Book Title: Agam Deep 02 Suyagado Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 101
________________ - - 210 સૂયગડો-૨ રા-૭૩૮ આત્મવૃષ્ટિને ધારણ કરે અને જ્યાં સુધી મુક્તિ ન મળે ત્યાં સુધી તેમાં સંયમશીલ બની રહે. એમ હું કહું છું. અધ્યયન-૫-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ] (અધ્યયન-દ-આર્તકીય ) [738] ગોશાલક- હે આદ્રક ! હું કહું છું તે સાંભળો. શ્રમણ મહાવીર પહેલા એકાન્તમાં વિચારતા હતા અને તપસ્વી હતા અને હવે તેઓ અનેક ભિક્ષુઓને સાથે રાખીને પૃથક-પૃથક વિસ્તારપૂર્વક ધર્મનો ઉપદેશ આપે છે. [73-74] તે ચંચળ ચિત્તવાળા મહાવીર સ્વામીએ પોતાની આજીવિકા સ્થાપિત કરી છે કે જેથી તેઓ સભામાં જઈને ઘણા ભિક્ષુઓની મધ્યમાં ઘણા માણસોના યોગ્ય આશયને કહે છે. તેમનો વ્યવહાર પ્રથમના વ્યવહાર સાથે મેળ ખાતો નથી. તેથી કાંતો મહાવીરસ્વામીનો એકાન્તવાસનો વ્યવહાર સારો હોઈ શકે અથવા અત્યારનો અનેક માણસો સાથે રહેવાનો વ્યવહાર સારો હોઈ શકે. પરંતુ બને વ્યવહાર સારા હોઈ શકે નહિ. કેમકે બન્નેમાં પરસ્પર વિરોધ છે. આદ્રક- ભગવાન મહાવીર સ્વામી પહેલા પણ એકાન્તનો જ અનુભવ કરતા હતા, અત્યારે પણ એકાન્તનો અનુભવ કરે છે અને ભવિષ્યમાં પણ એકાન્તનો જ અનુભવ કરશે. [741-742] ત્રસ અને સ્થાવર પ્રાણીઓના કલ્યાણકારી એવા શ્રમણ અને માહન ભગવાન મહાવીર સ્વામી કેવળજ્ઞાન દ્વારા સંપૂર્ણલોકને જાણીને સર્વજીવોના કલ્યાણ માટે હજારોની મધ્યમાં ધર્મકથા કરતા હોવા છતાં પણ એકાંતનો જ અનુભવ કરે છે. કારણ કે તેમની ચિત્તવૃત્તિ એવા પ્રકારની જ છે. ભગવાનને ધમપદેશ કરવામાં દોષ લાગતો નથી. કારણ તેઓ ક્ષાન્ત. દાન્ત, જિતેન્દ્રિય અને ભાષાના દોષોને ટાળનાર છે. તેથી ભગવાનૂ ભાષાનું સેવન કરે છે તે ગુણ જ છે, દોષ નથી. | [343] કર્મથી દૂર રહેનારા ભગવાન મહાવીર શ્રમણો માટે પાંચ મહાવ્રતો અને શ્રાવકો માટે પાંચ અણુવ્રતોના પ્રહણનો, પાંચ આશ્રવોના ત્યાગનો અને સંવરનો ઉપદેશ કરે છે. અને પૂર્ણ સાધુપણામાં વિરતિની શિક્ષા આપે છે, 7i44] ગોશાલક- અમારા મતમાં ઠંડાપાણી, બીજકાય. આધાકર્મી આહાર, અને સ્ત્રીઓના સેવનમાં પણ એકાન્તચારી તપસ્વીને પાપ થવાનું માન્યું નથી. 7i45-747 આર્તક- કાચું પાણી, બીજકાય, આધાકર્મી આહાર અને સ્ત્રીસેવન કરનાર ગૃહસ્થો છે, પણ શ્રમણ નથી. બીજ, ઠંડું પાણી, અને સ્ત્રીઓનું સેવન કરનાર પુરુષ પણ શ્રમણ હોત તો ગૃહસ્થો પણ શ્રમણ મનાત, કારણ તેઓ પણ તેમનું સેવન કરે છે. જે ભિક્ષ બીજ અને કાચા પાણીનો ભોગી છે અને જીવનની રક્ષા માટે ભિક્ષાવૃત્તિ ધારણ કરે છે, તે પોતાની જ્ઞાતિનો સંસર્ગ છોડીને પણ પોતાના શરીરનો જ પોષક છે. તે કમનો અન્ત કરનાર બની શકતો નથી. 7i48] ગોશાલક-એવું કહીને તમે સમસ્ત પ્રવાદીઓની નિંદા કરો છો. બધા પ્રવાદીઓ પોતાના સિદ્ધાન્તને જુદા જુદા બતાવીને પણ પોતાના દર્શનને શ્રેષ્ઠ કહે છે. ૭િ૪૯-૭પ૧] આર્તક-શ્રમણો અને બ્રાહ્મણો પરસ્પર એક બીજાની નિંદા કરીને. પોતપોતાના દર્શનનો સ્વીકાર કરવામાં સિદ્ધિ અને પર પક્ષના સ્વીકારવામાં અસિદ્ધિ Jain Education International - For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116