________________ સૂયગડો-રાનકv૪ આત્મનિન્દા કરું છું. શારીરિક બળનો નાશ કરું છું, પીડા પામું છું. પરિતાપ ભોગવું છું, આ સર્વ મારા કર્મનું ફળ છે અને બીજા જે દુઃખ ભોગવે છે, યાવત્ પરિતાપ ભોગવે છે તે તેના કર્મનું ફળ છે. આ પ્રમાણે તે અજ્ઞાની પુરુષ ઈશ્વર, કર્મ, કાળ આદિને સુખ દુઃખનું કારણ સમજીને પોતાના તથા બીજાના સુખ દુઃખને પોતાના તથા અન્યના કરેલા કર્મનું ફળ સમજે છે. પરંતુ નિયતિને સમસ્ત પદાર્થોનું કારણ માનનારા નિયતિવાદીઓ આ પ્રમાણે કહે છે- હું જે દુઃખ ભોગવું છું. હું શોક કરું છું, હું આત્મનિર્જ કરું છું. હું શારીરિક બળને ક્ષીણ કરું છું, પીડા પાડ્યું છે. પરિતાપ પામું છું તે મારા કર્મનું ફળ નથી પણ સર્વ પ્રભાવ નિયતિનો જ છે. જે કાંઈ થાય છે તે નિયતિથી થાય છે, અન્યથી નહિ. નિયતિવાદી આગળ કહે છે. પૂર્વ આદિ દિશાઓમાં નિવાસ કરતા જે ત્રસ અને સ્થાવર પ્રાણીઓ છે તેઓ નિયતિના કારણે જ ઔદ્યરિક આદિ શરીરને પ્રાપ્ત કરે છે અને નિયતિથી જ બાલ, યુવાન વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત કરે છે તેમજ નિયતિને વશીભૂત થઈને જ શરીરથી પૃથક્ પૃથક થાય છે. તે નિયતિના પ્રભાવથી જ કાણા કુબડા રૂપ અવસ્થાને પ્રાપ્ત થાય છે નિયતિના પ્રભાવથી સુખદુખનો અનુભવ કરે છે. આ નિયતિને જ કાર્યોનું કારણ માનનારા નિયતિવાદી આગળ કહેવામાં આવનારી વાતોને માનતા નથી અને ક્રિયા, અક્રિયા, સ્વર્ગ, નરકાદિને પણ નિયતિવાદી માનતા નથી. તે નિયતિવાદી અનેક પ્રકારના સાવધ અનુષ્ઠાન કરીને કામભોગરૂપ આરંભ સમારંભ કરે છે. તે નિયતિવાદમાં શ્રદ્ધા રાખનાર અનાર્ય છે, ભ્રમમાં પડેલા છે. તેઓ નથી આ લોકના રહેતા કે નથી પરલોકના, પરંતુ કામભોગમાં ફસાઈને કષ્ટ ભોગવે છે, દુઃખ પામે છે આ નિયતિવાદી પુરુષનું કથન થયું. આ સર્વ ચાર પુરુષો ભિન્ન ભિન્ન અભિપ્રાયવાળા, ભિન્ન ભિન્ન દર્શનવાળા, ભિન્ન ભિન્ન રુચિવાળા, ભિન્ન ભિન્ન આરંભવાળા અને ભિન્ન ભિન્ન નિશ્ચયવાળા છે. તેઓએ પોતાના માતાપિતા, સ્ત્રી પુત્રાદિના સંબંધ પણ છોડી દીધેલ છે છતાં આર્ય માર્ગને તેઓ પ્રાપ્ત થયેલ નથી. તેથી તેઓ ન તો આ પાર કે ન તો પેલે પાર ગયા છે. મધ્યમાં જ ભોગોના કીચડમાં ફસાયેલા છે. તેથી કષ્ટ-દુઃખનો અનુભવ કરે છે. [65] પૂર્વ-દક્ષિણ-ઉત્તર-પશ્ચિમાદિ દિશાઓમાં અનેક મનુષ્યો નિવાસ કરે છે. તેમાં કોઈ આર્ય-અનાર્ય કુલીન અકુલીન-મોટી નાની અવગાહનાવાળા, કોઈ સુન્દર વર્ણવાળા, કોઈ ખરાબ વર્ણવાળા, કોઈ મનોજ્ઞ રૂપવાળા, કોઈ અમનોજ્ઞ રૂપવાળા, કોઈ જનપદ પરિગ્રહવાળા, કોઈ અલ્પપરિગ્રહવાળા, જૂનાધિક પરિગ્રહવાળા. તેમાંથી કોઇ પુરુષો ઉપરોક્ત કુલોમાંથી કોઈપણ કુલમાં જન્મ લઈ વિષયભોગોને છોડીને ભિક્ષાવૃત્તિને સ્વીકારવા માટે ઉદ્યત થાય છે. કોઈ કોઈ વિદ્યમાન પરિવાર તથા ધન-ધાન્ય આદિ સર્વ ભોગ-ઉપભોગની ઉત્તમ સામગ્રીનો ત્યાગ કરીને ભિક્ષાવૃત્તિનો સ્વીકાર કરે છે અને કોઇ કોઇ અવિદ્યમાન પરિવાર અને સમ્પત્તિનો ત્યાગ કરીને ભિક્ષાવૃત્તિને ધારણ કરે છે. જે લોકો વિદ્યમાન અને અવિદ્યમાન કુટુમ્બ પરિવાર તેમજ ધન-ધાન્ય આદિ સમ્પત્તિનો ત્યાગ કરીને ભિક્ષુ બને છે તેઓને પ્રથમથી જ્ઞાન હોય છે કે સંસારમાં લોકો પોતાથી ભિન્ન પદાર્થોને ભ્રમના કારણે પોતાનું સમજી એમ માને છે અને અભિમાન કરે છે કે-ખેતર મારું છે, ઘર મારું છે, ચાંદી મારી છે, સુવર્ણ મારું છે, ધનધાન્ય મારું છે, કાંસુ મારું છે, લોખંડ મારું છે, વસ્ત્ર મારો છે, વિપુલ ધન, સુવર્ણ, રત્ન, મણિ, મોતી, શંખ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org