________________ 138 સૂયગડો -13429 કરી છે. રામગુપ્ત સદા આહાર કરીને સિદ્ધિ પ્રાપ્ત કરી છે, બાહુકે સચિત્ત જળનું પાન કરીને સિદ્ધિ પ્રાપ્ત કરી છે અને નારાયણ નામના ઋષિએ અચિત્ત જળનું પાન કરીને સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આસિલ, દેવલ, મહર્ષિ દ્વૈપાયન તથા પરાશર ઋષિએ કાચું પાણી, બીજ અને લીલી વનસ્પતિનો ઉપભોગ કરીને સિદ્ધિ પ્રાપ્ત કરી છે. પ્રાચીન કાળમાં આ મહાપુરુષો લોક વિખ્યાત અને પ્રધાન હતા. તેમાંથી કેટલાકને જેનાગમમાં પણ ઋષિ તરીકે સ્વીકારેલ છે. તેઓ સચિત્ત જળ તથા બીજનો ઉપભોગ કરીને મોક્ષે ગયા છે એવું મેં સાંભળ્યું છે. આ રીતે ખોટી ખોટી વાતો સાંભળી કોઈ મંદમતિ સાધુ, ભારથી પીડા પામેલ ગધેડાની જેમ સંયમપાલનમાં ખેદ પામે છે. તેમજ જેમ કોઈ પાંગળો માણસ લાકડીના સહારે ચાલે છે અને રસ્તામાં આગ લાગે તો દોડતા મનુષ્યની પાછળ ભાગે છે પરંતુ ચાલવામાં અસમર્થ આખિર નાશ પામે છે, તેમ સંયમમાં દુઃખ માનનાર મનુષ્ય મોક્ષ સુધી પહોંચી શકતો નથી પણ સંસારમાં જ જન્મ મરણના દુઃખ ભોગવે છે. [૨૩૦ને કેટલાક શાક્યાદિ શ્રમણ તેમજ લોચઆદિ પરિષહ સહન કરવામાં અસમર્થ પુરુષો કહે છે કે- સુખથી જ સુખની પ્રાપ્તિ થાય છે. પણ દુઃખ ભોગવવાથી સુખની પ્રાપ્તિ થતી નથી. આ રીતે કહી જિનેશ્વર દ્વારા પ્રરૂપિત શ્રેષ્ઠ અને કલ્યાણકારી માર્ગનો ત્યાગ કરે છે.. 231] સુખથી સુખ મળે છે આવી ભ્રાંતિમાં પડેલા લોકોને સન્માર્ગ દેખાડવા માટે શાસ્ત્રકાર કહે છે. જિનશાનની અવગણના કરીને તુચ્છ વિષયસુખના લોભથી અનન્ત, અક્ષય, અવ્યાબાધ સુખને ન છોડો. જો તમે અસત્પક્ષને છોડશો નહીં તો સોનું છોડીને લોઢું લેનારા વણિકની જેમ પશ્ચાત્તાપ કરશો. [૨૩ર-ર૩] સુખથી સુખ મળે છે એવું માનનારા લોકો જીવહિંસા કરે છે, ખોટું બોલે છે, અદતવસ્તુ લે છે, તેમજ મૈથુન તથા પરિગ્રહનું પણ સેવન કરે છે. આ રીતે તેઓ સર્વ પાપોમાં પ્રવૃત્ત થઈ સંયમહીન બની જાય છે. જિનશાસનથી વિમુખ, સ્ત્રીપરિષહ જીતવામાં અસમર્થ, અનાર્ય કર્મ કરનાર અજ્ઞાની પાર્શ્વસ્થ આ પ્રમાણે પ્રરૂપણા કરે છે. જેમ ગુમડા કે શેલ્લાને દબાવીને તેમાંથી પરુ કાઢી નાખવાથી થોડી વારમાં જ પીડા દૂર થઈ જાય છે, તેમ સમાગમની પ્રાર્થના કરનારી સ્ત્રી સાથે સમાગમ કરવામાં શું દોષ છે? જેમ ઘેટું કે બકરું પાણીને હલાવ્યા વિના પીએ છે અને પોતાની તૃષા છિપાવે છે, તેમ સમાગમની પ્રાર્થના કરનારી સ્ત્રી સાથે સમાગમ કરવામાં કોઇને પીડા થતી નથી અને પોતાની તૃપ્તિ થઈ જાય છે માટે તેમાં શું દોષ છે? જેમ કપિંજલ નામની પક્ષિણી પાણીને હલાવ્યા વિના પીએ છે તેથી કોઈ જીવને કષ્ટ થતું નથી, તે પ્રમાણે સમાગમની પ્રાર્થના કરનારી સ્ત્રી સાથે ભોગમાં શું દોષ છે? 237 પૂર્વોક્ત પ્રકારે મૈથુન સેવનને નિરવ બતાવનારા પુરુષો પાર્શ્વસ્થ છે, મિથ્યાવૃષ્ટિ છે તથા અનાર્ય છે. જેમ પૂતના ડાકણ બાળકો ઉપર આસક્ત રહે છે, તે પ્રમાણે તેઓ કામભોગમાં અત્યંત આસક્ત રહે છે. [238] જે મનુષ્ય ભવિષ્યની તરફ નહીં જોતા, વર્તમાન સુખની ખોજમાં જ આસક્ત રહે છે તે યૌવન અને આયુ ક્ષીણ થતાં પશ્ચાત્તાપ કરે છે. [239] ધમપાર્જનના સમયે જેમણે ધર્મોપાર્જન કર્યું છે. તેઓ પાછળથી પશ્ચાત્તાપ કરતા નથી. બંધનમુક્ત ધીર પુરુષો અસંયમી જીવનની ઈચ્છા પણ ન કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org