________________ 196 સંયમો - 22 - 71 તેઓ આ પ્રમાણે દર્ઘકાળ સુધી શ્રમણોપાસક પયયનું પાલન કરીને રોગાદિ કોઈ વ્યાધિ ઉત્પન થતાં અથવા તો રોગાદિ ન થયા હોય તો પણ ઘણા સમય સુધી અનશન ગ્રહણ કરીને અને તેને પૂર્ણ કરીને આલોચના અને પ્રતિક્રમણ કરીને અને સમાધિને પ્રાપ્ત કરીને કાળના અવસરે મૃત્યુ પામી દેવલોકમાં મહર્થિક દેવપણે ઉત્પન્ન થાય છે, ઈત્યાદિ પાઠ પૂર્વ સૂત્ર પ્રમાણે જાણવો. આ સ્થાન એકાંત સમ્યક અને ઉત્તમ છે. આ ત્રીજા સ્થાન મિશ્ર પક્ષનો વિભાગ કહેવાયો. જે સંપૂર્ણ અઢતી છે તેઓ બાલ છે. જે વિરત છે તે પંડિત છે અને જે અવતી અને વ્રતી છે તે બાલ-પંડિત કહેવાય છે. આ સ્થાનોમાંથી જે બધા પાપોથી નિવૃત્ત ન થવાનું તથા આરંભથી અવિરતિ સ્થાન છે તે સ્થાનવાળા અનાર્ય છે તથા સમસ્ત દુઃખોનો નાશ નહિ કરનાર એકાન્ત મિથ્યા છે. આ સ્થાન સારું નથી. બીજું સ્થાન જેમાં બધા પાપોથી નિવૃત્તિ છે તે આર્ય તથા સમસ્ત દુઃખોના નાશ કરનાર એકાત્ત સમ્યક અને શ્રેષ્ઠ છે. ત્રીજા સ્થાનમાં સંપૂર્ણ પાપોની નિવૃત્તિ નથી તેમજ અનિવૃત્તિ પણ નથી. તે સ્થાનવાળા બાલપંડિત છે અને તેને આરંભનો અને નોઆરંભનો સ્થાન કહેવામાં આવે છે. આ પણ આર્ય તથા સમસ્ત દુઃખનો નાશ કરનાર એકાન્ત સમ્યક અને ઉત્તમ છે. 672] સંક્ષેપમાં વિચાર કરતાં સર્વે માર્ગ બે વિભાગોમાં સમાઈ જાય છે. ધર્મ અને અધર્મમાં અથવા ઉપશાંત અને અનુપશાંતમાં. પહેલાં જે અધર્મ સ્થાન કહ્યો છે તેમાં 333 પ્રાવાદુકો અંતભૂત થઈ જાય છે. તે પાખંડી મતના ચાર વર્ગ છે. તે ક્રિયાવાદી, અક્રિયાવાદી, અજ્ઞાનવાદી અને વિનયવાદી. તેઓ પણ પરિનિર્વાણ અને મોક્ષનો ઉપદેશ પોતપોતાના અનુયાયિઓને આપે છે, તેઓ પોતપોતાના ધર્મના ઉપદેશક છે. [ 73 તે સર્વ ધર્મની આદિ કરનાર વિવિધ પ્રકારની બુદ્ધિ; અભિપ્રાય, સ્વભાવ, દ્રષ્ટિ, રુચિ આરંભ અને નિશ્ચય રાખવાવાળા ધર્મના આદિ પ્રવર્તક સર્વ મતાવલમ્બીઓ કોઈ એક સ્થાનમાં મંડલ બાંધી બેઠા હોય. ત્યાં કોઇ સમ્યક દ્રષ્ટિ પુરુષ અગ્નિના અંગારાથી ભરેલી કડાઈ લોઢાની સાણસીથી પકડીને લાવે અને તેમને કહે છે જુદી જુદી બુદ્ધિ યાવત્ ભિન્ન ભિન્ન અધ્યવસાયવાળા ધર્મના આદિ પ્રવર્તક પ્રાવાદુકો છે તમે બધા આ બળતા અંગારાથી ભરેલી કડાઈ થોડીવાર સુધી પોતપોતાના હાથમાં પકડી રાખો, સાણસી વાપરશો નહિ. અગ્નિ ઓલવશો નહિ અને સાધર્મિક કે પરધમિક કોઈને અન્યોન્ય સહાયતા પણ કરશો નહિ પરંતુ તમે સર્વે સરળ ને મોક્ષરાધક બનીને છળકપટ ન કરતા તમારા હાથને પ્રસારો. એમ કહીને તે પુરષ અંગારોથી પરિપૂર્ણ તે કઢાઈને સાણસીથી પકડીને દરેક પ્રાવાદુકતા હાથમાં મૂકવા જાય ત્યારે તેઓ પોતાના હાથ પાછા ખેચવા લાગશે. ત્યારે તે માણસ સર્વ પ્રાવાદુકોને એ પ્રમાણે કહે- હે વિવિધ બુદ્ધિવાળા અને વિવિધ નિશ્ચય કરનાર, ધર્મની આદિ કરનાર પ્રવાદીઓ ! શા માટે હાથ હટાઓ છો? હાથ ન દાઝે તે માટે? અને હાથ ધઝે તો થાય? દુઃખ થાય ? દુઃખના ભયથી હાથ હટાવી રહ્યા છો? તેજ વાત સર્વ પ્રાણીઓ માટે સમાન સમજો. તેજ દરેકને માટે પ્રમાણ જાણો. સર્વમાટે ધર્મનો સમુચ્ચય જાણો. તે પ્રત્યેકને માટે સમાન જાણો, પ્રત્યેકને માટે પ્રમાણ સમજે અને પ્રત્યેકને માટે ધર્મને સમુચ્ચય જાણો. માટે જે શ્રમણ માહણ એવી પ્રરૂપણા કરે છે કે સર્વ પ્રાણીઓની હિંસા કરવી જોઈએ, સર્વ પ્રાણી, ભૂત, જીવ સત્વને હણવા જોઈએ. બળાત્કારથી આજ્ઞા આપવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org