________________ શ્રુતસ્કંધ-૨, અધ્યયન-૫, 29 [714-715] આ જે ઔયિક આહારક અને કાર્મણ શરીર છે તે બધા એક જ છે અથવા એકાન્ત રૂપે ભિન્ન ભિન્ન છે. આમ એકાન્ત વચન ન કહેવું. તથા બધા પદાર્થોમાં પદાર્થોની શક્તિ વિધમાન છે અથવા બધા પદાર્થોમાં બધા પદ્યર્થોની શક્તિ નથી, એમ ન કહેવું જોઈએ. કારણ કે આ બન્ને એકાત્ત વચનોથી વ્યવહાર થતો નથી અને અનાચારનું સેવન થાય છે. 7i1-717) લોક કે અલોક નથી, એવો વિચાર કરવો નહિ. પરન્તુ લોક અને અલોક છે. એવું જ્ઞાન કરવું જોઈએ. જીવ અને અજીવ નથી, એવો વિચાર કરવો નહિ. પરતુ જીવ અને અજીવ છે, એવું જ્ઞાન કરવું જોઇએ. ધર્મ અને અધર્મ નથી, એમ વિચારવું નહિ. પરન્તુ ધર્મ અધર્મ છે, એમ માનવું જોઈએ. બન્ધ અને મોક્ષ નથી, એમ વિચારવું નહિ. પણ બંધ અને મોક્ષ છે, એમ માનવું જોઈએ. પુણ્ય અને પાપ નથી, એમ વિચારવું નહિ. પણ પુણ્ય અને પાપ છે, એમ માનવું જોઈએ. [721-723] આશ્રવ અને સંવર નથી, એમ વિચારવું નહિ પણ આશ્રવ અને સંવર છે, એમ માનવું જોઇએ. વેદના અને નિર્જરા નથી, એમ વિચારવું નહિ પણ વેદના અને નિર્જરા છે, એમ માનવું જોઈએ. ક્રિયા અને અક્રિયા નથી, એમ વિચારવું નહિ. પણ ક્રિયા અને અક્રિયા છે, એમ માનવું જોઈએ. [724-726] ક્રોધ અને માન નથી, એમ વિચારવું નહિ, પણ ક્રોધ અને માન છે, એમ માનવું જોઈએ. માયા અને લોભ નથી, એમ વિચારવું નહિ. પણ માયા અને લોભ છે, એમ માનવું જોઈએ. રાગ અને દ્વેષ નથી, એમ વિચારવું નહિ. પણ રાગ અને દ્વેષ છે, એમ માનવું જોઈએ. [727-730] ચાર ગતિવાળો સંસાર નથી. એમ વિચારવું નહિ પણ ચાર ગતિવાળો સંસાર છે, એમ માનવું જોઈએ. દેવ અને દેવી નથી, એમ વિચારવું નહિ પણ દેવ દેવી છે, એમ માનવું જોઈએ. સિદ્ધિ ને અસિદ્ધિ નથી, એમ વિચારવું નહિ, પણ સિદ્ધિ ને અસિદ્ધિ છે, એમ માનવું જોઈએ. સિદ્ધિ જીવોનું સ્થાન નથી, એમ ન માનવું પણ તેમનું સ્થાન છે. એમ માનવું જોઈએ. [731] સાધુ અને અસાધુ નથી, એમ ન માનવું. પણ અધુ અને અસાધુ છે, એમ નિશ્ચય કરવો જોઈએ. [૭૩ર-૭૩૩] કલ્યાણવાનું અને પાપી નથી, એમ ન માનવું પણ કલ્યાણવાનું અને પાપી છે, એમ માનવું જોઈએ. કોઈ એકાંત કલ્યાણવાનું છે. એ એકાન્ત પાપી છે, એવો વ્યવહાર હોતો નથી. તથાપિ મૂર્ખ હોવા છતાં પોતાને પંડિત માનનાર શાક્ય વિગેરે જાણતા નથી કે એકાન્ત પક્ષના આશ્રયે કર્મબન્ધ થાય છે. 734] જગતુના પદાર્થો એકાન્ત નિત્ય છે કે એકાન્ત અનિત્ય છે તથા સર્વ જગતુ દુબરૂપ છે, તથા અપરાધી પ્રાણી વધ્ય છે કે અવધ્ય છે, એવું કથન સાધુ ન કરે. [૭૩પ યતનાવાળા ને સાધુજીવન જીવવાવાળા સાધુ દેખાય છે માટે સાધુ મિથ્યા વ્યવહારથી જગતુને ઠગીને આજીવિકા કરે છે, એવી દ્રષ્ટિ રાખવી નહિ. 73s] અમુક પાસેથી દાન મળે છે કે અમુક પાસેથી નથી મળતું, એમ બુદ્ધિમાનું સાધુ ન કહે. પરંતુ જેથી શાંતિમાર્ગ (મોક્ષ માગ)ની વૃદ્ધિ થતી હોય એવું વચન કહે. [737] આ અધ્યયનમાં કહેલ આ જિનેન્દ્રોક્ત સ્થાનો વડે સંયત મુનિ Jahreddeation International For Private & Personal Use Only www.jainelibrary.org