________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૩, ઉસ-૪ 139 [24] જેમ તીવ્ર વેગથી વહેતી અને વિષમ તટ વાળી વૈતરણી નદીને પાર કરવી બહુ જ કઠિન છે તેમજ વિવેકહીન પુરુષો માટે સ્ત્રીઓ દુસ્તર છે. [241-242] જે પુરુષો સ્ત્રીસંસર્ગ અને કામશૃંગાર છોડી દે છે તે અનુકૂળ અને પ્રતિકૂળ સર્વ ઉપસર્ગોને જીતીને સંવરરૂપ સમાધિમાં સ્થિત થાય છે. જેમ વ્યાપારી નાવ દ્વારા સમુદ્રને પાર કરે છે તેમ પૂવોક્ત અનુકૂળ અને પ્રતિકૂળ પરિષહોને જીતનાર મહાપુરુષ સંસારરૂપ સાગરને પાર કરશે. બાકી સંસારરૂપ પ્રવાહમાં પડેલા પ્રાણીઓ પોતાના કમોથી દુઃખી થાય છે. [243 સુવતવાન ભિક્ષુ પૂવક્ત કથનને જાણીને સમિતિપૂર્વક વિચરે. તે મૃષાવાદનો ત્યાગ કરે અને અદત્તાદાનનો પણ ત્યાગ કરે [24] ઉર્ધ્વદિશા, અધોદિશા અને તિછ દિશામાં સર્વત્ર જે કોઈ પણ ત્રસ અને સ્થાવર જીવો છે, તેઓની હિંસાનો ત્યાગ કરવો જોઈએ. એમ કરવાથી શાંતિ તથા નિવણ પદની પ્રાપ્તિ થાય છે. [25] કાશ્યપ ગોત્રી ભગવાન મહાવીર સ્વામીએ કહેલા આ ધર્મ અંગીકાર કરીને મુનિ પ્રસન્ન ચિત્તથી તેમજ ગ્લાનિરહિત તથા સમાધિયુક્ત થઈ ગ્લાન (રોગી) સાધુની સેવા કરે. [24] સમ્યગ્દષ્ટિ, શાંત મુનિ મોક્ષ આપવામાં કુશળ એવા આ ઉત્તમ ધર્મને જાણીને, ઉપસર્ગોને સહન કરે અને જ્યાં સુધી મોક્ષની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી સંયમનું અનુષ્ઠાન કરતા રહે. એમ હું કહું છું. અધ્યનના 3- ઉદેસો: ૩ની યુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ | અધ્યનનઃ૩-ગુર્જરછાયાપૂર્ણ (અધ્યયન-સ્ત્રીપરિવા -ઉદ્યો -1 - રિ૪૭-૨૪૮] જે પુરુષ એવું વિચારે છે કે હું માતા પિતા આદિના પૂર્વ સંબંધને છોડીને તથા મૈથુનવર્જિત રહીને, જ્ઞાન, દર્શન અને ચારિત્રનું પાલન કરતો એકલો એકાંતમાં વિચરીશ. અવિવેકી સ્ત્રીઓ છળથી તે સાધુની પાસે આવી કપટથી. કે ગૂઢાર્થક શબ્દોથી ભ્રષ્ટ કરવાનો પ્રયત્ન કરે છે. તેણી એવા ઉપાયો પણ જાણે છે કે જેથી કોઈ સાધુ તેનો સંગ કરી લે છે. 2i49-251 તે સ્ત્રીઓ સાધુની ઘણી નિકટ બેસે છે તથા કામને ઉત્પન્ન કરનારને સુંદર વસ્ત્રો ઢીલા હોવાનો ઢોંગ કરી વારંવાર પહેરે છે. શરીરના જંઘા આદિ અધો ભાગને દેખાડે છે અને હાથ ઉંચો કરી કાંખ બતાવે છે. ક્યારેક સ્ત્રીઓ એકાન્તમાં પલંગ તથા ઉત્તમ આસન પર બેસવા સાધુને નિમંત્રણ આપે છે, પરંતુ ભિક્ષુ તેને વિવિધ પ્રકારના પાશબંધન જાણી સ્વીકાર ન કરે. સાધુ તે સ્ત્રીઓ ઉપર દૃષ્ટિ ન કરે અને દુષ્કૃત્ય કરવાનો સ્વીકાર ન કરે. તેમની સાથે વિહાર ન કરે. આ પ્રમાણે સાધુનો આત્મા સુરક્ષિત રહે છે. રિપર-૨૫૩] સ્ત્રીઓ સાધુને સંકેત કરીને અને વાર્તાલાપ વડે વિશ્વાસ ઉત્પન્ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org