________________ 150 સૂયગડો-૧૭-૩૮૪ કર્મ કરે છે, તેનાથી જ મૃત્યુને મેળવે છે. 3i84] કરેલાં કર્મ કોઈ આ લોકમાં ફળ આપે છે તો કોઈ બીજા ભવમાં ફળ આપે છે. કોઈ એક જન્મમાં ફળ આપે છે તો કોઈ સેંકડો જન્મો બાદ ફળ આપે છે. કોઈ કર્મ જે રીતે કર્યું હોય તે પ્રમાણે ફળ આપે છે અને કોઈ કર્મ બીજી રીતે પણ ફળ આપે છે. સંસારમાં ભ્રમણ કરતાં કુશીલ જીવો તીવ્રમાં તીવ્ર દુઃખો ભોગવે છે. કોઈ જીવ પૂર્વકૃત, કર્મનું ફળ ભોગવતાં આર્તધ્યાન કરીને ફરી નવા કર્મ બાંધે છે. આ રીતે નિરંતર પાપ કર્મનું ફળ ભોગવતો રહે છે. 3i85 સર્વજ્ઞ ભગવાને કહ્યું છે, કે જે માતા પિતાને અર્થાત સમસ્ત પરિવારને છોડીને સાધુ પર્યાયને ગ્રહણ કરીને અગ્નિકાયનો આરંભ કરે છે તથા પોતાના સુખ માટે અન્ય પ્રાણીઓની હિંસા કરે છે તે કુશીલ ધર્મવાળા છે. . [૩૮અગ્નિ સળગાવનાર પુરુષ અનેક જીવોની ઘાત કરે છે અને અગ્નિ ઓળવનાર પુરુષ અગ્નિકાયના જીવોની ઘાત કરે છે. માટે બુદ્ધિમાન પુરુષ ધર્મને જાણીને અગ્નિકાયનો આરંભ ન કરે. પૃથ્વી સજીવ છે અને પાણી પણ સજીવ છે. તેથી જે પુરુષ અગ્નિ સળગાવે છે તે પૃથ્વી અને પાણીના જીવોને, પતંગીયા વગેરે સંપાતિમ જીવોને, સંસ્વેદજ જીવોને તેમજ લાકડાને આશ્રિત રહેલાં જીવોને બાળે છે. [388-390 હરિતકાય અથવા દૂર્વા, અંકુર વગેરે પણ જીવ છે. કારણ આપણા શરીરની જેમ તેઓનું શરીર પણ આહારથી વધે છે, કાપવાથી કરમાઈ જાય છે. હરિતકાયના. એ જીવ મૂળ, સ્કંધ, શાખા પત્ર, પુષ્પ, ફળ આદિમાં અલગ અલગ હોય છે. જે જીવ પોતાના સુખ માટે તે જીવોનું છેદન ભેદન કરે છે તે ધૃષ્ટતાપૂર્વક ઘણા પ્રાણીઓની ઘાત કરે છે. જે દીક્ષિત અથવા ગૃહસ્થ અસંયમી પુરુષ પોતાના સુખના માટે બીજનો નાશ કરે છે તે પુરુષ તે બીજ દ્વારા ઉત્પન્ન થનારાં અંકુર શાખા પત્ર, પુષ્પ, ફળ વગેરેનો નાશ કરે છે અને પોતાના આત્માને દંડિત કરે છે. જ્ઞાનીઓએ તેવા પુરુષને અનાર્યધર્મી કહેલ છે. વનસ્પતિનું છેદન કરનાર પુરુષોમાં કોઈ કોઈ ગર્ભમાં જ મરી જાય છે. કોઈ અસ્પષ્ટ બોલવાની અવસ્થામાં, કોઈ કુમાર અવસ્થામાં, કોઈ પ્રૌઢ બનીને તો કોઈ વૃદ્ધાવસ્થામાં મરી જાય છે. આ પ્રમાણે વનસ્પતિની હિંસા કરનાર પ્રાણી કોઇપણ અવસ્થામાં મરણને શરણ થાય છે. [391 હે જીવો ! તમે સમજો કે આ સંસારમાં મનુષ્ય જન્મની પ્રાપ્તિ બહુ જ કઠિન છે તથા નરકગતિ અને તિર્યંચ ગતિના ઘોર દુઃખોને જુઓ અને વિચારો કે અજ્ઞાની જીવોને બોધની પ્રાપ્તિ થતી નથી. આ સંસાર જ્વરથી પીડિતની જેમ એકાંત દુઃખી છે અને જીવ પોતાના સુખ માટે કરેલ પાપ કર્મના કારણે દુખના પાત્ર બને છે. [392-395] આ લોકમાં મૂઢ માણસ મીઠું ખાવાનું છોડી દેવાથી મોક્ષની પ્રાપ્તિ બતાવે છે. કોઈ ઠંડા પાણીના સેવનથી મોક્ષ કહે છે અને કોઈ હોમ કરવાથી મોક્ષની પ્રાપ્તિ બતાવે છે. પ્રાતઃકાળે સ્નાન આદિ કરવાથી મોક્ષ મળતો નથી. કારણ કે જળકાયનો આરંભ કરવાથી જળકાયના જીવોની હિંસા થાય છે. તેમજ ક્ષાર-મીઠું ન ખાવાથી પણ મોક્ષ મળતો નથી. અન્યતીર્થિઓ મધ, માંસ અને લસણ ખાઇને મોક્ષને બદલે સંસારમાં ભ્રમણ કરે છે. સવારે, બપોરે અને સાંજે ત્રણે સંધ્યાકાળમાં જળનો સ્પર્શ કરવાથી મોક્ષની પ્રાપ્તિ માને છે તે યોગ્ય નથી. જો પાણીના સ્પર્શથી સિદ્ધિની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org