________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૭, પ્રાપ્તિ થતી હોય તો પાણીમાં રહેનારા જળચર પ્રાણીઓને પણ મોક્ષ મળી જવો જોઈએ. જો જળથી મુક્તિ મળતી હોય તો માછલા, કાચબા, જળ સર્પ, જળ મુગ, જળચર ઊંટ તથા જળરાક્ષસ એ બધા જળચરો જ સૌથી પહેલાં મોક્ષ પામે, પરંતુ આવું બનતું નથી. માટે જે જળસ્પર્શથી મોક્ષ બતાવે છે તેમનું કથન અયુક્ત છે. એવું કુશળ પુરુષો કહે છે. [396-37] જો જળ કર્મરૂપી મેલને ધોઈ નાખે તો પૂણયને કેમ ન ધોઈ નાખે? તેથી જળસ્નાનથી મોક્ષ માનવો તે કલ્પના માત્ર છે. વસ્તુતઃ જેમ કોઈ જન્માંધ પુરુષ અંધનેતાનું અનુસરણ કરે તો તે કુમાર્ગે ચાલ્યો જાય છે, પોતાના લક્ષ્ય પહોંચી શકતો નથી. મૂર્ખ જીવો અજ્ઞાની નેતાની પાછળ ચાલીને જળસ્નાન વગેરે દ્વારા પ્રાણીઓનો ઘાત કરે છે. જો ઠંડુ-કાચું પાણી પાપકર્મ કરતા પુરુષોના પાપને હરી લે તો જળચર જીવો માછલી આદિને મારનાર મચ્છીમાર આદિની મુક્તિ થઈ જવી જોઈએ. પરંતુ તેવું બનતું નથી. માટે જળસ્નાનથી મુક્તિ બતાવનારા મિથ્યા ભાષણ કરે છે. | [398-399] પ્રાતઃકાળે અને સાંજે અગ્નિનો સ્પર્શ કરનારા અગ્નિમાં હોમ કરવાથી મોક્ષની પ્રાપ્તિ બતાવે છે, તેઓ મિથ્યાવાદી છે. જે તે પ્રમાણે મોક્ષ મળતો હોય તો અગ્નિનો સ્પર્શ કરનારા કુકર્મીઓને પણ મોક્ષ થવો જોઈએ પણ તેમ બનતું નથી. જેણે જળસ્નાનથી અથવા અગ્નિહોત્રથી મુક્તિ માની છે તેઓએ પરીક્ષા કરીને જોયું નથી કે વસ્તુતઃ આ રીતે મુક્તિ મળતી નથી. એવી માન્યતા રાખનાર અજ્ઞાની જીવ સંસારમાં પરિભ્રમણ કરશે. સર્વપ્રકારના ત્રસ અને સ્થાવર જીવો સુખને ઇચ્છે છે. એવું જાણીને તેમજ સમ્યજ્ઞાન પ્રાપ્ત કરીને કોઈપણ પ્રાણીની હિંસા ન કરવી. 4i00] પાપ કરનાર પ્રાણીને રડવું પડે છે. તરવાર વગેરેથી છેદનનું દુઃખ ભોગવવું પડે છે. ભયભીત થવું પડે છે. એવું જાણી વિદ્વાન મુનિ પાપથી નિવૃત્ત થઈ પોતાના મન, વચન, કાર્યને ગોપન કરી તથા ત્રસ અને સ્થાવર પ્રાણીના સ્વરૂપને જાણીને તેઓની હિંસા ન કરે. [401] જો સાધુ ઉદ્દિષ્ટ વગેરે દોષોથી રહિત આહારનો પણ સંચય કરીને ઉપભોગ કરે છે તથા અચિત્ત જળથી પણ શરીરના અંગોને સંકોચીને પણ સ્નાન કરે છે, વસ્ત્ર ધોવે છે, શૃંગાર માટે વસ્ત્રને નાનું-મોટું કરે છે, તે સંયમથી દૂર છે તેમ કહ્યું છે. [402] ધીરપુરુષ જળસ્નાનથી કર્મબંધ જાણીને મુક્તિ પર્યત પ્રાસુક જળ વડે જીવન ધારણ કરે, બીજ-કંદાદિનું ભોજન ન કરે. સ્નાન તથા મૈથુનનો ત્યાગ કરે. 4i03] જે પુરુષે માતા, પિતા, ઘર, પુત્ર, પશુ અને ધનને છોડીને દીક્ષા ગ્રહણ કરી છે પછી સ્વાદિષ્ટ ભોજન બનાવનાર ઘરોમાં લોલુપતાથી દોડે છે, તે શ્રમણત્વથી દૂર છે. 4i04] જે પેટ ભરવામાં વૃદ્ધ પુરુષ સ્વાદિષ્ટભોજન માટે તેવા ઘરોમાં ભિક્ષાર્થે જાય છે તથા ત્યાં ધર્મકથા કરે છે તેમજ સુંદર આહાર માટે પોતાના ગુણોનું વર્ણન કરાવે છે તે આચાર્યના ગુણોથી શતાંશ પણ નથી, એમ તીર્થકરોએ કહ્યું છે. f405-40] દીક્ષિત બનીને જે સાધુ પરાયા ભોજન ઉપર દીન બની જાય છે અને ચારણભાટની પેઠે બીજાની પ્રશંસા કરે છે તે ચોખાના દાણાઓમાં આસક્ત બનેલ મોટા ડુક્કરની જેમ નાશ પામે છે અર્થાત્ વારંવાર જન્મ-મરણને ધારણ કરે છે. જે પુરુષ અન, પાન તથા વસ્ત્ર વગેરે આ લોકના પદાર્થોના નિમિત્તે દાતા પુરુષને સેવકની પેઠે રુચિકર વાત કહે છે તે પાર્શ્વસ્થ તથા કુશીલ છે, જેમ ફોતરા નિસ્સાર બની જાય છે તેમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org