________________ રાયગડો - ૨Jરામદદ ગૃહસ્થાશ્રમનો ભાર વહન ન કરી શકવાને કારણે દિક્ષિત બની સુખી બનવાની ઈચ્છા કરે છે. તેવા સાધુદ્રોહી પાપી પુરુષનું જીવન ધિક્કારને પાત્ર હોવા છતા તે પોતાના જીવનને ઉત્તમ માને છે. તે મૂર્ણ પુરુષ પરલોકનો કાંઈ વિચાર કરતો નથી. તેથી તે દુઃખ, નિંદા, શોક, તાપ, પીડા, પરિતાપ, વધ અને બંધન આદિ કલેશોથી ક્યારે પણ નિવૃત થતો નથી. તે અનેક પ્રકારના આરંભ અને સમારંભ તથા વિવિધ પ્રકારનાં પાપ કર્મ કરી ઉત્તમ-ઉત્તમ મનુષ્ય સંબંધિ ભોગ ભોગવે છે. તે આહારના સમયે આહાર, પાણીના સમયે પાણી, વરના સમયે વસ્ત્ર, વસ્તીને સમયે વસ્તી, શવ્યાના સમયે શવ્યાને ભોગવે છે. તે પ્રાતઃકાળે, મધ્યાહ કાળે અને સાથે કાળે સ્નાન કરી દેવતા આદિની પૂજા કરે છે. તે દેવતાની આરતી કરી મંગલ માટે સુવર્ણ, ચંદન, દહીં, અક્ષત અને દણિ આદિ માંગલિક પદાર્થોનો સ્પર્શ કરે છે. તે શિરસ્નાન કરીને ગળામાં માળા ધારણ કરે છે, તે મણી અને સુવર્ણનાં આભૂષણો અંગો ઉપર પહેરીને, ફૂલમાળાઓ શરીર ઉપર રાખીને, યુવાવસ્થાના કારણે શરીરથી હૃષ્ટપૃષ્ટ બની કમરમાં કંદોરો પહેરી અને છાતી ઉપર ફૂલોની માળાને ધારણ કરીને અત્યન્ત સ્વચ્છ અને ઉત્તમ નવીન વસ્ત્રો પહેરે છે. પોતાના અંગોમાં ચંદનનો લેપ કરે છે. આ પ્રમાણે સજ્જ થઈ, તૈયાર બની મોટા મહેલમાં જાય છે. તે મહાન સિંહાસન ઉપર બેસે છે. ત્યાં આગળ સ્ત્રીઓ આવીને ચારે બાજુ ઘેરી. વળે છે. ત્યાં આખી રાત દીપક જલતા રહે છે, તે સ્થાનમાં નાચ ગાન, વિણા, મૃદંગ, હાથની તાલી, થાય છે. આ પ્રમાણે ઉત્તમોત્તમ મનુષ્યો સંબંધ ભોગો ભોગવતા થકી તે પુરુષ પોતાનું જીવન વ્યતીત કરે છે. તે પુરુષ જ્યારે એક મનુષ્યને આજ્ઞા આપે તો વિના કો ચાર-પાંચ મનુષ્યો ઉપસ્થિત થઈ જાય છે અને કહે છે હે દેવાનુપ્રિય! કહો, અમો આપની શું સેવા કરીએ? શું કાર્ય કરીએ? શું લાવીએ ? શું આપને ભેટ આપીએ ? આપનું શું હિત કરીએ ? તે પુરુષને તેવા પ્રકારના સુખ ભોગવતા જોઈને કોઈ અનાર્ય જીવ કહે છે કે આ પુરુષ તો દેવ છે. દેવોથી પણ શ્રેષ્ઠ છે અને દેવી જીવન જીવી રહેલ છે. તેમના આશ્રયે બીજા પણ જીવે છે. પરંતુ તેને ભોગવિલાસમાં આસક્ત જોઈને આર્ય પુરુષ એમ કહે છે- “આ પુરુષ તો અતિ ક્રૂર કમ કરનાર છે, ધૂર્ત છે, શરીરની રક્ષા કરનાર છે, ક્ષિણ દિશામાં જનારો નરકગામી તથા કૃષ્ણપક્ષી છે, ભવિષ્યમાં દુર્લભબોધિ થશે. કોઈ મૂર્ખ જીવ મોક્ષને માટે ઉદ્યત થઈને પણ એવા સ્થાનની ઈચ્છા કરે છે કે જે સ્થાનની ઇચ્છા ગૃહસ્થો અથવા તૃષ્ણાતુર મનુષ્યો કરે છે. વસ્તુતઃ આ સ્થાન અધર્મ-સ્થાન, અનાર્યસ્થાન છે, જ્ઞાન રહિત છે, અપૂર્ણ છે. તે સ્થાનમાં ન્યાય નથી. તે સ્થાનમાં પવિત્રતા નથી, તે સ્થાન કર્મરૂપી શલ્યને કાપવામાં સમર્થ નથી, તે સિદ્ધિનો માર્ગ નથી, તે મુક્તિનો માર્ગ નથી, તે નિર્વાણનો માર્ગ નથી, તે નિર્માણનો માર્ગ નથી. તે સ્થાન સમસ્ત દુઃખોને નાશ કરનાર નથી અને એકાંત મિથ્યા અને ખરાબ છે. આ પ્રથમ સ્થાન અધર્મ પક્ષનું કથન કર્યું. [66] હવે બીજું ધર્મસ્થાન કહેવામાં આવે છે - આ મનુષ્યલોકમાં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર દક્ષિણ દિશાઓમાં અનેક પ્રકારના મનુષ્યો નિવાસ કરે છે. તેમાં કોઈ આર્ય, કોઈ અનાર્ય. કોઈ ઉચ્ચ ગોત્રવાળા, કોઈ નીચ ગોત્રવાળા, કોઈ મોટા શરીરવાળા, કોઇ નાના શરીરવાળા, કોઈ મનોજ્ઞ વર્ણવાળા, કોઈ અમનોજ્ઞ વર્ણવાળા, કોઈ સુરૂપ વાળા, કોઈ કુરૂપવાળા હોય છે. તેઓને ખેતર અને મકાનનો પરિગ્રહ હોય છે, તે વાત પુંડરીક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org