________________ 180 સંયમો-૨/ 15 જ્ઞાતિ-સગા સ્નેહીજનો તો બાહા સંયોગ છે. પણ તેનાથી અતિ નિકટ સબંધીતો આ છે. જેમ કે-આ મારા હાથ છે, આ મારા પગ છે, આ મારી ભુજા છે. આ મારી જંઘ છે, આ મારે પેટ છે, આ મારું મસ્તક છે, આ મારો શીલાચાર છે. આ મારું આયુષ્ય છે. આ મારું બળ છે. આ મારો વર્ણ છે. આ મારી ચામડી છે. આ મારી પત્તિ છે. આ મારા કાન છે. આ મારા નયન છે. આ મારી નાસિકા છે. આ મારી જીભ છે. આ મારો સ્પર્શ છે. આ પ્રમાણે જીવ મારું મારું કરીને મમતા કરે છે. પરંતુ જેમ જેમ વયની વૃદ્ધિ થાય છે અથતું વૃદ્ધાવસ્થામાં તે સર્વ જીર્ણ થાય છે. તે મનુષ્પ આયુષ્ય, બલ, વર્ણ, ત્વચા, કાન્તિ, કાન, નાક, જીભથી લઈ સ્પર્શ સુધીની સર્વ વસ્તુઓ હીન થાય છે, ક્ષીણ થાય છે, જીર્ણ થાય છે. ઉમર થતા સુદ્રઢ સાંધા પણ ઢીલા થઈ જાય છે. તેમના શરીરની કાંતિ હીન થતાં ચામડીમાં કરચલી પડી જાય છે, તેમનાં વાળ કાળા મટી શ્વેત થઈ જાય છે. અને આહારથી વૃદ્ધિ પામેલ આ શરીરક્રમશઃ સમય પૂર્ણ થતા અવશ્ય છોડી દેવું પડે છે. આવું જાણીને ભિક્ષાવૃત્તિને સ્વીકારવા માટે તત્પર થયેલ સાધુ લોકને બંને પ્રકારે જાણે, જેમકે લોક જીવરૂપ છે અને અવરૂપ પણ છે, લોકો ત્રસરૂપ છે અને સ્થાવર રૂપે પણ છે. [64] સાધુ વિચાર કરે કે આ લોકમાં ગૃહસ્થ તો આરમ્ભ અને પરિગ્રહથી યુક્ત હોય જ પરંતુ કોઈ કોઈ શ્રમણ અને બ્રાહ્મણ પણ આરંભી અને પરિગ્રહી હોય છે. તે શ્રમણ, બ્રાહ્મણ પણ ગૃહસ્થની જેમ ત્રસ અને સ્થાવર પ્રાણીઓનો સ્વયં આરંભ કરે છે, બીજા પાસે કરાવે છે. અને આરંભ કરનારને અનુમોદના કરે છે. આ સંસારમાં ગૃહસ્થ તો આરંભ-પરિગૃહથી યુક્ત હોય છે જ, પરંતુ કોઈ કોઈ શ્રમણ અને બ્રાહ્મણ પણ સચિત અને અચિત્ત બંને પ્રકારના કામભોગોને સ્વયે ગ્રહણ કરે છે, બીજને ગ્રહણ કરાવે છે. અને ગ્રહણ કરનારને અનુમોદન પણ આપે છે. આગળ વળી વિચારે કે આ સંસારમાં ગૃહસ્થ તો આરંભી અને પરિગ્રહી હોય જ છે. પરંતુ કોઈ શ્રમણ બ્રાહ્મણ પણ આરંભ અને પરિગ્રહથી યુક્ત હોય છે. પરંતુ હું તો આરંભ અને પરિગ્રહથી રહિત છું. જો હું પણ. આરંભ અને પરિગ્રહથી યુક્ત ગૃહસ્થગણ અને આરંભી અને અપરિગ્રહી શ્રમણ બ્રાહ્મણોની નિશ્રામાં રહીને બ્રહ્મચર્યનું પાલન કરું તો પછી આરંભ અને પરિગ્રહથી મુક્ત થવાનું શું પ્રયોજન ! ગૃહસ્થો જેમ પ્રથમ આરંભ અને પરિગ્રહથી યુક્ત હતા. તેવા હવે પણ છે. તથા કોઈ કોઈ શ્રમણ બ્રાહ્મણ પણ જે પ્રમાણે પ્રવ્રજ્યા ધારણ કર્યા પહેલા આરંભ અને પરિગ્રહવાળા હતા તે પ્રમાણે પછી પણ હોય છે. એ પ્રત્યક્ષ જોઈ શકાય છે કે તે લોકો સાવધ આરંભથી નિવૃત્ત થયેલા નથી તથા શુદ્ધ સંયમનું પાલન પણ કરતા નથી. તેથી તેઓ જેવા પ્રથમ હતા તેવા જ અત્યારે પણ છે. આરંભ અને પરિગ્રહથી યુક્ત - બનીને રહેનાર ગૃહસ્થ અને કોઈ કોઈ શ્રમણ બાહ્મણ પાપ કર્મ કરે છે. એવો વિવેકપૂર્ણ વિચાર કરીને સાધુ આરંભ અને પરિગ્રહથી મુક્ત થઇ સંયમમાં પ્રવૃત્તિ કરે. પૂર્વ આદિ દિશાઓમાંથી આવેલા મનુષ્યોમાંથી આ ભિક્ષુ જ કર્મના રહસ્યને જાણે છે. તથા તે જ કર્મબંધનથી રહિત બને છે. અને તે જ સંસારથી પાર પામે છે એમ ફરમાવ્યું છે. [47] ઉત્તમ સાધુ કોઈ પ્રાણીને કષ્ટ ન આપે, કોઈ વિષયમાં આસક્તિ ન કરે અને શુદ્ધ સંયમ પાળે.... શ્રી ભગવાને પૃથ્વીકાયથી લઈને ત્રસકાય સુધીના છ જીવનિકાયોને કર્મબન્ધના હેતુ રૂપે બતાવ્યા છે. વિચારવું જોઇએ કે જો કોઈ મને દડવડે, હાડકાવડે, મુઠીવડે, માટીના ઢેખા વડે, કે ચાબુક વિગેરેથી મારે, તર્જના કરે, પીટે, સંતાપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org