________________ 160 સૂયગડો-૧/૧૧-૧૯ પ્રધાન છે. એમ માનનાર સાધુ હમેશાં જિતેન્દ્રિય થઈ નિવણની સાધના કરે, પિ૧૯ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ તથા કષાય આદિ રૂપ સંસારપ્રવાહમાં વહેતાં પોતપોતાના કર્મોથી કષ્ટ પામનાર પ્રાણીઓ માટે તીર્થકર ભગવાને આ મોક્ષમાર્ગ દ્વીપ રૂપ બતાવ્યો છે. તત્ત્વજ્ઞાતા પુરુષ આ માર્ગથી જ મોક્ષની પ્રાપ્તિ કહે છે. પિ૨૦] આત્મગુપ્ત, દમિતેન્દ્રિય તેમજ સંસારના પ્રવાહને બંધ કરનાર આસ્રવ રહિત જે પુરુષ છે, તે જ પરિપૂર્ણ અને અનુપમ શુદ્ધ ધર્મનો ઉપદેશ આપી શકે છે. પિર૧-૫૨૪] પૂર્વોક્ત પરિપૂર્ણ અને શુદ્ધ ધર્મને નહિ જાણતા અજ્ઞાની હોવા છતાં પણ પોતાને જ્ઞાની માનનાર “અમે જ્ઞાની છીએ” એવું કહેનારા અન્યદર્શનીઓ સમાધિથી દૂર છે. પોતાને જ્ઞાની માનનાર અજ્ઞાની બીજનો, કાચાપાણીનો તેમજ તેમના માટે બનાવેલા આહારનો ભોગવટો કરીને આર્તધ્યાન ધ્યાવે છે, તેઓ પોતાના કે બીજાના દુઃખના કારણને જાણતા નથી. તેથી તેઓ ભાવસમાધિથી દુર છે. જેમ ઢંક, કંક, કુરર-જળમુ અને શિખી નામના જળચર પક્ષીઓ હમેશાં માછલાં પકડવાના વિચારમાં રત રહે છે, તેઓનું ધ્યાન કલુષિતાયુક્ત તથા અધમ છે. તેવી રીતે મિથ્યાદ્રષ્ટિ અનાર્ય શ્રમણ હમેશાં વિષયની પ્રાપ્તિનું ધ્યાન ધર્યા કરે છે. તે પાપી અને અધમ છે. fપરપ-પર આ જગતમાં કેટલાક દુર્મતિ પોત-પોતાના દર્શનમાં અનુરક્ત થઈને શુદ્ધ માર્ગની વિરાધના કરીને ઉન્માર્ગમાં જઈને દુઃખી થાય છે અને નાશ પામે છે. જેમ કોઇ જન્માંધ પુરુષ છિદ્રવાળી નાવમાં બેસીને સમુદ્ર પાર કરવા ઈચ્છે છે, પરંતુ તે વચ્ચેજ ડૂબી જાય છે, તે પ્રમાણે કોઇ મિથ્યાવૃષ્ટિ અનાર્ય શ્રમણ પૂર્ણ રીતે આશ્રવનું સેવન કરે છે. તે આગામી ભવમાં નરક આદિનાં મહાભય-દુઃખને પ્રાપ્ત કરશે. પ૨૮-૫૨૯] કાશ્યપ ગોત્રીય ભગવાન મહાવીર દ્વારા પ્રરૂપિત આ ધર્મને ગ્રહણ કરીને બુદ્ધિમાન પુરુષે ઘોર સંસાર સાગરને પાર કરવો જોઈએ અને આત્મ કલ્યાણના માટે સંયમનું પાલન કરવું જોઇએ. ઇન્દ્રિયોના વિષયોથી નિવૃત્ત થઈને સાધુ સંસારના સમસ્ત પ્રાણીઓને પોતાની સમાન સમજીને શક્તિ અનુસાર સંયમમાં પરાક્રમ કરતા થકા વિચરે. પિ૩૦-પ૩૧] વિવેકવાનું મુનિ અતિ માન અને માયાને શપરિજ્ઞાથી જાણીને અને પ્રત્યાખ્યાન પરિણાથી ત્યાગ કરીને મોક્ષનું અન્વેષણ કરે. મુનિ ક્ષમા આદિ દશ યતિધર્મની વૃદ્ધિ કરે, પાપ ધર્મનો ત્યાગ કરે તથા તપમાં પોતાનું વીરત્વ પ્રગયવે તેમજ ક્રોધ તથા માન ન કરે. પિ૩ર-પ૩૩] જેમ સમસ્ત પ્રાણીઓનાં આધાર પૃથ્વી છે તેમ ભૂતકાળમાં જે તીર્થંકરો થઈ ચૂક્યા છે. વર્તમાનમાં જે વિદ્યમાન છે અને ભવિષ્યકાળમાં જે તીર્થંકરો થશે તે બધાનો આધાર શાંતિ જ છે. જેમ સુમેરુ પર્વત ઘોર આંધીથી પણ કંપિત થતો નથી તેવી રીતે સાધુને અનુકૂળ કે પ્રતિકૂળ પરિષહ આવે છતાં તે સંયમથી ડગે નહીં. પિ૩૪] સંવરથી યુક્ત મહાપ્રજ્ઞાવાનું અને ધીર સાધુ બીજાએ આપેલો ઐષણિક આહાર જ ગ્રહણ કરે તથા કષાય રહિત થઈને મૃત્યુ પર્યત સંયમમાં સ્થિર રહે, એ જ કેવળી ભગવાનનો મત છે. એમ હું કહું છું. અધ્યયન-૧૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org