________________ 216 સૂયગડો-૨-૮૦૦ તમે ત્રણભૂત ત્રસ કહો છો તેને અમે ત્રસપ્રાણી કહીએ છીએ અને અમે જેને ત્રસપ્રાણી કહીએ છીએ તેને જ તમે વ્યસભૂત પ્રાણી કહો છો. આ પ્રમાણે આ બંને શબ્દો સમાન અને એકાર્થક છે. તો હે આયુષ્યનું ! શા કારણે તમે “ત્રણભૂત ત્રસ' કહેવાનું શુદ્ધ સમજો છો અને “સ પ્રાણી' કહેવાનું અશુદ્ધ માનો છો? અને તમે શા માટે એકની નિંદા અને બીજાનું અભિનંદન કરો છો ? તમારો પૂવક્ત ભેદ ન્યાયસંગત નથી. વળી ગૌતમ સ્વામી કહે છે કે હે ઉદક! આ જગતમાં એવા મનુષ્યો પણ હોય છે કે જે સાધુ પાસે આવીને કહે છે કે અમે મુંડિત બનીને ગૃહવાસ છોડીને અણગાર બની જઇએ, એટલા સમર્થ નથી, પરંતુ ક્રમશઃ સાધુપણું સ્વીકાર કરીશું અર્થાતું પહેલા સ્કૂલ પ્રાણીઓની હિંસા છોડશું. પછી સમસ્ત સાવઘયોગના પ્રત્યાખ્યાન કરશે. તેઓ મનમાં એવો જ વિચાર રાખે છે. એવો જ નિશ્ચય કરે છે. ત્યાર પછી તેઓ રાજા વિગેરેના અભિયોગ વિગેરે કારણોથી છૂટ રાખીને ચોર-ગ્રહણ વિમોક્ષણ ન્યાયથી ત્રસ પ્રાણીઓની હિંસા ન કરવાની પ્રતિજ્ઞા કરે છે અને સાધુ તે પ્રમાણે પ્રતિજ્ઞા કરાવે છે. આટલો ત્યાગ પણ તેને માટે કુશળ બને છે. 8i01] ત્રસ જીવ પણ ત્રસ, નામકર્મના ફળનો અનુભવ કરવાથી ત્રસ કહેવાય છે અને ત્રણ નામ ધારણ કરે છે. જ્યારે ત્રસ આયુષ્ય ક્ષીણ થઈ જાય છે અને ત્રસકાયમાં તેમની સ્થિતિના હેતુરૂપ કર્મ પણ ક્ષીણ થઈ જાય છે ત્યારે તેઓ તે આવું છોડી દે છે. ત્યાંથી તે સ્થાવર નામકર્મનું ફળ ભોગવવાથી સ્થાવર કહેવાય છે અને જ્યારે તે સ્થાવર આયુ ક્ષીણ થઈ જાય છે અને સ્થાવર કાયમાં તેમની સ્થિતિનો કાળ સમાપ્ત થઈ જાય છે ત્યારે તેઓ તે આયુષ્યને છોડી દે છે અને તે આયુષ્ય છોડીને પુનઃ ત્રસ ભાવને પ્રાપ્ત કરે છે. તેઓ પ્રાણી પણ કહેવાય છે, ત્રસ પણ કહેવાય છે, તેઓ મહાન કાયાવાળા અને લાંબાકાળની સ્થિતિવાળા પણ હોય છે. [802] ઉદક પેઢાલપુત્રને વાદ સહિત ભગવાન ગૌતમ સ્વામીને કહ્યું કે આયુમન ગૌતમ! આવો એક પણ પર્યાય નથી કે જેને ન મારીને શ્રાવક એક જીવની પણ હિંસાવિરતિ રાખી શકે, તેનું શું કારણ? કારણ કે પ્રાણીઓ પરિવર્તનશીલ છે. તેથી કદી સ્થાવર પ્રાણી ત્રસ બની જાય છે અને કી ત્રસ પ્રાણી સ્થાવર બની જાય છે. તે બધા સ્થાવરકાય છોડીને ત્રસકાયમાં ઉત્પન્ન થાય છે, ત્યારે તે સ્થાવરકાયમાં ઉત્પન્ન થયેલા જીવો શ્રાવકો માટે ઘાતને યોગ્ય બને છે. ભગવાન ગૌતમ સ્વામીએ ઉદક પઢાલપુત્રને વાદ સહિત કહ્યું- હે આયુષ્યનું ઉદક ! અમારા વક્તવ્ય પ્રમાણે તમારું કથન સિદ્ધ થતું નથી, પરંતુ તમારા મત પ્રમાણે તે પ્રશ્ન ઊઠે છે. તમારા સિદ્ધાન્તાનુસાર તે પયયનો સંભવ અવશ્ય છે કે જેમાં શ્રમણોપાસક પ્રાણી, ભૂત, જીવ અને સત્વના ઘાતનો ત્યાગ કરી શકે છે. તેનું શું કારણ? તમે કહો છો કે-) પ્રાણીમાત્ર પરિવર્તનશીલ છે. તેથી સ્થાવર પ્રાણી સ્થાવરકાયને છોડીને ત્રસ બને છે અને ત્રણ પ્રાણી ત્રસકાયને છોડીને સ્થાવરકાય બને છે. તે જ્યારે ત્રસકાયમાં ઉત્પન થાય છે ત્યારે તે સ્થાન શ્રાવકો માટે ઘાતને યોગ્ય હોતું નથી. તેઓ પ્રાણી પણ કહેવાય છે અને ત્રસ પણ કહેવાય છે. તેઓ મહાન કાયાવાળા અને લાંબા કાળની સ્થિતિવાળા જીવો પણ થઈ જાય છે. જેની હિંસા કરવાના શ્રમણોપાસકને પ્રત્યાખ્યાન હોય છે. અને જેની હિંસા કરવાના શ્રમણોપાસકને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org