________________ 4-2, અધ્યયન-૧, 171 રસવાળા, કોમળ સ્પર્શવાળા, પ્રાસાદિક, જોવાયોગ્ય અતિ સુંદર છે. તે પુષ્કરિણીમાં બરાબર મધ્ય ભાગમાં સર્વથી મોટું એક શ્વેત કમળ અતિશય શોભાને પામીને રહેલ છે. તે કમળ પણ જલ અને કાદવથી ઉપર ઉઠેલાં છે. નેત્રને પ્રિય લાગે તેવા રંગનાં, ઉત્તમ પ્રકારની સૌરભથી યુક્ત, સ્વાદિષ્ટ રસવાળા, કોમળ સ્પર્શવાળા, પ્રાસાદિક, જોવાયોગ્ય અતિ સુંદર છે. તે પુષ્કરિણીમાં બરાબર મધ્ય ભાગમાં સર્વથી મોટું એક શ્વેત કમળ અતિશય શોભાને પામીને રહેલ છે. તે કમળ પણ જલ અને કાદવથી ઉપર ઉઠેલ છે, તેની રચના અતિ સુંદર છે. ઉત્તમ પ્રકારના રૂપ, ગંધ, રસ અને સ્પર્શથી ઘણું જ મનોહર, દર્શનીય અને સુંદર છે. આ પુષ્કરિણીમાં ચારે દિશાઓમાં અને વિદિશાઓમાં ઉપર્યુક્ત ગુણોથી યુક્ત કમળો ઉગેલાં છે. તે સર્વની મધ્યમાં એક ઉત્તમ મોટું શ્વેત કમળ શોભી રહેલ છે, જે સુંદર રચનાથી યુક્ત છે. અને મનોહર છે. [34] પુષ્કરિણીમાંથી ઉત્તમ કમળને બહાર લાવવા ઈચ્છનાર ચાર પુરુષો :એક પુરુષ પૂર્વ દિશા તરફથી તે પુષ્પકરિણી પાસે આવે છે અને આવીને પુષ્કરિણીના કિનારા ઉપર ઊભો રહે છે. તે પૂર્વવર્ણિત એક મોટા શ્વેત કમળને જુએ છે અને જોઈને આ પ્રમાણે વિચાર કરે છે. હું પુરુષ છું. ખેદજ્ઞ છું. કુશળ, પંડિત, વિવેકવાનું અને બુદ્ધિમાન છું. હું બાલભાવથી નિવૃત્ત થયેલ છું. હું ઈષ્ટસિદ્ધિના માર્ગમાં સ્થિત છું. માર્ગનો જ્ઞાતા છું. જે માર્ગ ઉપર ચાલવાથી લોકો પોતાની અભીષ્ટ સિદ્ધિ કરે છે તેને જાણનાર છું. તેથી હું પુષ્કરિણીની મધ્યમાં રહેલ પાવર કમળને પુષ્કરિણીમાંથી બહાર ઉખેડી લાવીશ. આ પ્રમાણે વિચારી તે પુરષ પુષ્કરિણી માં પ્રવેશ કરે છે. જેમ તેમ તે પુરુષ પુષ્કરિણીમાં આગળ આગળ વધે છે તેમ તેમ જુળની અને કીચડની ઉંડાઈ વધતી જાય છે. તે પુરુષ વાવડીના કિનારાને છોડી દીધેલ છે અને પદ્મવર કમળ પાસે પહોંચ્યો નથી. તે આ પાર આવી શકતો નથી અને પેલે પાર જઈ શકતો નથી અને ઉંડા જળ અને કીચડથી વ્યાપ્ત પુષ્કરિણીમાં ખેંચી જાય છે, અને ખૂંચી ગયા બાદ કલેશને પામે છે. [35] હવે બીજા પુરુષનું વૃત્તાન્ત કહે છે ? ત્યાર પછી બીજો પુરુષ દક્ષિણ દિશાથી તે પુષ્કરિણીની પાસે આવે છે. આવીને તેના કિનારા ઉપર ઊભા રહીને પુષ્કરિણીની મધ્યમાં રહેલ ઉત્તમ શ્વેત પદ્રવર કમળ જુએ છે. જે વિશિષ્ટ રચનાથી યુક્ત, પ્રસન્નતા પ્રદ્યન કરનાર, પૂર્વોક્ત ગુણોથી યુક્ત અને અતિ સુંદર છે. અને કાદવમાં ખેંચી ગયેલ પુરુષને જુએ છે કે જે કિનારાથી દૂર પહોંચેલ છે અને ઈચ્છિત શ્વેત પદ્માવર કમળ પ્રાપ્ત કરી શકેલ નથી, તે પુષ્કરિણીની મધ્યમાં કાદવમાં ફક્સાયેલો છે. ત્યારે તે પુરુષ માટે કહેવા લાગ્યો કે- અહો! આ માણસ ખેદજ્ઞ નથી. કુશલ નથી, પંડિત નથી, અપરિપક્વ બુદ્ધિવાળો છે, અમેધાવી, અજ્ઞાની, સતું માર્ગમાં અસ્થિત, માર્ગનો નહિ જાણનાર છે, જે માર્ગમાં ચાલવાથી મનુષ્ય પોતાના ઈષ્ટ દેશને પ્રાપ્ત કરે છે તેથી અજ્ઞાત છે. પણ તે એમ સમજે છે કે હું જ્ઞાની છું અને કુશલ છું, માટે હું પદ્મવર કમળને લાવી શકીશ; પરંતુ તે પુરુષ જે પ્રમાણે માને છે તે પ્રમાણે પદ્મવર કમળ લાવી શકાય તેમ નથી. પરંતુ તેનાથી હું ખેદજ્ઞ, કુશળ, પંડિત, પરિપક્વ બુદ્ધિવાળો યુવાન અને સજ્જનો દ્વારા આચરિત માર્ગમાં સ્થિત, માર્ગનો જ્ઞાતા અને ઇષ્ટ પ્રાપ્તિના માર્ગને જાણનાર છું, તેથી હું ઉત્તમ શ્વેત કમળને મધ્યમાંથી લાવી શકીશ. આ પ્રમાણે વિચારી તે પુરુષે તે પુષ્કરિણીમાં કર્યો. કાદવમાં ફસાયો જેણે તટ છોડી દીધેલ છે અને પાવર કમળ સુધી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org