________________ 206 સૂયગડો- 24-01 -આ વિષયમાં ભગવાને વધ કરનારનું દ્રષ્ટાંત બતાવ્યું છે. જેમ કોઈ એક વધ કરનાર છે તે ગાથાપતિનો અથવા ગાથાપતિના પુત્રનો કે રાજાનો કે રાજપુરુષનો વધ કરવા ઇચ્છે છે. તે વિચાર કરે કે એવો સમય પ્રાપ્ત થતાં હું તેમના ઘરમાં પ્રવેશ કરી જઈશ અને સમય મળતાં તેને મારી નાખીશ. આ પ્રમાણે ગાથાપતિને અથવા તેના પુત્રને રાજાને અથવા રાજપુરુષને મારવાનો નિશ્ચય કરનાર તે પુરુષ દિવસે રાત્રે, સૂતા, જાગતાં તેમનો શત્રુ, તેમની પ્રત્યે પ્રતિકૂળ વ્યવહાર કરનારો નિત્ય વધની ઈચ્છા કરનાર, હિંસક ચિત્તવૃત્તિવાળા આવી વ્યક્તિને તેમનો વધ કરનાર માની શકાય કે નહિ ? આચાર્યો આ. પ્રમાણે કહ્યું ત્યારે તે પ્રશ્નકર્તાએ સમતાથી જવાબ આપ્યો કે હા, તે વધ કરનારા જ છે. આચાર્ય બોલ્યા-જેવી રીતે ગાથાપતિ અથવા તેમનાં પુત્રનો, રાજાનો અથવા રાજપુરુષનો વધ કરવાની ઈચ્છા કરનાર તે પુરુષ વિચારે છે કે સમય પ્રાપ્ત થવાથી તેમના ઘરમાં પ્રવેશ કરીશ અને સમય મળતાં તેમનો વધ કરીશ. આવા પ્રકારનો નિશ્ચય કરનાર પુરુષ દિવસે રાત્રે સૂતાં કે જાગતાં સદા તેનો શત્રુ બનીને રહે છે. તેમની સાથે શઠતાપૂર્ણ વ્યવહાર કરનારા તેમનો નાશ કરવા નિરંતર ચિત્તવૃત્તિને તેમાં લગાડનાર હોય છે. એવી જ રીતે અજ્ઞાની જીવ પણ સર્વ પ્રાણી ને સર્વ સત્વોનો દિવસ-રાત સૂતાં-જાગતાં હંમેશાં વૈરી રહે છે. શઠતાનો વ્યવહાર કરે છે. તેથી પ્રાણાતિપાતથી લઈ મિથ્યાદર્શન શલ્ય સુધીના અઢાર પાપસ્થાનો તેને વિદ્યમાન છે. તેથી ભગવાને તેવા અજ્ઞાની જીવોને કે સંયમહીન, વિરતિભાવ રહિત, પાપકર્મનો નાશ નહિ કરનાર અને પ્રત્યાખ્યાન નહિ કરનાર, પાપમય ક્રિયા કરનાર, સંવરથી રહિત એકાન્ત અજ્ઞાની કહ્યા છે અને એવા જીવ એકાન્ત સૂતેલા છે. તે અજ્ઞાની મન, વચન, કાયા વાણી વિચારથી હીન છે, તેમજ સ્વપ્ન જોવા જેટલી પણ ચેતનાથી રહીત છે. છતાં પણ તેમના દ્વારા પાપકર્મનો બન્ધ તો થાય જ છે. જેવી રીતે વધની ઈચ્છાવાળો ઘાતક પુરુષ તે ગાથાપતિ કે તેમના પુત્ર, રાજા અથવા રાજપુરુષની પ્રત્યે સદા હિંસામય ચિત્ત રાખે છે. તેમજ દિવસ અને રાત્રીએ જાગતાં કે સૂતાં સદા તેનો વૈરી બની રહે છે. તેમને દગો દેવાની ઈચ્છા રાખે છે અને શઠતાપૂર્વક તેમનો વધ કરવાની ભાવના ભાવે છે, એવી. રીતે પ્રાણાતિપાત આદિ પાપોથી અવિરત જીવ સંપૂર્ણ પ્રાણીઓ પ્રત્યે નિરન્તર હિંસામય ભાવ રાખતા દિવસ અને રાત સૂતાં અને જાગતાં સદાને માટે તે પ્રાણીઓનો. શત્ર બની રહે છે તેમને દગો આપવાનો વિચાર રાખનાર તે સદા તેમના પ્રત્યે શઠતાપૂર્ણ હિંસામય ચિત્તવાળો હોય. તે જ પ્રમાણે તે અજ્ઞાની જીવ બધા પ્રાણીઓ પ્રત્યે એવો બની રહે છે. માટે તેને પાપકર્મનો બન્ધ થાય જ છે. 702 પ્રશ્નકર્તા કહે છે કે-આપનું કહેવું યથાર્થ નથી. આ જગતમાં ઘણા એવા પ્રાણી હોય છે જેમના શરીરનું પ્રમાણ ક્યારે પણ જોવામાં આવ્યું ન હોય અને ક્યારેય સાંભળ્યું પણ ન હોય, તે જીવો આપણા ઈષ્ટ પણ ન હોય, અને જ્ઞાત પણ ન હોય, તેથી આવા પ્રાણીઓ પ્રત્યે સદા દિવસ-રાત-સૂતાં-જાગતાં હિંસામય ચિત્ત વૃત્તિ રાખવી, તેમના વેરી બની તેમની સાથે શઠતા અને મૂઢ હિંસક ચિત્તવૃત્તિવાળા બનવું તે સંભવિત નથી. તે પ્રમાણે તેમના વિષયમાં પ્રાણાતિપાતથી લઈ મિથ્યાદર્શન શલ્ય સુધીના પાપોમાં પ્રવર્તવાનો પણ સંભવ નથી. [73] આચાર્ય કહે છે કે-આ વિષયમાં ભગવાને બે દૃષ્ટાંત કહ્યા છે. એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org