________________ 219 શ્રુતસ્કંધ-૨, અધ્યયન-૭, પૌષધવ્રતનું સમ્યક પ્રકારે અનુપાલન કરતાં વિચરશું તથા અમે સ્થૂલ પ્રાણાતિપાતનો ત્યાગ કરશું. સ્થૂલ મૃષાવાદ, સ્થૂલ અદત્તાદાન, સ્થૂલમૈથુન, અને સ્થૂલ પરિગ્રહણનો ત્યાગ કરશું. અમે અમારા માટે કઈ કરવાના કે કરાવવાના પણ પ્રત્યાખ્યાન કરશું. તેઓ તે દિવસોમાં) ખાધા-પિધા વિના, સ્નાન કર્યા વિના અને આસનથી ઊતરીને તે અવસ્થામાં કાળગત બની જાય તો તેમને સમ્યક કાળગત કહેવા જોઈએ. (અથતુિ તેમની સારી ગતિ થઈ છે એમ કહેવું જોઈએ ને?) નિર્મળ્યો- હા, એમ જ કહેવું જોઈએ. ગૌતમ સ્વામી- (તે દેવ બને છે અને પ્રાણી અને ત્રસ પણ કહેવાય છે. મહાકાય અને ચિરકાળની સ્થિતિવાળા હોય છે. (તે પ્રાણીઓનો ઘાત પ્રત્યાખ્યાની શ્રાવકો કરતા નથી) માટે એવા પ્રાણીઓ ઘણા છે, જેમાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન બને છે. જેમના વિષયમાં શ્રમણોપાસકના પ્રત્યાખ્યાન હોતા નથી તે પ્રાણી થોડા છે. તેથી તે શ્રાવક મહાન ત્રસકાયની હિંસાથી નિવૃત્ત થયેલ છે. છતાં તમે લોકો તેમના પ્રત્યાખ્યાનને નિર્વિષય બતાવો છો, તે તમારું મંતવ્ય ન્યાયસંગત નથી. ગૌતમ સ્વામી આ જગતમાં એવા શ્રમણોપાસક હોય છે કે જેઓ નિર્ગળ્યો. પાસે) એવું કહે છે કે અમે પ્રધ્વજ્યા ધારણ કરીને ગૃહસ્થમાંથી અણગાર બનીએ, એવું અમારામાં સામર્થ્ય નથી તથા ચૌદશ, અષ્ટમી, અને પૂર્ણિમા વિગેરે તિથિઓમાં પૂર્ણ પૌષધ વ્રતનું અનુપાલન કરતાં વિચરવા પણ અમે સમર્થ નથી. અમે તો અંત સમયમાં મરણ કાળ આવતાં સંખનાનું સેવન કરીને ભાત પાણીનો ત્યાગ કરીને મરણની ઈચ્છા કર્યા વિના વિચરશું. ત્યારે અમે ત્રણ કરણ અને ત્રણ યોગથી સમસ્ત પ્રાણાતિપાતથી લઈ સમસ્ત પરિગ્રહ સુધીનો ત્યાગ કરશું અને અમારે માટે કાંઈ પણ કરવા-કરાવવાના પ્રત્યાખ્યાન કરશે. યાવતું આસનથી ઊતરી તે અવસ્થામાં કાળગત બની જાય તો તેમને સમ્યક કાળગત કહેવા જોઇએ ? નિર્મન્થો-હા, એમજ કહેવું જોઈએ અથવું તેઓ દેવલોકમાં જાય છે. ભગવાન ગૌતમ-ત્યારે તે પ્રાણી કહેવાય છે અને ત્રસ પણ કહેવાય છે અને ત્રસજીવોની હિંસાથી શ્રાવક નિવૃત્ત થયેલ છે. તેથી શ્રાવકના વ્રતને નિર્વિષય બતાવવું તે તમારું મંતવ્ય ન્યાયસંગત નથી. ભગવાન ગૌતમ પુનઃ કહે છે-આ સંસારમાં કોઈ એવા મનુષ્યો હોય છે, જે મહાનું ઇચ્છાવાળા, મહાન આરંભ કરવાવાળા, મહાન પરિગ્રહ રાખવાવાળા, અધાર્મિક, મહામુશીબતે પ્રસન્ન થવાવાળા (દુષ્યનંદીને જીવન પર્યન્ત સર્વ પરિગ્રહોથી નિવૃત્ત થતા નથી. શ્રમણોપાસકને વ્રતગ્રહણના સમયથી મૃત્યુપર્યત (ત્રસ હોવાથી તેમની હિંસાનો ત્યાગ હોય છે. તે અધાર્મિક પુરુષ કાળના અવસરે આયુષ્ય છોડી દઈને પોતાના પાપકર્મને સાથે લઈને દુગતિ પ્રાપ્ત કરે છે. તેઓ પ્રાણી અને ત્રસ કહેવાય છે. અને મોટા શરીરવાળા તથા દીર્ઘસ્થિતિવાળા હોય છે. તે સંખ્યામાં ઘણા હોય છે. શ્રાવકને વ્રતગ્રહણના સમયથી મરણપર્યન્ત તે પ્રાણીઓને મારવાનું પ્રત્યાખ્યાન છે. તેથી શ્રાવકો પ્રાણીઓની મહાન સંખ્યાને દંડ દેવાથી વિરત થયેલા છે. માટે શ્રાવકોના વ્રતને નિર્વિષય બતાવવું ન્યાયસંગત નથી. ભગવાન ગૌતમ સ્વામી કહે છે. આ સંસારમાં કોઈ એવા મનુષ્યો પણ હોય છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org