________________ સૂયગડો-૧/૪/૨૫૪ કરીને ભોગ ભોગવા નિમંત્રણ કરે છે, પરંતુ સાધુ તે શબ્દોને વિવિધ પ્રકારના પાશબંધન સમજી સ્વીકાર ન કરે. સ્ત્રીઓ સાધુના ચિત્તને હરવા માટે અનેક ઉપાય કરે છે. તે કરુણ વાક્યો બોલીને વિનીત ભાવ દેખાડી સાધુ પાસે આવે છે તથા મધુર ભાષણ કરીને કામ સંબંધી આલાપ દ્વારા સાધુને પોતાને સાથે ભોગ કરવાની વશમાં થયેલો જાણી. નોકરની પેઠે તેના પર હુકમ ચલાવે છે. [254] જેમ શિકારી એકાકી નિર્ભય વિચરનાર સિંહને માંસનું પ્રલોભન આપી પાશમાં બાંધી લે છે, તે પ્રમાણે સ્ત્રીઓ સંવૃત સાધુને પોતાની મોહજાળમાં ફસાવી દે છે. [25] જેમ રથકાર પૈડાની નેમીને અનુક્રમે નમાવે છે, તે પ્રમાણે સ્ત્રીઓ સાધુને પોતાના વશમાં કરીને પોતાના ઈષ્ટ અર્થમાં ઝૂકાવી દે છે. જેમ પાશમાં બંધાયેલ મૃગ ઉછળવા કુદવા છતાં પણ છૂટી શકતો નથી. તેમ સાધુ પણ સ્ત્રીના પાશમાં બંધાયા પછી છૂટી શકતો નથી. [25] પછી તે સાધુ વિષમિશ્રિત ખીર ખાનાર મનુષ્યની જેમ પસ્તાય છે. માટે આ પ્રમાણે વિવેકને ગ્રહણ કરીને મુક્તિગમન યોગ્ય સાધુ સ્ત્રી-સહવાસથી દૂર રહે. [25] સ્ત્રી-સંસર્ગ વિશ્વલિત કાંટા જેવો જાણીને સાધુ તેનો ત્યાગ કરે, સ્ત્રીને વિશ, ગૃહસ્થના ઘરમાં એકલા ઉપદેશ આપનાર સાધુ, ત્યાગને ટકાવી શકતો નથી. [258) જે પુરુષ સ્ત્રી સંસર્ગરૂપ નિદનીય કર્મમાં આસક્ત છે, તે કુશીલ છે. તેથી સાધુ ભલે ઉત્તમ તપસ્વી હોય તો પણ સ્ત્રીઓ સાથે વિચરે નહીં. ૨પ૯-૨૬૧ ભલે પોતાની પુત્રી હો કે પુત્રવધૂ હો, ધાઈ હો કે દાસી હો, મોટી ઉમ્મરની હો કે કુમારિકા હો, પરંતુ સાધુ તેની સાથે પરિચય ન કરે. સ્ત્રી સાથે એકાંત કરવાથી અપવાદ ઉત્પન્ન થાય છે. કોઈ સ્ત્રીની સાથે સાધુને એકાંતમાં બેઠેલા જોઇને તે સ્ત્રીના જ્ઞાતિજનો અને સુજનોના ચિત્તમાં કદી દુઃખ ઉત્પન્ન થાય કે આ સાધુ પણ બીજા માણસોની જેમ કામમાં આસક્ત રહે છે. પછી તેઓ ક્રોધિત બનીને કહે છે કે તમે તે સ્ત્રીનું ભરણ-પોષણ શા માટે કરતા નથી? કારણ તમે તેના પુરુષ-પતિ છો. ઉદાસીન સાધુને એકાંતમાં કોઈ સ્ત્રી સાથે વાતલાય કરતાં જોઈને કોઈ કોઈ ક્રોધિત બની જાય છે અને તેઓ સ્ત્રીમાં દોષ હોવાની શંકા કરવા લાગે છે કે તે સ્ત્રી પ્રેમવશ સાધુને વિવિધ પ્રકારના ભોજન બનાવીને આપે છે. [22] સમાધિયોગ એટલે ઘર્મધ્યાનથી ભ્રષ્ટ પુરુષ જ સ્ત્રીઓ સાથે પરિચય કરે છે. તેથી સાધુ પોતાના આત્મહિત માટે સ્ત્રીઓની સમીપ જાય નહીં. 23] કેટલાક માણસો પ્રવ્રજ્યા લઇને પણ મિશ્રમાર્ગનું અર્થાતુ કાંઈક ગૃહસ્થના અને કાંઇક સાધુના આચારનું સેવન કરે છે અને તેનેજ મોક્ષનો માર્ગ બતાવે છે, કારણ કે કશીલોની વાણીમાંજ બળ હોય છે, કાર્યમાં નહીં. 264 કુશીલ પુરુષ સભામાં પોતાને શુદ્ધ બતાવે છે, પરંતુ છૂપી રીતે પાપ કરે છે. અંગચેષ્ટાદિના જ્ઞાતા પુરુષ જાણી લીએ છે કે આ માયાવી અને મહાશઠ છે. રિ૬પ દ્રવ્યલિંગી અજ્ઞાની સાધુ પૂછવા છતાં પણ પોતાના દુકૃતને કહેતો નથી, પરંતુ પોતાની પ્રશંસા કરવા લાગે છે. આચાયદિ જ્યારે તેને વારંવાર કહે છે કે તમે મૈથુનની અભિલાષા ન કરો ત્યારે તે ગ્લાનિ કરે છે. [2] જે પુરુષો સ્ત્રીઓનું પોષણ કરી ચૂકેલ છે તેથી સ્ત્રીઓ દ્વારા થતાં ખેદના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org