________________ 144 સૂયગડો-૧/પ/૧૩૯ પરમાધાર્મિકો તેમને લાંબી લાંબી ફૂલ અને ત્રિશૂલ વડે વીંધીને નીચે ફેંકી દે છે. [39] નરકપાળો કોઈ કોઈ નારકી જીવોને ગળામાં શિલા બાંધીને તે ધગધગતા અગાધ જળમાં ડુબાડે છે અને વળી બીજા નરકપાળો અત્યંત તપેલી રેતીમાં તેમ જ મુમુર અગ્નિમાં આમ તેમ ફેરવીને પકાવે છે. 3i10312] અસુર્ય (જ્યાં સૂર્યનો પ્રકાશ નથી એટલે નરક) ઘોર સંતાપવાળો છે. ઘોર અંધકારથી પરિપૂર્ણ છે. તેને પાર કરવું બહુ જ કઠિન છે. ત્યાં ઊંચી, નીચી અને તિરછી અર્થાતુ બધી દિશાઓમાં પ્રચંડ આગ જલતી રહે છે. પોતાનાં પાપકર્મોને નહીં જાણનાર તથા બુદ્ધિહીન નારક જીવ ઊંટના આકારવાળી ગુફામાં રહેલી અગ્નિમાં પડે છે અને બળે છે. તે નરકભૂમિ કરુણાજનક તેમજ દુઃખનું સ્થાન છે અરે અત્યંત દુખપ્રદ છે. પાપી જીવો તેમાં ઉત્પન્ન થાય છે. જેમ જીવતી માછલીને આગ પાસે રાખવામાં આવે અથવા આગમાં નાખી દેવામાં આવે તો તે સંતપ્ત થઈ જાય છે પણ બીજી જગ્યાએ જઈ શકતી નથી, તે પ્રમાણે પરમાધામીદેવ ચારે દિશામાં ચાર પ્રકારની અગ્નિ જલાવીને તે અજ્ઞાની નારકીઓને બાળે છે. તોપણ નારક જીવોને ત્યાંજ રહેવું પડે છે. [313-314] સંતક્ષણ નામનું એક મહાસંતાપ ઉત્પન્ન કરનાર નરક છે. જ્યાં જૂરકર્મ કરનાર પરમાધામીદેવો પોતાના હાથમાં કુહાડી લઈને ફરે છે અને નારક જીવોના હાથ પગ બાંધીને લાકડાની જેમ તેઓને છોલી નાખે છે. વળી પરમાધામી દેવો તે નારક જીવોનું લોહી બહાર કાઢે છે અને તે લોહીને લોઢાની ગરમ કઢાઈમાં નાખી જે પ્રમાણે જીવતી માછલીઓને તળવામાં આવે છે, તે પ્રમાણે નારક જીવોને ઊંચા નીચા કરી તળવામાં આવે છે. તે વખતે તે નારક જીવો દુઃખથી તરફડે છે. તળ્યા પહેલાં તેના શરીરને મસળવામાં આવે છે તેથી તેઓના શરીરો સૂજેલા હોય છે અને તેમના મસ્તકના તો ચૂરેચૂરા કરી નાખે છે. ' [315-317] નારક જીવો નરકની આગમાં બળીને પણ ભસ્મ થઈ જતાં નથી. નરકની તીવ્ર વેદનાથી મરતા પણ નથી. પરંતુ આ લોકમાં પોતાના કરેલાં દુષ્કૃત્યોને કારણે દુઃખી થઈ નરકની વેદના ભોગવ્યા કરે છે. અત્યંત શીતથી પીડાતા નારક જીવો પોતાની ટાઢ મટાડવા માટે બળતી અગ્નિ પાસે જાય છે, પરંતુ તે બિચારા ત્યાં સુખ મેળવી શકતા નથી પણ ભયંકર અગ્નિથી બળવા લાગે છે. વધારામાં પરમાધામી દેવો વધુ બાળે છે. જેમ કોઈ નગરના વિનાશ સમયે જનતાનો કોલાહલ સંભળાય છે, તે પ્રમાણે નરકમાં કરણ અને ચીત્કારથી ભરેલા શબ્દ સંભળાય છે. મિથ્યાત્વાદિ કર્મોનો જેને ઉદય છે એવા પરમધામિ દેવો, જેઓનું પાપકર્મ ફળ આપવાની અવસ્થામાં છે એવા નારક જીવોને ઘણા ઉત્સાહપૂર્વક વારંવાર દુઃખ દે છે. [318-222] પાપી નરકપાળો નારક જીવોના અંગોને કાપીને જુદા જુદા કરી દે છે. તેનું કારણ હું તમને બરાબર બતાવું છું-પૂર્વભવમાં નારક જીવોએ અન્ય પ્રાણીઓને જેવો દડ આપ્યો છે તેવો જ દંડ પરમાધામીઓ નારક જીવને આપે છે અને પૂર્વકત દંડોનું સ્મરણ કરાવે છે. નરકપાળો વડે તાડિત થવાથી તે નારક જીવો એક સ્થાનથી બીજા સ્થાનમાં પડે છે કે જે સ્થાન વિષ્ટા અને મૂત્રથી પરિપૂર્ણ હોય છે. ત્યાં વિષ્ણુ અને મૂત્રનું ભક્ષણ કરતાં ચિરકાળ રહે છે. કર્મને વશીભૂત થઈને તે કીડાઓ દ્વારા કપાય છે. નારક જીવોને, રહેવાનું સ્થાન સદા ઉષ્ણ રહે છે. સ્વભાવ અત્યંત દુખપ્રદ છે. ત્યાં નરકપાળો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org