________________ 182 યગડો- 21-47 અનિચ્છાએ પડાવેલ છે. માલિક કે સાથીને પૂછયા વિના લીધેલ છે. સામે લાવેલ છે. સાધુને માટે બનાવેલ છે. તેવો આહાર ગ્રહણ ન કરે અને કદાચ આહાર ગ્રહણ થઈ ગયો હોય તો પોતે તે આહારનો ઉપભગ કરે નહિ-કરાવે નહિ. અન્ય કોઇ એવો આહાર કરતો હોય તો અનુમોદન પણ આપે નહિ. જે સાધુ આવા પ્રકારના આહારનો ત્યાગ કરે છે તે સાધુ મહાનું કર્મથી મુકાય છે, શુદ્ધ સંયમમાં સ્થિત થાય છે, પાપથી નિવૃત્ત થાય છે, તે જ સાધુ છે. પરંતું સાધુને એવો ખ્યાલ આવી ગયો હોય કે ગૃહસ્થ સાધુ માટે નહિ પરંતુ બીજા માટે આહાર બનાવેલ છે, જેમકે પોતાના માટે, પોતાના પુત્ર માટે, અતિથિ માટે, અન્યત્ર મોકલવા માટે, જમવા માટે, એક ગૃહસ્થ બીજા ગૃહસ્થને માટે બનાવેલ હોય તો સાધુ બીજાએ બીજા માટે બનાવેલો આહાર ઉદ્ગમ, ઉત્પાદન અને એષણા સંબંધી દોષોથી. રહિત હોય એવો શુદ્ધ અચિત્ત શસ્ત્રપરિણત અને ભિક્ષાચર્યાથી પ્રાપ્ત થયેલો હોય અને સાધુ સમજીને ભિક્ષા આપી હોય તથા મધુકરી વૃત્તિથી પ્રાપ્ત કર્યો હોય તો એવો આહાર ગ્રાહ્ય છે. આવા આહારને સાધુ સંયમનિર્વાહ માટે, સેવા આદિ કારણો માટે અને પ્રમાણયુક્ત સમજીને ગ્રહણ કરે, જેમ-ગાડી ચલાવવા માટે તેની પૂરીમાં તેલ લગાડવામાં આવે છે અને ઘા ઉપર લેપ લગાડવામાં આવે છે. તે પ્રમાણે માત્ર સંયમના નિર્વાહ માટે, જેમ સર્ષ દરમાં સીધો પ્રવેશ કરે છે તે રીતે સ્વાદની લાલસા છોડીને ભોજન કરવું જોઇએ આ પ્રમાણે તે ભિક્ષુ આહારના સમયે અનાસક્ત ભાવે આહાર કરે, પાણીના સમયે પાણી અને વસ્ત્રોના સમયે વસ્ત્રોનો ઉપયોગ કરે અને સુવાના સમયે શિય્યાનો ઉપયોગ કરે. સાધુ ધર્મની મર્યાદાનો જ્ઞાતા સાધુ કોઈ પણ દિશા અને વિદિશામાં જઈને ધર્મનો ઉપદેશ કરે. ધર્મને ભિન્ન ભિન્ન રીતે સમજાવે અને ધર્મનું કિીર્તન કરે. ધર્મ સાંભળવા ઉદ્યત થયેલા કે કુતૂહલવશ ઉપસ્થિત થયેલા મનુષ્યોને શાંતિ, વિરતિ, ઈન્દ્રિયનિગ્રહ, શૌચ, સરળતા, મૃદુતા, લઘુતા અને અહિંસા ધર્મનો ઉપદેશ આપે અને સમસ્ત ભૂતો યાવતું સત્વોના હિત માટે ચિંતન કરતા ધર્મનું કીર્તન કરે. પણ. આહાર માટે, પાણી માટે, વસ્ત્રો માટે સ્થાન માટે શય્યા માટે, વિવિધ પ્રકારના કામભોગ પ્રાપ્ત કરવા માટે ઉપદેશ ન આપે, દીનતાપૂર્વક ઉપદેશ ન આપે, પણ પ્રસન્નતાપૂર્વક ધમોપદેશ કહે, માત્ર કમનિર્જરાના લક્ષે ઉપદેશ આપે. - ઉપરોક્ત ગુણોથી યુક્ત કે સાધુ પાસેથી ધર્મ સાંભળીને અને જાણીને ધમચિરણ કરવા માટે ઉઘત વીર પુરુષ આ આહત ધર્મમાં ઉપસ્થિત થાય છે. એ ધર્મમાં ઉદ્યત વીર પુરુષ મોક્ષના બધા સાધનોથી સંપન્ન બની જાય છે. બધી જ વસ્તુઓની લાલસાથી વિરામ પામે છે. શાંતિ પામે છે અને સમસ્ત કમોનો ક્ષય કરે છે. એમ હું કહું છું. આ રીતે પૂર્વોક્ત ગુણોથી સંપન્ન ધર્મનો અર્થ, ધર્મનો જ્ઞાતા, સંયમમાં નિષ્ઠ સાધુ પૂવક્ત પુરુષોમાં પાંચમો પુરુષ છે. તે ઉત્તમ શ્રેષ્ઠ કમળને પ્રાપ્ત કરે કે ન કરે પરંતુ તે સર્વથી શ્રેષ્ઠ છે. આ પ્રમાણે કર્મના રહસ્યને તથા બાહ્ય અને આત્યંતર બે પ્રકારના સંબંધો અને ગૃહવાસના મર્મને જાણનાર, ઉપશાંત, સમિતિથી યુક્ત, કલ્યાણયુક્ત, સંયમમાં સદા પ્રવૃત્તિ કરનાર ભિક્ષને જ શ્રમણ, માહણ, ક્ષાંત, દાંત, ગુપ્ત, મુક્ત, ઋષિ, મુનિ, કૃતિ, વિદ્વાન ભિક્ષુ, રૂક્ષ, તીરાર્થી અને ચરણ (પાંચ મહાવ્રતો અને કરણની રક્ષા માટે ઉત્તર ગુણોના પારને જાણનાર છે... અધ્યયન-૧નીમુનિ દીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org