________________ . .. . - - 122 સૂયગડો-૧/૧૧/૧૨ શરીરમાં અલગ અલગ આત્મા છે. જગતમાં જે અજ્ઞાની છે અને જે જ્ઞાની છે તે અલગ અલગ છે, પરંતુ મૃત્યુ બાદ આત્માનું અસ્તિત્વ રહેતું નથી. માટે પરલોકમાં ઉત્પન્ન થનારો કોઈ નિત્ય પદાર્થ નથી. તજજીવ તુચ્છરીરવાદીના મત પ્રમાણે પુણ્ય નથી. પાપ નથી. આ લોક સિવાય બીજો કોઈ લોક પણ નથી. શરીરનો નાશ થતાં દેહી (આત્મા)નો પણ વિનાશ થઈ જાય છે. T13 આત્મા સ્વયં ક્રિયા કરતો નથી તેમજ બીજા પાસે કરાવતો પણ નથી. આ બધી ક્રિયાનો કરનાર આત્મા નથી. આ પ્રમાણે આત્મા અકારક છે એવું અકારવાદી (સાંખ્ય વગેરે) કહેવાની ધૃષ્ટતા કરે છે. 14] જે લોકો આત્માને અકર્તા કહે છે તે વાદીઓના મતમાં આ ચતુર્ગતિરૂપ સંસાર કેવી રીતે થઈ શકે? વસ્તુતઃ તેઓ આરંભમાં આસક્ત છે. તે અજ્ઞાની એક અજ્ઞાની એક અજ્ઞાન અંધકારમાંથી નીકળી બીજા અજ્ઞાન અંધકારમાજાય છે. [15] આ લોકમાં પાંચ મહાભૂત અને છઠ્ઠો ચેતન્યસ્વરૂપ આત્મા પણ છે. આત્મા નિત્ય છે અને લોક પણ નિત્ય છે. [1] પાંચ મહાભૂત અને છઠ્ઠો આત્મા સહેતુક કે નિહેતુક-બન્ને પ્રકારથી નષ્ટ થતા નથી. અસતુ વસ્તુની ઉત્પત્તિ થતી નથી. બધા પદાર્થો સર્વથા નિત્ય છે. [17] આ સંસારમાં, કેવળ પાંચ સ્કંધ જ છે અને તે સર્વે ક્ષણમાત્રસ્થિત રહેનારા છે.આ સ્કંધોથી ભિન્ન કે અભિન્ન ઉત્પન થનાર આત્મા નામનો પૃથક પદાર્થ કોઈ નથી. | [18] પૃથ્વી, જળ, તેજ અને વાયુ એ ચાર ધાતુઓથી સંસાર બનેલો છે. આ ચાર ધાતુઓથી ભિન્ન આત્મા પદાર્થ નથી. [19] ચાહે કોઈ ઘરમાં નિવાસ કરનાર ગૃહસ્થ હોય કે વનમાં રહેનાર તાપસ હોય કે પ્રવજ્યા ધારણ કરેલ હોય, જે કોઈ અમારા આ દર્શનને અંગીકાર કરે છે તે સર્વે દુઃખોથી મુક્ત થઇ જાય છે. 1 [2] જ્ઞાનાવરણ આદિ કર્મોની સંધિને નહીં જાણનાર પંચભૂતવાદી દુઃખોથી મુક્ત થવાનો પ્રયત્ન કરે છે પરંતુ તે દશ પ્રકારના યતિધર્મને જાણતા નથી. આ રીતે અકળવાદનું સમર્થન કરનારા તે અન્ય દર્શનીઓ ઓઘ-સંસારનો પાર પામતા નથી. [21] પૂર્વોક્ત અન્ય તીર્થિકો સંધિને જાણયાવિનાજ ક્રિયામાં પ્રવૃત્ત રહે છે. તેમજ તેઓ ધર્મને જાણતા નથી. તેથી તે વાદીઓ સંસારને પાર કરી શકતા નથી. [22] તે અન્ય તીર્થિકો સંધિને જાણ્યા વિનાજ ક્રિયામાં પ્રવૃત્ત રહે છે તેમજ તેઓ ધર્મને જાણતા નથી તેથી તે વાદીઓ ગર્ભનો પાર પામી શકતા નથી. [23] પૂર્વોક્ત ચાવક અદિ અન્ય તીથિકો સંધિને જાણયા વિનાજ ક્રિયામાં પ્રવૃત્ત રહે છે તેમજ તેઓ ધર્મને જાણતા નથી તેથી તેઓ જન્મનો પાર પામી શકતા નથી. [24] તે અન્યતીથિકો સંધિને જણ્યા વિના જ ક્રિયામાં પ્રવૃત્ત રહે છે તેમજ ઘર્મને જાણતા નથી. માટે મિથ્યા પ્રરૂપણ કરે છે અને તેઓ દુઃખનો પાર પામી શકતા નથી. [25] તે અન્યતીર્થિકો સંધિને જાણ્યા વિના જ ક્રિયામાં પ્રવૃત્ત રહે છે તેમજ ધર્મને જાણતા નથી માટે તેઓ મિથ્યા પ્રરૂપણા કરે છે અને મૃત્યુનો પાર પામી શકતા નથી. [26] પૂર્વોક્ત મિથ્યા સિદ્ધાન્તની પ્રરૂપણા કરનાર વાદીઓ મૃત્યુ, વ્યાધિ તથા જરાથી પરિપૂર્ણ આ સંસાર-ચક્રમાં વારંવાર વિવિધ પ્રકારના દુઃખો ભોગવ્યા કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org