________________ ચુતસ્કંધ-૨, અધ્યયન-૨, 195 પરિષહો અને ઉપસગ સહન કરવામાં આવે છે તે અર્થની આરાધના કરે છે. તે અર્થ (મોક્ષ) નું આરાધન કરીને અંતિમ શ્વાસોશ્વાસમાં કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન કરે છે. તે જ્ઞાન અંતરહિત, સર્વોત્તમ, વ્યાધાત રહિત, નિરાવરણ, સંપૂર્ણ અને પ્રતિપૂર્ણ હોય છે. પછી તે સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે. પરિનિર્વાણને પામે છે અને સંપૂર્ણ દુઃખોનો અંત કરે છે. કોઈ મહાત્મા એક જ ભવમાં મુક્તિ પ્રાપ્ત કરી લે છે અને બીજા કોઈ કોઈ પૂર્વ કર્મ શેષ રહેવાથી યથાસમયે મૃત્યુને પ્રાપ્ત કરી દેવલોકના પયયને પ્રાપ્ત કરે છે. તેઓ મહાદ્ધિવાળા, મહાદ્યુતિવાળા, મહાપરાક્રમવાળા, મહાયશવાળા, મહાબળવાળા, મહાપ્રભાવવાળા અને મહાસુખદાયક જે દેવલોક છે ત્યાં દેવ બને છે. તે દેવ મહાદ્ધિવાળા, મહાદ્યુતિવાળા, મહાપરાક્રમવાળા યાત્મહાસુખ સંપન્ન, હારથી સુશોભિત વક્ષસ્થળવાળા, કટક અને કેયૂર આદિ આભૂષણોથી યુક્ત ભુજાવાળા, અંગદ અને કુંડળોથી યુક્ત પોલ અને કાનવાળા, વિચિત્ર આભૂષણોથી યુક્ત હાથવાળા, વિવિધ માળાઓથી સુશોભિત મુકુટવાળા, કલ્યાણકારી સુગંધિત વસ્ત્રોને ધારણ કરવાવાળા, કલ્યાણકારી શ્રેષ્ઠમાળા અને અંગ લેપનને ધારણ કરવાવાળા હોય છે. તેઓ દિવ્યરૂપ, વર્ણ, ગંધ, સ્પર્શ શરીરના સંગઠન, દ્ધિ, ધૃતિ, પ્રભા, કાંતિ, અર્ચા, તેજ અને વેશ્યાઓથી દશે દિશાઓને પ્રકાશીત કરતાં કલ્યાણમયી ગતિ અને સ્થિતિવાળા અને ભવિષ્યમાં પણ કલ્યાણ પ્રાપ્ત કરવાવાળા દેવ થાય છે. આ સ્થાન એકાંત. ઉત્તમ અને સુસાધુ છે. આ બીજા સ્થાન ધર્મપક્ષનો વિભાગ કહેવામાં આવ્યો. [71] હવે ત્રીજું મિશ્રસ્થાન કહે છે. આ મનુષ્યલોકમાં પૂવદિ દિશાઓમાં કોઈ મનુષ્યલોકમાં પૂવદિ દિશાઓમાં કોઈ મનુષ્ય અલ્પ ઈચ્છાવાળા, અલ્પ આરંભવાળા અને અલ્પ પરિગ્રહવાળા હોય છે, તેઓ ધમચરણ કરનારા, ધર્મની અનુજ્ઞા આપનારા અને ધર્મમય વૃત્તિવાળા હોય છે. તેઓ સુશીલ સુવતી આનંદમાં રહેનારા અને સર્જન હોય છે. તેઓ દેશથી-કંઈક અંશે પ્રાણાતિપાતથી નિવૃત્ત રહે છે, અને દેશથી નિવૃત્ત હોતા નથી, બીજા જે કર્મો સાવદ્ય અને અજ્ઞાનને ઉત્પન્ન કરનારા, બીજાને પરિતાપ આપનારા હોય છે તેમાંથી પણ કોઈ કોઈ આજીવન નિવૃત્ત થઈ શકતા નથી. આ મિશ્ર સ્થાનમાં રહેનારા શ્રાવક હોય છે. તેઓ જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ સંવર, વેદના, નિર્જરા, ક્રિયા, અધિકરણ, બંધ અને મોક્ષના જ્ઞાતા હોય છે. તેઓ અસહાય હોવા છતાં પણ તેમને દેવ, અસુર, નાગ, સુવર્ણ, યક્ષ, રાક્ષસ, કિન્નર, કિં૫રૂપ, ગાંધર્વ, ગરુડ અને મહોરાગ વિગેરે દેવગણો નિર્ચન્ય પ્રવચનથી ચલાવી શકતા નથી. તે શ્રાવકો નિર્ઝન્થપ્રવચનમાં શંકારહિત, અન્ય દર્શનની આકાંક્ષાથી રહિત, આ પ્રવચનમાં સંદેહરહિત હોય છે. તેઓ સૂત્રના જ્ઞાતા, સૂત્રને ગ્રહણ કરનાર, ગુરુને પૂછીને નિર્ણય કરનાર હોય છે. તેમની હાડની મજ્જામાં ધર્મનો અનુરાગ જ સત્ય છે. એ જ પરમાર્થ છે. શેષ અનર્થ છે. તેઓ વિશાળ અને નિર્મળ ચિત્તવાળા હોય છે. તેમના દ્વાર ખુલ્લા રહે છે. તેઓ કોઇના ઘરમાં કે અંતઃપુરમાં પ્રવેશ કરવો તે સારું માનતા નથી, તેઓ ચૌદશ, આઠમ, પૂર્ણિમા અને અમાવસ્યાના દિવસે પરિપૂર્ણ પૌષધનું પાલન કરે છે. તેઓ શ્રમણોને પ્રાસુક એષણીય ખાન-પાન-મેવા-મુખવાસ, વસ્ત્ર, કામળ, પાદપુંછન, ઔષધ, પાટ-પાટલા, શયા આદિનું દાન આપે છે અને ઈચ્છાનુસાર આદરેલાં ગુણ, શીલ, વ્રત, ત્યાગ વૈરાગ્યથી આત્માને ભાવિત કરતા વિચરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org