________________ 172 સૂયગડો-૨/૧૬૩૬ પહોંચેલ નથી તે બિચારો આ પાર કે પેલે પાર જઈ શકતો નથી, તે પુરુષ મધ્યમાં ફસાઇ જઈ દુખનો અનુભવ કરે છે અને ભયંકર કલેશ પામે છે. 1 [36] હવે ત્રીજા પુરુષનું વૃત્તાન્ત કહેવાય છે.... ત્યાર પછી કોઈ એક પુરુષ પશ્ચિમ દિશામાંથી આ પુષ્પરિણીની પાસે આવે છે. આવીને કિનારા ઉપર ઉભો રહે છે, ત્યાં ઊભા રહીને તે ઉત્તમ શ્વેત કમળને જુવે છે જે વિશેષ રચનાથી યુક્ત યાવતુ મનોહર છે. વળી કમળની કામનાવાળા કાદવમાં ફસાયેલા બે પુરુષોને પણ જુએ છે કે જેઓ કિનારાથી દૂર થઈ ગયેલ છે અને ઈચ્છિત કમળ સુધી પહોંચેલ નથી, ન તો આ પાર કે ન પેલે પાર; મધ્યમાં જ જેઓ પુષ્કરિણીના કાદવમાં ફસાઈ ગયા છે. તે પહેલા બે પુરુષો માટે બોલવા લાગ્યો કે- અહો ! આ બંને વ્યક્તિઓ ખેદજ્ઞ, કુશળ, પરિપક્વ, બુદ્ધિવાળા કે બુદ્ધિમાનું નથી. બાલ છે, માર્ગમાં અસ્થિત છે. માર્ગથી અજાણ છે, તથા ગતિ માર્ગ પરાક્રમશ નથી. છતાં તેઓ એમ સમજે છે કે અમો ઉત્તમ પદ્મવર કમળને બહાર લાવી. શકીશું પરંતુ તેઓ તે કમળ લાવવામાં સમર્થ નથી. પરંતુ હું પુરુષ છું. પરિશ્રમને જાણનાર છું. મેધાવી છું, યુવાન છું. પરિપક્વ બુદ્ધિવાળો છું. ઉત્તમ પુરુષોથી સેવિત માર્ગમાં સ્થિત છું, માર્ગનો જ્ઞાતા છું, ગતિમાર્ગ પરાક્રમ છું. તેથી હું આ ઉત્તમ શ્વેત પદ્રવર કમળને લાવી શકીશ. આ પ્રમાણે વિચાર કરીને તે પુષ્કરિણીમાં પ્રવેશ કરે છે. કાદવમાં ફસાય છે. તેણે તટનો ત્યાગ કરેલ છે, અને પાવરને પ્રાપ્ત થયેલ નથી પણ પુષ્કરિણીના કાદવમાં ફસાઈ દુઃખ અને કલેશ પ્રાપ્ત કરે છે. [37] હવે ચોથા પુરુષનું વૃત્તાન્ત... ત્યારપછી કોઈ પુરુષ ઉત્તર દિશામાંથી આ પુષ્કરિણીની પાસે આવે છે. આવીને તટ ઉપર ઊભો રહે છે. એક ઉત્તમ શ્વેત પદ્મવર કમળને જુએ છે. જે ઉત્તમ રચનાથી યુક્ત અને મનોહર છે અને કાદવમાં ફસાયેલા ત્રણ પુરુષોને પણ જુએ છે જેઓ કિનારાથી ભ્રષ્ટ થયેલા છે અને કમળ પાસે પહોંચ્યા નથી પણ મધ્યમાંજ ખેંચી ગયેલા છે. તે સર્વને જોઈને આ પુરુષ કહે છે કે-અહો ! આ ત્રણે પુરુષો ખેદજ્ઞ નથી. યાવતુ ગતિમાર્ગ પરાક્રમજ્ઞ પણ નથી, તે પુરુષો માને છે કે અમો આ શ્વેત પદ્મવરને બહાર લાવી શકીશું પરંતુ એ રીતે બહાર ન લાવી શકાય. તે પુરુષ માને છે, કે હું ખેદજ્ઞ યાવતુ ગતિમાર્ગ પરાક્રમજ્ઞ છું તેથી હું તે ઉત્તમ શ્વેત પદ્મ-કમળને લાવી શકીશ. આ પ્રમાણે વિચાર કરીને પુષ્કરિણીમાં પ્રવેશ કરે છે. તે પણ કાદવમાં ફસાઈ જાય છે. તેણે તટનો ત્યાગ કરેલ છે. અને કમળ સુધી પહોંચેલ નથી. વચમાંજ ફસાઈ જવાના કારણે દુઃખ અને કલેશ પામે છે... [38] પાંચમાં સફળ પુરુષનું વૃત્તાન્ત કહેવાય છે. ત્યાર પછી ત્યાં આગળ સંસારથી અલિપ્ત, મોક્ષાભિલાષી, ક્ષેત્રજ્ઞ, યાવતું ઈષ્ટ સિદ્ધિના માર્ગને જાણાનાર સાધુપુરુષ કોઈ પણ દિશા યા વિદિશામાંથી આવી પુષ્કરિણીના તટ પર સ્થિત થઈને એક ઉત્તમ પદ્મકમળને જુએ છે જે સુંદર છે. તે સાધુ કાદવમાં ફસાયેલા ચાર પુરુષોને પણ જુએ છે, જે કિનારાથી ભ્રષ્ટ થયેલછે, કમળ પર્યન્ત પહોંચેલ નથી. જેઓ નહીં અહીંના નહીં ત્યાંના કીચડમાં ફસાઈ ગયા છે. આ બધું જોઇને તે આ પ્રમાણે કહે છેઅહો ! આ પુરુષો બિચારા ખેદજ્ઞ નથી, કુશલ નથી યાવતુ સિદ્ધિના માર્ગને જાણનાર નથી, આ એમ સમજે છે કે અમો ઉત્તમ શ્વેત કમળને બહાર લાવી શકીશું. પણ એ શ્વેત કમળ આ રીતે બહાર ન જ આવી શકે. પરન્તુ હું સંસારથી અલિપ્ત ભિક્ષુ છું. મોક્ષા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org