________________ 208 સુથગડો-૨૪-૭૦૩ અજ્ઞાનીઓ સ્વપ્નદર્શન જેટલી પણ વ્યક્ત ચેતનાવાળા ન હોય તો પણ તેઓ પાપકર્મનો તો બન્ધ કરે જ છે. 7i04] પ્રશ્નકતાં પ્રશ્ન કરે છે કે તો મનુષ્યો શું અને શું કરતાં, કરાવતા ને કેવી રીતે સંયત વિરત અને પાપનો પ્રતિઘાત અને પ્રત્યાખ્યાન કરનાર બને છે? તે કહો? આ વિષયમાં શ્રી તીર્થંકર પૃથ્વીકાયથી માંડી ત્રસકાય સુધીના છ પ્રકારના પ્રાણીઓના સમૂહને અનુષ્ઠાનોનું કારણ કહેલ છે. જેવી રીતે દડા વડે તે પૃથ્વીકાયથી ત્રસકાય સુધી હાડકાં વડે, ઠીકરા વડે, મુકી વડે, કે કવાલ વડે મને કોઈ મારે કે ઉપદ્રવ કરે, અરે ! એક વાડું ખેંચી લે તો પણ હું હિંસાજનક દુઃખ અને ભયથી વ્યાકુળ બનું છું. તે પ્રમાણે બધા પ્રાણીઓને એવો જ દુખનો અનુભવ થાય છે. એવું જાણીને બધા પ્રાણીઓ યાવતુ બધા સત્વોમાંથી કોઈની પણ ઘાત ન કરવી જોઈએ. યાવતુ ઉપદ્રવ ન કરવો જોઈએ, આજ ધર્મ ધ્રુવ છે, નિત્ય છે અને સનાતન છે, શાશ્વત છે, અને સમસ્ત લોકના દુઃખને જાણીને ભગવાને તે કહેલો છે. તેવું જાણી સાધુ પુરુષે પ્રાણાતિપાતથી માંડી મિથ્યાદર્શન શલ્ય. સુધીના અઢારે પાપોથી વિરત બનવું જોઈએ. તે સાધુ દાતણ કે બીજા સાધનોથી દાંત સાફ ન કરે તથા આંખોમાં અંજન પણ ન જે. દવા લઈ વમન ન કરે, ધૂપથી વસ્ત્રાદિને સુગંધિત ન કરે. તે સાધુ અક્રિય, અહિંસક અક્રોધી યાવત્ અલોભી તથા ઉપશાંત અને પાપરહિત બનીને રહે. ભગવાને આવા સંયમીને સંયત, વિરત, પાપકમોંનો પ્રતિઘાત અને ત્યાગ કરનાર, અક્રિય, સંસ્કૃત અને એકાન્ત પંડિત કહ્યા છે. એમ હું કહું છું. અધ્યયન-૪-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ | ( અધ્યયન-૫-આચારકૃત ) 705 કશળ બુદ્ધિવાળા આશુપ્રજ્ઞ પુરુષ અને આ અધ્યયનના વાક્યોને તથા બ્રહ્મચર્યને ધારણ કરીને કદી પણ આ ધર્મમાં અનાચારનું સેવન કરે નહિ. - 706-707 વિવેકી પુરુષ આ જગતને અનાદિ અને અનંત જાણીને તેમને એકાન્ત શાશ્વત કે એકાન્ત અશાશ્વત નિત્ય અથવા અનિત્ય ન માને. એકાન્ત નિત્ય અને એકાત્ત અનિત્ય આ બંને પક્ષોથી. લોકનો વ્યવહાર થઈ શકતો નથી. તેથી એ બન્ને પક્ષોના આશ્રયથી અનાચારનું સેવન થાય છે, એમ જાણવું. [708-709 સર્વજ્ઞના મતને માનનાર સર્વ ભવ્ય જીવો મુક્ત થશે, સર્વ જીવો પરસ્પર વિસશ છે તથા સર્વ જીવો કર્મબન્ધનથી યુક્ત રહેશે, તીર્થકર હંમેશ રહે છે. એવા એકાન્ત વચનો બોલવા નહિ. કારણ કે આ બન્ને પક્ષોથી લોકનો વ્યવહાર થઈ ન શકે. તેથી એ બન્ને પક્ષોના આશ્રયથી અનાચારનું સેવન થાય છે. 310-711] આ જગતમાં એકેન્દ્રિયાદિ મુદ્ર જીવો છે અને હાથી વિગેરે મોટા જીવો પણ છે. તે બન્નેની હિંસાથી સમાન વૈર થાય છે અથવા સમાન વૈર નથી હોતું, એમ એકાન્ત ન કહેવું. આ બન્ને એકાન્ત વચનોથી વ્યવહાર નથી હોતો અને અનાચારનું સેવન થાય છે. . [712-713] જે સાધુ આધાકર્મી આહાર ખાય છે તે પરસ્પર પાપકર્મથી લિપ્ત થાય છે કે અલિપ્ત થાય છે કે અલિપ્ત રહે છે, એમ બન્ને એકાન્ત વચન ન કહે. કારણ કે આ બન્ને એકાન્ત વચનથી વ્યવહારનો નિષેધ છે. અને અનાચારનું સેવન થાય છે. . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org