________________ 131 શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૨, ઉદેસ-૨ જે પુરુષો આચરણ કરે છે, તેઓ જ ઉસ્થિત છે અને સમ્યક્ પ્રકારે સમુચિત છે. ધર્મથી. ભ્રષ્ટ થતાં એક બીજાને તેઓ જ પુનઃ ધર્મમાં પ્રવૃત્ત કરે છે. [137 પહેલાં ભોગવેલાં શબ્દાદિ વિષયોનું સ્મરણ ન કરવું આઠ પ્રકારના કર્મોને દૂર કરવાની ઇચ્છા કરવી. મનને દૂષિત કરનારા શબ્દાદિ વિષયોમાં જે પુરુષ આસક્ત નથી, તે પુરુષ ધર્મધ્યાન અને રાગદ્વેષના ત્યાગરૂપ ધર્મને જાણે છે. [138] સંયમી પુરુષ ગોચરી આદિને માટે જાય ત્યારે કથા-વાતાં ન કરે, કોઈ પ્રશ્ન કરે તો નિમિત્ત આદિ ન બતાવે, વૃષ્ટિ તથા ધનોપાર્જનના ઉપાયો ન બતાવે, પરંતુ લોકોત્તર ધર્મને જાણીને સંયમાનુષ્ઠાન કરે, તેમજ કોઈ પણ વસ્તુ પર મમતા ન રાખે. [13] સાધુ પુરુષ માયા, લોભ, માન અને ક્રોધ ન કરે. જેમણે આઠ પ્રકારના કમોને નાશ કરનાર સંયમનું સારી રીતે સેવન કરેલ છે, તેમનો જ ઉત્તમ વિવેક જગતમાં પ્રસિદ્ધ થયેલ છે અને તેઓ જ ધર્મમાં અનુરક્ત છે. [140] સાધુ કોઈ પણ વસ્તુ ઉપર મમતા ન કરે. જે કાર્યમાં સ્વહિત રહેલ હોય તેમાં સદા પ્રવૃત્ત રહે. ઇન્દ્રિય તથા મનને ગોપવે. ધમર્થ બને. તેમજ તપમાં પોતાનું પરાક્રમ ફોરવી જિતેન્દ્રિય બની સંયમનું અનુષ્ઠાન કરે. કારણ કે સંસારમાં પરિભ્રમણ કરનારા જીવોને આત્મકલ્યાણ દુર્લભ હોય છે. [141] સમસ્ત જગતને જાણનાર જ્ઞાતપુત્ર ભગવાન મહાવીર સ્વામીએ સામાયિક ચારિત્ર વગેરેનું કથન કર્યું છે. નિશ્ચયથી જીવે તે પહેલાં સાંભળ્યું નથી અથવા સાંભળીને તે પ્રમાણે તેનું અનુષ્ઠાન કર્યું નથી. [14] પ્રાણીઓને કલ્યાણ-માર્ગની પ્રાપ્તિ ઘણી મુશ્કેલ છે એવું જાણી તથા આ આહત ધર્મ બધા ધમોમાં શ્રેષ્ઠ છે એવું સમજીને જ્ઞાનાદિ સંપન્ન ગુરુદ્વારા ઉપદિષ્ટ માર્ગ પર ચાલનારા અને પાપથી વિરત થએલા ઘણા પુરુષોએ આ સંસાર-સમુદ્રને પાર કર્યો છે. એમ હું કહું છું. અધ્યયન ૨-ઉદેસી ૨નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ (અધ્યયનઃ ૨-ઉદેસો 3) [143 કમસ્ટવના કારણોને રોકી દેનાર ભિક્ષને અજ્ઞાન વશ જે કર્મ બંધાઈ ગયેલા હોય તે સત્તર પ્રકારના સંયમથી નષ્ટ થઈ જાય છે, આ રીતે નવા કમને રોકનાર, અને જૂના કર્મોને ક્ષય કરનાર પંડિત પુરુષ મરણને લાંઘીને મોક્ષ પ્રાપ્ત કરે છે. [14] જે પુરુષો સ્ત્રીઓથી સેવિત નથી, તેઓ મુક્ત પુરુષ જેવા છે, સ્ત્રી પરિત્યાગ પછી જ મુક્તિ મળે છે એમ જાણવું જોઇએ. જેણે કામ ભોગોને રોગ સમાન જાણી લીધા છે તે પુરુષની જ મુક્તિ થાય છે. [15] જેમ વ્યાપારી દૂર દેશથી ઉત્તમ રત્નો અને વસ્ત્રો વગેરે લાવે છે. તેને રાજા મહારાજાદિ ધારણ કરે છે, તે જ પ્રમાણે આચાર્ય દ્વારા ઉપદિષ્ટ રાત્રિભોજન વિરમણ સહિત પાંચ મહાવ્રતો સાધુ પુરુષો જ ધારણ કરે છે. [14] આ લોકમાં જે પુરુષો સુખશીળ છે-સ્તથા સમૃદ્ધિ, રસ અને સાતા. ગૌરવમાં મૂચ્છિત છે તેઓ ઇન્દ્રિયોથી પરાજિત દીન પુરુષ સમાન ધૃષ્ટતાપૂર્વક કામસેવન કરે છે. એવા માણસો કહેવા છતાં પણ સમાધિ-ને જાણતા નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org