________________ ચુસ્કંધ-૨, અધ્યયન-૭, 27 પ્રત્યાખ્યાન નથી તે જીવો (તમારી માન્યતાનું સાર) અલ્પતર બની જાય છે. એ પ્રમાણે શ્રાવક મહાનું ત્રસકાયની હિંસાથી ઉપશાંત અને વિરત બને છે. તેથી તમે અને બીજાઓ જે એમ કહે છે કે જેમાં શ્રમણોપાસક પ્રત્યાખ્યાન કરી શકે એવી પણ પર્યાય નથી, તે તમારું કથન ન્યાયસંગત નથી. [803] ભગવાન્ ગૌતમ સ્વામી કહે છે કે- નિગ્રન્થોને પૂછી શકાય છે કે હે આયુખનું નિર્ચન્હો ! આ જગતમાં કેટલાય એવા મનુષ્યો છે જેઓ આ પ્રમાણે પ્રતિજ્ઞા કરે છે કે જેઓ દીક્ષા અંગીકાર કરીને અને ઘર ત્યાગીને અણગાર બની ગયા છે, તેમને મરણ પર્યન્ત દંડ દેવાનો હું ત્યાગ કરું છું કિન્તુ જે ગૃહસ્થ છે તેમને મરણ પર્યન્ત દેડ દેવાનો ત્યાગ હું કરતો નથી. હવે હું તમને પૂછું છું કે તેમાંથી કોઈ શ્રમણો ચાર, પાંચ કે છે અથવા દશ વર્ષ સુધી થોડા કે ઘણા દેશોમાં વિચરીને શું ફરીથી ગૃહસ્થ બની જાય ખરા? હા બની જાય ખરા નિગ્રન્થો ઉત્તર આપે છે. ભગવાન ગૌતમ સ્વામી પુનઃ પૂછે છે કે તો એ ગૃહસ્થ બની ગયેલા શ્રમણોનો વધ કરવાથી તે પ્રત્યાખ્યાનધારી પુરુષના પ્રત્યાખ્યાનનો ભંગ થાય? નિર્ચન્ય લોકો કહે છે કે નહિ, પ્રત્યાખ્યાનનો ભંગ થતો નથી. શ્રી ગૌતમ સ્વામી- તે પ્રમાણે શ્રમણોપાસકે પણ ત્રસ પ્રાણીઓને દંડ દેવાનો ત્યાગ કર્યો છે. સ્થાવર પ્રાણીઓને દંડ દેવાનો ત્યાગ કર્યો નથી. તેથી (ત્રનો પર્યાય છોડી સ્થાવરમાં આવેલ) સ્થાવર જીવોની હિંસાથી તેના પ્રત્યાખ્યાનનો ભંગ થતો નથી. નિર્ગળ્યો ! આ પ્રમાણે સમજે અને એમ સમજવું જ યોગ્ય છે. ભગવાન ગૌતમ સ્વામીએ કહ્યું. હું નિન્યોને પૂછું છું- હે આયુષ્મન નિર્ગળ્યો! ગાથાપતિ કે ગાથાપતિનો પુત્ર એ પ્રકારના ઉત્તમ કુળમાં જન્મ લઈને ધર્મ સાંભળવા માટે સાધુઓ પાસે આવી શકે છે ? નિગ્રન્થો-હા, આવી શકે છે. ગૌતમ-તેઓને ધમપદેશ આપવો જોઇએ ? નિગ્રન્થો-હા, ધમોપદેશ આપવો જોઈએ. ગૌતમ સ્વામી-શું તેઓ તથા પ્રકારનો ધર્મ સાંભળી અને સમજીને આ પ્રમાણે કહી શકે કે- આ નિર્ચન્જ પ્રવચન જ સત્ય છે, અનુત્તર છે, કેવળજ્ઞાની વડે પ્રરૂપિત છે. અથવા કેવળજ્ઞાનને ઉત્પન્ન કરનાર છે, પરિપૂર્ણ છે, સારી રીતે શુદ્ધ છે, ન્યાયયુક્ત, આત્માના શલ્યોનો નાશ કરનાર, સિદ્ધિનો માર્ગ, મુક્તિનો માર્ગ, નિયણનો માર્ગ નિવણનો માર્ગ, મિથ્યાત્વરહિત, સંદેહ રહિત, અને સર્વ દુખના નાશનો માર્ગ છે. આ ધર્મમાં સ્થિર થઈને જીવો સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે. પરિનિવણિને પામે છે અને સર્વ દુઃખનો અંત કરે છે. તેથી અમે ધર્મની આજ્ઞાનુસાર તેના દ્વારા વિધાન કરેલી રીતિથી ચાલશું, સ્થિર રહેશું, બેસણું, સુઇશું, ખાશું, બોલશું તથા ઊઠીને સંપૂર્ણ પ્રાણી ભૂત જીવ સત્વોની રક્ષા માટે સંયમ ધારણ કરશું? શું આ પ્રમાણે તેઓ કહી શકે ખરા? નિગ્રંથો-હા, કહી શકે છે. ગૌતમ-શું આવા પ્રકારના વિચારવાળા દિક્ષા દેવા યોગ્ય મુંડિત કરવા યોગ્ય, શિક્ષા દેવા યોગ્ય પ્રવ્રજ્યામાં ઉપસ્થિત કરવા યોગ્ય છે ? નિર્ચન્થો-હા, યોગ્ય છે. ગૌતમ-એવા વિચારવાળા પુરુષ શિક્ષા દેવાને યોગ્ય છે ? નિર્ઝન્થો-હા, શિક્ષા દેવા યોગ્ય છે. ગૌતમ-આ વિચારવાળા પુરુષ પ્રવ્રજ્યામાં ઉપસ્થિત કરવા યોગ્ય છે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org