________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-ર, ઉદેસ૩ પુરુષો કોઈ વસ્તુને પોતાને શરણ માનતા નથી. [10] બધા પ્રાણીઓ પોતપોતાના કર્માનુસાર નાના પ્રકારની અવસ્થાઓથી યુક્ત છે તથા અવ્યક્ત અને વ્યક્ત દુઃખથી પીડિત છે, તે શઠ જીવો જન્મ. જરા અને મરણના દુઃખો ભોગવે છે અને ભયથી આકુળ વ્યાકુળ થઈને સંચારચક્રમાં ભ્રમણ કરે છે. [11] બુદ્ધિમાન પુરૂષ આ અવસરને ઓળખે. વીતરાગ દેવ દ્વારા પ્રરૂપિત ધર્મની પ્રાપ્તિ થવી સરળ નથી. આ રીતે જ્ઞાની પુરષોએ વિચાર કરવો જોઈએ. શ્રી ઋષભદેવ ભગવાને પોતાના પુત્રોને આ ઉપદેશ આપ્યો અને અન્ય તીર્થંકરોએ પણ એ જ કહ્યું છે. [12] હે સાધુઓ ! જે તીર્થંકરો પહેલાં થઈ ગયા છે અને જે ભવિષ્યકાળમાં થશે તે બધા સુવત પુરુષોએ તથા ભગવાન ઋષભદેવ સ્વામીના અનુયાયીઓએ પણ આ. ગુણોને મોક્ષનું સાધન બતાવેલ છે. [13] મન વચન અને કાયા એમ ત્રણેય યોગથી પ્રાણીની હિંસા કરવી નહીં. પોતાના આત્માના હિતમાં પ્રવૃત્ત રહીને સ્વર્ગાદિની ઈચ્છા રહિત (અનિદાન બનીને ગુપ્તેન્દ્રિય રહેવું. આ પ્રમાણે અનંતજીવ સિદ્ધ થયા છે, વર્તમાન કાળમાં સિદ્ધ થાય છે અને ભવિષ્યકાળમાં પણ અનંતજીવ સિદ્ધ થશે. [14] ઉત્તમ જ્ઞાની, ઉત્તમ દર્શની તથા ઉત્તમ જ્ઞાન દર્શનના ધારક ઇન્દ્રાદિ દેવો દ્વારા પૂજ્ય જ્ઞાતપુત્ર ભગવાને વિશાળાનગરીમાં કહેલું કે હું કહું છું અયનન ૨-ઉદેસો ૩ની યુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ અધ્યયન ૨-ગુર્જરછાયા પૂર્ણ (અધ્યયનઃ ૩-ઉપસર્ગપરિણા) - ઉદેસો-૧ઃ[૧૫] જ્યાં સુધી કોઈ વિજેતા પુરુષનું દર્શન થતું નથી, ત્યાં સુધી કાયર પુરુષ પોતાને શૂરવીર સમજે છે, પરંતુ વિજેતા પુરૂષને જોઈ ક્ષોભ પામે છે, જેમકે શિશુપાળ પોતાને શૂરવીર માનતો હતો છતાં મહારથી દૃઢપ્રતિજ્ઞ કૃષ્ણ વાસુદેવને યુદ્ધમાં આવતા જોઈને ક્ષોભ પામ્યો. [16167] સંગ્રામ ઉપસ્થિત હોવાપર, પોતાને શૂરવીર માનનાર, પરનું વાસ્તવમાં કાયર પુરુષ યુદ્ધના અગ્રભાગમાં તો જાય છે પરંતુ જે વિકટ સંગ્રામમાં માતા પોતાની ગોદથી પડી ગયેલા બાળકનું પણ ભાન ભૂલી જાય છે એવા સંગ્રામમાં વિજયી પુરુષ દ્વારા છેદન-ભેદન થતાં દીન બની જાય છે. એવી જ રીતે પરિષહો અને ઉપસર્ગોથી સ્પષ્ટ નહીં થયેલો તથા ભિક્ષાચરીમાં અકુશલ નવદીક્ષિત સાધુ પોતાને શૂરવીર સમજે છે પણ સંયમપાલનના અવસરે કાયર પુરુષની જેમ ભાગી છૂટે છે. [168-19 જ્યારે હેમંત ઋતુમાં ઠંડી બધા અંગોમાં સ્પર્શે છે ત્યારે મંદ સાધુઓ વિષાદને પ્રાપ્ત થાય છે. જેમાં રાજ્યથી ભ્રષ્ટ થયેલ ક્ષત્રિય વિષાદને અનુભવે છે. ગ્રીષ્મ ઋતુની તીવ્ર ગર્મીથી પીડિત થઇને તથા તરસથી પીડિત થઇ નવદીક્ષિત સાધુ ઉદાસ થઈ જાય છે. તે સમયે કેટલાક મંદ અને અધીર સાધુ એવી રીતે વિષાદને પ્રાપ્ત કરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org