________________ 168 સૂયગડી-૧૧૫૧૧ વાયુનો સંયોગ મળવાથી કિનારે પહોંચી જાય છે તેવી જ રીતે ભાવનાયોગી સાધુ સમસ્ત દુખોથી મુક્ત થઈ જાય છે. [12] પાપકમોને જાણનારા પંડિત પુરુષ બધા બંધનથી મુક્ત થઈ જાય છે. તથા નવીન કર્મ ન કરનારા મેધાવી પુરુષના પૂર્વસંચિત બધા પાપકર્મો નષ્ટ થઈ જય છે. [13-1] જે પુરુષ સમસ્ત ક્રિયાઓથી રહિત છે તેને નવીન કર્મબંધ થતો નથી. તે કર્મને જાણે છે. એવી મહાવીર પુરુષ કમને જાણીને એવો પ્રયત્ન કરે કે છે સંસારમાં જન્મ લેતો નથી અને મરતો પણ નથી. જેને પૂર્વકૃત કર્મ નથી તે મહાવીર પુરુષ જન્મતા કે મરતા નથી. સ્ત્રીઓ પણ તે વીર પુરુષનો પરાભવ કરી શકતી નથી. જેમ વાયુ અગ્નિની જ્વાળાને ઉલ્લંઘીને જતો રહે છે તેમ તે મહાવીર પુરુષ પણ સ્ત્રીઓથી પર થઈ જાય છે. જેઓ સ્ત્રીઓનું સેવન કરતા નથી તે પુરુષો સૌથી પહેલાં મોક્ષગામી હોય છે. બંધનથી મુક્ત તે પુરુષ અસંયમી જીવનની ઈચ્છા કરતા નથી. સાધુ પુરુષ અસંયમ જીવનથી નિરપેક્ષ બનીને જ્ઞાનાવરણીય આદિ સમસ્ત કમનો અંત કરી દે છે. જેઓ પોતાના ઉત્તમ કર્તવ્ય દ્વારા મોક્ષની સન્મુખ છે, તેઓ મોક્ષમાર્ગની પ્રરૂપણા કરે છે. 6i17 ચારિત્રના ધારક, દેવાદિ દ્વારા કરેલ પૂજાને ભોગવનારા, પરંતુ તે પૂજાની અભિલાષા નહિ કરનારા, યતનાવાનું ઈન્દ્રિયોનું દમન કરનારા, સંયમમાં વૃઢ અને મૈથુન આદિ વિષય ભોગોથી નિવૃત્ત પુરુષ મુક્તિની સન્મુખ હોય છે. તીર્થકર ભગવાન આદિનો ઉપદેશ ભિન્ન ભિન્ન પ્રાણીઓને માટે ભિન્ન ભિન્ન પ્રકારથી પરિણત થાય છે. [18] જેમ ડુકર ચોખ્ખાના દાણાના લોભમાં પડીને પાશમાં બંધાય છે, એવી રીતે સ્ત્રીના સંગમાં ફસાઈને જીવ અનંત જન્મમરણને પ્રાપ્ત થાય છે, માટે પંડિત પુરુષ મૈથુનને નીસાર સમજીને તેમાં લેપાય નહિ. જે પુરુષ આશ્રવધારોથી નિવૃત્ત છે તેઓ છિન્નસ્ત્રોત છે- રાગદ્વેષથી રહિત, નિર્મળ અને પ્રસન્નચિત્ત છે. ઇન્દ્રિયો અને મનને વશ કરનારા તે પુરુષ અનુપમ ભાવસમાધિને પ્રાપ્ત કરે છે. [19] જે પુરુષ સંયમ પાલનમાં નિપુણ છે તે કોઈ પણ પ્રાણી સાથે મન, વચન અને કાયાથી વિરોધ ન કરે. એવો સાધુ જ ચક્ષુખાત્પરમાર્થદર્શી કહેવાય છે. [20] જે પુરુષ ભોગની ઈચ્છાનો અંત કરી નાખે છે તેજ મનુષ્યો માટે ચક્ષુ સમાન સન્માર્ગદર્શક બની જાય છે. જેવી રીતે તીર્ણક્ષરનો અંતિમ ભાગ જ ચાલે છે અને રથનું પૈડું પણ અંતિમ ભાગમાં (ધુરીના કિનારા ઉપર) ચાલે છે તેવી રીતે મોહનીય કર્મનો અંત જ દુઃખરૂપ સંસારનો ક્ષય કરે છે. [21] ધીર ને વિષયતૃણાનો નાશ કરનાર પુરુષ અંતરાંત આહારનું સેવન કરીને સંસારનો અંત કરે છે. આ મનુષ્યલોકમાં આવીને જીવો ધર્મની આરાધના કરીને મુક્તિગામી થાય છે. [22] મેં તીર્થંકરદેવ પાસેથી સાંભળ્યું છે કે સંયમનું પાલન કરનાર મનુષ્ય કાં તો કૃતકૃત્ય-મુક્ત થઈ જાય છે અથવા દેવગતિ પ્રાપ્ત કરે છે. મનુષ્ય સિવાય બીજી ગતિના જીવોમાં એવી યોગ્યતા હોતી નથી. [23] જ્ઞાનીઓનું કથન છે કે મનુષ્ય જ સમસ્ત દુઃખોનો અંત કરી શકે છે. તથા ગણધર વગેરે એવું પણ કહે છે કે આ મનુષ્યભવ મળવો બહુ દુર્લભ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org