________________ શ્રુતસ્કંધ-૨, અધ્યયન9, 215 ગૌતમ, મારે તમોને કંઈક પ્રશ્ન પૂછવો છે. હે આયુષ્યનું આપે જેવું સાંભળ્યું છે અને નિશ્ચય કર્યો છે તેવું મને કહો. ભગવાન્ ગૌતમ સ્વામીએ પેઢાલપુત્રને આ પ્રમાણે કહ્યું- હે આયુષ્પનું! જો આપનો પ્રશ્ન સાંભળીને અને સમજીને જાણી શકીશ અને ઉત્તર આપી શકીશ તો ઉત્તર આપીશ. ઉદક પેઢાલપુત્રે ભગવાનું ગૌતમ સ્વામીને આ પ્રમાણે કહ્યું [77] આયુષ્યનું ગૌતમ ! કુમાર પુત્ર નામના એક શ્રમણ નિર્મન્થ છે, જે તમારા પ્રવચનની પ્રરૂપણા કરે છે. તેઓ પ્રત્યાખ્યાન માટે તેમની પાસે આવેલા શ્રમણોપાસક ગાથાપતિઓને એવા પ્રત્યાખ્યાન કરાવે છે કે “રાજા વિગેરેના અભિયોગને છોડીને, ગાથાપતિ ચોર-ગ્રહણ વિમોક્ષણ ન્યાયથી ત્રસ પ્રાણીની હિંસા કરવાનો ત્યાગ છે.” પરંતુ આ રીતે પ્રત્યાખ્યાન કરનારા અને કરાવનારા પોતાની પ્રતિજ્ઞાનું ઉલ્લંઘન કરે છે. તેનું શું કારણ છે ? કારણ એ છે કે પ્રાણીઓ પરિવર્તનશીલ છે. તેથી સ્થાવર પ્રાણી સ્થાવર કામ છોડીને ત્રસકાયમાં ત્રસરૂપે ઉત્પન્ન થાય છે અને ત્રસ પ્રાણી ત્રસ કાયને છોડી સ્થાવર કાયમાં સ્થાવર રૂપે ઉત્પન્ન થાય છે. તેમાં સ્થાવર કાયમાં ઉત્પન્ન થયેલાં ત્રણ પ્રાણીઓની હિંસા તે શ્રમણોપાસક દ્વારા, જેણે ત્રસ જીવોની હિંસા ન કરવાની પ્રતિજ્ઞા કરી છે, થઈ જાઈ છે. [798] પરન્તુ આ પ્રમાણે-પ્રત્યાખ્યાન કરવા અને કરાવવા તે સુપ્રત્યાખ્યાન છે. આ પ્રમાણે પ્રત્યાખ્યાન કરનાર અને કરાવનાર પોતાની પ્રતિજ્ઞાનું ઉલ્લંઘન કરતો નથી. તે પ્રત્યાખ્યાન આ પ્રમાણે છે - “રાજાની અભિયોગ છોડીને તથા ગાથાપતિચોર- ગ્રહણ -વિમોક્ષણ ન્યાયથી ત્રસભૂત પ્રાણીઓની હિંસા કરવાનો ત્યાગ છે.” આ પ્રમાણે “સ” પદ પછી “ભૂત” પદ રાખવાથી ભાષામાં દોષ-પરિહારની શક્તિ આવી જાય છે. તેથી તે મનુષ્યના પ્રત્યાખ્યાન નષ્ટ થતા નથી. માટે જે લોકો ક્રોધ કે લોભને વશ થઈને ત્રણ આગળ “ભૂત” શબ્દ જોડ્યા વિના બીજાને પ્રત્યાખ્યાન કરાવે છે, તેઓ પોતાની પ્રતિજ્ઞાનો ભંગ કરે છે અને ન્યાયસંગત નથી. હે આયુષ્યનું ગૌતમ ! મારું આ કથન તમને રૂચિકર લાગે છે? f૭૯૯ભગવાન ગૌતમ સ્વામીએ કરેલું સમાધાન-ભગવાનું ગૌતમ સ્વામીએ ઉદક પેઢાલપુત્રને વાદ (તક) સહિત આ પ્રમાણે કહ્યું- હે આયુષ્પનું ઉદક ! તમારું કથન અમને ઉચિત લાગતું નથી. જે શ્રમણ કે બ્રાહ્મણ તમારા કથન-અનુસાર પ્રરૂપણા કરે છે તે શ્રમણ નિગ્રન્થ યથાર્થ બોલતા નથી. તેઓ તાપ ઉત્પન્ન કરનારી ભાષા બોલે છે. તેઓ શ્રમણ અને શ્રમણોપાસક ઉપર વ્યર્થ કલંક લગાડે છે. તથા જે લોકો પ્રાણી, ભૂત, જીવ સત્વમાં સંયમ કરે છે તેમની ઉપર પણ વ્યર્થ કલંક લગાડે છે. તેનું શું કારણ? કારણ કે બધા પ્રાણીઓ પરિવર્તનશીલ હોય છે, તેથી ત્રસ પ્રાણી ત્રસકાયને છોડીને સ્થાવર કાયમાં સ્થાવર રૂપે ઉત્પન્ન થાય છે અને સ્થાવર પ્રાણીઓ સ્થાવર-કાય છોડીને ત્રસરૂપે ઉત્પન્ન થાય છે. તેમાં જે જીવો ત્રસકાયમાં ઉત્પન્ન થાય તે જીવો પ્રત્યાખ્યાન કરનાર પુરુષ દ્વારા હનન કરવા યોગ્ય નથી. [800] ઉદક પેઢાલપુત્રને વાદ સહિત ભગવાન્ ગૌતમ સ્વામીને આ પ્રમાણે કહ્યું હે આયુષ્યનુ ગૌતમ! જેને તમે ત્રસ કહો છો, તે કયા પ્રાણી છે? તમે ત્રસ પ્રાણીને જ ત્રસ કહો છો કે કોઈ અન્યને? ભગવાન ગૌતમ વાદ સહિત ઉદક પેઢાલપુત્રને કહ્યું હે આયુષ્યનું ઉદક! જેને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org