________________ - ક 186 સંયમડો-૨૨૫૯ છુપાવે અને તેથી પીડાઇને અંદરજ વેદના ભોગવ્યા કરે. તે પ્રમાણે માયાવી પરુષ છળ-કપટ કરીને તેની આલોચના પ્રતિક્રમણ નિંદા અને ગહ કરતો નથી, તે બ્રેષોને દૂર કરતો નથી, તેનાથી આત્માને શુદ્ધ કરતો નથી. ફરીથી એ દોષો ન કરવાનો નિશ્ચય કરતો નથી. તથા તે પાપને અનુરૂપ તપશ્ચર્યા આદિ પ્રાયશ્ચિત્ત પણ કરતી નથી. એવા માયાવી પુરુષનો આ લોકમાં કોઈ વિશ્વાસ કરતું નથી અને પરલોકમાં તે વારંવાર નીચ ગતિઓમાં જાય છે, માયાવી પુરુષ બીજાની નિંદા અને પોતાની પ્રશંસા કરે છે, દુષ્કર્મ કરે છે. અને તેનાથી તે નિવૃત્ત થતો નથી. તે પાપને અનુરૂપ તપશ્ચય આદિ પ્રાયશ્ચિત્ત પણ કરતો નથી. એવા માયાવી પુરુષનો આ લોકમાં કોઈ વિશ્વાસ, કરતું નથી અને પરલોકમાં તે વારંવાર નીચ ગતિઓમાં જાય છે, માયાવી પુરુષ બીજાની નિંદા અને પોતાની પ્રશંસા કરે છે, દુષ્કર્મ કરે છે. અને તેનાથી તે નિવૃત્ત થતો નથી. તે પ્રાણીઓને દંડ આપીને તેનો સ્વીકાર કરતો નથી અને શુભ વિચારથી રહિત હોય છે. એવા માયાવી પુરુષને માયાપ્રત્યયિક સાવધ કર્મનો બંધ પડે છે. આ અગિયારમું માયા-પ્રત્યાયિક ક્રિયાસ્થાન. 60 હવે બારમું લોભપ્રત્યયિક ક્રિયાસ્થાન કહેવાય છે. જેમ કોઈ અરણ્યમાં નિવાસ કરનાર, પર્ણકુટીમાં નિવાસ કરનાર, ગામની નજીક નિવાસ કરનાર, તથા ગુપ્ત કાર્યો કરનાર, જે સાવધ કર્મોથી નિવૃત્ત થયેલ નથી, તથા સર્વ પ્રાણી, ભૂત, જીવ અને સત્વોની હિંસાથી નિવૃત્ત થયેલ નથી, તે સત્ય-મૃષા ભાષણ કરે છે, જેમકે હું મારવાને યોગ્ય નથી, પણ અન્ય પ્રાણીઓ મારવા યોગ્ય છે, મને આજ્ઞા આપવી જોઈએ નહિ, બીજા પ્રાણીઓ આજ્ઞા આપવાને યોગ્ય છે, હું દાસ દાસી બનવા યોગ્ય નથીપણ અન્ય પ્રાણીઓ ધસ દાસી બનવા યોગ્ય છે, હું કષ્ટ આપવા યોગ્ય નથી, પણ અન્ય પ્રાણી કષ્ટ આપવાને યોગ્ય છે, હું ઉપદ્રવને યોગ્ય નથી, પણ અન્ય પ્રાણી ઉપદ્રવને યોગ્ય છે. આ પ્રમાણે ઉપદેશ આપનાર વ્યક્તિ સ્ત્રી અને કામભોગમાં આસક્ત રહે છે. તે હંમેશા વિષયભોગની શોધ કરવામાં સંલગ્ન રહે છે. તેમની ચિત્તવૃત્તિ ભોગો તરફ જ હોય છે. તે ચાર પાંચ છ કે દશ વર્ષ સુધી થોડા અધિક કામભોગોને ભોગવી મૃત્યુના સમયે મૃત્યુ પામીને અસુરલોકમાં કિબિપી દેવરૂપે ઉત્પન્ન થાય છે. તે કિબિષીપણે આયુષ્ય પૂર્ણ કરી વારંવાર મૂંગા, જન્માંધ તથા જન્મથી મૂંગા હોય છે. આ પ્રમાણે તે લોભી પાખંડીને લોભપ્રત્યયિક સાવઘકમનો બન્ધ થાય છે. આ બારમુ ફિયાસ્થાન કહેવાયું. આ બાર ક્રિયાસ્થાનો મુક્તિ જવા યોગ્ય શ્રમણ માહણે સારી રીતે જાણી લેવા જોઈએ, જ્ઞપરિજ્ઞાએ જાણી પ્રત્યાખ્યાનપરિજ્ઞાથી છોડી દેવા જોઇએ. [61] હવે તેરમું ક્રિયાસ્થાન ઈયપિથિક કહેવાય છે.આ લોકમાં જે પુરુષ પોતાના આત્માના કલ્યાણ માટે સર્વ પાપથી નિવૃત્ત છે તથા ઘરબાર છોડીને સાધુ બનેલા છે, જે ઇયસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિત, આદાન ભાંડ માત્ર નિક્ષેપણા સમિતિ, તથા ઉચ્ચાર પ્રસવણ ખેલસિંઘાણ જલ્લ પારિઠાવણિયા સમિતિથી યુક્ત છે, જે મનસમિતિ, વચન સમિતિ અને કાયસમિતિ, મનોગતિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિથી યુક્ત છે. બ્રહ્મચર્યના રક્ષક છે- જે ઉપયોગની સાથે ચાલે છે. યત્નાપૂર્વક ઊભા રહે છે. યત્નાપૂર્વક બેસે છે, જે ઉપયોગપૂર્વક પડખું બદલે છે. યત્નાપૂર્વક ભોજન કરે છે અને ઉપયગપૂર્વક બોલે છે અને જે ઉપયોગપૂર્વક વસ્ત્ર, પાત્ર કંબલ અને પાદપુંછન ગ્રહણ કરે છે અને ઉપરોક્ત વસ્તુઓને યત્નાપૂર્વક રાખે છે. જે નેત્રની પલક પણ ઉપયોગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org