________________ શ્રુતસ્કંધ-૧, આધ્યયન-૧૩, 163 (અધ્યયન-૧૩-વ્યાયામ ) પિપ૭] હું યથાતથ્ય, જ્ઞાનના પ્રકાર અર્થાતુ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રનું રહસ્ય તથા જીવોના સારા-નરસા ગુણો તેમજ સાધુઓનું શીલ અને અસાધુઓનું કુશીલ તથા શાંતિ અર્થાતુ મોક્ષ અને અશાંતિ અર્થાત્ સંસારનું સ્વરૂપ બતાવીશ. પિપ૦-પપ૯ રાતદિન ઉત્તમ અનુષ્ઠાન કરનારા, તથાગત અથતું તીર્થકરોથી ધર્મને પામીને પણ તીર્થકરોક્ત સમાધિમાર્ગનું સેવન ન કરનાર નિહ્નવ પોતાને શિખામણ દેનાર તીર્થંકર આદિની નિંદા કરે છે. વીતરાગે કહેલો માર્ગ દોષરહિત છે, છતાં અહંકારથી નિલવ તેને દૂષિત કરે છે. જે પુરુષ પોતાની રુચિ અનુસાર, પરંપરાગત વ્યાખ્યાનથી જુદી રીતે વ્યાખ્યાન કરે છે તથા વીતરાગના જ્ઞાનમાં શંકા કરીને મિથ્યા ભાષણ કરે છે તે ઉત્તમ ગુણોનું ભાજન બની શકતો નથી. [પછી જે કોઇના પૂછવા પર પોતાના ગુરુનું નામ છુપાવે છે, તે પુરુષ પોતાને મોક્ષથી વંચિત કરે છે. તે વસ્તુતઃ અસાધુ છે, છતાં પોતાને સાધુ માને છે. તે માયાવી પુરુષ અનંતવાર સંસારમાં ઘાતને પ્રાપ્ત થાય છે અર્થાતુ દુઃખનું પાત્ર બને છે. [પ૧-પ૨] જે પુરુષ ક્રોધશીલ છે, બીજાના દોષો કહ્યા કરે છે, તથા શાંત થયેલા કલહને પ્રદીપ્ત કરે છે, તે પુરુષ પાપકર્મ કરનાર છે ને તે હમેશાં ઝગડામાં પડ્યો રહે છે. તે સાંકડા માર્ગથી જતા આંધળાની પેઠે અનંત દુઃખનો ભાગી બને છે. જે પુરુષ કલહ કરે છે અને જયારહિત બોલે છે તે સમતા મેળવી શકતો નથી. અને તે કલહરહિત પણ બની શકતો નથી. જે ગુરુની આજ્ઞાનું પાલન કરે છે. પાપ કરવામાં ગુરુ વગેરેની લજજા રાખે છે, જે વીતરાગના વચનમાં એકાન્ત શ્રદ્ધાળુ છે તે પુરુષ અમાયી છે. [3] પ્રમાદવશ ભૂલ થઈ જતાં ગુરુ વગેરે શિખામણ આપે ત્યારે જે ચિત્તવૃત્તિ શુદ્ધ રાખે (અથતિ ક્રોધ ન કરી) તેજ પુરુષ વિનય વગેરે ગુણોથી યુક્ત છે, તે જ સૂક્ષ્મ અર્થને જોનારો છે, તે જ પુરુષાર્થ કરનાર છે, તે જ જાતિસંપન્ન અને સંયમ પાળનાર છે. તે જ પુરુષ સમભાવી અને અમાથી છે. પ૬૪-૫૬પ જે પોતાને સંયમી અને જ્ઞાની માની પરીક્ષા કર્યા વિના અભિમાન કરે છે તથા “હું મોટો તપસ્વી છું” એવું માની બીજાઓને પાણીમાં પડેલી. ચંદ્રના પડછાયાની જેમ નિરર્થક માને છે, તે અભિમાની માણસ અવિવેકી છે. આ રીતે અહંકાર કરનાર સાધુ એકાંત રૂપથી મોહમાં પડીને સંસારમાં ભ્રમણ કરે છે. તે સમસ્ત આગમોના આધારભૂત સર્વજ્ઞ ભગવાનના માર્ગથી બહાર છે. જે માન-સન્માન પામીને અભિમાન કરે છે અને સંયમ ગ્રહણ કરીને પણ જ્ઞાન આદિનો મદ કરે છે તે વાસ્તવમાં પરમાર્થને જાણતો નથી. પિકી ચાહે કોઈ બ્રાહ્મણ હોય કે ક્ષત્રિય કુલમાં ઉત્પન્ન થયેલ હોય કે ઉગ્રકુલનું સંતાન હોય અથવા લચ્છવી વંશમાં ઉત્પન્ન થયેલ હોય, જે પુરુષ દીક્ષા ગ્રહણ કરીને બીજાનો આપેલો આહાર ખાય છે અને પોતાના ઊંચગોત્ર-કુળનું અભિમાન નથી કરતો તે જ વીતરાગ માર્ગનો અનુયાયી છે. પિ૭] જાતિ અને કુળ પણ શરણભૂત થતા નથી. સમ્યફ પ્રકારથી સેવન કરેલ જ્ઞાન અને સદાચાર સિવાય અન્ય કોઇ પણ રક્ષા કરવામાં સમર્થ નથી; પણ સદ્વિધા અને ચારિત્ર જ દુઃખથી મુક્ત કરનાર છે. જે મુનિ દીક્ષિત થઈને પણ ગૃહસ્થના કર્મનું સેવન કરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org