________________ 212 સૂયગડો-૨-૭૬૩ [73-766] બૌદ્ધ-કોઈ પુરુષ ખોળના પિંડને “એક પુરુષ છે એવું માની લોઢાના શુળમાં પરોવીને અગ્નિમાં પકાવે તો તે પુરુષ અમારા મતમાં પ્રાણી-વધના પાપથી લેવાય છે. તથા અમારા મત પ્રમાણે તે બ્લેચ્છ જો મનુષ્યને ખોળ સમજીને તેને વીંધીને અગ્નિમાં પકાવે અથવા બાળકને તુમડું સમજીને પકાવે, તો તે પ્રાણીઘાતના પાપથી લપાતો નથી. કોઈ પુરુષ મનુષ્યને કે બાળકને ખોળનો પિંડ સમજીને તેને શૂળથી વીંધી અગ્નિમાં પકાવે તો તે પવિત્ર છે અને બુદ્ધ (જ્ઞાની ના પારણાને યોગ્ય છે. અને જે પુરષ હંમેશા બે હાર સ્નાતક ભિક્ષુઓને ભોજન કરાવે છે, તે પુણ્યનો મોટો પુંજ ભેગો. કરીને મહાપરાક્રમી આરોપ્ય નામનો દેવ બને છે. f767-770] આર્દિકગ્સયમી પુરૂષો માટે એ યોગ્ય નથી કે તે પ્રાણીઓનો ઘાત કરીને પાપનો અભાવ બતાવે. એવું કહેવું વક્તા. અને શ્રોતા બંને ને માટે અજ્ઞાનવર્ધક અને અકલ્યાણકારક છે. ઉપર નીચે અને તિરછી દિશામાં ત્રસસ્થાવર પ્રાણીઓના સભાવનું ચિહ્ન જાણીને જીવહિંસાની આશંકાથી વિવેકી પુરુષ હિંસાથી ધૃણ રાખી. વિચારીને બોલે કે કાર્ય કરે તો તેને દોષ કેવી રીતે લાગે? એટલે નથી લાગતો. ખોળના પિંડમાં પુરૂષની પ્રતીતિ અને પુરુષમાં ખોળના પિંડની પ્રતીતિ થવી કદી સંભવે ? કદી નહિ. તેથી એવી પ્રતીતિ થવી એમ કહેનાર અનાર્ય ને અસત્યવાદી છે. જે વચન બોલવાથી પાપ લાગે છે, એવું વચન કદી ન બોલવું જોઈએ, તમારા પૂર્વોક્ત વચનો ગુણોનું સ્થાન નથી. તેથી દીક્ષિત પુરુષ એવા નિસાર વચન બોલે નહિ. [771-773] અહો ભિક્ષુઓ ! તમો એજ પદાર્થોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. તમે જ જીવોના કર્મફળનો સારી રીતે વિચાર કર્યો છે. પૂર્વ સમુદ્રથી પશ્ચિમ સમુદ્ર સુધી તમારો જ યશ ફેલાયેલ છે. તેમજ હથેલીમાં રાખેલી વસ્તુની જેમ જગતને જોયું છે ! જીવોની પીડાનો આવી રીતે વિચાર કરી શુદ્ધ અન્નનો જ સ્વીકાર કરે છે અને છળ-કપટથી જીવિકા ચલાવનાર બનીને માયાવાળા વચન બોલતા નથી. આ જૈન શાસનમાં સંયમી પુરુષોનો આજ ધર્મ છે. (તમારા કહેવા પ્રમાણે) જે પુરુષ બે હજાર સ્નાતક ભિક્ષુઓને પ્રતિદિન ભોજન કરાવે છે તે લોહીથી ભરેલા લાલ હાથવાળો અસંયમી પુરુષ આ લોકોમાં નિંદા પ્રાપ્ત કરે છે. [774-77] (એ બૌદ્ધ મતને માનનારા) પુરુષ માંસલોહીથી પુષ્ટ સ્થૂલ ઘેટાંને મારીને બૌદ્ધ ભિક્ષુઓના ભોજન માટે વિચારીને તેના માંસને મીઠું અને તેલ સાથે રાંધીને પીપળ વિગેરે મસાલાથી વઘારે છે. અનાર્ય કાર્ય કરનારા અજ્ઞાની રસલોલુપી બૌદ્ધ ભિક્ષુઓ ખૂબ માંસ ખાઈને પણ એવું કહે છે કે અમે પાપથી લેવાતા નથી. જેઓ આવા પ્રકારનું માંસ ભોજન કરે છે તે અજ્ઞાની માણસો પાપનું સેવન કરે છે. કુશળ પુરુષ એવું માંસનું ભોજન કરવાની ઈચ્છા પણ કરતા નથી અને માંસભક્ષણમાં દોષ નથી, એવા કથનને મિથ્યા માને છે. 777-778] તેથી ભગવાન મહાવીરના શિષ્ય ઋષિગણ સંપૂર્ણ પ્રાણીઓની દયા માટે હિંસાદોષને ટાળીને તથા સાવધની આશંકાથી પોતાને માટે બનાવેલા ભોજનનો ત્યાગ કરે છે. પ્રાણીઓના ઉપમર્દનની આશંકાથી સાવધ અનુષ્ઠાનને વર્જિત કરનાર સાધુ : પુરુષ સર્વે પ્રાણીઓને દંડ દેવાનું છોડીને આવા પ્રકારનો આહાર કરતા નથી. અમારા ધર્મમાં સંયમીઓનો એ જ ધર્મ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org