સમસ્ત લોકના દુઃખને જાણીને ભગવાને તે કહેલો છે. તેવું જાણી સાધુ પુરુષે પ્રાણાતિપાતથી માંડી મિથ્યાદર્શન શલ્ય. સુધીના અઢારે પાપોથી વિરત બનવું જોઈએ. તે સાધુ દાતણ કે બીજા સાધનોથી દાંત સાફ ન કરે તથા આંખોમાં અંજન પણ ન જે. દવા લઈ વમન ન કરે, ધૂપથી વસ્ત્રાદિને સુગંધિત ન કરે. તે સાધુ અક્રિય, અહિંસક અક્રોધી યાવત્ અલોભી તથા ઉપશાંત અને પાપરહિત બનીને રહે. ભગવાને આવા સંયમીને સંયત, વિરત, પાપકમોંનો પ્રતિઘાત અને ત્યાગ કરનાર, અક્રિય, સંસ્કૃત અને એકાન્ત પંડિત કહ્યા છે. એમ હું કહું છું. અધ્યયન-૪-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ | ( અધ્યયન-૫-આચારકૃત ) 705 કશળ બુદ્ધિવાળા આશુપ્રજ્ઞ પુરુષ અને આ અધ્યયનના વાક્યોને તથા બ્રહ્મચર્યને ધારણ કરીને કદી પણ આ ધર્મમાં અનાચારનું સેવન કરે નહિ. - 706-707 વિવેકી પુરુષ આ જગતને અનાદિ અને અનંત જાણીને તેમને એકાન્ત શાશ્વત કે એકાન્ત અશાશ્વત નિત્ય અથવા અનિત્ય ન માને. એકાન્ત નિત્ય અને એકાત્ત અનિત્ય આ બંને પક્ષોથી. લોકનો વ્યવહાર થઈ શકતો નથી. તેથી એ બન્ને પક્ષોના આશ્રયથી અનાચારનું સેવન થાય છે, એમ જાણવું. [708-709 સર્વજ્ઞના મતને માનનાર સર્વ ભવ્ય જીવો મુક્ત થશે, સર્વ જીવો પરસ્પર વિસશ છે તથા સર્વ જીવો કર્મબન્ધનથી યુક્ત રહેશે, તીર્થકર હંમેશ રહે છે. એવા એકાન્ત વચનો બોલવા નહિ. કારણ કે આ બન્ને પક્ષોથી લોકનો વ્યવહાર થઈ ન શકે. તેથી એ બન્ને પક્ષોના આશ્રયથી અનાચારનું સેવન થાય છે. 310-711] આ જગતમાં એકેન્દ્રિયાદિ મુદ્ર જીવો છે અને હાથી વિગેરે મોટા જીવો પણ છે. તે બન્નેની હિંસાથી સમાન વૈર થાય છે અથવા સમાન વૈર નથી હોતું, એમ એકાન્ત ન કહેવું. આ બન્ને એકાન્ત વચનોથી વ્યવહાર નથી હોતો અને અનાચારનું સેવન થાય છે. . [712-713] જે સાધુ આધાકર્મી આહાર ખાય છે તે પરસ્પર પાપકર્મથી લિપ્ત થાય છે કે અલિપ્ત થાય છે કે અલિપ્ત રહે છે, એમ બન્ને એકાન્ત વચન ન કહે. કારણ કે આ બન્ને એકાન્ત વચનથી વ્યવહારનો નિષેધ છે. અને અનાચારનું સેવન થાય છે. . Page #100 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૨, અધ્યયન-૫, 29 [714-715] આ જે ઔયિક આહારક અને કાર્મણ શરીર છે તે બધા એક જ છે અથવા એકાન્ત રૂપે ભિન્ન ભિન્ન છે. આમ એકાન્ત વચન ન કહેવું. તથા બધા પદાર્થોમાં પદાર્થોની શક્તિ વિધમાન છે અથવા બધા પદાર્થોમાં બધા પદ્યર્થોની શક્તિ નથી, એમ ન કહેવું જોઈએ. કારણ કે આ બન્ને એકાત્ત વચનોથી વ્યવહાર થતો નથી અને અનાચારનું સેવન થાય છે. 7i1-717) લોક કે અલોક નથી, એવો વિચાર કરવો નહિ. પરન્તુ લોક અને અલોક છે. એવું જ્ઞાન કરવું જોઈએ. જીવ અને અજીવ નથી, એવો વિચાર કરવો નહિ. પરતુ જીવ અને અજીવ છે, એવું જ્ઞાન કરવું જોઇએ. ધર્મ અને અધર્મ નથી, એમ વિચારવું નહિ. પરન્તુ ધર્મ અધર્મ છે, એમ માનવું જોઈએ. બન્ધ અને મોક્ષ નથી, એમ વિચારવું નહિ. પણ બંધ અને મોક્ષ છે, એમ માનવું જોઈએ. પુણ્ય અને પાપ નથી, એમ વિચારવું નહિ. પણ પુણ્ય અને પાપ છે, એમ માનવું જોઈએ. [721-723] આશ્રવ અને સંવર નથી, એમ વિચારવું નહિ પણ આશ્રવ અને સંવર છે, એમ માનવું જોઇએ. વેદના અને નિર્જરા નથી, એમ વિચારવું નહિ પણ વેદના અને નિર્જરા છે, એમ માનવું જોઈએ. ક્રિયા અને અક્રિયા નથી, એમ વિચારવું નહિ. પણ ક્રિયા અને અક્રિયા છે, એમ માનવું જોઈએ. [724-726] ક્રોધ અને માન નથી, એમ વિચારવું નહિ, પણ ક્રોધ અને માન છે, એમ માનવું જોઈએ. માયા અને લોભ નથી, એમ વિચારવું નહિ. પણ માયા અને લોભ છે, એમ માનવું જોઈએ. રાગ અને દ્વેષ નથી, એમ વિચારવું નહિ. પણ રાગ અને દ્વેષ છે, એમ માનવું જોઈએ. [727-730] ચાર ગતિવાળો સંસાર નથી. એમ વિચારવું નહિ પણ ચાર ગતિવાળો સંસાર છે, એમ માનવું જોઈએ. દેવ અને દેવી નથી, એમ વિચારવું નહિ પણ દેવ દેવી છે, એમ માનવું જોઈએ. સિદ્ધિ ને અસિદ્ધિ નથી, એમ વિચારવું નહિ, પણ સિદ્ધિ ને અસિદ્ધિ છે, એમ માનવું જોઈએ. સિદ્ધિ જીવોનું સ્થાન નથી, એમ ન માનવું પણ તેમનું સ્થાન છે. એમ માનવું જોઈએ. [731] સાધુ અને અસાધુ નથી, એમ ન માનવું. પણ અધુ અને અસાધુ છે, એમ નિશ્ચય કરવો જોઈએ. [૭૩ર-૭૩૩] કલ્યાણવાનું અને પાપી નથી, એમ ન માનવું પણ કલ્યાણવાનું અને પાપી છે, એમ માનવું જોઈએ. કોઈ એકાંત કલ્યાણવાનું છે. એ એકાન્ત પાપી છે, એવો વ્યવહાર હોતો નથી. તથાપિ મૂર્ખ હોવા છતાં પોતાને પંડિત માનનાર શાક્ય વિગેરે જાણતા નથી કે એકાન્ત પક્ષના આશ્રયે કર્મબન્ધ થાય છે. 734] જગતુના પદાર્થો એકાન્ત નિત્ય છે કે એકાન્ત અનિત્ય છે તથા સર્વ જગતુ દુબરૂપ છે, તથા અપરાધી પ્રાણી વધ્ય છે કે અવધ્ય છે, એવું કથન સાધુ ન કરે. [૭૩પ યતનાવાળા ને સાધુજીવન જીવવાવાળા સાધુ દેખાય છે માટે સાધુ મિથ્યા વ્યવહારથી જગતુને ઠગીને આજીવિકા કરે છે, એવી દ્રષ્ટિ રાખવી નહિ. 73s] અમુક પાસેથી દાન મળે છે કે અમુક પાસેથી નથી મળતું, એમ બુદ્ધિમાનું સાધુ ન કહે. પરંતુ જેથી શાંતિમાર્ગ (મોક્ષ માગ)ની વૃદ્ધિ થતી હોય એવું વચન કહે. [737] આ અધ્યયનમાં કહેલ આ જિનેન્દ્રોક્ત સ્થાનો વડે સંયત મુનિ Jahreddeation International Page #101 -------------------------------------------------------------------------- ________________ - - 210 સૂયગડો-૨ રા-૭૩૮ આત્મવૃષ્ટિને ધારણ કરે અને જ્યાં સુધી મુક્તિ ન મળે ત્યાં સુધી તેમાં સંયમશીલ બની રહે. એમ હું કહું છું. અધ્યયન-૫-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ] (અધ્યયન-દ-આર્તકીય ) [738] ગોશાલક- હે આદ્રક ! હું કહું છું તે સાંભળો. શ્રમણ મહાવીર પહેલા એકાન્તમાં વિચારતા હતા અને તપસ્વી હતા અને હવે તેઓ અનેક ભિક્ષુઓને સાથે રાખીને પૃથક-પૃથક વિસ્તારપૂર્વક ધર્મનો ઉપદેશ આપે છે. [73-74] તે ચંચળ ચિત્તવાળા મહાવીર સ્વામીએ પોતાની આજીવિકા સ્થાપિત કરી છે કે જેથી તેઓ સભામાં જઈને ઘણા ભિક્ષુઓની મધ્યમાં ઘણા માણસોના યોગ્ય આશયને કહે છે. તેમનો વ્યવહાર પ્રથમના વ્યવહાર સાથે મેળ ખાતો નથી. તેથી કાંતો મહાવીરસ્વામીનો એકાન્તવાસનો વ્યવહાર સારો હોઈ શકે અથવા અત્યારનો અનેક માણસો સાથે રહેવાનો વ્યવહાર સારો હોઈ શકે. પરંતુ બને વ્યવહાર સારા હોઈ શકે નહિ. કેમકે બન્નેમાં પરસ્પર વિરોધ છે. આદ્રક- ભગવાન મહાવીર સ્વામી પહેલા પણ એકાન્તનો જ અનુભવ કરતા હતા, અત્યારે પણ એકાન્તનો અનુભવ કરે છે અને ભવિષ્યમાં પણ એકાન્તનો જ અનુભવ કરશે. [741-742] ત્રસ અને સ્થાવર પ્રાણીઓના કલ્યાણકારી એવા શ્રમણ અને માહન ભગવાન મહાવીર સ્વામી કેવળજ્ઞાન દ્વારા સંપૂર્ણલોકને જાણીને સર્વજીવોના કલ્યાણ માટે હજારોની મધ્યમાં ધર્મકથા કરતા હોવા છતાં પણ એકાંતનો જ અનુભવ કરે છે. કારણ કે તેમની ચિત્તવૃત્તિ એવા પ્રકારની જ છે. ભગવાનને ધમપદેશ કરવામાં દોષ લાગતો નથી. કારણ તેઓ ક્ષાન્ત. દાન્ત, જિતેન્દ્રિય અને ભાષાના દોષોને ટાળનાર છે. તેથી ભગવાનૂ ભાષાનું સેવન કરે છે તે ગુણ જ છે, દોષ નથી. | [343] કર્મથી દૂર રહેનારા ભગવાન મહાવીર શ્રમણો માટે પાંચ મહાવ્રતો અને શ્રાવકો માટે પાંચ અણુવ્રતોના પ્રહણનો, પાંચ આશ્રવોના ત્યાગનો અને સંવરનો ઉપદેશ કરે છે. અને પૂર્ણ સાધુપણામાં વિરતિની શિક્ષા આપે છે, 7i44] ગોશાલક- અમારા મતમાં ઠંડાપાણી, બીજકાય. આધાકર્મી આહાર, અને સ્ત્રીઓના સેવનમાં પણ એકાન્તચારી તપસ્વીને પાપ થવાનું માન્યું નથી. 7i45-747 આર્તક- કાચું પાણી, બીજકાય, આધાકર્મી આહાર અને સ્ત્રીસેવન કરનાર ગૃહસ્થો છે, પણ શ્રમણ નથી. બીજ, ઠંડું પાણી, અને સ્ત્રીઓનું સેવન કરનાર પુરુષ પણ શ્રમણ હોત તો ગૃહસ્થો પણ શ્રમણ મનાત, કારણ તેઓ પણ તેમનું સેવન કરે છે. જે ભિક્ષ બીજ અને કાચા પાણીનો ભોગી છે અને જીવનની રક્ષા માટે ભિક્ષાવૃત્તિ ધારણ કરે છે, તે પોતાની જ્ઞાતિનો સંસર્ગ છોડીને પણ પોતાના શરીરનો જ પોષક છે. તે કમનો અન્ત કરનાર બની શકતો નથી. 7i48] ગોશાલક-એવું કહીને તમે સમસ્ત પ્રવાદીઓની નિંદા કરો છો. બધા પ્રવાદીઓ પોતાના સિદ્ધાન્તને જુદા જુદા બતાવીને પણ પોતાના દર્શનને શ્રેષ્ઠ કહે છે. ૭િ૪૯-૭પ૧] આર્તક-શ્રમણો અને બ્રાહ્મણો પરસ્પર એક બીજાની નિંદા કરીને. પોતપોતાના દર્શનનો સ્વીકાર કરવામાં સિદ્ધિ અને પર પક્ષના સ્વીકારવામાં અસિદ્ધિ - Page #102 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૨, અધ્યયન-s, બતાવે છે. માટે હું તેમની આ એકાંત દૃષ્ટિની જ નિંદ્ય કરું છું, અન્ય કંઈ જ નહિ. અમે કોઈના રૂપ કે વેશ વિગેરેની નિંદા કરતા નથી. પરંતુ અમારા દર્શનના માર્ગનો પ્રકાશ કરીએ છીએ. એ માર્ગ સર્વોત્તમ છે અને આ સત્પરષોએએ તેને નિર્દોષ કહ્યો છે. ઊંચી નીચી અને તિરછી દિશામાં સ્થિત ત્રસ અને સ્થાવર પ્રાણીઓની હિંસાથી ધૃણા કરનાર સંયમી પુરુષ આ લોકમાં કોઈની પણ નિંદા કરતા નથી. - ઉિપર-૭પ૩] ગોશાલક-તમારા શ્રમણ ભગવાનુ મહાવીર ઘણા ડરપોક છે. તેથી જ્યાં આગંતુક લોકો ઊતરતા હોય એવા ગૃહો કે આરામગૃહોમાં નિવાસ કરતા નથી. કારણકે તેઓ વિચારે છે કે આવા સ્થાનોમાં ઘણા મનુષ્યો કોઈ જૂન, કોઈ અધિક જાણનારા, કોઈ વક્તા તથા કોઈ મૌની નિવાસ કરે છે. કોઈ બુદ્ધિમનુશિક્ષિત, મેધાવી તથા સૂત્ર અને અર્થનો પારંગત બીજે સાધું મને કાંઈ ન પૂછી બેસે! એવી આશંકા કરીને મહાવીર સ્વામી ત્યાં જતા નથી. ૭િ૫-૭પપ આર્દકભગવાન મહાવીર સ્વામી નિમ્પ્રયોજન કાર્ય કરતા નથી. બાળકની જેમ વિચાર કર્યા વિના કંઈ કરતા નથી. તેઓ રાજાના અભિયોગથી પણ કોઈ પ્રવૃત્તિ કરતા નથી તો બીજાના ભયની તો વાત જ શી? તેઓ પ્રશ્નના ઉત્તર આપે પણ છે અને નથી પણ આપતા. તેઓ આર્યોના કલ્યાણ માટે તથા પોતાના તીર્થંકર નામકર્મના ક્ષયને માટે ધમપદેશ આપે છે. આશુ- પ્રજ્ઞ ભગવાન મહાવીર સ્વામી ત્યાં જાય કે ન જાય, પરંતુ સમતાથી પ્રશ્નોના ઉત્તર આપે છે. પરંતુ અનાર્ય લોકો દર્શનથી જ ભ્રષ્ટ છે એવું જાણી ભગવાનું તેમની પાસે જતા નથી. 1 [૭પ૬] ગોશાલક-હે આદ્રકુમાર! ત્યારે તો મને એમ લાગે છે, કે જેમ કોઈ વણિક સ્વાર્થ બુદ્ધિથી લાભની ઈચ્છાથી મહાજનોનો સંગ કરે છે, તેમ તમારા જ્ઞાતપુત્ર શ્રમણ પણ એવા જ છે. [૭પ૭-૭૦] આર્તક-ભગવાન મહાવીર સ્વામી નવા કર્મ કરતા નથી અને જૂનાં કર્મોનું પણ કરે છે. તેઓ કહે છે, પ્રાણી કુમતિને છોડીને જ મોક્ષ પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે મોક્ષનું વ્રત કહ્યું છે. આવા મોક્ષની ઈચ્છાવાળા ભગવાન છે એમ હું કહું છું. વણિકો તો પ્રાણીઓનો આરંભ કરે છે, પરિગ્રહમાં મમત્વ રાખે છે અને જ્ઞાતિ-સંબંધને ન છોડીને લાભ નિમિત્તે બીજાનો સંગ કરે છે. તે વણિકો ધનના અન્વેષી, મૈથુનમાં આસક્ત અને ભોજનસાગ્રી માટે ભટકનારા હોય છે. તેથી અમે તેમને કામમાં આસક્ત, પ્રેમરસમાં ડૂબેલા અને અનાર્ય કહીએ છીએ. વણિકો આરંભ અને પરિગ્રહને છોડતા નથી પરંતુ તેમાં અત્યન્ત બદ્ધ રહે છે, તેથી તેઓ પોતાના આત્મને દંડ દેનારા છે. જેને તમે તેમનો ઉદય કહો છો. તે વસ્તુતઃ ઉદય નથી, પરંતુ તે ચાતુર્ગતિક સંસારને પ્રાપ્ત કરાવનાર અને દુઃખનું કારણ છે. વળી તે ઉદય કોઈ વખત પણ ન હોય. [761-72) વળી તે વણિકોનો લાભ એકાંત અને આત્યંતિક કહી શકાય નહિ. તેમાં કોઈ ગુણ નથી. પરંતુ ભગવાન જે લાભને પ્રાપ્ત છે તે સાદિ અનંત છે અને બીજા ઓને પણ એવા લાભની પ્રાપ્તિ માટે ઉપદેશ આપે છે. ભગવાનું ત્રાણ કરનાર અને જ્ઞાની છે. ભગવાન કોઈ પણ પ્રાણીની હિંસા ન કરનાર, બધા પ્રાણીઓની અનુકંપાથી યુક્ત, ધર્મમાં સ્થિત અને કર્મના વિવેકના કારણ છે. એવા ભગવાનું મહાવીર સ્વામીને આત્માને દંડનારા વણિક જેવા કહો તે તો તમારા અજ્ઞાનને અનુરૂપ જ છે. Page #103 -------------------------------------------------------------------------- ________________ 212 સૂયગડો-૨-૭૬૩ [73-766] બૌદ્ધ-કોઈ પુરુષ ખોળના પિંડને “એક પુરુષ છે એવું માની લોઢાના શુળમાં પરોવીને અગ્નિમાં પકાવે તો તે પુરુષ અમારા મતમાં પ્રાણી-વધના પાપથી લેવાય છે. તથા અમારા મત પ્રમાણે તે બ્લેચ્છ જો મનુષ્યને ખોળ સમજીને તેને વીંધીને અગ્નિમાં પકાવે અથવા બાળકને તુમડું સમજીને પકાવે, તો તે પ્રાણીઘાતના પાપથી લપાતો નથી. કોઈ પુરુષ મનુષ્યને કે બાળકને ખોળનો પિંડ સમજીને તેને શૂળથી વીંધી અગ્નિમાં પકાવે તો તે પવિત્ર છે અને બુદ્ધ (જ્ઞાની ના પારણાને યોગ્ય છે. અને જે પુરષ હંમેશા બે હાર સ્નાતક ભિક્ષુઓને ભોજન કરાવે છે, તે પુણ્યનો મોટો પુંજ ભેગો. કરીને મહાપરાક્રમી આરોપ્ય નામનો દેવ બને છે. f767-770] આર્દિકગ્સયમી પુરૂષો માટે એ યોગ્ય નથી કે તે પ્રાણીઓનો ઘાત કરીને પાપનો અભાવ બતાવે. એવું કહેવું વક્તા. અને શ્રોતા બંને ને માટે અજ્ઞાનવર્ધક અને અકલ્યાણકારક છે. ઉપર નીચે અને તિરછી દિશામાં ત્રસસ્થાવર પ્રાણીઓના સભાવનું ચિહ્ન જાણીને જીવહિંસાની આશંકાથી વિવેકી પુરુષ હિંસાથી ધૃણ રાખી. વિચારીને બોલે કે કાર્ય કરે તો તેને દોષ કેવી રીતે લાગે? એટલે નથી લાગતો. ખોળના પિંડમાં પુરૂષની પ્રતીતિ અને પુરુષમાં ખોળના પિંડની પ્રતીતિ થવી કદી સંભવે ? કદી નહિ. તેથી એવી પ્રતીતિ થવી એમ કહેનાર અનાર્ય ને અસત્યવાદી છે. જે વચન બોલવાથી પાપ લાગે છે, એવું વચન કદી ન બોલવું જોઈએ, તમારા પૂર્વોક્ત વચનો ગુણોનું સ્થાન નથી. તેથી દીક્ષિત પુરુષ એવા નિસાર વચન બોલે નહિ. [771-773] અહો ભિક્ષુઓ ! તમો એજ પદાર્થોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. તમે જ જીવોના કર્મફળનો સારી રીતે વિચાર કર્યો છે. પૂર્વ સમુદ્રથી પશ્ચિમ સમુદ્ર સુધી તમારો જ યશ ફેલાયેલ છે. તેમજ હથેલીમાં રાખેલી વસ્તુની જેમ જગતને જોયું છે ! જીવોની પીડાનો આવી રીતે વિચાર કરી શુદ્ધ અન્નનો જ સ્વીકાર કરે છે અને છળ-કપટથી જીવિકા ચલાવનાર બનીને માયાવાળા વચન બોલતા નથી. આ જૈન શાસનમાં સંયમી પુરુષોનો આજ ધર્મ છે. (તમારા કહેવા પ્રમાણે) જે પુરુષ બે હજાર સ્નાતક ભિક્ષુઓને પ્રતિદિન ભોજન કરાવે છે તે લોહીથી ભરેલા લાલ હાથવાળો અસંયમી પુરુષ આ લોકોમાં નિંદા પ્રાપ્ત કરે છે. [774-77] (એ બૌદ્ધ મતને માનનારા) પુરુષ માંસલોહીથી પુષ્ટ સ્થૂલ ઘેટાંને મારીને બૌદ્ધ ભિક્ષુઓના ભોજન માટે વિચારીને તેના માંસને મીઠું અને તેલ સાથે રાંધીને પીપળ વિગેરે મસાલાથી વઘારે છે. અનાર્ય કાર્ય કરનારા અજ્ઞાની રસલોલુપી બૌદ્ધ ભિક્ષુઓ ખૂબ માંસ ખાઈને પણ એવું કહે છે કે અમે પાપથી લેવાતા નથી. જેઓ આવા પ્રકારનું માંસ ભોજન કરે છે તે અજ્ઞાની માણસો પાપનું સેવન કરે છે. કુશળ પુરુષ એવું માંસનું ભોજન કરવાની ઈચ્છા પણ કરતા નથી અને માંસભક્ષણમાં દોષ નથી, એવા કથનને મિથ્યા માને છે. 777-778] તેથી ભગવાન મહાવીરના શિષ્ય ઋષિગણ સંપૂર્ણ પ્રાણીઓની દયા માટે હિંસાદોષને ટાળીને તથા સાવધની આશંકાથી પોતાને માટે બનાવેલા ભોજનનો ત્યાગ કરે છે. પ્રાણીઓના ઉપમર્દનની આશંકાથી સાવધ અનુષ્ઠાનને વર્જિત કરનાર સાધુ : પુરુષ સર્વે પ્રાણીઓને દંડ દેવાનું છોડીને આવા પ્રકારનો આહાર કરતા નથી. અમારા ધર્મમાં સંયમીઓનો એ જ ધર્મ છે. Page #104 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૨, અધ્યયન-s, 213 779] આ નિર્ચન્થ-ધર્મમાં સ્થિત જ્ઞાની અને શીલસમ્પન્ન મુનિ પૂર્વોક્ત સમાધિમાં સ્થિર રહીને માયારહિત બનીને સંયમનું અનુષ્ઠાન કરે તો અત્યન્ત પ્રશંસા પ્રાપ્ત કરે છે. [38] વેદવાદી-જે બે હજાર સ્નાતક બ્રાહ્મણોને નિત્ય ભોજન કરાવે તે પુરુષ મહાન પુણ્ય-પુંજ સંચય કરીને દેવ બને છે, એ વેદનું કથન છે. 781-782] આદ્રક-ભોજન મેળવવા માટે ક્ષત્રિયાદિ કુળોમાં ભટકનારા બે હજાર સ્નાતક ભિક્ષુઓને જે નિત્ય ભોજન કરાવે છે તે પુરુષ માંસલોલુપી પ્રાણીઓથી પરિપૂર્ણ નરકમાં જાય છે અને ત્યાં તીવ્ર તાપ ભોગવતો નિવાસ કરે છે. દયાપ્રધાન ધર્મની નિંદા અને હિંસાપ્રધાન ધર્મની પ્રશંસા કરનાર રાજા હોય કે અન્ય કોઈ એક પણ શીલરહિત બ્રાહ્મણને ભોજન કરાવે છે, તે અંધકારયુક્ત નરકમાં જાય છે તો પછી દેવતા થવાની તો વાત જ ક્યાં રહી? [783-784 એકદંડી-અમે અને તમે બને ત્રણે કાળમાં સમાન ધર્મમાં સ્થિત છીએ. આપણા બંનેના ધર્મમાં આચારશીલ પુરુષને જ્ઞાની કહ્યો છે. અને અમારા અને તમારા બન્નેના મતમાં સંસારના સ્વરૂપમાં પણ કોઈ ભેદ નથી. આત્મા અવ્યક્ત છે ઈન્દ્રિયોનો વિષય નથી. તે સાથે સર્વ લોકવ્યાપી. શાશ્વતનિત્ય છે, અક્ષય અને નાશરહિત છે. જે પ્રમાણે ચંદ્રમાં તારાઓ સાથે સંપૂર્ણરૂપે સંબંધ કરે છે તે પ્રમાણે જીવાત્મા સર્વ ભૂતોમાં સંપૂર્ણ રૂપે કહે છે. [785-788] આર્દક-હે એકદંડીઓ ! તમારા મત પ્રમાણે સર્વવ્યાપી હોવાના કારણે સુભગ અને દુર્ભગ વિગેરે ભેદ કોઈ શકતો નથી તથા જીવાત્મા પોતાના કર્મથી પ્રેરિત નાના પ્રકારની ગતિઓમાં જાય છે. એવું પણ તમારા સિદ્ધાન્તમાં સંગત થઈ શકે નહિ. તથા બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને સૂદ્રનો ભેદ તથા કીડા, પક્ષી, સરીસૃપ, મનુષ્ય અને દેવતા વિગેરે ગતિઓનો ભેદ પણ સિદ્ધ થતી નથી. આ લોકને કેવલજ્ઞાન દ્વારા જણ્યા વિના જે અજ્ઞાન અવસ્થામાં ધર્મનું પ્રવર્તન કરે છે તે સ્વયં નષ્ટ જીવ પોતાને અને બીજાને પણ આ ભયંકર સંસારમાં નષ્ટ કરે છે. પરંતુ જે કેવલજ્ઞાનથી સમાધિયુક્ત બનીને પરલોકના સ્વરૂપને યથાર્થ જાણે છે અને સાચા ધર્મનો ઉપદેશ કરે છે, તે પુરુષ પોતાને અને બીજાને પણ સંસારથી પાર ઉતારે છે. હે આયુષ્યમાનું! આ લોકમાં જે નિંદનીય આચરણ કરે છે અને જે પુરુષ ઉત્તમ આચરણ કરે છે તે બન્નેને પોતાની મતિથી સમાન બતાવે અથવા શુભ અનુષ્ઠાન કરનારને અશુભ આચરણ કરનાર અને અશુભ આચરણ કરનારાને શુભ આચરણ કરનાર કહે છે તે વિપરીત પ્રરૂપણા કરે છે. 789] હસ્તિતાપસ-અમે બીજા બધા જીવોની દયા માટે વર્ષમાં એક વાર એક મોટા હાથીને મારીને વર્ષ પર્યન્ત તેના માંસથી અમારું ગુજરાન ચલાવીએ છીએ. 7i90-791 આર્તક-વર્ષમાં એક વાર પ્રાણીને મારનાર તમે પણ પાપથી નિવૃત્ત થયા નથી, તમે જો પોતાને નિષ્પાપ માનો તો શેષ જીવોના ઘાતમાં પ્રવૃત્તિ ન કરનાર, ગૃહસ્થો પણ એ અપેક્ષાથી દોષ-વર્જિત કેમ ન માનવામાં આવે ? શ્રમણવ્રતમાં સ્થિત થઈને જે પુરુષ વર્ષમાં એકવાર એક પણ પ્રાણીને મારે તે પણ અનાર્ય કહેવાય છે. તેવા પુરુષને કેવળજ્ઞાન પ્રાપ્ત થઈ શકતું નથી. [72] તત્ત્વદર્શી ભગવાનની આજ્ઞાનુસાર આ શાંતિમય ધર્મ અંગીકાર, Page #105 -------------------------------------------------------------------------- ________________ - 214 સૂયગડો-૨-૯૨ કરીને અને તેમાં સારી રીતે સ્થિત થઈને મન-વચન અને કાયાથી મિથ્યાત્વની નિંદા કરનાર પુરુષ પોતાની તથા બીજાની રક્ષા કરે છે, મહા દુસ્તર સમુદ્ર જેવા આ સંસારને પાર કરવા માટે વિવેકી પુરુષોએ સમદર્શન જ્ઞાન, ચારિત્રરૂપ આ ધર્મને ગ્રહણ કરવો : જોઈએ અને તેનો જ ઉપદેશ આપવો જોઈએ એમ હું કહું છું. [અધ્યયન-દ-નીમુનિદીપરનગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ] અિધ્યયન9-નાલંદીય f73 તે કાલ અને તે સમયમાં રાજગૃહ નામનું નગર હતું. તે દ્વિ-સમૃદ્ધિથી પરિપૂર્ણ અને સુંદર હતું. તે રાજગૃહનગરની બહાર ઈશાન કોણમાં નાલંદાનામનું એક નાનું ગામ હતું, તે ગામ અને ભવનોથી સુશોભિત અને સુંદર મનોહર હતું. 7i94] તે રાજગૃહની બહાર નાલંદા ગામમાં લેપ નામનો એક ગૃહસ્થ નિવાસ કરતો હતો. તે ઘણો ધનવાન, તેજસ્વી અને સર્વત્ર પ્રસિદ્ધ હતો. તે મોટા મોટા ભવનોથી. શયન, આસન, વાનો અને વાહનોથી પરિપૂર્ણ હતો. તે ઘણા ધન-સુવર્ણ અને ચાંદીવાળો હતો. તેમને ત્યાં ઘણાં માણસોને અશન પાણી આપવામાં આવતા હતાં. તે ઘણા દાસ, ઘસી, ગાય, ભેંસ, અને ઘેટાનો સ્વામી હતો. તે ઘણા માણસોથી પણ પરાભવ પામે તેમ ન હતો. તે લેપ નામનો ગાથાપતિ શ્રમણોપાસક હતો. તે જીવ-અજીવ આદિ નવ તત્ત્વનો જાણનાર હતો. તે નિર્ચન્જ પ્રવચનમાં શંકારહિત, અન્ય દર્શનની કાંક્ષાથી રહિત ને વિચિકિત્સાથી રહિત હતો. તે વસ્તુસ્વરૂપને જાણનાર હતો. તેણે મોક્ષમાર્ગ સ્વીકારેલ હતો. પ્રશ્નો વડે પદાર્થોને સારી રીતે સમજેલો હતો. તેનું અંતઃકરણ સમ્યકત્વથી વાસિત હતું. અને તેમની હાડની મજ્જામાં પણ ધર્મનો અનુરાગ હતો. તેને ધર્મ સંબંધી કોઈ પૂછતું તો એ જ કહેતો કે હે આયુષ્યમનું! આ નિગ્રન્થ-પ્રવચન જ સત્ય છે. એ જ પરમાર્થ છે, અને બાકી બધું અનર્થ છે.” તેનો નિર્મળ યશ જગતમાં ફેલાયેલો હતો અને દુઃખી માટે તેમના ઘરના દ્વાર સદા ખુલ્લા રહેતા હતા. રાજાઓના અંતઃપુરમાં પણ તેનો પ્રવેશ બંધ ન હતો. તે હંમેશા ચતુર્દશી, અષ્ટમી, અને પૂણિમાં આદિ તિથિઓમાં પરિપૂર્ણ પોષધવ્રતનું સમ્યફ પ્રકારે પાલન કરતો હતો. તે શ્રમણ નિર્ચન્થોને શુદ્ધ અને એષણીય અંશન, પાન, ખાદ્ય અને સ્વાદ્યનું દાન કરતો હતો. અને અનેક શીલવ્રત, ગુણવ્રત, વિરમણ, પ્રત્યાખ્યાન, પોષધ અને ઉપવાસ વડે આત્માને ભાવિત કરતો વિચરતો હતો. [795 નાલંદા ઉપનગરની બહાર ઉત્તર-પૂર્વદિશામાં તે લેપ ગાથાપતિની “શેષદ્રવ્યા” નામની જળશાળા હતી. તે અનેક પ્રકારના સેંકડો થાંભલાઓથી યુક્ત, મનોહર, ચિત્તહર્ષક તથા ઘણી સુંદર હતી. તે જળાશયની ઉતરપૂર્વ દિશામાં હસ્તિયામ નામનું કૃષ્ણવર્ણવાળું રમણીય ઉપવન હતું. તેનું વર્ણન ઉવવાઈ સૂત્રમાં કરેલ વનખંડના વર્ણનની જેમ સમજી લેવું. [9] તે વનખંડના ગૃપ્રદેશમાં ભગવાન ગૌતમ સ્વામી ઊતર્યા હતા. ભગવાનું ગૌતમ સ્વામી નીચે બગીચામાં બિરાજમાન હતા, તે તે સમયે ભગવાન પાર્શ્વનાથ સ્વામીના શિષ્ના સન્તાન મેદાય ગોત્રીય ઉદક પેઢાલપત્ર નામના નિર્ચન્થ. ભગવાન ગૌતમ સ્વામી પાસે આવ્યા. આવીને તેઓ કહેવા લાગ્યા...હે આયુષ્યમનું Page #106 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૨, અધ્યયન9, 215 ગૌતમ, મારે તમોને કંઈક પ્રશ્ન પૂછવો છે. હે આયુષ્યનું આપે જેવું સાંભળ્યું છે અને નિશ્ચય કર્યો છે તેવું મને કહો. ભગવાન્ ગૌતમ સ્વામીએ પેઢાલપુત્રને આ પ્રમાણે કહ્યું- હે આયુષ્પનું! જો આપનો પ્રશ્ન સાંભળીને અને સમજીને જાણી શકીશ અને ઉત્તર આપી શકીશ તો ઉત્તર આપીશ. ઉદક પેઢાલપુત્રે ભગવાનું ગૌતમ સ્વામીને આ પ્રમાણે કહ્યું [77] આયુષ્યનું ગૌતમ ! કુમાર પુત્ર નામના એક શ્રમણ નિર્મન્થ છે, જે તમારા પ્રવચનની પ્રરૂપણા કરે છે. તેઓ પ્રત્યાખ્યાન માટે તેમની પાસે આવેલા શ્રમણોપાસક ગાથાપતિઓને એવા પ્રત્યાખ્યાન કરાવે છે કે “રાજા વિગેરેના અભિયોગને છોડીને, ગાથાપતિ ચોર-ગ્રહણ વિમોક્ષણ ન્યાયથી ત્રસ પ્રાણીની હિંસા કરવાનો ત્યાગ છે.” પરંતુ આ રીતે પ્રત્યાખ્યાન કરનારા અને કરાવનારા પોતાની પ્રતિજ્ઞાનું ઉલ્લંઘન કરે છે. તેનું શું કારણ છે ? કારણ એ છે કે પ્રાણીઓ પરિવર્તનશીલ છે. તેથી સ્થાવર પ્રાણી સ્થાવર કામ છોડીને ત્રસકાયમાં ત્રસરૂપે ઉત્પન્ન થાય છે અને ત્રસ પ્રાણી ત્રસ કાયને છોડી સ્થાવર કાયમાં સ્થાવર રૂપે ઉત્પન્ન થાય છે. તેમાં સ્થાવર કાયમાં ઉત્પન્ન થયેલાં ત્રણ પ્રાણીઓની હિંસા તે શ્રમણોપાસક દ્વારા, જેણે ત્રસ જીવોની હિંસા ન કરવાની પ્રતિજ્ઞા કરી છે, થઈ જાઈ છે. [798] પરન્તુ આ પ્રમાણે-પ્રત્યાખ્યાન કરવા અને કરાવવા તે સુપ્રત્યાખ્યાન છે. આ પ્રમાણે પ્રત્યાખ્યાન કરનાર અને કરાવનાર પોતાની પ્રતિજ્ઞાનું ઉલ્લંઘન કરતો નથી. તે પ્રત્યાખ્યાન આ પ્રમાણે છે - “રાજાની અભિયોગ છોડીને તથા ગાથાપતિચોર- ગ્રહણ -વિમોક્ષણ ન્યાયથી ત્રસભૂત પ્રાણીઓની હિંસા કરવાનો ત્યાગ છે.” આ પ્રમાણે “સ” પદ પછી “ભૂત” પદ રાખવાથી ભાષામાં દોષ-પરિહારની શક્તિ આવી જાય છે. તેથી તે મનુષ્યના પ્રત્યાખ્યાન નષ્ટ થતા નથી. માટે જે લોકો ક્રોધ કે લોભને વશ થઈને ત્રણ આગળ “ભૂત” શબ્દ જોડ્યા વિના બીજાને પ્રત્યાખ્યાન કરાવે છે, તેઓ પોતાની પ્રતિજ્ઞાનો ભંગ કરે છે અને ન્યાયસંગત નથી. હે આયુષ્યનું ગૌતમ ! મારું આ કથન તમને રૂચિકર લાગે છે? f૭૯૯ભગવાન ગૌતમ સ્વામીએ કરેલું સમાધાન-ભગવાનું ગૌતમ સ્વામીએ ઉદક પેઢાલપુત્રને વાદ (તક) સહિત આ પ્રમાણે કહ્યું- હે આયુષ્પનું ઉદક ! તમારું કથન અમને ઉચિત લાગતું નથી. જે શ્રમણ કે બ્રાહ્મણ તમારા કથન-અનુસાર પ્રરૂપણા કરે છે તે શ્રમણ નિગ્રન્થ યથાર્થ બોલતા નથી. તેઓ તાપ ઉત્પન્ન કરનારી ભાષા બોલે છે. તેઓ શ્રમણ અને શ્રમણોપાસક ઉપર વ્યર્થ કલંક લગાડે છે. તથા જે લોકો પ્રાણી, ભૂત, જીવ સત્વમાં સંયમ કરે છે તેમની ઉપર પણ વ્યર્થ કલંક લગાડે છે. તેનું શું કારણ? કારણ કે બધા પ્રાણીઓ પરિવર્તનશીલ હોય છે, તેથી ત્રસ પ્રાણી ત્રસકાયને છોડીને સ્થાવર કાયમાં સ્થાવર રૂપે ઉત્પન્ન થાય છે અને સ્થાવર પ્રાણીઓ સ્થાવર-કાય છોડીને ત્રસરૂપે ઉત્પન્ન થાય છે. તેમાં જે જીવો ત્રસકાયમાં ઉત્પન્ન થાય તે જીવો પ્રત્યાખ્યાન કરનાર પુરુષ દ્વારા હનન કરવા યોગ્ય નથી. [800] ઉદક પેઢાલપુત્રને વાદ સહિત ભગવાન્ ગૌતમ સ્વામીને આ પ્રમાણે કહ્યું હે આયુષ્યનુ ગૌતમ! જેને તમે ત્રસ કહો છો, તે કયા પ્રાણી છે? તમે ત્રસ પ્રાણીને જ ત્રસ કહો છો કે કોઈ અન્યને? ભગવાન ગૌતમ વાદ સહિત ઉદક પેઢાલપુત્રને કહ્યું હે આયુષ્યનું ઉદક! જેને Page #107 -------------------------------------------------------------------------- ________________ 216 સૂયગડો-૨-૮૦૦ તમે ત્રણભૂત ત્રસ કહો છો તેને અમે ત્રસપ્રાણી કહીએ છીએ અને અમે જેને ત્રસપ્રાણી કહીએ છીએ તેને જ તમે વ્યસભૂત પ્રાણી કહો છો. આ પ્રમાણે આ બંને શબ્દો સમાન અને એકાર્થક છે. તો હે આયુષ્યનું ! શા કારણે તમે “ત્રણભૂત ત્રસ' કહેવાનું શુદ્ધ સમજો છો અને “સ પ્રાણી' કહેવાનું અશુદ્ધ માનો છો? અને તમે શા માટે એકની નિંદા અને બીજાનું અભિનંદન કરો છો ? તમારો પૂવક્ત ભેદ ન્યાયસંગત નથી. વળી ગૌતમ સ્વામી કહે છે કે હે ઉદક! આ જગતમાં એવા મનુષ્યો પણ હોય છે કે જે સાધુ પાસે આવીને કહે છે કે અમે મુંડિત બનીને ગૃહવાસ છોડીને અણગાર બની જઇએ, એટલા સમર્થ નથી, પરંતુ ક્રમશઃ સાધુપણું સ્વીકાર કરીશું અર્થાતું પહેલા સ્કૂલ પ્રાણીઓની હિંસા છોડશું. પછી સમસ્ત સાવઘયોગના પ્રત્યાખ્યાન કરશે. તેઓ મનમાં એવો જ વિચાર રાખે છે. એવો જ નિશ્ચય કરે છે. ત્યાર પછી તેઓ રાજા વિગેરેના અભિયોગ વિગેરે કારણોથી છૂટ રાખીને ચોર-ગ્રહણ વિમોક્ષણ ન્યાયથી ત્રસ પ્રાણીઓની હિંસા ન કરવાની પ્રતિજ્ઞા કરે છે અને સાધુ તે પ્રમાણે પ્રતિજ્ઞા કરાવે છે. આટલો ત્યાગ પણ તેને માટે કુશળ બને છે. 8i01] ત્રસ જીવ પણ ત્રસ, નામકર્મના ફળનો અનુભવ કરવાથી ત્રસ કહેવાય છે અને ત્રણ નામ ધારણ કરે છે. જ્યારે ત્રસ આયુષ્ય ક્ષીણ થઈ જાય છે અને ત્રસકાયમાં તેમની સ્થિતિના હેતુરૂપ કર્મ પણ ક્ષીણ થઈ જાય છે ત્યારે તેઓ તે આવું છોડી દે છે. ત્યાંથી તે સ્થાવર નામકર્મનું ફળ ભોગવવાથી સ્થાવર કહેવાય છે અને જ્યારે તે સ્થાવર આયુ ક્ષીણ થઈ જાય છે અને સ્થાવર કાયમાં તેમની સ્થિતિનો કાળ સમાપ્ત થઈ જાય છે ત્યારે તેઓ તે આયુષ્યને છોડી દે છે અને તે આયુષ્ય છોડીને પુનઃ ત્રસ ભાવને પ્રાપ્ત કરે છે. તેઓ પ્રાણી પણ કહેવાય છે, ત્રસ પણ કહેવાય છે, તેઓ મહાન કાયાવાળા અને લાંબાકાળની સ્થિતિવાળા પણ હોય છે. [802] ઉદક પેઢાલપુત્રને વાદ સહિત ભગવાન ગૌતમ સ્વામીને કહ્યું કે આયુમન ગૌતમ! આવો એક પણ પર્યાય નથી કે જેને ન મારીને શ્રાવક એક જીવની પણ હિંસાવિરતિ રાખી શકે, તેનું શું કારણ? કારણ કે પ્રાણીઓ પરિવર્તનશીલ છે. તેથી કદી સ્થાવર પ્રાણી ત્રસ બની જાય છે અને કી ત્રસ પ્રાણી સ્થાવર બની જાય છે. તે બધા સ્થાવરકાય છોડીને ત્રસકાયમાં ઉત્પન્ન થાય છે, ત્યારે તે સ્થાવરકાયમાં ઉત્પન્ન થયેલા જીવો શ્રાવકો માટે ઘાતને યોગ્ય બને છે. ભગવાન ગૌતમ સ્વામીએ ઉદક પઢાલપુત્રને વાદ સહિત કહ્યું- હે આયુષ્યનું ઉદક ! અમારા વક્તવ્ય પ્રમાણે તમારું કથન સિદ્ધ થતું નથી, પરંતુ તમારા મત પ્રમાણે તે પ્રશ્ન ઊઠે છે. તમારા સિદ્ધાન્તાનુસાર તે પયયનો સંભવ અવશ્ય છે કે જેમાં શ્રમણોપાસક પ્રાણી, ભૂત, જીવ અને સત્વના ઘાતનો ત્યાગ કરી શકે છે. તેનું શું કારણ? તમે કહો છો કે-) પ્રાણીમાત્ર પરિવર્તનશીલ છે. તેથી સ્થાવર પ્રાણી સ્થાવરકાયને છોડીને ત્રસ બને છે અને ત્રણ પ્રાણી ત્રસકાયને છોડીને સ્થાવરકાય બને છે. તે જ્યારે ત્રસકાયમાં ઉત્પન થાય છે ત્યારે તે સ્થાન શ્રાવકો માટે ઘાતને યોગ્ય હોતું નથી. તેઓ પ્રાણી પણ કહેવાય છે અને ત્રસ પણ કહેવાય છે. તેઓ મહાન કાયાવાળા અને લાંબા કાળની સ્થિતિવાળા જીવો પણ થઈ જાય છે. જેની હિંસા કરવાના શ્રમણોપાસકને પ્રત્યાખ્યાન હોય છે. અને જેની હિંસા કરવાના શ્રમણોપાસકને Page #108 -------------------------------------------------------------------------- ________________ ચુસ્કંધ-૨, અધ્યયન-૭, 27 પ્રત્યાખ્યાન નથી તે જીવો (તમારી માન્યતાનું સાર) અલ્પતર બની જાય છે. એ પ્રમાણે શ્રાવક મહાનું ત્રસકાયની હિંસાથી ઉપશાંત અને વિરત બને છે. તેથી તમે અને બીજાઓ જે એમ કહે છે કે જેમાં શ્રમણોપાસક પ્રત્યાખ્યાન કરી શકે એવી પણ પર્યાય નથી, તે તમારું કથન ન્યાયસંગત નથી. [803] ભગવાન્ ગૌતમ સ્વામી કહે છે કે- નિગ્રન્થોને પૂછી શકાય છે કે હે આયુખનું નિર્ચન્હો ! આ જગતમાં કેટલાય એવા મનુષ્યો છે જેઓ આ પ્રમાણે પ્રતિજ્ઞા કરે છે કે જેઓ દીક્ષા અંગીકાર કરીને અને ઘર ત્યાગીને અણગાર બની ગયા છે, તેમને મરણ પર્યન્ત દંડ દેવાનો હું ત્યાગ કરું છું કિન્તુ જે ગૃહસ્થ છે તેમને મરણ પર્યન્ત દેડ દેવાનો ત્યાગ હું કરતો નથી. હવે હું તમને પૂછું છું કે તેમાંથી કોઈ શ્રમણો ચાર, પાંચ કે છે અથવા દશ વર્ષ સુધી થોડા કે ઘણા દેશોમાં વિચરીને શું ફરીથી ગૃહસ્થ બની જાય ખરા? હા બની જાય ખરા નિગ્રન્થો ઉત્તર આપે છે. ભગવાન ગૌતમ સ્વામી પુનઃ પૂછે છે કે તો એ ગૃહસ્થ બની ગયેલા શ્રમણોનો વધ કરવાથી તે પ્રત્યાખ્યાનધારી પુરુષના પ્રત્યાખ્યાનનો ભંગ થાય? નિર્ચન્ય લોકો કહે છે કે નહિ, પ્રત્યાખ્યાનનો ભંગ થતો નથી. શ્રી ગૌતમ સ્વામી- તે પ્રમાણે શ્રમણોપાસકે પણ ત્રસ પ્રાણીઓને દંડ દેવાનો ત્યાગ કર્યો છે. સ્થાવર પ્રાણીઓને દંડ દેવાનો ત્યાગ કર્યો નથી. તેથી (ત્રનો પર્યાય છોડી સ્થાવરમાં આવેલ) સ્થાવર જીવોની હિંસાથી તેના પ્રત્યાખ્યાનનો ભંગ થતો નથી. નિર્ગળ્યો ! આ પ્રમાણે સમજે અને એમ સમજવું જ યોગ્ય છે. ભગવાન ગૌતમ સ્વામીએ કહ્યું. હું નિન્યોને પૂછું છું- હે આયુષ્મન નિર્ગળ્યો! ગાથાપતિ કે ગાથાપતિનો પુત્ર એ પ્રકારના ઉત્તમ કુળમાં જન્મ લઈને ધર્મ સાંભળવા માટે સાધુઓ પાસે આવી શકે છે ? નિગ્રન્થો-હા, આવી શકે છે. ગૌતમ-તેઓને ધમપદેશ આપવો જોઇએ ? નિગ્રન્થો-હા, ધમોપદેશ આપવો જોઈએ. ગૌતમ સ્વામી-શું તેઓ તથા પ્રકારનો ધર્મ સાંભળી અને સમજીને આ પ્રમાણે કહી શકે કે- આ નિર્ચન્જ પ્રવચન જ સત્ય છે, અનુત્તર છે, કેવળજ્ઞાની વડે પ્રરૂપિત છે. અથવા કેવળજ્ઞાનને ઉત્પન્ન કરનાર છે, પરિપૂર્ણ છે, સારી રીતે શુદ્ધ છે, ન્યાયયુક્ત, આત્માના શલ્યોનો નાશ કરનાર, સિદ્ધિનો માર્ગ, મુક્તિનો માર્ગ, નિયણનો માર્ગ નિવણનો માર્ગ, મિથ્યાત્વરહિત, સંદેહ રહિત, અને સર્વ દુખના નાશનો માર્ગ છે. આ ધર્મમાં સ્થિર થઈને જીવો સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે. પરિનિવણિને પામે છે અને સર્વ દુઃખનો અંત કરે છે. તેથી અમે ધર્મની આજ્ઞાનુસાર તેના દ્વારા વિધાન કરેલી રીતિથી ચાલશું, સ્થિર રહેશું, બેસણું, સુઇશું, ખાશું, બોલશું તથા ઊઠીને સંપૂર્ણ પ્રાણી ભૂત જીવ સત્વોની રક્ષા માટે સંયમ ધારણ કરશું? શું આ પ્રમાણે તેઓ કહી શકે ખરા? નિગ્રંથો-હા, કહી શકે છે. ગૌતમ-શું આવા પ્રકારના વિચારવાળા દિક્ષા દેવા યોગ્ય મુંડિત કરવા યોગ્ય, શિક્ષા દેવા યોગ્ય પ્રવ્રજ્યામાં ઉપસ્થિત કરવા યોગ્ય છે ? નિર્ચન્થો-હા, યોગ્ય છે. ગૌતમ-એવા વિચારવાળા પુરુષ શિક્ષા દેવાને યોગ્ય છે ? નિર્ઝન્થો-હા, શિક્ષા દેવા યોગ્ય છે. ગૌતમ-આ વિચારવાળા પુરુષ પ્રવ્રજ્યામાં ઉપસ્થિત કરવા યોગ્ય છે ? Page #109 -------------------------------------------------------------------------- ________________ 218 સૂયગડો- ૨૧-૮૦૩નિર્ચન્હો-હા, અવશ્ય યોગ્ય છે. ગૌતમ-તો શું તેઓ દીક્ષા ગ્રહણ કરીને સમસ્ત પ્રાણીઓને દંડ દેવાનું છોડી દેશે? અથવા છોડી દે છે? નિગ્રન્થોહા, છોડી દેશે અને છોડી દે છે. ગૌતમ-હવે તેઓ દીક્ષાપર્યાયમાં સ્થિત રહી ચાર, પાંચ, છ કે દસ વર્ષ સુધી થોડા કે ઘણા દેશોમાં વિચરી ફરીથી ગૃહસ્થ બની જાય, એમ પણ બને ખરું ? નિર્ચન્હો-હા એમ પણ બની શકે. ગૌતમ તેઓ ગૃહસ્થ બન્યા પછી સંપૂર્ણ પ્રાણી પાવતુ સંપૂર્ણ ભૂતોને દંડ આપવાનું છોડી દે છે? નિગ્રન્થો-આ પ્રમાણે બનતું નથી. આ અર્થ સમર્થ નથી. (અથતુ સાધુપણું છોડી ગૃહસ્થ બનનાર વ્યક્તિ પ્રાણીઓને દંડ આપવાનું પુનઃ શરૂ કરે છે. માટે તે પ્રમાણે બનતું નથી.) ગૌતમસ્વામી-હે નિર્ચન્હો ! તે તે જ જીવ છે જેણે દીક્ષા લીધા પહેલાં અથતિ ગૃહસ્થાવસ્થામાં સંપૂર્ણ પ્રાણી યથાવત્ સત્વોને દંડ દેવાનો ત્યાગ કર્યો ન હતો. તથા તે તે જ જીવ છે જેણે દીક્ષા લીધા પછી સમસ્ત પ્રાણીઓ કાવત્ સત્વોને દંડ દેવાનો ત્યાગ કર્યો હતો તથા તે તેજ જીવ છે કે જે અત્યારે ગૃહસ્થભાવ અંગીકાર કરીને સંપૂર્ણ પ્રાણી યાવતુ સત્વોને દંડ આપવાથી નિવૃત્ત નથી. તે પ્રથમ અસંયમી હતો પછી સંયમી બન્યો અને હવે પાછો અસંયમી બની ગયો. અસંયમીની જીવહિંસાની પ્રવૃત્તિ બંધ હોતી નથી, તેથી તે પુરુષ અત્યારે સંપૂર્ણ પ્રાણી યાવતુ સત્વોને દંડ આપવાનો ત્યાગી નથી. હે નિર્ગળ્યો ! આ પ્રમાણે જ જાણો અને એમજ જાણવું જોઈએ. 804 ભગવાન ગૌતમ સ્વામીએ કહ્યું- હે આયુષ્યનું નિર્ચન્હો ! આ લોકમાં પરિવ્રાજકો કે પરિવ્રાજીકાઓ અન્ય તીર્થમાં રહીને પણ ધર્મ સાંભળવા સાધુ પાસે આવી શકે છે ? નિર્ગળ્યો- હા, આવી શકે છે. ભગવાન ગૌતમ સ્વામી- શું તેમને ધમોપદેશ આવવો જોઇએ ? નિર્ચન્હો- હા, આપવો જોઈએ. ગૌતમ- ધર્મ સાંભળ્યા પછી તેમને વૈરાગ્ય પ્રાપ્ત થાય અને દીક્ષા લેવા ઈચ્છે તો તેમને દીક્ષા આપવી જોઈએ? નિર્ગળ્યો- હા, દીક્ષા આપવી જોઈએ. ગૌતમ- દિક્ષા લીધા પછી તેઓ સાધુના સંભોગ (સાધુઓની પારસ્પરિક વ્યવહારક્રિયા સાથે આહાર કરવો વિગેરે) શું યોગ્ય છે ? નિર્મળ્યો- હા, અવશ્ય યોગ્ય છે. ગૌતમ, તેમાંથી કોઈ થોડો સમય દીક્ષાનું પાલન કરતાં વિચરીને ફરીથી ગૃહસ્થ બની જાય ખરો? નિન્યો- હા, બની જાય. તો પછી તે તથા પ્રકારે (ગૃહસ્થ બનીને) સાધુના સંભોગને (આહારાદિ કરવા) યોગ્ય રહી શકે?નિર્ચન્હો- ના, તે વાત ઉચિત નથી. ગૌતમ સ્વામી- તો હે નિર્ગળ્યોતે તે જ જીવ છે કે જીવની સાથે દીક્ષા લીધા પહેલાં સાધુઓને સંભોગ કરવો કલ્પતો ન હતો. અને હવે જ્યારે તેણે દીક્ષા છોડી દીધી ત્યારે સંભોગ કરવો કલ્પતો નથી. તે જીવ પ્રથમ અશ્રમણ હતો, પછી શ્રમણ બની ગયો અને અત્યારે પાછો આશ્રમણ છે. અશ્રમણ સાથે શ્રમણનો સંભોગ કલ્પતો નથી. હે નિર્મળ્યો! આ પ્રમાણે જ જાણો અને એમ જ જાણવું જોઈએ. - ભગવાન ગૌતમ સ્વામી- કેટલાંક શ્રમણોપાસકો હોય છે. જેઓ નિર્ગળ્યો પાસે એવું કહે છે, અમે પ્રસ્ત્રજ્યા ધારણ કરીને ગૃહસ્થમાંથી અણગાર બનીએ એવું અમારામાં સામર્થ્ય નથી. તેથી અમે ચૌદશ, આઠમ અને પૂર્ણિમા ના દિવસે પરિપૂર્ણ Page #110 -------------------------------------------------------------------------- ________________ 219 શ્રુતસ્કંધ-૨, અધ્યયન-૭, પૌષધવ્રતનું સમ્યક પ્રકારે અનુપાલન કરતાં વિચરશું તથા અમે સ્થૂલ પ્રાણાતિપાતનો ત્યાગ કરશું. સ્થૂલ મૃષાવાદ, સ્થૂલ અદત્તાદાન, સ્થૂલમૈથુન, અને સ્થૂલ પરિગ્રહણનો ત્યાગ કરશું. અમે અમારા માટે કઈ કરવાના કે કરાવવાના પણ પ્રત્યાખ્યાન કરશું. તેઓ તે દિવસોમાં) ખાધા-પિધા વિના, સ્નાન કર્યા વિના અને આસનથી ઊતરીને તે અવસ્થામાં કાળગત બની જાય તો તેમને સમ્યક કાળગત કહેવા જોઈએ. (અથતુિ તેમની સારી ગતિ થઈ છે એમ કહેવું જોઈએ ને?) નિર્મળ્યો- હા, એમ જ કહેવું જોઈએ. ગૌતમ સ્વામી- (તે દેવ બને છે અને પ્રાણી અને ત્રસ પણ કહેવાય છે. મહાકાય અને ચિરકાળની સ્થિતિવાળા હોય છે. (તે પ્રાણીઓનો ઘાત પ્રત્યાખ્યાની શ્રાવકો કરતા નથી) માટે એવા પ્રાણીઓ ઘણા છે, જેમાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન બને છે. જેમના વિષયમાં શ્રમણોપાસકના પ્રત્યાખ્યાન હોતા નથી તે પ્રાણી થોડા છે. તેથી તે શ્રાવક મહાન ત્રસકાયની હિંસાથી નિવૃત્ત થયેલ છે. છતાં તમે લોકો તેમના પ્રત્યાખ્યાનને નિર્વિષય બતાવો છો, તે તમારું મંતવ્ય ન્યાયસંગત નથી. ગૌતમ સ્વામી આ જગતમાં એવા શ્રમણોપાસક હોય છે કે જેઓ નિર્ગળ્યો. પાસે) એવું કહે છે કે અમે પ્રધ્વજ્યા ધારણ કરીને ગૃહસ્થમાંથી અણગાર બનીએ, એવું અમારામાં સામર્થ્ય નથી તથા ચૌદશ, અષ્ટમી, અને પૂર્ણિમા વિગેરે તિથિઓમાં પૂર્ણ પૌષધ વ્રતનું અનુપાલન કરતાં વિચરવા પણ અમે સમર્થ નથી. અમે તો અંત સમયમાં મરણ કાળ આવતાં સંખનાનું સેવન કરીને ભાત પાણીનો ત્યાગ કરીને મરણની ઈચ્છા કર્યા વિના વિચરશું. ત્યારે અમે ત્રણ કરણ અને ત્રણ યોગથી સમસ્ત પ્રાણાતિપાતથી લઈ સમસ્ત પરિગ્રહ સુધીનો ત્યાગ કરશું અને અમારે માટે કાંઈ પણ કરવા-કરાવવાના પ્રત્યાખ્યાન કરશે. યાવતું આસનથી ઊતરી તે અવસ્થામાં કાળગત બની જાય તો તેમને સમ્યક કાળગત કહેવા જોઇએ ? નિર્મન્થો-હા, એમજ કહેવું જોઈએ અથવું તેઓ દેવલોકમાં જાય છે. ભગવાન ગૌતમ-ત્યારે તે પ્રાણી કહેવાય છે અને ત્રસ પણ કહેવાય છે અને ત્રસજીવોની હિંસાથી શ્રાવક નિવૃત્ત થયેલ છે. તેથી શ્રાવકના વ્રતને નિર્વિષય બતાવવું તે તમારું મંતવ્ય ન્યાયસંગત નથી. ભગવાન ગૌતમ પુનઃ કહે છે-આ સંસારમાં કોઈ એવા મનુષ્યો હોય છે, જે મહાનું ઇચ્છાવાળા, મહાન આરંભ કરવાવાળા, મહાન પરિગ્રહ રાખવાવાળા, અધાર્મિક, મહામુશીબતે પ્રસન્ન થવાવાળા (દુષ્યનંદીને જીવન પર્યન્ત સર્વ પરિગ્રહોથી નિવૃત્ત થતા નથી. શ્રમણોપાસકને વ્રતગ્રહણના સમયથી મૃત્યુપર્યત (ત્રસ હોવાથી તેમની હિંસાનો ત્યાગ હોય છે. તે અધાર્મિક પુરુષ કાળના અવસરે આયુષ્ય છોડી દઈને પોતાના પાપકર્મને સાથે લઈને દુગતિ પ્રાપ્ત કરે છે. તેઓ પ્રાણી અને ત્રસ કહેવાય છે. અને મોટા શરીરવાળા તથા દીર્ઘસ્થિતિવાળા હોય છે. તે સંખ્યામાં ઘણા હોય છે. શ્રાવકને વ્રતગ્રહણના સમયથી મરણપર્યન્ત તે પ્રાણીઓને મારવાનું પ્રત્યાખ્યાન છે. તેથી શ્રાવકો પ્રાણીઓની મહાન સંખ્યાને દંડ દેવાથી વિરત થયેલા છે. માટે શ્રાવકોના વ્રતને નિર્વિષય બતાવવું ન્યાયસંગત નથી. ભગવાન ગૌતમ સ્વામી કહે છે. આ સંસારમાં કોઈ એવા મનુષ્યો પણ હોય છે Page #111 -------------------------------------------------------------------------- ________________ 220 સૂયગડો-૨૭-૮૦૪ જેઓ અલ્ય ઇચ્છાવાળા, અનારંભી, અપરિગ્રહી, ધાર્મિક, ધર્મના આચરણની અનુજ્ઞા આપનારા યાવતું પ્રાણાતિપાતથી લઈ પરિગ્રહ સુધીના પાપોથી જીવનપર્યત્ત નિવૃત્ત થયેલા હોય છે. જેમની હિંસાનો શ્રાવકોને વ્રતગ્રહણથી લઈ મરણપર્યન્ત ત્યાગ હોય છે. તે પૂર્વોક્ત ધાર્મિક પુરુષ કાલના અવસરે કાળ કરી, પોતાના પુણ્યકર્મને સાથે લઈને શુભ ગતિમાં દિવલોકમાં જાય છે. તેઓ ત્યાં પણ પ્રાણી અને ત્રસ કહેવાય છે. તે પ્રાણી ચિરકાલ સુધી સ્વર્ગમાં નિવાસ કરે છે. તેમને શ્રાવક દંડ આપતા નથી. એટલા માટે ત્રસના અભાવના કારણે શ્રાવકના વતને નિર્વિષય બતાવવું તો ન્યાયસંગત નથી. ભગવાન ગૌતમ સ્વામી કહે છે આ સંસારમાં કેટલાક એવા મનુષ્યો હોય છે જેઓ અલ્પ ઇચ્છાવાળા, અલ્પ આરંભ અને અલ્પ પરિગ્રહવાળા, ધાર્મિક અને ધર્મની અનુજ્ઞા આપનારા યાવતું પ્રાણાતિપાતથી પરિગ્રહ પર્યન્ત પાપોથી દેશથી વિરત થયેલા હોય છે. શ્રાવકો તેમને વ્રતગ્રહણથી લઈ મરણપર્યન્ત દડ દેવાનો ત્યાગ કરે છે. તેઓ પોતાના વર્તમાન આયુષ્યનો ભોગ કરી, પુણ્ય કર્મને સાથે લઈને શુભગતિ દવલોક)માં જાય છે તેઓ ત્યાં પ્રાણી અને ત્રસ કહેવાય છે. માટે શ્રાવકના વ્રતને નિર્વિષય બતાવવું ન્યાયસંગત નથી. ભગવાન્ ગૌતમ સ્વામી કહે છે. આ જગતમાં કેટલાક મનુષ્યો અરણ્યવાસી-જંગલમાં નિવાસ કરનારા, પર્ણકુટીવાસી, ગામમાં જઈ નિમંત્રણથી ભોજન કરનારા, કોઈ રહસ્યને જાણનારા હોય છે. તેમને શ્રમણોપાસક વ્રત ગ્રહણથી લઇ મરણપર્યન્ત દંડ આપવાનો ત્યાગ કરે છે. તેઓ સંયમી અને સર્વ સાવદ્ય કમોંથી નિવૃત્ત નથી. તેઓ મન કલ્પિત સાચી-ખોટી વાત માણસોને આ પ્રકારે કહે છે. અમે નહિ પણ બીજા મારવા યોગ્ય છે. તેઓ કાલના અવસરે કાળ કરીને અસુર કિલ્કિષી વિગેરે દેવતા બને છે અને ત્યાંથી નીકળી પાછા બકરાની જેમ ખૂંગા અને અંધ બને છે. તેઓ પ્રાણી અને ત્રસ કહેવાય છે. તેઓ શ્રાવકો દ્વારા અવધ્ય હોય છે, માટે શ્રાવકોના વ્રતને નિર્વિષય બતાવવું ન્યાયસંગત નથી. - ભગવાન ગૌતમ સ્વામી કહે છે. આ જગતમાં ઘણા પ્રાણીઓ દીર્ઘજીવી હોય છે, જેઓમાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન હોય છે. તે વ્રતગ્રહણથી લઈ મરણ પર્યન્ત તેમને દંડ દેતા નથી. તે પ્રાણી પહેલાં જ કાળ કરીને પરલોકમાં ચાલ્યા જાય છે. તે પ્રાણી અને ત્રસ પણ કહેવાય છે, તથા તે મહાન શરીરવાળા, ચિરકાળની સ્થિતિવાળા અને દીર્ઘ આયુષ્યવાળા ઘણી સંખ્યામાં હોય છે. તેથી શ્રમણોપાસકનું વ્રત તેમની અપેક્ષાથી સુપ્રત્યાખ્યાન છે, માટે શ્રાવકોના વ્રતને નિર્વિષય બતાવવું ન્યાયસંગત નથી. ભગવાન ગૌતમ કહે છે-કોઈ પ્રાણી સમઆયુષ્યવાળા હોય છે, જેને શ્રમણોપાસક વ્રતગ્રહણના દિવસથી મરણ પર્યન્ત દંડ આપતા નથી. તે પ્રાણીઓ સ્વયમેવ કાળને પ્રાપ્ત થાય છે અને પરલોકમાં જાય છે. તેઓ પ્રાણી પણ કહેવાય તથા ત્રસ પણ કહેવાય છે, તેઓ મહાન શરીરવાળા, સમાન આયુષ્યવાળા અને ઘણી સંખ્યામાં હોય છે, તેથી તેમાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન હોય છે, માટે શ્રાવકોના વ્રતને નિર્વિષય બતાવવું અસંગત છે. ભગવાન ગૌતમ સ્વામી કહે છે. આ જગતમાં કોઈ પ્રાણીઓ અલ્પાયુ હોય છે. Page #112 -------------------------------------------------------------------------- ________________ 22 શ્રુતસ્કંધ-૨, અધ્યયન-૭, તેમને શ્રમણોપાસક વ્રતગ્રહણના દિવસથી મરણપર્યન્ત દંડ આપવાનો ત્યાગ કરે છે. તે પ્રથમથી જ કાળ કરીને પરલોકમાં જાય છે. તે પ્રાણી પણ કહેવાય છે અને ત્રસ પણ કહેવાય છે, તે મહાનું કાયવાળા તથા અલ્પ આયુવાળા. અને ઘણા હોય છે, જેમાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન હોય છે. માટે શ્રાવકના પ્રત્યાખ્યાનને નિર્વિષય બતાવવું ન્યાયસંગત નથી. ભગવાન ગૌતમ સ્વામી કહે છે. કેટલાક શ્રમણોપાસકો નિર્ચન્થને કહે છે કે અમે મુંડિત થઈ દીક્ષા લેવામાં સમર્થ નથી તથા. ચતુર્દશી, અષ્ટમી અને પૂર્ણિમાના દિવસે પરિપૂર્ણ પૌષધનું પાલન કરવા માટે અને મરણ કાળે સંથારો ગ્રહણ કરવા માટે પણ સમર્થ નથી. પરંતુ અમે સામાયિક તથા સમયના પ્રમાણથી દેશાવકાશિક વ્રત ગ્રહણ કરીશું. પ્રતિદિન પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ દિશાઓમાં દેશથી મર્યાદા કરીને મર્યાદા બહારના પ્રાણીઓને દંડ દેવાનું છોડી દેશું. અમે સર્વ પ્રાણી, ભૂત, જીવ અને સત્વ ઉપર ક્ષેમ કરનારા બનશું. વ્રત ગ્રહણ કરવાના સમયથી ગ્રહણ કરેલી મર્યાદિત ભૂમિની બહાર રહેનારા ત્રસ પ્રાણીઓને દંડ આપવાનું શ્રાવકે મરણ પર્યન્ત છોડી દીધું છે. તે પ્રાણીઓ આયુષ્ય પૂર્ણ કરીને મર્યાદા કરેલી ભૂમિની બહાર ત્રસ રૂપે ઉત્પન્ન થાય છે, તો તેમાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન હોય છે. તે પ્રાણી અને ત્રસ કહેવાય છે, માટે શ્રાવકોના વ્રતને નિર્વિષય બતાવવું ન્યાયસંગત નથી. [805 સમીપ ક્ષેત્રમાં સમયાદિત ભૂમિમાં) રહેનારા જે ત્રસ પ્રાણીઓ છે તેમની હિંસાકરવાનો શ્રમણોપાસકે વ્રતગ્રહણના સમયથી મરણ પર્યન્ત ત્યાગ કરેલો છે. તે ત્રસ જીવો આયુષ્યનો ક્ષય થતાં કાળ કરીને સમીપ ભૂમિમાં સ્થાવર-પ્રાણીરૂપે ઉત્પન્ન થાય છે, કે જેમની નિષ્ઠયોજન હિંસા નો ત્યાગ કર્યો છે, પરન્તુ સપ્રયોજન હિંસા નો ત્યાગ નથી. ત્યાં સમીપ દેશમાં રહેનાર જે ત્રસપ્રાણી છે તે દૂરવર્તી દેશમાં ત્રસ અને સ્થાવર પ્રાણીરૂપે ઉત્પન્ન થાય છે. જેમને દંડ આપવાનો શ્રાવકે વ્રત-ગ્રહણના સમયથી લઈ મરણ પર્યન્ત ત્યાગ કર્યો છે, તેથી તે પ્રાણીઓને આશ્રયી શ્રમણોપાસકનું પ્રત્યા- ખ્યાન ચરિતાર્થ થાય છે. તે પ્રાણી અને ત્રસ પણ કહેવાય છે. તેમને શ્રાવકો દંડ દેતા નથી, તેથી શ્રાવકોના પ્રત્યાખ્યાનને નિર્વિષય બતાવવું ન્યાયયુક્ત નથી. સમીપ દેશમાં જે સ્થાવર પ્રાણી છે, જેઓને પ્રયોજન વિના દંડ દેવાનો ત્યાગ કર્યો છે તે સ્થાવર પ્રાણી પોતાના આયુષ્યનો ત્યાગ કરીને ત્યાં સમીપવર્તી ત્રસ પ્રાણી છે, જેને શ્રાવકે વ્રતગ્રહણથી મરણપર્યન્ત દંડ દેવાનો ત્યાગ કર્યો છે, તેમાં ઉત્પન્ન થાય છે. તેમાં શ્રમણોપાસકનું સુપ્રત્યાખ્યાન હોય છે. તે પ્રાણી પણ કહેવાય અને ત્રસ પણ કહેવાય છે. માટે શ્રાવકના પ્રત્યાખ્યાનને નિર્વિષય બતાવવું યોગ્ય નથી. મર્યાદિત ક્ષેત્રમાં જે સ્થાવર પ્રાણી છે, તેમને શ્રમણોપાસકે પ્રયોજનવશ દંડ આપવાનો ત્યાગ કર્યો નથી. પરંતુ વિના પ્રયોજન દંડ આપવાનો ત્યાગ કરેલ છે. ત્યાં મર્યાદિત ક્ષેત્રમાં સ્થાવર જીવ છે. તેમને શ્રમણોપાસકે પ્રયોજનપૂર્વકના દંડનો ત્યાગ. કરેલ નથી પરંતુ વિના પ્રયોજન દંડ આપવાનો ત્યાગ કરેલ છે, તેમાં ઉત્પન્ન હોય છે. તેઓને ત્યાં તે શ્રમણોપાસક પ્રયોજન વશ દંડ આપે છે કિન્તુ વિના પ્રયોજન દંડ આપતા નથી. Page #113 -------------------------------------------------------------------------- ________________ 222 સૂયગડો - ૨-૮oષ માટે શ્રાવકનું પ્રત્યાખ્યાન નિર્વિષય છે એમ કહેવું અનુચિત છે. ત્યાં જે સમીપવત ક્ષેત્રમાં સ્થાવર જીવ છે તેમને શ્રાવકે પ્રયોજનવશ દડ આપવાનો ત્યાગ કરેલ નથી. કિન્તુ વિના પ્રયોજનડ આપવાનો ત્યાગ કરેલ છે, તે યથા સમયે આયુષ્યનો ત્યાગ કરે છે, આયુષ્યનો ત્યાગ કરીને ત્યાં દૂર દેશમાં જે ત્રીસ-સ્થાવર પ્રાણી છે, જેનો શ્રાવકે વ્રત-ગ્રહણથી લઈ મરણપર્યન્ત દંડ આપવાનો ત્યાગ કરેલ છે, તેમાં ઉત્પન્ન થાય છે. તે જીવોના વિષયમાં શ્રાવકના પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન કહેવાય છે અને તે પ્રાણી અને ત્રસ પણ કહેવાય છે, એવી સ્થિતિમાં શ્રાવકના વ્રતને નિર્વિષય કહેવું તે અનુચિત છે. શ્રાવક દ્વારા ગ્રહણ કરેલા દેશપરિમાણથી અન્ય દેશમાં સ્થિત જે ત્રસ અને સ્થાવર પ્રાણી છે તેમને વ્રતગ્રહણ સુધી અથવા યાવતું જીવન સુધી શ્રાવકે દંડ આપવાનો ત્યાગ કરેલ છે. તે પ્રાણી આયુષ્યને છોડે છે અને શ્રાવક દ્વારા ગ્રહણ કરેલ દેશપરિમાણની અંદર ત્રસ પ્રાણીઓના રૂપમાં ઉત્પન્ન થાય છે. જેને શ્રાવકે વ્રતગ્રહણથી મૃત્યુ પર્યન્ત દંડ આપવાનો ત્યાગ કર્યો છે. તે જીવોમાં શ્રાવકનું પ્રત્યાખ્યાન ચરિતાર્થ હોય છે. તે જીવ પ્રાણી અને ત્રસ પણ કહેવાય છે. માટે શ્રાવકનું પ્રત્યાખ્યાન નિર્વિષય છે, એમ કહેવું ઉચિત નથી. ત્યાં જે ત્રસ અને સ્થાવર પ્રાણી શ્રાવક દ્વારા ગ્રહણ કરાયેલ દેશપરિમાણથી અન્ય દેશવર્તી છે, જેનો શ્રાવકે વ્રતગ્રહણના સમયથી લઈ મરણ પર્યન્ત દંડ આપવાનો ત્યાગ કરેલ છે તે, તે આયુષ્યને છોડી દે છે અને આયુષ્યને છોડીને ત્યાં જે સમીપવતી સ્થાવર પ્રાણી છે જેને શ્રાવકે દંડ આપવાનો ત્યાગ કરેલ નથી કિન્તુ અનર્થદંડનો ત્યાગ કરેલ છે, તેમાં તે ઉત્પન્ન થાય છે. જેનો શ્રાવકે અર્થદંડનો ત્યાગ કરેલ નથી પણ અનર્થદંડનો ત્યાગ કરેલ છે. તે જીવ પ્રાણી પણ કહેવાય છે અને ત્રસ પણ કહેવાય છે. માટે શ્રાવકના વ્રતને નિર્વિષય કહેવું ન્યાયસંગત નથી. ગૌતમ સ્વામીએ કહ્યું- જે ત્રસ અને સ્થાવર પ્રાણી શ્રાવકદ્વારા ગ્રહણ કરેલ દેશપરિમાણથી ભિન્ન દેશવત છે, જેઓને શ્રાવકે વ્રત ગ્રહણથી લઈ મરણ પર્યન્ત દંડ આપવાનો ત્યાગ કરેલ છે, તે આયુષ્યને પૂર્ણ કરે છે, પૂર્ણ કરીને તે શ્રાવકદ્વારા ગ્રહણ. કરેલ દેશપરિમાણથી અન્ય દેશવત જે ત્રસ અને સ્થાવર પ્રાણી છે, જેને શ્રાવકે વ્રતગ્રહણથી લઈ મરણ પર્યન્ત દંડ આપવાનો ત્યાગ કરેલ છે, તેમાં ઉત્પન્ન થાય છે. જેથી શ્રાવકના પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન હોય છે. તે જીવ પ્રાણી અને ત્રસ કહેવાય છે માટે શ્રાવકના વ્રતને નિર્વિષય કહેવું તે ન્યાયસંગત નથી. ભગવાન ગૌતમ સ્વામીએ કહ્યું- આયુષ્યનુ ઉદક ! ભૂતકાળમાં એવું બન્યું નથી. ભવિષ્યમાં બનશે નહિ, વર્તમાનકાળમાં બનતું નથી કે સર્વ ત્રસ પ્રાણીઓ વિચ્છિન્ન થઈ જાય અને સર્વ જીવો સ્થાવર બની જાય અથવા સર્વ સ્થાવર જીવો વિચ્છિન્ન થઈ જાય અને સર્વ ત્રસ રૂપ બની જાય. ત્રસ અને સ્થાવર પ્રાણીઓનો સર્વથા વિચ્છેદ ન હોવાથી તમે યા અન્ય લોકો જે કહો છો કે શ્રમણ પાસકનું સુપ્રત્યાખ્યાન થઈ શકે તેવી કોઈ પયય નથી, તે તમારૂં કથન ન્યાયસંગત નથી. [806] ભગવાન ગૌતમ સ્વામી કહે છે- હે આયુષ્યનું ઉદક! જે મનુષ્ય શ્રમણ યા Page #114 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-ર, અધ્યયન-૭, , 227 માહણની નિન્દા કરે છે તે સાધુઓની સાથે મૈત્રી ભલે રાખતો હોય, જ્ઞાન-દર્શનચારિત્ર પામીને પાપકર્મના વિનાશ માટે પ્રવૃત્ત હોય, પણ તે પરલોકનો વિઘાત કરે છે અને જે મનુષ્ય શ્રમણ યા માહણની નિન્દ નથી કરતા પણ મૈત્રી સાધે છે તથા જ્ઞાનદર્શન ચારિત્રને પ્રાપ્તકરી કર્મોના વિનાશ માટે પ્રવૃત્ત થયેલા છે, તે મનુષ્ય નિશ્ચયથી પરલોકની વિશુદ્ધિ માટે સ્થિત છે. આવી વાત સાંભળીને તે ઉદક પેઢાલપુત્ર ભગવાનું ગૌતમ સ્વામીનો આદર ન કરતાં જે દિશામાંથી આવ્યા હતા તે જ દિશામાં જવા તત્પર થયા. ત્યારે ભગવાન ગૌતમ સ્વામીએ કહ્યું- હે આયુષ્યનું ઉદક! જે પુરૂષ તથાભૂત શ્રમણ અને માહણ પાસેથી એક પણ આર્યધાર્મિક સુવચનને સાંભળીને અને સમજીને પછી પોતાની સૂક્ષ્મ બુદ્ધિથી વિચાર કરે છે કે તેમણે મને સર્વોત્તમ કલ્યાણનો માર્ગ પ્રાપ્ત કરાવ્યો છે, તેનો આદર કરે છે. તેને પોતાનો ઉપકારી માને છે. તેમને વંદન નમસ્કાર કરે છે. સત્કાર-સન્માન કરે છે. કલ્યાણ સ્વરૂપ, મંગલસ્વરૂપ, દેવસ્વરૂપ, ચૈત્ય સ્વરૂપ માનીને તેની ઉપાસના કરે છે. - ત્યાર પછી ઉદક પેઢાલપુત્રે ભગવાન ગૌતમ સ્વામીને આ પ્રમાણે કહ્યું- હે ભદેત ! આ પદોને મેં પ્રથમ જાણ્યા ન હતાં, સાંભળ્યાં ન હતાં, તે પદોને હું સમજ્યો ન હતો, તેમને હૃદયંગમ કર્યા ન હતાં. તેથી તે પદો મારા માટે નહિ જોયેલા અને નહિ સાંભળેલા એવા છે. તેવા પદો મારા માટે અવિશાત છે અને અનુષધારિત છે. (સ્મરણ કરેલ નથી). પહેલાં ગુરુના મુખારવિંદથી તેમને પ્રાપ્ત કર્યા ન હતા. તે પદો મારા માટે અપ્રગટ, સંશયરહિત, જ્ઞાત નહિ થયેલો, અનિવહિત અને દયમાં નિશ્ચય કરેલ નથી. તેથી મેં તે પદોમાં શ્રદ્ધા, વિશ્વાસ અને રુચિ કરેલ ન હતી. હે પૂજ્ય! મેં તે પદો હવે જાણ્યા છે, સાંભળ્યા છે, સમજ્યા છે, યાવત્ તેમનો નિશ્ચય કર્યો છે. તેથી હવે હું તેમાં શ્રદ્ધા, પ્રતીતિ અને રચિ કરું છું, જેમ આપ કહો છો તેમજ છે. ત્યારે ભગવાન્ ગૌતમ સ્વામી ઉદક પેઢાલપુત્રને આ પ્રમાણે કહે છે-હે આયુષ્યનું ઉદક! હે આર્ય! જે પ્રમાણે કહીએ છીએ તે પ્રમાણે શ્રદ્ધા કરો, હે આર્ય! એ પ્રમાણે જ રુચિ કરો. ત્યાર પછી ઉદક પેઢાલપુત્રે ભગવાન ગૌતમ સ્વામીને આ પ્રમાણે કહ્યું- હે ભદત ! હું આપની પાસે ચાર ધામ (મહાવ્રત) વાળો ધર્મ છોડીને પાંચ મહાવ્રત યુક્ત ધર્મનો પ્રતિક્રમણ સહિત સ્વીકાર કરીને વિચરવા ઈચ્છું છું. ત્યાર બાદ ભગવાન ગૌતમ સ્વામી ઉદક પેઢાલપુત્રને લઈને જ્યાં ભગવાનું મહાવીર બિરાજમાન હતા ત્યાં આવ્યા. આવીને ઉદક પઢાલપુત્રે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને આદક્ષિણ પ્રદક્ષિણા કરીને ત્રણવાર-વંદન નમસ્કાર કર્યો. વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું હે ભદેત ! હું આપની પાસે ચાર યામવાળા ધર્મને છોડીને પાંચ મહાવ્રતવાળા ધર્મને પ્રતિક્રમણ સહિત સ્વીકારવા ઈચ્છું છું. ત્યારે ભગવાને ઉદક પેઢાલપુત્રને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય! જેમ તમને સુખ ઊપજે તેમ કરો, પ્રતિબન્ધ ન કરો. ત્યાર પછી ઉદક પેઢાલપુત્ર શ્રમણ ભગવાન્ મહાવીર ની પાસે ચાર Page #115 -------------------------------------------------------------------------- ________________ 226 સૂયગડો - 27-806 મહાવ્રતવાળા ધર્મમાંથી પાંચ મહાવ્રતવાળોધર્મ પ્રતિક્રમણ સહિત પ્રાપ્ત કરીને વિચરે છે. એમ હું કહું છું. [અધ્યયન-ન્નીમુનિદીપરનuગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ક થતસ્કંધ-ર-ગુર્જરછાયા પૂર્ણ ક 2 | સૂયગડો-ગુર્જરછાયાપૂર્ણ | બીજું અંગસૂત્ર-ગુર્જરછાયાપૂર્ણ Page #116 -------------------------------------------------------------------------- ________________ ॐ नमो अभिनव नाणस्स 杂杂杂杂杂杂杂杂次 આ આગમ સંપુટના મુખ્ય દ્રવ્યસહાયક સમ્યગુ ઋતાનુરાગી શ્રમણોપાસિકા શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ સપરિવાર, વડોદરા 1-281$K h13 H1c1760